26-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સદા એ જ ખુશી માં રહો કે સ્વયં ભગવાન અમને શિક્ષક બનીને ભણાવે છે , અમે એમનાથી રાજયોગ શીખી રહ્યાં છીએ , પ્રજા યોગ નહીં”

પ્રશ્ન :-
આ ભણતર ની વિશેષતા કઈ છે? તમારે ક્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે?

ઉત્તર :-
આ ભણતર જે લાંબા સમય થી ભણતાં આવ્યાં છે, એમનાથી નવાં બાળકો આગળ ચાલ્યા જાય છે. આ પણ વિશેષતા છે જે ૩ મહિના ની તીવ્ર બુદ્ધિ વાળા (તીવ્ર પુરુષાર્થી) નવાં બાળકો જૂનાં થી પણ આગળ જઈ શકે છે. તમારે પુરુષાર્થ ત્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી પૂરાં પાસ ન થાઓ, કર્માતીત અવસ્થા ન થાય, બધાં હિસાબ-કિતાબ છૂટી ન જાય.

ઓમ શાંતિ!
બાળકો ક્યાં બેઠા છે? બેહદનાં બાપ ની સ્કૂલ માં. ખુબજ ઉંચો નશો હોવો જોઈએ બાળકો ને. કોનાં બાળકો ને? બેહદનાં બાપ નાં બાળકો ને અથવા રુહાની બાળકો ને. બાપ રુહો ને જ ભણાવે છે. ગુજરાતી કે મરાઠી ને નથી ભણાવતાં. તે તો નામ-રુપ થઈ ગયું. બાપ ભણાવે જ છે રુહો ને. આપ બાળકો પણ સમજો છો આપણા બેહદનાં બાપ એ જ છે, જેને ભગવાન કહે છે. ભગવાનુવાચ પણ છે જરુર પરંતુ ભગવાન કોને કહેવાય છે - આ સમજતાં નથી. કહે પણ છે શિવ પરમાત્માય નમઃ. પરમાત્મા તો એક જ છે. એ છે ઊંચે થી ઊંચા નિરાકાર. તમને શ્રીકૃષ્ણ ભગવાન નથી ભણાવતાં. ન ભણાવ્યું હતું. તમે જાણો છો આપણાં આત્માઓનાં બાબા આપણને ભણાવી રહ્યાં છે. ભગવાન તો નિરાકાર જ થયાં. શિવ નાં મંદિર માં જાય છે, એમની પૂજા પણ કરે છે તો જરુર કોઈ વસ્તુ છે. નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ થોડી હોય છે! આ પણ તમે હમણાં સમજો છો. આખી દુનિયામાં કોઈ પણ નથી જાણતું. તમે પણ હમણાં જાણવા લાગી ગયાં છો. લાંબા સમય થી જાણતા આવ્યાં છો. એવું પણ નથી લાંબા સમય થી આવવા વાળા થી નવાં આગળ નથી જઈ શકતાં. આ પણ વિશેષતા છે. ૩ મહિના નાં નવાં બાળકો પણ બહુજ આગળ જઈ શકે છે. કહે છે, બાબા આ આત્મા ની બુદ્ધિ ખૂબ જ શ્રેષ્ઠ છે. નવાં જ્યારે સાંભળે છે તો બહુજ ગદ્દ-ગદ્દ થાય છે. છે તો બધાં ઈશ્વરીય વિદ્યાર્થી. નિરાકાર બાપ જ્ઞાન નાં સાગર ભણાવી રહ્યાં છે. ભગવાનુવાચ પણ ગવાયું છે. પરંતુ ક્યારે? તે ભૂલી ગયાં છે.

