26-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  02.02.2011    બાપદાદા મધુબન


“ પોતાનાં ભાગ્ય અને પ્રાપ્તિઓ ને સ્મૃતિમાં રાખી સદા હર્ષિત અથવા સંતુષ્ટ રહો , દૃષ્ટિ - વૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા સંતુષ્ટતા નો અનુભવ કરાવો”


આજે બાપદાદા બધા બાળકોને જોઈ ખુશ થઈ રહ્યાં છે. દરેક બાળક પરમાત્મ-પ્રેમ દ્વારા પહોંચી ગયા છે. તો આજે બાપદાદા દરેક બાળકોનાં મસ્તક માં ભાગ્યની રેખાઓ જોઈ રહ્યાં છે. આવું ભાગ્ય અને આટલું મોટું ભાગ્ય આખાં કલ્પ માં કોઈને પ્રાપ્ત નથી કારણકે તમને ભાગ્ય આપવા વાળા સ્વયં ભાગ્યદાતા છે. દરેક નાં મસ્તક માં પહેલાં તો ચમકતા સિતારા નું ભાગ્ય ચમકી રહ્યું છે. મુખ માં મધુર વાણી ની રેખા ચમકી રહી છે. હોઠ પર મધુર મુસ્કાન ની રેખા ચમકી રહી છે. દિલ માં દિલારામ બાપ નાં લવલીન ની રેખા ચમકી રહી છે. હાથો માં સર્વ ખજાનાઓની શ્રેષ્ઠતા ની રેખા ચમકી રહી છે. પગ માં દરેક કદમ માં પદમ ની રેખા ચમકી રહી છે. હવે વિચારો આવું ભાગ્ય બીજા કોનું થયું છે! એટલે તમારા યાદગાર ચિત્રો નું પણ ભાગ્ય વર્ણન થતું રહે છે. અને આ ભાગ્ય સ્વયં ભાગ્યવિધાતાએ દરેક બાળક નું બનાવ્યું છે.

બાપદાદા દરેક બાળક નું ભાગ્ય જોઈ દરેક બાળક ને મુબારક આપી રહ્યા છે - વાહ બાળકો વાહ! અને આ ભાગ્ય આ સંગમ પર જ મળે છે અને ચાલે છે. સંગમયુગ નું સુખ બધા યુગો થી શ્રેષ્ઠ છે. સતયુગ નું ભાગ્ય પણ સંગમ નાં પુરુષાર્થ ની પ્રારબ્ધ છે એટલે સંગમયુગ ની પ્રાપ્તિ સતયુગ ની પ્રારબ્ધ થી પણ વધારે છે. પોતાનાં ભાગ્ય માં ખોવાઈ જાઓ. કંઈ પણ થતું રહે, પોતાનું ભાગ્ય સ્મૃતિ માં લાવો તો શું નીકળે છે? વાહ મારું ભાગ્ય! કારણકે સ્વયં ભાગ્યદાતા તમારા બાપ છે. તો ભાગ્યદાતા દ્વારા દરેકને પોતાનું ભાગ્ય મળ્યું છે. જાણો છો કે અમે એટલાં ભાગ્યવાન છીએ કે ક્યારેક-ક્યારેક જાણો છો, સદા નશો રહે છે? દુનિયા વાળા તો જોઈને પૂછે છે કે તમને શું મળ્યું છે? અને તમે લોકો ઉત્તર શું આપો છો? જો પાના થા વો પા લિયા. પામી (મેળવી) લીધું છે, હાથ ઉઠાવો, પામી લીધું છે, અચ્છા. પામી લીધું છે? ફલક થી કહો છો, કોઈ અપ્રાપ્ત વસ્તુ જ નથી, છે ને ફખુર (નશો)? અને મળ્યું કેવી રીતે? ફક્ત બાપ ને જાણ્યા, માન્યા, પોતાનાં બનાવ્યા તો ભાગ્ય મળી ગયું. આ ભાગ્યને જેટલું સ્મૃતિ માં લાવતા રહેશો એટલાં હર્ષિત થતા રહેશો. ભાગ્યવાન આત્માનો ચહેરો સદા હર્ષિત રહેશે. રહેશે નહીં રહે છે. એમની દૃષ્ટિ, એમની વૃત્તિ અને એમની પ્રવૃત્તિ સદા સંતુષ્ટ આત્મા બની સ્વયં પણ સંતુષ્ટ રહેશે અને બીજા ને પણ સંતુષ્ટ બનાવશે. તો તમને બધાને સંતુષ્ટતા નો નશો રહે છે? કારણકે સંતુષ્ટતા નો આધાર છે સર્વ પ્રાપ્તિ. અપ્રાપ્તિ અસંતુષ્ટતા નો આધાર છે. તો તમે શું અનુભવ કરો છો? અપ્રાપ્ત કોઈ વસ્તુ છે કે સર્વ પ્રાપ્તિ છે? પ્રાપ્તિ નો નશો છે? છે, સદા છે કે ક્યારેક-ક્યારેક છે? આમ તો આ જ કહો છો પા લિયા જો પાના થા. તો જ્યાં સર્વ પ્રાપ્તિ છે ત્યાં અસંતુષ્ટતા નું નામ નથી.

