24-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  28.02.2010    બાપદાદા મધુબન


“ દેહભાન નાં મેં - મેં ( હું - હું ) ની હોળી બાળીને પરમાત્મ - સંગ નાં રંગ ની હોળી મનાવો”
 


આજે હોલીએસ્ટ બાપ પોતાનાં હોલી બાળકો સાથે હોળી મનાવવા આવ્યા છે. ચારેય તરફ નાં બાળકો દૂર દૂરથી સ્નેહમાં દિલ માં સમાઈ રહ્યા છે. બાપદાદા ચારેય તરફનાં બાળકોનાં મસ્તક માં ભાગ્યનો સિતારો ચમકતો જોઈ રહ્યા છે. આટલું મોટું ભાગ્ય આખાં કલ્પ માં બીજા કોઈનું પણ નથી હોતું. આ સંગમયુગ નાં પ્રાપ્તિ નાં આધાર થી આપ બાળકો જ એટલાં શ્રેષ્ઠ પવિત્ર બનો છો જે ભવિષ્ય માં તમે ડબલ પવિત્ર બનો છો. આત્મા પણ પવિત્ર અને શરીર પણ પવિત્ર. આખાં કલ્પ નું ચક્ર લગાવીને જુઓ કોઈ ધર્માત્મા પણ ડબલ પવિત્ર નથી બન્યા. તમે બાળકો ડબલ પવિત્ર પણ બનો છો અને ડબલ પવિત્રતા ની નિશાની ડબલ તાજધારી બનો છો.

આજે હોળી બધા મનાવે છે પરંતુ તમે આ સમયે જે ડબલ હોળી અર્થાત્ પવિત્ર બનો છો એની યાદગાર ઉત્સવ નાં રુપમાં હોળી મનાવે છે. તમારા જ દરેક કદમ-કદમ નું, જીવન નું મહત્વ ઉત્સવ નાં રુપમાં મનાવે છે. તમે આ સંગમ પર દરેક દિવસ, દરેક કદમ ઉમંગ અને ઉત્સાહ માં રહો છો તો તમારા ઉમંગ-ઉત્સાહ ની યાદગાર આ ઉત્સવ નાં રુપમાં મનાવે છે. કેમ ઉમંગ-ઉત્સાહ રહેતો? કારણકે આપ પરમાત્મા નાં સંગ નાં રંગ ની હોળી મનાવો છો. તો તમારાં દરેક કદમ ઉત્સવ નાં રુપમાં મનાવે છે. હવે હોળી માં પહેલાં બાળે છે પછી મનાવે છે. તમે પણ સંગમ પર હમણાં પોતાનાં જૂનાં સંસ્કાર-સ્વભાવ ને યોગ-અગ્નિ માં બાળો છો કારણકે પોતાનાં જૂનાં સંસ્કાર ને બાળ્યા વગર પરમાત્મ-સંગ નો રંગ લાગી નથી શકતો, પરમાત્મ-મિલન થઈ નથી શકતું. તો તમે યોગ-અગ્નિ માં સંસ્કારો ને બાળ્યા પછી પરમાત્મ-સંગ નાં રંગ માં રંગાયા. તો આજકાલ બાળે પણ છે અને રંગ પણ લગાવે છે પરંતુ તમારા આધ્યાત્મિક રુપ નું સ્થૂળ રુપ આપી દીધું છે. તે સ્થૂળ આગ લગાવે, સ્થૂળ રંગ લગાવે કારણકે હમણાં બોડીકોન્શિયસ (દેહભાન) વૃત્તિ છે. તમે હોલી (પવિત્ર) બનો છો તે હોળી મનાવે છે. આખાં કલ્પ માં કોઈ પણ આધ્યાત્મિક હોળી મનાવી ને ડબલ હોલી નથી બન્યાં. તો તમે બધા જે પણ જ્યાંથી આવ્યા છો તો પરમાત્મ-સંગ ની હોળી માં આવ્યા છો. પરમાત્મ-સંગ ની હોળી મનાવવા આવ્યા છે. તમે હોળી માટે કહો છો કે હોલી અર્થાત્ જે વાત થઈ ચૂકી તે હો-લી. તો ડ્રામા અનુસાર જે થઈ ચૂક્યું એને કહો છો હો-લી, (બીતી સો બીતી) વીત્યુ તે વીત્યું. કોઈ પણ વ્યર્થ વાત ચિત્ત પર નહીં લાવતા, થઈ ગયું, એવી હોળી મનાવતા રહો છો ને? તમે બધાએ હોળી અર્થાત્ પવિત્ર બનવાનો પૂર્ણ પુરુષાર્થ કરી પવિત્રતા ને ધારણ કરી છે ત્યારે ભવિષ્ય માં તમને ડબલ પવિત્રતા ની નિશાની ડબલ તાજ દેખાડે છે.

