24-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે પોતાની જીવન દોરી એક બાપ સાથે બાંધી છે , તમારું કનેક્શન ( સંબંધ ) એક સાથે છે , એક સાથે જ તોડ ( સંબંધ ) નિભાવવાનો છે”

પ્રશ્ન :-
સંગમયુગ પર આત્મા પોતાની દોરી પરમાત્મા સાથે જોડે છે, તેની રીત અજ્ઞાન માં કઈ રીતે થી ચાલતી આવી રહી છે?

ઉત્તર :-
લગ્ન સમયે સ્ત્રી નો પાલવ પતિ ની સાથે બાંધે છે. સ્ત્રી સમજે છે જીવનભર એમનાં જ સાથી બનીને રહેવાનું છે. તમે તો હવે તમારો પાલવ બાપ ની સાથે જોડ્યો છે. તમે જાણો છો આપણી પરવરિશ અડધાકલ્પ માટે બાપ દ્વારા થશે.

ગીત :-
જીવન ડોર તુમ્હીં સંગ બાંધી…

ઓમ શાંતિ!
જુઓ, ગીત માં કહે છે જીવન ડોર તમારી સાથે બાંધી. જેમ કોઈ કન્યા છે, તે પોતાનાં જીવન ની દોરી પતિ ની સાથે બાંધે છે. સમજે છે કે જીવનભર એમનાં જ સાથી બનીને રહેવાનું છે. એમણે જ પરવરિશ કરવાની છે. એવું નથી કે કન્યાએ એમની પરવરિશ કરવાની છે. ના, જીવન સુધી એમણે પરવરિશ કરવાની છે. આપ બાળકોએ પણ જીવન-દોરી બાંધી છે. બેહદ નાં બાપ કહો, શિક્ષક કહો, ગુરુ કહો જે કહો… આ આત્માઓ ની જીવન ની દોરી પરમાત્મા સાથે બાંધવાની છે. તે છે હદ ની સ્થૂળ વાત, આ છે સૂક્ષ્મ વાત. કન્યા નાં જીવન ની દોરી પતિ ની સાથે બંધાય છે. તે એમનાં ઘરે જાય છે. જુઓ, દરેક વાત સમજવાની બુદ્ધિ જોઈએ. કળિયુગ માં છે બધી આસુરી મત ની વાતો. તમે જાણો છો આપણે જીવન ની દોરી એક સાથે બાંધી છે. તમારું કનેક્શન એક સાથે છે. એક સાથે જ તોડ નિભાવવાનો છે કારણકે એમની પાસે થી આપણને ખૂબ સારું સુખ મળે છે. એ તો આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે. તો એવાં બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ. આ છે રુહાની દોરી. રુહ જ શ્રીમત લે છે. આસુરી મત લેવાથી તો નીચે પડ્યાં છે. હવે રુહાની બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ.

