23-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે નાટક પૂરું થાય છે , પાછા ઘરે જવાનું છે , કળયુગ અંત પછી ફરી સતયુગ રિપીટ ( પુનરાવર્તન ) થશે , આ રહસ્ય બધાને સમજાવો”

પ્રશ્ન :-
આત્મા પાર્ટ ભજવતાં-ભજવતાં થાકી ગયો છે, થાક નું મુખ્ય કારણ શું છે?

ઉત્તર :-
ખૂબ ભક્તિ કરી, અનેક મંદિરો બનાવ્યાં, પૈસા ખર્ચ કર્યા, ધક્કા ખાતાં-ખાતાં સતોપ્રધાન આત્મા તમોપ્રધાન બની ગયો. તમોપ્રધાન થવાનાં કારણે જ દુઃખી થયો. જ્યારે કોઈ વાત થી કોઈ હેરાન થાય છે ત્યારે થાકી જાય છે. હમણાં બાપ આવ્યાં છે બધો થાક દૂર કરવાં.

ઓમ શાંતિ!
રુહાની બાપ બાળકો ને સમજાવે છે, એમનું નામ શું છે? શિવ. અહીં જે બેઠાં છે તે બાળકોને સારી રીતે યાદ રહેવું જોઈએ. આ ડ્રામા માં જે બધાનો પાર્ટ છે, તે હવે પૂરો થાય છે. નાટક જ્યારે પૂરું થવા પર હોય છે તો બધા એક્ટર્સ સમજે છે કે અમારો પાર્ટ હવે પૂરો થાય છે. હવે જવાનું છે ઘરે. આપ બાળકોને પણ બાપે હમણાં સમજણ આપી છે, આ સમજણ બીજા કોઈ માં નથી. હમણાં તમને બાપે સમજદાર બનાવ્યાં છે. બાળકો, હવે નાટક પૂરું થાય છે, હવે ફરી નવેસર ચક્ર શરુ થવાનું છે. નવી દુનિયામાં સતયુગ હતો. હવે જૂની દુનિયામાં આ કળયુગ નો અંત છે. આ વાતો તમે જ જાણો છો, જેમને બાપ મળ્યાં છે. નવાં જે આવે છે તો તેમને પણ આ સમજાવવાનું છે - હવે નાટક પૂરું થાય છે. કળયુગ અંત પછી ફરી સતયુગ રિપીટ થવાનો છે. આટલાં બધા જે છે તેમને પાછા જવાનું છે પોતાનાં ઘરે. હવે નાટક પૂરું થાય છે, આનાંથી મનુષ્ય સમજી લે છે કે પ્રલય થાય છે. હવે તમે જાણો છો જૂની દુનિયાનો વિનાશ કેવી રીતે થાય છે? ભારત તો અવિનાશી ખંડ છે, બાપ પણ અહીં જ આવે છે. બાકી બીજા બધા ખંડ ખલાસ થઈ જશે. આ વિચાર બીજા કોઈની બુદ્ધિ માં આવી ન શકે. બાપ આપ બાળકોને સમજાવે છે, હવે નાટક પૂરું થાય છે ફરી રિપીટ કરવાનું છે. પહેલાં નાટક નું નામ પણ તમારી બુદ્ધિ માં નહોતું. કહેવા માત્ર કહેતા હતાં, આ સૃષ્ટિ નાટક છે, જેમાં આપણે એક્ટર્સ છીએ. પહેલાં જ્યારે આપણે કહેતા હતાં તો શરીર ને સમજતા હતાં. હવે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. હવે આપણે પાછા ઘરે જવાનું છે, તે છે સ્વીટ હોમ. એ નિરાકારી દુનિયામાં આપણે આત્માઓ રહીએ છીએ. આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્ર માં નથી. હમણાં તમે સંગમ પર છો. જાણો છો હવે આપણે પાછા