24-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.11.2006    બાપદાદા મધુબન


“ જ્વાળામુખી તપસ્યા દ્વારા હું - પણા ની પૂંછડી ને બાળીને બાપદાદા સમાન બનો ત્યારે સમાપ્તિ સમીપ

 આવશે”
 


આજે અખૂટ અવિનાશી ખજાનાઓ નાં માલિક બાપદાદા પોતાનાં ચારેય તરફ નાં સંપન્ન બાળકો નાં જમા નું ખાતું જોઈ રહ્યાં છે. ત્રણ પ્રકાર નાં ખાતા જોઈ રહ્યાં છે - એક છે પોતાનાં પુરુષાર્થ દ્વારા શ્રેષ્ઠ પ્રારબ્ધ જમા નું ખાતું. બીજું છે સદા સંતુષ્ટ રહેવાનું અને સંતુષ્ટ કરવાનું, આ સંતુષ્ટતા દ્વારા દુવાઓનું ખાતું. ત્રીજું છે મન્સા-વાચા-કર્મણા, સંબંધ-સંપર્ક દ્વારા બેહદ ની નિ:સ્વાર્થ સેવા દ્વારા પુણ્ય નું ખાતું. તમે બધા પણ પોતાનાં આ ત્રણેય ખાતાઓ ને ચેક કરો જ છો. આ ત્રણેય ખાતા જમા કેટલાં છે, છે કે નથી એની નિશાની છે - સદા સર્વ પ્રત્યે , સ્વયં પ્રત્યે સંતુષ્ટતા સ્વરુપ , સર્વ પ્રત્યે શુભ ભાવના , શુભ કામના અને સદા પોતાને ખુશનુમ :, ખુશનસીબ સ્થિતિ માં અનુભવ કરવું . તો ચેક કરો બંને ખાતાઓ ની નિશાનીઓ સ્વયં માં અનુભવ થાય છે? આ સર્વ ખજાનાઓ ને જમા કરવાની ચાવી છે - નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ, નિસ્વાર્થ ભાવ. ચેક કરતા જાઓ અને ચાવી નો નંબર ખબર છે? ચાવી નો નંબર છે - ત્રણ બિંદુ. થ્રી ડોટ. એક-આત્મા બિંદુ, બીજું-બાપ બિંદુ અને ત્રીજું-ડ્રામાનું ફુલ સ્ટોપ બિંદુ. તમારા બધાની પાસે ચાવી તો છે ને? ખજાનાઓ ને ખોલીને જોતા રહો છો ને? આ બધા ખજાનાઓ ની વૃદ્ધિ ની વિધિ છે - દૃઢતા. દૃઢતા હશે તો કોઈ પણ કાર્ય માં સંકલ્પ નહીં ચાલશે કે થશે કે નહીં થશે. દૃઢતા ની સ્થિતિ છે - થયેલું જ છે, બનેલું જ છે. બનશે, જમા થશે, નહીં થશે, ના. કરો તો છો, થવું તો જોઈએ…..તો તો પણ નહીં. દૃઢતા વાળા નિશ્ચયબુદ્ધિ, નિશ્ચિંત અને નિશ્ચિત અનુભવ કરશે.

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે - જો વધારે માં વધારે સર્વ ખજાનાઓ નું ખાતું જમા કરવું છે તો મનમનાભવ નાં મંત્ર ને યંત્ર બનાવી દો. જેનાંથી સદા બાપ ની સાથે અને વધારે પાસે રહેવાનો સ્વતઃ અનુભવ થશે. પાસ થવાનું જ છે, ત્રણ રુપ નાં પાસ છે - એક છે પાસે રહેવું, બીજું છે જે વીતી ગયું તો પાસ થયું અને ત્રીજું છે પાસ વિથ ઓનર થવું. જો ત્રણેય પાસ છે, તો તમને બધાને રાજ્ય અધિકારી બનવાનો ફુલ પાસ છે. તો ફુલ પાસ લઈ લીધો છે કે લેવાનો છે? જેમણે ફુલ પાસ લઈ લીધો છે તે હાથ ઉઠાવો. લેવાનો નથી, લઈ લીધો છે? પહેલી લાઈન વાળા નથી ઉઠાવતા, લેવાનો છે તમારે? વિચારે છે હજી સંપૂર્ણ નથી બન્યાં, એટલે. પરંતુ નિશ્ચયબુદ્ધિ વિજયી છે જ, કે થવાનું છે? હવે તો સમય ની પોકાર, ભક્તો ની પોકાર, પોતાનાં મન નો આવાજ શું આવી રહ્યો છે? હમણાં-હમણાં સંપન્ન અને સમાન બનવાનું જ છે કે આ વિચારો છો કે બનીશું, વિચારીશુ, કરીશું…! હવે સમય અનુસાર દરેક સમયે એવરરેડી નો પાઠ પાક્કો રહેવાનો જ છે. જ્યારે મારા બાબા કહ્યું, પ્યારા બાબા, મીઠાં બાબા માનો જ છો. તો જે પ્રેમ હોય છે એમાં સમાન બનવું મુશ્કેલ નથી હોતું.