હમણાં આપ બાળકો જાણો છો - એવાં પણ કોઈ હોય છે, જેમનાં બાપ શિક્ષક હોય છે. પરંતુ તે ફક્ત એક જ વિષય ભણાવશે, બીજા વિષય માટે બીજા શિક્ષક ભણાવશે. અહીં તો બાપ બધાં બાળકો નાં શિક્ષક છે. આ અદ્દભુત વાત છે. અનેક બાળકો છે, જેમને નિશ્ચય છે શિવબાબા અમને ભણાવે છે. શ્રીકૃષ્ણને બાબા કહી ન શકાય. કૃષ્ણ ને આમ શિક્ષક, ગુરુ પણ નથી સમજતાં. આ તો પ્રેક્ટિકલ ભણાવી રહ્યાં છે. તમે ભિન્ન-ભિન્ન પ્રકાર નાં વિદ્યાર્થીઓ બેઠાં છો. બાબા શિક્ષક ભણાવે છે, જ્યાં સુધી તમે પાસ થઈ જાઓ. કર્માતીત અવસ્થા ને પામી લો ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે. કર્મો નાં હિસાબ-કિતાબ થી છૂટવાનું છે. તમને અંદર માં ખુબ ખુશી થવી જોઈએ - બાબા અમને એવી દુનિયામાં લઈ જાય છે બીજી કોઈ એવી સ્કૂલ હોતી નથી જે બાળકો બેઠાં હોય અને સમજે પરમધામ નિવાસી બાબા આવીને અમને ભણાવશે. હમણાં તમે અહીં બેસો છો તો સમજો છો અમારા બેહદ નાં બાબા અમને ભણાવવા માટે આવે છે. તો અંદર માં બહુજ ખુશી થવી જોઈએ. બાબા આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. આ પ્રજા યોગ નથી, આ છે રાજયોગ. આ યાદ થી જ બાળકો ને ખુશીનો પાર ચઢવો જોઇએ. કેટલી મોટી પરીક્ષા છે અને તમે બેઠાં કેટલાં સાધારણ છો. જેમ મુસલમાન લોકો બાળકોને દરી (ચાદર) પર બેસી ભણાવે છે. તમે એ નિશ્ચય થી અહીં આવો છો. હમણાં બાપ નાં સન્મુખ બેઠા છો. બાબા પણ કહે છે હું જ્ઞાન નો સાગર છું. હું કલ્પ-કલ્પ આવીને રાજ્યોગ શીખવાડું છું. શ્રીકૃષ્ણ નાં ૮૪ જન્મ કહો કે બ્રહ્મા નાં ૮૪ જન્મ કહો, વાત એક જ છે. બ્રહ્મા તો શ્રીકૃષ્ણ છે. આ બુદ્ધિ માં સારી રીતે ધારણ કરવાનું છે. બાપ ની સાથે ખુબ પ્રેમ હોવો જોઈએ. આપણે આત્માઓ એ બાપ નાં બાળકો છીએ, પરમપિતા પરમાત્મા આવીને આપણને ભણાવે છે. શ્રીકૃષ્ણ તો હોઈ ન શકે. એવું થોડી શ્રીકૃષ્ણએ ભણાવ્યું હશે. તાજ વગેરે ઉતારીને આવ્યાં હશે. હવે ભણાવવા વાળા તો બુઝુર્ગ (અનુભવી) જોઈએ. બાપ કહે છે મેં બુઝુર્ગ તન લીધું છે, આ નિશ્ચિત છે. શિવબાબા બ્રહ્મા દ્વારા જ ભણાવે છે. કહે પણ છે બરોબર પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. હવે બ્રહ્મા ક્યાંથી આવ્યાં, આ સમજતાં નથી. બાપ બેસી ઘડી-ઘડી બાળકો ને સજાગ કરે છે. માયા પછી સુવડાવી દે છે. હમણાં તમે સન્મુખ બેઠાં છો, સમજો છો કે હું તમારો રુહાની બાપ છું. મને જાણો છો ને. ગાય પણ છે પરમપિતા પરમાત્મા જ્ઞાન નાં સાગર છે, પતિત-પાવન, દુ:ખહર્તા, સુખકર્તા છે. કૃષ્ણ માટે આ ક્યારેય નહીં કહેશે. બધાને સાથે તો ભણાવી ન શકે. મધુબન માં મોરલી ચાલે છે, તે પછી બધાં સેવાકેન્દ્રો પર જાય છે. તમે હમણાં સન્મુખ છો. જાણો છો કલ્પ પહેલાં પણ બાબાએ આમ ભણાવ્યું હતું. આ જ સમય હતો