23-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
બાપ સમાન સાચાં - સાચાં પૈગંબર કે મેસેન્જર ( સંદેશવાહક ) બનવાનું છે , બધાને ઘરે
ચાલવાનો મેસેજ ( સંદેશ ) આપવાનો છે”
પ્રશ્ન :-
આજકાલ મનુષ્યો ની
બુદ્ધિ આખો દિવસ કઈ તરફ ભટકે છે?
ઉત્તર :-
ફેશન ની તરફ. મનુષ્યો ને કશિશ (આકર્ષિત) કરવા માટે અનેક પ્રકાર ની ફેશન કરે છે. આ
ફેશન ચિત્રો થી જ શીખે છે. સમજે છે પાર્વતી પણ આવી ફેશન કરતી હતી, વાળ વગેરે બનાવતી
(ઓળાવતી) હતી. બાબા કહે છે આપ બાળકોએ આ પતિત દુનિયામાં ફેશન નથી કરવાની. તમને તો
હું એવી દુનિયામાં લઈ ચાલું છું જ્યાં નેચરલ (કુદરતી) સુંદરતા રહે છે. ફેશન ની
દરકાર નથી.
ગીત :-
તુમ્હીં હો
માતા પિતા…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું. જ્યારે મહિમા ગાય છે તો બુદ્ધિ ઉપર ચાલી જાય છે. આત્મા જ બાપ ને કહે છે,
એ જ ખેવૈયા છે, પતિત-પાવન છે અથવા સાચાં-સાચાં મેસેન્જર છે. બાપ આવીને આત્માઓને
મેસેજ આપે છે બીજા જેમને મેસેન્જર કે પૈગંબર કહે છે, કોઈ નાનાં કે મોટા હોય છે.
હકીકત માં તે મેસેજ કે પૈગામ (સંદેશ) આપતા નથી. આ તો જુઠ્ઠી મહિમા કરી દીધી છે.
બાળકો સમજે છે સિવાય એક નાં આ મનુષ્ય સૃષ્ટિ પર બીજા કોઈની મહિમા નથી. સૌથી વધારે
મહિમા આ લક્ષ્મી-નારાયણ ની છે કારણ કે આ છે નવી દુનિયાનાં માલિક. તે પણ ભારતવાસી
જાણે છે. દુનિયા વાળા ફક્ત એટલું જાણે છે કે ભારત પ્રાચીન દેશ છે. ભારત માં
ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) નું રાજ્ય હતું. કૃષ્ણ ને પણ ગોડ કહી દે છે. ભારતવાસી આમને
ભગવાન-ભગવતી કહે છે. પરંતુ આ કોઈને ખબર નથી કે આ ભગવાન-ભગવતી સતયુગ માં રાજ્ય કરે
છે. ભગવાને ગોડ-ગોડેઝ નું રાજ્ય સ્થાપન કર્યું. બુદ્ધિ પણ કહે છે આપણે ભગવાન નાં
બાળકો છીએ તો આપણે પણ ભગવાન-ભગવતી હોવાં જોઈએ. બધાં એક નાં બાળકો છે ને. પરંતુ
ભગવાન-ભગવતી કહી ન શકાય. તેમને કહે છે દેવી-દેવતાઓ. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે.