આજ નાં દિવસે તમે દરેક બાળક શું બાળીને જશો? બાપદાદાએ જોયું કે જન્મદિવસ પર જે બાપે હોમવર્ક આપ્યું હતું - ક્રોધ ને જન્મદિન પર જન્મદિન ની ગિફ્ટ આપી દો. તો એનું રિઝલ્ટ બાપદાદા ની પાસે કોઈક બાળકોનું આજે પોહચ્યું છે. બાપદાદાએ જોયું કે ક્યાં-ક્યાં બાળકોએ અટેન્શન આપ્યું છે. તમે બધાએ પણ પોતાનું રિઝલ્ટ કાઢ્યું હશે તો જે પણ આજે બેઠાં છે, એમણે પોતાનું રીઝલ્ટ કાઢ્યું, જેમણે પોતાનાં રિઝલ્ટ માં કંટ્રોલ કર્યો અને સફળતા નો અનુભવ કર્યો તે હાથ ઉઠાવો. સફળતા ને પ્રાપ્ત કરી! મોટો હાથ ઉઠાવો. ટીચર્સ હાથ ઉઠાવો, ફોરેનર્સ, હાથ ઉઠાવો. (બધાએ ઉઠાવ્યો) અચ્છા. મુબારક છે. આનાંથી તમે બધાએ તમારામાં હિંમત રાખી અને હિંમત નું ફળ પ્રાપ્ત થઈ શકે છે, આ અનુભવ કર્યો. તો શું જો આ અનુભવ ને આગળ પણ લક્ષ રાખીને વારંવાર ચેકિંગ કરતા વધારે આગળ વધવા ઈચ્છો તો સમજો છો કે સંભવ છે? સંભવ છે? આગળ થઈ શકે છે? તે હાથ ઉઠાવો ? અચ્છા. થઈ શકે છે? ટીચર્સ, થઈ શકે છે? પાંડવો, થઈ શકે છે? અચ્છા. સંભવ થઈ શકે છે, નહીં, થવાનું જ છે એની તાળી વગાડો. અચ્છા. હમણાં તો વધારે દિવસ નથી થયા પરંતુ હવે દરેક ત્રણ મહિના પછી આજ થી ત્રણ મહિના અટેન્શન રાખી ક્રોધ નું ટેન્શન ખલાસ કરી શકો છો? કરી શકો છો? તે હાથ ઉઠાવો. અચ્છા. આ તો ખુશખબર બહુ જ સારાં છે, કેમ? ક્રોધ નું કારણ શું હોય છે? ક્રોધનું બીજ શું હોય છે? તમે સદા પોતાના ભવિષ્ય સ્વરુપ સામે રાખો, પોતાનું ભવિષ્ય સ્વરુપ કેટલું સજ્યો-સજેલો હર્ષિત ચહેરો છે અને બાપદાદા ને જુઓ એમાં પણ બ્રહ્મા બાપ ને સામે લાવો, કેમ? શિવ બાપ તો છે જ નિરાકાર પરંતુ બ્રહ્મા બાપ તમારા સદૃશ્ય (જેમ) સાકાર રુપધારી, તમારા સદૃશ્ય જવાબદારી નાં તાજધારી તો પણ સદા હર્ષિત રહ્યા, ખુશનુમઃ ચહેરો, કારણ કે આ વિકારો પર વિજય પ્રાપ્ત કરી, શરીર હોવા સાથે કાર્ય કરતાં તમારા આગળ એક્ઝામ્પલ રહ્યા. બ્રહ્મા બાપ થી વધારે તમારી જવાબદારી છે? બ્રહ્મા બાપ ની જવાબદારી નાં આગળ તમારી જવાબદારી તો કંઈ પણ નથી. અને લાસ્ટ સુધી જોયું કર્માતીત વાયબ્રેશન માં અવ્યક્ત ફરિશ્તા બની ગયા. તો હવે બાપદાદા ને આપેલી સૌગાત પણ પાછી તો નહીં લેશો ને! બાપદાદા સમજે છે કે કારોબાર માં આવો છો તો ક્યાંક‐ક્યાંક એવાં સરકમસ્ટાન્શ (પરિસ્થિતિ) બને છે, ઘણાએ રિઝલ્ટ માં લખ્યું કે તેજ અવાજ થઈ જાય છે. મૂડ માં થોડી તેજી આવી જાય છે. પરંતુ જ્યારે એવી વાતો સામે આવે છે ત્યારે જ તો વિજયી બનવાનો ચાન્સ છે. વાતો નું કામ છે આવવું પરંતુ તમને નોલેજ છે વાતો થી પાર થઈ વિજયી બનવું. તો પસંદ છે? ક્રોધ ને વિદાય આપશો, સદા ને માટે કે ત્રણ મહિના માટે? કેટલાં સમયની હિંમત છે? જે સમજે છે સદા માટે ક્રોધજીત બનવું મુશ્કેલ નથી, થવાનું જ છે તે હાથ ઉઠાવો. થવાનું જ છે. અચ્છા. બાપદાદા ખુશ છે કેમ? તમારા લાસ્ટ જન્મ માં પણ તમારી મહિમા શું ગાય છે? તમારા દેવતા રુપ ની આગળ તમારી મહિમા સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી આ ગાય છે. તો તમારો આ બનવાનો પાર્ટ હમણાં સંગમયુગ નું જ ગાયન છે.

