23-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે તમારો જ્ઞાન રત્નો થી શૃંગાર કરી પાછા ઘરે લઈ જવા , પછી રાજાઈ માં મોકલી દેશે તો અપાર ખુશી માં રહો , એક બાપ ને જ પ્રેમ કરો”

પ્રશ્ન :-
પોતાની ધારણા ને મજબૂત (પાક્કી) બનાવવાનો આધાર શું છે?

ઉત્તર :-
પોતાની ધારણા ને મજબૂત બનાવવા માટે સદૈવ આ પાક્કું કરો કે આજ નાં દિવસે જે પસાર થયું સારું થયું ફરી કલ્પ પછી થશે. જે કાંઈ થયું કલ્પ પહેલાં પણ આવું થયું હતું, નથિંગ ન્યુ. આ લડાઈ પણ ૫ હજાર વર્ષ પહેલાં થઈ હતી, પછી લાગશે જરુર. આ ભંભોર નો વિનાશ થવાનો જ છે…. આમ દરેક પળ ડ્રામા ની સ્મૃતિ માં રહો તો ધારણા મજબૂત થતી જશે.

ગીત :-
દૂરદેશ કા રહનેવાલા…

ઓમ શાંતિ!
બાળકો પહેલાં પણ દૂરદેશ થી પારકા દેશ માં આવ્યાં છે. હવે આ પારકા દેશ માં દુઃખી છે એટલે પોકારે છે પોતાનાં દેશ ઘરે લઈ ચાલો. તમારી પોકાર છે ને? લાંબા સમય થી યાદ કરતા આવ્યાં છો તો બાપ પણ ખુશી થી આવે છે. જાણે છે હું જાઉં છું બાળકો ની પાસે. જે બાળકો કામ ચિતા પર બેસી બળી ગયા છે તેમને પોતાના ઘરે પણ લઈ જાઉં અને પછી રાજાઈ માં મોકલી દઉં. તેનાં માટે જ્ઞાન થી શૃંગાર પણ કરું. બાળકો પણ બાપ કરતાં વધારે ખુશ થવા જોઈએ. બાપ જ્યારે આવે છે તો એમનાં બની જવું જોઈએ. એમને ખૂબ પ્રેમ કરવો જોઈએ. બાબા રોજ સમજાવે છે, આત્મા વાત કરે છે ને? બાબા ૫ હજાર વર્ષ પછી ડ્રામા અનુસાર તમે આવ્યાં છો, અમને ખૂબ ખુશી નો ખજાનો મળી રહ્યો છે. બાબા તમે અમારી ઝોલી ભરી રહ્યાં છો, અમને પોતાનાં ઘરે શાંતિધામ માં લઈ જાઓ છો પછી રાજધાની માં મોકલી દેશો. કેટલી અપાર ખુશી થવી જોઈએ. બાપ કહે છે મારે આ પારકી રાજધાની માં જ આવવાનું છે. બાપ નો ખૂબ મીઠો અને વન્ડરફુલ (અદ્દભુત) પાર્ટ છે. ખાસ જ્યારે આ પારકા દેશ માં આવ્યાં છે. આ વાતો તમે હમણાં જ સમજો છો પછી આ જ્ઞાન પ્રાયઃ લોપ થઈ જાય છે. ત્યાં જરુર જ નથી રહેતી. બાબા કહે છે તમે કેટલાં બેસમજ બની ગયા છો. ડ્રામા નાં એક્ટર હોવા છતાં પણ બાપ ને નથી જાણતાં! જે બાપ જ કરનકરાવનહાર છે, શું કરે છે, શું કરાવે છે-આ ભૂલી ગયા છો. આખી જૂની દુનિયા ને હેવન બનાવવા આવે છે અને જ્ઞાન આપે છે. એ જ્ઞાન નાં સાગર છે, તો જરુર જ્ઞાન આપવાનું કર્તવ્ય કરશે ને? પછી તમારી પાસે કરાવે પણ છે કે બીજાઓ ને પણ મેસેજ (સંદેશ) આપો કે બાપ બધા માટે કહે છે કે હવે દેહ નું ભાન છોડી મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હું શ્રીમત આપું છું. પાપ આત્માઓ તો બધા છે. આ સમયે આખું ઝાડ તમોપ્રધાન, જડજડિતભૂત અવસ્થા ને પ્રાપ્ત થયેલું છે. જેમ વાંસ નાં જંગલ ને આગ લાગી જાય છે તો એકદમ બધું જ બળીને ખતમ થઈ જાય છે. જંગલ માં પાણી ક્યાં થી આવશે જે આગ ને