26-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ સંગમયુગ વિકર્મ વિનાશ કરવાનો યુગ છે , આ યુગ માં કોઈ પણ વિકર્મ તમારે નથી કરવાના , પાવન જરુર બનવાનું છે”

પ્રશ્ન :-
અતિન્દ્રિય સુખ નો અનુભવ કયા બાળકો ને થઈ શકે છે?

ઉત્તર :-
જે અવિનાશી જ્ઞાન-રત્નો થી ભરપૂર છે, તેમને જ અતિન્દ્રિય સુખ નો અનુભવ થઈ શકે છે. જે જેટલું જ્ઞાન ને જીવન માં ધારણ કરે છે એટલાં સાહૂકાર બને છે. જો જ્ઞાન-રત્ન ધારણ નથી તો ગરીબ છે. બાપ તમને પાસ્ટ (ભૂતકાળ), પ્રેઝન્ટ (વર્તમાન), ફ્યુચર (ભવિષ્ય) નું જ્ઞાન આપીને ત્રિકાળદર્શી બનાવી રહ્યાં છે.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
પાસ્ટ (ભૂતકાળ) સો પ્રેઝન્ટ (વર્તમાન) ચાલી રહ્યું છે પછી આજે પ્રેઝન્ટ છે, તે પાસ્ટ થઈ જશે. આ ગાયન કરે છે પાસ્ટ નું. હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો. પુરુષોત્તમ શબ્દ જરુર લખવો જોઈએ. તમે પ્રેઝન્ટ જોઈ રહ્યાં છો, જે પાસ્ટ નું ગાયન છે તે હવે પ્રેક્ટિકલ થઈ રહ્યું છે, આમાં કોઈ સંશય ન લાવવો જોઈએ. બાળકો જાણે છે સંગમયુગ પણ છે, કળિયુગ નો અંત પણ છે. બરોબર સંગમયુગ ૫ હજાર વર્ષ પહેલાં પાસ્ટ થઈ ગયું છે, હવે ફરી પ્રેઝન્ટ છે. હવે બાપ આવ્યાં છે, ફ્યુચર પણ એ જ હશે જે પાસ્ટ થઈ ગયું. બાપ રાજયોગ શીખવાડી રહ્યાં છે પછી સતયુગ માં રાજ્ય મેળવીશું. હમણાં આ છે સંગમયુગ. આ વાત આપ બાળકો સિવાય કોઈ પણ નથી જાણતાં. તમે પ્રેક્ટિકલ માં રાજયોગ શીખી રહ્યાં છો. આ છે અતિ સહજ. જે પણ નાના અથવા મોટા બાળકો છે, બધાને એક મુખ્ય વાત જરુર સમજાવવાની છે કે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. જ્યારે વિકર્મ વિનાશ થવાનો સમય છે તો એવું કોણ હશે જે પછી વિકર્મ કરશે. પરંતુ માયા વિકર્મ કરાવી દે છે, સમજે છે ચમાટ લાગી ગઈ. અમારા થી આ મોટી ભૂલ થઈ ગઈ. જ્યારે બાપ ને બોલાવે છે કે હે પતિત-પાવન આવો. હવે બાપ આવ્યાં છે પાવન બનાવવા તો પાવન બનવું જોઈએ ને? ઈશ્વર નાં બનીને પછી પતિત ન બનવું જોઈએ. સતયુગ માં બધા પવિત્ર હતાં. આ ભારત જ પાવન હતું. ગાય પણ છે - વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) અને વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). એ સંપૂર્ણ નિર્વિકારી, આપણે વિકારી છીએ કારણકે આપણે વિકાર માં જઈએ છીએ. વિકાર નામ જ વિશશ નું છે. પતિત જ બોલાવે છે આવીને પાવન બનાવો. ક્રોધી નથી બોલાવતાં. બાપ પણ પછી ડ્રામા પ્લાન અનુસાર આવે છે. જરા પણ ફરક નથી પડી શકતો. જે પાસ્ટ થયું છે તે પ્રેઝન્ટ થઈ રહ્યું છે. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર ને જાણવું તેને જ ત્રિકાળદર્શી કહેવાય છે. આ યાદ રાખવું પડે. આ જ ખૂબ મહેનત ની વાતો છે. ઘડી-ઘડી ભૂલી જાય છે. નહીં તો આપ બાળકો ને કેટલું અતિન્દ્રિય સુખ રહેવું જોઈએ. તમે અહીં અવિનાશી જ્ઞાન-ધન થી ખૂબ-ખૂબ સાહૂકાર બની રહ્યાં છો. જેટલી જેમની ધારણા છે, તે ખૂબ સાહૂકાર બની રહ્યાં છે, પરંતુ નવી દુનિયા માટે. તમે જાણો છો આપણે જે કાંઈ કરીએ છીએ તે ફોર ફ્યુચર (ભવિષ્ય) નવી દુનિયા માટે. બાપ આવ્યાં જ છે નવી દુનિયા ની સ્થાપના કરવાં. જૂની દુનિયા નો વિનાશ કરવાં. હૂબહૂ કલ્પ પહેલાં ની જેમ જ થશે. આપ બાળકો પણ જોશો. નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) પણ થવાની છે. અર્થક્વેક (ધરતીકંપ) થયો અને ખતમ. ભારત માં કેટલાં અર્થક્વેક થશે. આપણે તો કહીએ છીએ - આ તો થવાનું જ છે. કલ્પ પહેલાં પણ થયું છે ત્યારે તો કહે છે સોના ની દ્વારિકા નીચે ચાલી ગઈ છે. બાળકો એ આ સારી રીતે બુદ્ધિ માં બેસાડવું જોઈએ કે આપણે ૫ હજાર વર્ષ પહેલાં પણ આ નોલેજ લીધી હતી. આમાં જરા પણ ફરક નથી. બાબા ૫ હજાર વર્ષ પહેલાં પણ અમે તમારી પાસે થી વારસો લીધો હતો. અમે અનેક વાર તમારી પાસે થી વારસો લીધો છે. તેની ગણતરી નથી થઈ શકતી. કેટલી વાર તમે વિશ્વ નાં માલિક બનો છો, પછી ફકીર બનો છો. આ સમયે ભારત પૂરું ફકીર છે. તમે લખો પણ છો ડ્રામા પ્લાન અનુસાર. તેઓ ડ્રામા શબ્દ નથી કહેતાં. તેમનો પ્લાન જ પોતાનો છે.

