24-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ તમને જે ભણતર ભણાવે છે તે બુદ્ધિ માં રાખી બધાને ભણાવવાનું છે , દરેક ને બાપ નો અને સૃષ્ટિ ચક્ર નો પરિચય આપવાનો છે”

પ્રશ્ન :-
આત્મા સતયુગ માં પણ પાર્ટ ભજવે છે અને કળિયુગ માં પણ પરંતુ અંતર શું છે?

ઉત્તર :-
સતયુગ માં જ્યારે પાર્ટ ભજવે છે તો એમાં કોઈ પાપ કર્મ નથી થતાં, દરેક કર્મ ત્યાં અકર્મ થઈ જાય છે કારણકે રાવણ નથી. પછી કળિયુગ માં જ્યારે પાર્ટ ભજવે છે તો દરેક કર્મ વિકર્મ કે પાપ બની જાય છે કારણકે અહીં વિકાર છે. હમણાં તમે છો સંગમ પર. તમને બધું જ્ઞાન છે.

ઓમ શાંતિ!
હવે આ તો બાળકો જાણે છે કે આપણે બાબા ની સામે બેઠાં છીએ. બાબા પણ જાણે છે - બાળકો મારી સામે બેઠાં છે. આ પણ તમે જાણો છો - બાપ આપણને શિક્ષા આપે છે, જે પછી બીજાઓ ને આપવાની છે. પહેલાં-પહેલાં તો બાપ નો જ પરિચય આપવાનો છે કારણકે બધા બાપ ને અને બાપ ની શિક્ષા ને ભૂલેલા છે. હમણાં જે બાપ ભણાવે છે, આ ભણતર ફરી ૫ હજાર વર્ષ પછી મળશે. આ જ્ઞાન બીજા કોઈને નથી. મુખ્ય થયો બાપ નો પરિચય. પછી આ પણ સમજાવવાનું છે આપણે બધા ભાઈ-ભાઈ છીએ. આખી દુનિયાના જે બધા આત્માઓ છે, બધા પરસ્પર ભાઈ-ભાઈ છે. બધા પોતાને મળેલો પાર્ટ આ શરીર દ્વારા ભજવે છે. હવે તો બાપ આવ્યાં છે નવી દુનિયામાં લઈ જવા માટે, જેને સ્વર્ગ કહેવાય છે. પરંતુ આપણે બધા ભાઈ પતિત છીએ, એક પણ પાવન નથી. બધા પતિતો ને પાવન બનાવવા વાળા છે જ એક બાપ. આ છે જ પતિત, વિકારી, ભ્રષ્ટાચારી રાવણ ની દુનિયા. રાવણ નો અર્થ જ છે ૫ વિકાર સ્ત્રી માં, ૫ વિકાર પુરુષ માં. બાબા ખૂબ સરળ રીતે સમજાવે છે. તમે પણ આમ સમજાવી શકો છો. તો પહેલાં-પહેલાં આ સમજાવો આપણા આત્માઓ નાં એ બાપ છે. આપણે બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. પૂછો આ ઠીક છે? લખો - આપણે બધા ભાઈ-ભાઈ છીએ. આપણા બાપ પણ એક છે, આપણા સર્વ આત્માઓનાં એ છે સુપ્રીમ સોલ (પરમાત્મા), એમને ફાધર (પિતા) કહેવાય છે. આ પાક્કું-પાક્કું બુદ્ધિ માં બેસાડો તો સર્વવ્યાપી વગેરે પહેલાં નીકળી જાય. અલ્ફ પહેલાં ભણવાનું છે. બોલો, આ સારી રીતે બેસીને લખો. પહેલાં સર્વવ્યાપી કહેતો હતો, હવે સમજુ છું કે સર્વવ્યાપી નથી. આપણે બધા ભાઈ-ભાઈ છીએ, બધા આત્માઓ કહે છે - ગોડ ફાધર, પરમપિતા. પહેલાં તો આ નિશ્ચય બેસાડવાનો છે કે આપણે આત્મા છીએ, પરમાત્મા નથી. ન આપણા માં પરમાત્મા વ્યાપક છે. બધામાં આત્મા વ્યાપક છે. આત્મા શરીર નાં આધાર થી પાર્ટ ભજવે છે, આ પાક્કું કરાવો. અચ્છા, પછી એ બાપ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નુ જ્ઞાન પણ સંભળાવે છે, બીજું તો કોઈ પણ જાણતું નથી કે આ સૃષ્ટિ ચક્ર ની આયુ કેટલી છે. બાપ જ શિક્ષક નાં રુપ માં સમજાવે છે. લાખો વર્ષ ની તો વાત જ નથી. આ ચક્ર અનાદિ, એક્યુરેટ પૂર્વ નિર્ધારિત છે, આને જાણવું પડે. સતયુગ-ત્રેતા ભૂતકાળ થયાં, નોંધ કરો. તેને કહેવાય છે સ્વર્ગ અને સેમી સ્વર્ગ. જ્યાં દેવી-દેવતાઓ નું રાજ્ય ચાલે છે, તે ૧૬ કળા, તે ૧૪ કળા. ધીરે-ધીરે કળાઓ ઓછી થતી જાય છે. દુનિયા જૂની તો જરુર થશે ને? સતયુગ નો પ્રભાવ ખૂબ ભારે છે. નામ જ છે સ્વર્ગ, હેવન, નવી દુનિયા… એની જ મહિમા કરવાની છે. નવી દુનિયા માં