ઓલવે. આ જે પણ જૂની દુનિયા છે એને આગ લાગી જશે. બાપ કહે છે - નથિંગ ન્યુ. બાપ સારા-સારા પોઈન્ટ્સ (મુદ્દાઓ) આપતા રહે છે જે નોંધ કરવા જોઈએ. બાપે સમજાવ્યું છે બીજા ધર્મ સ્થાપક ફક્ત પોતાનો ધર્મ સ્થાપન કરવા આવે છે, એમને પૈગંબર કે મેસેન્જર વગેરે કાંઈ પણ નથી કહી શકાતાં. આ પણ ખૂબ યુક્તિ થી લખવાનું છે. શિવબાબા બાળકો ને સમજાવી રહ્યાં છે - બાળકો તો બધા છે ઓલ બ્રધર્સ (ભાઈ-ભાઈ). તો દરેક ચિત્ર માં, દરેક લખાણ માં આ જરુર લખવાનું છે - શિવબાબા આવું સમજાવે છે. બાપ કહે છે - બાળકો, હું આવીને સતયુગી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરું છું, જેમાં ૧૦૦ ટકા સુખ-શાંતિ-પવિત્રતા બધું છે એટલે તેને હેવન (સ્વર્ગ) કહેવાય છે. ત્યાં દુઃખ નું નામ નથી. બાકી જે પણ બધા ધર્મ છે તે બધાનો વિનાશ કરાવવા નિમિત્ત બનું છું. સતયુગ માં હોય છે જ એક ધર્મ. તે છે નવી દુનિયા. જૂની દુનિયાને ખતમ કરાવું છું. આવો ધંધો તો બીજું કોઈ નથી કરતું. કહેવાય છે શંકર દ્વારા વિનાશ. વિષ્ણુ પણ લક્ષ્મી-નારાયણ જ છે. પ્રજાપિતા બ્રહ્મા પણ તો અહીંયા છે. આ જ પતિત થી પાવન ફરિશ્તા બને છે એટલે પછી બ્રહ્મા દેવતા કહેવાય છે. જેનાથી દેવી-દેવતા ધર્મ સ્થાપન થાય છે. આ બાબા પણ દેવી-દેવતા ધર્મ નાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર) બને છે. તો બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ. ચિત્ર તો આપવા પડે ને? સમજાવવા માટે આ ચિત્ર બનાવ્યાં છે. આનો અર્થ કોઈ ને પણ ખબર નથી. સ્વદર્શન ચક્રધારી નું પણ સમજાવ્યું - પરમપિતા પરમાત્મા સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. એમનાં માં બધું જ્ઞાન છે તો સ્વદર્શન ચક્રધારી થયા ને? જાણે છે હું જ આ જ્ઞાન સંભળાવું છું. બાબા તો એવું નહીં કહેશે કે મારે કમળફૂલ સમાન બનવાનું છે. સતયુગ માં તમે કમળફૂલ સમાન જ રહો છો. સંન્યાસીઓ માટે આ નહીં કહેવાશે. તે તો જંગલ માં ચાલ્યાં જાય છે. બાપ પણ કહે છે પહેલાં તે પવિત્ર સતોપ્રધાન હોય છે. ભારત ને ટકાવે છે, પવિત્રતા નાં બળ થી. ભારત જેવો પવિત્ર દેશ કોઈ હોતો જ નથી. જેમ બાપ ની મહિમા છે તેમ ભારત ની પણ મહિમા છે. ભારત હેવન હતું, આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં પછી ક્યાં ગયાં? આ હમણાં તમે જાણો છો બીજા કોઈની બુદ્ધિ માં થોડી હશે કે આ દેવતાઓ જ ૮૪ જન્મ લઈ પછી પુજારી બને છે. હમણાં તમને બધું જ્ઞાન છે, આપણે હવે પૂજ્ય દેવી-દેવતા બનીએ છીએ પછી પુજારી મનુષ્ય બનીશું. મનુષ્ય તો મનુષ્ય જ હોય છે. આ જે ચિત્ર અનેક પ્રકાર નાં બનાવે છે, એવાં કોઈ મનુષ્ય હોતાં નથી. આ બધા ભક્તિમાર્ગ નાં અનેક ચિત્ર છે. તમારું જ્ઞાન તો છે ગુપ્ત. આ જ્ઞાન બધા