25-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.04.2008
બાપદાદા મધુબન
“ આ વર્ષે ચારેય વિષય માં
અનુભવ ની ઓથોરિટી બનો , લક્ષ અને લક્ષણ ને સમાન બનાવો”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફ નાં સંતુષ્ટ રહેવાવાળા સંતુષ્ટ મણીઓ ને જોઈ રહ્યાં છે. દરેક નાં ચહેરા પર
સંતુષ્ટતા ની ચમક દેખાઈ રહી છે. સંતુષ્ટમણીઓ સ્વયં ને પણ પ્રિય છે, બાપ ને પણ પ્રિય
છે અને પરિવાર ને પણ પ્રિય છે કારણકે સંતુષ્ટતા મહાન શક્તિ છે. સંતુષ્ટતા ત્યારે
ધારણ થાય છે જ્યારે સર્વ પ્રાપ્તિઓ પ્રાપ્ત થાય છે. જો પ્રાપ્તિઓ ઓછી તો સંતુષ્ટતા
પણ ઓછી છે. સંતુષ્ટતા બીજી શક્તિઓ ને પણ આહવાન કરે છે. સંતુષ્ટતા નું વાયુમંડળ
બીજાઓ ને પણ યથાશક્તિ સંતુષ્ટતા નાં વાયબ્રેશન આપે છે. જે સંતુષ્ટ રહે છે એમની
નિશાની સદા પ્રસન્ન દેખાય છે. સદા ચહેરો હર્ષિતમુખ સ્વતઃ જ રહે છે. સંતુષ્ટ આત્મા
ની સામે કોઈ પણ પરિસ્થિતિ સ્વ-સ્થિતિ ને હલાવી નથી શકતી. કેટલી પણ મોટી પરિસ્થિતિ
હોય પરંતુ સંતુષ્ટ આત્મા માટે કાર્ટુન શો નું મનોરંજન દેખાય છે, એટલે તે પરિસ્થિતિ
માં હેરાન નથી થતા અને પરિસ્થિતિ એમનાં ઉપર વાર નથી કરી શકતી, હારી જાય છે એટલે
અતીન્દ્રિય સુખમય મનોરંજન નું જીવન અનુભવ કરે છે. મહેનત નથી કરવી પડતી, મનોરંજન
અનુભવ થાય છે. તો દરેક પોતાને ચેક કરો. ચેક કરતા તો આવડે છે ને? આવડે છે? જેમને
પોતાને ચેક કરતા આવડે છે, બીજાઓને નહીં પોતાને ચેક કરતા આવડે છે, તે હાથ ઉઠાવો. ચેક
કરતા આવડે છે? સારું. મુબારક છે.
બાપદાદા નું વરદાન પણ
દરેક બાળકો ને રોજ અમૃતવેલા ભિન્ન-ભિન્ન રુપ થી આ જ મળે છે, ખુશ રહો આબાદ રહો. રોજ
નું વરદાન મળે બધાને છે, બાપદાદા બધાને એક જ જેવું એક જ સાથે વરદાન આપે છે. પરંતુ
ફરક શું થઈ જાય છે? નંબરવાર કેમ બની જાય છે? દાતા એક છે અને આપે પણ એક જેવું છે,
કોઈને થોડું કોઈને વધારે નથી આપતા, ફ્રાકદિલ થી આપે છે પરંતુ ફરક શું પડી જાય છે,
આનો અનુભવ પણ બધાને છે કારણકે હમણાં સુધી બાપદાદા ની પાસે આ અવાજ પહોંચે છે. કયો
અવાજ, જાણો છો ને? “ક્યારેક-ક્યારેક” “થોડો-થોડો”, આ અવાજ હજી સુધી પણ આવે છે.