બાપદાદાએ જોયું છે કે સમય પ્રતિ સમય સમાન બનવામાં જે વિઘ્ન પડે છે તે બધાની પાસે પ્રસિદ્ધ શબ્દ છે, બધા જાણે છે, અનુભવી છે. તે છે “હું”, “હું-પણુ”, એટલે બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે જ્યારે પણ હું શબ્દ બોલું છું તો ફક્ત હું ન બોલો, હું આત્મા. જોડી શબ્દ બોલો. તો હું ક્યારેક અભિમાન માં લઈ આવે, બોડી કોન્શિયસ વાળો હું, આત્મા વાળો નહીં. ક્યારેક અભિમાન પણ લાવે, કયારેક અપમાન પણ લાવે છે. ક્યારેક દિલશિકસ્ત પણ બનાવે એટલે આ બોડીકોન્શિયસ નાં હું-પણા ને સ્વપ્ન માં પણ ન આવવા દો.

બાપદાદાએ જોયું છે સ્નેહ નાં વિષય માં મેજોરીટી પાસ છે. તમને બધાને કોણે અહીં લાવ્યાં? બધા ભલે પ્લેન માં આવ્યાં છો, ભલે ટ્રેન માં કે બસ માં આવ્યાં છો, પરંતુ હકીકત માં બાપદાદા નાં સ્નેહ નાં વિમાન માં અહીં પહોંચ્યાં છો. તો જેવી રીતે સ્નેહ નાં વિષય માં પાસ છો, હવે આ કમાલ કરો - સમાન બનવાનાં વિષય માં પણ પાસ વિથ ઓનર બનીને દેખાડો. પસંદ છે? સમાન બનવું પસંદ છે? પસંદ છે પરંતુ બનવામાં થોડું મુશ્કેલ છે! સમાન બની જાઓ તો સમાપ્તિ સામે આવશે. પરંતુ ક્યારેક-ક્યારેક જે દિલ માં પ્રતિજ્ઞા કરો છો, બનવું જ છે. તો પ્રતિજ્ઞા કમજોર થઈ જાય અને પરીક્ષા મજબૂત થઈ જાય છે. ઈચ્છે બધા છે પરંતુ ઈચ્છા એક હોય છે પ્રેક્ટિકલ બીજું થઈ જાય છે કારણ કે પ્રતિજ્ઞા કરો છો પરંતુ દૃઢતા ની કમી પડી જાય છે. સમાનતા દૂર થઈ જાય છે, સમસ્યા પ્રબળ થઈ જાય છે. તો હવે શું કરશો?

