24-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - વૈજયન્તી માળા માં આવવા માટે નિરંતર બાપ ને યાદ કરો , પોતાનો સમય વેસ્ટ ( વ્યર્થ ) ન કરો , ભણતર પર પુરે - પુરું ધ્યાન આપો”

પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકોને કઈ એક રિક્વેસ્ટ (વિનંતી) કરે છે?

ઉત્તર :-
મીઠાં બાળકો, બાપ રિક્વેસ્ટ કરે છે-સારી રીતે ભણતાં રહો. બાપ ની દાઢી ની લાજ રાખો. એવું કોઈ ગંદુ કામ ન કરો જેનાંથી બાપ નું નામ બદનામ થાય. સત્ બાપ, સત્ શિક્ષક, સત્ ગુરુ ની ક્યારેય નિંદા ન કરાવો. પ્રતિજ્ઞા કરો-જ્યાં સુધી ભણવાનું છે ત્યાં સુધી પવિત્ર જરુર રહીશું.

ગીત :-
તુમ્હેં પાકે હમને જહાં પા લિયા હૈ…

ઓમ શાંતિ!
આ કોણે કહ્યું કે તમને મેળવીને આખા જગત ની રાજાઈ મેળવીએ છીએ? હમણાં તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ છો તો બાળકો પણ છો. તમે જાણો છો બેહદ નાં બાપ આપણને બાળકો ને વિશ્વ નાં માલિક બનાવવા માટે આવ્યાં છે. એમની સામે આપણે બેઠાં છીએ અને આપણે રાજયોગ શીખી રહ્યાં છીએ અર્થાત્ વિશ્વ નાં ક્રાઉન (તાજ) પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનવા તમે અહીં ભણવા આવ્યાં છો અથવા ભણો છો. આ ગીત તો ભક્તિમાર્ગ નું ગવાયેલું છે. બુદ્ધિ થી બાળકો જાણે છે આપણે વિશ્વ નાં મહારાજા-મહારાણી બનીશું. બાપ છે જ્ઞાન નાં સાગર, સુપ્રીમ રુહાની શિક્ષક રુહો ને ભણાવે છે. આત્મા આ શરીર રુપી કર્મેન્દ્રિયો દ્વારા જાણે છે કે આપણે બાપ પાસે થી વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે પાઠશાળા માં બેઠાં છીએ. કેટલો નશો હોવો જોઈએ? પોતાનાં દિલ ને પૂછો - એટલો નશો આપણા (વિદ્યાર્થી) માં છે? આ કોઈ નવી વાત પણ નથી. આપણે કલ્પ-કલ્પ વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ અને પ્રિન્સેસ બનવા માટે બાપ ની પાસે આવ્યાં છીએ. જે બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે. બાપ પૂછે છે તો બધા કહે છે અમે તો સૂર્યવંશી ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેસ તથા લક્ષ્મી-નારાયણ બનીશું. પોતાનાં દિલ ને પૂછવું જોઈએ અમે એવો પુરુષાર્થ કરીએ છીએ? બેહદ નાં બાપ જે સ્વર્ગ નો વારસો આપવા આવ્યાં છે એ આપણા બાપ-શિક્ષક-ગુરુ પણ છે, તો જરુર વારસો પણ એટલો ઊંચા માં ઊંચો આપશે. જોવું જોઈએ આપણને એટલી ખુશી છે કે આપણે આજે ભણીએ છીએ, કાલે ક્રાઉન પ્રિન્સ બનીશું? કારણકે આ સંગમ છે ને? હમણાં આ પાર છો, એ પાર સ્વર્ગ માં જવાં માટે ભણો