છે જ એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. પહેલાં બાપ નો પરિચય પછી ચક્ર નો પરિચય અપાય છે. ચિત્ર પણ તમારી પાસે છે - નિશ્ચય કરાવવા માટે. આ સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, ત્રેતા માં રામ-સીતા નું. આ થયો અડધોકલ્પ, બે યુગ ભૂતકાળ થયા પછી આવે છે દ્વાપર-કળિયુગ. દ્વાપર માં રાવણ રાજ્ય. દેવતા વામમાર્ગ માં ચાલ્યાં જાય છે તો વિકાર ની સિસ્ટમ (આદત) બની જાય છે. સતયુગ-ત્રેતા માં બધા નિર્વિકારી રહે છે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ રહે છે. ચિત્ર પણ દેખાડવાનાં છે, વાણી દ્વારા પણ સમજાવવાનું છે. બાપ અમને શિક્ષક બની આમ ભણાવે છે. બાપ પોતાનો પરિચય સ્વયં જ આવીને આપે છે. સ્વયં કહે છે હું આવું છું પતિતો ને પાવન બનાવવા તો મને શરીર જરુર જોઈએ. નહીં તો વાત કેવી રીતે કરું? હું ચૈતન્ય છું, સત્ છું અને અમર છું. આત્મા સતો, રજો, તમો માં આવે છે. આત્મા જ પાવન અને પતિત બને છે એટલે કહેવાય છે પતિત આત્મા, પાવન આત્મા. આત્મા માં જ બધા સંસ્કાર છે. ભૂતકાળ નાં કર્મ તથા વિકર્મ નાં સંસ્કાર આત્મા લઈ આવે છે. સતયુગ માં વિકર્મ થતાં જ નથી. કર્મ કરે છે, પાર્ટ ભજવે છે પરંતુ તે કર્મ અકર્મ થઈ જાય છે. ગીતા માં પણ શબ્દ છે, હમણાં તમે પ્રેક્ટિકલ માં સમજી રહ્યાં છો. જાણો છો બાબા આવેલા છે જૂની દુનિયા ને બદલવાં, નવી દુનિયા બનાવવાં. જ્યાં કર્મ અકર્મ થઈ જાય છે એને જ સતયુગ કહેવાય છે અને પછી જ્યાં બધા કર્મ, વિકર્મ થાય છે એને કળિયુગ કહેવાય છે. તમે હમણાં છો સંગમ પર. બાબા બંને તરફ ની વાત સમજાવે છે. સતયુગ-ત્રેતા તો છે પવિત્ર દુનિયા, ત્યાં કોઈ પાપ થતા નથી. જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે ત્યારે જ પાપ થાય છે. ત્યાં વિકાર નું નામ નથી હોતું. ચિત્ર તો સામે છે રામરાજ્ય અને રાવણરાજ્ય. બાપ સમજાવે છે આ ભણતર છે. બાપ સિવાય બીજું કોઈ નથી જાણતું. આ ભણતર તો તમારી બુદ્ધિ માં રહેવું જોઈએ, બાપ પણ યાદ આવે છે, ચક્ર પણ બુદ્ધિ માં આવી જાય છે. સેકન્ડ માં બધું યાદ આવી જાય છે. વર્ણન કરવામાં વાર લાગે છે. આનાં ૩ ફાઉન્ટેન છે. ઝાડ આવું હોય છે, બીજ અને ઝાડ સેકન્ડ માં યાદ આવી જશે. આ બીજ ફલાણા ઝાડ નું છે, આ રીતે આમાંથી ફળ નીકળે છે. આ બેહદ નું મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ કેવું છે, તેનું રહસ્ય તમે સમજાવો છો. બાળકો ને બધું સમજાવ્યું છે - અડધોકલ્પ રાજધાની કેવી રીતે ચાલે છે પછી રાવણ રાજ્ય થાય છે તો જે સતયુગ-ત્રેતાવાસી છે, એ જ દ્વાપરવાસી બને છે. ઝાડ ની વૃદ્ધિ થતી રહે છે. અડધાકલ્પ પછી રાવણ રાજ્ય થાય છે, વિકારી બની જાય છે. બાપ પાસે થી જે વારસો મળ્યો છે તે અડધોકલ્પ ચાલ્યો. નોલેજ સંભળાવી ને વારસો આપ્યો, તે પ્રારબ્ધ ભોગવી અર્થાત્ સતયુગ-ત્રેતા માં સુખ મેળવ્યું. તેને સુખધામ, સતયુગ કહેવાય છે. ત્યાં દુઃખ હોતું જ નથી. કેટલું સરળ સમજાવે છે. એક ને સમજાવો છો અથવા અનેકો ને સમજાવો છો - તો એવું અટેન્શન (ધ્યાન) આપવાનું છે, સમજે છે, હા-હા કરે છે? બોલો, નોંધ કરતા જાઓ. કોઈ શંકા હોય તો પૂછજો. જે વાત કોઈ નથી જાણતા તે અમે સમજાવીએ છીએ. તમે કાંઈ પણ જાણતા નથી, પૂછશે પછી શું?