તો બાપદાદા આજે દેશ-વિદેશ, કેટલાં દેશો થી બધા બાળકો આવીને ભેગા થયા છે પરંતુ સૌથી દૂર થી આવવા વાળા કોણ? શું અમેરિકા વાળા દૂર થી આવ્યા છે? અમેરિકા વાળા દૂરથી આવ્યા છે ને! અને બાપ ક્યાંથી આવ્યા છે? અમેરિકા તો આ લોક માં છે પરંતુ બાપદાદા ક્યાંથી આવ્યા છે? પરમધામ થી, બ્રહ્મા બાપ પણ સૂક્ષ્મ વતન થી આવ્યા છે. તો કોણ દૂર થી આવ્યા? સૌથી દૂર કોણ? આ છે બાપ અને બાળકો નાં પ્રેમ નાં દૃશ્ય. તમે કહ્યું મારા બાબા અને બાપે કહ્યું મારા બાળકો. ફક્ત એકને જાણવાથી કેટલો વારસો મળી ગયો. દુનિયા વાળા સુખ નાં માટે, શાંતિ ને માટે શોધી રહ્યા છે - ક્યાં શાંતિ મળશે, ક્યાં સુખ મળશે અને તમારું જીવન જ સુખ-શાંતિ સંપન્ન થઈ ગયું. બાપદાદા થી પૂછો છો ને કે બાપદાદા શું ઈચ્છે છે? તો બાપદાદા દરેક બાળક થી આ જ ઈચ્છે છે કે દરેક બાળક સદા સ્વરાજ્ય અધિકારી બનીને રહે. ક્યારેક-ક્યારેક નહીં કારણકે હમણાં નાં સ્વરાજ્ય અધિકાર નું વરદાન બાપે આ સંગમયુગ માટે પૂરું આપ્યું છે, થોડું નહીં, ક્યારેક-ક્યારેક વાળું નહીં, સદા. તો વિચારો સદા ને માટે સ્વરાજ્ય અધિકારી બની રહ્યા છો? કારણકે બાપદાદાએ સંભળાવ્યું કે આ બધી કર્મેન્દ્રિયો નાં, મન-બુદ્ધિ-સંસ્કાર નાં પણ માલિક છો. બધા માટે મારું શબ્દ બોલો છો, હું નથી બોલતા, મારું બોલો છો. તો મન-બુદ્ધિ-સંસ્કાર મારા છે તો મારા નાં ઉપર સદા અધિકાર રહે છે. એવી રીતે મન-બુદ્ધિ-સંસ્કાર નાં ઉપર પૂરો જ અધિકાર હોય, આને કહેવાય છે સ્વરાજ્યધારી. જે ઓર્ડર કરો એ જ પ્રમાણે આ કાર્ય કરવા માટે નિમિત્ત છે. પરંતુ એનાં માટે ચાલતા-ફરતા કાર્ય કરતા માલિકપણાનો નશો હોવો જોઈએ. નિશ્ચય અને નશો.