ભારતવાસી કહેશે કે અમે ભારતવાસી પહેલાં નવી દુનિયામાં હતાં. નવી દુનિયાને તો બધા
ઈચ્છે છે. બાપુજી પણ નવી દુનિયા, નવું રામરાજ્ય ઇચ્છતા હતાં. પરંતુ રામરાજ્ય નો
અર્થ બિલકુલ જ નથી સમજતાં. આજકાલ મનુષ્યો ને પોતાનો અહંકાર કેટલો છે. કળિયુગ માં છે
પથ્થરબુદ્ધિ, સતયુગ માં છે પારસબુદ્ધિ. પરંતુ આ કોઈને સમજ નથી. ભારત જ સતયુગ માં
પારસબુદ્ધિ હતું. હવે ભારત કળિયુગ માં પથ્થરબુદ્ધિ છે. મનુષ્ય તો આને જ સ્વર્ગ સમજે
છે. કહેશે સ્વર્ગમાં વિમાન હતાં, મોટા-મોટા મહેલ હતાં, તે તો બધા હમણાં છે. સાયન્સ
(વિજ્ઞાન) કેટલી વૃદ્ધિ ને પામેલું છે, કેટલું સુખ છે. ફેશન વગેરે કેટલું છે. બુદ્ધિ
આખો દિવસ ફેશન પાછળ જ રહે છે. આર્ટિફિશિયલ સુંદર બનવા માટે વાળ વગેરે કેવાં બનાવે
છે! કેટલો ખર્ચો કરે છે. આ બધી ફેશન નીકળી છે ચિત્રો થી. સમજે છે - પાર્વતી ની જેમ
અમે વાળ વગેરે બનાવીએ છીએ. આ બધું કશિશ (આકર્ષણ) કરવા માટે જ બનાવે છે. પહેલાં પારસી
લોકો ની સ્ત્રીઓ મોઢા પર કાળી જાળી પહેરતી હતી કે કોઈ જોઈને આશિક ન થઈ જાય. આને
કહેવાય છે પતિત દુનિયા.
ગાય છે તુમ્હી હો માતા
પિતા તુમ્હી હો… પરંતુ આ કોને કહેવું જોઈએ? માત-પિતા કોણ છે - આ પણ નથી જાણતાં.
માત-પિતાએ જરુર વારસો આપ્યો હશે. બાપે આપ બાળકોને સુખ નો વારસો આપ્યો હતો. કહે પણ
છે બાબા અમે તો તમારા વગર બીજા કોઈ થી નહીં સાંભળશું. હવે તમે જાણો છો શિવબાબા ની
મહિમા ગવાય છે. બ્રહ્માનો આત્મા પણ સ્વયં કહે છે - હું તો પાવન હતો, હવે પતિત બન્યો
છું. બ્રહ્માનાં બાળકો પણ એવું કહેશે, અમે બ્રહ્માકુમાર-કુમારીઓ સો દેવી-દેવતા પછી
૮૪ જન્મો નાં અંત માં પતિત બન્યાં છીએ. જે નંબરવન પાવન, તે નંબરવન પતિત. જેવાં બાપ
તેવાં બાળકો. આ સ્વયં પણ કહે છે, શિવબાબા પણ કહે છે હું આવું છું - આમનાં અનેક જન્મો
નાં અંત માં. તો જે પહેલાં નંબર માં પૂજ્ય લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી (રાજધાની)
માં હતાં. હમણાં છે સંગમ, તમે કળિયુગ માં હતાં, હવે સંગમયુગી બન્યાં છો. બાપ સંગમ
પર જ આવે છે, ડ્રામા અનુસાર બાળકો પણ વૃદ્ધિ ને પામે છે. હવે બાળકોને જ્ઞાન તો મળ્યું
છે. આપણે જ દેવતા હતાં પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં છીએ. આખાં ચક્રને સારી
રીતે તમે જાણો છો. આ તો ખૂબ સહજ છે, આપણે ૮૪ જન્મ લીધાં. ઘણાની બુદ્ધિમાં આ પણ નથી