છો. ત્યાં તો સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપન્ન બનીને જ જશો. અમે એવાં લાયક બન્યાં છીએ-પોતાને પૂછવાનું હોય છે. એક નારદ ભગત ની વાત નથી. તમે બધા ભક્ત હતાં, હવે બાપ ભક્તિ થી છોડાવે છે. તમે જાણો છો આપણે બાપ નાં બાળક બન્યાં છીએ એમની પાસે થી વારસો લેવાં, વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ બનવા આવ્યાં છીએ. બાપ કહે છે ભલે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં રહો. વાનપ્રસ્થ અવસ્થા વાળાઓ ને ગૃહસ્થ વ્યવહાર માં નથી રહેવાનું હોતું અને કુમાર-કુમારીઓ પણ ગૃહસ્થ વ્યવહાર નથી. તેમની પણ સ્ટુડન્ટ લાઈફ છે. બ્રહ્મચર્ય માં જ ભણતર ભણે છે. હવે આ ભણતર છે ખૂબ ઊંચું, આમાં પવિત્ર બનવાનું છે હંમેશા માટે. તેઓ તો બ્રહ્મચર્ય માં ભણીને પછી વિકાર માં જાય છે. અહીં તમે બ્રહ્મચર્ય માં રહીને પૂરું ભણતર ભણો છો. બાપ કહે છે હું પવિત્રતા નો સાગર છું, તમને પણ બનાવું છું. તમે જાણો છો અડધોકલ્પ આપણે પવિત્ર રહેતાં હતાં. બરોબર બાપ સાથે પ્રતિજ્ઞા કરી હતી-બાબા અમે કેમ નહીં પવિત્ર બની અને પવિત્ર દુનિયાનાં માલિક બનીશું? કેટલાં મોટા બાપ છે, ભલે છે સાધારણ તન, પરંતુ આત્મા ને નશો ચઢે છે ને? બાપ આવ્યાં છે પવિત્ર બનાવવાં. કહે છે તમે વિકાર માં જતાં-જતાં વૈશ્યાલય માં આવીને પડ્યાં છો. તમે સતયુગ માં પવિત્ર હતાં, આ રાધા-કૃષ્ણ પવિત્ર પ્રિન્સ-પ્રિન્સેસ છે ને? રુદ્ર માળા પણ જુઓ, વિષ્ણુ ની માળા પણ જુઓ. રુદ્ર માળા પછી વિષ્ણુ ની માળા બનશે. વૈજયન્તી માળા માં આવવા માટે બાપ સમજાવે છે - પહેલાં તો નિરંતર બાપ ને યાદ કરો, પોતાનો સમય વેસ્ટ ન કરો. આ કોડીઓ પાછળ વાંદરા ન બનો. વાંદરા ચણા ખાય છે. હમણાં તમને બાપ રત્ન આપી રહ્યાં છે. પછી કોડીઓ અથવા ચણા ની પાછળ જશો તો શું હાલ થશે? રાવણ ની કેદ માં ચાલ્યાં જશો. બાપ આવીને રાવણ ની કેદ થી છોડાવે છે. કહે છે દેહ સહિત દેહ નાં બધા સંબંધો થી બુદ્ધિ નો ત્યાગ કરો. સ્વયં ને આત્મા નિશ્ચય કરો. બાપ કહે છે હું કલ્પ-કલ્પ ભારત માં જ આવું છું. ભારતવાસી બાળકો ને વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેસ બનાવું છું. કેટલું સહજ ભણાવે છે, એવું પણ નથી કહેતાં કોઈ ૪-૮ કલાક આવીને બેસો. ના, ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો. વિકાર માં જવા વાળા ને પતિત કહેવાય છે. દેવતાઓ પાવન છે એટલે તેમની મહિમા ગવાય છે. બાપ સમજાવે છે તે છે અલ્પકાળ ક્ષણભંગુર નું સુખ. સંન્યાસી ઠીક કહે છે કાગ વિષ્ટા સમાન સુખ છે. પરંતુ તેમને આ ખબર નથી કે દેવતાઓ ને કેટલું સુખ છે. નામ જ સુખધામ છે. આ છે દુઃખધામ. આ વાતો ની દુનિયામાં કોઈને પણ ખબર નથી. બાપ જ આવીને કલ્પ-કલ્પ સમજાવે છે, દેહી-અભિમાની બનાવે છે. સ્વયં ને આત્મા સમજો. તમે આત્મા છો, નહીં કે દેહ. દેહ નાં તમે માલિક છો, દેહ તમારો માલિક નથી. ૮૪ જન્મ લેતાં-લેતાં હવે તમે તમોપ્રધાન બની ગયાં છો. તમારો આત્મા અને શરીર બન્ને પતિત બન્યાં છે. દેહ-અભિમાની બનવાથી તમારા થી પાપ થયા છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. મારી સાથે પાછા ઘરે ચાલવાનું છે. આત્મા અને શરીર બન્ને ને શુદ્ધ બનાવવા માટે બાપ કહે છે મનમનાભવ. બાપે તમને રાવણ થી અડધોકલ્પ ફ્રીડમ (સ્વતંત્રતા) અપાવી હતી, હવે ફરી ફ્રીડમ અપાવી રહ્યાં છે. અડધોકલ્પ તમે ફ્રીડમ રાજ્ય કરો. ત્યાં ૫ વિકારો નું નામ નથી. હવે શ્રીમત પર ચાલી શ્રેષ્ઠ બનવાનું છે. પોતાને પૂછો-અમારા માં વિકાર ક્યાં સુધી છે? બાપ કહે છે એક તો મામેકમ્ યાદ કરો અને કોઈ લડાઈ-ઝઘડા પણ નથી કરવાનાં. નહીં તો તમે પવિત્ર કેવી રીતે બનશો? તમે અહીં આવ્યાં જ છો પુરુષાર્થ કરી માળા માં પરોવાવાં. નપાસ થશો તો પછી માળા માં પરોવાઈ નહીં શકો. કલ્પ-કલ્પ ની બાદશાહી ગુમાવી દેશો. પછી અંત માં ખૂબ પસ્તાવું પડશે. તે ભણતર માં પણ રજિસ્ટર રહે છે. લક્ષણ પણ જુએ છે. આ પણ ભણતર છે, સવારે ઉઠીને તમે જાતે જ આ ભણો. દિવસે તો કર્મ કરવાના જ છે. ફુરસદ નથી મળતી તો ભક્તિ પણ મનુષ્ય સવારે ઉઠીને કરે છે. આ તો છે જ્ઞાન માર્ગ. ભક્તિ માં પણ પૂજા કરતાં-કરતાં પછી બુદ્ધિ માં કોઈ ને કોઈ દેહધારી ની યાદ આવી જાય છે. અહીં પણ તમે બાપ ને યાદ કરો છો તો પછી ધંધો વગેરે યાદ આવી જાય છે. જેટલાં બાપ ની યાદ માં રહેશો એટલાં પાપ કપાતા જશે.

આપ બાળકો જ્યારે પુરુષાર્થ કરતાં-કરતાં બિલકુલ પવિત્ર બની જશો ત્યારે આ માળા બની જશે. પૂરો પુરુષાર્થ નથી કર્યો તો પ્રજા માં ચાલ્યાં જશો. સારી રીતે યોગ લગાવશો, ભણશો, પોતાનાં બેગ-બેગેજ ભવિષ્ય માટે ટ્રાન્સફર કરી દેશો તો રિટર્ન (વળતર) માં ભવિષ્ય માં મળી જશે. ઈશ્વર અર્થ આપો છો તો બીજા જન્મ માં તેનું રિટર્ન મળે છે ને? હવે બાપ કહે છે હું ડાયરેક્ટ (પ્રત્યક્ષ) આવું છું. હમણાં તમે જે કંઈ કરો છો તે પોતાનાં માટે. મનુષ્ય દાન-પુણ્ય કરે છે તે છે ઇનડાયરેક્ટ. આ સમયે તમે બાપ ને ખૂબ મદદ કરો છો. જાણો છો આ પૈસા તો બધા ખતમ થઈ જશે. એનાં કરતાં સારું કેમ નહીં બાપ ને મદદ કરીએ? બાપ રાજાઈ કેવી રીતે સ્થાપન