બાપદાદાએ કહ્યું છે કે બ્રાહ્મણ આત્માઓ નાં જીવનરુપી ડીક્ષનરી માંથી આ બંને શબ્દ
નીકળી જવા જોઈએ. અવિનાશી બાપ છે, અવિનાશી ખજાના છે, તમે બધા પણ અવિનાશી શ્રેષ્ઠ
આત્માઓ છો. તો કયો શબ્દ હોવો જોઈએ? ક્યારેક-ક્યારેક કે સદા? દરેક ખજાના નાં પહેલાં
ચેક કરો - સર્વ શક્તિઓ સદા છે? સર્વગુણ સદા છે? તમારા બધાનાં ભક્ત જ્યારે તમારા ગુણ
ગાય છે તો શું કહે છે? ક્યારેક-ક્યારેક ગુણદાતા, એવું કહે છે? બાપદાદાએ દરેક વરદાન
માં સદા શબ્દ કહ્યું છે. સદા સર્વશક્તિવાન્, ક્યારેક શક્તિવાન્, ક્યારેય
સર્વશક્તિવાન્ નથી કહ્યું. દરેક સમયે બે શબ્દ તમે પણ કહો છો, બાપ પણ કહે છે, સમાન
બનો. આ નથી કહેતાં થોડા-થોડા સમાન બનો. સંપન્ન અને સંપૂર્ણ, તો બાળકો
ક્યારેક-ક્યારેક શું કરે છે? બાપદાદા પણ ખેલ તો જુએ છે ને? બાળકો નો ખેલ તો જોતા જ
રહે છે. બાળકો શું કરે છે, કોઈ-કોઈ, બધા નહીં. જે વરદાન મળ્યાં એ વરદાન ને વિચારી,
વર્ણન કરી નોટબુક માં નોંધ કરે છે, યાદ પણ કરે છે પરંતુ વરદાન રુપી બીજ ને ફળીભૂત
નથી કરતાં. બીજ માંથી ફળ નથી કાઢી શકતાં. ફક્ત વર્ણન કરી ખુશ થાય છે ખૂબ સારા વરદાન
છે. વરદાન છે બીજ પરંતુ બીજ ને જેટલું ફળીભૂત કરો છો એટલી જ તેની વૃદ્ધિ થાય છે.
ફળીભૂત કરવાનું રહસ્ય શું છે? સમય પર કાર્ય માં લગાવવું. કાર્ય માં લગાવવાનું ભૂલી
જાય છે, ફક્ત નોટબુક માં જોઈ, વર્ણન કરે ખૂબ સરસ, ખૂબ સરસ. બાબાએ વરદાન ખૂબ સારા
આપ્યાં છે. પરંતુ શેના માટે આપ્યાં છે? એને ફળીભૂત કરવા માટે આપ્યાં છે. બીજ માંથી
ફળ નો વિસ્તાર થાય છે. વરદાન ને સિમરણ (સ્મરણ) કરે છે, પરંતુ વરદાન સ્વરુપ બનવામાં
નંબરવાર બની જાય છે. અને બાપદાદા દરેક નાં ભાગ્ય ને જોઈ હર્ષિત થતા રહે છે પરંતુ
બાપદાદા નાં દિલ ની આશા પહેલાં પણ સંભળાવી છે. બધાએ હાથ ઉઠાવ્યો હતો, યાદ છે કે અમે
કારણ ને સમાપ્ત કરી સમાધાન સ્વરુપ બનીશું. યાદ છે હોમવર્ક? ઘણાં બાળકોએ રુહરિહાન
માં તથા પત્રો દ્વારા, ઈમેલ દ્વારા રિઝલ્ટ લખ્યું પણ છે. સારું છે, અટેન્શન ગયું છે
પરંતુ જે બાપદાદા ને શબ્દ ગમે છે - સદા. તે છે? તમે બધા જે પણ આવ્યાં છો, ભલે
સાંભળ્યું છે કે વાંચ્યું છે પરંતુ એક મહિના નાં હોમવર્ક માં, એક મહિનો થયો છે બસ,
વધારે નથી થયું તો એક મહિના માં લક્ષ તો રાખ્યું છે. એક-બીજા ને વર્ણન પણ કર્યુ છે
પરંતુ જે એક મહિના માં હોમવર્ક માં સારા માર્ક્સ લેવા વાળા બન્યાં છે તે હાથ ઉઠાવો.
જે પાસ થયા છે, પાસ થયા છે. પાસ વિથ્ ઓનર? પાસ વિથ્ ઓનર, ઉઠો. પાસ વિથ્ ઓનર નાં
દર્શન કરવા જોઈએ ને? માતાઓ નથી. બહેનો માં, ટીચર્સે હાથ ન ઉઠાવ્યો? કોઈ નથી. મધુબન
વાળા. આ તો ખૂબ ઓછું રિઝલ્ટ છે. (ખુબજ થોડા ઉઠ્યાં છે) સારું સેન્ટર માં પણ હશે.