બાપદાદા ને એક વાત પર બહુજ હસવું આવી રહ્યું છે. કઈ વાત? છે મહાવીર પરંતુ જેવી રીતે શાસ્ત્રો માં હનુમાન ને મહાવીર પણ કહેવાય છે પરંતુ પૂંછડી પણ દેખાડી છે. આ પૂંછડી દેખાડી છે હું-પણા ની. જ્યાં સુધી મહાવીર આ પૂંછડી ને નહીં બાળશે તો લંકા અર્થાત્ જૂની દુનિયા પણ સમાપ્ત નહીં થશે. તો હવે આ હું - હું ની પૂંછડી ને બાળો ત્યારે સમાપ્તિ સમીપ આવશે . બાળવા માટે જ્વાળામુખી તપસ્યા, સાધારણ યાદ નહીં. જ્વાળામુખી યાદ ની આવશ્યક્તા છે. એટલે જ્વાળા દેવી ની પણ યાદગાર છે. શક્તિશાળી યાદ. તો સાંભળ્યું શું કરવાનું છે? હવે આ મન માં ધૂન લાગેલી હોય - સમાન બનવાનું જ છે , સમાપ્તિ ને સમીપ લાવવાની જ છે . તમે કહેશો સંગમયુગ તો ખૂબ સારો છે ને તો સમાપ્તિ કેમ થાય? પરંતુ તમે બાપ સમાન દયાળુ, કૃપાળુ, રહેમદિલ આત્માઓ છો, તો આજ નાં દુઃખી આત્માઓ અને ભક્ત આત્માઓ ની ઉપર હે રહેમદિલ આત્માઓ રહેમ કરો. મર્સીફુલ બનો. દુઃખ વધી રહ્યું છે, દુ:ખીઓ પર રહેમ કરી એમને મુક્તિધામ માં તો મોકલો. ફક્ત વાણી ની સેવા નહીં પરંતુ હવે આવશ્યક્તા છે મન્સા અને વાણી ની સેવા સાથે-સાથે થાય. એક જ સમયે બંને સેવા સાથે થાય. ફક્ત ચાન્સ મળે સેવા નો, આ નહીં વિચારો, ચાલતાં-ફરતાં પોતાનાં ચહેરા અને ચલન દ્વારા બાપ નો પરિચય આપતા ચાલો. તમારો ચહેરો બાપ નો પરિચય આપે. તમારી ચલન બાપ ને પ્રત્યક્ષ કરતી ચાલે. તો એવાં સદા સેવાધારી ભવ. અચ્છા.

બાપદાદા ની સામે સ્થૂળ માં તો તમે બધા બેઠાં છો પરંતુ સૂક્ષ્મ સ્વરુપ થી ચારેય તરફ નાં બાળકો દિલ માં છે. જોઈ પણ રહ્યાં છે, સાંભળી પણ રહ્યાં છે. દેશ-વિદેશ નાં અનેક બાળક એ ઈમેલ દ્વારા, પત્રો દ્વારા, સંદેશ દ્વારા યાદ-પ્યાર મોકલ્યાં છે. બધા નાં નામ સહિત બાપદાદા ને યાદ મળી છે અને બાપદાદા દિલ જ દિલ માં દરેક બાળકો ને સામે રાખી ગીત ગાઈ રહ્યાં છે - વાહ! બાળકો વાહ! દરેક ને આ સમયે ઈમર્જ રુપ માં યાદ રહે છે. બધા સંદેશી ને અલગ-અલગ કહે છે કે ફલાણાએ યાદ મોકલી છે, ફલાણાએ યાદ મોકલી છે. બાપ કહે છે, બાપ ની પાસે તો જ્યારે સંકલ્પ કરો છો, સાધન દ્વારા પછી મળે છે પરંતુ સ્નેહ નો સંકલ્પ સાધન કરતાં પહેલાં પહોંચી જાય છે. ઠીક છે ને? ઘણાઓ ને યાદ મળી છે ને? અચ્છા.

અચ્છા- પહેલાં હાથ ઉઠાવો જે પહેલી વાર આવ્યાં છે. આ સેવા માં પણ પહેલી વાર આવ્યાં છે. અચ્છા બાપદાદા કહે છે, ભલે પધાર્યા, તમારી આવવાની ૠતુ છે. અચ્છા.