બાબા તો આ બેહદ ઝાડ નાં રહસ્ય સમજાવે છે. આ નોલેજ હમણાં તમે સમજો છો. બાપે સમજાવ્યું છે તમે ૮૪ નાં ચક્ર માં કેવી રીતે આવો છો. આ સારી રીતે નોંધ કરો પછી આનાં પર વિચાર કરવાનો છે. જેમ શિક્ષક નિબંધ આપે છે પછી ઘર માં જઈને રિવાઇઝ (પુનરાવર્તન) કરી આવે છે ને? તમે પણ આ નોલેજ આપો છો પછી જુઓ શું થાય છે. પૂછતા રહો. એક-એક વાત સારી રીતે સમજાવો. બાપ-શિક્ષક નું કર્તવ્ય સમજાવીને પછી ગુરુ નું સમજાવો. એમને બોલાવ્યાં જ છે કે આવીને અમને પતિતો ને પાવન બનાવો. આત્મા પાવન બને છે તો પછી શરીર પણ પાવન મળે છે. જેવું સોનું તેવાં ઘરેણાં બને છે. ૨૪ કેરેટ નું સોનું ઉઠાવશો, ખાદ નહીં નાખશો તો ઘરેણાં પણ એવા સતોપ્રધાન બનશે. એલાોય (ખાદ) નાખવાથી તમોપ્રધાન બની ગયા છે. પહેલાં-પહેલાં ભારત ૨૪ કેરેટ સાચાં સોના ની ચકલી હતું અર્થાત્ સતોપ્રધાન નવી દુનિયા હતી પછી તમોપ્રધાન બની છે. આ બાપ જ સમજાવે છે, બીજા કોઈ મનુષ્ય ગુરુ લોકો નથી જાણતાં. બોલાવે છે આવીને પાવન બનાવો. એ તો ગુરુ નું કામ છે. વાનપ્રસ્થ અવસ્થા માં મનુષ્ય ગુરુ કરે છે. વાણી થી પરે સ્થાન તો છે ઇનકારપોરિયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા), જ્યાં આત્માઓ રહે છે. આ છે કારપોરિયલ વર્લ્ડ (સાકાર દુનિયા). બંને નો આ મેળ છે. ત્યાં તો શરીર નથી. ત્યાં કોઈ કર્મ નથી થતાં. બાપ માં તો બધી નોલેજ છે. ડ્રામા પ્લાન અનુસાર એમને કહેવાય જ છે નોલેજફુલ. એ ચૈતન્ય સત્-ચિત-આનંદ સ્વરુપ હોવાનાં કારણે એમને નોલેજફુલ કહેવાય છે. બોલાવે પણ છે હે પતિત-પાવન, નોલેજફુલ શિવબાબા, એમનું નામ સદૈવ શિવ જ છે. બાકી આત્માઓ બધા આવે છે પાર્ટ ભજવવાં. તો ભિન્ન-ભિન્ન નામ ધારણ કરે છે. બાપ ને બોલાવે છે પરંતુ તેમને (મનુષ્યો ને) કાંઈ પણ સમજ નથી રહેતી. જરુર ભાગ્યશાળી રથ પણ હશે, જેમાં બાપ પ્રવેશ કરી તમને પાવન દુનિયા માં લઈ જાય. તો બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો, હું આમનાં તન માં આવું છું જે અનેક જન્મો નાં અંત માં છે, પૂરાં ૮૪ જન્મ લે છે. ભાગ્યશાળી રથ પર આવવું પડે છે. પહેલા નંબર માં તો છે શ્રીકૃષ્ણ. એ છે નવી દુનિયાનાં માલિક. પછી એ જ નીચે ઉતરે છે. સતયુગ થી ત્રેતા, દ્વાપર, કળિયુગ માં આવીને પડે છે. હવે ફરી તમે કળિયુગી થી સતયુગી બની રહ્યાં છો. બાપ કહે છે ફક્ત મુજ પોતાનાં બાપ ને યાદ કરો. જેમાં પ્રવેશ કર્યો છે એમનાં આત્મા માં તો જરા પણ નોલેજ નહોતી. આમનામાં પ્રવેશ કરું છું એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. નહીં તો સૌથી ઊંચા તો આ લક્ષ્મી-નારાયણ છે, એમનામાં પ્રવેશ કરવો જોઈએ. પરંતુ એમનામાં પરમાત્મા પ્રવેશ કરતા નથી એટલે જ એમને ભાગ્યશાળી રથ કહેવાતા નથી. રથ માં આવીને પતિતો ને પાવન બનાવવાનાં છે, તો જરુર કળિયુગી તમોપ્રધાન હશે ને? સ્વયં કહે છે હું અનેક જન્મો નાં અંત માં આવું