હવે તો આત્માઓને મન્સા દ્વારા પણ સેવા આપવાનો સમય છે. બુમો પાડતા રહે, હે પૂર્વજ અમને થોડાં સુખ-શાંતિ ની કિરણો આપી દો. તો હે પૂર્વજ, દુ:ખીઓની પોકાર સંભળાય છે ને! બાપદાદાએ ઇશારો આપી દીધો છે કે કંઈ પણ આપદા અચાનક આવવાની છે, એટલાં માટે સેકન્ડ માં ફુલસ્ટોપ. તે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો કારણકે એ સમયે પુરુષાર્થ નો સમય નહીં હશે, અભ્યાસ કરો, લગાવો ફુલસ્ટોપ અને થઈ જાય આશ્ચર્ય ની માત્રા, એટલે પુરુષાર્થ નો સમય હમણાં મળેલો છે. એ સમયે પ્રેક્ટિકલ કરવાનો સમય છે, તો હમણાંથી આ અભ્યાસ ને કરી પણ રહ્યા છે, બાપદાદા રીઝલ્ટ દેખાડે છે, અટેન્શન માં છે, કરી પણ રહ્યા છે પરંતુ હજી પણ અટેન્શન ને અન્ડરલાઇન કરો. જુઓ, પુરુષાર્થ કેટલો સહજ છે, હું પણ બિંદી, લગાવવાનું પણ બિંદી છે ફક્ત અટેન્શન આપવાનું છે.

બાપદાદા વિશેષ બાળકોને સૌગાત આપે છે

બાળકો , હું સદા તમારી સાથે છું . બાબા કહ્યું અને બાળકો ને માટે બાપ સદા હાજર છે. જે કહેવાય છે હજુર હાજર છે, સર્વવ્યાપી નથી પરંતુ બાળકો નાં આગળ હજૂર હાજર છે. તો સદા વિજયી બનજો, જ્યાં ભગવાન સાથે છે ત્યાં વિજયી બનવું શું મુશ્કેલ છે? વિજય તમારો જન્મસિદ્ધ અધિકાર છે. ફક્ત મારા બાબા કહ્યું તો વિજયી છે જ એટલે સદા વિજયી બનજો, જે યાદ માં રહે છે એમનાં માટે અતિ સહજ છે. મુશ્કેલ નથી. જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે જ. તો આજે બાપદાદા બધા બાળકોને જોઈ ખુશ થઈ રહ્યા છે કે કેટલાં સ્નેહ થી, કયા સાધન થી આવ્યા છે? ટ્રેન માં કે પ્લેન માં, તે તો શરીર દ્વારા પહોંચી ગયા છે પરંતુ દિલ થી તો પ્રેમ તમને અહીં લાવ્યો છે. હિંમત તમારી છે તો મદદ બાપ ની છે જ. હમણાં બાપદાદા આ જ ઈચ્છે છે કે

દરેક બાળક દરેક કર્મ માં પોતાનાં સ્વરાજ્ય ની સીટ પર સ્થિત રહે . અચ્છા.

આજે પહેલી વાર કોણ આવ્યાં છે, તે હાથ ઉઠાવો. ઉભાં થઈ જાઓ. ઘણા છે. અચ્છા, જેવી રીતે પહેલી વાર આવ્યા છો તેવી રીતે પહેલો નંબર જવાનું છે ને. જવું છે? બાબા નું વરદાન છે કે જે હિંમત રાખશે એમને બાપ ની મદદ પણ મળશે અને હિંમત થી જેટલું પણ આગળ વધવાનું ઈચ્છો તો ચાન્સ છે કારણકે ટુ-લેટ નું બોર્ડ નથી લાગ્યું. યાદ માં રહો અને જે પ્રાપ્ત થયું છે એનાથી બીજાઓની સેવા કરો. જેટલી સેવા કરશો એટલી દુવાઓ મળશે અને તે દુવાઓ તમને આગળ વધારતી રહેશે. સંદેશ આપતા જાઓ બાકી દરેકની તકદીર. પરંતુ તમે સંદેશ આપી દો. પુણ્ય પોતાનું જમા કરતા રહો. તો પુણ્ય તમને આગળ વધારતું રહેશે. અચ્છા.