નહીં લેશે. જે આ દેવી-દેવતા ધર્મ નાં પાન હશે એ જ લેશે. બાકી જે બીજાઓ ને માનવા વાળા છે તે સાંભળશે નહીં. જે શિવ અને દેવતાઓ ની ભક્તિ કરે છે એ જ આવશે. પહેલાં-પહેલાં મારી પણ પૂજા કરે છે પછી પુજારી બની પોતાની પણ પૂજા કરે છે. તો હવે ખુશી થાય છે કે આપણે પૂજ્ય થી પુજારી બન્યાં, હવે ફરી પૂજ્ય બનીએ છીએ. કેટલી ખુશી મનાવીએ છીએ. અહીં તો અલ્પકાળ માટે ખુશી મનાવે છે. ત્યાં તો તમને સદૈવ ખુશી રહે છે. દિવાળી વગેરે લક્ષ્મી ને બોલાવવા માટે નથી હોતી. દિવાળી હોય છે કોરોનેશન (રાજ્યાભિષેક) પર. બાકી આ સમયે જે ઉત્સવ મનાવાય છે તે ત્યાં હોતાં નથી. ત્યાં તો સુખ જ સુખ છે. આ એક જ સમય છે જ્યારે તમે આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ બધા પોઈન્ટ્સ (વાતો) લખો. સંન્યાસીઓ નો છે હઠયોગ. આ છે રાજયોગ. બાબા કહે છે એક-એક પાના પર જ્યાં-ત્યાં શિવબાબા નું નામ જરુર હોય. શિવબાબા આપણને બાળકો ને સમજાવે છે. નિરાકાર આત્માઓ હમણાં સાકાર માં બેઠાં છે. તો બાપ પણ સાકાર માં સમજાવશે ને? એ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો. શિવ ભગવાનુવાચ બાળકો પ્રત્યે. સ્વયં અહીં પ્રેઝન્ટ (હાજર) છે ને? મુખ્ય-મુખ્ય પોઈન્ટ પુસ્તક માં એવાં ક્લિયર (સ્પષ્ટ) લખેલા હોય જે વાંચવા થી જાતે જ જ્ઞાન આવી જાય. શિવ ભગવાનુવાચ હોવાથી વાંચવામાં મજા આવી જશે. આ બુદ્ધિ નું કામ છે ને? બાબા પણ શરીર ની લોન લઈને પછી સંભળાવે છે ને, આમનો આત્મા પણ સાંભળે છે. બાળકો ને નશો ખૂબ રહેવો જોઈએ બાપ પર ખૂબ પ્રેમ હોવો જોઈએ. આ તો એમનો રથ છે, આ અનેક જન્મો નાં અંત નો જન્મ છે. આમનાં માં પ્રવેશ કર્યો છે. બ્રહ્મા દ્વારા આ બ્રાહ્મણ બને છે પછી મનુષ્ય થી દેવતા બને છે. ચિત્ર કેટલાં ક્લિયર છે. ભલે પોતાનાં પણ ચિત્ર આપો ઉપર અથવા બાજુ માં ડબલ સિરતાજ વાળા. યોગબળ થી આપણે આવાં બનીએ છીએ. ઉપર શિવબાબા. એમને યાદ કરતાં-કરતાં મનુષ્ય થી દેવતા બની જઈએ છીએ. બિલકુલ સ્પષ્ટ છે. રંગીન ચિત્ર નું પુસ્તક એવું હોય જે મનુષ્ય જોઈને ખુશ થઈ જાય. એનાંથી પછી થોડા હલ્કા પણ છપાવી શકો છો ગરીબો માટે. મોટા થી નાનું, નાનાં થી મોટું કરી શકો છો, રહસ્ય તેમાં આવી જાય. ગીતા નાં ભગવાન વાળું ચિત્ર છે મુખ્ય. આ ગીતા પર કૃષ્ણ નું ચિત્ર, તે ગીતા પર ત્રિમૂર્તિ નું ચિત્ર હોવા થી મનુષ્યો ને સમજાવવા માં સહજ થાય છે. