23-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - રાવણે તમને ખૂબ પીડિત કર્યા છે , હવે આપ ભક્તો નાં રક્ષક ભગવાન આવ્યાં છે તમારી પીડા ને દૂર કરવાં”

પ્રશ્ન :-
સપૂત બાળકોની મુખ્ય બે નિશાનીઓ સંભળાવો?

ઉત્તર :-
સપૂત બાળકો સદા માતા-પિતા ને ફોલો (અનુસરણ) કરી તખ્તનશીન બનશે. ખૂબ પુરુષાર્થ માં લાગેલાં રહેશે. ૨. તેમનું બાપ થી ખૂબ સાચું દિલ હશે. સાચાં દિલ વાળા સદા શ્રીમત પર ચાલશે. જો અંદર માં સચ્ચાઇ નથી તો યાદ માં રહી નહીં શકે.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકોએ આ ભક્તિમાર્ગ નું ગીત સાંભળ્યું. ભક્ત આ ગીત નાં અર્થ ને નથી જાણતાં. તમે ભગવાન નાં બાળક બન્યાં છો. ભગવાન રક્ષક છે, ભક્તોનાં. તમે પણ રક્ષક છો ભક્તો નાં. ભક્તોની રક્ષા કરો છો. કઈ આફત છે જે ભગત રક્ષા કરવા માટે ભગવાન ને બોલાવે છે? ભક્તો ને રાવણ નું ખૂબ દુઃખ છે. રાવણ સંપ્રદાય પીડિત છે - દુઃખો થી. તો ભોળાનાથ ને યાદ કરે છે. તે છે રાવણ સંપ્રદાય, આ છે રામ સંપ્રદાય. ભક્તો ને આ ખબર જ નથી કે અમારો રક્ષક કોણ છે? ભલે ગાય છે, ભોળાનાથ રક્ષક છે. પરંતુ શું રક્ષા કરે છે, આ નથી જાણતાં. આપ બાળકો હવે સમજો છો કે ભોળાનાથ શિવાબાબા જ બગડેલા ને બનાવવા વાળા છે. દુનિયાને તો ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે! ભગવાન ની ખબર હોય તો પછી ભગવાન ની રચના નાં આદિ-મધ્ય-અંત ની પણ ખબર હોય. ન ભગવાન ને જાણે છે, ન રચના ની ખબર છે એટલે આવાં મનુષ્ય સંપ્રદાય ને અંધશ્રદ્ધા પણ કહેવાય છે. બીજી તરફ તમે છો, જેમને દિવ્ય દૃષ્ટિ મળી છે. હવે તમારું નામ જ છે બ્રહ્માકુમાર-કુમારીઓ. બોર્ડ પર પણ નામ લખેલું છે - બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય. ફક્ત બ્રહ્માકુમારીઓ હોઈ ન શકે. પ્રજાપિતા બ્રહ્મા છે ને. પિતા ની પાસે બાળકો અને બાળકીઓ બન્ને હોય છે. પ્રજાપિતા બ્રહ્મા ને જ આટલાં અસંખ્ય બાળકો હોઈ શકે છે. તો સમજવું જોઈએ આ બેહદ નાં પિતા છે. આ પણ જાણે છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને રચવા વાળા બાપ જ છે, જેમને નિરાકાર કહેવાય છે. આ થઈ ગયાં બેહદ નાં બાપ. આ પણ જાણો છો પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રચના રચે છે. આ આખી રચના છે - બધા મનુષ્ય-માત્ર હકીકત માં શિવવંશી છે. હમણાં તમે આવીને પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન બન્યાં છો. આ છે નવી રચના. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા રચના રચે છે તો તમે બ્રહ્માકુમાર-કુમારીઓ કહેવાઓ છો. આટલાં બેહદ નાં બાળકો છે જરુર બેહદ નો વારસો લેતાં હશે. બાળકો જાણે છે, અમને બ્રહ્માકુમાર-કુમારીઓ ને શિવબાબાએ એડોપ્ટ કર્યા છે. શિવબાબા કહે છે - તમે મારા બાળકો છો. તમે આત્માઓ પણ નિરાકાર હતાં. પરંતુ જ્ઞાન તો સાકાર માં જોઈએ. તમે જાણો છો અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં, બ્રહ્મા દ્વારા રચના અહીં થાય છે. શિવ જયંતી પણ અહીં મનાવાય છે. અહીં મગધ દેશ માં જ જન્મ લીધો છે. બાપ કહે છે આ દેશ ખૂબ પવિત્ર સ્વર્ગ હતો. હવે આને નર્ક, મગધ દેશ કહેવાય છે. પછી સ્વર્ગ બનવાનો છે. આપ બાળકોની બુદ્ધિમાં છે શિવબાબા આપણને ફરીથી રાજયોગ શીખવાડી પવિત્ર બનાવે છે. ગાય પણ છે પતિત-પાવન ભક્તો નાં રક્ષક ભગવાન. ભક્ત જ પોકારે છે. પતિત હોવા છતાં પણ પોતાને પતિત નથી સમજતાં. બાપ સમજાવે છે - તમે બધા પતિત છો. પાવન દુનિયા સતયુગ ને, પતિત દુનિયા કળિયુગ ને કહેવાય છે. બાપ તમને બધું સાચું બતાવે છે. લાખો વર્ષ ની તો કોઈ વસ્તુ હોતી નથી. મનુષ્ય ઘોર અંધકાર માં છે, સમજે છે - કળિયુગ તો હજું નાનું બાળક છે. અને તમે જાણો છો મોત સામે ઉભું છે. અંધકાર અને પ્રકાશ નું વર્ણન સંગમ પર જ કરાય છે. હવે તમે ઘોર પ્રકાશ માં આવ્યાં છો. સતયુગ માં તમે આ વર્ણન નહીં કરી શકો. ત્યાં આ નોલેજ જ નથી રહેતી. આ સમયે બાપ બેસી બાળકો ને સમજાવે છે. તમે સતયુગ માં સૂર્યવંશી ઘરાના નાં હતાં પછી અંત માં આવીને ચંદ્રવંશી ઘરાના નાં બન્યાં છો. હવે પછી બ્રાહ્મણ વંશી બન્યાં છો. હમણાં તમે છો સર્વોત્તમ બ્રાહ્મણ કુળ નાં, તમે છો ઊંચે થી ઊંચા. આ ઈશ્વરીય કુળ છે ને! બાબા ની પાસે આવે છે તો બાબા પૂછે છે - કોની પાસે આવ્યાં છો? તો કહે છે બાપ ની પાસે. બાપ બે છે - એક છે લૌકિક, બીજા પારલૌકિક. બધા સાલિગ્રામો નાં બાપ એક જ શિવ છે. તમારી બુદ્ધિમાં આ ટપકે છે. અમે એક બાપ નાં બાળકો છીએ, જેમનાથી વારસો લઈએ છીએ. નિરાકાર વારસો તો સાકાર દ્વારા જ આપશે ને. બાપ સ્વયં કહે છે - હું સાધારણ તન માં આવીને પ્રવેશ કરું છું. હવે બાપ બાળકો ને કહે છે બાળકો, દેહી-અભિમાની ભવ. પોતાને આત્મા સમજો. આ દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. આત્માને જ ૮૪ જન્મ લેવાં પડે છે, ન કે દેહ ને. દેહ તો બદલતો રહે છે, પછી બીજા મિત્ર-સંબંધી મળે છે. હમણાં આત્મા ને બેહદ નાં બાપ પાસેથી વારસો લેવાનો છે - પરમપિતા પરમાત્મા દ્વારા. તમે જ સાંભળી ને પછી ધારણ કરો છો. સંસ્કાર તમારાં આત્મા માં છે. આત્મા માં જ સંસ્કાર રહે છે. એવું નહીં કે શરીર નાં સંસ્કાર કહેવાશે. ના, તમારા આત્મા નાં સંસ્કાર તમોપ્રધાન છે. તેને હવે ચેન્જ (પરિવર્તન) કરવાનાં છે. કાયા કલ્પતરું કહેવાય છે. કાયા કલ્પવૃક્ષ સમાન બને છે. આયુ પણ મોટી રહે છે. તમે જાણો છો - અહીં તો આયુ ખૂબ નાની હોય છે. નાની આયુ માં જ બેઠા-બેઠા અકાળે મૃત્યુ થઈ જાય છે. હવે તમે કાળ પર વિજય મેળવો છો. ત્યાં કાળ ક્યારેય ખાતો નથી. અકાળે ક્યારેય શરીર નથી છૂટતું. તમે જાણો છો - હવે આ શરીર ઘરડું થયું છે, આને છોડીને નવું લેવાનું છે. શરીર છોડતી વખતે પણ વાજા વાગે છે, જન્મ લેતાં સમયે પણ વાગે છે. ત્યાં રડવાની વાત જ નથી હોતી. તમને ભ્રમરી નું ઉદાહરણ પણ સમજાવ્યું છે. તમે છો બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ. બ્રાહ્મણી અને ભ્રમરી રાશિ મળે છે. જે કામ ભ્રમરી કરે છે, તે તમે પણ કરો છો. વન્ડર (અદ્દભુત) છે ને! ભ્રમરી નું ઉદાહરણ, કાચબા નું, સાપ નું આ બધાં શાસ્ત્રો માં છે. સંન્યાસી વગેરે પણ આ ઉદાહરણ આપે છે. હવે આપ બાળકો બાપ દ્વારા આ બધું સમજી રહ્યાં છો. તે તો થયો ભક્તિ માર્ગ. પાસ્ટ (ભૂતકાળ) નું ગાયન કરવું, આનું પછી પાછળ ગાયન થશે. આ સમયે જ બાપ આ તન માં આવે છે, આમને (બ્રહ્મા ને) ભગવાન નથી કહેવાતાં. તે તો પછી અંધશ્રદ્ધા થઈ જાય છે. એવાં પણ મનુષ્ય છે જે રામ ને, કૃષ્ણ ને ભગવાન સમજે છે. કૃષ્ણ માટે, રામ માટે પણ કહી દે તે તો સર્વવ્યાપી છે. કોઈ કૃષ્ણ પંથી, કોઈ રાધે પંથી હોય છે. રાધે પંથી વાળા કહેશે, સર્વત્ર રાધે જ રાધે છે. કૃષ્ણ પંથી કહેશે, જ્યાં જુઓ કૃષ્ણ જ કૃષ્ણ છે. રામ પંથી રામ જ રામ કહેશે. સમજે છે રામ, કૃષ્ણ થી મોટા છે કારણ કે રામ ને ત્રેતા માં અને કૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયાં છે. કેટલું અજ્ઞાન છે. હવે બાપ આપ બાળકોને સમજાવી રહ્યાં છે, કેટલાં અસંખ્ય બ્રહ્માકુમાર-કુમારીઓ છે, જરુર બેહદ નાં બાપ હશે. તમે કોઈ થી પણ પૂછી શકો છો, ક્યારેય નામ સાંભળ્યું છે પ્રજાપિતા બ્રહ્મા નું? બાપે સ્વર્ગની નવી રચના રચી છે. ગવાય પણ છે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ. જ્યાં સુધી તમે બધાં બ્રાહ્મણ બ્રહ્માની મુખ વંશાવલી નથી બન્યાં ત્યાં સુધી દાદા પાસેથી વારસો લઈ ન શકો. બેહદ નાં બાળકો બેહદ નો વારસો બાપ પાસેથી જ લે છે. લીધો હતો બરોબર. બરોબર સ્વર્ગવાસી હતાં. હવે નર્કવાસી બની ગયાં છે, હવે ફરી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા પરમપિતા પરમાત્મા વિષ્ણુ પુરી સ્વર્ગ રચી રહ્યાં છે. કેટલું સહજ છે. શિવબાબા પૂછે છે - પહેલાં તમને આ જ્ઞાન હતું? આમનો આત્મા જ કહે છે - મારામાં આ જ્ઞાન નહોતું. હું પણ વિષ્ણુ નો પુજારી હતો, જે આપણે પૂજ્ય હતાં તે હવે પૂજારી આવીને બન્યાં. હવે ફરી બાબા આવીને પૂજારી થી પૂજ્ય દેવતા બનાવી રહ્યાં છે. આપ બાળકો ને અંદર માં ખુશી રહેવી જોઈએ. પરમપિતા પરમાત્માએ આવીને આપણને એડોપ્ટ કર્યા છે. મનુષ્ય, મનુષ્ય ને એડોપ્ટ કરે છે ને. ઘણાં મનુષ્ય હોય છે, જેને પોતાનું બાળક નથી હોતું તો એડોપ્ટ કરે છે. હવે બાપ જાણે છે - મારા બાળકો બધા રાવણનાં બની ગયાં છે, એટલે મારે આવીને ફરી થી એડોપ્ટ કરવાં પડે. બ્રહ્મા દ્વારા પોતાનાં બાળકો ને એડોપ્ટ કરે છે. આ એડોપ્શન કેટલું વન્ડરફુલ છે. તમે જ જાણો છો શિવબાબાએ આપણને બ્રહ્મા દ્વારા એડોપ્ટ કર્યા છે. શિવબાબા કહે છે - મેં આપ બાળકોને એડોપ્ટ કર્યા છે, તમને બેહદ સુખ નો વારસો આપવાં. આ બ્રહ્મા તો આપી નહીં શકે. આ પણ મનુષ્ય છે ને પ્રજાપિતા બ્રહ્મા. મનુષ્ય આ જ્ઞાન નથી આપતાં. જ્ઞાન નાં સાગર નિરાકાર પરમપિતા પરમાત્મા જ બેસી આ જ્ઞાન આપે છે. બ્રહ્મા ને અથવા વિષ્ણુ ને જ્ઞાન સાગર નથી કહેવાતું. આ ત્રણેવ ની મહિમા અલગ છે. જ્ઞાન સાગર, પતિત-પાવન એક બાપ છે. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર એમને બોલાવે છે. અંગ્રેજી માં પણ કહે છે - એ લિબ્રેટર (મુક્તિદાતા) છે. જેનાથી દુઃખ મળે છે, તેનાથી લિબરેટ (મુક્ત) કરાય છે. બાપ પણ અહીંયા આવીને રાવણ થી લિબરેટ કરે છે. રાવણ રાજ્ય પણ અહીંયા છે. અહીંયા જ રાવણને બાળે છે. બાળીને પછી કહે છે, સોનાની લંકા લૂંટવા જઈએ છીએ. તેમને તો કંઈ ખબર નથી. રાવણ શું વસ્તુ છે, ક્યારનો આ દુશ્મન છે. સમજે છે રામની સીતા ચોરાઈ ગઈ. આ નથી સમજતાં કે અમે બધા સીતાઓ છીએ. અમે રાવણ ની જેલમાં ફસાયેલા છીએ. આ જ્ઞાન કોઈ માં પણ નથી, કથાઓ બેસી સંભળાવે છે. શિવબાબા કહે છે - મેં દૂરદેશ કા રહનેવાલા આયા હૂં ઇસ દેશ પરાયે. આ પતિત દુનિયા જૂની છે ને, આ છે રાવણ ની દુનિયા. બોલાવે પણ છે હે બાબા આવો અમે પતિત બની ગયાં છીએ. બાપ કહે છે તમને પાવન બનાવવા પતિત દુનિયામાં આવવું પડે છે. અને મારે આવવાનું પણ એ તન માં છે જે પહેલાં નંબર માં પાવન હતાં, જે સુંદર હતાં તે જ હવે શ્યામ બન્યાં છે. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. કૃષ્ણ ને શ્યામ-સુંદર કેમ કહે છે, આ કોઈને ખબર નથી. શું એક કૃષ્ણ ને જ સાપ ડસ્યો? સતયુગ માં થોડી સાપ વગેરે હોય છે. બાપ કહે છે - આ અંતિમ જન્મ મારા કારણે પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો. ફક્ત મને યાદ કરો અને પવિત્ર બનો. અલ્ફ ને યાદ કરો - તો બે બાદશાહ તમારી છે. આ છે સહજ રાજયોગ, સહજ રાજાઈ. બાળક જનમ્યો અને વારસા નો હકદાર બન્યો. અહીંયા પણ બાળકો જાણે છે કે અમે બાપનાં બન્યાં છીએ તો સ્વર્ગની રાજાઈ નાં અમે હકદાર છીએ. હવે બાપ કહે છે - સતોપ્રધાન થી તમે તમોપ્રધાન બની ગયાં છો. ફરી સતોપ્રધાન બનવાનું છે. યોગ અને જ્ઞાન શીખવાડવા માં એક સેકન્ડ લાગે છે. બાળક જનમ્યો અને વારિસ નિશ્ચય કર્યો. તમે બાપનાં બન્યાં છો તો રાજધાની નો વારસો તમારો છે. પરંતુ રાજા-રાણી બધા તો નહીં બનશે. આ છે રાજયોગ. રાજા-રાણી, પ્રજા, સાહૂકાર, ગરીબ બધાં જોઈએ એટલે રુદ્ર માળા પણ બનેલી છે, જે ભક્તિમાર્ગ માં જપે છે. તમે જાણો છો આપણે રાજયોગ શીખવા આવ્યાં છીએ. માતા-પિતા ને ફોલો કરી પહેલાં-પહેલાં સૂર્યવંશી, ચંદ્રવંશી બનશું. સપૂત બાળકો તે જે માતા-પિતા ને ફોલો કરી તખ્તનશીન બને. પુરુષાર્થ ખૂબ કરવો જોઈએ. બાપ કહે છે - મને યાદ કરો તો કરતાં નથી, શ્રીમત પર ચાલતા નથી. અંદર સચ્ચાઇ નથી. દિલ સાચું હોય તો શ્રીમત પર ચાલે, બાપ ને યાદ કરતાં રહે. શ્રીમત પર જ તમને દાદા થી વારસો મળે છે. બ્રહ્મા સ્વર્ગનો વારસો આપી નથી શકતાં. દાદા ની કમાણી પર પૌત્ર નો હક હોય છે. બાપ ની કમાણી નાં બાળકો ભાગીદાર બને છે તો હકદાર છે. અહીંયા તમને શિવબાબા થી વારસો મળે છે. જ્ઞાન રત્ન બાપ થી જ મળે છે.