કરશે? નથી કોઈ લશ્કર કે સેના વગેરે, નથી હથિયાર વગેરે. બધું છે ગુપ્ત. કન્યા ને દહેજ કોઈ-કોઈ ગુપ્ત આપે છે. પેટી બંધ કરી ચાવી હાથ માં આપી દે છે. કોઈ ખૂબ શો કરે છે, કોઈ ગુપ્ત આપે છે. બાપ પણ કહે છે તમે સજનીઓ છો, તમને હું વિશ્વ નાં માલિક બનાવવા આવ્યો છું. તમે ગુપ્ત મદદ કરો છો. આ આત્મા જાણે છે, બહાર નો ભપકો કાંઈ નથી. આ છે જ વિકારી પતિત દુનિયા. સૃષ્ટિ ની વૃદ્ધિ થવાની જ છે. આત્માઓ ને આવવાનું છે જરુર. જન્મ તો હજી વધારે થવાનાં છે. કહે પણ છે આ હિસાબ થી અનાજ પૂરું નહીં પડે. આ છે જ આસુરી બુદ્ધિ. આપ બાળકોને હવે ઈશ્વરીય બુદ્ધિ મળી છે. ભગવાન ભણાવે છે તો એમનો કેટલો રીગાર્ડ રાખવો જોઈએ? કેટલું ભણવું જોઈએ? ઘણાં બાળકો છે જેમને ભણવાનો શોખ નથી. આપ બાળકોને આ તો બુદ્ધિ માં રહેવું જોઈએ ને-આપણે બાબા દ્વારા ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેસ બની રહ્યાં છીએ. હવે બાપ કહે છે મારી મત પર ચાલો, બાપ ને યાદ કરો. ઘડી-ઘડી કહે છે અમે ભૂલી જઈએ છીએ. સ્ટુડન્ટ કહે અમે સબક (પાઠ) ભૂલી જઈએ છીએ, તો શિક્ષક શું કરશે? યાદ નહીં કરો તો વિકર્મ વિનાશ નહીં થશે. શું શિક્ષક બધા પર કૃપા અથવા આશીર્વાદ કરશે કે આ પાસ થઈ જાય? અહીં આ આશીર્વાદ કૃપા ની વાત નથી. બાપ કહે છે ભણો. ભલે ધંધો વગેરે કરો, પરંતુ ભણવું જરુરી છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનો, બીજાઓને પણ રસ્તો બતાવો. દિલ થી પૂછવું જોઈએ અમે બાપ ની ખિદમત (સેવા) માં કેટલાં છીએ? કેટલાં ને આપ સમાન બનાવીએ છીએ? ત્રિમૂર્તિ ચિત્ર તો સામે રાખ્યું છે. આ શિવબાબા છે, આ બ્રહ્મા છે. આ ભણતર થી આ બને છે. ફરી ૮૪ જન્મ પછી આ બનશે. શિવબાબા બ્રહ્મા તન માં પ્રવેશ કરી બ્રાહ્મણો ને આ બનાવી રહ્યાં છે. તમે બ્રાહ્મણ બન્યાં છો. હવે પોતાનાં દિલ ને પૂછો અમે પવિત્ર બન્યાં છીએ? દૈવીગુણ ધારણ કરીએ છીએ? જૂનાં દેહ ને ભૂલ્યા છીએ? આ જૂની જુત્તી છે ને? આત્મા પવિત્ર બની જશે તો જુત્તી પણ ફર્સ્ટ ક્લાસ મળશે. આ જૂનું વસ્ત્ર છોડી નવું વસ્ત્ર પહેરીશું, આ ચક્ર ફરતું રહે છે. આજે જૂની જુત્તી માં છીએ, કાલે આ દેવતા બનવા ઈચ્છીએ છીએ. બાપ દ્વારા ભવિષ્ય અડધાકલ્પ માટે વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ બનીએ છીએ. આપણી તે રાજાઈ ને કોઈ પણ છીનવી ન શકે. તો બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ ને? સ્વયં ને પૂછો અમે કેટલું યાદ કરીએ છીએ? કેટલાં સ્વદર્શન ચક્રધારી બનીએ અને બનાવીએ છીએ? જે