બેસતું. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) માં નંબરવાર તો હોય જ છે. રાઈટ થી લઈને શરું કરાય છે
ફર્સ્ટ ક્લાસ (પ્રથમ શ્રેણી), સેકન્ડ ક્લાસ (દ્વિતીય શ્રેણી), થર્ડ ક્લાસ (ત્રિતીય
શ્રેણી), બાળકીઓ સ્વયં પણ કહે છે અમારી થર્ડ ક્લાસ બુદ્ધિ છે. અમે કોઈ ને સમજાવી નથી
શકતાં. દિલ તો ખૂબ થાય છે પરંતુ બોલી નથી શકતાં, બાબા શું કરીએ? આ થયો પોતાનાં કર્મો
નો હિસાબ-કિતાબ. હવે બાપ કહે છે - હું તમને કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ નું જ્ઞાન
સંભળાવું છું. કર્મ કરવાનાં છે, આ તો આપ બાળકો જાણો છો. થર્ડ ક્લાસ બુદ્ધિવાળા આ
વાતો ને સમજી ન શકે. આ છે જ રાવણ રાજ્ય, પરંતુ આ કોઈને ખબર નથી. રાવણ રાજ્ય માં
મનુષ્ય તો વિકર્મ જ કરશે તો નીચે જ પડશે. ગુરુ કરાય જ છે દુઃખ ની દુનિયામાં. સદ્દગતિ
નાં માટે ગુરુ કરે છે કે મુક્તિ માં લઈ જાય. તે છે નિર્વાણધામ - વાણી થી પરે સ્થાન,
મનુષ્ય પોતાને વાનપ્રસ્થી કહે છે. તે તો કહેવા માત્ર છે. વાનપ્રસ્થીઓની પણ સભા હોય
છે. બધી મિલકત વગેરે બાળકોને આપી ગુરુની પાસે જઈ બેસે છે. ખાવા-પીવાનું વગેરે તો
જરુર બાળકો જ આપશે. પરંતુ વાનપ્રસ્થ નો અર્થ કોઈ પણ નથી સમજતાં. કોઈની બુદ્ધિમાં આ
નથી આવતું કે આપણે નિર્વાણધામ માં જવાનું છે. પોતાનાં ઘરે જવાનું છે. તેઓ કોઈ ઘર નથી
સમજતાં. તેઓ તો સમજે છે - જ્યોતિ જ્યોત માં સમાઈ જશે. નિર્વાણધામ તો રહેવાનું સ્થાન
છે. પહેલાં ૬૦ વર્ષ પછી વાનપ્રસ્થ લેતા હતાં, આ જેમ કે કાયદો હતો. હમણાં પણ એવું કરે
છે. હવે તમે સમજાવી શકો છો કે વાણી થી પરે તો કોઈ જઈ નથી શકતું. આનાં માટે તો બાપ
ને જ બોલાવે છે કે હે પતિત-પાવન બાબા આવો, અમને પાવન બનાવીને ઘર લઈ ચાલો. મુક્તિધામ
માં આત્માઓનું ઘર છે. આપ બાળકોને સતયુગ માટે પણ સમજાવ્યું છે - ત્યાં કોણ રહે છે!
કેવી રીતે વૃદ્ધિ થાય છે! જનસંખ્યા ની પણ કોઈને ખબર નથી. રામ રાજ્ય માં જનસંખ્યા
કેટલી હશે! બાળકો વગેરે કેવી રીતે જન્મ લેશે! કંઈ પણ નથી સમજતાં. કોઈ પણ વિદ્વાન,
આચાર્ય, પંડિત નથી, જે આ ડ્રામા નાં ચક્ર ને કોઈ સમજાવી શકે. ૮૪ લાખ નું ચક્ર હોય
કેવી રીતે શકે! કેટલી ખોટી વાતો છે. બિલકુલ સૂત જ મૂંઝાયેલું છે. બાપ સમજાવે છે હમણાં
તમે જાણો છો બાપે કર્મ-અકર્મ-વિકર્મ નાં બધાં રહસ્ય સમજાવ્યાં છે. સતયુગ માં તમારા
કર્મ, અકર્મ થઈ જાય છે. ત્યાં કોઈ ખરાબ કર્મ થતાં જ નથી, એટલે કર્મ, અકર્મ થઈ જાય
છે. અહીં મનુષ્ય જે પણ કર્મ કરે છે તે વિકર્મ થઈ જાય છે.
