23-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
જ્યારે સમય મળે તો એકાંત માં બેસી વિચાર સાગર મંથન કરો , જે પોઈન્ટ્સ ( વાત ) સાંભળો
છો તેને રિવાઇઝ ( પુનરાવર્તન ) કરો”
પ્રશ્ન :-
તમારી યાદ ની યાત્રા પૂરી ક્યારે થશે?
ઉત્તર :-
જ્યારે તમારી કોઈપણ કર્મેન્દ્રિયો દગો ન આપે, કર્માતીત અવસ્થા થઈ જાય ત્યારે યાદ ની
યાત્રા પૂરી થશે. હમણાં તમારે પૂરો પુરુષાર્થ કરવાનો છે, નાઉમ્મીદ (નિરાશ) નથી
બનવાનું. સર્વિસ (સેવા) પર તત્પર રહેવાનું છે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો આત્મ-અભિમાની બનીને બેઠાં છો? બાળકો સમજે છે અડધોકલ્પ અમે દેહ-અભિમાની રહ્યાં
છીએ. હવે દેહી-અભિમાની બનીને રહેવા માટે મહેનત કરવી પડે છે. બાપ આવીને સમજાવે છે
સ્વયં ને આત્મા સમજીને બેસો ત્યારે જ બાપ યાદ આવશે. નહીં તો ભૂલી જશો. યાદ નહીં કરશો
તો યાત્રા કેવી રીતે કરી શકશો? પાપ કેવી રીતે કપાશે? નુકસાન થઈ જશે. આ તો ઘડી-ઘડી
યાદ કરો. આ છે મુખ્ય વાત. બાકી તો બાપ અનેક પ્રકાર ની યુક્તિઓ બતાવે છે. રોંગ (ખોટું)
શું છે, રાઈટ (સાચું) શું છે - તે પણ સમજાવ્યું છે. બાપ તો જ્ઞાન નાં સાગર છે. ભક્તિ
ને પણ જાણે છે. બાળકોએ ભક્તિ માં શું-શું કરવું પડે છે? સમજાવે છે આ યજ્ઞ, તપ વગેરે
કરવા, આ બધું છે ભક્તિમાર્ગ. ભલે બાપ ની મહિમા કરે છે પરંતુ ઉલ્ટી. હકીકત માં
શ્રીકૃષ્ણ ની મહિમા પણ પૂરી નથી જાણતાં. દરેક વાત ને સમજવી જોઈએ ને? જેમ શ્રીકૃષ્ણ
ને વૈકુંઠનાથ કહેવાય છે. અચ્છા, બાબા પૂછે છે, શ્રીકૃષ્ણ ને ત્રિલોકીનાથ કહી શકાય
છે? ગવાય છે ને - ત્રિલોકીનાથ. હવે ત્રિલોકી નાં નાથ અર્થાત્ ત્રણ લોક મૂળવતન,
સૂક્ષ્મવતન, સ્થૂળવતન. આપ બાળકો ને સમજાવાય છે તમે બ્રહ્માંડ નાં પણ માલિક છો.
શ્રીકૃષ્ણ એવું સમજતા હશે કે હું બ્રહ્માંડ નો માલિક છું? ના. એ તો વૈકુંઠ માં હતાં.
વૈકુંઠ કહેવાય છે સ્વર્ગ નવી દુનિયા ને. તો હકીકત માં ત્રિલોકીનાથ કોઈ પણ નથી. બાપ
સત્ય વાત સમજાવે છે. ત્રણ લોક તો છે. બ્રહ્માંડ નાં માલિક શિવબાબા પણ છે, તમે પણ
છો. સૂક્ષ્મવતન ની તો વાત જ નથી. સ્થૂળવતન માં પણ એ માલિક નથી, નથી સ્વર્ગ નાં, નથી
નર્ક નાં માલિક. કૃષ્ણ છે સ્વર્ગ નાં માલિક. નર્ક નો માલિક છે રાવણ. આને રાવણ રાજ્ય,
આસુરી રાજ્ય કહેવાય છે. મનુષ્ય કહે પણ છે પરંતુ સમજતા નથી. આપ બાળકો ને બાપ સમજાવે
છે. રાવણ ને ૧૦ શીશ (માથા) આપે છે. ૫ વિકાર સ્ત્રી નાં, ૫ વિકાર પુરુષ નાં. હવે ૫
વિકાર તો બધા માટે છે. બધા છે જ રાવણ રાજ્ય માં. હમણાં તમે શ્રેષ્ઠાચારી બની રહ્યાં
છો. બાપ આવીને શ્રેષ્ઠાચારી દુનિયા બનાવે છે. એકાંત માં બેસવાથી આવું-આવું વિચાર
સાગર મંથન ચાલશે. તે ભણતર માટે પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) એકાંત માં પુસ્તક લઈ જઈને
ભણે છે. તમારે પુસ્તક તો વાંચવાની જરુર નથી. હા, તમે પોઈન્ટ્સ નોંધ કરો છો. આને પછી
રિવાઈઝ (પુનરાવર્તન) કરવા જોઈએ. આ ખૂબ ગુહ્ય વાત છે સમજવાની. બાપ કહે છે ને - આજે
તમને ગુહ્ય થી ગુહ્ય નવાં-નવાં પોઈન્ટ્સ સમજાવું છું. પારસપુરી નાં માલિક તો
લક્ષ્મી-નારાયણ છે. એવું પણ નહીં કહેવાશે કે વિષ્ણુ છે. વિષ્ણુ ને પણ સમજતા નથી કે
આ જ લક્ષ્મી-નારાયણ છે. હમણાં તમે શોર્ટ (સંક્ષિપ્ત) માં મુખ્ય-ઉદ્દેશ સમજાવો છો.