જવાનું છે. જૂની દુનિયા ખતમ થાય તો ભક્તિ પણ ખતમ થાય. પહેલાં-પહેલાં કોણ આવે છે, કેવી રીતે આ ધર્મ નંબરવાર આવે છે? આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. આ બાપ નવી વાતો સમજાવે છે. આ બીજું કોઈ સમજાવી ન શકે. બાપ પણ એક જ વાર આવીને સમજાવે છે. જ્ઞાનસાગર બાપ આવે જ છે એક વાર જ્યારે નવી દુનિયા ની સ્થાપના, જૂની દુનિયા નો વિનાશ કરવાનો છે. બાપ ની યાદ ની સાથે આ ચક્ર પણ બુદ્ધિ માં રહેવું જોઈએ. હવે નાટક પૂરું થાય છે, આપણે જઈએ છીએ ઘરે. પાર્ટ ભજવતાં-ભજવતાં આપણે થાકી ગયા છીએ. પૈસા પણ ખર્ચ કર્યા, ભક્તિ કરતાં-કરતાં આપણે સતોપ્રધાન થી તમોપ્રધાન બની ગયા છીએ. દુનિયા જ જૂની થઈ ગઈ છે. નાટક જુનું કહેવાશે? ના. નાટક તો ક્યારેય જુનું થતું નથી. નાટક તો નિત્ય નવું છે. આ ચાલતું જ રહે છે. બાકી દુનિયા જૂની થાય છે, આપણે એક્ટર્સ તમોપ્રધાન દુઃખી થઈ જઈએ છીએ, થાકી જઈએ છીએ. સતયુગ માં થોડી થાકીશું? કોઈ વાત માં થાકવા કે હેરાન થવાની વાત નથી. અહીં તો અનેક પ્રકારની હેરાનગતિ જોવી પડે છે. તમે જાણો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે. સંબંધી વગેરે કાંઈ પણ યાદ ન આવવાં જોઈએ. એક બાપ ને જ યાદ કરવા જોઈએ, જેનાંથી વિકર્મ વિનાશ થાય છે, વિકર્મ વિનાશ થવાનો બીજો કોઈ ઉપાય નથી. ગીતા માં પણ મનમનાભવ શબ્દ છે. પરંતુ અર્થ કોઈ સમજી ન શકે. બાપ કહે છે-મને યાદ કરો અને વારસા ને યાદ કરો. તમે વિશ્વ નાં વારિસ અર્થાત્ માલિક હતાં. હવે તમે વિશ્વ નાં વારિસ બની રહ્યાં છો. તો કેટલી ખુશી થવી જોઈએ! હમણાં તમે કોડી થી હીરા જેવાં બની રહ્યાં છો. અહીં તમે આવ્યાં જ છો બાપ પાસે વારસો લેવાં.

તમે જાણો છો જ્યારે કળાઓ ઓછી થાય છે ત્યારે ફૂલો નો બગીચો મૂરઝાઈ (કરમાઈ) જાય છે. હમણાં તમે બનો છો ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો). સતયુગ ગાર્ડન છે તો કેવું સુંદર છે પછી ધીરે-ધીરે કળા ઓછી થતી જાય છે. બે કળા ઓછી થઈ, ગાર્ડન મુરઝાઈ ગયું. હમણાં તો કાંટા નું જંગલ થઈ ગયું છે. હમણાં તમે જાણો છો દુનિયા ને કાંઈ પણ ખબર નથી. આ નોલેજ તમને મળી રહી છે. આ છે નવી દુનિયા માટે નવી નોલેજ. નવી દુનિયા સ્થાપન થાય છે. કરવાવાળા છે બાપ. સૃષ્ટિ નાં રચયિતા બાપ છે. યાદ પણ બાપ ને જ કરે છે કે આવીને હેવન (સ્વર્ગ) રચો. સુખધામ રચો તો જરુર દુઃખધામ નો વિનાશ થશે ને? બાબા રોજ-રોજ સમજાવતા રહે છે, તેને ધારણ કરી પછી સમજાવવાનું છે. પહેલાં-પહેલાં તો મુખ્ય વાત સમજાવવાની છે - આપણા પિતા કોણ છે, જેમની પાસે થી વારસો મેળવવાનો છે. ભક્તિમાર્ગ માં પણ ગોડફાધર ને યાદ કરતા રહે છે કે અમારા દુઃખ હરો સુખ આપો. તો આપ બાળકો ને બુદ્ધિ માં પણ સ્મૃતિ રહેવી જોઈએ. સ્કૂલ માં સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) ની બુદ્ધિ માં નોલેજ રહે છે, નહીં કે ઘરબાર. સ્ટુડન્ટ લાઈફ માં ધંધા-ધોરી ની વાત રહેતી નથી. સ્ટડી (ભણવાનું) જ યાદ રહે છે. અહીં તો પછી કર્મ કરતા, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, બાપ કહે છે આ ભણો. એવું નથી કહેતાં કે સંન્યાસીઓ ની જેમ ઘરબાર છોડો. આ છે જ રાજયોગ. આ પ્રવૃત્તિ માર્ગ છે. સંન્યાસીઓ ને પણ તમે કહી શકો છો કે તમારો છે હઠયોગ. તમે ઘરબાર છોડો છો, અહીં તે વાત નથી. આ દુનિયા જ કેવી ખરાબ છે! શું લાગી પડ્યું છે? ગરીબ વગેરે કેવી રીતે રહી રહ્યાં છે. જોવાથી જ નફરત આવે છે. બહાર થી જે વિઝીટર (મહેમાન) વગેરે આવે છે એમને તો સારા-સારા સ્થાન દેખાડે છે, ગરીબ વગેરે કેવા ગંદા માં રહી રહ્યાં છે, તે થોડી દેખાડે છે? આ તો છે જ નર્ક પરંતુ એમાં પણ ફરક તો ખૂબ છે ને? સાહૂકાર લોકો ક્યાં રહે છે, ગરીબ ક્યાં રહે છે, કર્મો નો હિસાબ છે ને? સતયુગ માં આવી ગંદકી હોઈ ન શકે. ત્યાં પણ ફરક તો રહે છે ને? કોઈ સોના નાં મહેલ બનાવશે, કોઈ ચાંદી નાં, કોઈ ઈંટો નાં. અહીં તો કેટલાં ખંડ છે? એક યુરોપ ખંડ જ કેટલો મોટો છે. ત્યાં તો ફક્ત આપણે જ હોઈશું. આ પણ બુદ્ધિ માં રહે તો હર્ષિતમુખ અવસ્થા થાય. સ્ટુડન્ટ ની બુદ્ધિ માં સ્ટડી જ યાદ રહે છે - બાપ અને વારસો. આ તો સમજાવ્યું છે બાકી થોડો સમય છે. તે તો કહી દે છે લાખો-હજારો વર્ષ. અહીં તો વાત જ ૫ હજાર વર્ષ ની છે. આપ બાળકો સમજી શકો છો હમણાં આપણી રાજધાની ની સ્થાપના થઈ રહી છે. બાકી આખી દુનિયા ખતમ થવાની છે. આ ભણતર છે ને? બુદ્ધિ માં આ યાદ રહે આપણે સ્ટુડન્ટ છીએ, આપણને ભગવાન ભણાવે છે. તો પણ કેટલી ખુશી રહે! આ કેમ ભૂલી જવાય છે? માયા ખૂબ પ્રબળ છે, તે ભૂલાવી દે છે. સ્કૂલ માં બધા સ્ટુડન્ટ્સ ભણી રહ્યાં છે. બધા જાણે છે કે આપણને ભગવાન ભણાવે છે, ત્યાં તો અનેક પ્રકાર ની વિદ્યા ભણાવાય છે. અનેક શિક્ષક હોય છે. અહીં તો એક જ શિક્ષક છે, એક જ ભણતર છે. બાકી નાયબ શિક્ષક તો જરુર જોઈએ. સ્કૂલ છે