ઇન્દોર ઝોન :-(બધાનાં હાથ માં “મારા બાબા” નો દિલ નાં આકાર માં સિમ્બલ છે) હાથ તો બહુ જ સારા હલાવી રહ્યાં છે, પરંતુ દિલ ને પણ હલાવજો. ફક્ત સદા યાદ રાખજો, ભૂલતા નહીં મારા બાબા. સારો ચાન્સ લીધો છે, બાપદાદા સદા કહે છે, હિંમત રાખવા વાળા ને બાપદાદા પદમગુણા મદદ આપે છે. તો હિંમત રાખી છે ને? સારું કર્યુ છે. ઇન્દોર ઝોન છે. સારું છે ઇન્દોર ઝોન સાકાર બાબા નું છેલ્લું સ્મૃતિ નું સ્થાન છે. સારું છે. બધા બહુ જ ખુશ થઈ રહ્યાં છો ને? ગોલ્ડન લોટરી મળી છે. ઝોન ની સેવા મળવાથી બધા સેવાધારીઓ ને રજા મળી જાય છે અને આમ તો સંખ્યા માં મળે છે આટલાં લાવો અને હમણાં જુઓ એટલાં છે. આ પણ ઝોન, ઝોન ને સારો ચાન્સ છે ને, જેટલાં લાવવા હોય, લાવો. તો તમારા બધાનું થોડા સમય માં પુણ્ય નું ખાતું કેટલું અધિક જમા થઈ ગયું. યજ્ઞ સેવા દિલ થી કરવી અર્થાત્ પોતાનું પુણ્ય નું ખાતું તીવ્રગતિ થી વધારવું કારણકે સંકલ્પ, સમય અને શરીર ત્રણેય સફળ કર્યાં. સંકલ્પ પણ ચાલશે તો યજ્ઞ સેવા નો, સમય પણ યજ્ઞ સેવા માં વ્યતિત થયો અને શરીર પણ યજ્ઞ સેવા માં અર્પણ કર્યું. તો સેવા છે કે મેવો છે? પ્રત્યક્ષ ફળ યજ્ઞ સેવા કરતા કોઈ ની પાસે કોઈ વ્યર્થ સંકલ્પ આવ્યો? આવ્યો કોઈની પાસે? ખુશ રહ્યાં અને ખુશી વહેંચી. તો આ જે અહીં ગોલ્ડન અનુભવ કર્યો, આ અનુભવ ને ત્યાં પણ ઈમર્જ કરી વધારતા રહેજો. ક્યારેય પણ કોઈ માયા નો સંકલ્પ પણ આવે તો મન નાં વિમાન થી શાંતિવન માં પહોંચી જજો. મન નું વિમાન, વિમાન તો છે ને? બધાની પાસે મન નું વિમાન છે. બાપદાદાએ દરેક બ્રાહ્મણ ને જન્મ ની સૌગાત શ્રેષ્ઠ મન નું વિમાન આપી દીધું છે. આ વિમાન માં વધારે મહેનત નથી કરવી પડતી. શરુ કરવું છે તો મારા બાબા, બસ. ચલાવતા આવડે છે ને વિમાન! તો જ્યારે પણ કાંઈ થાય મધુબન માં પહોંચી જાઓ. ભક્તિ માર્ગ માં ચારધામ કરવા વાળા પોતાને બહુ જ ભાગ્યવાન સમજે છે અને મધુબન માં પણ ચારધામ છે, તો ચારધામ કર્યાં? પાંડવ ભવન માં જુઓ, ચાર ધામ છે. જે પણ આવો છો પાંડવ ભવન તો જાઓ છો ને? એક શાંતિ સ્તંભ મહાધામ. બીજો બાપદાદા નો રુમ, આ સ્નેહ નું ધામ. અને ત્રીજી ઝૂંપડી, આ સ્નેહમિલન નું ધામ અને ચોથું-હિસ્ટ્રી હોલ, તો તમે બધાએ ચારધામ કર્યાં? તો મહાન ભાગ્યવાન તો થઈ જ ગયાં. હવે કોઈ પણ ધામ ને યાદ કરી લેજો, ક્યારેક ઉદાસ થઈ જાઓ તો ઝૂંપડી માં રુહરિહાન કરવા આવી જજો. શક્તિશાળી બનવાની આવશ્યક્તા હોય તો શાંતિ સ્તંભ માં પહોંચી જજો અને વ્યર્થ સંકલ્પ ખૂબ તીવ્ર હોય, બહુ જ ફાસ્ટ હોય તો હિસ્ટ્રી હોલ માં પહોંચી જજો. સમાન બનવાનો દૃઢ સંકલ્પ ઉત્પન્ન થાય તો બાપદાદા નાં રુમ માં આવી જો. સારું છે, બધાએ ગોલ્ડન ચાન્સ લીધો છે પરંતુ ત્યાં રહેતાં પણ સદા ગોલ્ડન ચાન્સ લેતા રહેજો. અચ્છા. હિંમતવાન સારા છે.

