25-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સદા
એક જ ફિકર માં રહો કે આપણે સારી રીતે ભણીને પોતાને રાજતિલક આપવાનું છે , ભણતર થી જ
રાજાઈ મળે છે”
પ્રશ્ન :-
બાળકો એ કયા હુલ્લાસ માં રહેવાનું છે? દિલશિકસ્ત નથી થવાનું, કેમ?
ઉત્તર :-
સદા એ જ હુલ્લાસ રહે કે અમારે આ લક્ષ્મી-નારાયણ જેવાં બનવાનું છે, એનો પુરુષાર્થ
કરવાનો છે. દિલશિકસ્ત ક્યારેય નથી થવાનું કારણકે આ ભણતર ખૂબ સહજ છે, ઘર માં રહેતાં
પણ ભણી શકો છો, આની કોઈ ફી નથી, પરંતુ હિમ્મત જરુર જોઈએ.
ગીત :-
તુમ્હીં હો
માતા પિતા તુમ્હીં હો...
ઓમ શાંતિ!
બાળકોએ પોતાનાં
બાપ ની મહિમા સાંભળી. મહિમા એક ની જ છે બીજા કોઈની મહિમા ગાઈ નથી શકાતી. જ્યારે
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની પણ કોઈ મહિમા નથી. બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે, શંકર
દ્વારા વિનાશ કરાવે છે, વિષ્ણુ દ્વારા પાલના કરાવે છે. લક્ષ્મી-નારાયણ ને આવાં લાયક
પણ શિવબાબા જ બનાવે છે, એમની જ મહિમા છે, એમનાં સિવાય પછી કોની મહિમા ગવાય? આમને એવાં
બનાવવા વાળા શિક્ષક ન હોય તો આપણે એવાં ન બનીએ. પછી મહિમા છે સૂર્યવંશી કુળ ની, જે
રાજ્ય કરે છે. બાપ સંગમ પર ન આવે તો એમની રાજાઈ પણ મળી ન શકે. બીજા તો કોઈની મહિમા
નથી. ફોરેનર્સ (વિદેશી) વગેરે કોઈની પણ મહિમા કરવાની જરુર નથી. મહિમા છે જ ફક્ત એક
ની, બીજું ન કોઈ. ઊંચા માં ઊંચા શિવબાબા જ છે. એમની પાસેથી જ ઊંચ પદ મળે છે તો એમને
સારી રીતે યાદ કરવા જોઈએ ને? પોતાને રાજા બનાવવા માટે પોતે જ ભણવાનું છે. જેમ
બેરિસ્ટરી ભણે છે તો પોતાને ભણતર થી બેરિસ્ટર બનાવે છે ને? આપ બાળકો જાણો છો શિવબાબા
આપણને ભણાવે છે. જે સારી રીતે ભણશે, એ જ ઊંચ પદ મેળવશે. નહીં ભણવાવાળા પદ મેળવી ન
શકે. ભણવા માટે શ્રીમત મળે છે. મૂળ વાત છે પાવન બનવાની, જેનાં માટે આ ભણતર છે. તમે
જાણો છો આ સમયે બધા તમોપ્રધાન પતિત છે. સારા કે ખોટા મનુષ્ય તો હોય જ છે. પવિત્ર
રહેવાવાળા ને સારા કહેવાય છે. સારું ભણીને મોટા માણસ બને છે તો મહિમા થાય છે પરંતુ
છે તો બધા પતિત. પતિત જ પતિત ની મહિમા કરે છે. સતયુગ માં છે પાવન. ત્યાં કોઈ કોઈની
મહિમા નથી કરતાં. અહીં પવિત્ર સંન્યાસી પણ છે, અપવિત્ર ગૃહસ્થી પણ છે, તો પવિત્ર ની
મહિમા ગવાય છે. ત્યાં તો યથા રાજા-રાણી તથા પ્રજા હોય છે. બીજો કોઈ ધર્મ નથી જેનાં