છું. ગીતા માં પણ શબ્દ એક્યુરેટ છે. ગીતા ને જ સર્વ શાસ્ત્રમઈ શિરોમણી કહેવાય છે. આ સંગમયુગ પર જ બાપ આવીને બ્રાહ્મણ કુળ અને દેવતા કુળ સ્થાપન કરે છે. અનેક જન્મો નાં અંત માં અર્થાત્ સંગમયુગ પર જ બાપ આવે છે. બાપ કહે છે હું બીજરુપ છું. શ્રીકૃષ્ણ તો છે સતયુગ નાં રહેવાસી. એમને બીજી જગ્યાએ તો કોઈ જોઈ ન શકે. પુનર્જન્મ માં તો નામ, રુપ, દેશ, કાળ બધું બદલાઈ જાય છે. ફિચર્સ (ચહેરો) જ બદલાઈ જાય છે. પહેલાં નાનાં બાળક સુંદર હોય છે પછી મોટા થાય છે તે પછી શરીર છોડી બીજું નાનું શરીર લે છે. આ પૂર્વ નિર્ધારિત ખેલ ડ્રામા ની અંદર ફિક્સ (નિશ્ચિત) છે. બીજું શરીર લીધું તો તેમને શ્રીકૃષ્ણ નહીં કહેવાશે. એ બીજા શરીર પર નામ વગેરે પછી બીજું પડશે. સમય, ફિચર્સ, તિથિ-તારીખ વગેરે બધું બદલાઈ જાય છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રીપીટ કહેવાય છે. તો આ ડ્રામા રીપીટ થતો રહે છે. સતો, રજો, તમો માં આવવાનું જ છે. સૃષ્ટિ નું નામ, યુગ નું નામ બધું બદલાતું રહે છે. હમણાં આ છે સંગમયુગ. હું આવું જ છું સંગમ પર. હું તમને આખી દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રોફી સત્ય બતાવું છું. આદિ થી લઈને અંત સુધી બીજું કોઈ પણ જાણતું જ નથી. સતયુગ ની આયુ કેટલી હતી, આ ખબર ન હોવાનાં કારણે લાખો વર્ષ કહી દે છે. હમણાં તમારી બુદ્ધિ માં બધી વાતો છે. તમારે અંદર માં આ પાક્કું કરવાનું છે કે બાપ, બાપ-શિક્ષક-સદ્દગુરુ છે, જે ફરી થી સતોપ્રધાન બનવા માટે ખૂબ સારી યુક્તિ બતાવે છે. ગીતા માં પણ છે દેહ સહિત દેહ નાં બધા ધર્મ છોડી પોતાને આત્મા સમજો. પાછા પોતાનાં ઘરે જરુર જવાનું છે. ભક્તિમાર્ગ માં કેટલી મહેનત કરે છે, ભગવાન પાસે જવા માટે. તે છે મુક્તિધામ, કર્મ થી મુક્ત. આપણે નિરકારી દુનિયા માં જઈને બેસીએ છીએ. પાર્ટધારી ઘરે ગયા તો પાર્ટ થી મુક્ત થયાં. બધા ઈચ્છે છે અમે મુક્તિ મેળવીએ. મોક્ષ તો કોઈને મળી ન શકે. આ ડ્રામા અનાદિ-અવિનાશી છે. કોઈ કહે આ પાર્ટ આવવા-જવાનો અમને પસંદ નથી, પરંતુ આમાં કાંઈ કરી ન શકાય. આ અનાદિ ડ્રામા બનેલો છે. એક પણ મોક્ષ મેળવી નથી શકતાં. તે બધી છે અનેક પ્રકારની મનુષ્ય મત. આ છે શ્રીમત, શ્રેષ્ઠ બનાવવા માટે. મનુષ્ય ને શ્રેષ્ઠ નહીં કહેવાશે. દેવતાઓ ને શ્રેષ્ઠ કહેવાય છે. એમની આગળ બધા નમન કરે છે. તો એ શ્રેષ્ઠ થયા ને? કૃષ્ણ દેવતા છે વૈકુંઠ નાં પ્રિન્સ. તે અહીંયા કેવી રીતે આવશે? નથી એમણે ગીતા સંભળાવી. શિવ નાં આગળ જઈને કહે છે અમને મુક્તિ આપો. એ તો ક્યારેય જીવનમુક્ત, જીવનબંધ માં આવતા જ નથી એટલે એમને પોકારે છે મુક્તિ આપો. જીવનમુક્તિ પણ એ આપે છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે બધા આત્મા રુપ માં ભાઈ-ભાઈ છીએ, આ પાઠ પાક્કો કરવાનો અને કરાવવાનો છે. પોતાનાં સંસ્કારો ને યાદ થી સંપૂર્ણ પાવન બનાવવાનાં છે.