બ્રહ્મા-સરસ્વતી કોઈ પરસ્પર મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) નથી. આ તો પ્રજાપિતા બ્રહ્મા
છે ને? પ્રજાપિતા બ્રહ્મા ને ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહી શકાય છે, શિવબાબા ને
ફક્ત બાબા જ કહેવાશે. બાકી બધા છે બ્રધર્સ (ભાઈ). આટલાં બધા બ્રહ્મા નાં બાળકો છે.
બધાને ખબર છે - આપણે ભગવાન નાં બાળકો બ્રધર્સ થઈ ગયાં. પરંતુ એ છે નિરાકારી દુનિયા
માં. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. નવી દુનિયા સતયુગ ને કહેવાય છે. આનું નામ પછી
પુરુષોત્તમ સંગમયુગ રાખ્યું છે. સતયુગ માં હોય છે જ પુરુષોત્તમ. આ ખૂબ વન્ડરફુલ (અદ્દભુત)
વાતો છે. તમે નવી દુનિયા માટે તૈયાર થઈ રહ્યાં છો. આ સંગમયુગ પર જ તમે પુરુષોત્તમ
બનો છો. કહે પણ છે અમે લક્ષ્મી-નારાયણ બનીશું. આ છે સૌથી ઉત્તમ પુરુષ. એમને પછી
દેવતા કહેવાય છે. ઉત્તમ થી ઉત્તમ નંબરવન છે લક્ષ્મી-નારાયણ પછી નંબરવાર આપ બાળકો
બનશો. સૂર્યવંશી વંશજ ને ઉત્તમ કહેવાશે. નંબરવન તો છે ને? ધીમે-ધીમે કળા ઓછી થાય
છે.
હમણાં આપ બાળકો નવી
દુનિયા નું મુહૂર્ત કરો છો. જેમ નવું ઘર તૈયાર થાય છે તો બાળકો ખુશ થાય છે. મુહૂર્ત
કરે છે. આપ બાળકો પણ નવી દુનિયા ને જોઈને ખુશ થાઓ છો. મુહૂર્ત કરો છો. લખેલું પણ છે
સોના નાં ફૂલો ની વર્ષા થાય છે. આપ બાળકો ને કેટલો ખુશી નો પારો ચઢવો જોઈએ! તમને
સુખ અને શાંતિ બંને મળે છે. બીજા કોઈ નથી જેમને આટલું સુખ અને શાંતિ મળે. બીજા ધર્મ
આવે છે તો દ્વૈત (એક થી વધારે) થઈ જાય છે. આપ બાળકો ને અપાર ખુશી છે - અમે
પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવીએ. એવું નહીં કે જે તકદીર માં હશે તે મળશે, પાસ થવાના
હોઈશું તો થઈશું. ના, દરેક વાત માં પુરુષાર્થ જરુર કરવાનો છે. પુરુષાર્થ નથી પહોંચતો
તો કહી દે છે જે નસીબ માં હશે. પછી પુરુષાર્થ કરવાનો જ બંધ થઈ જાય છે. બાપ કહે છે
તમને માતાઓને કેટલાં ઊંચ બનાવું છું. ફીમેલ (નારી) નું માન બધી જગ્યાએ છે. વિલાયત (વિદેશ)
માં પણ માન છે. અહીં બાળકી જન્મે છે તો ઉલ્ટો ખાટલો કરી દે છે. દુનિયા બિલકુલ જ
ડર્ટી (ગંદી) છે. આ સમયે આપ બાળકો જાણો છો ભારત માં શું હતું, હવે શું છે. મનુષ્ય
ભૂલી ગયા છે ફક્ત શાંતિ-શાંતિ માંગતા રહે છે. વિશ્વ માં શાંતિ ઈચ્છે છે. તમે આ
લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર દેખાડો. આમનું રાજ્ય હતું તો પવિત્રતા-સુખ-શાંતિ પણ હતી.
