25-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સ્વયં સ્વયં થી પૂછો કે હું કર્મેન્દ્રિયજીત બન્યો છું ? કોઈ પણ કર્મેન્દ્રિય મને દગો તો નથી આપતી ?”

પ્રશ્ન :-
કર્માતીત બનવા માટે આપ બાળકોએ સ્વયં સ્વયં થી કયો વાયદો કરવાનો છે?

ઉત્તર :-
સ્વયં થી વાયદો કરો કે કોઈ પણ કર્મેન્દ્રિય ક્યારેય પણ ચલાયમાન થઇ ન શકે. મારે પોતાની કર્મેન્દ્રિયો વશ માં કરવાની છે. બાબાએ જે પણ ડાયરેક્શન (માર્ગદર્શન) આપ્યાં છે, એને અમલમાં લાવવાનાં જ છે. બાબા કહે છે - મીઠાં બાળકો, કર્માતીત બનવું છે તો કોઈ પણ કર્મેન્દ્રિય થી વિકર્મ નહીં કરો. માયા ખુબ પ્રબળ છે. આંખો દગાબાજ છે એટલે પોતાની સંભાળ કરો.

ઓમ શાંતિ!
બાળકો, આત્મ-અભિમાની થઈ ને બેઠાં છો? સ્વયં સ્વયં થી પૂછો, દરેક વાત સ્વયં સ્વયં થી પૂછવી પડે છે. બાપ યુક્તિ બતાવે છે કે સ્વયં થી પૂછો આત્મ-અભિમાની થઈ બેઠા છીએ? બાપ ને યાદ કરીએ છીએ? કારણકે આ છે તમારી રુહાની સેના. એ સેના માં તો હંમેશા જવાન જ ભરતી થાય છે. આ સેનામાં જવાન ૧૪-૧૫ વર્ષ નાં પણ છે તો ૯૦ વર્ષ નાં વૃદ્ધ પણ છે, તો નાનાં બાળકો પણ છે. આ સેના છે માયા પર જીત મેળવવા માટે. દરેકે માયા પર જીત મેળવી બાપ પાસેથી બેહદ નો વારસો મેળવવાનો છે કારણકે માયા બહુજ દુશ્તર (ખરાબ) છે. બાળકો સ્વયં પણ જાણે છે કે માયા ખુબ પ્રબળ છે. દરેક કર્મેન્દ્રિય દગો ખુબ જ આપે છે. સૌથી પહેલાં વધારે દગો આપવા વાળી કઈ કર્મેન્દ્રિય છે? આંખો જ સૌથી વધારે દગો આપે છે. પોતાની સ્ત્રી હોવા છતાં પણ બીજી કોઈ સુંદર જોશે તો ઝટ તે (આંખ) ખેંચશે. આંખો ખુબ જ દગો આપે છે. દિલ થાય છે કે એને હાથ લગાડીએ. બાળકોને સમજાવાય છે - સદૈવ બુદ્ધિ થી આ સમજો કે અમે બ્રહ્માકુમાર-કુમારીઓ ભાઇ-બહેન છીએ, આમાં માયા બહુજ ગુપ્ત દગો આપે છે એટલે આ ચાર્ટ માં પણ લખવું જોઈએ કે આજે આખાં દિવસ માં કઈ-કઈ કર્મેન્દ્રિયે મને દગો આપ્યો? સૌથી વધારે દુશ્મન છે આ આંખો. તો આ લખવું જોઈએ - ફલાણી ને જોઈ, મારી દૃષ્ટિ ગઈ. સૂરદાસ નું પણ ઉદાહરણ છે ને. પોતાની આંખો કાઢી નાખી. પોતાની તપાસ કરશો તો આંખો દગો વધારે આપે છે. પોતાની સ્ત્રીને પણ છોડી કોઈ સારી જોઈ તો એનાં પર ફિદા થઇ જાય છે. કોઈ ગાયન માં હોશિયાર હશે, શૃંગાર સારો હશે તો આંખો ઝટ ચલાયમાન થઈ જશે એટલે બાબા કહે છે આ આંખો ખુબ જ દગો આપે છે. ભલે સર્વિસ પણ કરે છે પરંતુ આંખો ખુબ જ દગો આપે છે. આ દુશ્મન ની પૂરી તપાસ કરવાની છે. નહીં તો સમજો અમે પોતાનાં પદ ને ભ્રષ્ટ કરી લઈશું. જે સમજદાર બાળકો છે એમને પોતાની પાસે ડાયરી માં નોટ કરવું જોઈએ - ફલાણી ને જોઈ તો મારી દૃષ્ટિ ગઈ પછી સ્વયં સ્વયં ને જ સજા આપો. ભક્તિમાર્ગ માં પણ પૂજા નાં સમયે બુદ્ધિ બીજી-બીજી તરફ ભાગે છે, તો પોતાને ચૂંટલી ભરે છે. તો જ્યારે એવી કોઈ સ્ત્રી વગેરે સામે આવે છે તો કિનારો કરી લેવો જોઈએ. ઉભાં રહીને જોવું ન જોઈએ. આંખો ખુબ જ દગો આપવા વાળી છે એટલે સંન્યાસી લોકો આંખો બંધ કરી બેસે છે. સ્ત્રી ને પાછળ, પુરુષ ને આગળ બેસાડે છે. ઘણાં એવાં પણ હોય છે જે સ્ત્રી ને બિલકુલ જોતાં જ નથી.