મુબારક છે, તાળી તો વગાડો. બાપદાદા હર્ષાય છે કે જ્યારે બાપદાદા પૂછે છે કે બાપદાદા
સાથે પ્રેમ કોનો છે અને કેટલો છે? તો શું જવાબ આપે છે? બાબા, એટલો છે જે કહી નથી
શકતાં. જવાબ ખૂબ સારો આપે છે. બાપદાદા પણ ખુશ થઈ જાય છે. પરંતુ પ્રેમ નું સબૂત (પ્રમાણ)
શું? આજકાલ ની દુનિયા માં બોડી-કોન્શિયસ નાં પ્રેમ વાળા તો જાન (પ્રાણ) પણ કુરબાન
કરી દે છે. પરમાત્મ-પ્રેમ ની પાછળ મુશ્કેલી નો અનુભવ કેમ? બાપે કહ્યું અને બાળકોએ
કર્યું. ગીત તો ખૂબ સારા-સારા ગાઓ છો. બાબા, અમે બધું ન્યોછાવર કરવાવાળા પરવાના છીએ,
શમા પર ફિદા થવા વાળા છીએ… તો આ કારણ શબ્દ ને સ્વાહા નથી કરી શકતાં?
હવે આ વર્ષ નો છેલ્લો
વારો આવી ગયો. બીજા વર્ષ માં શું થાય છે તે તો તમે અને બાપ જોઈ રહ્યાં છે, જોશે
પરંતુ શું આ એક શબ્દ સમય ને જોતા, તમે લોકો કહો છો ને, સમય ની પોકાર છે. ભક્તો ની
પોકાર, સમય ની પોકાર, દુઃખી આત્માઓ ની પોકાર, તમારા સ્નેહી, સહયોગી આત્માઓ ની પોકાર
તમે જ પૂર્ણ કરશો ને? તમારું ટાઈટલ શું છે? તમારું કર્તવ્ય શું છે? કયા કર્તવ્ય માટે
બ્રાહ્મણ બન્યાં? વિશ્વ-પરિવર્તક તમારું ટાઈટલ છે. વિશ્વ-પરિવર્તન તમારું કાર્ય છે
અને સાથી કોણ છે? બાપદાદા ની સાથે-સાથે આ કાર્ય માં નિમિત્ત બન્યાં છો. તો શું
કરવાનું છે? હમણાં પણ હાથ ઉઠાવડાવશે, કરશો, તો હાથ તો બધા ઉઠાવી દે છે. લક્ષ રાખ્યું
છે, બાપદાદાએ જોયું, ટોટલ આ વર્ષ ની સિઝન માં બધાએ સંકલ્પ કર્યો પરંતુ સફળતા ની ચાવી
દૃઢતા - કરવાનું જ છે, એને બદલે ક્યારેક-ક્યારેક કરી રહ્યાં છીએ, ચાલી રહ્યાં છીએ,
કરી જ લઈશું. આ સંકલ્પ દૃઢતા ને સાધારણ બનાવી દે છે. દૃઢતા માં કારણ શબ્દ આવતો જ નથી.
નિવારણ થઈ જાય છે. કારણ આવે પણ છે પરંતુ ચેકિંગ થવાના કારણે, કારણ નિવારણ માં બદલાઈ
જાય છે.
બાપદાદાએ રિઝલ્ટ માં
ચેક કર્યુ તો શું જોયું? જ્ઞાની, યોગી, ધારણા સ્વરુપ, સેવાધારી ચારેય સબજેક્ટ માં
દરેક યથાશક્તિ જ્ઞાની પણ છે, યોગી પણ છે, ધારણા પણ કરી રહ્યાં છે, સેવા પણ કરી રહ્યાં
છે. પરંતુ ચારેય સબ્જેક્ટ માં અનુભવ સ્વરુપ, અનુભવ ની ઓથોરિટી - એની કમી દેખાણી.