બાપદાદા નાં દિલ ની વિશેષ આશા છે બતાવે? ગરદન હલાવો, બતાવે? બાપદાદા હમણાં થી, હમણાં થી દરેક બાળક ને સદા ખિલેલા ગુલાબ નાં પુષ્પ જોવા ઇચ્છે છે. ખુશનસીબ, ખુશનુમા. વાતો નું કામ છે આવવું, આ પણ સમજી લો. વાતો આવશે પરંતુ તમારું લક્ષ લક્ષણ માં લાવવાનું છે. ગભરાતા નહીં. તો જેવી રીતે હમણાં કહે છે કે બ્રહ્માકુમારીઓ પવિત્રતા નો બહુજ પાઠ ભણાવે છે, એવી રીતે પ્રસિદ્ધ છો કે બ્રહ્માકુમારીઓ ક્રોધમુક્ત બનાવે છે કારણકે ક્રોધ થી મુક્ત થવાં બધા ઇચ્છે છે. તણાવ થાય છે ને! તો તણાવ થાય છે એટલે બધા જ ઇચ્છે છે પરંતુ એમને વિધિ નથી આવડતી. જેવી રીતે પવિત્ર બનવું અસંભવ સમજતા હતા પરંતુ હમણાં તમારા બધાનાં અનુભવ નાં આધાર થી સમજે છે કે થઈ શકે છે. એવી હમણાં આ વર્ષે આ લહેર ફેલાવો કે ક્રોધજીત બનવું થઈ શકે છે, કોઈ મુશ્કેલ નથી. એવાં એક્ઝામ્પલ નાં અનુભવ પ્રેક્ટિકલ માં સ્ટેજ પર લાવો. બાપદાદાએ જોયું છે કે બહુજ બાળકો કાર્ય કરતા પણ ક્રોધજીત બને છે. એવા દૃષ્ટાંત તમારા પરિવાર માં, બ્રાહ્મણ પરિવાર માં બને છે. તો આ વર્ષે શું કરશો? હોળી મનાવવા આવ્યા છો ને! તો હોળી માં શું કરો છો? કંઈક બાળો છો ને! તો આજ ની હોળી માં તમે શું બાળશો? ક્રોધ નું તો કરી લીધું, આને પાક્કું કરશો! પરંતુ બાપદાદાએ જોયું કે તણાવ માં આવવાનાં કારણે દેહ અભિમાન નો ‘હું’ શબ્દ છે. દેહભાન નો ‘હું’ એક છે હું આત્મા છું - આ ‘હું’ છું પરંતુ દેહભાન નો ‘હું’ શબ્દ અભિમાન નો પણ હોય, અપમાન નો પણ હોય અને દિલશિકસ્ત નો પણ ‘હું-હું’ નીચે પાડે છે. તો આજે ક્રોધ જીત માં આગળ વધવા માટે બોડી કોન્શિયસ નો ‘હું’ એને યોગ-અગ્નિ માં બાળો. અનેક ‘હું-હું’ ને બાળો અને