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બ્રાહ્મણ અહીં છે. પ્રજાપિતા બ્રહ્મા સૂક્ષ્મવતન માં તો હોઈ ન શકે. કહે છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ હવે દેવતા કોણ થયાં? દેવતાઓ તો અહીં રાજ્ય કરતા હતાં. ડીટીઝ્મ (દૈવી રાજધાની) તો છે ને? તો આ બધું સારી રીતે સમજાવવું પડે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બંને અહીં છે. ચિત્ર છે તો સમજાવાય છે. પહેલાં-પહેલાં અલ્ફ ને સિદ્ધ કરો તો બધી વાતો સિદ્ધ થઈ જશે. પોઈન્ટ્સ તો ખૂબ છે બીજા બધા ધર્મ સ્થાપન કરવા આવે છે. બાપ તો સ્થાપના અને વિનાશ બંને કરાવે છે. થાય છે બધું ડ્રામા અનુસાર જ. બ્રહ્મા બોલી શકે, વિષ્ણુ બોલી શકે છે? સૂક્ષ્મવતન માં શું બોલશે. આ બધી સમજવાની વાતો છે. અહીં તમે સમજીને પછી ટ્રાન્સફર (બદલી) થાઓ છો, ઉપર નાં ક્લાસ માં. ઓરડો (રુમ) જ બીજો મળે છે. મૂળવતન માં કાંઈ બેસી તો નથી જવાનું. પછી ત્યાં થી નંબરવાર આવવાનું હોય છે. પહેલાં-પહેલાં મૂળ વાત એક જ છે તેનાં પર જોર આપવું જોઈએ. કલ્પ પહેલાં પણ આવું થયું હતું. આ સેમીનાર વગેરે પણ આમ જ કલ્પ પહેલાં થયા હતાં. આવાં પોઈન્ટ્સ નીકળ્યાં હતાં. આજ નો દિવસ જે પસાર થયો સારો થયો ફરી કલ્પ પછી એવો જ જશે. આવી-આવી પોતાની ધારણા કરતા પાક્કા થતા જાઓ. બાબાએ કહ્યું હતું મેગેઝીન માં પણ નાખો - આ લડાઈ લાગી, નથિંગ ન્યુ. ૫ હજાર વર્ષ પહેલાં પણ આવું થયું હતું. આ વાતો તમે જ સમજો છો. બહાર વાળા સમજી ન શકે. ફક્ત કહેશે વાતો તો વન્ડરફુલ (અદ્દભુત) છે. સારું, ક્યારેક જઈને સમજી લઈશું. શિવ ભગવાનુવાચ બાળકો પ્રત્યે. આવાં-આવાં શબ્દ હશે તો આવીને સમજશે પણ. નામ લખેલું છે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા જ બ્રાહ્મણ રચે છે. બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ કહે છે ને? કયા બ્રાહ્મણ? તમે બ્રાહ્મણો ને પણ સમજાવી શકો છો બ્રહ્મા ની સંતાન કોણ છે? પ્રજાપિતા બ્રહ્મા નાં આટલાં બાળકો છે, તો જરુર અહીં એડોપ્ટ થતા હશે. જે પોતાનાં કુળ નાં હશે તે સારી રીતે સમજશે. તમે તો બાપ નાં બાળકો થઈ ગયાં. બાપ બ્રહ્મા ને પણ એડોપ્ટ કરે છે. નહીં તો શરીર વાળી વસ્તુ આવી ક્યાંથી. બ્રાહ્મણ આ વાતો ને સમજશે, સંન્યાસી નહીં સમજશે. અજમેર માં બ્રાહ્મણ હોય છે અને હરિદ્વાર માં સંન્યાસી જ સંન્યાસી છે. પન્ડા બ્રાહ્મણ હોય છે. પરંતુ તે તો ભૂખ્યાં હોય છે. બોલો તમે હમણાં શરીરધારી પન્ડા છો. હવે રુહાની પન્ડા બનો. તમારું પણ નામ પન્ડા છે. પાંડવ સેના ને પણ સમજતા નથી. બાબા છે પાંડવો નાં સિરમોર. કહે છે હે બાળકો મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ચાલ્યાં જશો પોતાનાં ઘરે. પછી મોટી યાત્રા થશે અમરપુરી ની. મૂળવતન ની કેટલી મોટી યાત્રા હશે. દરેકે-દરેક આત્માઓ જશે. જેમ મકોડા નું ઝુંડ જાય છે ને? માખીઓ ની પણ રાણી ભાગે છે તો તેની પાછળ બધા ભાગે છે. વન્ડર છે ને? બધા આત્માઓ પણ મચ્છરો ની જેમ જશે. શિવ ની બારાત (જાન) છે ને? તમે બધા છો બ્રાઈડ્સ (સજનીઓ). હું બ્રાઈડગ્રુમ (સાજન) આવ્યો છું