અનુભવી સ્વરુપ, જ્ઞાન સ્વરુપ માં પણ અનુભવી સ્વરુપ અર્થાત્ જ્ઞાન ને નોલેજ કહેવાય
છે તો અનુભવી મૂર્ત આત્મા માં નોલેજ અર્થાત્ સમજ છે કે શું કરવાનું છે, શું નથી
કરવાનું. નોલેજ ની લાઈટ અને માઈટ, તો અનુભવી સ્વરુપ નો અર્થ જ છે જ્ઞાની તૂ આત્મા
નાં દરેક કર્મ માં લાઈટ અને માઈટ નેચરલ હોવી જોઈએ. જ્ઞાની એટલે જ્ઞાન, નોલેજ ને
જાણવું, વર્ણન કરવું, એની સાથે-સાથે દરેક કર્મ માં લાઈટ-માઈટ હોય. અનુભવી સ્વરુપ થી
દરેક કર્મ નેચરલ શ્રેષ્ઠ અને સફળ થશે. મહેનત નહીં કરવી પડે કારણકે જ્ઞાન નાં
અનુભવીમૂર્ત છે. અનુભવ ની ઓથોરિટી બધી ઓથોરિટી કરતાં શ્રેષ્ઠ છે. જ્ઞાન ને જાણવું
અને જ્ઞાન નાં અનુભવ સ્વરુપ ની ઓથોરિટી માં દરેક કર્મ કરવા, એમાં અંતર છે. તો અનુભવી
સ્વરુપ છો? ચેક કરો. ચારેય સબ્જેક્ટ માં, આત્મા છું પરંતુ અનુભવી સ્વરુપ થઈને દરેક
કર્મ કરું છું? અનુભવ ની ઓથોરિટી ની સીટ પર સેટ છો તો શ્રેષ્ઠ કર્મ, સફળતા સ્વરુપ
કર્મ ઓથોરિટી ની સામે નેચરલ નેચર દેખાશે. વિચારે છે પરંતુ અનુભવી સ્વરુપ બનવું,
યોગયુક્ત રહસ્ય યુક્ત નેચર થઈ જાય, નેચરલ થઈ જાય. ધારણા માં પણ સર્વગુણ સ્વતઃ જ
દરેક કર્મ માં દેખાય. એવાં અનુભવી સ્વરુપ માં સદા રહેવું, અનુભવ ની સીટ પર સેટ થવું
આની આવશ્યક્તા નું અટેન્શન રાખવું, આ આવશ્યક છે. અનુભવ ની ઓથોરિટી ની સીટ ખૂબ મહાન
છે. અનુભવી ને માયા પણ હલાવી નથી શકતી કારણકે માયા ની ઓથોરિટી કરતાં અનુભવ ની
ઓથોરિટી પદમગુણા ઊંચી છે. વિચારવું અલગ છે, મનન કરવું અલગ છે, અનુભવી સ્વરુપ બનીને
ચાલવું, હવે આની આવશ્યક્તા છે.
તો હવે આ વર્ષ માં
શું કરશો? બાપદાદાએ જોયું એક સબ્જેક્ટ માં મેજોરીટી પાસ છે. કયો સબ્જેક્ટ? સેવા નો
સબ્જેક્ટ. ચારેય તરફ થી બાપદાદા ની પાસે સેવા નાં રેકોર્ડ ખૂબ સારા-સારા આવ્યાં છે.
અને સેવા નો ઉમંગ-ઉત્સાહ આ વર્ષ નાં સેવા સમાચારો નાં હિસાબ થી સારો દેખાયો. દરેક
વર્ગે, દરેક ઝોને ભિન્ન-ભિન્ન રુપ થી સેવા માં સફળતા પ્રાપ્ત કરી છે. એની બાપદાદા
દરેક ઝોન, દરેક વર્ગ ને પદમ પદમગુણા મુબારક આપી રહ્યાં છે. મુબારક છે. પ્લાન પણ
સારા-સારા બનાવ્યાં છે. પરંતુ હવે સમય પ્રમાણે અચાનક ની સિઝન છે. તમે જોયું,
સાંભળ્યું હશે કે આ વર્ષે કેટલાં બ્રાહ્મણ અચાનક ગયા છે. તો અચાનક ની ઘંટડી હવે તેજ
(તીવ્ર) થઈ રહી છે. એ જ અનુસાર હવે આ વર્ષે ચારેય સબ્જેક્ટ માં હું અનુભવી સ્વરુપ
ક્યાં સુધી બન્યો છું? કારણકે ચારેય સબ્જેક્ટ માં સારા માર્ક્સ જોઈએ. જો એક પણ
સબજેક્ટ માં પાસ માર્ક થી ઓછા હશે તો પાસ વિથ ઓનર માળા નાં મણકા, બાપદાદા નાં ગળા
નો હાર કેવી રીતે બનશો? કોઈ પણ રુપ માં હાર ખાવાવાળા બાપ નાં ગળા નો હાર નથી બની
