25-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તત્વો
સહિત બધા મનુષ્ય માત્ર ને બદલવા વાળી યુનિવર્સિટી ( વિદ્યાલય ) ફક્ત એક જ છે ,
અહીંયાથી જ સર્વ ની સદ્દગતિ થાય છે”
પ્રશ્ન :-
બાપ માં નિશ્ચય થતાં
જ કઈ સલાહ તરત અમલ માં લાવવી જોઈએ?
ઉત્તર :-
૧. જ્યારે નિશ્ચય થયો કે બાપ આવ્યાં છે તો બાપ ની પહેલી-પહેલી સલાહ એ છે કે આ આંખો
થી જે કાંઈ જુઓ છો તેને ભૂલી જાઓ. એક મારી મત પર ચાલો. આ સલાહ ને તરત અમલ માં લાવવી
જોઈએ. ૨. જ્યારે તમે બેહદ નાં બાપ નાં બન્યાં છો તો પતિતો ની સાથે તમારી લેણ-દેણ ન
હોવી જોઈએ. નિશ્ચય બુદ્ધિ બાળકોને ક્યારેય કોઈ વાત માં સંશય ન આવી શકે.
ઓમ શાંતિ!
આ ઘર નું ઘર
પણ છે અને યુનિવર્સિટી (વિદ્યાલય) પણ છે. આને જ ગોડ ફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી (ઈશ્વરીય
વિશ્વ વિદ્યાલય) કહેવાય છે કારણ કે આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ની સદ્દગતિ થાય છે.
રીયલ વર્લ્ડ યુનિવર્સિટી (સાચ્ચી વિશ્વ વિદ્યાલય) આ છે. ઘર નું ઘર પણ છે. માત-પિતા
નાં સન્મુખ બેઠાં છો પછી યુનિવર્સિટી પણ છે. સ્પ્રિચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક પિતા)
બેઠેલાં છે. આ રુહાની નોલેજ છે જે રુહાની બાપ દ્વારા મળે છે. સ્પ્રિચ્યુઅલ નોલેજ
સિવાય સ્પ્રિચ્યુઅલ ફાધર નાં બીજું કોઈ મનુષ્ય આપી ન શકે. એમને જ જ્ઞાન નાં સાગર
કહેવાય છે અને જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે એટલે જ્ઞાન સાગર, સર્વ નાં સદ્દગતિ દાતા
એક બાપ જ છે. બાપ દ્વારા સર્વ યુનિવર્સ (વિશ્વ) નાં મનુષ્ય તો શું પરંતુ દરેક વસ્તુ
૫ તત્વ પણ સતોપ્રધાન બની જાય છે. સર્વ ની સદ્દગતિ થાય છે. આ વાતો ખૂબ જ સમજવાની છે.
હવે સર્વ ની સદ્દગતિ થવાની છે. જૂની દુનિયા અને દુનિયામાં રહેવા વાળા બધા જ ચેન્જ (પરિવર્તન)
થઈ જશે. જે કાંઈ અહીં જુઓ છો તે બધું બદલાઈને નવું થવાનું છે. ગવાય પણ છે - અહીં છે
જુઠ્ઠી માયા, જુઠ્ઠી કાયા… આ જુઠ્ઠખંડ બની જાય છે. ભારત સચખંડ હતો, હમણાં જુઠ્ઠ ખંડ
છે. રચયિતા અને રચના નાં વિશે જે મનુષ્ય કહેશે તે જુઠ્ઠું. હવે તમે બાપ દ્વારા જાણો
છો - ભગવાનુવાચ. ભગવાન એક બાપ છે ને! એ છે નિરાકાર, અસલ માં તો બધા આત્માઓ નિરાકાર
છે પછી અહીં સાકાર રુપ લે છે. ત્યાં આકાર નથી. આત્માઓ મૂળવતન કે બ્રહ્મ મહતત્વ માં
નિવાસ કરે છે. તે છે આપણા આત્માઓનું ઘર, બ્રહ્મ મહતત્વ. આ આકાશ તત્વ છે, જ્યાં
સાકારી પાર્ટ ચાલે છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. આનો અર્થ પણ સમજતાં
નથી, કહે છે રિપીટ થાય છે. ગોલ્ડન એજ (સતયુગ), સિલ્વર એજ (ત્રેતાયુગ)… પછી શું? પછી
ગોલ્ડન એજ જરુર આવશે. સંગમયુગ એક જ હોય છે. સતયુગ, ત્રેતા કે ત્રેતા અને દ્વાપર નો
સંગમ ન કહેવાય, તે ખોટું થઈ જાય છે. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે
આવું છું. મને બોલાવે જ ત્યારે છે જ્યારે પતિત બને છે. કહે છે તમે પાવન બનાવવા આવો.
