24-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ મહાભારત લડાઈ માં જૂનું ઝાડ સમાપ્ત થવાનું છે એટલે લડાઈ નાં પહેલાં બાપ પાસેથી પૂરે - પૂરો વારસો લઈ લો”

પ્રશ્ન :-
બાબા ને માતાઓનું સંગઠન જોઈએ, પરંતુ એ સંગઠન ની વિશેષતા શું હોય?

ઉત્તર :-
એવું સંગઠન હોય જે દેહી-અભિમાની રહેવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરે. જેમને પાક્કો નશો હોય કે અમારે પાવન બની પાવન દુનિયા બનાવવાની છે. પતિત નથી બનવાનું. નષ્ટોમોહા ગ્રુપ હોય ત્યારે કોઈ કમાલ કરીને દેખાડે. કોઈ માં પણ રગ (દિલ) ન હોવી જોઈએ. મોહ ની રગ બહુજ નુકસાન કરે છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો આ જાણે છે કે મીઠાં બાબા અમને સ્વર્ગવાસી બનાવવા અહીં આવ્યાં છે. આ બાળકોની બુદ્ધિમાં છે. દરેકને આ સમજાવાનું છે કે આપણે આત્મા આ યાદ ની યાત્રા થી પવિત્ર બનીએ છીએ. કેટલો સહજ ઉપાય છે, ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. બાળકો જાણે છે કે બાપ એક સેકન્ડમાં મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપે છે. હમણાં બધાં જીવનબંધ માં છે, રાવણ રાજ્ય નાં બંધન માં છે. આ વાત બાપ જાણે અને બાળકો જાણે બીજું ન જાણે કોઈ. આપ બાળકોને નિશ્ચય છે કે બેહદનાં બાપ ને આપણે યાદ કરીએ છીએ તો અંદર માં બહુજ ખુશી થવી જોઈએ, આત્માને. જે બાપ ને અડધોકલ્પ યાદ કર્યા કરતાં હતાં - તે બાપ મળ્યાં. દુઃખ માં બાપ ને યાદ કરતાં રહે છે. તમે પણ યાદ કરતાં હતાં, હમણાં તમે દુઃખી થઈને યાદ નથી કરતાં. જેમને આખી દુનિયા યાદ કરે છે - તે બાપ આવ્યાં છે, આ તમે જાણો છો. બાબાએ વારંવાર સમજાવ્યું છે - અહીં જ્યારે તમે બેસો છો તો એવું સમજો કે અમે આત્મા છીએ. બાબા પરમધામ થી આવ્યાં છે. કલ્પ-કલ્પ પોતાનાં વાયદા અનુસાર આવે છે. બાબાની આ પ્રતિજ્ઞા છે કે તમે જ્યારે પોકારશો અને અડધોકલ્પ જ્યારે પૂરો થાય છે તો મારે આવવું પડે છે. કળિયુગ પછી સતયુગ થવાનો છે તો મારે આવવું પડે છે. આ ફક્ત આપ બાળકોને ખબર છે કે આ સંગમયુગ છે, બાબા આવેલાં છે. આપ બાળકો પણ સેવા કરો છો, દિવસ-પ્રતિદિવસ પરિચય આપતા જાઓ છો, બાપ નો પરિચય બધાને મળતો જાય છે. અહીં બેઠાં છો, જાણો છો બેહદનાં બાબા શિવબાબા આપણને ફરી થી બેહદ નો વારસો આપવા આવ્યાં છે. તમે બાબા-બાબા કહો છો ને! આપણે શિવબાબાની પાસે આવ્યાં છીએ. શિવબાબા પણ કહે છે હું સાધારણ તન માં આવ્યો છું, કલ્પ પહેલાં ની જેમ. આ ભુલવું ન જોઈએ. માયા એવી બાબાની યાદ ભુલાવી દે છે, જેમનાથી પતિત થી પાવન બનવાનું હોય છે. તમે જાણો છો કે સર્વ નાં સદ્દગતિ દાતા એક જ સદ્દગુરુ છે. સિક્ખ લોકો પણ ગાય છે કે સત્ શ્રી અકાલ, પતિત-પાવન ને જ સદ્દગુરુ કહેવાય છે. પોકારે પણ છે કે હે પતિત-પાવન. આત્મા પોકારે છે. તમે જાણો છો અમે અહીં આવ્યાં છીએ સન્મુખ બાપ થી મળવાં. મોટાં-મોટાં વ્યક્તિઓ એક-બીજાની પાસે મળવા જાય છે, એમની કેટલી મહિમા થાય છે. ધુમઘામ થી આજિયાન (સ્વાગત) માટે તો બેન્ડબાજા વગેરે વગાડે છે ખુશી માં. આ ગુપ્ત વેશ માં કોણ આવ્યું છે, આ તમે જ જાણો છો. એમને કહેવાય છે - દૂરદેશ નાં રહેવા વાળા મુસાફર.