જે ભૂતકાળ થઈ ગયો. તે પછી હમણાં વર્તમાન થાય છે. ભક્તિમાર્ગ ની પણ વાતો હવે છોડી દેવાની છે. હમણાં તમારી જ્ઞાન થી પ્રીત, ભણાવવા વાળા થી પ્રીત છે. કોઈ-કોઈ જ્યારે શિક્ષક થી ભણે છે તો એમને સોગાત આપે છે. આ બાબા તો પોતે જ સોગાત આપે છે. અહીં આવીને સાકાર માં બાળકોને જુએ છે, આ મારા બાળકો છે. આ પણ બાળકોને જ્ઞાન છે - બધાં ૮૪ જન્મ નથી લેતાં. કોઈનો એક જન્મ તો પણ એમાં સુખ-દુ:ખ પાસ કરશે. હમણાં તમે આ બધી વાતો ને સમજી ગયાં છો. આ મનુષ્ય સૃષ્ટિ નો વિભાગ છે. પહેલાં નંબર માં છે બ્રહ્મા-સરસ્વતી, આદિ દેવ-આદિ દેવી. પછી અનેક ધર્મ આવતાં જાય છે. તે છે સર્વ આત્માઓનાં બીજ. બાકી બધાં છે પાન. પ્રજાપિતા બ્રહ્મા બધાનાં બાપ છે. આ સમયે પ્રજાપિતા હાજર છે. આ બેસી શૂદ્ર થી બદલીને બ્રાહ્મણ બનાવે છે. આવું કોઈ કરી ન શકે. બાપ જ તમને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવવા માટે ભણાવી રહ્યાં છે. આ છે જ સહજ રાજયોગ નું ભણતર. રાજા જનકે પણ સેકન્ડ માં જીવનમુક્તિ ને મેળવી અર્થાત્ સ્વર્ગવાસી બની ગયાં. મનુષ્ય ગાતા તો રહે છે પરંતુ તો પણ સમજાવી નથી શકતાં. હવે બાપ કહે છે બાળકો, દેહી-અભિમાની બનો. તમે અશરીરી આવ્યાં હતાં, શરીર લઈને પાર્ટ ભજવ્યો. બરોબર ૮૪ જન્મ લીધાં છે. બાપ જે સત્ય છે, તે સત્ય જ બતાવશે. રાજધાની થઈ ને. રાજ્યોગ એક થોડી શીખશે. તમે હમણાં બધાં કાંટા થી ફૂલ બની રહ્યાં છો. કાંટા અને ફૂલ કોને કહે છે - આ પણ હમણાં તમે સમજી રહ્યાં છો. આ છે છી-છી કાંટાઓની દુનિયા. આપણે ૮૪ જન્મોનું ચક્ર લગાવી નર્કવાસી થયાં છીએ. ફરીથી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ કરીશું. આપણે ફરીથી જરુર સ્વર્ગવાસી બનીશું. કલ્પ-કલ્પ આપણે બનીએ છીએ. ઘડી-ઘડી આ યાદ કરવાનું છે અને જ્ઞાન સમજાવવાનું છે. આ લક્ષ્મી-નારાયણ સૂર્યવંશી હતાં. ક્રાઇસ્ટ આવ્યાં એનાં પહેલાં ખુબ થોડાં હતા, રાજધાની નહોતી. હવે બાપ આવીને સતયુગી રાજધાની સ્થાપન કરે છે. સ્થાપના થાય જ છે સંગમ પર. હમણાં તમારી બુદ્ધિ માં છે કે આ છે - સાચો-સાચો કુંભ નો મેળો. આત્માઓ અનેક છે, પરમાત્મા એક છે. પરમાત્મા બાપ બાળકો ની પાસે આવે છે પાવન બનાવવાં. આને જ સંગમયુગ નો, કુંભ નો મેળો કહેવાય છે. હમણાં તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. બાપ આવીને સ્વર્ગવાસી બનાવે છે પછી નર્ક જૂની દુનિયાનો વિનાશ જરુર થવો જોઈએ. કલ્પ-કલ્પ વિનાશ થાય જ છે. નવી થી જૂની, જૂની થી નવી થાય છે. આ તો જરુર થશે. નવી ને સ્વર્ગ, જૂની ને નર્ક કહેવાય છે. હમણાં તો કેટલી મનુષ્ય ની વૃદ્ધિ થતી જાય છે. અનાજ નથી મળતું તો સમજે છે અમે ખુબ અનાજ ઉત્પન્ન કરીશું, પરંતુ બાળકો કેટલાં જન્મતાં રહે છે. અનાજ ક્યાંથી લાવશે?