કૈડ ગ્રુપ ( દિલવાળા બેઠાં છે , બહુ જ સારી કોન્ફરન્સ બધાએ મળીને કરી ) :- સારું કર્યુ છે, પરસ્પર મીટીંગ પણ કરી છે અને પ્રેસિડેન્ટ જે છે એમની પણ ઈચ્છા છે આ કાર્ય થવું જોઈએ. તો જેવી રીતે એમની પણ ઈચ્છા છે, એમને પણ સાથે મળાવતા આગળ વધતા રહો અને સાથે-સાથે જે બ્રાહ્મણો ની મીટીંગ છે, એમાં પણ પોતાનાં પ્રોગ્રામ નાં સમાચાર સંભળાવીને સલાહ લઈ લેજો તો સર્વ બ્રાહ્મણો ની સલાહ થી વધારે શક્તિ ભરાય છે. બાકી કાર્ય સારું છે, કરતા ચાલો, ફેલાવતા ચાલો અને ભારત ની વિશેષતા પ્રગટ કરતા ચાલો. મહેનત સારી કરી રહ્યાં છો. પ્રોગ્રામ પણ સારો કર્યો છે, અને દિલવાળાએ પોતાનું મોટું (વિશાળ) દિલ દેખાડ્યું, એની મુબારક છે.અચ્છા.

ડબલ વિદેશી ભાઈ બહેનો :- સારું છે દરેક વારા માં ડબલ વિદેશીઓ નું આવવાનું આ સંગઠન ને ચાર ચાંદ લગાવી દે છે. ડબલ વિદેશીઓ ને જોઈને બધાને ઉમંગ પણ આવે છે, બધા ડબલ વિદેશી ડબલ ઉમંગ ઉત્સાહ થી આગળ ઉડી રહ્યાં છે, ચાલી નથી રહ્યાં, ઉડી રહ્યાં છે, એવાં છે! ઉડવા વાળા છો કે ચાલવા વાળા છો? જે સદા ઉડતા રહે છે, ચાલતાં નથી તે હાથ ઉઠાવો. અચ્છા. આમ પણ જુઓ વિમાન માં ઉડીને જ આવવું પડે છે. તો ઉડવાનો તો તમને અભ્યાસ છે જ. તે શરીર થી ઉડવાનો, આ મન થી ઉડવાનો, હિંમત પણ સારી રાખી છે. બાપદાદાએ જુઓ કયા ખુણા-ખુણા માંથી પોતાનાં બાળકો ને શોધી લીધાં છે ને? બહુ જ સારું છે, કહેવામાં ડબલ વિદેશી છે, એમ તો ઓરીજનલ (મૂળ) ભારત નાં છે. બીજે રાજ્ય પણ ક્યાં કરવાનું છે? ભારત માં કરવાનું છે ને? પરંતુ સેવા અર્થ પાંચેય ખંડો માં પહોંચી ગયા છો. અને પાંચેય ખંડો માં ભિન્ન-ભિન્ન સ્થાન માં સેવા પણ સારી ઉમંગ-ઉત્સાહ થી કરી રહ્યાં છે. વિધ્ન વિનાશક છો ને? કોઈ પણ વિધ્ન આવે ગભરાવા વાળા તો નથી ને, આ કેમ થઈ રહ્યું છે, આ શું થઈ રહ્યું છે? ના. જે થાય છે એમાં અમારી વધારે હિંમત વધારવાનું સાધન છે. ગભરાવાનું નથી, ઉમંગ-ઉત્સાહ વધારવા નું સાધન છે. એવાં પાક્કા છો ને? પાક્કા છો? કે થોડા-થોડા કાચ્ચા? ના. કાચ્ચો શબ્દ સારો નથી લાગતો. પાક્કા છો, પાક્કા રહેશો, પાક્કા થઈને સાથે ચાલશો. અચ્છા.