બાપદાદા અમૃતવેલાએ બધી તરફ ચક્ર લગાવે છે, એમનાં માટે ચક્ર લગાવવું શું મોટી વાત છે. અને બાપદાદાએ આ પણ કહી દીધું છે કે ચાર વાગ્યા નાં મિલન ની વિશેષતા આ પણ છે કે ૪ વાગ્યે બાપદાદા બધા બાળકોને સહજ જ વરદાન આપે છે. વરદાન દાતા નો વિશેષ પાર્ટ અમૃતવેલા હોય છે. જે પણ વરદાન જોઈએ તે બાપદાદા આપી દે છે. ટ્રાયલ કરીને જુઓ. પરંતુ તમે બધા પણ વરદાન લેવા માટે એલર્ટ રહેજો. જો એલર્ટ નહીં રહો તો બાપદાદા ચક્ર લગાવીને ચાલ્યા જશે અને તમે વિચારતા રહેશો એટલે અમૃતવેલા નું મહત્વ આપે તો છે પરંતુ વધારે અટેન્શન આપજો. બાપદાદાએ જોયું છે કે સમય અનુસાર સેવા પણ વધી રહી છે અને સેવા નાં કારણે બાપ થી વરદાન લેવાં એમનાથી દૂર રહી નથી શકતાં. બાકી ડબલ ફોરેનર્સ મેજોરીટી પુરુષાર્થ કરે પણ છે તો પણ અટેન્શન ને અંડરલાઈન કરજો. બાકી મધુબન માં કેવી રીતે પણ પહોંચી જાઓ છો બાપદાદા એની વિશેષ બધા બાળકોને મુબારક આપી રહ્યા છે. બાપદાદાએ સંભળાવ્યું કે જે બાપદાદાએ સંસ્કાર ની ઉપર ઇશારો આપ્યો છે, એનાં ઉપર સમજે છે કે અમારે કરવું જ છે અને કરવા માટે રોજ અમૃતવેલા જેવી રીતે સ્વમાન રાખે છે એની સાથે-સાથે ભિન્ન-ભિન્ન પ્રકાર થી કોઈ એક સંસ્કાર નાં ઉપર અટેન્શન આપો, આજ નાં દિવસે આ સંસ્કાર નાં ઉપર વિશેષ અટેન્શન આપવાનું છે અને પછી રાત નાં જ્યારે બાપદાદા ને પોતાનાં આખાં દિવસ નો ચાર્ટ આપો છો એ સમયે એ સંસ્કારનું રીઝલ્ટ પણ વિશેષ સંભળાવો તો વિશેષ અટેન્શન થઈ જશે. કોઈ ન કોઈ સંસ્કાર ઉપર અટેન્શન રાખવાનું છે. તો જેવીરીતે યાદ નાં ઉપર અટેન્શન આપો છો એની સાથે-સાથે એ જ સમયે આ પણ રિઝલ્ટ બધાને આપો. જો માનો તમે ઈચ્છો છો પરંતુ એ દિવસ તમારા સામે કોઈ સંસ્કાર મિટાવવાનું કાર્ય નથી થયું, તો સ્વયં પોતાને બાપ ની મુબારક આપજો અને રોજ એવી રીતે બાપ ની મુબારક વિશેષ આ સંસ્કાર પ્રતિ લેતા જજો તો સંસ્કાર કાર્ય માં આવવામાં કમી પડતી જશે. તો જેવી રીતે યોગ નાં માટે ચેક કરો છો તેવી રીતે સંસ્કાર માટે પણ ચેક કરો. સંસ્કાર રોજ નથી આવતા, ક્યારેક-ક્યારેક આવે છે, જે પુરુષાર્થી છે એને બાયચાન્સ પેપર આવે છે, બાકી રોજ નથી આવતાં. પરંતુ ચેકિંગ રોજ થશે તો આ પણ અટેન્શન ટેન્શન ને ખતમ કરતા જશો કારણકે બાપદાદાએ જોયું છે કે ફોરેન વાળા માંથી કોઈ-કોઈ બાળકો કોઈ કાર્ય શરુ કરે છે તો અટેન્શન આપે છે. તો અટેન્શન આપવા વાળા જ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. બાબાનું પણ વરદાન છે. સમજ્યાં? હવે એની પાછળ લાગી જશો ને, રોજ રીઝલ્ટ ની ચેકિંગ કરશો ને તો સંસ્કાર સ્વયં જ ઢીલા થઈ જશે. અને જે બાપદાદા ઈચ્છે છે કે સંસ્કાર નાં સબ્જેક્ટ માં નંબરવન જાઓ, જે સંસ્કાર ઈચ્છો છો તે જ કાર્ય માં લગાવો. થઈ જશે. અટેન્શન માં આવ્યા છો ને તો થઈ જશે. પરંતુ એમ જ નહીં થઈ જશે, અટેન્શન આપવું પડશે. સંગઠન માં જ આ સંસ્કાર નીકળે છે, કેમ? તમારા ચિત્રો માં જે પૂજા કરે છે તે આ તમારા સંસ્કાર કેટલાં સારા ગાય છે. તો બને છે ત્યારે તો વર્ણન કરે છે. પોતાનાં દેવતાઈ ચિત્ર ઇમર્જ કરો શું ગાય છે? આવાં દેવતા તો બનવાનું છે જ ને. અચ્છા.