હવે આપ બાળકો જાણો છો
આપણી નાનાં-મોટા બધાની, આખી દુનિયાની વાનપ્રસ્થ અવસ્થા છે. બધાં વાણી થી પરે જવા
વાળા છે. કહે છે હે પતિત-પાવન આવો, અમને આવીને પતિત થી પાવન બનાવો. પરંતુ જ્યાં સુધી
પાવન નવી દુનિયા નથી, અહીં પતિત દુનિયામાં પાવન તો કોઈ રહી ન શકે. આ જે પણ પતિત
દુનિયા છે, આખી ખતમ થઈ જવાની છે. તમે જાણો છો આપણે ફરી નવી દુનિયામાં જવાનું છે.
કેવી રીતે જઈશું? આ બધી નોલેજ છે. આ છે નવી નોલેજ, નવી દુનિયા, અમરલોક કે પાવન
દુનિયાનાં માટે. તમે હમણાં સંગમ પર બેઠાં છો. આ પણ જાણો છો બીજા જે પણ મનુષ્ય છે,
બ્રાહ્મણ નથી, તે કળિયુગ માં છે. આપણે બધાં સંગમ પર છીએ. જઈ રહ્યાં છીએ સતયુગ માં,
બરોબર આ સંગમયુગ છે. તે તો છે જ સ્વર્ગ. તેને સંગમ નહીં કહેવાય. સંગમ છે હમણાં. આ
સંગમયુગ સૌથી નાનો છે. આને લિપ યુગ કહેવાય છે, જેમાં મનુષ્ય પાપ આત્મા થી ધર્મ આત્મા
બને છે એટલે આને ધર્માઉ યુગ કહેવાય છે. કળિયુગ માં બધાં મનુષ્ય અધર્મી છે. ત્યાં તો
બધાં ધર્માત્મા હોય છે. ભક્તિમાર્ગ નો કેટલો મોટો પ્રભાવ છે. એવી પથ્થરની મૂર્તિઓ
બનાવે છે, જે જોવાથી જ દિલ ખુશ થઈ જાય. તે છે પત્થર પૂજા. શિવ નાં મંદિર માં કેટલાં
દૂર-દૂર જાય છે, પૂજા માટે. શિવ નું ચિત્ર તો ઘર માં પણ રાખી શકે છે. પછી આટલું
દૂર-દૂર કેમ ભટકવું જોઇએ. આ જ્ઞાન હવે બુદ્ધિ માં આવ્યું છે. હવે તમારી આંખ ખુલી
છે, બુદ્ધિનાં કપાટ ખુલ્યાં છે. બાપે નોલેજ આપી છે. પરમપિતા પરમાત્મા આ મનુષ્ય
સૃષ્ટિ નાં બીજરુપ, જ્ઞાન નાં સાગર, નોલેજફુલ છે. આત્મા પણ આ નોલેજ ધારણ કરે છે.
આત્મા જ પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) વગેરે બને છે. મનુષ્ય તો દેહ-અભિમાની હોવાનાં કારણે
દેહ ની જ મહિમા કરતાં રહે છે. હવે તમે સમજો છો આત્મા જ બધું કરે છે. આપ આત્મા ૮૪
જન્મોનું ચક્ર લગાવી બિલકુલ જ દુર્ગતિ ને પામેલાં છો. હવે આપણે આત્માએ બાપ ને ઓળખ્યાં
છે. બાપ થી વારસો લઈ રહ્યાં છીએ. આત્માને શરીર તો જરુર ધારણ કરવું પડે. શરીર વગર
આત્માઓ કેવી રીતે બોલે? કેવી રીતે સાંભળે? બાપ કહે છે - હું નિરાકાર છું. હું પણ
શરીરનો આધાર લઉં છું. તમે જાણો છો શિવબાબા આ બ્રહ્મા તન થી આપણને સંભળાવે છે. આ વાતો
તમે બ્રહ્માકુમાર-કુમારીઓ જ સમજાવો છો. તમને હવે જ્ઞાન મળ્યું છે. બ્રહ્મા દ્વારા આ
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થાય છે. એ જ બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે,
આમાં મુંઝવાની વાત જ નથી. શિવબાબા આપણને સમજાવે છે પછી આપણે બીજાઓને સમજાવીએ છીએ.