એક હું આત્મા છું, આ ‘હું’ શબ્દ ને પાક્કો કરો અને બાકી ‘હું’ આજે યોગ-અગ્નિ માં બાળીને જાઓ. અનેક ‘હું’ છે ને? તો આજે બાળવાની હોળી મનાવશો કારણકે ક્રોધ નું કારણ તણાવ બહુજ હોય છે. તો આ ‘હું’, ને સમાપ્ત કરવા માટે આજે પોતાની અંદર સંકલ્પ લો. બાળવાનું છે કારણકે આ પણ તો બોજ છે ને. તો ટ્રેન માં જાઓ, પ્લેન માં જાઓ તો આ બોજ અહીં બાળીને જાઓ. બાળી શકો છો? જે સમજે છે કે હિંમતે બચ્ચે મદદે બાપ સાથે છે જ, તો વિજય પણ સાથે છે, જે આ વિચારે છે કે મારે વિજયી બનવું જ છે, તે હાથ ઉઠાવો. બનવું છે જ અચ્છા. જે આજે વી.આઈ. પી. આવ્યા છે, તે હાથ ઉઠાવી રહ્યા છે, જે વી.આઈ.પી. આવ્યા છે ઉઠો, ઉભા થઈ જાઓ. હાથ ઉઠાવી રહ્યા છે. તાળી તો વગાડો. વિજયી બનશો? જુઓ. જે પણ વિજયી બનશે, એ એક-એક ને માળા પહેરાવી રહ્યા છે. મુબારક છે, મુબારક છે. અચ્છા. હવે જે પણ વી.આય.પી. આવ્યા છે, બધા હિંમત વાળા છે એટલે બાપદાદા વરદાન આપી રહ્યા છે. આ સમયે તમે જે પણ એક જન્મ નાં માટે કોઈ પણ કાર્ય માં વી.આય.પી. બન્યા છો પરંતુ બાપદાદા તમને હિંમત વાળા બાળકો ને, હવે વી.આય.પી. નહીં કહેશે બાળકો કહેશે. બાપદાદા આ વરદાન આપે છે, ગેરંટી આપે છે કે તમે બધા ૨૧ જન્મ વી.આય.પી. બનશો. આ ઇલેક્શન, સિલેક્શન નહીં ચાલશે. તો બધા ફક્ત એક વાત છોડતા નહીં, જેવી રીતે હમણાં સંબંધ-સંપર્ક માં આવ્યા છો એવી રીતે આ બ્રાહ્મણ-પરિવાર નાં કનેક્શન ને છોડતા નહીં. જેટલું કનેક્શન રાખશો એટલું રિલેશન પાક્કું થશે અને બાપ નાં વરદાન પ્રાપ્ત કરી લેશો. તો મંજૂર છે? કનેક્શન રાખવું મંજૂર છે? હાથ ઉઠાવો. અચ્છા. (બાપદાદાએ ફૂલોની માળા ઉઠાવીને આગળ વધારી) આ માળા તમે બધા પહેરજો.