તમે જાણો છો આપણે પોતાની આત્મા ની દોરી પરમાત્મા સાથે બાંધીએ છીએ, તો આપણને એમની પાસે થી ૨૧ જન્મ સદા સુખ નો વારસો મળે છે. તે અલ્પકાળ ની જીવન-દોરી થી તો નીચે પડતા આવ્યાં છીએ. આ ૨૧ જન્મ માટે ગેરંટી (ખાતરી) છે. તમારી કમાણી કેટલી જબરજસ્ત છે, આમાં ભૂલ ન કરવી જોઈએ. માયા ખૂબ ભૂલ કરાવે છે. આ લક્ષ્મી-નારાયણે જરુર કોઈની સાથે જીવન-દોરી બાંધી જેનાથી ૨૧ જન્મો નો વારસો મળ્યો. આપ આત્માઓ ની પરમાત્મા સાથે જીવન-દોરી બંધાય છે, કલ્પ-કલ્પ. એની તો ગણતરી નથી. બુદ્ધિ માં બેસે છે - અમે શિવબાબા નાં બન્યાં છીએ, એમની સાથે જીવન-દોરી બાંધી છે. દરેક વાત બાપ બેસીને સમજાવે છે. તમે જાણો છો કલ્પ પહેલાં પણ બાંધી હતી. હવે શિવજયંતી મનાવે છે પરંતુ કોની મનાવે છે, ખબર નથી. શિવબાબા જે પતિત-પાવન છે તે જરુર સંગમ પર જ આવશે. આ તમે જાણો છો, દુનિયા નથી જાણતી એટલે ગવાયેલું છે કોટો માં કોઈ. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃ લોપ થઈ ગયો છે બીજા બધા શાસ્ત્રો, કથાઓ વગેરે છે. આ ધર્મ જ નથી તો જાણે કેવી રીતે? હમણાં તમે જીવન ની દોરી બાંધી રહ્યાં છો. આત્માઓ ની પરમાત્મા સાથે દોરી જોડાયેલી છે, આમાં શરીર ની કોઈ વાત નથી. ભલે ઘર માં બેઠાં રહો, બુદ્ધિ થી યાદ કરવાનાં છે. આપ આત્માઓ ની જીવન-દોરી બંધાયેલી છે. પાલવ બાંધે છે ને? તે સ્થૂળ પાલવ, આ છે આત્માઓ નો પરમાત્મા સાથે યોગ. ભારત માં શિવ જયંતી પણ મનાવે છે પરંતુ એ ક્યારે આવ્યા હતાં, આ કોઈને પણ ખબર નથી. શ્રીકૃષ્ણ ની જયંતી ક્યારે, રામ ની જયંતી ક્યારે છે, આ નથી જાણતાં. બાળકો તમે ત્રિમૂર્તિ શિવ જયંતી શબ્દ લખો છો પરંતુ આ સમયે ત્રણ મૂર્તિઓ તો નથી. તમે કહેશો શિવબાબા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચે છે તો બ્રહ્મા સાકાર માં જરુર જોઈએ ને? બાકી વિષ્ણુ અને શંકર આ સમયે ક્યાં છે, જે તમે ત્રિમૂર્તિ કહો છો. આ બહુ જ સમજવાની વાતો છે. ત્રિમૂર્તિ નો અર્થ જ બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના તે તો આ સમયે થાય છે. વિષ્ણુ દ્વારા સતયુગ માં પાલના થશે. વિનાશ નું કાર્ય અંત માં થવાનું છે. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ભારત નો એક જ છે. તે તો બધા આવે છે ધર્મ સ્થાપન કરવાં. દરેક જાણે છે આ ધર્મ સ્થાપન કર્યો અને એનું સવંત આ છે. ફલાણા સમયે, ફલાણો ધર્મ સ્થાપન કર્યો. ભારત ની કોઈને ખબર નથી. ગીતા જયંતી, શિવ જયંતી ક્યારે થઈ? કોઈને ખબર નથી. શ્રીકૃષ્ણ અને રાધા નાં આયુષ્ય માં ૨-૩ વર્ષ નો ફરક હશે. સતયુગ માં જરુર પહેલાં શ્રીકૃષ્ણએ જન્મ લીધો હશે પછી રાધાએ. પરંતુ સતયુગ ક્યારે હતો? આ કોઈને ખબર નથી. તમને પણ સમજવામાં ઘણાં વર્ષ લાગ્યાં છે, તો બે દિવસ માં કોઈ ક્યાં સુધી સમજશે? બાપ તો ખૂબ સહજ બતાવે છે, એ છે બેહદ નાં બાપ, જરુર એમની પાસે થી બધાને વારસો મળવો જોઈએ ને? ઓ ગોડ ફાધર કહી યાદ કરે છે. લક્ષ્મી-નારાયણ નાં મંદિર છે. એ સ્વર્ગ માં રાજ્ય કરતા હતાં પરંતુ એમને આ વારસો કોણે આપ્યો? જરુર સ્વર્ગ નાં રચયિતાએ આપ્યો હશે. પરંતુ ક્યારે કેવી રીતે આપ્યો? તે કોઈ નથી જાણતું. આપ બાળકો જાણો છો જ્યારે સતયુગ હતો બીજો કોઈ ધર્મ નહોતો. સતયુગ માં આપણે પવિત્ર હતાં, કળિયુગ માં આપણે પતિત છીએ. તો સંગમ પર જ્ઞાન આપ્યું હશે, સતયુગ માં નહીં. ત્યાં તો પ્રારબ્ધ છે. જરુર આગલા જન્મ માં જ્ઞાન લીધું હશે. તમે પણ હમણાં લઈ રહ્યાં છો. તમે જાણો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના બાપ જ કરશે. શ્રીકૃષ્ણ તો સતયુગ માં હતાં, એમને આ પ્રારબ્ધ ક્યાંથી મળી? લક્ષ્મી-નારાયણ જ રાધા-કૃષ્ણ હતાં, આ કોઈ નથી જાણતું. બાપ કહે છે જેમણે કલ્પ પહેલાં સમજ્યું હતું એ જ સમજશે. આ સેપલિંગ (કલમ) લાગે છે. મોસ્ટ સ્વીટેસ્ટ (સૌથી મીઠાં) ઝાડ ની કલમ લાગે છે. તમે જાણો છો આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ બાપે આવીને મનુષ્ય થી દેવતા બનાવ્યાં હતાં. હમણાં તમે ટ્રાન્સફર (બદલી) થઈ રહ્યાં છો. પહેલાં બ્રાહ્મણ બનવાનું છે. બાજોલી રમે છે તો ચોટલી જરુર આવશે. બરોબર આપણે હમણાં બ્રાહ્મણ બન્યાં છીએ. યજ્ઞ માં તો જરુર બ્રાહ્મણ જોઈએ. આ શિવ અથવા રુદ્ર નો યજ્ઞ છે. રુદ્ર જ્ઞાન-યજ્ઞ જ કહેવાય છે. શ્રીકૃષ્ણએ યજ્ઞ નથી રચ્યો. આ રુદ્ર જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થાય છે. આ શિવબાબા નો યજ્ઞ પતિતો ને પાવન બનાવવા માટે છે. રુદ્ર શિવબાબા નિરાકાર છે, તે યજ્ઞ કેવી રીતે રચે? જ્યાં સુધી મનુષ્ય તન માં ન આવે. મનુષ્ય જ યજ્ઞ રચે છે. સૂક્ષ્મ કે મૂળ વતન માં આ વાતો નથી હોતી. બાપ સમજાવે છે આ સંગમયુગ છે. જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો સતયુગ હતો. હમણાં ફરી તમે આ બની રહ્યાં છો. આ જીવન ની દોરી આત્માઓ ની પરમાત્મા સાથે છે. આ દોરી કેમ બાંધી છે? સદા સુખ નો વારસો મેળવવા માટે. તમે જાણો છો બેહદ નાં બાપ દ્વારા આપણે આ લક્ષ્મી-નારાયણ બનીએ છીએ. બાપે સમજાવ્યું છે તમે જ દેવી-દેવતા ધર્મ નાં હતાં. તમારું રાજ્ય હતું. પછી તમે પુનર્જન્મ લેતાં-લેતાં ક્ષત્રિય ધર્મ માં આવ્યાં. સૂર્યવંશી રાજાઈ ચાલી ગઈ પછી ચંદ્રવંશી આવ્યાં. તમને ખબર છે આપણે આ ચક્ર કેવી રીતે લગાવીએ છીએ. આટલાં-આટલાં જન્મ લીધાં. ભગવાનુવાચ - હે બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હું જાણું છું. હવે આ સમયે આ તન માં બે મૂર્તિ છે. બ્રહ્મા નો આત્મા અને શિવ પરમ-આત્મા. આ સમયે બે મૂર્તિ સાથે છે - બ્રહ્મા અને શિવ. શંકર તો ક્યારેય પાર્ટ માં આવતાં નથી. બાકી વિષ્ણુ સતયુગ માં છે. હવે તમે બ્રાહ્મણ સો દેવતા બનશો. હમ સો નો અર્થ હકીકત માં આ છે. એમણે કહી દીધું છે - આત્મા સો પરમાત્મા. પરમાત્મા સો આત્મા. કેટલો ફરક છે! રાવણ નાં આવવાથી જ રાવણ ની મત શરુ થઈ ગઈ. સતયુગ માં તો આ જ્ઞાન જ પ્રાય:લોપ થઈ જશે. આ બધું થવું, ડ્રામા માં નોંધ છે ને ત્યારે તો બાપ આવીને સ્થાપના કરે છે. હમણાં છે સંગમ. બાપ કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગ પર આવીને તમને મનુષ્ય થી દેવતા બનાવું છું. જ્ઞાન-યજ્ઞ રચુ છું. બાકી જે છે તે આ યજ્ઞ માં સ્વાહા થઈ જવાના છે. આ વિનાશ જ્વાળા આ યજ્ઞ થી પ્રજ્વલિત થવાની છે. પતિત દુનિયાનો તો વિનાશ થવાનો છે. નહીં તો પાવન દુનિયા કેવી રીતે બને? તમે કહો પણ છો હે પતિત-પાવન આવો તો પતિત દુનિયા પાવન દુનિયા સાથે રહેશે શું? પતિત દુનિયા નો વિનાશ થશે, આમાં તો ખુશ થવું જોઈએ. મહાભારત ની લડાઈ લાગી હતી, જેનાથી સ્વર્ગ નાં દ્વાર ખુલ્યાં. કહે છે આ એ જ મહાભારત લડાઈ છે. આ તો સારું છે, પતિત દુનિયા ખતમ થઈ જશે. શાંતિ માટે માથું મારવાની જરુર શું છે? તમને જે હમણાં ત્રીજું નેત્ર મળ્યું છે તે કોઈને નથી. આપ બાળકોએ ખુશ થવું જોઈએ - આપણે બેહદ નાં બાપ પાસે થી ફરીથી વારસો લઈ રહ્યાં છીએ. બાબા અમે અનેકવાર તમારી પાસે થી વારસો લીધો છે. રાવણે પછી શ્રાપ આપ્યો. આ વાતો યાદ કરવી સહજ છે. બાકી બધી દંત કથાઓ છે. તમને એટલાં સાહૂકાર બનાવ્યાં પછી ગરીબ કેમ બન્યાં? આ બધું ડ્રામા માં નોંધ છે. ગવાય પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ. ભક્તિ થી વૈરાગ ત્યારે થાય જ્યારે જ્ઞાન મળે. તમને જ્ઞાન મળ્યું ત્યારે ભક્તિ થી વૈરાગ થયો. આખી જૂની દુનિયા થી વૈરાગ. આ તો કબ્રિસ્તાન છે. ૮૪ જન્મ નું ચક્ર લગાવ્યું છે. હવે ઘરે જવાનું છે. મને યાદ કરો તો મારી પાસે ચાલ્યાં આવશો. વિકર્મ વિનાશ થઈ જશે બીજો કોઈ ઉપાય નથી. યોગ-અગ્નિ થી પાપ ભસ્મ થશે. ગંગા-સ્નાન થી નહીં થશે.