શકતાં. અને અહીં હાથ ઉઠવડાવે છે તો બધા શું કહે છે? લક્ષ્મી-નારાયણ બનીશું. ચાલો,
લક્ષ્મી-નારાયણ કે લક્ષ્મી-નારાયણ નાં પરિવાર માં સાથી, તે પણ બનવું શ્રેષ્ઠ પદ છે
એટલે બાપદાદા ફક્ત એક શબ્દ કહે છે, હવે તીવ્ર ગતિ થી ઉડતી કળા માં ઉડતા રહો અને
પોતાની ઉડતી કળા નાં વાયબ્રેશન થી વાયુમંડળ માં સહયોગ નું વાયુમંડળ ફેલાવો. શું
જ્યારે પ્રકૃતિ માટે તમે બધાએ ચેલેન્જ કરી છે કે પ્રકૃતિ ને પણ પરિવર્તન કરીને જ
છોડીશું. છે ને વાયદો? વાયદો કર્યો છે? કર્યો છે? ગરદન હલાવો, હાથ નહીં. તો શું
પોતાનાં હમજીન્સ મનુષ્યાત્માઓ ને દુઃખ અને અશાંતિ થી પરિવર્તન નથી કરી શકતાં? એક તો
તમે ચેલેન્જ કરી છે અને બીજું બાપદાદા ને પણ વાયદો કર્યો છે, અમે બધા હમણાં પણ તમારા
કાર્ય માં સાથી છીએ, પરમધામ માં પણ સાથી છીએ અને રાજ્ય માં પણ બ્રહ્મા બાપ નાં સાથી
રહીશું. આ વાયદો કર્યો છે ને? તો સાથે ચાલીશું, સાથે રહીશું, અને હમણાં પણ સાથે છીએ.
તો બાપ નો ઈશારો સમયે-સમયે પ્રેક્ટિકલ જોઈ રહ્યાં છો - અચાનક એવરરેડી. શું દાદી નાં
માટે વિચાર્યુ હતું કે જઈ શકે છે? અચાનક નો ખેલ જોયો ને?
તો આ વર્ષે એવરરેડી.
બાપ નાં દિલ ની આશાઓ ને પૂર્ણ કરવાવાળા આશાઓ નાં દીપક બનવાનું જ છે. બાપ ની આશાઓ ને
તો જાણો જ છો. બનવાનું છે કે બની જશો, જોઈ લેશો… જે સમજે છે બનવાનું જ છે, તે હાથ
ઉઠાવો. જુઓ કેમેરા માં આવી રહ્યાં છો. બાપદાદા ને ખુશ તો ખૂબ સારી રીતે કરો છો.
બાપદાદા પણ બાળકો વગર એકલા જઈ નથી શકતાં. જુઓ, બ્રહ્મા બાબા પણ આપ બાળકો માટે મુક્તિ
નો ગેટ ખોલવા માટે ઈન્તજાર (પ્રતિક્ષા) કરી રહ્યાં છે. એડવાન્સ પાર્ટી પણ ઈન્તજાર
કરી રહી છે. તમે ઈન્તજામ (પ્રબંધ) કરવા વાળા છો. તમે ઈન્તજાર કરવા વાળા નથી,
ઇન્તજામ કરવા વાળા છો. તો આ વર્ષે લક્ષ રાખો પરંતુ લક્ષ અને લક્ષણ ને સમાન રાખજો.
એવું ન થાય લક્ષ ખૂબ ઊંચું અને લક્ષણ માં કમજોરી, ના. લક્ષ અને લક્ષણ સમાન હોય. જે
તમારા દિલ ની આશા છે સમાન બનવાની, તે ત્યારે પૂર્ણ થશે જ્યારે લક્ષ અને લક્ષણ સમાન
હશે. હજી થોડું-થોડું અંતર પડી જાય છે, લક્ષ અને લક્ષણ માં. પ્લાન ખૂબ સારા બનાવો
છો, પરસ્પર રુહરિહાન પણ ખૂબ સારી-સારી કરો છો. એક-બીજા ને અટેન્શન પણ અપાવો છો. હવે
દૃઢતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે, આ સંકલ્પ ને અનુભવ નાં સ્વરુપ માં લાવો. ચેક કરો
- જે કહો છો એનો અનુભવ પણ કરો છો? પહેલો શબ્દ હું આત્મા છું, આને જ ચેક કરો. આ આત્મા
સ્વરુપ નાં અનુભવ ની ઓથોરિટી છું? કારણકે અનુભવ ની ઓથોરિટી નંબરવન છે. અચ્છા. કોઈ
પણ પરિસ્થિતિ માં સ્વ-સ્થિતિ પર સ્થિત રહી શકો છો?