તમે જાણો છો આપણે આત્માઓ પરમધામ નાં રહેવા વાળા છીએ. અહીં મુસાફર બની આવ્યાં છીએ પાર્ટ ભજવવાં. એક-એક શબ્દ જે બાપ સમજાવે છે, દુનિયામાં કોઈ નથી જાણતું. તમે બાપ થી સાંભળી રહ્યાં છો. તે સારી રીતે ધારણ કરવું જોઈએ. બાપ સમજાવે છે તમે બધાં મુસાફર છો, આ કર્મક્ષેત્ર માં. આપણે શાંતિધામ નાં રહેવા વાળા છીએ પછી અહીં ટોકી વર્લ્ડ માં આવીએ છીએ. આપણે શાંતિધામ નાં મુસાફર છીએ, ૮૪ જન્મોનો પાર્ટ અહીં ભજવીએ છીએ. છેલ્લો આ અંત નો સમય છે. તો બાપ આવેલાં છે - જૂની સૃષ્ટિ ને નવી બનાવવાં. આ પણ તમે જાણો છો. ચિત્ર પણ સ્પષ્ટ છે, શિવબાબા બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના કરે છે. એવું તો નથી શ્રીકૃષ્ણ દ્વારા, વિષ્ણુ દ્વારા સ્થાપના કરે છે. બાપ આવે જ છે બ્રહ્મા દ્વારા સ્વર્ગ રચવાં. બાપ આવ્યાં છે સાધારણ તન માં. આ છે જ પતિત દુનિયા, એક પણ પાવન નથી. જ્યારે પહેલાં નંબર વાળા લક્ષ્મી-નારાયણ પણ પતિત બને છે. જે પાવન હતાં તે જ પતિત બન્યાં છે, આખાં વંશસહિત. તમે જાણો છો આપણે જે દૈવી ધર્મ વાળા હતાં તે હમણાં શૂદ્ર ધર્મ વાળા બની ગયાં છીએ. ભલે અમેરિકા વગેરે માં મોટાં-મોટાં સાહૂકાર રહે છે. પરંતુ સતયુગ ની સામે અમેરિકા કંઈ પણ નથી. આ બધાં અંત માં બન્યાં છે. આ અલ્પકાળ નો ભપકો છે. વિનાશ તો થવાનો જ છે. આપ બાળકોને બહુજ સારો નશો રહેવો જોઈએ. બાપ જે આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમને આપણે બાળકો યાદ ન કરીએ, કેટલું વન્ડર (આશ્ચર્ય) છે! માયા યાદ કરવા નથી દેતી. આપ બાળકો હવે એવું કહો છો - બાબા માયા અમને યાદ કરવા નથી દેતી. અરે બાબા, જે તમને ૨૧ જન્મોનાં માટે સ્વર્ગ નાં માલિક બનાવે છે, એમને તમે યાદ નથી કરી શકતાં? પ્રજા પણ તો સ્વર્ગની માલિક બને છે ને. બધાં સુખી રહે છે. હમણાં તો બધાં દુઃખી છે. પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી), પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) વગેરેને તો રાત-દિવસ ચિંતા લાગી રહે છે. લડાઈ વગેરે માં કેટલાં મરતાં રહે છે. તમે જાણો છો મહાભારત લડાઈ પણ પ્રખ્યાત છે, પરંતુ એમાં શું થયું હતું? આ કોઈની બુદ્ધિમાં નથી. તમને બાપે બુદ્ધિ માં બેસાડ્યું છે. મહાભારત ની લડાઈ માં બધાં મરી ગયાં! કેટલી મોટી મનુષ્ય સૃષ્ટિ છે. આત્માનું પણ ઝાડ છે. ઝાડ પહેલાં નવું હોય છે તો બહુ જ નાનું હોય છે પછી વૃદ્ધિને પામતું જાય છે. તમે જાણો છો પહેલાં જ્યારે દૈવી-ધર્મ હતો તો કેટલું નાનું ઝાડ હતું. આદિ સનાતન દેવતા ધર્મ હતો. હમણાં કેટલાં વેરાયટી (વિવિધ) ધર્મ છે. આ મહાભારત લડાઈ દ્વારા આ બધાનો વિનાશ થવાનો છે. પરંતુ આ જ્ઞાન કોઈમાં નથી. ભલે કહેશે આ એ જ લડાઈ છે પરંતુ આનાથી શું થવાનું છે આ ખબર નથી. તમે હમણાં રોશની (પ્રકાશ) માં છો. જાણો છો વિનાશ થવાનો છે એટલે મહાભારત લડાઈ નાં પહેલાં પોતાનો વારસો તો લઈ લઈએ. વાત તો ખુબ જ સહજ છે. પવિત્ર બનો અને બાપ ને યાદ કરો. ઘણી બાળકીઓ ઉપર અત્યાચાર થાય છે. આપ માતાઓનું સંગઠન હોવું જોઈએ એક-બીજા ને બચાવવા માટે. પરંતુ દેહી-અભિમાની જરુર બનવું પડે. અમારે પાવન તો જરુર બનવાનું છે - આ પાક્કો નશો જોઈએ. એવાં નશામાં રહેવા વાળા જ સમજાવી શકશે. આપણે બાપ ને યાદ કરવાનાં છે, પવિત્ર બનવાનું છે. આપણે સ્વદર્શન ચક્રધારી છીએ - આ નશો તો રહેવો જોઈએ. આપણે રચયિતા બાપ અને રચના નાં ચક્ર ને જાણીએ છીએ. હમણાં આપણે બાપ થી નવી દુનિયા સતયુગ નો વારસો લેવાનો છે. આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ, આ સમજાવતાં રહો. બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ નષ્ટ થઈ જશે. પાવન તો જરુર બનવાનું છે. પાવન અર્થાત્ પવિત્ર. કામ મહાશત્રુ છે. આપણે ૮૪ જન્મ નું ચક્ર પૂરું કર્યું, હવે બાપ પાસેથી વારસો લેવાનો છે. બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. અહીં તો આવો જ છો રીફ્રેશ થવા. મુજ બાપ ને યાદ કરો - ૨૧ જન્મો નો વારસો લેવાનો છે. કોઈ માં પણ મોહ ની રગ ન રહેવી જોઈએ. નષ્ટોમોહા બનવાનું છે. આ શરીર માં પણ મોહ ન રહે. આ તો જૂની ચામડી છે. પરંતુ એની સંભાળ રાખવાની હોય છે, જે ભણતર ભણી શકો. તકલીફ થાય છે તો ચત્તી (સાંધો) લગાડવી પડે છે. તમે જાણો છો આ જૂનું સડેલું શરીર છે. આને કંઈ ને કંઈ થતું રહે છે. દુઃખ આત્માને થાય છે. જાણો છો હવે તો આ શરીર છોડવાનું છે. યોગબળ થી આને થમાવવાનું (સાચવવાનું) છે. બાપ ને યાદ કરતા રહેવાનું છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, બસ. બીજો કોઈ લૌકિક સંબંધ પણ યાદ ન આવવો જોઈએ. હું દેહ નહીં આત્મા છું. બાપ કહે છે હું આપ આત્માઓને વારસો આપવા આવ્યો છું. આત્મા પવિત્ર હશે ત્યારે પછી શરીર પણ સારું મળશે.