કરશે તે મેળવશે. બાપ રોજ ભણાવે છે. બધાની પાસે મોરલી જાય છે. અચ્છા, ન પણ મળે, ૭ દિવસ નો કોર્સ તો મળી ગયો ને, બુદ્ધિ માં નોલેજ આવી ગઈ. શરુ માં તો ભઠ્ઠી બની પછી કોઈ પાક્કા, કોઈ કાચ્ચા નીકળી ગયા કારણકે માયા નાં તોફાન પણ તો આવે છે ને? ૬-૮ મહિના પવિત્ર બની પછી દેહ-અભિમાન માં આવીને પોતાનો ઘાત કરી લે છે. માયા બહુ જ દુશ્તર છે. અડધોકલ્પ માયા થી હાર ખાધી છે. હજી પણ હાર ખાશો તો પોતાનું પદ ગુમાવી દેશો. નંબરવાર પદ તો ઘણાં છે ને? કોઈ રાજા-રાણી, કોઈ વજીર, કોઈ પ્રજા, કોઈને હીરા-ઝવેરાતો નાં મહેલ. પ્રજા માં પણ કોઈ બહુ જ સાહૂકાર હોય છે. હીરા-ઝવેરાતો નાં મહેલ હોય છે, અહીં પણ જુઓ પ્રજા પાસે થી કર્જો લે છે ને? તો પ્રજા સાહૂકાર થઈ કે રાજા? અંધેર નગરી… આ હમણાં ની વાતો છે. હવે આપ બાળકોને આ નિશ્ચય રહેવો જોઈએ કે આપણે વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ બનવા માટે ભણીએ છીએ. અમે બેરિસ્ટર કે એન્જિનિયર બનીશું, આ ક્યારેક સ્કૂલ માં ભૂલી જવાય છે શું? ઘણાં તો ચાલતાં-ચાલતાં માયા નાં તોફાન લાગવા થી ભણતર પણ છોડી દે છે.

બાપ પોતાનાં બાળકો ને એક રિક્વેસ્ટ કરે છે - મીઠાં બાળકો, સારી રીતે ભણો તો સારું પદ મેળવશો. બાપ ની દાઢી ની લાજ રાખો. તમે એવું ગંદુ કામ કરશો તો નામ બદનામ કરી દેશો. સત્ બાપ, સત્ શિક્ષક, સત્ ગુરુ નિંદા કરાવવા વાળા ઊંચ પદ મેળવી નહીં શકશે. આ સમયે તમે હીરા જેવાં બનો છો તો કોડીઓ ની પાછળ થોડી પડવું જોઈએ. બાબા ને સાક્ષાત્કાર થયો અને ઝટ કોડીઓ ને છોડી દીધી. અરે, ૨૧ જન્મ માટે બાદશાહી મળે છે તો પછી આ શું કરીશ? બધું આપી દીધું. આપણે તો વિશ્વ ની બાદશાહી લઈ લઈએ છીએ. આ પણ જાણો છો વિનાશ થવાનો છે. હમણાં ન ભણ્યાં તો ટુ-લેટ થઈ જશે, પસ્તાવું પડશે. બાળકોને બધા સાક્ષાત્કાર થઈ જશે. બાપ કહે છે તમે બોલવો પણ છો કે હે પતિત-પાવન આવો. હમણાં હું પતિત દુનિયા માં તમારા માટે આવ્યો છું અને તમને કહું છું પાવન બનો. તમે પછી ઘડી-ઘડી ગંદકી માં પડો છો. હું તો કાળો નો કાળ છું. બધાને લઈ જઈશ. સ્વર્ગ માં જવા માટે બાપ આવીને રસ્તો બતાવે છે. નોલેજ આપે છે કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? આ છે બેહદ ની નોલેજ. જેમણે કલ્પ પહેલાં ભણ્યું છે એ જ આવીને ભણશે, તે પણ સાક્ષાત્કાર થતા રહે છે. નિશ્ચય થઈ જાય કે બેહદ નાં બાપ આવ્યાં છે, જે ભગવાન ને મળવા માટે આટલી ભક્તિ કરી તે અહીં આવીને ભણાવી રહ્યાં છે. એવાં ભગવાન બાપ સાથે આપણે મુલાકાત તો કરીએ! કેટલાં