માટે પવિત્ર, અપવિત્ર કહે. અહીં તો કોઈ ગૃહસ્થીઓ ની પણ મહિમા ગાતા રહે છે. તેમનાં
માટે જેમ એ જ ખુદા, અલ્લાહ છે. પરંતુ અલ્લાહ ને તો પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિદાતા),
ગાઈડ (માર્ગદર્શક) કહેવાય છે. તે પછી બધા કેવી રીતે હોઈ શકે? દુનિયા માં કેટલો ઘોર
અંધકાર છે? હમણાં આપ બાળકો સમજો છો તો બાળકોને આ નશો રહેવો જોઈએ - અમારે ભણીને સ્વયં
ને રાજા બનાવવાનાં છે. જે સારી રીતે પુરુષાર્થ કરશે એ જ રાજતિલક મેળવશે. બાળકોએ
હુલ્લાસ માં રહેવું જોઈએ - અમે પણ આ લક્ષ્મી-નારાયણ જેવાં બનીએ. આમાં મૂંઝાવાની
જરુર નથી. પુરુષાર્થ કરવો જોઈએ. દિલશિકસ્ત ન થવું જોઈએ. આ ભણતર એવું છે ખાટલા પર
સૂતા પણ ભણી શકો છો. વિલાયત (વિદેશ) માં રહેતાં પણ ભણી શકો છો. ઘર માં રહેતાં પણ ભણી
શકો છો. એટલું સહજ ભણતર છે. મહેનત કરી પોતાનાં પાપો ને કાપવાના છે અને બીજાઓ ને પણ
સમજાવવાનું છે. બીજા ધર્મ વાળા ને પણ તમે સમજાવી શકો છો. કોઈને પણ આ બતાવવાનું છે -
તમે આત્મા છો. આત્મા નો સ્વધર્મ એક જ છે, આમાં કોઈ ફરક નથી પડી શકતો. શરીર થી જ
અનેક ધર્મ હોય છે. આત્મા તો એક જ છે. બધા એક જ બાપ નાં બાળકો છે. આત્માઓ ને બાબાએ
એડોપ્ટ કર્યા છે એટલે બ્રહ્મા મુખ વંશાવલી ગવાય છે.
કોઈને પણ સમજાવી શકો
છો - આત્મા નાં બાપ કોણ છે? ફોર્મ જે તમે ભરાવો છો તેમાં મોટો અર્થ છે. બાપ તો જરુર
છે ને? જેમને યાદ પણ કરે છે, આત્મા પોતાનાં બાપ ને યાદ કરે છે. આજકાલ તો ભારત માં
કોઈને પણ ફાધર (પિતા) કહી દે છે. મેયર ને પણ ફાધર કહેશે. પરંતુ આત્મા નાં બાપ કોણ
છે, એમને જાણતા નથી. ગાય પણ છે તુમ માત-પિતા… પરંતુ એ કોણ છે, કેવાં છે, કાંઈ પણ
ખબર નથી. ભારત માં જ તમે માત-પિતા કહીને બોલાવો છો. બાપ જ અહીં આવીને મુખ વંશાવલી
રચે છે. ભારત ને જ મધર કન્ટ્રી (માતૃભૂમિ) કહેવાય છે કારણકે અહીં જ શિવબાબા
માતા-પિતા નાં રુપ માં પાર્ટ ભજવે છે. અહીં જ ભગવાન ને માત-પિતા નાં રુપ માં યાદ કરે
છે. વિદેશો માં ફક્ત ગોડફાધર કહીને બોલાવે છે, પરંતુ માતા પણ જોઈએ ને જેમનાં દ્વારા
બાળકો ને એડોપ્ટ કરે. પુરુષ પણ સ્ત્રી ને એડોપ્ટ કરે છે પછી બાળકો જન્મે છે. રચના
રચાય છે. અહીં પણ આમના માં પરમપિતા પરમાત્મા બાપ પ્રવેશ કરીને એડોપ્ટ કરે છે. બાળકો
જન્મે છે એટલે તેમને માતા-પિતા કહેવાય છે. એ છે આત્માઓ નાં બાપ પછી અહીં આવીને
ઉત્પત્તિ કરે છે. અહીં તમે બાળકો બનો છો તો ફાધર (પિતા) અને મધર (માતા) કહેવાય છે.