તમને આવું રાજ્ય જોઈએ છે ને? મૂળવતન માં તો વિશ્વ ની શાંતિ નહીં કહેવાશે. વિશ્વ માં
શાંતિ તો અહીં હશે ને? દેવતાઓ નું રાજ્ય આખા વિશ્વ માં હતું. મૂળવતન તો છે આત્માઓ
ની દુનિયા. મનુષ્ય તો આ પણ નથી જાણતા કે આત્માઓ ની દુનિયા હોય છે. બાપ કહે છે હું
તમને કેટલાં ઊંચ પુરુષોત્તમ બનાવું છું! આ સમજાવવાની વાત છે. એવું નહીં, બૂમો
પાડશો-ભગવાન આવ્યાં છે, તો કોઈ માનશે નહીં. વધારે જ ગાળો ખાશો અને ખવડાવશો. કહેશે
બી.કે. પોતાનાં બાબા ને ભગવાન કહે છે. આમ સર્વિસ નથી થતી. બાબા યુક્તિ બતાવતા રહે
છે. ઓરડા માં ૮-૧૦ ચિત્ર દીવાલ માં સારી રીતે લગાવી દો અને બહાર લખી દો - બેહદ નાં
બાપ પાસે થી બેહદ સુખ નો વારસો લેવો છે અથવા મનુષ્ય થી દેવતા બનવું છે, તો આવો અમે
તમને સમજાવીએ. આમ ઘણાં આવવા લાગી જશે. જાતે જ આવતા રહેશે. વિશ્વ માં શાંતિ તો હતી
ને? હમણાં આટલાં અનેક ધર્મ છે. તમોપ્રધાન દુનિયા માં શાંતિ કેવી રીતે હોઈ શકે છે?
વિશ્વ માં શાંતિ એ તો ભગવાન જ કરી શકે છે. શિવબાબા આવે છે જરુર કાંઈક સૌગાત (ભેટ)
લાવતા હશે. એક જ બાપ છે જે આટલાં દૂર થી આવે છે અને આ બાબા એક જ વાર આવે છે. આટલાં
ઊંચા બાબા ૫ હજાર વર્ષ પછી આવે છે. મુસાફરી થી પાછા આવે છે તો બાળકો માટે સૌગાત લઈ
આવે છે ને? સ્ત્રી નો પતિ પણ, બાળકો નો બાપ તો બને છે ને? પછી દાદા, પરદાદા, તરદાદા
બને છે. આમને તમે બાબા કહો છો પછી ગ્રાન્ડફાધર પણ હશે. ગ્રેટ ગ્રાન્ડ ફાધર પણ હશે.
સંપ્રદાય છે ને? એડમ, આદિ દેવ નામ છે પરંતુ મનુષ્ય સમજતા નથી. આપ બાળકો ને બાપ
બેસીને સમજાવે છે. બાપ દ્વારા સૃષ્ટિ ચક્ર ની હિસ્ટ્રી-જોગ્રોફી ને તમે જાણીને
ચક્રવર્તી રાજા બની રહ્યાં છો. બાબા કેટલાં પ્રેમ અને રુચિ થી ભણાવે છે તો એટલું
ભણવું જોઈએ ને? સવાર નાં સમયે તો બધા ફ્રી હોય છે. સવાર નો ક્લાસ હોય છે - અડધો,
પોણો કલાક મોરલી સાંભળીને પછી ચાલ્યાં જાઓ. યાદ તો ક્યાંય પણ રહીને કરી શકો છો.
રવિવાર નાં દિવસે તો રજા છે. સવારે ૨-૩ કલાક બેસી જાઓ. દિવસ ની કમાણી ને મેકપ કરી
લો. પૂરી ઝોલી ભરી દો. સમય તો મળે છે ને? માયા નાં તોફાન આવવાથી યાદ નથી કરી શકતાં.