ઉલ્લાસ ખુશી થી ભાગીને આવીને મળે, જો પાક્કો નિશ્ચય હોય તો. ઠગી ની વાત નથી. એવાં પણ ઘણાં છે પવિત્ર બનતા નથી, ભણતા નથી, બસ, ચાલો બાબા ની પાસે. એમ જ હરવા-ફરવા પણ આવી જાય છે. બાપ બાળકો ને સમજાવે છે - આપ બાળકોએ ગુપ્ત પોતાની રાજધાની સ્થાપન કરવાની છે. પવિત્ર બનશો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. આ રાજયોગ બાપ જ શીખવાડે છે. બાકી તેઓ તો છે હઠયોગી. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. આ નશો રાખો-આપણે બેહદ નાં બાપ પાસે થી વિશ્વ નાં ક્રાઉન પ્રિન્સ બનવા આવ્યાં છીએ તો શ્રીમત પર ચાલવું જોઈએ. માયા એવી છે જે બુદ્ધિ નો યોગ તોડી દે છે. બાપ સમર્થ છે, તો માયા પણ સમર્થ છે. અડધો કલ્પ છે રામ નું રાજ્ય, અડધો કલ્પ છે રાવણ નું રાજ્ય. આ પણ કોઈ નથી જાણતાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા નશો રહે કે આપણે આજે ભણીએ છીએ કાલે ક્રાઉન પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું. પોતાનાં દિલ ને પૂછવાનું છે-અમે એવો પુરુષાર્થ કરીએ છીએ? બાપ નો એટલો રીગાર્ડ છે? ભણવાનો શોખ છે?

2. બાપ નાં કર્તવ્ય માં ગુપ્ત મદદગાર બનવાનું છે. ભવિષ્ય માટે પોતાનાં બેગ-બેગેજ ટ્રાન્સફર કરી દેવાનાં છે. કોડીઓ ની પાછળ સમય ન ગુમાવી હીરા જેવાં બનવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
મન - બુદ્ધિ ને મનમત થી ફ્રી કરી સૂક્ષ્મવતન નો અનુભવ કરવા વાળા ડબલ લાઈટ ભવ

ફક્ત સંકલ્પ શક્તિ અર્થાત્ મન અને બુદ્ધિ ને સદા મનમત થી ખાલી રાખો તો અહીં રહેતાં પણ વતન નાં બધા સીન-સીનરીઓ એવાં સ્પષ્ટ અનુભવ કરશો જાણે દુનિયાનાં કોઈ પણ સીન સ્પષ્ટ દેખાય છે. આ અનુભૂતિ માટે કોઈ પણ બોજ પોતાની ઉપર ન રાખો, બધો બોજ બાપ ને આપીને ડબલ લાઈટ બનો. મન-બુદ્ધિ થી સદા શુદ્ધ સંકલ્પ નું ભોજન કરો. ક્યારેય પણ વ્યર્થ સંકલ્પ અથવા વિકલ્પ નું અશુદ્ધ ભોજન ન કરો તો બોજ થી હલકા થઈને ઊંચી સ્થિતિ નો અનુભવ કરી શકશો.

સ્લોગન :-
વ્યર્થ ને ફુલ સ્ટોપ આપો અને શુભ ભાવના નો સ્ટોક ફુલ કરો.

અવ્યક્ત ઇશારા - “ કંબાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જો ચાલતાં-ચાલતાં ક્યારેક અસફળતા અથવા મુશ્કેલી નો અનુભવ થાય છે તો એનું કારણ ફક્ત ખિદ્દમતગાર બની જાઓ છો. ખુદાઈ ખિદ્દમતગાર નથી થતાં. ખુદા ને ખિદ્દમત થી અલગ ન કરો. જ્યારે નામ છે ખુદાઈ ખિદ્દમતગાર, તો કંબાઇન્ડ ને અલગ કેમ કરો છો? સદા પોતાનું આ નામ યાદ રાખો તો સેવા માં સ્વત: જ ખુદાઈ જાદુ ભરાઈ જશે.