બાકી બધા ડબલ વિદેશી પુરુષાર્થ માં સફળતા નો અનુભવ કરતા રહો છો ને! કરો છો? હાથ ઉઠાવો જે સફળતા અનુભવ કરે છે. વાહ! હાથ તો સારો ઉઠાવી રહ્યા છે. તો લક્ષ રાખજો હવે આની પાછળ અટેન્શન આપવાનું જ છે. એમાં પણ નંબર લેવાનો જ છે. તો તમને જોઈ બીજાઓને પણ ઉમંગ આવશે કારણકે તમે નિમિત્ત છો ને. અને નિમિત્ત વાળાને બાપદાદા ની વિશેષ મદદ પણ મળે છે. બાકી બાબા ખુશ છે કે સેન્ટર્સ વૃદ્ધિને પ્રાપ્ત થતા રહે છે. પુરુષાર્થ ની તરફ અટેન્શન છે પરંતુ હમણાં પરિવર્તન નાં નિમિત્ત બનવા વાળા બનો તો તમને જોઈ બીજાઓને પણ પરિવર્તન-શક્તિ નો ઉમંગ આવશે. બાકી બાપદાદા ખુશ છે કે પુરુષાર્થ માં નંબરવાર તો હોય જ છે, તે તો અંડરસ્ટુડ છે પરંતુ પુરુષાર્થ ની તરફ અટેન્શન છે અને વધારવાનું છે. બાકી બાપદાદા નાં રોજ યાદ-પ્યાર તો મળતાં રહે છે. જુઓ, ઘર બેઠા પણ બાપદાદા નાં યાદ-પ્યાર એક દિવસ પણ મિસ નથી થતા, જો રોજ વિધિપૂર્વક મોરલી વાંચો છો તો. એક દિવસ પણ યાદ-પ્યાર મિસ નથી કરતા. મળે છે ને! મળે છે? રોજ યાદ-પ્યાર મળે છે. બધાને મળે છે ને? આ છે બાપદાદા નાં પ્રેમ ની નિશાની. મોરલી મિસ તો યાદ-પ્યાર પણ મિસ. ફક્ત મોરલી મિસ નહીં કરી પરંતુ બાપદાદા નાં યાદપ્યાર, વરદાન બધું મિસ કર્યું. મોરલી તો વાંચી પણ લેશો પરંતુ જે સમય ફિક્સ છે બાપદાદા નાં યાદપ્યાર લેવાનો, તે તો મિસ થયો ને. તો ઉમંગ છે આનાં પર બાપદાદા ખુશ પણ છે. અચ્છા, મોરલી મિસ કરવા વાળા છે? ડબલ ફોરેનર્સ માં છે, કોઈ છે જે મોરલી મિસ કરતા હોય? કારણ થી? નથી. નથી મિસ કરતા. એકે હાથ ઉઠાવ્યો છે. હવે મિસ નહીં કરતાં, મોરલી મિસ નહીં કરતાં. ભલે ફોન દ્વારા સાંભળો. વાંચી નથી શકતાં તો કેવી રીતે પણ સાંભળો જરુર. હાજરી જરુર લગાવો. અચ્છા. બાકી જે પણ સભા માં આવ્યા છે, નવાં પણ છે જૂનાં પણ છે તો આ પાકું-પાકું-પાકું નોટ કરો મોરલી મિસ નથી કરવાની કારણકે બાપ રોજ પરમધામ થી આવે છે, કેટલાં દૂરથી આવે છે, બાળકોનાં માટે આવે છે ને! જેવી રીતે બાપ મોરલી મિસ નથી કરતાં, એવી રીતે બાળકોએ પણ મોરલી મિસ નથી કરવાની. અચ્છા.