આપ બાળકોએ તો ખુબ મહેનત કરવાની છે. વિશ્વનું રાજ્ય-ભાગ્ય લેવું કોઈ ઓછી વાત થોડી છે. તે લોકો તો કરીને ૧૦, ૧૨, ૨૦ હજાર, ૧-૨ લાખ-કરોડ ભેગા કરશે અને ખલાસ થઈ જશે. આપ બાળકોને તો અવિનાશી વારસો મળે છે. સર્વસ્વ પ્રાપ્તિ થઈ જાય છે. એવી કોઈ ચીજ નથી રહેતી જેની પ્રાપ્તિ નાં માટે માથું મારવું પડે. કળિયુગ અંત અને સતયુગ આદિ માં રાત-દિવસ નું અંતર છે. આ તો કંઈ પણ નથી.

હમણાં તમારો આ છે પુરુષોત્તમ સંગમયુગ. પુરુષોત્તમ શબ્દ જરુર લખવાનો છે. મનુષ્ય સે દેવતા કિયે… તમે હમણાં બ્રાહ્મણ બન્યાં છો. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધારા માં છે. ઘણાં છે જે સ્વર્ગ ને જોઈ ન શકે. બાપ કહે છે - બાળકો, તમારો ધર્મ બહુજ સુખ આપવા વાળો છે. મનુષ્ય ને થોડી કંઈ ખબર છે! ભારતવાસી પણ ભૂલી ગયાં છે કે સ્વર્ગ શું ચીજ છે! ક્રિશ્ચન લોકો પણ પોતે કહે છે સ્વર્ગ હતું. આ લક્ષ્મી-નારાયણ ને ભગવાન-ભગવતી કહે છે ને. તો જરુર ભગવાન જ એવાં બનાવશે. તો બાપ સમજાવે છે - મહેનત ખુબ જ કરવાની છે. રોજ પોતાનો પોતામેલ જુઓ. કઈ કર્મેન્દ્રિયે મને દગો આપ્યો? મુખ પણ બહુજ દગો આપે છે. પહેલાં કચેરી (દરબાર) થતી હતી. બધા પોતાની ભૂલ બતાવતાં હતાં. અમે ફલાણી વસ્તુ છુપાવીને ખાઈ લીધી. સારાં-સારાં મોટા ઘર ની બાળકીઓ બતાવી દે છે, આમ-આમ માયા વાર કરે છે. છુપાવીને ખાવું પણ ચોરી છે. તે પણ શિવબાબા નાં યજ્ઞ ની ચોરી - આ તો બહુજ ખરાબ છે. કખ નો ચોર તો લખ નો ચોર. માયા એકદમ નાક થી પકડે છે. આ આદત બહુજ ખરાબ છે. ખરાબ આદત હશે તો આપણે શું બનીશું! સ્વર્ગમાં જવું કોઈ મોટી વાત નથી. પરંતુ એમાં પછી પદ પણ તો છે ને. ક્યાં રાજા ક્યાં પ્રજા! કેટલો ફરક છે! તો કર્મેન્દ્રિયો પણ ખુબ જ દગો આપવા વાળી છે. એની સંભાળ કરવી જોઈએ. ઊંચ પદ મેળવવું છે તો બાપ નાં ડાયરેક્શન પર પૂરું ચાલવાનું છે. બાપ ડાયરેક્શન આપશે માયા પછી વચ્ચે આવીને વિઘ્ન નાખશે. બાપ કહે છે - ભૂલો નહીં, નહીં તો અંત માં બહુજ પછતાશો. નાપાસ થવાનો પછી સાક્ષાત્કાર પણ થશે. હમણાં તમે કહો છો અમે નર થી નારાયણ બનીશું. પરંતુ પોતાને પૂછો, પોતાનો પોતામેલ કાઢો. ઘણાં છે, જે મુશ્કેલ સમજીને અમલ માં લાવે છે. પરંતુ બાબા કહે છે આનાંથી તમારી ઉન્નતિ બહુ જ થશે. આખાં દિવસ નો પોતામેલ કાઢવો જોઈએ. આ આંખો બહુજ દગો આપે છે. કોઈને જોશે તો વિચાર આવશે, આ તો બહુ સારી છે પછી વાત કરશે. દિલ થશે - આમને કંઈક ભેટ આપું, આ ખવડાવું, એ જ ચિંતન ચાલતું રહેશે. બાળકો સમજે છે આમાં મહેનત બહુજ વધારે છે. કર્મેન્દ્રિયો બહુજ દગો આપે છે. રાવણ રાજ્ય છે ને? બાપ કહે છે - ત્યાં ચિંતા ની કોઈ વાત નથી હોતી કારણકે રાવણ રાજ્ય જ નથી. ચિંતા ની વાત જ નથી. ત્યાં પણ ચિંતા હોય તો પછી નર્ક અને સ્વર્ગ માં ફરક જ શું રહે? આપ બાળકો બહુજ-બહુજ ઊંચ પદ મેળવવા માટે ભગવાન થી ભણો છો. બાપ સમજાવે છે - માયા નિંદા કરાવે છે. તમે અપકાર કર્યો, હું ઉપકાર કરું છું. બાળકો, તમે