તમે બધા નવાં બાળકો અથવા રીયલ ગોલ્ડ બાળકો સદા બાપ નાં આજ્ઞાકારી છો ને! તો આજે આ ‘હું’ ને બાળીને જાઓ. જે પહેલી વાર આવ્યા છે તે ઉઠો. અચ્છા. બાપદાદા પહેલી વાર આવવા વાળા બાળકોને પહેલી વાર આવવાની પદમગુણા મુબારક આપી રહ્યા છે. પરંતુ જેવી રીતે હમણાં પહેલી વાર આવ્યા છો એવી રીતે જ પહેલો નંબર, ફર્સ્ટ ડિવિઝન માં આવવું, પહેલાં નંબર માં તો ફિક્સ છે પરંતુ ફર્સ્ટ ડિવિઝન માં આવશો, આ હિંમત છે? હાથ ઉઠાવો જેનામાં હિંમત છે. જુઓ, વિચારીને ઉઠાવો. અચ્છા. તો લક્ષ રાખો કે અમે લાસ્ટ આવ્યા છીએ પરંતુ ફાસ્ટ જઈશું કારણકે સમય નો કોઈ ભરોસો નથી. હમણાં જે કરવાનું છે તે તીવ્ર પુરુષાર્થી બની કરી લો કારણકે બહુજ સમય નો પુરુષાર્થ તમારે બધાએ થોડા સમય માં પૂરો કરવો પડશે. તો હિંમત છે? છે હિંમત? હાથ ઉઠાવો. જુઓ તમારો ફોટો નીકળી રહ્યો છે. બાપદાદા એવી રીતે હિંમતવાળા ને મુબારક આપે છે કે હિંમત તમારી મદદ બાપ ની. પરંતુ હિંમત નહીં હારતાં. પોતાનાં ભાગ્ય નો સિતારો સદા ચમકાવતા રહેજો કારણકે આ જન્મ નો તીવ્ર પુરુષાર્થ, પુરુષાર્થ નહીં તીવ્ર પુરુષાર્થ અનેક જન્મો નું ભાગ્ય બનાવવા વાળો છે એટલે હિંમત ક્યારેય નહીં હારતાં. વાતો આવશે પરંતુ વાત મહાવીર નથી, તમે સર્વશક્તિવાન નાં બાળકો છો, તમારી આગળ વાત શું છે! વાત આવે છે અને ચાલી જાય છે. જે ચાલી જવા વાળી છે એની પાછળ પોતાની તકદીર નહીં ગુમાવો. સારું, બેસો. તો બધાને બાપદાદા સ્નેહ થી મુબારક આપી રહ્યા છે, કઈ વાત ની? હિંમત રાખી છે અને બાપદાદા દરેક બાળકો નાં હિંમત નાં સંકલ્પ પર ખુશ છે. તો હોળી મનાવી? બાળવાની હોળી તો મનાવી અને પરમાત્મ-સંગ નાં રંગ ની હોળી પણ મનાવી. બાળી (પ્રગટાવી) પણ મનાવી પણ.

