25-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે અહીં આવ્યાં છો પોતાનાં સહિત આખી દુનિયાની કાયા - કલ્પતરુ બનાવવાં , યાદ થી જ કાયા - કલ્પતરુ થશે”

પ્રશ્ન :-
નર્કવાસી થી સ્વર્ગવાસી બનવાની વિધિ કઈ છે? હમણાં આપ બાળકો ને જીવદાન મળે છે કેવી રીતે?

ઉત્તર :-
નર્કવાસી થી સ્વર્ગવાસી બનવા માટે જરુર મરવું પડે. બાબા કહે હું આવ્યો છું તમને બધાને મોત આપવાં. તમારા આ દેહ ને ખતમ કરાવી બાકી આત્માઓને લઈ જઈશ. આ સાચ્ચું જીવદાન છે. આનાં માટે આ મહાભારત લડાઈ છે, જેમાં બધાનો વિનાશ થશે. પછી આત્માઓ પાવન બની પાછાં ઘરે જશે. પછી સ્વર્ગ માં આવશે.

ગીત :-
માતા ઓ માતા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત ની લાઈન સાંભળી. જગત અંબા ની મહિમા સાંભળી. જગત અંબા અહીં ભારત માં જ ગવાય છે. જગત અંબા છે તો જગતપિતા પણ જરુર હશે. જગત અંબા સરસ્વતી ને જ કહે છે. હકીકત માં એમનું નામ એક જ હોવું જોઈએ. તમારું પણ નામ એક જ છે ને. ૨-૩ તો નથી. હવે જગત અંબા ને બરોબર સાકાર માં દેખાડે છે, શરીરધારી છે. જગતપિતા પણ છે, એમને પ્રજાપિતા પણ કહેવાય છે. જેમ આખાં જગત ની અંબા છે, તેમ આખાં જગત નાં પિતા છે. જરુર બંને જ અહીં હશે. બંનેનું નામ પણ સંભળાવ્યું. બંને છે પ્રજાપિતા અને પ્રજા માતા. હવે બીજા જગતપિતા કહેવાય છે નિરાકાર શિવબાબા ને કે જે સર્વ નાં પિતા છે, એમનું નામ જ છે પરમપિતા પરમ આત્મા શિવ. ફક્ત ઈશ્વર કે પરમાત્મા નથી કહેવાનું. એમનું નામ-રુપ પણ છે ને, એમને ગોડફાધર કહેવાય છે. એક છે આત્માઓનાં બાપ, બીજા છે સાકારી મનુષ્ય આત્માઓનાં બાપ અને મમ્મા. શિવ છે આત્માઓનાં પિતા. આત્મા કહે છે કે એ અમારા બાપ છે. પછી આત્મા ને આ સાકાર શરીર મળે છે તો કહે છે બ્રહ્મા બાબા, તો બે બાપ થઈ ગયાં. એક શિવબાબા, બીજા પ્રજાપિતા બ્રહ્મા. શિવબાબા નાં બાળક છે બ્રહ્મા. એક નિરાકાર પિતા એક સાકારી પિતા. નિરાકાર પિતા ને કહેવાય છે પતિત-પાવન. બ્રહ્મા કે સરસ્વતીને પતિત-પાવન નથી કહેવાતું. પતિત-પાવન તો એક છે, આ બે થઈ ગયાં. બધા પોકારે છે - પતિત-પાવન આવો તો બે બાપ થઈ ગયાં. શિવબાબા છે રચયિતા. નવી દુનિયા રચે છે. તો પહેલાં બ્રહ્મા ને જરુર રચવાનાં છે. વિષ્ણુ અને શંકર ને ક્યારેય પ્રજાપિતા નથી કહેતાં. બ્રહ્મા ને જ પ્રજાપિતા કહે છે. તો શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ (દત્તક) કરે છે. કહે છે હું શિવબાબા નો બાળક છું. શિવબાબાએ આમાં પ્રવેશ કરી એડોપ્ટ કર્યા છે. એ જ આત્માઓને પાવન બનાવે છે, આત્મા જ પતિત બન્યો છે. આ કારણે શરીર પણ પતિત મળે છે. સોના માં ચાંદી, તાંબુ, લોખંડ ની ખાદ નાખે છે તો આત્મા માં પણ ખાદ પડે છે. અસલ માં આત્મા પવિત્ર