તમે જાણો છો હમણાં આપણો આત્મા પાવન બનવાનો છે. આપણે પાવન હતાં તો આ લક્ષ્મી-નારાયણ જેવાં હતાં. આ લક્ષ્મી-નારાયણે ૮૪ જન્મ લીધાં છે. આખી સૂર્યવંશી રાજધાનીએ ૮૪ લીધાં છે. ચંદ્રવંશી માટે ૮૪ જન્મ નહીં કહેવાશે. હાં, જે સૂર્યવંશી માં પહેલાં-પહેલાં દાસ-દાસી બનતાં હશે તે પછી ત્રેતા માં કંઈક પદ મેળવે છે, એમનાં ૮૪ જન્મ કહેવાશે. રાજા-રાણી, પ્રજા જે પણ દાસ-દાસીઓ વગેરે સૂર્યવંશી માં આવે છે તે જ ૮૪ જન્મ લે છે. એવી-એવી પોતાનાથી વાતો કરવાની છે. આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ. વિચાર સાગર મંથન કરવું જોઈએ. જેટલું થઈ શકે બાપ ને અને વારસા ને યાદ કરતાં રહો. ચાલતાં-ફરતાં સમજો કે અમે બાબાનાં બાળકો છીએ. કોઈ પણ મળે તો એમને બાબા નો પરિચય આપવાનો છે. આ ચિત્રો માં સારી નોલેજ છે. બધું બતાવવાનું છે. બાબા આવેલાં છે બ્રહ્મા તન માં. આપણે બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ ને. આપણને બી.કે. ને સ્વર્ગ નાં માલિક બનાવવા બાબા આવેલાં છે. બધા આત્માઓનાં બાપ એક છે. આપણે બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. પોત-પોતાનાં કાર્ડ પણ દેખાડી શકો છો. ક્યાંય ઓફિસ વગેરેમાં પણ કાર્ડ આપો, પરતું સમજી નહીં શકે કે બી. કે. કોણ છે! અનેક પ્રકાર નાં વિઘ્ન આવે છે. ગવર્મેન્ટ ને પણ સમજાવાય છે - અમારું આ ફેમિલી છે. દાદા અને બાબા છે. દાદા દ્વારા અમે વારસો લઇ રહ્યાં છીએ. આ યાદ રાખવાથી ખુશી રહેવી જોઈએ, મિલકત તો દાદા ની છે. પૌત્રો નો હક છે, પૂરો ભાગ વહેંચીને લે છે.