બાબા બિલકુલ સહજ સમજાવે છે. ભક્તિમાર્ગ માં કેટલાં સત્સંગો માં જાય છે. શ્રીકૃષ્ણ
નાં મંદિર માં, પછી શ્રીનાથ નાં મંદિર માં, પછી બીજા કોઈનાં મંદિર માં જશે. યાત્રા
માં પણ કેટલાં વ્યભિચારી બને છે. એટલી તકલીફ પણ લે છે, ફાયદો કાંઈ નથી. ડ્રામા માં
આ પણ નોંધ છે ફરી પણ થશે. તમારા આત્મા માં પાર્ટ ભરેલો છે. સતયુગ ત્રેતાં માં જે
પાર્ટ કલ્પ પહેલાં ભજવ્યો છે એ જ ભજવશે. મોટી બુદ્ધિ આ પણ નથી સમજતાં. જે મહીન (સમજદાર)
બુદ્ધિ છે એ જ સારી રીતે સમજીને સમજાવી શકે છે. તેમને અંદર ભાસના આવે છે કે આ અનાદિ
નાટક બનેલું છે. દુનિયા માં કોઈ નથી સમજતા આ બેહદ નું નાટક છે. આને સમજવા માં પણ
સમય લાગે છે. દરેક વાત ડિટેલ (વિસ્તાર) માં સમજાવીને પછી કહેવાય છે - મુખ્ય છે યાદ
ની યાત્રા. સેકન્ડ માં જીવનમુક્તિ પણ ગવાયેલું છે. અને પછી આ પણ ગાયન છે કે જ્ઞાન
નાં સાગર છે. આખો સાગર શાહી બનાવો, જંગલ ને કલમ બનાવો, ધરતી ને કાગળ બનાવો… તો પણ
અંત નથી આવી શકતો. શરુ થી લઈને તમે કેટલું લખતાં આવ્યાં છો. ખૂબ કાગળ થઈ જાય. તમારે
કોઈ ધક્કા નથી ખાવાનાં. મુખ્ય છે જ અલ્ફ. બાપ ને યાદ કરવાના છે. અહીં પણ તમે આવો છો
શિવબાબા ની પાસે. શિવબાબા આમનાં માં પ્રવેશ કરી તમને કેટલાં પ્રેમ થી ભણાવે છે. કોઈ
પણ મોટાઈ નથી. બાપ કહે છે હું આવું છું જૂનાં શરીર માં. કેવાં સાધારણ રીતે શિવબાબા
આવીને ભણાવે છે. કોઈ અહંકાર નથી. બાપ કહે છે તમે મને કહો જ છો બાબા પતિત દુનિયા,
પતિત શરીર માં આવો, આવીને અમને શિક્ષા આપો. સતયુગ માં નથી બોલાવતા કે આવીને
હીરા-ઝવેરાત નાં મહેલ માં બેસો, ભોજન વગેરે ખાઓ… શિવબાબા ભોજન ખાતાં જ નથી. પહેલાં
બોલાવતા હતાં કે આવીને ભોજન ખાઓ. ૩૬ પ્રકાર નાં ભોજન ખવડાવતા હતાં , આ ફરી પણ થશે.
આ પણ ચરિત્ર જ કહે છે. શ્રીકૃષ્ણ નાં ચરિત્ર શું છે? એ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર)
છે. તેમને પતિત-પાવન નથી કહેવાતાં. સતયુગ માં આ વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં છે
- આ પણ હમણાં તમે જાણો છો. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકાર માં છે. હમણાં તમે ઘોર
પ્રકાશ માં છો. બાપ આવીને રાત ને દિવસ બનાવી દે છે. અડધોકલ્પ તમે રાજ્ય કરો છો તો
કેટલી ખુશી થવી જોઈએ?