પાવન હોય જ છે સતયુગ માં. હમણાં છે સંગમ, આને કલ્યાણકારી સંગમયુગ કહેવાય છે. આત્મા
અને પરમાત્મા નાં મિલન નો સંગમ, આને કુંભ પણ કહેવાય છે. તે પછી દેખાડે છે નદીઓ નો
મેળો. બે નદીઓ તો છે, ત્રીજી પછી ગુપ્ત નદી કહે છે. આ પણ ખોટું. ગુપ્ત નદી કોઈ હોઈ
શકે છે શું? સાયન્સ (વિજ્ઞાન) વાળા પણ નહીં માનશે કે કોઈ ગુપ્ત નદી હોઈ શકે છે. તીર
માર્યું ગંગા નીકળી આવી, આ બધું છે ખોટું. ગવાયેલું છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ. આ શબ્દ
પકડી લીધો છે પરંતુ અર્થ નથી સમજતાં. પહેલાં-પહેલાં છે જ્ઞાન-દિવસ, સુખ પછી છે
ભક્તિ-રાત, દુઃખ. બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. હવે એક ની તો હોઈ ન શકે, ઘણાં
હશે ને. દિવસ હોય છે અડધાકલ્પ નો, પછી રાત પણ હોય છે અડધાકલ્પ ની. પછી થાય છે આખી
જૂની દુનિયા થી વૈરાગ.
બાપ કહે છે - દેહ
સહિત જે કાંઈ પણ તમે આ આંખો થી જુઓ છો તેને જ્ઞાન થી ભૂલવાનું છે. ધંધો વગેરે બધું
કરવાનું છે. બાળકોને સંભાળવાનાં છે. પરંતુ બુદ્ધિ નો યોગ એક થી લગાવવાનો છે.
અડધોકલ્પ તમે રાવણ ની મત પર ચાલો છો. હવે બાપ નાં બન્યાં છો તો જે કાંઈ કરો તે બાપ
ની સલાહ થી કરો. તમારી લેણ-દેણ આટલો સમય પતિતો થી ચાલી આવી છે, તેનું પરિણામ શું થયું
છે. દિવસે-દિવસે પતિત જ બનતાં આવ્યાં છો કારણકે ભક્તિમાર્ગ છે જ ઉતરતી કળા નો માર્ગ.