તમે કહો છો ડ્રામા પ્લાન અનુસાર અમે ફરી થી સ્થાપના કરી રહ્યાં છીએ ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. કલ્પ પહેલાં જે કર્તવ્ય કર્યા હતાં તે હમણાં પણ શ્રીમત દ્વારા કરીએ છીએ. શ્રીમત દ્વારા જ શક્તિ લઈએ છીએ. શિવ શક્તિ નામ પણ છે ને? તો તમે શિવ શક્તિઓ દેવીઓ છો, જેમનું મંદિર માં પણ પૂજન થાય છે. તમે જ દેવીઓ છો જે પછી વિશ્વ નું રાજ્ય મેળવો છો. જગત અંબા ને જુઓ કેટલી પૂજાય છે! અનેક નામ રાખી દીધાં છે. છે તો એક જ. જેમ બાપ પણ એક જ શિવ છે. તમે પણ વિશ્વ ને સ્વર્ગ બનાવો છો તો તમારી પૂજા થાય છે. અનેક દેવીઓ છે, લક્ષ્મી ની કેટલી પૂજા કરે છે! દિવાળી નાં દિવસે મહાલક્ષ્મી ની પૂજા કરે છે. તે થઈ મુખ્ય, મહારાજા-મહારાણી મિલાવીને મહાલક્ષ્મી કહી દે છે. એમાં બંને આવી જાય છે. આપણે પણ મહાલક્ષ્મી ની પૂજા કરતા હતાં, ધન ની વૃદ્ધિ થાય તો સમજશે મહાલક્ષ્મી ની કૃપા થઈ. બસ, દર વર્ષે પૂજા કરે છે. અચ્છા, એમની પાસે ધન માંગે છે, દેવી પાસે થી શું માંગે? તમે સંગમયુગી દેવીઓ સ્વર્ગ નું વરદાન આપવા વાળી છો. મનુષ્યો ને આ ખબર નથી કે દેવીઓ થી સ્વર્ગ ની સર્વ કામનાઓ પૂરી થાય છે. તમે દેવીઓ છો ને? મનુષ્યો ને જ્ઞાન-દાન કરો છો જેનાથી સર્વ કામનાઓ પૂર્ણ કરી દો છો. બિમારી વગેરે થશે તો દેવીઓ ને કહેશે ઠીક કરો. રક્ષા કરો. અનેક પ્રકાર ની દેવીઓ છે. તમે છો સંગમયુગ ની શિવ શક્તિ દેવીઓ. તમે જ સ્વર્ગ નું વરદાન આપો છો. બાપ પણ આપે છે, બાળકો પણ આપે છે. મહાલક્ષ્મી દેખાડે છે. નારાયણ ને ગુપ્ત કરી દે છે. બાપ આપ બાળકો નો પ્રભાવ કેટલો વધારે છે. દેવીઓ ૨૧ જન્મ માટે સુખ ની સર્વ કામનાઓ પૂરી કરે છે. લક્ષ્મી પાસે થી ધન માંગે છે. ધન માટે જ મનુષ્ય સારો ધંધો વગેરે કરે છે. તમને તો બાપ આવીને આખાં વિશ્વ નાં માલિક બનાવે છે, અથાહ ધન આપે છે. શ્રી લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. હમણાં કંગાળ છે. આપ બાળકો જાણો છો રાજાઈ કરી, પછી કેવી રીતે ધીરે-ધીરે ઉતરતી કળા થાય છે. પુનર્જન્મ લેતાં-લેતાં કળા ઓછી થતાં-થતાં હવે જુઓ કેવી હાલત આવીને થઈ છે! આ પણ નવી વાત નથી. દર ૫ હજાર વર્ષ પછી ચક્ર ફરતું રહે છે. હમણાં ભારત કેટલું કંગાળ છે! રાવણ રાજ્ય છે. કેટલું ઊંચું નંબરવન હતું, હમણાં લાસ્ટ નંબર છે. લાસ્ટ માં ન આવે તો નંબરવન માં કેવી રીતે જાય? હિસાબ છે ને? ધીરજ થી જો વિચાર સાગર મંથન કરીએ તો બધી વાતો જાતે જ બુદ્ધિ માં આવી જાય. કેટલી મીઠી-મીઠી વાતો છે. હમણાં તો તમે આખાં સૃષ્ટિ ચક્ર ને જાણી ગયા છો. ભણતર ફક્ત સ્કૂલ માં નથી ભણાતું. શિક્ષક શિક્ષા આપે છે ઘરે ભણવા માટે, જેને હોમવર્ક કહે છે. બાપ પણ તમને ઘર માટે અભ્યાસ આપે છે. દિવસ માં ભલે ધંધો વગેરે પણ કરો, શરીર નિર્વાહ તો કરવાનું જ છે. અમૃતવેલા તો બધાને ફુરસદ રહે છે. સવારે-સવારે બે ત્રણ વાગ્યા નો સમય ખૂબ સરસ છે. તે સમયે ઉઠીને બાપ ને પ્રેમ થી યાદ કરો. બાકી આ વિકારોએ જ તમને આદિ-મધ્ય-અંત દુઃખી કર્યા છે. રાવણ ને બાળે છે પરંતુ તેનો પણ અર્થ કાંઈ નથી જાણતાં. બસ, ફક્ત પરંપરા થી રાવણ ને બાળવા નો રિવાજ ચાલ્યો આવે છે. ડ્રામા અનુસાર આ પણ નોંધ છે. રાવણ ને મારતા આવ્યાં છે પરંતુ રાવણ મરતો જ નથી. હમણાં તમે જાણો છો આ રાવણ ને બાળવાનું બંધ ક્યારે થશે? તમે હમણાં સાચ્ચી-સાચ્ચી સત્ય નારાયણ ની કથા સાંભળો છો. તમે જાણો છો કે આપણને હમણાં બાપ પાસે થી વારસો મળે છે. બાપ ને ન જાણવાના કારણે જ બધા નિધણ નાં છે. બાપ જે ભારત ને સ્વર્ગ બનાવે છે એમને પણ નથી જાણતાં. આ પણ ડ્રામા માં નોંધ છે. સીડી ઉતરતા તમોપ્રધાન બને ત્યારે તો પછી બાપ આવે. પરંતુ પોતાને તમોપ્રધાન સમજે થોડી છે? બાપ કહે છે આ સમયે આખા ઝાડ ની જડજડીભૂત અવસ્થા છે. એક પણ સતોપ્રધાન નથી. સતોપ્રધાન હોય છે જ શાંતિધામ અને સુખધામ માં. હમણાં છે તમોપ્રધાન. બાપ જ આવીને આપ બાળકોને અજ્ઞાન નિંદ્રા થી જગાડે છે. તમે પછી બીજાઓ ને જગાડો છો. જાગતા રહે છે. જેમ મનુષ્ય મરે છે તો એમનો દીવો પ્રગટાવે છે કે પ્રકાશ માં આવી જાય. હવે આ છે ઘોર અંધકાર, આત્માઓ પાછા પોતાનાં ઘરે જઈ ન શકે. ભલે દિલ (મન) થાય છે દુઃખ થી છૂટીએ. પરંતુ એક પણ છૂટી ન શકે.