જો કુદૃષ્ટિ રાખશો તો પોતાનું જ નુકસાન કરશો. ખુબ મોટી મંઝિલ (લક્ષ) છે એટલે બાબા કહે છે - પોતાનો પોતામેલ જુઓ. કોઈ વિકર્મ તો નથી કર્યા? કોઈને દગો તો નથી દીધો? હવે વિકર્માજીત બનવાનું છે. વિકર્માજીત નાં સંવત ની કોઈને ખબર નથી સિવાય આપ બાળકોનાં. બાપે સમજાવ્યું છે - વિકર્માજીત ને ૫ હજાર વર્ષ થયાં, પછી વિકર્મ કરો છો તો વામમાર્ગ માં જાઓ છો. કર્મ, અકર્મ, વિકર્મ શબ્દ તો છે ને. માયા નાં રાજ્ય માં મનુષ્ય જે પણ કર્મ કરે છે, તે વિકર્મ જ બને છે. સતયુગ માં વિકાર હોતાં નથી. તો વિકર્મ પણ કોઈ કરતું નથી. આ પણ તમે જાણો છો - કારણ કે તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. તમે ત્રિનેત્રી બન્યાં છો. તો ત્રિકાળદર્શી, ત્રિનેત્રી બનાવવા વાળા છે બાપ. તમે આસ્તિક બન્યાં છો ત્યારે ત્રિકાળદર્શી બન્યાં છો. આખાં ડ્રામા નાં રહસ્ય બુદ્ધિ માં છે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન, ૮૪ નું ચક્ર પછી બીજા ધર્મ વૃદ્ધિને પામે છે. તે કોઈ સદ્દગતિ નથી કરી શકતાં. એમને ગુરુ પણ નથી કહી શકાતું. સર્વની સદ્દગતિ કરવા વાળા એક જ બાપ છે. હમણાં બધાની સદ્દગતિ થવાની છે. તે ધર્મ સ્થાપક કહેવાય છે, ગુરુ નહીં. ધર્મ સ્થાપક ધર્મ સ્થાપન કરવાનાં નિમિત્ત બને છે. બાકી સદ્દગતિ થોડી કરે છે! એમને યાદ કરવાથી કોઈ સદ્દગતિ નથી થઈ શકતી. વિકર્મ વિનાશ નથી થઈ શકતાં. તે બધું છે ભક્તિ. તો બાપ સમજાવે છે માયા ખુબ દુશ્તર છે, આનાં પર જ લડાઈ થાય છે. તમે છો શિવ શક્તિ પાંડવ સેના. તમે બધાં પન્ડા છો. શાંતિધામ, સુખધામ નો રસ્તો બતાવો છો. ગાઈડ (માર્ગદર્શક) તમે છો. કહો છો - બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને પછી બીજી તરફ જો કોઈ પાપ કર્મ કરશે તો સો ગુણા પાપ લાગી જશે. જેટલું થઈ શકે કોઈ વિકર્મ ન કરવું જોઈએ. કર્મેન્દ્રિયો દગો બહુજ આપે છે. બાપ દરેક ની ચલન થી સમજી જાય છે. બાળકોને માયા નાં તોફાન આવે છે. સ્ત્રી-પુરુષ સમજવાથી જ તોફાન આવે છે. તો આ આંખો પર કેટલો કબ્જો (અધિકાર) રાખવો જોઈએ. આપણે તો શિવબાબા નાં બાળકો છીએ. બાપ થી પ્રતિજ્ઞા કરી રાખડી પણ બાંધે તો પણ માયા દગો આપી દે છે, પછી છૂટી નથી શકતાં. કર્મેન્દ્રિયો જ્યારે વશ થાય ત્યારે કર્માતીત અવસ્થા થઈ શકે. કહેવું તો સહજ છે કે અમે લક્ષ્મી-નારાયણ બનીશું પરંતુ સમજ પણ જોઈએ ને. બાપ કહે છે ડાયરેક્શન પર અમલ કરો. બાબા-બાબા કરતાં રહો. બાબા પાસેથી અમે પૂરો વારસો લઈશું. આવાં શિક્ષક ક્યારેય પણ ક્યાંય પણ નહીં મળશે. આ બધી વાતોને દેવતાઓ પણ નથી જાણતાં તો પાછળ નાં ધર્મ વાળા પછી કેવી રીતે જાણી શકે છે! બાબા કહે છે હું કંઈ પણ કહું તો પણ સમજો - આ શિવબાબા કહે છે. એવું નહીં સમજો કે આ દાદા કહે છે. આ તો મારો રથ છે, આ શું કરે, આપ બાળકોને રાજાઈ હું આપું છું. આ રથ થોડી આપે છે? આ તો બિલકુલ બેગર (કંગાળ) છે. આ પણ બાબા પાસેથી વારસો લે છે. જેમ તમે પુરુષાર્થ કરો છો તેમ આ પણ કરે છે. આ પણ વિદ્યાર્થી જીવન માં છે. આ રથ લોન પર લીધેલ છે, તમોપ્રધાન છે. તમે પૂજ્ય દેવતા બનવા માટે, મનુષ્ય થી દેવતા બનવા માટે ભણો છો. કોઈની તકદીર માં નથી તો કહે છે મને તો સંશય છે, શિવબાબા કેવી રીતે આવી ને ભણાવે છે. મને તો સમજ માં નથી આવતું. બાપ ની યાદ વગર વિકર્મ વિનાશ થઇ ન શકે. પૂરી સજા ખાવી પડશે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. રાજાઓ ને કેટલી દાસીઓ હોય છે. બાબા તો રાજાઓનાં સંબંધ માં આવેલાં છે. દાસીઓ દહેજ માં આપે છે. અહીં જ આટલી દાસીઓ છે તો સતયુગ માં કેટલી હશે! આ પણ રાજધાની સ્થાપન થઈ રહી છે. બાબા જાણે છે શું-શું કરી રહ્યાં છે. દરેક નાં પોતામેલ થી બાબા બતાવી શકે છે. આ સમયે મરી જાય તો શું બનશે! કર્માતીત અવસ્થા ને પાછળ થી બધા નંબરવાર પામે છે. આ તો કમાણી છે. કમાણી માં મનુષ્ય કેટલાં વ્યસ્ત રહે છે. ખાવાનું ખાતાં રહેશે, ટેલીફોન કાન પર હશે. એવાં વ્યક્તિ તો જ્ઞાન ઉઠાવી ન શકે. અહીં ગરીબ સાધારણ જ આવે છે. સાહૂકાર લોકો તો કહેશે, ફુરસદ ક્યાં. અરે, ફક્ત બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. તો બાબા મીઠાં-મીઠાં બાળકોને વારંવાર સમજાવે છે. દરેકને આ પૈગામ આપવાનો છે જે એવું કોઈ ન કહે કે અમને શું ખબર શિવબાબા આવેલાં છે. બસ, આખો દિવસ બાબા-બાબા કહેતાં રહો. ઘણી બાળકીઓ બહુજ યાદ કરે છે. શિવબાબા કહેવાથી જ ઘણાં બાળકોને પ્રેમ નાં આંસુ આવી જાય છે. ક્યારે જઈને મળીશું! જોયા નથી તો પણ તડપતી રહે છે અને જોયેલાં પછી માનતાં નથી. તે દૂર બેસી આંસુ વહાવતી રહે છે. અદ્દભુત છે ને! બ્રહ્મા નાં પણ ઘણાને સાક્ષાત્કાર થાય છે. આગળ ચાલી ઘણાને સાક્ષાત્કાર થશે. મનુષ્ય ને મરવાનાં સમયે બધા આવીને કહે છે ભગવાન ને યાદ કરો. તમે પણ શિવબાબા ને યાદ કરો. બાપ કહે છે - બાળકો, પુરુષાર્થ માં મેક-અપ (મહેનત) કરતાં રહો. મોકો મળે છે તો મેક-અપ કરો. કમાણી કેટલી ઉંચી છે. કોઈ-કોઈ તો એવાં છે જે કેટલું પણ સમજાવો, તો પણ બુદ્ધિમાં નથી બેસતું. બાપ કહે છે એવું નથી બનવાનું. પોતાનું કલ્યાણ કરો. બાપની શ્રીમત પર ચાલો. તમને બાપ પુરુષો માં ઉત્તમ બનાવે છે. આ છે મુખ્ય ઉદ્દેશ. બાબા સેવા માટે કેટલી યુક્તિઓ બતાવતાં રહે છે. સંદેશ તો બધાને આપવાનો છે. જે સમજે આ તો બરોબર સાચું કહે છે. આ લડાઈ થી જ ખાસ ભારત માં, આમ આખાં વિશ્વમાં સુખ-શાંતિ થાય છે. એવાં-એવાં પરચા બધી ભાષાઓમાં છપાવવા પડે. ભારત કેટલું મોટું છે. દરેકને ખબર હોવી જોઈએ - જે એવું કોઈ ન કહે કે અમને તો ખબર જ ન પડી. તમે કહેશો અરે, એરોપ્લેન (વિમાન) થી પરચા નાખ્યાં, સમાચાર પત્ર માં નાખ્યાં, તમે જાગ્યા નહીં. આ પણ દેખાડેલું છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં માં જે પણ ખરાબ આદતો છે - એની તપાસ કરી એને કાઢવા માટે મહેનત કરવાની છે. પોતાનો સાચો-સાચો પોતામેલ રાખવાનો છે. બાપ નાં ડાયરેક્શન પર ચાલવાનું છે.