મુક્તિધામ માં રહેવા વાળો છે, જ્યાં શિવબાબા પણ રહે છે. હવે શિવબાબા, પ્રજાપિતા બ્રહ્મા - એક ને બાપ, બીજા ને દાદા કહીશું. આ તો તમે જાણો છો બધા મનુષ્ય માત્ર શિવ નાં સંતાન છે. શિવવંશી પછી છે બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવબાબા અને દાદા સાથે છે. શિવબાબા આમનામાં વિરાજમાન છે, આપણ ને બ્રાહ્મણ બનાવી રાજયોગ શીખવાડે છે, મનુષ્ય ને દેવતા બનાવવાં. દેવતાઓ રહે છે સતયુગ માં. દેવતાઓને પતિત-પાવન, જ્ઞાન નાં સાગર નથી કહેવાતું. તેમને બાબા પણ નથી કહી શકાતું. હવે તમે વિષ્ણુપુરી નાં માલિક બની રહ્યાં છો. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે, આ મનુષ્ય નથી જાણતાં. જે ભક્તિ કરે છે તેમને બે બાપ જરુર છે. સતયુગ માં એક બાપ હોય છે. ત્યાં એવું નહીં કહેવાય કે હે પરમપિતા પરમાત્મા, દુઃખહર્તા-સુખકર્તા આવો. ત્યાં તો દેવી-દેવતાઓનું રાજ્ય હતું. ત્યાં ક્યારેય હે ગોડફાધર, લિબરેટર (મુક્તિદાતા) નહીં કહેશે. ત્યાં કોઈ પતિત દુઃખી હોતા જ નથી, જે પતિત-પાવન ને બોલાવે. તમે જાણો છો ભારતમાં આ જ થી ૫ હજાર વર્ષ પહેલાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. પાછળ પછી ૧૨૫૦ વર્ષ બાદ હોય છે રામ-સીતા નું રાજ્ય. બાપ સિદ્ધ કરી બતાવે છે સતયુગ-ત્રેતા માં તમે ૨૧ જન્મ લીધાં. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય… બધાં ભારત માં જ બને છે. બાપ આવીને જૂની દુનિયાને નવી બનાવે છે. રિઝ્યુવનેટ (કાયાકલ્પ) કરે છે. કાયા-કલ્પતરુ બનાવે છે. અમર બનાવે છે. આપ બાળકોને બાપ આવીને અમરલોક નાં માલિક બનાવે છે. જ્યારે ભારત અમરલોક હતું ત્યારે દેવતાઓનું રાજ્ય હતું. સીડી ઉતરતાં-ઉતરતાં મૃત્યુલોક નાં આવીને માલિક બન્યાં છે. કહે છે ને - અમારું ભારત, તો પ્રજા પણ માલિક થઈને. તમે પણ કહેશો અમારું ભારત. અમે ભારતનાં માલિક હતાં પરંતુ નર્કવાસી. દેવતાઓ કહેશે અમે સ્વર્ગવાસી છીએ. તમે પણ સ્વર્ગવાસી હતાં પછી ૮૪ જન્મ ભોગવી નર્કવાસી બન્યાં છો. અહીં ભારત માં જ શિવબાબા જન્મ લે છે. શિવરાત્રી અને શિવ જયંતી ગવાય છે. કૃષ્ણ જયંતી પણ મનાવે છે, એમની તો વેળા પણ બતાવે છે. ફલાણા સમયે માતા નાં ગર્ભ થી જન્મ થયો. સતયુગ માં જન્મ તો જરુર માતા નાં ગર્ભ થી લીધો હશે. કૃષ્ણ જયંતી હોય છે સતયુગ નવી દુનિયામાં, પછી પુનર્જન્મ માં આવવા લાગ્યાં. બાબા ફક્ત એક ની વાત નથી કરતાં. કૃષ્ણપુરી જ વિષ્ણુપુરી. રાજાઓ ઉતરે છે તો આખી ડિનાયસ્ટી (વંશજ) ઉતરે છે. એમાં રાજા-રાણી પ્રજા બધાં આવી જાય છે. જ્યારે ચંદ્રવંશી નું રાજ્ય હોય છે તો સૂર્યવંશી નું રાજ્ય પાસ્ટ થઈ ગયું. ટ્રાન્સફર થઇ ને ચંદ્રવંશીઓ ને મળે છે પછી વૈશ્યવંશીઓ ને મળે છે.