હમણાં જે મધુબન માં આવે છે ને, તો જેવી રીતે ફોર્મ ભરે છે, એમાં આ પણ લખો કે મોરલી રોજ સાંભળી અથવા કેટલાં દિવસ મિસ કરી? મંજૂર છે? જેને મંજૂર છે તે હાથ ઉઠાવો. મધુબન વાળા પણ હાથ ઉઠાવો. કોઈ પણ કારણ થી મોરલી મિસ નથી કરવાની. જેવી રીતે ખાવાનું નથી મિસ કરતા તો આ પણ ભોજન છે ને? તે શરીર નું ભોજન, આ આત્મા નું ભોજન. સારું લાગ્યું. જે નવાં પણ આવ્યા છે, આવવા તો મળે છે ને. એમણે પણ આ નિયમ પાલન કરવાનો છે. જેવી રીતે બીજા નિયમ છે તેવી રીતે આ પણ નિયમ છે. બ્રાહ્મણ એટલે મોરલી સાંભળવા વાળા, સેવા કરવા વાળા. અચ્છા.

હવે બધા તરફનાં બાળકોને બાપદાદા યાદ-પ્યાર ની સાથે મુબારક પણ આપી રહ્યા છે. સદા ઉમંગ-ઉત્સાહ માં આગળ વધી પણ રહ્યાં છો અને વધતા રહેજો. ક્યારેય પોતાનો ઉમંગ-ઉત્સાહ કોઈ પણ કારણથી કોઈ પણ વાત માં ઓછો નહીં કરતાં. વાત, વાત થઈ જાય છે પરંતુ પુરુષાર્થ અને બાપ નો પ્રેમ તે પોતાનો છે એટલે ક્યારેય પણ પોતાની બુદ્ધિ ને બાપ વગર બીજી કોઈ વાતો માં બીઝી નહીં કરતાં. બાપ અને બાપ ની મોરલી અને બાપ દ્વારા સેવા જે મળી છે તે સર્વિસ કરતા રહેજો. અચ્છા. હવે શું કહે, સાથે તો રહેવાનું છે ને. તો રજા લે છે, આ પણ નથી કહી શકતાં. સાથે રહીશું, સાથે ચાલીશું અને સાથે આવીશું. અચ્છા. હવે સમાપ્તિ.

વરદાન :-
શક્તિ રુપ ની સ્મૃતિ દ્વારા પતિત સંસ્કારો નો નાશ કરવા વાળા કાળી રુપ ભવ

સદા પોતાનું આ સ્વરુપ સ્મૃતિ માં રહે કે હું સર્વ શસ્ત્રધારી શક્તિ છું, મુજ પતિત-પાવની પર કોઈ પતિત આત્મા નાં નજર નો પડછાયો પણ નથી પડી શકતો. પતિત આત્મા નાં પતિત સંકલ્પ પણ ન ચાલી શકે - એવી પોતાની બ્રેક પાવરફુલ જોઈએ. જો કોઈ પતિત આત્માનો પ્રભાવ પડે છે - તો આનો અર્થ છે કે પ્રભાવશાળી નથી. જે સ્વયં સંહારી છે તે ક્યારેય કોઈનો શિકાર નથી બની શકતાં. તો એવાં કાળી રુપ બનો જે કોઈ પણ તમારા સામે એવાં સંકલ્પ પણ કરે તો એનો સંકલ્પ મૂર્છિત થઈ જાય.

સ્લોગન :-
રોયલ રુપ ની ઈચ્છા નું સ્વરુપ નામ, માન અને શાન છે.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

સારથી અર્થાત્ આત્મ-અભિમાની કારણકે આત્મા જ સારથી છે. બ્રહ્મા બાપે આ વિધિ થી નંબરવન ની સિદ્ધિ પ્રાપ્ત કરી. તો ફોલો ફાધર કરો. જેવી રીતે બાપ દેહ ને અધિન કરી પ્રવેશ થાય છે અર્થાત્ સારથી બને છે દેહ નાં અધિન નથી થતા, એટલે ન્યારા અને પ્યારા છે. એવી રીતે જ તમે બધા બ્રાહ્મણ આત્માઓ પણ બાપ સમાન સારથી ની સ્થિતિ માં રહો. સારથી સ્વત: જ સાક્ષી થઈ કંઈ પણ કરશે, જોશે, સાંભળશે અને સર્વસ્વ કરતા પણ માયા નાં લેપ-છેપ થી નિર્લેપ રહેશે.