સતોપ્રધાન, સતો-રજો-તમો માં આવવાનું હોય છે. ઉતરવાનું જ છે જરુર. એનાથી કોઈ છોડાવી
ન શકે. લક્ષ્મી-નારાયણ નાં પણ ૮૪ જન્મ બતાવ્યાં છે ને. અંગ્રેજી નાં શબ્દ ખૂબ સારા
છે. ગોલ્ડન એજ, સિલ્વર એજ… એવી રીતે ખાદ પડતી જાય છે. આ સમયે આવીને આયરન એજેડ (કળિયુગી)
બન્યાં છે. ગોલ્ડન એજ માં નવી દુનિયા હતી, નવું ભારત હતું. આ લક્ષ્મી-નારાયણ નું
રાજ્ય હતું. કાલ ની વાત છે. શાસ્ત્રો માં લખી દીધું છે લાખો વર્ષ. હવે બાપ કહે છે
તમારા શાસ્ત્ર રાઈટ (સાચાં) છે કે હું રાઈટ છું? બાપ ને કહેવાય છે - વર્લ્ડ ઓલમાઈટી
ઓથોરિટી (વિશ્વની સર્વોચ્ચ સત્તા). જે વેદ-શાસ્ત્ર બહુજ વાંચે છે તેમને ઓથોરિટી
કહેવાય છે. બાપ કહે છે - આ બધી ભક્તિમાર્ગ ની ઓથોરિટી છે. જ્ઞાન નાં માટે તો મારું
ગાયન કરે છે - તમે જ્ઞાન નાં સાગર છો, અમે નથી. મનુષ્ય બધાં ભક્તિ નાં સાગર માં
ડૂબેલાં છે. સતયુગ માં કોઈ વિકાર માં જતાં નથી. કળિયુગ માં તો મનુષ્ય આદિ-મધ્ય-અંત
દુઃખી થતાં રહે છે. બાપે કલ્પ પહેલાં પણ એવી રીતે સમજાવ્યું હતું, હવે ફરી સમજાવી
રહ્યાં છે. બાળકો સમજે છે કલ્પ પહેલાં પણ બેહદનાં બાપ થી વારસો લીધો હતો, હવે ફરી
ભણીને મેળવી રહ્યાં છીએ. સમય ખૂબ થોડો છે. આ તો વિનાશ થઈ જશે એટલે બેહદ નાં બાપ થી
પૂરો વારસો લેવો જોઈએ. એ બાપ, શિક્ષક, ગુરુ પણ છે. સુપ્રીમ ફાધર (પરમપિતા), સુપ્રીમ
ટીચર (પરમ શિક્ષક) પણ છે. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે, બધી
નોલેજ આપે છે. આ બીજું કોઈ સમજાવી ન શકે. હમણાં બાળકો સમજે છે ૫ હજાર વર્ષ પહેલાં
ની જેમ એ જ ગીતા નાં ભગવાન છે, શ્રીકૃષ્ણ નથી. મનુષ્ય ને ભગવાન ન કહેવાય. ભગવાન તો
છે જ પુનર્જન્મ રહિત. આને દિવ્ય જન્મ કહે છે. નહીં તો હું નિરાકાર બોલું કેવી રીતે?
મારે તો જરુર આવી ને પાવન બનાવવાનાં છે તો યુક્તિ બતાવવી પડે. તમે જાણો છો આપણે
આત્મા અમર છીએ. રાવણ રાજ્ય માં તમે બધા દેહ-અભિમાની બની ગયાં છો. સતયુગ માં
દેહી-અભિમાની હોય છે. બાકી પરમાત્મા રચતા અને તેમની રચના ને ત્યાં પણ કોઈ નથી જાણતું.
જો ત્યાં પણ ખબર હોય કે અમારે ફરી આવી રીતે નીચે ઉતરવાનું છે તો રાજાઈ ની ખુશી જ ન
રહે એટલે બાપ કહે છે - આ નોલેજ ત્યાં પ્રાયઃલોપ થઈ જાય છે, જ્યારે કે તમારી સદ્દગતિ
થઈ જાય છે પછી જ્ઞાન ની દરકાર જ નથી. જ્ઞાન ની દરકાર જ દુર્ગતિ માં હોય છે. આ સમયે
બધા દુર્ગતિ માં છે, બધા કામ-ચિતા પર બેસી બળી મર્યા છે. બાપ કહે છે મારા બાળકો,
આત્માઓ જે શરીર દ્વારા આવીને પાર્ટ ભજવે છે, તે કામ-ચિતા પર બેસી તમોપ્રધાન બની ગયાં
છે. બોલાવે પણ છે કે અમે પતિત બની ગયાં છીએ. પતિત બને જ છે કામ-ચિતા થી. ક્રોધ કે
લોભ થી પતિત નથી બનતાં. સાધુ-સંત વગેરે પાવન છે, દેવતાઓ પાવન છે તો પતિત મનુષ્ય જઈને
માથું ટેકવે છે. ગાય પણ છે આપ નિર્વિકારી, અમે વિકારી છીએ. વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી
દુનિયા), વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા) ગવાય છે ને. ભારત જ વાઈસલેસ વર્લ્ડ હતું. હવે
વિશશ છે. ભારતની સાથે આખી દુનિયા જ વિશશ છે. નિર્વિકારી દુનિયામાં આજ થી ૫ હજાર
વર્ષ પહેલાં એક જ ધર્મ હતો, પવિત્રતા હતી તો પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સમૃદ્ધિ)
ત્રણેય હતાં. પવિત્રતા છે પ્રથમ. હમણાં પવિત્રતા નથી તો શાંતિ-સમૃદ્ધિ પણ નથી.