2. એવું કોઈ કર્મ નથી કરવાનું, જેનાથી બાપ નું નામ બદનામ થાય. પોતાની ઉન્નતિ નો વિચાર કરવાનો છે. જરા પણ કુદૃષ્ટિ નથી રાખવાની.

વરદાન :-
સ્થૂળ કે સૂક્ષ્મ માં દરેક ફરમાન નું પાલન કરવા વાળા સંપૂર્ણ ફરમાનબરદાર ભવ

સ્થૂળ ફરમાન પાલન કરવાની શક્તિ એજ બાળકોમાં આવી શકે છે જે સૂક્ષ્મ ફરમાન પાલન કરે છે. સૂક્ષ્મ અને મુખ્ય ફરમાન છે નિરંતર યાદ માં રહો કે મન-વચન-કર્મ થી પવિત્ર બનો. સંકલ્પ માં પણ અપવિત્રતા કે અશુદ્ધતા ન હોય. જો સંકલ્પ માં પણ જૂનાં અશુદ્ધ સંસ્કાર ટચ કરે છે તો સંપૂર્ણ વૈષ્ણવ કે સંપૂર્ણ પવિત્ર નહીં કહેવાશો. એટલે કોઈ એક સંકલ્પ પણ ફરમાન સિવાય ન ચાલે ત્યારે કહેવાશે સંપૂર્ણ ફરમાનબરદાર.

સ્લોગન :-
બાપ ને જાણીને દિલ થી બાબા કહેવું આ સૌથી મોટી વિશેષતા છે.

આ અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

એકરસ સ્થિતિ બનાવવા માટે કર્મયોગી બનો. કર્મયોગી ની આગળ કોઈ કેવાં પણ આવી જાય તે સ્વયં સદા ન્યારા અને પ્યારા રહેશે. નોલેજ દ્વારા જાણશે - આનો આ પાર્ટ ચાલી રહ્યો છે. તે સારા ને સારા સમજીને સાક્ષી થઈને જોશે અને ખરાબ ને રહેમદિલ બની રહેમ ની દૃષ્ટિ થી પરિવર્તન કરવાની શુભ ભાવના થી સાક્ષી થઈને જોશે, આ જ એકરસ સ્થિતિ બનાવવાનું સાધન છે.