હમણાં આપ બાળકો ને આ ખાતરી છે કે આ આખી જૂની દુનિયા ખતમ થવાની છે. મનુષ્ય ને આ જ્ઞાન સારું પણ લાગે છે પરંતુ બુદ્ધિ માં કંઈ પણ બેસતું નથી. તમારી બુદ્ધિમાં છે નર્ક પછી સ્વર્ગ આવશે. સતયુગ નાં દેવી-દેવતા થઈને ગયાં છે. આ લક્ષ્મી-નારાયણ ભારત નાં માલિક હતાં, ચિત્ર છે. સતયુગ માં છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. હમણાં પોતાને દેવતા ધર્મ નાં કહેતાં નથી, એની બદલે હિંદુ કહી દે છે. બાળકો સારી રીતે જાણે છે કે અમે આ (દેવી-દેવતા) બની રહ્યાં છીએ. બાબા અમને ભણાવી રહ્યાં છે, આ અવયવો દ્વારા. બાબા કહે છે - નહીં તો હું તમને ભણાવું કેવી રીતે? આત્માઓ ને જ ભણાવે છે કારણ કે આત્મામાં જ ખાદ પડે છે. હવે તમારે સાચું સોનું બનવાનું છે, સ્વર્ણિમ યુગ થી ચાંદી યુગ માં આવ્યાં અર્થાત્ ચાંદી ની ખાદ પડવાથી તમે ચંદ્રવંશી બની જાઓ છો. સતયુગમાં સ્વર્ણિમ યુગ માં હતાં, તે જ પછી નીચે ઉતરે છે પછી વૃદ્ધિ પણ થઈ જાય છે. હમણાં તમારી બુદ્ધિ માં છે - અમે સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ માં ૮૪ નું ચક્ર લગાવીને આવ્યાં છીએ. અનેક વાર આ પાર્ટ ભજવ્યો છે, આ પાર્ટ થી કોઈ પણ છૂટી નથી શકતું. તેઓ કહે છે, અમને મોક્ષ જોઇએ પરંતુ હકીકત માં હેરાન તો તમારે થવું જોઈએ. ૮૪ નું ચક્ર તો તમે લગાવ્યું છે. મનુષ્ય તો સમજે છે આવવું અને જવું થતું જ રહે છે, આનાંથી કેમ ન અમે છૂટીએ. પરંતુ આ તો થઈ ન શકે. ગુરુ લોકો પણ કહી દે છે - તમે મોક્ષ ને પામશો. બ્રહ્મ ને યાદ કરો તો બ્રહ્મ માં લીન થઈ જશો. અનેક મત-મતાંતર ભારત માં જ છે બીજા કોઈ ખંડ માં આટલું નથી. અનેકાનેક મત છે, એક ન મળે બીજા થી. રિદ્ધિ-સિદ્ધિ પણ બહુજ શીખે છે. કોઈ કેસર કાઢે છે, કોઈ શું… એમાં મનુષ્ય બહુજ ખુશ થાય છે. આ તો છે અધ્યાત્મિક જ્ઞાન. તમે જાણો છો - આધ્યાત્મિક પિતા છે, આપણા આત્માઓ નાં બાપ. રુહાની બાબા રુહો થી વાત કરે છે. સત્યનારાયણ ની કથા આવીને સંભળાવે છે અથવા અમરકથા સંભળાવે છે, જેનાથી અમરલોક નાં માલિક બનાવે છે, નર થી નારાયણ બનાવે છે. પછી કોડી તુલ્ય બની જાય છે. હવે તમને હીરા જેવો અણમોલ જન્મ મળ્યો છે પછી કોડીઓ પાછળ કેમ ગુમાવો છો? આ દુનિયા જ બાકી કેટલાં વર્ષ રહેશે! કેટલાં લડાઈ-ઝઘડા થતાં રહે છે, બધું ખતમ થઈ જશે. મોત સામે ઉભું છે પછી આટલાં લાખ, કરોડ કોણ બેસી ખાશે! કેમ નહીં આને સફળ કરવાં જોઈએ! આ રુહાની કોલેજ ખોલવાથી મનુષ્ય એવર હેલ્થી (સદા સ્વસ્થ), વેલ્થી (સદા સંપન્ન), હૈપ્પી (ખુશહાલ) બની જાય છે. તે પણ આ કમ્બાઈન્ડ (સાથે) છે - હોસ્પિટલ અને યુનિવર્સિટી. હેલ્થ, વેલ્થ, હૈપ્પીનેસ તો છે જ. બરોબર યોગ થી ઉંમર પણ વધારે મળે છે. કેટલાં તમે તંદુરસ્ત બનો છો, પછી કારુન નો ખજાનો પણ મળે છે. અલ્લાહ અવલદિન નું નાટક દેખાડે છે ને. તમે જાણો છો અલ્લાહ જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરે છે, એમાં બહુજ સુખ છે. નામ જ છે સ્વર્ગ. તમે શાંતિધામ નાં રહેવાસી હતાં પછી તમે પહેલાં-પહેલાં સુખધામ માં આવ્યાં પછી ૮૪ જન્મ લઈ નીચે પડતાં આવ્યાં છો. કલ્પ-કલ્પ હું આપ બાળકોને આમ બેસી સમજાવું છું. તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હું તમને બતાવું છું. તમે ૮૪ જન્મ લીધાં છે, આ શરીર પતિત છે. આત્મા પણ તમોપ્રધાન થઇ ગયો છે. બાબા સાચું કહે છે. બાબા ક્યારેય ખોટું કહેશે નહીં. એ છે જ સત્ય. સતયુગ છે જ નિર્વિકારી દુનિયા, રાઈટીયસ (સત્ય) દુનિયા. પછી રાવણ અન-રાઈટીયસ (અસત્ય) બનાવે છે. આ છે જ જૂઠખંડ. ગાય પણ છે જુઠી માયા, જુઠી કાયા… કયો સંસાર? આ આખો જૂનો સંસાર ખોટો છે. સતયુગ માં સાચો સંસાર હતો. દુનિયા એક જ છે, બે દુનિયા નથી. નવી દુનિયાથી પછી જૂની થાય છે. નવાં મકાન, જૂનાં મકાન માં ફરક તો હોય છે. નવું બનીને તૈયાર થાય છે તો સમજે છે નવાં માં બેસશું. અહીં પણ બાળકો માટે નવાં મકાન બનાવે છે, ઘણાં બાળકો થતાં જશે. આપ બાળકો ને તો ખુબજ ખુશી હોવી જોઈએ. બાપ કહે છે મુજ જ્ઞાનસાગર નાં બાળકો બધાં કામ-ચિતા પર બેસી બિચારા એકદમ બળી ગયાં છે. હવે ફરી એમને જ્ઞાન ચિતા પર બેસાડે છે. જ્ઞાન-ચિતા પર બેસાડી સ્વર્ગ નાં માલિક બનાવે છે. કામ-ચિતા પર બેસવાથી બિલકુલ જ કાળા બની ગયાં છે. કૃષ્ણ ને શ્યામ-સુંદર નામ આપ્યું છે. પરતું અર્થ કોઈ સમજી નથી શકતું. હવે તમે શું થી શું બનો છો! બાપ કોડી થી હીરા જેવાં બનાવે છે પછી એટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. બાપ ને યાદ કરવાં જોઈએ. યાદ થી જ તમે સ્વર્ગ નાં માલિક બનશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ હીરાતુલ્ય અણમોલ જીવન ને કોડીઓની પાછળ નથી ગુમાવવાનું. મોત સામે ઉભું છે એટલે પોતાનું સર્વસ્વ રુહાની સેવા માં સફળ કરવાનું છે.