એક, બાકી બધી શાખાઓ છે, ભણાવવા વાળા એક બાપ છે. બાપ આવીને બધાને સુખ આપે છે. તમે જાણો છો-અડધોકલ્પ આપણે સુખી રહીશું. તો આ પણ ખુશી રહેવી જોઈએ, શિવબાબા આપણને ભણાવે છે. શિવબાબા રચના રચે જ છે સ્વર્ગ ની. આપણે સ્વર્ગ નાં માલિક બનવા માટે ભણીએ છીએ. કેટલી ખુશી અંદર રહેવી જોઈએ. તે સ્ટુડન્ટ પણ ખાતાં-પીતાં બધું ઘર નું કામ વગેરે કરે છે. હા, કોઈ હોસ્ટેલ માં રહે છે જેથી વધારે ભણવામાં ધ્યાન રહે. સર્વિસ કરવા માટે બાળકીઓ બહાર રહે છે. કેવાં-કેવાં મનુષ્ય આવે છે. અહીં તો તમે કેટલાં સેફ (સુરક્ષિત) બેઠાં છો! કોઈ અંદર ઘૂસી ન શકે. અહીં કોઈ નો સંગ નથી. પતિત સાથે વાત કરવાની જરુર નથી. તમારે કોઈનું મોઢું જોવાની પણ જરુર નથી. તો પણ બહાર રહેવાવાળા આગળ ચાલ્યાં જાય છે. કેવું વન્ડર છે! બહાર રહેવાવાળા કેટલાઓને ભણાવીને, આપ સમાન બનાવીને લઈ આવે છે. બાબા સમાચાર પૂછે છે - કેવાં પેશન્ટને (દર્દી) લઈ આવ્યાં છો? કોઈ બહુ જ ખરાબ પેશન્ટ છે તો તેમને ૭ દિવસ ભઠ્ઠી માં રખાય છે. અહીં કોઈ પણ શૂદ્ર ને નથી લઈ આવવાનાં. આ મધુબન છે જાણે આપ બ્રાહ્મણો નું એક ગામ. અહીં બાપ આપ બાળકોને સમજાવે છે, વિશ્વ નાં માલિક બનાવે છે. કોઈ શુદ્ર ને લઈ આવશો તો તે વાયબ્રેશન ખરાબ કરશે. આપ બાળકોની ચલન પણ ખૂબ રોયલ જોઈએ.

આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થતાં રહેશે - ત્યાં શું-શું હશે. જનાવર પણ કેવાં સારા-સારા હશે. બધી સારી ચીજો હશે. સતયુગ ની કોઈ ચીજ અહીં હોઈ ન શકે. ત્યાં પછી અહીં ની ચીજ હોઈ ન શકે. તમારી બુદ્ધિ માં છે આપણે સ્વર્ગ માટે પરીક્ષા પાસ કરી રહ્યાં છીએ. જેટલું ભણશો એટલું પછી ભણાવશો. શિક્ષક બની બીજાઓ ને રસ્તો બતાવો છો. બધા શિક્ષક છે. બધાને ભણાવવાનું છે. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપી બતાવવાનું છે કે બાપ પાસે થી આ વારસો મળે છે. ગીતા બાપે સંભળાવી છે. આ પ્રજાપિતા બ્રહ્મા છે તો બ્રાહ્મણ પણ અહીં જોઈએ. બ્રહ્મા પણ શિવબાબા પાસે થી ભણતા રહે છે. તમે હમણાં ભણો છો વિષ્ણુપુરી માં જવાં માટે. આ છે તમારું અલૌકિક ઘર. લૌકિક, પારલૌકિક અને પછી અલૌકિક. નવી વાત છે ને? ભક્તિમાર્ગ માં ક્યારેય બ્રહ્મા ને યાદ નથી કરતાં. બ્રહ્મા બાબા કોઈને કહેવા આવતાં નથી. શિવબાબા ને યાદ કરે છે કે દુઃખ થી છોડાવો. એ છે પારલૌકિક બાપ, આ પછી છે અલૌકિક. આમને તમે સૂક્ષ્મવતન માં પણ જુઓ છો. પછી અહીં પણ જુઓ છો. લૌકિક બાપ તો અહીં દેખાય છે, પારલૌકિક બાપ તો પરલોક માં જ જોઈ શકાય. આ પછી છે અલૌકિક વન્ડરફુલ બાપ. આ અલૌકિક બાપ ને સમજવામાં જ મુંઝાય છે. શિવબાબા માટે તો કહેશે નિરાકાર છે. તમે કહેશો એ બિંદુ છે. એ અખંડ જ્યોતિ અથવા બ્રહ્મ કહી દે છે. અનેક મત છે. તમારી તો એક જ મત છે. એક દ્વારા બાપે મત આપવાનું શરુ કર્યુ પછી વૃદ્ધિ કેટલી થાય છે? તો આપ બાળકોની બુદ્ધિ માં આ રહેવું જોઈએ-આપણને શિવબાબા ભણાવી રહ્યાં છે. પતિત થી પાવન બનાવી રહ્યાં છે. રાવણ રાજ્ય માં જરુર પતિત તમોપ્રધાન બનવાનું જ છે. નામ જ છે પતિત દુનિયા. બધા દુઃખી પણ છે ત્યારે તો બાપ ને યાદ કરે છે કે બાબા, અમારા દુઃખ દૂર કરી અમને સુખ આપો. બધા બાળકો નાં બાપ એક જ છે. એ તો બધાને સુખ આપશે ને? નવી દુનિયામાં તો સુખ જ સુખ છે. બાકી બધા શાંતિધામ માં રહે છે. આ બુદ્ધિ માં રહેવું જોઈએ - હવે આપણે જઈશું શાંતિધામ. જેટલાં નજીક આવતા જશો તો આજ ની દુનિયા શું છે, કાલ ની દુનિયા શું હશે, બધું જોતાં રહેશો. સ્વર્ગ ની બાદશાહી નજીક જોતાં રહેશો. તો બાળકોને મુખ્ય વાત સમજાવે છે-બુદ્ધિ માં આ યાદ રહે કે અમે સ્કૂલ માં બેઠાં છીએ. શિવબાબા આ રથ પર સવાર થઈને આવ્યાં છે આપણને ભણાવવાં. આ ભાગીરથ છે. બાપ આવશે પણ જરુર એક વાર. ભાગીરથ નું નામ શું છે, આ પણ કોઈને ખબર નથી.

અહીં આપ બાળકો જ્યારે બાપ ની સન્મુખ બેસો છો તો બુદ્ધિ માં યાદ રહે કે બાબા આવેલા છે-આપણને સૃષ્ટિ ચક્ર નાં રહસ્ય બતાવી રહ્યાં છે. હવે નાટક પૂરું થાય છે, હવે આપણે જવાનું છે. આ બુદ્ધિ માં રાખવું કેટલું સહજ છે પરંતુ આ પણ યાદ કરી નથી શકતાં. હવે ચક્ર પૂરું થાય છે, હવે આપણે જવાનું છે પછી નવી દુનિયા માં આવીને પાર્ટ ભજવવાનો છે, પછી આપણી પાછળ ફલાણા-ફલાણા આવશે. તમે જાણો છો આ ચક્ર આખું કેવી રીતે ફરે છે? દુનિયાની વૃદ્ધિ કેવી રીતે થાય છે? નવી થી જૂની પછી જૂની થી નવી થાય છે. વિનાશ માટે તૈયારીઓ પણ જોઈ રહ્યાં છો. નેચરલ કેલામીટિઝ (કુદરતી આપદાઓ) પણ થવાની છે. આટલાં બોમ્બ્સ બનાવીને રાખ્યાં છે તો કામ માં તો આવવાનાં છે ને? બોમ્બ્સ થી જ એટલું કામ થશે જે પછી મનુષ્યો ને લડાઈ ની જરુર નહીં રહેશે. લશ્કર ને પછી છોડતાં જશે. બોમ્બ્સ ફેકતાં જશે. પછી આટલાં બધા મનુષ્ય નોકરી થી છુટી જશે તો ભૂખે મરશે ને? આ બધું થવાનું છે. પછી સૈનિક વગેરે શું કરશે? અર્થક્વેક (ધરતીકંપ) થતો રહેશે, બોમ્બસ પડતાં રહેશે. એક-બીજા ને મારતા રહેશે. ખૂને-નાહક ખેલ તો થવાનો છે ને? તો અહીં જ્યારે આવીને બેસો છો તો આ વાતો માં રમણ કરવું જોઈએ. શાંતિધામ, સુખધામ ને યાદ કરતા રહો. દિલ થી પૂછો અમને શું યાદ આવે છે? જો બાપ ની યાદ નથી તો જરુર બુદ્ધિ ક્યાંક ભટકે છે. વિકર્મ પણ વિનાશ નહીં થશે, પદ પણ ઓછું થઈ જશે. અચ્છા, બાપ ની યાદ નથી રહેતી તો ચક્ર નું સિમરણ કરો તો પણ ખુશી ચઢે. પરંતુ શ્રીમત પર નથી ચાલતાં, સર્વિસ નથી કરતાં તો બાપદાદા નાં દિલ પર પણ નથી ચઢી શકતાં. સર્વિસ નથી કરતા તો અનેક ને હેરાન કરતા રહે છે. કોઈ તો અનેક ને આપ સમાન બનાવી અને બાપ ની પાસે લઈ આવે છે. તો બાબા જોઈને ખુશ થાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા હર્ષિત રહેવા માટે બુદ્ધિ માં ભણતર અને ભણાવવા વાળા બાપ ની યાદ રહે. ખાતાં-પીતાં બધું કામ કરતા ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે.

2. બાપદાદા નાં દિલ પર ચઢવા માટે શ્રીમત પર અનેક ને આપ સમાન બનાવવાની સર્વિસ કરવાની છે. કોઈ ને પણ હેરાન નથી કરવાનાં

વરદાન :-
અશરીરી પણા નાં ઇન્જેક્શન દ્વારા મન ને કંટ્રોલ કરવાવાળા એકાગ્રચિત્ત ભવ

જેવી રીતે આજકાલ જો કોઈ કંટ્રોલ માં નથી આવતું, ખૂબ હેરાન કરે છે, ઉછળે છે કે પાગલ થઈ જાય છે તો એમને એવું ઇન્જેક્શન લગાવી દે છે જે તે શાંત થઈ જાય. એવી રીતે જો સંકલ્પ શક્તિ તમારા કંટ્રોલ માં નથી આવતી તો અશરીરીપણા નું ઇન્જેક્શન લગાવી દો. પછી સંકલ્પ શક્તિ વ્યર્થ નહીં ઉછળશે. સહજ એકાગ્રચિત્ત થઈ જશો. પરંતુ જો બુદ્ધિ ની લગામ બાપ ને આપીને પછી લઈ લો છો તો મન વ્યર્થ ની મહેનત માં નાખી દો છો. હવે વ્યર્થ ની મહેનત થી છૂટી જાઓ.

સ્લોગન :-
પોતાનાં પૂર્વજ સ્વરુપ ને સ્મૃતિ માં રાખી સર્વ આત્મા ઉપર રહેમ કરો.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જેવી રીતે શરીર અને આત્મા બંને કમ્બાઇન્ડ થઈને કર્મ કરી રહ્યાં છો, એવી રીતે કર્મ અને યોગ બંને કમ્બાઈન્ડ હોય. કર્મ કરતા યાદ ન ભુલાય અને યાદ માં રહેતાં કર્મ ન ભુલાય કારણકે તમારું ટાઇટલ જ છે કર્મયોગી. કર્મ કરતા યાદ માં રહેવાવાળા સદા ન્યારા અને પ્યારા હશે, હલકા હશે. નોલેજફુલ ની સાથે-સાથે પાવરફુલ સ્ટેજ પર રહો. નોલેજફુલ અને પાવરફુલ આ બંને સ્ટેજ કમ્બાઇન્ડ હોય ત્યારે સ્થાપના નું કાર્ય તીવ્ર ગતિ થી થશે.