તે તો છે સ્વીટ હોમ, જ્યાં બધા આત્માઓ રહે છે. ત્યાં પણ બાપ વગર કોઈ લઈ જઈ ન શકે.
કોઈ પણ મળે તો બોલો તમે સ્વીટ હોમ જવા ઈચ્છો છો? પછી પાવન જરુર બનવું પડે. હમણાં તમે
પતિત છો, આ છે જ આયરન એજડ (કળિયુગી) તમોપ્રધાન દુનિયા. હવે તમારે જવાનું છે પાછા ઘરે.
આયરન એજડ (કળિયુગી) આત્માઓ તો પાછા ઘરે જઈ ન શકે. આત્માઓ સ્વીટ હોમ માં પવિત્ર જ રહે
છે તો હવે બાપ સમજાવે છે, બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. કોઈ પણ દેહધારી ને યાદ
ન કરો. બાપ ને જેટલાં યાદ કરશો એટલાં પાવન બનશો અને પછી ઊંચ પદ મેળવશો નંબરવાર.
લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર કોઈ ને પણ સમજાવવું સહજ છે. ભારત માં આમનું રાજ્ય હતું.
આ જ્યારે રાજ્ય કરતા હતાં તો વિશ્વ માં શાંતિ હતી. વિશ્વ માં શાંતિ બાપ જ કરી શકે
છે બીજા કોઈ ની તાકાત નથી. હમણાં બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે, નવી દુનિયા
માટે રાજાઓ નાં રાજા કેવી રીતે બની શકાય છે તે બતાવે છે. બાપ જ નોલેજફુલ છે. પરંતુ
એમનાં માં કઈ નોલેજ છે, આ કોઈ નથી જાણતું. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની
હિસ્ટ્રી-જોગ્રોફી બેહદ નાં બાપ જ સંભળાવે છે. મનુષ્ય તો ક્યારેક કહેશે સર્વવ્યાપી
છે અથવા કહેશે બધાની અંદર ને જાણવા વાળા છે. પછી પોતાને તો કહી ન શકે. આ બધી વાતો
બાપ સમજાવે છે. સારી રીતે ધારણ કરી અને હર્ષિત થવાનું છે. આ લક્ષ્મી-નારાયણ નાં
ચિત્ર હંમેશા હર્ષિતમુખ વાળા જ બનાવે છે. સ્કૂલ માં ઊંચા દરજ્જા માં ભણવાવાળા કેટલાં
હર્ષિત થશે? બીજા પણ સમજશે આ તો ખૂબ ઊંચી પરીક્ષા પાસ કરે છે. આ તો ખૂબ ઊંચું ભણતર
છે. ફી વગેરે ની કોઈ વાત નથી ફક્ત હિમ્મત ની વાત છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને
યાદ કરવાના છે, જેમાં જ માયા વિઘ્ન નાખે છે. બાપ કહે છે પવિત્ર બનો. બાપ સાથે
પ્રતિજ્ઞા કરી પછી કાળું મોઢું કરી દે છે, ખૂબ જબરજસ્ત માયા છે, ફેલ (નાપાસ) થઈ જાય
છે તો પછી તેમનું નામ નથી ગાઈ શકાતું. ફલાણા-ફલાણા શરુ થી લઈને ખૂબ સરસ ચાલી રહ્યાં
છે. મહિમા ગવાય છે. બાપ કહે છે પોતાની માટે પોતે જ પુરુષાર્થ કરી રાજધાની પ્રાપ્ત
કરવાની છે. ભણતર થી ઊંચ પદ મેળવવાનું છે. આ છે જ રાજયોગ. પ્રજા યોગ નથી. પરંતુ પ્રજા
પણ તો બનશે ને? શકલ (ચહેરા) અને સર્વિસ (સેવા) થી ખબર પડી જાય છે કે આ શું બનવા
લાયક છે? ઘર માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની ચાલ-ચલન થી સમજી જાય છે, આ ફર્સ્ટ નંબર
માં, આ થર્ડ નંબર માં આવશે. અહીં પણ એવું છે. જ્યારે અંત માં પરીક્ષા પૂરી થશે
ત્યારે તમને બધા સાક્ષાત્કાર થશે. સાક્ષાત્કાર થવામાં કોઈ વાર નથી લાગતી પછી શરમ
આવશે, અમે નાપાસ થઈ ગયાં. નાપાસ થવા વાળા ને પ્રેમ કોણ કરશે?