મન ની એકાગ્રતા (ડ્રિલ)
અચ્છા. ત્રણ બિંદુઓ નાં સ્મૃતિ સ્વરુપ બની શકો છો ને? બસ, ફુલસ્ટોપ. અચ્છા.
હવે એક સેકન્ડ માં
પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન બાપદાદા નાં દિલતખ્ત નશીન છીએ, આ રુહાની સ્વમાન નાં નશા માં
સ્થિત થઈ જાઓ. તખ્તનશીન આત્મા છું, આ અનુભવ માં લવલીન થઈ જાઓ. અચ્છા.
ચારેય તરફ નાં અતિ
લવલી સદા બાપ નાં લવ માં લીન રહેવાવાળા, સદા સ્વમાનધારી, સ્વ-રાજ્યધારી વિશેષ
આત્માઓ ને, ચારેય તરફ નાં ઉમંગ-ઉત્સાહ ની પાંખો થી ઉડવાવાળા અને પોતાનાં મન નાં
વાયબ્રેશન થી વાયુમંડળ ને શાંત શ્રેષ્ઠ બનાવવા વાળા બધાને બાપ નો સંદેશ આપી દુઃખ થી
છોડાવી મુક્તિ નો વારસો અપાવવા વાળા, સદા દૃઢતા દ્વારા સફળતા પ્રાપ્ત કરવાવાળા એવાં
ચારેય તરફ નાં દિલ નાં સમીપ રહેવાવાળા અને સન્મુખ આવવાવાળા બધા બાળકો ને દિલ નાં
દુલાર અને દિલ ની દુવાઓ, યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
ધર્મ અને કર્મ
બંને નું ઠીક બેલેન્સ રાખવા વાળા દિવ્ય તથા શ્રેષ્ઠ બુદ્ધિવાન ભવ
કર્મ કરતા સમયે ધર્મ
અર્થાત્ ધારણા પણ સંપૂર્ણ હોય તો ધર્મ અને કર્મ બંને નું બેલેન્સ ઠીક હોવાથી પ્રભાવ
વધશે. એવું નહીં જ્યારે કર્મ સમાપ્ત થાય ત્યારે ધારણા સ્વરુપ માં આવો. બુદ્ધિ માં
બંને વાતો નું બેલેન્સ ઠીક હોય ત્યારે કહેવાશે શ્રેષ્ઠ તથા દિવ્ય બુદ્ધિવાન. નહીં
તો સાધારણ બુદ્ધિ, કર્મ પણ સાધારણ, ધારણાઓ પણ સાધારણ થાય છે. તો સાધારણતા માં સમાનતા
નથી લાવવાની પરંતુ શ્રેષ્ઠતા માં સમાનતા હોય. જેવી રીતે કર્મ શ્રેષ્ઠ છે તેવી રીતે
ધારણા પણ શ્રેષ્ઠ હોય.
સ્લોગન :-
પોતાનાં
મન-બુદ્ધિ ને અનુભવ ની સીટ પર સેટ કરી દો તો ક્યારેય અપસેટ નહીં થશો.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જ્ઞાન-સ્વરુપ, માસ્ટર
નોલેજફુલ, માસ્ટર સર્વશક્તિમા્ન હોવા છતાં પણ જો કોઈ એવું કર્મ જે યુક્તિયુક્ત નથી,
તે કરી લો છો તો તે કર્મ નું બંધન અજ્ઞાનકાળ નાં કર્મ બંધન કરતાં પદમગુણા વધારે છે.
આ કારણે બંધનમુક્ત આત્મા સ્વતંત્ર ન હોવાના કારણે જે ઈચ્છે તે નથી કરી શકતા એટલે
યુક્તિયુક્ત કર્મ દ્વારા મુક્તિ ને પ્રાપ્ત કરો.