હવે તમે સમજો છો - આપણે બ્રાહ્મણ કુળ નાં છીએ ચોટલી. ચોટલી ની ઉપર છે બાપ. આપણે પહેલાં બ્રાહ્મણ હતાં પછી શૂદ્ર અથવા પગ બન્યાં. પગ થી એકદમ ચોટલી બનીએ છીએ. પહેલાં શિવબાબા પછી છે ચોટલી. બાબાએ તમને બ્રાહ્મણ બનાવ્યાં છે. હવે તમે શિવબાબા ને બાબા-બાબા કહો છો. આ હિસાબ થી પૌત્ર-પૌત્રીઓ થઈ ગયાં. તમે જાણો છો કે આપણે બધાં બ્રહ્મા ની સંતાન છીએ - બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ. એક બાપ નાં આપણે બધા બાળકો છીએ. ભાઈ-બહેન ક્યારેય ક્રિમિનલ એસોલ્ટ (ગેરકાયેદસર કાર્ય) કરી ન શકે. કેટલાં અસંખ્ય બાળકો બધાં કહે છે બાબા… તો આટલાં બધાં ખોટા થોડી હોઈ શકે! સર્વ નાં બાપ તો એ જ નિરાકાર શિવ અને સાકાર પ્રજાપિતા બ્રહ્મા છે, બસ. એક બાપ નાં બાળકો ભાઈ-બહેન થયાં. તમારે પવિત્ર જરુર બનવાનું છે. સ્ત્રી-પુરુષ પવિત્ર કેવી રીતે બને, એટલે આ યુક્તિ ડ્રામા માં નોંધાયેલી છે. અહીં ફક્ત બ્રહ્માકુમાર-કુમારીઓ છે. કોઈ શૂદ્રકુમાર-કુમારી નથી. તે છે પતિત, શૂદ્ર, તુચ્છબુદ્ધિ કારણકે બાપ ને નથી જાણતાં. કહે છે ઓ ગોડ ફાધર. સારું, એમનું ઓક્યુપેશન (કર્તવ્ય) ખબર છે? નામ, રુપ, દેશ, કાળ બતાવો. એમની જીવન કહાણી બતાવો. જો નથી જાણતાં તો નાસ્તિક થયાં. રચયિતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. તે છે જ પતિત દુનિયા. સતયુગ પાવન દુનિયા, કળિયુગ ને પતિત દુનિયા કહેવાય છે. આ સમયે બિલકુલ તમોપ્રધાન છે, આને રૌરવ નર્ક કહેવાય છે. આની પણ સ્ટેજીસ (અવસ્થાઓ) હોય છે. દ્વાપર થી નર્ક બનવાનું શરું થાય છે પછી વૃદ્ધિ ને પામે છે. ભક્તિ પણ પહેલાં સતોપ્રધાન અવ્યભિચારી હતી પછી સતો, રજો, તમો થાય છે. તમે જોયું હશે જ્યાં ૩ રસ્તા મળે છે તેને ટીવાટા કહેવાય છે. તેનાં પર તેલ વગેરે ચઢાવે છે, માથું ઝુકાવે છે. હવે ક્યાં શિવબાબા ની પૂજા ક્યાં ટીવાટા ની! આને કહેવાય છે તમોપ્રધાન ભક્તિ. પાણી ની પણ પૂજા કરે છે, પતિત-પાવની ગંગા ખુબ ગાય છે. હવે પતિત-પાવની કોણ? પાણી ની ગંગા કેવી રીતે પતિત-પાવની હોઈ શકે છે! તે તો પાણી છે ને. પતિત-પાવન તો બાપ છે. શિવ જયંતી પણ ભારત માં જ થાય છે તો જરુર ભારત માં જ આવતાં હશે - પતિતો ને પાવન દેવતા બનાવવાં. બ્રહ્મા તન માં આવીને મનુષ્ય ને દેવતા બનાવે છે. અહીં તમે આવો જ છો પતિત થી પાવન બનવાં. જેમ તમારી બે ભુજાઓ છે તેમ તેમની પણ બે ભુજાઓ છે. ૪-૮ ભુજાવાળા કોઈ મનુષ્ય હોતાં નથી. આ અલંકાર આપી દીધાં છે. ચતુર્ભુજ દેખાડ્યાં છે - પ્રવૃત્તિ દેખાડવા માટે. વિષ્ણુપુરી, લક્ષ્મી-નારાયણ ની પુરી ને કહેવાય છે. વૈષ્ણવ શબ્દ પણ વિષ્ણુ થી નીકળ્યો છે. દેવતાઓ વૈષ્ણવ હતાં. વલ્લભાચારી વૈષ્ણવ હોય છે વેજિટેરિયન (શાકાહારી), તે કોઈ નિર્વિકારી નથી હોતાં. તેમની મોટી હવેલીઓ હોય છે. વૈષ્ણવ નો અર્થ જ નથી સમજતાં. વિષ્ણુપુરી માં રહેવાવાળા ને વૈષ્ણવ કહેવાય છે. વૈષ્ણવ પવિત્ર ને કહેવાય છે. રાધા-કૃષ્ણ નું અલગ મંદિર. લક્ષ્મી-નારાયણ નું અલગ મંદિર બનાવી દીધું છે. ભારતવાસી જાણતાં જ નથી કે તેમનામાં શું ફરક છે! રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ બને છે, આ કોઈને પણ ખબર નથી. તે છે બાળપણ નું રુપ. તે છે યુવા અવસ્થા નું રુપ. લક્ષ્મી-નારાયણ નાં નાનપણ નાં ચિત્ર કોઈ નથી. લક્ષ્મી-નારાયણ ને સતયુગ માં, રાધા-કૃષ્ણ ને દ્વાપર માં લઇ ગયાં છે. હમણાં તમે રચયિતા બાપ અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો. બાબા ઝાડ નું પણ રહસ્ય સમજાવે છે. ડ્રામા નાં પણ રહસ્ય સમજાવે છે. ઝાડ ને જોવાથી સમજશે કે શંકરાચાર્ય તો કળિયુગ માં આવે છે. સંન્યાસીઓ ની ડિનાયસ્ટી (વંશ) સતયુગ માં તો હોઈ નથી શકતી. બધાં ભગવાન નાં બાળકો છે તો સ્વર્ગવાસી હોવાં જોઈએ. પરંતુ સ્વર્ગવાસી તો બધાં હોતાં નથી, ફક્ત દેવતાઓ જ હોય છે. હમણાં તમે બ્રાહ્મણ વંશી બન્યાં છો પછી દેવતા બનશો. પવિત્ર જરુર બનવાનું છે.