બાબા કહે છે માયાએ તમને ફુલ (મૂર્ખ) બનાવી દીધાં છે, એપ્રિલફુલ કહે છે ને? હવે હું તમને લક્ષ્મી-નારાયણ જેવાં બનાવવા આવ્યો છું. ચિત્ર તો ખૂબ સારા છે - આજે આપણે શું છીએ, કાલે આપણે શું હોઈશું? પરંતુ માયા ઓછી નથી. માયા દોરી બાંધવા દેતી નથી. ખેંચતાણ થાય છે. આપણે બાબા ને યાદ કરીએ છીએ પછી ખબર નહીં શું થાય છે? ભૂલી જઈએ છીએ. આમાં મહેનત છે એટલે ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. એમને વારસો કોણે આપ્યો, આ કોઈ સમજતું નથી. બાપ કહે છે બાળકો, હું તમને ફરી થી વારસો આપવા આવ્યો છું. આ તો બાપ નું કામ છે. આ સમયે બધા નર્કવાસી છે. તમે ખુશ થઈ રહ્યાં છો. અહીં કોઈ આવે છે સમજે છે તો ખુશી થાય છે, બરોબર ઠીક છે. ૮૪ જન્મો નો હિસાબ છે. બાપ પાસે થી વારસો લેવાનો છે. બાપ જાણે છે અડધોકલ્પ ભક્તિ કરીને તમે થાકી ગયા છો. મીઠાં બાળકો - બાપ તમારો બધો થાક દૂર કરશે. હવે ભક્તિ, અંધારો માર્ગ પૂરો થાય છે. ક્યાં આ દુઃખધામ, ક્યાં તે સુખધામ. હું દુઃખધામ ને સુખધામ બનાવવા કલ્પ નાં સંગમ પર આવું છું. બાપ નો પરિચય આપવાનો છે. બાપ બેહદ નો વારસો આપવા વાળા છે. એક ની જ મહિમા છે. શિવબાબા ન હોત તો તમને પાવન કોણ બનાવત? ડ્રામા માં બધી નોંધ છે. કલ્પ-કલ્પ તમે મને પોકારો છો હે પતિત-પાવન આવો. શિવ ની જયંતી છે. કહે છે બ્રહ્મા એ સ્વર્ગ ની સ્થાપના કરી, પછી શિવે શું કર્યુ જે શિવ જયંતી મનાવે છે. કાંઈ પણ સમજતા નથી. તમારી બુદ્ધિ માં જ્ઞાન એકદમ બેસી જવું જોઈએ. દોરી એક ની સાથે બાંધી છે તો પછી બીજા કોઈની સાથે ન બાંધો. નહીં તો નીચે પડશો. પારલૌકિક બાપ મોસ્ટ સિમ્પલ (સૌથી સરળ) છે. કોઈ ઠાઠ-બાઠ નથી. તે બાપ તો મોટરો માં, એરોપ્લેન માં ફરે છે. આ બેહદ નાં બાપ કહે છે હું પતિત દુનિયા, પતિત શરીર માં બાળકો ની સેવા માટે આવ્યો છું. તમે બોલાવ્યો છે હે અવિનાશી સર્જન આવો, આવીને અમને ઇન્જેક્શન લગાવો. ઇન્જેક્શન લાગી રહ્યું છે. બાપ કહે છે યોગ લગાવો તો તમારા પાપ ભસ્મ થશે. બાપ છે જ ૬૩ જન્મો નાં દુઃખહર્તા. ૨૧ જન્મો નાં સુખકર્તા. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની બુદ્ધિ ની રુહાની દોરી એક બાપ સાથે બાંધવાની છે. એક ની જ શ્રીમત પર ચાલવાનું છે.