તમે જાણો છો - આપણે બ્રાહ્મણ જ ફરી દેવી-દેવતા બનશું. જગત અંબા કોણ છે? બાપ સમજાવે છે - આ બ્રાહ્મણી હતી, જ્ઞાન-જ્ઞાનેશ્વરી હતી પછી રાજ-રાજેશ્વરી બને છે. તમે પણ એવાં બનો છો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા માં જે તમોપ્રધાનતા નાં સંસ્કાર છે, તેને યાદ નાં બળ થી ચેન્જ (પરિવર્તન) કરવાનાં છે. સતોપ્રધાન બનવાનું છે.

2. બાપ થી રાજાઈ નો વારસો લેવા માટે સપૂત બાળક બની શ્રીમત પર ચાલવાનું છે. સાચાં બાપ થી સાચાં રહેવાનું છે. માતા-પિતા ને પૂરું ફોલો કરવાનું છે. જ્ઞાન રત્નો નું દાન કરતાં રહેવાનું છે.

વરદાન :-
પોતાનાં પરિવર્તન દ્વારા નિરંતર વિજયની અનુભૂતિ કરવા વાળા સાચાં સેવાધારી ભવ

જેવી રીતે નિરંતર યોગી બનો છો એવી રીતે નિરંતર વિજયી બનો તો સાચાં સેવાધારી બની જશો કારણકે વિજયી આત્મા, જ્યારે હર સંકલ્પ, હર કદમમાં વિજયનો અનુભવ કરે છે તો એમનું આ પરિવર્તન જોઈ અનેક આત્માઓની સેવા સ્વતઃ થાય છે. એમના નયન રુહાનિયતનો અનુભવ કરાવે છે, ચલન બાપ નાં ચરિત્રો નો સાક્ષાત્કાર કરાવે છે, મસ્તકથી મસ્તકમણીનો સાક્ષાત્કાર થાય છે. એવી રીતે પોતાની અવ્યક્ત સૂરત થી સેવા કરવાવાળા વિશેષ આત્માઓને જ સાચાં સેવાધારી કહેવાય છે.

સ્લોગન :-
વિશેષતાઓ કે ગુણ દાતાની દેન છે, દાતાને જુઓ વ્યક્તિને નહીં.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ, અડોલ, એકરસ સ્થિતિનો અનુભવ કરો

આત્મિક સ્થિતિ નાં અભ્યાસથી વાયુમંડળની રુહાની બનાવો તો બીજી બધી વાતો સ્વતઃ ઠીક થઈ જશે, બધા એકમત અને એકરસ થઈ જશે પછી માયા પણ નહીં આવશે કારણકે વાયુમંડળ શક્તિશાળી હશે. વાયુમંડળ ને શક્તિશાળી બનાવવા માટે યાદ નાં પ્રોગ્રામ રાખો અને પરસ્પર ઉન્નતિને માટે રુહ-રુહાન ની ક્લાસીસ કરો, સ્નેહમિલન કરો. ધારણા ની ક્લાસીસ રાખો તો સફળતા મળી જશે.