હમણાં બાપદાદા બધા બાળકોને એક ડ્રિલ કરાવવા ઈચ્છે છે કારણકે ચારેય તરફની પરિસ્થિતિઓ છે, ક્યાંક કોઈ પરિસ્થિતિ છે, ક્યાંક કોઈ પરિસ્થિતિ છે, એવી ચારેય તરફની પરિસ્થિતિઓની વચ્ચે તમે એક સેકન્ડ માં એકાગ્ર થઈ શકો છો? એવી પ્રેક્ટિસ સ્વયં માં અનુભવ કરો છો? અથવા સમજો જે સમયે તમને કારણે અકારણે કોઈ વાત નાં પ્રત્યે વ્યર્થ સંકલ્પ નાં તોફાન આવી ગયા છે, એવાં સમય પર તમે પોતાનાં મન-બુદ્ધિ ને એકાગ્ર કરી શકો છો? આ એકાગ્રતા ની શક્તિ ની ડ્રિલ સમય પર કરીને જોઈ છે? જો એવા સમય પર એક સેકન્ડ માં એકાગ્રતા ની શક્તિ કાર્ય માં નથી આવતી તો આગળ ચાલીને એવી પરિસ્થિતિ વારંવાર આવશે. તો આજે બાપદાદા સેકન્ડ માં ફુલસ્ટોપ અર્થાત્ એકાગ્ર સ્થિતિ નો અભ્યાસ કરી અટેન્શન ખેંચાવવા ઈચ્છે છે કારણકે પ્રકૃતિએ પોતાનાં ભિન્ન-ભિન્ન રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. ચારેય તરફ શું-શું થઈ રહ્યું છે, તે તમે બધા વધારે જાણો છો. તો એવી મન-બુદ્ધિને ભટકાવવા વાળી વાતો આવવાની જ છે, તો હવે આ પ્રેક્ટિસ કરો કે મન ને, બુદ્ધિ ને તમે એક સેકન્ડ માં પરમધામ માં ટકાવી શકો છો! હવે પોતાને ફરિશ્તા સ્વરુપ માં ટકાવો. હવે પોતાને હું બ્રાહ્મણ માસ્ટર સર્વશક્તિવાન સ્થિતિ માં છું, આ માસ્ટર સર્વશક્તિવાન સ્થિતિ માં સ્થિત થઈ જાઓ. (બાપદાદાએ ડ્રિલ કરાવી) આવી પ્રેક્ટિસ આખાં દિવસ માં જ્યારે પણ સમય મળે વારંવાર મન ને એકાગ્ર કરીને જુઓ. જે ઈચ્છો, જ્યાં ઈચ્છો ત્યાં મન એકાગ્ર થાય. પુરુષાર્થ એક મિનિટ લાગે, એક સેકન્ડ માં ફુલ સ્ટોપ કારણકે એવો સમય હલચલ નો હમણાં તૈયારી કરી રહ્યો છે એટલે માઈન્ડ કંટ્રોલ - મન મારું છે, હું મન નથી, મારું મન છે તો મારા નાં ઉપર ‘હું’ નો કંટ્રોલ છે? આ ડ્રિલ બહુ જ આવશ્યક છે.