મનુષ્ય બાયસ્કોપ (સિનેમા)
જોવા માં ખુશીનો અનુભવ કરે છે પરંતુ બાપ કહે છે નંબરવન ખરાબ બનાવવા વાળું છે
બાયસ્કોપ. તેમાં જવાવાળા ખાસ કરીને ફેલ (નાપાસ) થઈ નીચે પડે છે. કોઈ-કોઈ ફિમેલ (સ્ત્રી)
પણ એવી છે જે બાયસ્કોપ જોયા વગર ઊંઘ ન આવે. બાયસ્કોપ જોવા વાળા અપવિત્ર બનવાનો
પુરુષાર્થ જરુર કરશે. અહીં જે કાંઈ થઈ રહ્યું છે, જેમાં મનુષ્ય ખુશી સમજે છે તે બધું
દુઃખ માટે છે. આ છે વિનાશી ખુશીઓ. અવિનાશી ખુશી, અવિનાશી બાપ પાસે થી જ મળે છે. તમે
સમજો છો બાબા આપણને આ લક્ષ્મી-નારાયણ જેવાં બનાવે છે. આમ પહેલાંં તો ૨૧ જન્મ માટે
લખતા હતાં. હવે બાબા લખે છે ૫૦-૬૦ જન્મ, કારણ કે દ્વાપર માં પણ પહેલાં તો ખૂબ ધનવાન
સુખી રહો છો ને? ભલે પતિત બનો છો તો પણ ધન ખૂબ રહે છે. આ તો બિલકુલ જ્યારે
તમોપ્રધાન બને છે ત્યારે દુઃખ શરુ થાય છે. પહેલાં તો સુખી રહો છો. જ્યારે ખૂબ દુઃખી
થાઓ છો ત્યારે બાપ આવે છે. મહા અજામિલ જેવાં પાપીઓ નો પણ ઉદ્ધાર કરે છે. બાપ કહે છે
હું બધાને લઈ જઈશ મુક્તિધામ. પછી સતયુગ ની રાજાઈ પણ તમને આપું છું. બધાનું કલ્યાણ
તો થાય છે ને? બધાને પોતાનાં ઠેકાણા પર પહોંચાડી દે છે - શાંતિ માં અથવા સુખ માં.
સતયુગ માં બધાને સુખ રહે છે. શાંતિધામ માં પણ સુખી રહે છે. કહે છે વિશ્વ માં શાંતિ
થાય. બોલો, આ લક્ષ્મી-નારાયણ નું જ્યારે રાજ્ય હતું તો વિશ્વ માં શાંતિ હતી ને?
દુઃખ ની વાત હોઈ ન શકે. નથી દુઃખ, નથી અશાંતિ. અહીં તો ઘર-ઘર માં અશાંતિ છે.