જે બાળકો ને પુરુષોત્તમ સંગમયુગ ની સ્મૃતિ રહે છે તે જ્ઞાન-રત્નો નું દાન કર્યા વગર રહી નથી શકતાં. જેમ મનુષ્ય પુરુષોત્તમ મહિના માં ખૂબ દાન-પુણ્ય કરે છે, એમ આ પુરુષોત્તમ સંગમયુગ માં તમારે જ્ઞાન-રત્નો નું દાન કરવાનું છે. આ પણ સમજો છો સ્વયં પરમપિતા પરમાત્મા ભણાવી રહ્યાં છે, શ્રીકૃષ્ણ ની વાત નથી. શ્રીકૃષ્ણ તો છે સતયુગ નાં પહેલાં પ્રિન્સ, પછી તો તે પુનર્જન્મ લેતા આવે છે. બાબા એ પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર નું પણ રહસ્ય સમજાવ્યું છે. તમે ત્રિકાળદર્શી બનો છો, બાપ સિવાય બીજું કોઈ ત્રિકાળદર્શી બનાવી ન શકે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બાપ ને જ છે, એમને જ જ્ઞાન નાં સાગર કહેવાય છે. ઊંચા માં ઊંચા ભગવાન જ ગવાયેલા છે, એ જ રચયિતા છે. હેવનલી ગોડફાધર શબ્દ ખૂબ ક્લિયર (સ્પષ્ટ) છે - હેવન (સ્વર્ગ) સ્થાપન કરવા વાળા. શિવ જયંતિ પણ મનાવે છે પરંતુ એ ક્યારે આવ્યાં? શું કર્યુ? એ કાંઈ પણ નથી જાણતાં. જયંતિ નાં અર્થ ની જ ખબર નથી તો પછી મનાવીને શું કરશે, આ પણ ડ્રામા માં બધું છે. આ સમયે જ આપ બાળકો ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો પછી ક્યારેય નથી જાણતાં. પછી જ્યારે બાબા આવશે ત્યારે જ જાણશો. હમણાં તમને સ્મૃતિ આવી છે - આ ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે? ભક્તિ માર્ગ માં શું છે? એનાથી તો કાંઈ પણ મળતું નથી. કેટલાં ભક્ત લોકો ભીડ માં ધક્કા ખાવા જાય છે, બાબાએ તમને એનાથી છોડાવી દીધાં. હવે તમે જાણો છો આપણે શ્રીમત પર ફરી થી ભારત ને શ્રેષ્ઠ બનાવી રહ્યાં છીએ. શ્રીમત થી જ શ્રેષ્ઠ બનાય છે. શ્રીમત સંગમ પર જ મળે છે. તમે યથાર્થ રીતે જાણો છો આપણે કોણ હતાં પછી કેવી રીતે આ બન્યાં છીએ, હવે ફરી પુરુષાર્થ કરી રહ્યાં છીએ. પુરુષાર્થ કરતાં-કરતાં બાળકો જો ક્યારેય નાપાસ થઈ જાઓ તો બાપ ને સમાચાર આપો, બાપ સાવધાની આપશે ફરી થી ઉભા થવાની. ક્યારેય પણ હતાશ થઈ બેસી નથી જવાનું. ફરીથી ઉભા થઈ જાઓ, દવા કરી લો. સર્જન તો બેઠાં છે ને? બાબા સમજાવે છે પાંચ માં માળે થી પડવા માં અને બે માળ (મંઝિલ) થી પડવા માં ફરક કેટલો છે? કામ વિકાર છે ૫ માળ, એટલે બાબાએ કહ્યું છે કામ મહાશત્રુ છે, એણે તમને પતિત બનાવ્યાં છે, હવે પાવન બનો. પતિત-પાવન બાપ જ આવીને પાવન બનાવે છે. જરુર સંગમ પર બનાવશે. કળિયુગ અંત અને સતયુગ આદિ નો આ સંગમ છે.

બાળકો જાણે છે - બાપ હમણાં કલમ લગાવી રહ્યાં છે પછી પૂરું ઝાડ અહીં વધશે. બ્રાહ્મણો નું ઝાડ વધશે પછી સૂર્યવંશી- ચંદ્રવંશી માં જઈને સુખ ભોગવશે. કેટલું સહજ સમજાવાય છે. અચ્છા, મોરલી નથી મળતી, બાપ ને યાદ કરો. આ બુદ્ધિ માં પાક્કું કરો કે શિવબાબા બ્રહ્મા તન દ્વારા અમને કહે છે કે મને યાદ કરો તો વિષ્ણુ નાં કુળ માં ચાલ્યાં જશો. બધો આધાર પુરુષાર્થ પર છે. કલ્પ-કલ્પ જે પુરુષાર્થ કર્યો છે, હૂબહૂ એ જ ચાલશે. અડધોકલ્પ દેહ-અભિમાની બન્યાં છો, હવે દેહી-અભિમાની બનવા નો પૂરો પુરુષાર્થ કરો, આમાં છે મહેનત. ભણતર તો સહજ છે, મુખ્ય છે પાવન બનવા ની વાત. બાપ ને ભૂલવા આ તો મોટી ભૂલ છે. દેહ-અભિમાન માં આવવા થી જ ભૂલો છો. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે ભલે ૮ કલાક કરો, બાકી ૮ કલાક યાદ માં રહેવા માટે પુરુષાર્થ કરવાનો છે. તે અવસ્થા જલ્દી નહીં થશે. અંત માં જ્યારે આ અવસ્થા થશે ત્યારે વિનાશ થશે. કર્માતીત અવસ્થા થઈ તો પછી આ શરીર રહી નહીં શકે, છૂટી જશે કારણકે આત્મા પવિત્ર બની ગયો ને? જ્યારે નંબરવાર કર્માતીત અવસ્થા થઈ જશે ત્યારે લડાઈ શરુ થશે, ત્યાં સુધી રિહર્સલ (પૂર્વ તૈયારી) થતું રહેશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પુરુષોત્તમ મહિના માં અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન કરવાનું છે. અમૃતવેલે ઉઠી વિચાર સાગર મંથન કરવાનું છે. શ્રીમત પર શરીર નિર્વાહ કરતા બાપે જે હોમવર્ક આપ્યું છે તે પણ જરુર કરવાનું છે.

2. પુરુષાર્થ માં ક્યારેય અડચણ આવે તો બાપ ને સમાચાર આપીને શ્રીમત લેવાની છે. સર્જન ને બધું સંભળાવવાનું છે. વિકર્મ વિનાશ કરવાના સમયે કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
અખંડ યોગ ની વિધિ દ્વારા અખંડ પૂજ્ય બનવા વાળા શ્રેષ્ઠ મહાન આત્મા ભવ

આજકાલ જે મહાન આત્માઓ કહેવાય છે એમના નામ અખંડાનંદ વગેરે રાખે છે પરંતુ બધા માં અખંડ સ્વરુપ તો તમે છો - આનંદ માં પણ અખંડ, સુખ માં પણ અખંડ… ફક્ત સંગદોષ માં ન આવો, બીજા નાં અવગુણો ને જોતા, સાંભળતા ડોન્ટકેર કરો તો આ વિશેષતા થી અખંડ યોગી બની જશો. જે અખંડ યોગી છે તે જ અખંડ પૂજ્ય બને છે. તો આપ એવાં મહાન આત્માઓ છો જે અડધો કલ્પ સ્વયં પૂજ્ય સ્વરુપ માં રહો છો અને અડધોકલ્પ તમારા જડ ચિત્રો નું પૂજન થાય છે.

સ્લોગન :-
દિવ્ય બુદ્ધિ જ સાઈલેન્સ ની શક્તિ નો આધાર છે.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

જે પોતાની સુક્ષ્મ શક્તિઓ (મન-બુદ્ધિ) ને હેન્ડલ કરી શકે છે, તે બીજાઓ ને પણ હેન્ડલ કરી શકે છે એટલે સ્વ ઉપર કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર હોય તો આ જ યથાર્થ હેન્ડલિંગ પાવર બની જાય છે. ભલે અજ્ઞાની આત્માઓ ની સેવા દ્વારા હેન્ડલ કરો અથવા બ્રાહ્મણ-પરિવાર માં સ્નેહ-સંપન્ન, સંતુષ્ટતા-સંપન્ન વ્યવહાર કરો - બંને માં સફળ થઈ જશો.