આપણને પણ સંભળાવવા વાળા શિવબાબા જ છે. હવે તમે કહેશો અમે પતિત થી પાવન બની રહ્યાં
છીએ. બાપ સમજાવે છે આ છે જ પતિત દુનિયા, રાવણ નું રાજ્ય છે ને. રાવણ પાપ આત્મા બનાવે
છે. આ બીજું કોઈ પણ નથી જાણતું. ભલે રાવણ ની એફીજી (પુતળું) બાળે છે પરંતુ કાંઈ પણ
સમજતાં નથી. સીતા ને રાવણ લઈ ગયો, આ કર્યું… કેટલી કથાઓ બેસી લખી છે. જ્યારે બેસીને
સાંભળે છે તો રડી લે છે. તે છે બધી દંતકથાઓ. બાબા આપણને વિકર્માજીત બનાવવા માટે
સમજાવે છે. કહે છે મામેકમ્ યાદ કરો. ક્યાંય પણ બુદ્ધિ નહીં લગાવો. શિવબાબાએ આપણને
પોતાનો પરિચય આપ્યો છે. પતિત-પાવન બાપ આવીને પોતાનો પરિચય આપે છે. હવે તમે સમજો છો
કેટલાં મીઠાં બાબા છે જે આપણને સ્વર્ગનાં માલિક બનાવી રહ્યાં છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કર્મ-અકર્મ
અને વિકર્મ ની ગતિ ને જાણી શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. જ્ઞાનદાન કરી ધર્માત્મા બનવાનું
છે.
2. આ વાનપ્રસ્થ અવસ્થા
છે - આ અંતિમ ઘડીઓમાં પાવન બની પાવન દુનિયામાં જવાનું છે. પાવન બનવાનો મેસેજ (સંદેશ)
બધાને આપવાનો છે.
વરદાન :-
પાસ વિથ્ ઓનર
બનવા માટે સર્વ દ્વારા સંતુષ્ટતા નો પાસપોર્ટ પ્રાપ્ત કરવા વાળા સંતુષ્ટમણી ભવ
જે બાળકો પોતે
પોતાનાથી પોતાનાં પુરુષાર્થ કે સર્વિસ થી, બ્રાહ્મણ પરિવાર નાં સંપર્ક થી સદા
સંતુષ્ટ રહે છે એમને સંતુષ્ટમણી કહેવાય છે. સર્વ આત્માઓ નાં સંપર્ક માં પોતાને
સંતુષ્ટ રાખવાં કે સર્વ ને સંતુષ્ટ કરવાં - આમાં જે વિજયી બને છે તે જ વિજય માળા
માં આવે છે. પાસ વિથ્ ઓનર બનવા માટે સર્વ દ્વારા સંતુષ્ટતા નો પાસપોર્ટ મળવો જોઈએ.
આ પાસપોર્ટ લેવા માટે ફક્ત સહન કરવાની કે સમાવવાની શક્તિ ધારણ કરો.
સ્લોગન :-
રહેમદિલ બની
સેવા દ્વારા નિરાશ અને થાકેલા આત્માઓ ને સહારો આપો.
આ અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
પાવરફુલ યાદ માટે સાચાં
દિલ નો પ્રેમ જોઈએ. સાચાં દિલવાળા સેકન્ડ માં બિંદુ બની બિંદુ સ્વરુપ ને યાદ કરી શકે
છે. સાચાં દિલવાળા સાચાં સાહેબ ને રાજી કરવાના કારણે, બાપ ની વિશેષ દુવાઓ પ્રાપ્ત
કરે છે, જેનાથી સહજ જ એક સંકલ્પ માં સ્થિત થઈ જ્વાળા રુપ ની યાદ નો અનુભવ કરી શકે
છે, પાવરફુલ વાયબ્રેશન ફેલાવી શકે છે. સચ્ચાઈ ની શક્તિ નાં કારણે દિમાગ પણ સમય પર
યુક્તિયુક્ત, યથાર્થ કાર્ય કરાવે છે, કોઈ પણ ઉલ્ટું કાર્ય થઈ નથી શકતું.