તમે જાણો છો નાનાં-મોટા બધા બ્રહ્માકુમાર-કુમારીઓ છે. બંને કહે છે - બાબા અમે તમારા બાળકો છીએ, બ્રાહ્મણ છીએ. આ છે બાપદાદા - આદિ દેવ બ્રહ્મા અને શિવબાબા. તમે જાણો છો આપણે બ્રહ્માબાબા અને શિવબાબા ની સામે બેઠાં છીએ. બાબા કહે છે - મને યાદ કરો તો પતિત થી પાવન બની જશો. આપણે વારસો શિવબાબા થી લઇએ છીએ. શિવબાબા આપણાં બાપ પણ છે, પતિત-પાવન પણ છે, ગુરુ પણ છે. હવે આ છે સંગમયુગ. પતિત થી પાવન બનવાનો મેળો. પતિત-પાવન દ્વારા જ પાવન બનીએ છીએ. સંગમ પર નદીઓ અને સાગર નો મેળો છે. નદીઓનો મેળો તો હોતો નથી. હવે જ્ઞાનસાગર અને આ૫ આત્માઓ (બાળકો) નો મેળો લાગે છે. તમે આવ્યાં છો - જ્ઞાન સાગર ની પાસે. જ્ઞાન-ગંગાઓ તમે જ્ઞાનસાગર થી નીકળેલી છો. તમે જ્ઞાન-સ્નાન કરાવી પાવન બનાવો છો, યોગ શીખવાડો છો. સાગર નો પરિચય આપી તમે અહીં લઇ આવો છો મેળા પર. આ સમયે તમે જ્યારે બ્રાહ્મણ બનો છો તો તમને ૩ બાપ છે. લૌકિક પિતા પણ છે અને પ્રજાપિતા પણ છે પછી શિવબાબા પણ છે. ભક્તિમાર્ગ માં બે પિતા હોય છે. સતયુગ માં એક પિતા હોય છે. આ સમજવાની વાતો છે. હવે તમે આત્મા કહો છે મારાં તો એક શિવબાબા બીજું ન કોઇ. મિત્ર-સંબંધીઓ વગેરે હોવા છતાં પણ કહે છે મારાં તો એક શિવબાબા છે. એમની યાદ થી જ પતિત થી પાવન બનવાનું છે. આત્મા જાણે છે એ આપણાં બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. આપણાં આત્મા ને બાપ લેવા આવ્યાં છે. બ્રહ્મા તન માં પ્રવેશ કરી પાવન બનાવે છે. તમને લઈ જવા માટે બાપ આવ્યાં છે. તમને બધાને મોત આપવા આવ્યો છું. નર્કવાસી થી સ્વર્ગવાસી બનવા માટે જરુર મરવું પડે ને. તમારા આ દેહ ને ખતમ કરાવી બાકી આત્માઓને લઈ જઈશ. બાપ કહે છે - તમને જીવદાન આપું છું. આ મહાભારત લડાઈ છે ને. બધાનો વિનાશ થશે. નહીં તો કેવી રીતે લઈ જઈશ? આત્માઓ ને પવિત્ર બનાવી ઘરે લઈ જાઉં છું. તે તો શાંતિધામ છે. સતયુગ આવશે તો કળિયુગ જરુર વિનાશ થશે એનાં માટે મહાભારત લડાઈ પ્રસિદ્ધ છે. લાગે પણ આ સંગમ પર છે જ્યારે કે તમે મનુષ્ય થી દેવતા બનો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાનસાગર માં જ્ઞાન-સ્નાન કરી સ્વયં ને પાવન બનાવવાનાં છે. મિત્ર-સંબંધીઓની સાથે રહેતાં બુદ્ધિમાં રહે મારાં તો એક શિવબાબા બીજું ન કોઇ.