દેશ-દેશ માં અશાંતિ છે. આખા વિશ્વ માં જ અશાંતિ છે. કેટલાં ટુકડા-ટુકડા થઈ ગયા છે.
કેટલાં ફ્રેક્શન (ભાગલાં) છે. ૧૦૦ માઈલ પર ભાષા અલગ. હવે કહે છે ભારત ની પ્રાચીન
ભાષા સંસ્કૃત છે. હમણાં આદિ સનાતન ધર્મ ની જ કોઈને ખબર નથી તો પછી કેવી રીતે કહેવાય
કે આ પ્રાચીન ભાષા છે? તમે બતાવી શકો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ક્યારે હતો?
તમારા માં પણ નંબરવાર છે. કોઈ તો ડલહેડ (બુદ્ધુ) પણ હોય છે. જોવામાં પણ આવે છે આ
જાણે પથ્થર બુદ્ધિ છે. અજ્ઞાનકાળ માં પણ કહે છે ને - હે ભગવાન, આમની બુદ્ધિ નું તાળું
ખોલો.
બાપ આપ સર્વ બાળકો ને
જ્ઞાન ની રોશની આપે છે તેનાથી તાળું ખુલતું જાય છે. છતાં પણ કોઈ-કોઈ ની બુદ્ધિ ખુલતી
નથી. કહે છે બાબા તમે બુદ્ધિવાનો ની બુદ્ધિ છો. અમારા પતિ ની બુદ્ધિ નું તાળું ખોલો.
બાપ કહે છે એટલે હું થોડી આવ્યો છું, જે એક-એક ની બુદ્ધિનું તાળું બેસીને ખોલું. પછી
તો બધાની બુદ્ધિ ખુલી જાય, બધા મહારાજા-મહારાણી બની જાય. હું કેવી રીતે બધાનું તાળું
ખોલીશ? તેમને સતયુગ માં આવવાનું જ નહીં હશે તો હું તાળું કેવી રીતે ખોલીશ? ડ્રામા
અનુસાર સમય પર જ તેમની બુદ્ધિ ખુલશે. હું કેવી રીતે ખોલીશ? ડ્રામા ની ઉપર પણ છે ને?
બધા ફુલ પાસ થોડી થાય છે? સ્કૂલ માં પણ નંબરવાર હોય છે. આ પણ ભણતર છે. પ્રજા પણ
બનવાની છે. બધાનું તાળું ખુલી જાય તો પ્રજા ક્યાંથી આવશે? આ તો કાયદો નથી. આપ
બાળકોએ પુરુષાર્થ કરવાનો છે. દરેક નાં પુરુષાર્થ થી જાણી શકાય છે, જે સારી રીતે ભણે
છે, તેમને જ્યાં-ત્યાં બોલાવાય છે. બાબા જાણે છે કોણ-કોણ સારી રીતે સર્વિસ (સેવા)
કરી રહ્યાં છે. બાળકોએ સારી રીતે ભણવાનું છે. સારી રીતે ભણશે તો ઘરે લઈ જઈશ પછી
સ્વર્ગ માં મોકલી દઈશ. નહીં તો સજાઓ ખૂબ કઠોર છે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. સ્ટુડન્ટે (વિદ્યાર્થી)
શિક્ષક નું નામ કરવું જોઈએ. ગોલ્ડન એજ (સતયુગ) માં પારસ બુદ્ધિ હતાં, હમણાં છે આયરન
એજ (કળિયુગ) તો અહીં ગોલ્ડન એજ બુદ્ધિ હોઈ કેવી રીતે શકે? વિશ્વ માં શાંતિ હતી
જ્યારે એક રાજ્ય, એક જ ધર્મ હતો. સમાચાર પત્ર માં પણ તમે નાખી શકો છો ભારત માં
જ્યારે આમનું રાજ્ય હતું તો વિશ્વ માં શાંતિ હતી. અંતે સમજશે જરુર. આપ બાળકો નું
નામ પ્રખ્યાત થવાનું છે. તે ભણતર માં કેટલાં પુસ્તકો વગેરે વાંચે છે. અહીં તો કાંઈ
નથી. ભણતર બિલકુલ સહજ છે. બાકી યાદ માં સારા-સારા મહારથી પણ ફેલ છે. યાદ નું જોહર (બળ)
નહીં હોય તો જ્ઞાન-તલવાર ચાલશે નહીં. ખૂબ યાદ કરે ત્યારે જોહર (બળ) આવે. ભલે બંધન
માં પણ છે તો પણ યાદ કરતાં રહે તો ખૂબ ફાયદો છે. ક્યારેય બાબા ને જોયા પણ નથી, યાદ
માં જ પ્રાણ છોડી દે છે તો પણ ખૂબ સારું પદ મેળવી શકે છે, કારણકે યાદ ખૂબ કરે છે.