બધા જે પણ આવ્યા છે, બાપદાદાને એક-એક બાળકો પ્રિય છે. કેમ? કેવા પણ છે પરંતુ બાપદાદા દરેક બાળકોને કોટો માં કોઈ આત્મા જુએ છે. ભલે પુરુષાર્થ માં કમજોર છે પરંતુ બાપ નાં પ્રિય બન્યા છે. દિલ થી કહે છે મારા બાબા એટલે બાપ નાં પણ અતિ પ્રિય છે. ફક્ત બાપદાદા એક વાત ફરીથી યાદ અપાવી રહ્યા છે કે પોતાનો ચહેરો સદા ખુશનુમાઃ, ખુશી માં ચમકતો રહે. વાતો ચાલી જાય પરંતુ ખુશી ન જાય. સંગમયુગ ની ખુશી પરમાત્મ-ગિફ્ટ છે. તો હોળી અર્થાત્ કોઈ એવી વાતો આવે તો યાદ કરવું કે હોળી મનાવીને આવ્યા છીએ, જે હો-લી વાત ને હો-લી (જે થઇ ગયું તે થઇ ગયું), ખુશી ન જાય. પરમાત્મ-સૌગાત, ખજાનો ખુશી છે.

બાપદાદા સદા કહે છે કે આ સ્લોગન સદા યાદ રહે - ખુશ રહેવાનું છે અને ખુશી વહેંચવાની છે. જેટલી વહેંચશો એટલી વધશે અને ખુશનુમા: ચહેરો ચાલતા-ફરતા ઓટોમેટિક સેવા કરતા રહેશો. જે પણ જોશે તે આ જ વિચારશે શું મળ્યું છે! તો આજે હોળી ની દિલખુશ મીઠાઈ છે ખુશી. બધાએ ખાધી? સદા ખાતા રહેજો. આમાં કોઈ બીમારી નહીં થશે. અચ્છા.

બાપદાદા ફરીથી ઈશારો આપી રહ્યા છે કે સ્વ પુરુષાર્થ, સ્વ પુરુષાર્થ થી સ્વ ઉન્નતિ અને સેવા ની ઉન્નતી બંને તરફ અટેન્શન આપતા રહો, આગળ વધતાં રહો અને સદા ઉડતાં રહો, ઉડાવતાં રહો, અચ્છા.

ચારેય તરફ નાં બાપદાદા નાં સ્નેહ માં સમાયેલા યાદ અને સેવા માં આગળ થી આગળ વધવા અને વધારવા વાળા, અમૃતવેલા સૌથી સારું પાવરફુલ બનાવવા વાળા અને મન્સા સેવા દ્વારા રહેમદિલ, દયાળુ, કૃપાળુ બની આત્માઓ ને કંઈ ન કંઈ અંચલી આપવા વાળા, પોતાની આ વિધિ ને આગળ વધારતા ચાલો. બાપદાદા જુએ છે કે દરેક બાળક ઉમંગ-ઉત્સાહ માં રહે છે પરંતુ હમણાં એડિશન શું કરો? સદા શબ્દ એડિશન કરો. ક્યારેક-ક્યારેક શબ્દ ડિક્ષનરી થી કાઢી નાંખો. તો ચારેય તરફ નાં બાળકોએ હોળી પણ મનાવી, બાળી પણ અને સંગ નો રંગ પણ લગાવ્યો. બીતી સો બીતી (વીતી ગયું તે વીતી ગયું) ની હોળી પણ મનાવી, એટલે બાપદાદા ચારેય તરફ નાં બાળકો ને સન્મુખ દિલ માં જોઈ રહ્યા છે. બાપદાદા નાં પદમ પદમગુણા યાદપ્યાર અને નમસ્તે.

વરદાન :-
સદા ફરમાન નાં તિલક ને ધારણ કરી ફર્સ્ટ પ્રાઇઝ લેવા વાળા ફરમાનવરદાર ભવ

જે બાળકો નાં મસ્તક પર ફરમાનબરદારી ની સ્મૃતિ નું તિલક લાગેલું છે, એક સંકલ્પ પણ ફરમાન નાં વગર નથી કરતા એમને ફર્સ્ટ પ્રાઇઝ પ્રાપ્ત થાય છે. જેવી રીતે સીતા ને લકીર ની અંદર બેસવાનું ફરમાન હતું, એવી રીતે દરેક કદમ ઉઠાવતા, દરેક સંકલ્પ કરતા બાપ નાં ફરમાન ની લકીર ની અંદર રહો તો સદા સેફ રહેશો. કોઈ પણ પ્રકાર નાં રાવણ નાં સંસ્કાર વાર (હુમલો) નહીં કરશે અને સમય પણ વ્યર્થ નહીં જશે.

સ્લોગન :-
કોઈ થી પણ લગાવ છે તે લગાવ પુરુષાર્થ માં અલબેલા અવશ્ય બનાવશે.

અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સદા એક ની યાદ માં રહીને એકરસ અવસ્થા બનાવો તો વન-વન અને વન માં આવી જશો. બહાર રહેવા છતાં પણ આ જ પાઠ પાક્કો કરો - “સી ફાધર, ફોલો ફાધર”, તો ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માં ડગમગ નહીં થશો, બ્રહ્મા બાપ ની સામે કેટલી પણ વાતો આવી પરંતુ વાતો ને ન જોઈ એક બાપ ને જ જોયા એટલે નંબર વન બન્યાં. તો ફોલો ફાધર.