તમારી યાદ ની યાત્રા
પૂરી ત્યારે થશે જ્યારે તમારી કોઈ પણ કર્મેન્દ્રિયો દગો ન આપે. કર્માતીત અવસ્થા થઈ
જાય ત્યારે યાદ ની યાત્રા પૂરી થશે. હમણાં પૂરી નથી થઈ. હમણાં તમારે પૂરો પુરુષાર્થ
કરવાનો છે. નાઉમ્મીદ નથી બનવાનું. સર્વિસ (સેવા) અને સર્વિસ. બાપ પણ આવીને વૃદ્ધ તન
થી સર્વિસ કરી રહ્યાં છે ને? બાપ કરનકરાવનહર છે. બાળકો માટે કેટલી ફિકર રહે છે - આ
બનાવવાનું છે, મકાન બનાવવાનાં છે. જેમ લૌકિક બાપ ને હદ નાં વિચાર રહે છે, તેમ
પારલૌકિક બાપ ને બેહદ નાં વિચાર રહે છે. આપ બાળકોએ જ સર્વિસ કરવાની છે. દિવસે-દિવસે
ખૂબ સહજ થતું જાય છે. જેટલાં વિનાશ ની નજીક આવતા જશો એટલી તાકાત આવતી જશે. ગવાયેલું
પણ છે ભીષ્મ પિતામહ વગેરે ને અંત માં તીર લાગ્યાં. હમણાં તીર લાગી જાય તો ખૂબ હંગામો
થઈ જાય. એટલી ભીડ થઈ જાય જે વાત ન પૂછો. કહે છે ને - માથું ખંજોળવા ની ફુરસદ નથી.
એવું કાંઈ છે નહીં. પરંતુ ભીડ થઈ જાય છે તો પછી એવું કહેવાય છે. જ્યારે એમને તીર
લાગી જાય તો પછી તમારો પ્રભાવ નીકળશે. બધા બાળકો ને બાપ નો પરિચય મળવાનો તો છે.
તમે ૩ પગ પૃથ્વી માં
પણ આ અવિનાશી હોસ્પિટલ અને ગોડલી યુનિવર્સિટી ખોલી શકો છો. પૈસા નથી તો પણ વાંધો નથી.
ચિત્ર તમને મળી જશે. સર્વિસ માં માન-અપમાન, દુઃખ-સુખ, ઠંડી-ગરમી, બધું સહન કરવાનું
છે. કોઈને હીરા જેવાં બનાવવા નાની વાત છે શું? બાપ ક્યારેય થાકે છે શું? તમે કેમ
થાકો છો? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સવાર નાં
સમયે અડધો, પોણો કલાક ખૂબ પ્રેમ તથા રુચિ થી ભણતર ભણવાનું છે. બાપ ની યાદ માં
રહેવાનું છે. યાદ નો એવો પુરુષાર્થ હોય જે બધી કર્મેન્દ્રિયો વશ માં થઈ જાય.
2. સર્વિસ માં
દુઃખ-સુખ, માન-અપમાન, ગરમી-ઠંડી, બધું સહન કરવાનું છે. ક્યારેય પણ સર્વિસ માં
થાકવાનું નથી. ૩ પગ પૃથ્વી માં પણ હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલી હીરા જેવાં બનાવવા
ની સેવા કરવાની છે.
વરદાન :-
સાચાં આત્મિક
- સ્નેહ ની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર સ્નેહ નાં સાગર ભવ
જેવી રીતે સાગર નાં
કિનારે જાઓ છો તો શીતળતા નો અનુભવ થાય છે એવી રીતે આપ બાળકો માસ્ટર સ્નેહ નાં સાગર
બનો તો જે પણ આત્મા તમારી સામે આવે તે અનુભવ કરે કે સ્નેહ નાં માસ્ટર સાગર ની લહેરો
સ્નેહ ની અનુભૂતિ કરાવી રહી છે કારણકે આજ ની દુનિયા સાચાં આત્મિક સ્નેહ ની ભૂખી છે.
સ્વાર્થી સ્નેહ જોઈ-જોઈ તે સ્નેહ થી દિલ ઉપરામ થયું ગયું છે એટલે આત્મિક સ્નેહ ની
થોડી ઘડીઓ ની અનુભૂતિ ને પણ જીવન નો સહારો સમજશે.
સ્લોગન :-
જ્ઞાન-ધન થી
ભરપૂર રહો તો સ્થૂળ ધન ની પ્રાપ્તિ સ્વતઃ થતી રહેશે.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
જેવી રીતે સતયુગી
સૃષ્ટિ માટે કહે છે એક રાજ્ય એક ધર્મ છે. એવી રીતે જ સ્વરાજ્ય માં પણ એક રાજ્ય
અર્થાત્ સ્વ નાં ઈશારા પર બધા ચાલવા વાળા હોય. મન પોતાની મનમત ન ચલાવે, બુદ્ધિ
પોતાની નિર્ણય શક્તિ ની હલચલ ન કરે. સંસ્કાર આત્મા ને નાચ નચાવવા વાળા ન હોય ત્યારે
કહેવાશે એક ધર્મ, એક રાજ્ય. તો એવી કંટ્રોલિંગ પાવર ધારણ કરી લો, આ જ બેહદ સેવા નું
સાધન છે.