જ્ઞાન નાં સાગર, સુખ
નાં સાગર, પ્રેમ નાં સાગર એક જ બાપ છે. તમને પણ એવાં પ્રેમાળ બનાવે છે. આ
લક્ષ્મી-નારાયણ ની રાજધાની માં બધાં પ્રેમાળ છે. મનુષ્ય માત્ર, જનાવર વગેરે બધાં
પ્રેમાળ છે. સિંહ-બકરી સાથે પાણી પીવે છે. આ એક ઉદાહરણ છે. ત્યાં એવી વસ્તુ ગંદકી
કરવા વાળી હોતી નથી. અહીં બીમારીઓ, મચ્છર વગેરે ખુબ છે. ત્યાં એવી વસ્તુ હોતી નથી.
સાહૂકાર વ્યક્તિઓની પાસે ફર્નિચર પણ ફર્સ્ટ ક્લાસ (ખૂબ સુંદર) હોય છે. ગરીબો નું
ફર્નિચર પણ સાધારણ. ભારત હમણાં ગરીબ છે, કેટલો કિચડો થયેલો છે. સતયુગ માં કેટલી
સફાઈ હોય છે. સોના નાં મહેલ વગેરે કેટલાં ફર્સ્ટ ક્લાસ હશે. વૈકુંઠ ની ગાયો પણ જુઓ
કેટલી ફર્સ્ટ ક્લાસ હોય છે. કૃષ્ણ ની કેટલી સરસ ગાયો દેખાડે છે. કૃષ્ણપુરી માં ગાયો
તો હશે ને. ત્યાં વસ્તુઓ કેટલી ફર્સ્ટ ક્લાસ હોય છે. હેવન (સ્વર્ગ) તો પછી શું! આ
જૂની છી-છી દુનિયામાં તો બહુ કિચડો છે. આ બધું આ જ્ઞાન-યજ્ઞ માં સ્વાહા થઈ જશે.
કેવાં-કેવાં બોમ્બ્સ બનાવતાં રહે છે. બોમ્બ ફેંકે તો આગ નીકળી આવે. આજકાલ તો એવાં
જીવાણું પણ નાંખે છે, એવો વિનાશ કરે છે, જે બેહદ માં ખતમ થઈ જાય. હોસ્પિટલ વગેરે તો
રહેશે નહીં, જે દવાઓ વગેરે કરી શકે. બાપ કહે છે - બાળકોને કોઈ તકલીફ ન થવી જોઈએ એટલે
ગવાયેલું છે નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ), મુશળધાર વરસાદ. બાળકોએ વિનાશ નો
સાક્ષાત્કાર પણ કર્યો છે. બુદ્ધિ પણ કહે છે વિનાશ તો જરુર થવાનો છે. કોઈ કહે વિનાશ
નો સાક્ષાત્કાર થાય ત્યારે માનીએ, સારું નહીં માનો, તમારી મરજી. કોઈ કહે અમે આત્માનો
સાક્ષાત્કાર કરીએ ત્યારે અમે માનીએ. સારું આત્મા તો બિંદી છે. જોઈ લીધો તો શું થયું!