2. વિષ્ણુપુરી માં ચાલવા માટે પાક્કાં વૈષ્ણવ અર્થાત્ પવિત્ર બનવાનું છે. નર્ક થી જીવતે જીવ મરી બુદ્ધિયોગ સ્વર્ગ માં લગાવવાનો છે.

વરદાન :-
એક લગન , એક ભરોસો , એકરસ અવસ્થા દ્વારા સદા નિર્વિઘ્ન બનવા વાળા નિવારણ સ્વરુપ ભવ

સદા એક બાપ ની લગન, બાપ નાં કર્તવ્ય ની લગન માં એવાં મગન રહો જે સંસાર માં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છે પણ - આ અનુભવ જ ન હોય. એવી રીતે એક લગન, એક ભરોસા માં, એકરસ અવસ્થા માં રહેવા વાળા બાળકો સદા નિર્વિઘ્ન બની ચઢતી કળા નો અનુભવ કરે છે. તે કારણ ને પરિવર્તન કરી નિવારણ રુપ બનાવી દે છે. કારણ ને જોઈ કમજોર નથી બનતાં, નિવારણ સ્વરુપ બની જાય છે.

સ્લોગન :-
પ્રશંસા નાં આધાર પર પ્રસન્નતા અલ્પકાળ ની રહે છે.

આ અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

જ્વાળા સ્વરુપ ની સ્થિતિ નો અનુભવ કરવા માટે નિરંતર યાદ ની જ્વાળા પ્રજ્વલિત રહે. આની સહજ વિધિ છે - સદા પોતાને “સારથી” અને “સાક્ષી” સમજીને ચાલો. આત્મા આ રથ નો સારથી છે - આ સ્મૃતિ સ્વતઃ જ આ (દેહ) થી કે કોઈ પણ પ્રકાર નાં દેહભાન થી ન્યારા બનાવી દે છે. સ્વયં ને સારથી સમજવાથી સર્વ કર્મેન્દ્રિયો પોતાનાં કંટ્રોલ માં રહે છે. સૂક્ષ્મ શક્તિઓ “મન-બુદ્ધિ-સંસ્કાર” પણ ઓર્ડર પ્રમાણે રહે છે.