તમે પણ જાણો છો - શિવબાબા થી બ્રહ્મા દ્વારા અમે વારસો લઈએ છીએ. આ યાદ રાખવું જોઈએ. ભણવાનું છે અને પછી ભણાવવાનું છે. આ બાપ ની ફરજ છે, બાળકોની પાલના કરવી. જ્યાં સુધી કુમાર-કુમારી યુવા ન બને, બાપે એમની સંભાળ કરવાની છે. બાળકોનું કામ છે ભણવું. ભણે છે પોતાનાં પગ પર ઉભાં થવા માટે. તમે જાણો છો - બાબા આપણને ભણાવી રહ્યાં છે ૨૧ જન્મ નાં માટે. પછી આપણે પોતાનાં પગ પર ઉભાં રહીશું. જેટલું ભણશો એટલું ઉચ્ચ પદ મેળવશો. તમે પોતે કહો છો અમે અહીં આવીએ છીએ શ્રી લક્ષ્મી કે શ્રીનારાયણ બનવાં. આ સત્યનારાયણ ની કથા છે ને. કોઈને ખબર નથી કે આ લક્ષ્મીનારાયણ ૮૪ જન્મ કેવી રીતે લે છે. રાધા નાં ભગત હશે તો કહેશે રાધા હાજરા-હાજર છે. જ્યાં જુઓ રાધા જ રાધા છે, શ્રીકૃષ્ણ જ શ્રીકૃષ્ણ છે, શિવ જ શિવ છે. આ ગોળ-ગોળધાણી કરી દીધી છે. ઈશ્વર, રાધે, શ્રીકૃષ્ણ બધાં સર્વવ્યાપી છે. આ બધાં ઈશ્વર નાં રુપ છે. ભગવાને આ રુપ ધારણ કર્યું છે. જ્યાં જોવું ત્યાં તું જ તું છે… બિલકુલ બેસમજ બની ગયાં છે. આ છે વિકારી પતિત દુનિયા. સતયુગ છે નિર્વિકારી પાવન દુનિયા. નિર્વિકારી દુનિયા નો અર્થ જ છે સ્વર્ગ. કહે છે ત્યાં બાળકો તો છે ને. તે કેવી રીતે જન્મશે? બસ, સવાલ જ આ પૂછશે. કહેશે બાળકો નહીં જન્મે તો સૃષ્ટિ કેવી રીતે વધશે? દરેક વર્ષ જનસંખ્યા નો હિસાબ કાઢે છે કે કેટલાં વધારે મનુષ્ય થયાં. આ નથી બતાવતા કે આટલાં મર્યા. તો બાળકોએ પહેલાં તો પોતાનું કલ્યાણ કરવાનું છે. હું આત્મા છું - પહેલાં તો આ નિશ્ચય કરો. બાબા ને યાદ કરવાનાં છે. અંતકાળે જે નારાયણ સિમરે… હવે નારાયણ સિમરે આ શબ્દ ખોટાં લખ્યાં છે. અંતકાળ જે શિવબાબા સિમરે… એ જ ચિંતા માં જો મરે તે સ્વર્ગ નાં નારાયણ બને. અંતકાળ નારાયણ કેમ કહે છે? સમજે છે કૃષ્ણએ જ્ઞાન આપ્યું હતું તો ભલા કૃષ્ણ ને સિમરે ને. શ્રીકૃષ્ણ ને યાદ કરે છે. નારાયણ ની કોઈને ખબર નથી. શ્રીકૃષ્ણની જયંતી મનાવે છે, ભલા રાધાની જયંતી ક્યાં? શ્રીકૃષ્ણ નો જન્મ મનાવે છે, નારાયણ નો ક્યાં છે? દુનિયાનાં રાજા રાણી લક્ષ્મી-નારાયણ ની કોઈ ને ખબર જ નથી. પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી હશે ને! ક્યાં ગયાં! કહે છે બ્રાહ્મણ દેવી-દેવતા નમઃ. બ્રહમાનાં મુખ વંશાવલી હતાં ને. બાળકો સમજે છે બ્રહ્મા દ્વારા શિવબાબા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણ ધર્મ બ્રહ્માએ નથી રચ્યો પરંતુ શિવબાબાએ રચ્યો છે. આ તો હમણાં બ્રહ્મા બન્યાં છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂનાં શરીર માં રહેતાં ભણતર ભણીને ૨૧ જન્મો નાં માટે કમાણી કરવાની છે એટલે એની સંભાળ કરવાની છે. બાકી એમાં રગ (દિલ) નથી રાખવાની.