શું આનાથી સદ્દગતિ થશે? કહે છે - પરમાત્મા અખંડ જ્યોતિ સ્વરુપ, હજારો સૂર્ય થી
તેજોમય છે. પરંતુ એવું નથી. ગીતા માં લખેલું છે - અર્જુને કહ્યું બસ કરો, હું સહન
નથી કરી શકતો. એવી વાત નથી. બાપ ને બાળકો જુએ અને કહે અમે સહન નથી કરી શકતાં, એવું
કંઈ પણ નથી. જેવો આત્મા છે તેવાં પરમપિતા પરમાત્મા બાપ છે. ફક્ત એ જ્ઞાનનાં સાગર
છે. તમારા માં પણ જ્ઞાન છે. બાપ જ આવી ને ભણાવે છે બીજી કોઈ વાત જ નથી, જે-જે જે
ભાવના થી યાદ કરે છે, તે ભાવના પૂરી કરી દઉં છું. તે પણ ડ્રામા માં નોંધ છે. બાકી
ભગવાન કોઈને મળી ન શકે. મીરા સાક્ષાત્કાર માં કેટલી ખુશ થતી હતી. બીજા જન્મ માં પણ
ભક્તણ બની હશે. વૈકુંઠ માં તો જઈ ન શકે. હમણાં આપ બાળકો વૈકુંઠ માં જવાની તૈયારી કરી
રહ્યાં છો. જાણો છો આપણે વૈકુંઠ, કૃષ્ણપુરી નાં માલિક બની રહ્યાં છીએ. અહીં તો બધા
નર્ક નાં માલિક છે. હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. બાળકો જાણે છે અમે પોતાનું
રાજ્યભાગ્ય ફરી થી લઈ રહ્યાં છીએ. આ છે રાજયોગ બળ. બાહુબળ ની લડાઈઓ તો અનેકવાર,
અનેક જન્મ ચાલી છે. યોગબળ થી તમારી ચઢતી કળા છે. જાણો છો બરોબર સ્વર્ગ ની રાજધાની
સ્થાપન થઈ રહી છે. જેમણે કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો હશે તેવી રીતે જ કરશે. તમને
હાર્ટફેલ ન થવું જોઈએ. જે પાક્કા નિશ્ચયબુદ્ધિ છે, તેમને ક્યારેય સંશય ન આવી શકે.
સંશયબુદ્ધિ પણ હોય જરુર છે. બાબાએ કહ્યું છે આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી…
અહો માયા તું આનાં પર જીત મેળવી લે છે. માયા ખૂબ બળવાન છે. સારા-સારા ફર્સ્ટ ક્લાસ
સર્વિસ કરવા વાળા, સેવાકેન્દ્ર ચલાવવા વાળા ને પણ માયા થપ્પડ (ચમાટ) મારી દે છે. લખે
છે બાબા લગ્ન કરી મોઢું કાળું કરી દીધું. કામ-કટારી થી અમે હાર ખાઈ લીધી. હવે તો
બાબા તમારી સામે આવવાનાં લાયક નથી રહ્યાં. પછી લખે છે બાબા સન્મુખ આવીએ? બાબા લખે
છે કાળું મોઢું કર્યું હવે અહીં ન આવી શકો. અહીં આવીને શું કરશો? છતાં પણ ત્યાં
રહીને પુરુષાર્થ કરો. એકવાર પડ્યાં તો પડ્યાં. એવું નહીં રાજાઈ પદ મેળવી શકશો.
કહેવાય છે ને - ચઢે તો ચાખે વૈકુંઠ રસ, ગિરે તો એકદમ ચંડાલ… હાડકે-હાડકાં તૂટી જાય
છે. ૫ મંઝિલ (માળા) થી પડે છે પછી કોઈ-કોઈ સાચું લખે છે. કોઈ તો સંભળાવતાં જ નથી.
ઈન્દ્રપ્રસ્થ ની પરીઓનું પણ ઉદાહરણ છે ને. આ છે બધી જ્ઞાન ની વાત. આ સભામાં કોઈ
પતિત ને બેસવાનો, હુકમ નથી. પરંતુ કોઈ હાલત માં બેસાડવા પડે છે. પતિત જ તો આવશે ને.