બધાને લઈ જવાં. તમે છી-છી બની ગયા છો એટલે શૃંગાર કરી સાથે લઈ જઈશ. જે શૃંગાર નહીં કરશે તો સજા ખાશે. જવાનું તો છે જ. કાશી કલવટ માં પણ મનુષ્ય મરે છે તો સેકન્ડ માં કેટલી સજાઓ ભોગવી લે છે. મનુષ્ય બૂમો પાડતા રહે છે. આ પણ એવું છે, સમજે છે હું જાણે જન્મ-જન્માન્તર નું દુઃખ, સજા ભોગવી રહ્યો છું. તે દુઃખ ની ફીલિંગ (અનુભૂતિ) એવી હોય છે. જન્મ-જન્માંતર નાં પાપો ની સજા મળે છે. જેટલી સજાઓ ખાશો એટલું પદ ઓછું થઈ જશે એટલે બાબા કહે છે યોગબળ થી હિસાબ-કિતાબ ચૂક્તું કરો. યાદ થી જમા કરતા જાઓ. નોલેજ તો ખૂબ સહજ છે. હવે દરેક કર્મ જ્ઞાનયુક્ત કરવાના છે. દાન પણ પાત્ર ને આપવાનું છે. પાપ આત્માઓ ને આપવાથી પછી આપવા વાળા પર તેની અસર પડી જાય છે. તે પણ પાપ આત્માઓ બની જાય છે. એવાં ને ક્યારેય ન આપવું જોઈએ, જે તે પૈસા થી જઈને પછી કોઈ પાપ વગેરે કરે. પાપ આત્માઓ ને આપવા વાળા તો દુનિયામાં ખૂબ બેઠાં છે. હવે તમારે તો આવું નથી કરવાનું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં દરેક કર્મ જ્ઞાનયુક્ત કરવાના છે, પાત્ર ને જ દાન આપવાનું છે. પાપ આત્માઓ સાથે હવે કોઈ પૈસા વગેરે ની લેણ-દેણ નથી કરવાની. યોગબળ થી બધા જૂનાં હિસાબ-કિતાબ ચૂક્તું કરવાના છે.

2. અપાર ખુશી માં રહેવા માટે પોતે પોતાની સાથે વાતો કરવાની છે - બાબા, તમે આવ્યાં છો અમને અપાર ખુશી નો ખજાનો આપવા, તમે અમારી ઝોલી ભરી રહ્યાં છો, તમારી સાથે પહેલાં અમે શાંતિધામ જઈશું પછી પોતાની રાજધાની માં આવીશું

વરદાન :-
સમસ્યાઓ ને સમાધાન રુપ માં પરિવર્તન કરવા વાળા વિશ્વ કલ્યાણી ભવ

વિશ્વ કલ્યાણી છું - હવે આ શ્રેષ્ઠ ભાવના, શ્રેષ્ઠ કામના નાં સંસ્કાર ઈમર્જ કરો. આ શ્રેષ્ઠ સંસ્કાર ની આગળ હદ નાં સંસ્કાર સ્વતઃ સમાપ્ત થઈ જશે. સમસ્યાઓ સમાધાન નાં રુપ માં પરિવર્તિત થઈ જશે. હવે યુદ્ધ માં સમય ન ગુમાવો પરંતુ વિજયીપણા નાં સંસ્કાર ઈમર્જ કરો. હવે બધું સેવા માં લગાવી દો તો મહેનત થી છૂટી જશો. સમસ્યાઓ માં જવાને બદલે દાન આપો, વરદાન આપો તો સ્વ નું ગ્રહણ સ્વતઃ સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
કોઈ ની કમી, કમજોરીઓ નું વર્ણન કરવાના બદલે ગુણ સ્વરુપ બનો, ગુણો નાં જ દર્શન કરો.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો

બાપ નો બાળકો સાથે એટલો પ્રેમ છે જે અમૃતવેલા થી જ બાળકો ની પાલના કરે છે. દિવસ નો આરંભ જ કેટલો શ્રેષ્ઠ થાય છે! સ્વયં ભગવાન મિલન મનાવવા માટે બોલાવે છે, રુહરિહાન કરે છે, શક્તિઓ ભરે છે! બાપ ની મહોબ્બત નાં ગીત તમને ઉઠાડે છે. કેટલાં સ્નેહ થી બોલાવે છે, ઉઠાડે છે - મીઠાં બાળકો, પ્રિય બાળકો આવો… તો આ પ્રેમ ની પાલના નું પ્રેક્ટિકલ સ્વરુપ છે ‘સહજયોગી જીવન’.