બાપ ની યાદ માં પ્રેમ નાં આંસુ વહાવે છે, તે આંસુ મોતી બની જાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
માટે સ્વયં જ પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવવાનું છે. ભણતર થી સ્વયં ને રાજતિલક આપવાનું
છે. જ્ઞાન ને સારી રીતે ધારણ કરી સદા હર્ષિત રહેવાનું છે.
2. જ્ઞાન-તલવાર માં
યાદ નું જૌહર (બળ) ભરવાનું છે. યાદ થી જ બંધન કાપવાના છે. ક્યારેય પણ ગંદા બાયસ્કોપ
(ટી.વી.) જોઈ પોતાનાં સંકલ્પો ને અપવિત્ર નથી બનાવવાનાં.
વરદાન :-
લૌકિક ને
અલૌકિક માં પરિવર્તન કરી સર્વ કમજોરીઓ થી મુક્ત થવાવાળા માસ્ટર સર્વશક્તિવાન્ ભવ
જે માસ્ટર
સર્વશક્તિવાન્ નોલેજફુલ આત્માઓ છે તે ક્યારેય કોઈ પણ કમજોરી અથવા સમસ્યાઓ નાં
વશીભૂત નથી થતાં કારણકે તે અમૃતવેલા થી જે પણ જોશે, સાંભળશે, વિચારશે કે કર્મ કરે
છે એને લૌકિક થી અલૌકિક માં પરિવર્તન કરી દે છે. કોઈ પણ લૌકિક વ્યવહાર નિમિત્ત
માત્ર કરતા અલૌકિક કાર્ય સદા સ્મૃતિ માં રહે તો કોઈ પણ પ્રકાર નાં માયાવી વિકારો
નાં વશીભૂત વ્યક્તિ નાં સંપર્ક થી સ્વયં વશીભૂત નહીં થશે. તમોગુણી વાયબ્રેશન માં પણ
સદા કમળ સમાન રહેશે. લૌકિક કીચડ માં રહેતાં પણ એનાથી ન્યારા રહેશે.
સ્લોગન :-
સર્વ ને
સંતુષ્ટ કરો તો પુરુષાર્થ માં સ્વતઃ હાઈ જમ્પ (ઉંચી છલાંગ) લાગી જશે.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પ ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
સંકલ્પ શક્તિ જમા કરવી
છે તો કોઈ પણ વાત જોતા, સાંભળતા સેકન્ડ માં ફુલસ્ટોપ લગાવવા નો અભ્યાસ કરો. જો
સંકલ્પો માં કેમ, શું ની લાઈન લગાવી દીધી, વ્યર્થ ની રચના રચી લીધી તો એની પાલના
કરવી પડશે. સંકલ્પ, સમય, એનર્જી એમાં ખર્ચ થતી રહેશે એટલે હવે આ વ્યર્થ રચના નો
બર્થ કંટ્રોલ કરો ત્યારે બેહદ સેવા નાં નિમિત્ત બની શકશો.