2. આપણે મોસ્ટ સ્વીટેસ્ટ (સૌથી મીઠાં) ઝાડ ની કલમ લગાવી રહ્યાં છીએ એટલે પહેલાં સ્વયં ને ખૂબ-ખૂબ સ્વીટ બનાવવાનાં છે. યાદ ની યાત્રા માં તત્પર રહી વિકર્મ વિનાશ કરવાનાં છે.

વરદાન :-
મનન શક્તિ દ્વારા દરેક પોઈન્ટ નાં અનુભવી બનવા વાળા સદા શક્તિશાળી માયા પ્રૂફ , વિઘ્નપ્રુફ ભવ

જેવી રીતે શરીર ની શક્તિ માટે પાચન શક્તિ અથવા હજમ કરવાની શક્તિ આવશ્યક છે એવી રીતે આત્મા ને શક્તિશાળી બનાવવા માટે મનન શક્તિ જોઈએ. મનન શક્તિ દ્વારા અનુભવ સ્વરુપ થઈ જવું - આ જ સૌથી મોટા માં મોટી શક્તિ છે. એવાં અનુભવી ક્યારેય ધોખો ન ખાઈ શકે, સાંભળેલી-સંભળાવેલી વાતો માં વિચલિત નથી થતાં. અનુભવી સદા સંપન્ન રહે છે. તે સદા શક્તિશાળી, માયાપ્રૂફ-વિઘ્નપ્રુફ બની જાય છે.

સ્લોગન :-
ખુશી નો ખજાનો સદા સાથે રહે તો બાકી બધા ખજાના સ્વતઃ આવી જશે.

આ અવ્યક્ત ઇશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

સફળતા સંપન્ન બનવા માટે-સાધારણ કાર્ય માં રહેતાં પણ ફરિશ્તા ની ચાલ અને હાલ હોય. એવું ન કહો કે શું કરીએ વાત જ એવી હતી, કામ જ એવું હતું, સંજોગો એવાં હતાં, સમસ્યા એવી હતી એટલે સાધારણતા આવી ગઈ. કોઈ પણ સમયે, કોઈ હાલત માં પણ તમારું અલૌકિક સ્વરુપ દરેક ને અનુભવ થાય. જેવી વાત તેવું પોતાનું સ્વરુપ ન બનાવો. વાતો તમને બદલી ન દે ત્યારે બધાનાં સમીપ આવશો અને એકતા નું સંગઠન મજબૂત થશે.