દાદી જાનકી ઓસ્ટ્રેલિયા નું ચક્કર લગાવીને આવ્યાં છે , એમણે બહુ જ યાદ આપી છે :- બાપદાદા ની પાસે ઈમેલ માં પણ સંદેશ આવ્યો છે અને બાપદાદા જુએ છે આજકાલ મોટા પ્રોગ્રામ પણ એવાં થઈ ગયા છે જાણે થયેલા જ છે. બધા શીખી ગયાં છે. સેવા નાં સાધનો ને કાર્ય માં લગાવવાનો સારો અભ્યાસ થઈ ગયો છે. બાપદાદા ને ઓસ્ટ્રેલિયા નંબર વન દેખાય છે પરંતુ હમણાં યુ.કે. થોડા નંબર આગળ જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં-પહેલાં નંબર વન લીધો છે, હવે ફરી ઓસ્ટ્રેલિયાએ નંબર વન થવાનું જ છે. યુ.કે. નંબર બે નહીં થશે, તે પણ નંબર વન જ થશે. જૂનાં-જૂનાં ઓસ્ટ્રેલિયા નાં બાળકો બાપદાદા ને યાદ છે. અને બાપદાદા ની લાડલી નિર્મલ આશ્રમ, તમે લોકો તો કહો છો નિર્મલા દીદી, દીદી કહો છો ને, પરંતુ બાપદાદાએ શરુ થી એમને ટાઈટલ આપ્યું છે નિર્મલ આશ્રમ, જે આશ્રમ માં અનેક આત્માઓ એ સહારો લીધો અને બાપ નાં બન્યાં છે અને બની રહ્યાં છે, બનતા જશે. તો એક-એક ઓસ્ટ્રેલિયા નિવાસી બાળકો ને વિશેષ યાદ, આ સામે બેઠાં છે, ઓસ્ટ્રેલિયા નાં છે ને? ઓસ્ટ્રેલિયા વાળા ઉઠો. ખૂબ સારું. એમને કેટલો સારો ઉમંગ આવી રહ્યો છે, વિશ્વ ની સેવા માટે ખૂબ તૈયારીઓ કરી રહ્યાં છે. બાપદાદા ની મદદ છે અને સફળતા પણ છે જ.

અચ્છા- હવે શું દૃઢ સંકલ્પ કરી રહ્યાં છો? હવે આ જ સંકલ્પ માં બેસો કે સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે. વિજય અમારા ગળા ની માળા છે. આ નિશ્ચય અને રુહાની નશા માં અનુભવી સ્વરુપ બનીને બેસો. અચ્છા.

ચારેય તરફ નાં ફિકર થી ફારિગ બેફિકર બાદશાહો ને, સદા બેગમપુર નાં બાદશાહ સ્વરુપ માં સ્થિત રહેવા વાળા બાળકો ને, સર્વ ખજાનાઓ થી સંપન્ન રિચેસ્ટ ઇન ધ વર્લ્ડ સર્વ બાળકો ને, સદા ઉમંગ-ઉત્સાહ નાં પાંખો થી ઉડતી કળા વાળા બાળકો ને, સદા સમાપ્તિ ને સમીપ લાવવા વાળા બાપદાદા સમાન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર, દિલ ની દુવાઓ, વરદાતા નાં વરદાન અને નમસ્તે.

વરદાન :-
સ્વયં ની સર્વ કમજોરીઓ ને દાન ની વિધિ થી સમાપ્ત કરવા વાળા દાતા , વિધાતા ભવ

ભક્તિ માં આ નિયમ હોય છે કે જ્યારે કોઈ વસ્તુ ની કમી હોય છે તો કહે છે દાન કરો. દાન કરવાથી દેવું-લેવું થઈ જાય છે. તો કોઈ પણ કમજોરી ને સમાપ્ત કરવા માટે દાતા અને વિધાતા બનો. જો તમે બીજાઓ ને બાપ નો ખજાનો આપવાનાં નિમિત્ત સહારા બનશો તો કમજોરીઓ નો કિનારો સ્વત: થઈ જશે. પોતાનાં દાતા-વિધાતાપણા નાં શક્તિશાળી સંસ્કાર ને ઈમર્જ કરો તો કમજોર સંસ્કાર સ્વત: સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય નાં ગુણ ગાતા રહો - કમજોરીઓનાં નહીં.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો .

જેમની સાથે પ્રેમ હોય છે, એમને જે ગમે છે લાગે છે તે જ કરાય છે. તો બાપ ને બાળકો નું અપસેટ થવાનું ગમતું નથી, એટલે ક્યારેય પણ આ ન કહો કે શું કરીએ, વાત જ એવી હતી એટલે અપસેટ થઈ ગયાં… જો વાત અપસેટ ની આવે પણ છે તો તમે અપસેટ સ્થિતિ માં ન આવો. દિલ થી બાબા કહો અને એમનાં જ પ્રેમ માં સમાઈ જાઓ.