હમણાં તો જુઓ કેટલી દ્રૌપદીઓ પોકારે છે, કહે છે બાબા અમને નિવસ્ત્ર થવાથી બચાવો.
બાંધેલીઓ નો પણ પાર્ટ ચાલે છે. કામેશુ, ક્રોધેશુ હોય છે ને. ખૂબ ખિટપિટ થાય છે. બાબા
ની પાસે સમાચાર આવે છે. બેહદ નાં બાપ કહે છે બાળકો આનાં પર જીત મેળવો. હવે પવિત્ર
રહો, મને યાદ કરો તો ગેરંટી (ખાતરી) છે વિશ્વનાં માલિક બનશો. સમાચાર પત્રોમાં પણ
પોતે નાખે છે કે કોઈ પ્રેરક છે જે અમને આ બોમ્બ્સ વગેરે બનાવડાવે છે, આનાથી પોતાનાં
જ કુળ નો નાશ થશે. પરંતુ શું કરે ડ્રામામાં નોંધ છે, દિવસે-પ્રતિદિવસે બનાવતાં જાય
છે, સમય વધારે તો નથી ને. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સતયુગી
પ્રેમ ની રાજધાની માં ચાલવાનાં માટે ખૂબ-ખૂબ પ્રેમાળ બનવાનું છે. રાજાઈ પદ માટે
પાવન જરુર બનવાનું છે. પવિત્રતા ફર્સ્ટ (પ્રથમ) છે એટલે કામ મહાશત્રુ પર વિજય
મેળવવાનો છે.
2. આ જૂની દુનિયાથી
બેહદ નાં વૈરાગી બનવા માટે આ આંખો થી દેહ સહિત જે કાંઈ દેખાય છે, તેને જોતાં પણ નથી
જોવાનું. દરેક કદમ પર બાપ થી સલાહ લઈને ચાલવાનું છે.
વરદાન :-
પૂરાં વૃક્ષની
નોલેજ ને સ્મૃતિ માં રાખી તપસ્યા કરવા વાળા સાચાં તપસ્વી કે સેવાધારી ભવ
ભક્તિમાર્ગ માં દેખાડે
છે કે તપસ્વી વૃક્ષનાં નીચે બેસીને તપસ્યા કરે છે. આનું પણ રહસ્ય છે. આપ બાળકો નું
નિવાસ આ સૃષ્ટિ રુપી કલ્પવૃક્ષ ની જડ માં છે. વૃક્ષનાં નીચે બેસવાથી પૂરાં વૃક્ષની
નોલેજ બુદ્ધિ માં સ્વતઃ રહે છે. તો પૂરાં વૃક્ષની નોલેજ સ્મૃતિ માં રાખી સાક્ષી થઈને
આ વૃક્ષને જુઓ તો આ નશો, ખુશી અપાવશે અને આનાંથી બેટરી ચાર્જ થઈ જશે. પછી સેવા કરતા
પણ તપસ્યા સાથે-સાથે રહેશે.
સ્લોગન :-
શરીર ની બીમારી
કોઈ મોટી વાત નથી પરંતુ મન ક્યારેય બીમાર ન થાય.
આ અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
દાતા નાં બાળકો સદા
સર્વ સંપત્તિવાન હોય છે. ક્યારેય ભક્તિપણાનાં કે ભિખારીપણા નાં સંસ્કાર ઈમર્જ ન થાય.
એવો સંકલ્પ પણ ન આવે કે બાબા મને કંઈ મદદ કરે, આશીર્વાદ આપે. બાબા મને સહયોગ જોઈએ,
શક્તિ જોઈએ. આ જોઈએ શબ્દ દાતા, વિધાતા, વરદાતા બાળકો ની આગળ શોભતો નથી. દાતાનાં
બાળકો સર્વ શક્તિઓથી સંપન્ન હોય છે. આ જ સંપન્ન સ્થિતિ, સંપૂર્ણ સ્થિતિ ને સમીપ લાવે
છે.