2. ૨૪ કેરેટ સાચ્ચું સોનું (સતોપ્રધાન) બનવા માટે કર્મ-અકર્મ-વિકર્મ ની ગુહ્ય ગતિ ને બુદ્ધિ માં રાખી હવે કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
ગભરાવા નો ડાન્સ છોડી સદા ખુશી નો ડાન્સ કરવા વાળા માસ્ટર નોલેજફુલ ભવ

જે બાળકો માસ્ટર નોલેજફુલ છે તે ક્યારે ગભરાવા નો ડાન્સ નથી કરી શકતાં. સેકન્ડ માં સીડી નીચે, સેકન્ડ માં ઉપર હવે આ સંસ્કાર બદલો તો બહુ જ ફાસ્ટ જશો. ફક્ત મળેલી ઓથોરીટી ને, નોલેજ ને, પરિવાર નાં સહયોગ ને યુઝ કરો, બાપ નાં હાથ માં હાથ આપીને ચાલતાં રહો તો ખુશી નો ડાન્સ કરતા રહેશો, ગભરાવાનો ડાન્સ થઈ ન શકે. પરંતુ જ્યારે માયા નો હાથ પકડી લો છો તો તે (ગભરાવા નો) ડાન્સ થાય છે.

સ્લોગન :-
જેમનાં સંકલ્પ અને કર્મ મહાન છે તે જ માસ્ટર સર્વશક્તિમાન્ છે.

અવ્યક્ત ઇશારા - આ અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

માસ્ટર ત્રિકાળદર્શી બનીને દરેક કર્મ, દરેક સંકલ્પ કરો તથા વચન બોલો, તો કોઈ પણ કર્મ વ્યર્થ અથવા અનર્થ વાળા નથી થઈ શકતાં. ત્રિકાળદર્શી અર્થાત્ સાક્ષીપણા ની સ્થિતિ માં સ્થિત થઈને આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરશો તો કર્મ નાં વશીભૂત નહીં થશો. સદા કર્મ અને કર્મ નાં બંધન થી મુક્ત બની પોતાની ઊંચી સ્ટેજ ને પ્રાપ્ત કરી લેશો.