2. ભણતર અને ભણાવવા વાળા થી સાચી પ્રીત રાખવાની છે. ભગવાન આપણને ભણાવવા આવે છે, એ ખુશી માં રહેવાનું છે.

વરદાન :-
કેચિંગ પાવર દ્વારા પોતાનાં અસલી સંસ્કારો ને કેચ કરી તેનું સ્વરુપ બનવા વાળા શક્તિશાળી ભવ

પુરુષાર્થ નો મુખ્ય આધાર કેચિંગ પાવર છે. જેવી રીતે સાયન્સદાન બહુજ પહેલા નાં સાઉન્ડ ને કેચ કરે છે એવી રીતે તમે સાઇલેન્સ ની શક્તિ થી પોતાનાં આદિ દૈવી સંસ્કાર કેચ કરો, એનાં માટે સદૈવ આજ સ્મૃતિ રહે કે હું આ હતો અને ફરી બની રહ્યો છું. જેટલા એ સંસ્કારો ને કેચ કરશો એટલાં એનાં સ્વરુપ બનશો. ૫ હજાર વર્ષ ની વાત એટલી સ્પષ્ટ અનુભવ માં આવે જેવી રીતે કાલ ની જ વાત છે. પોતાની સ્મૃતિ ને એટલી શ્રેષ્ઠ અને સ્પષ્ટ બનાવો ત્યારે શક્તિશાળી બનશો.

સ્લોગન :-
બ્રાહ્મણ-જીવન નો શ્વાસ ખુશી છે, શરીર ભલે ચાલ્યું જાય પરંતુ ખુશી ન જાય.

અવ્યક્ત ઈશારે - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

એક ધક થી સોદો કરવા વાળા એક નાં હોવાને કારણે સદા એકરસ રહે છે. બાકી જે થોડું-થોડું કરીને સોદો કરે છે - એક નાં બદલે બે નાવ માં પગ રાખવા વાળા છે, તે સદા કોઈ ન કોઈ ઉલઝન ની હલચલ માં, એકરસ નથી બનતાં, એટલે સોદો કરવો છે તો સેકન્ડ માં કરો. દિલ નાં ટુકડે-ટુકડા નહીં કરો.