2. એવો અભ્યાસ કરવાનો છે જે અંતકાળ માં એક શિવબાબા જ યાદ રહે. બીજા કોઈ પણ ચિંતન માં નથી જવાનું. પોતાનું કલ્યાણ કરવાનું છે.

વરદાન :-
માસ્ટર નોલેજફુલ બની અજાણપણા ને સમાપ્ત કરવા વાળા જ્ઞાન - સ્વરુપ યોગયુકત ભવ

માસ્ટર નોલેજફુલ બનવાવાળા માં કોઈ પણ પ્રકાર નું અજાણપણું નથી રહેતું તે એવું કહીને પોતાને છોડાવી નથી શકતા કે આ વાત માં અમને ખબર જ નહોતી. જ્ઞાન સ્વરુપ બાળકોમાં કોઈ પણ વાત નું અજ્ઞાન નથી રહી શકતું અને જે યોગયુક્ત છે એમને અનુભવ થતો જેવી રીતે કે પહેલાથી જ સર્વસ્વ જાણે છે. તે આ જાણે છે કે માયા ની છમછમ-રીમઝીમ ઓછી નથી માયા પણ બહુજ રોનકદાર છે એટલે એનાંથી બચીને રહેવાનું છે જો બધા રુપો થી માયા નાં નોલેજ ને સમજી ગયા એમનાં માટે હાર ખાવી અસંભવ છે.

સ્લોગન :-
જે સદા પ્રસન્નચિત્ત છે તે ક્યારેય પ્રશ્નચિત્ત ન હોઈ શકે.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

યોગ માં સદા લાઈટ-હાઉસ અને માઇટ-હાઉસ ની સ્થિતિ નો અનુભવ કરો. જ્ઞાન છે લાઈટ અને યોગ છે માઈટ. જ્ઞાન અને યોગ- બંને શક્તિઓ લાઈટ અને માઈટ સંપન્ન છે, આને કહેવાય છે માસ્ટર સર્વશક્તિમાન. એવાં શક્તિશાળી આત્માઓ કોઈ પણ પરિસ્થિતિને સેકન્ડ માં પાર કરી શકે છે સમય નથી લાગતો.