27-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - કદમ
- કદમ શ્રીમત પર ચાલો , નહીં તો માયા દેવાળું કાઢી નાખશે , આ આંખો ખૂબ દગો આપે છે ,
આની ખૂબ - ખૂબ સંભાળ કરો”
પ્રશ્ન :-
કયા બાળકો પાસે માયા ખૂબ વિકર્મ કરાવે છે? યજ્ઞ માં વિઘ્ન રુપ કોણ છે?
ઉત્તર :-
જેમને પોતાનો અહંકાર હોય છે એમની પાસે માયા ખૂબ વિકર્મ કરાવે છે. એવાં મિથ્યા
અહંકાર વાળા મોરલી પણ નથી વાંચતાં. આવી ભૂલ કરવાથી માયા થપ્પડ લગાવી વર્થ નોટ પેની
(કોડીતુલ્ય) બનાવી દે છે. યજ્ઞ માં વિઘ્ન રુપ તે છે જેમની બુદ્ધિ માં ઝરમુઈ ઝઘમુઈ (પરચિંતન)
ની વાતો રહે છે, આ ખૂબ ખરાબ આદત છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
ને બાપે સમજાવ્યું છે, અહીંયા આપ બાળકોએ આ વિચાર થી જરુર બેસવાનું હોય છે - આ બાપ
પણ છે, શિક્ષક પણ છે, સુપ્રીમ ગુરુ પણ છે અને આ પણ મહેસૂસ (અનુભવ) કરો છો કે બાપ ને
યાદ કરતાં-કરતાં પવિત્ર બની જઈને પવિત્રધામ માં પહોંચીશું. બાપે સમજાવ્યું છે -
પવિત્રધામ થી જ તમે નીચે ઉતર્યા છો. પહેલાં તમે સતોપ્રધાન હતાં પછી સતો-રજો-તમો માં
આવ્યાં. હમણાં તમે સમજો છો અમે નીચે ઉતર્યા છીએ. ભલે તમે સંગમયુગ પર છો પરંતુ જ્ઞાન
થી તમે આ જાણો છો - અમે કિનારો કરી લીધો છે. પછી જો અમે શિવબાબા ની યાદ માં રહીએ
છીએ તો શિવાલય દૂર નથી. શિવબાબા ને યાદ જ નથી કરતા તો શિવાલય ખૂબ દૂર છે. સજાઓ ખાવી
પડે છે ને તો ખૂબ દૂર થઈ જાય છે. તો બાપ બાળકો ને કોઈ વધારે તકલીફ નથી આપતાં. એક તો
ઘડી-ઘડી કહે છે - મન્સા-વાચા-કર્મણા પવિત્ર બનવાનું છે. આ આંખો પણ ખૂબ દગો આપે છે.
બહુજ સંભાળીને ચાલવાનું હોય છે.
બાબાએ સમજાવ્યું છે -
ધ્યાન અને યોગ બિલકુલ અલગ છે. યોગ અર્થાત્ યાદ. આંખો ખુલ્લી રાખી યાદ કરી શકો છો.
ધ્યાન ને યોગ નથી કહેવાતું. ધ્યાન માં જાય છે તો એને ન જ્ઞાન, ન યોગ કહેવાય. ધ્યાન
માં જવા વાળા પર માયા પણ ખૂબ પ્રહાર કરે છે, એટલે આમાં ખૂબ ખબરદાર રહેવાનું હોય છે.
બાપ ની કાયદા અનુસાર યાદ જોઈએ. કાયદા નાં વિરુદ્ધ કોઈ કામ કર્યુ તો એકદમ માયા પાડી
દેશે. ધ્યાન ની તો ક્યારેય ઈચ્છા પણ રાખવાની નથી, ઈચ્છા માત્રમ્ અવિદ્યા. તમારે કોઈ
પણ ઈચ્છા નથી રાખવાની. બાપ તમારી બધી કામનાઓ માંગ્યા વગર પૂરી કરી દે છે, જો બાપ ની
આજ્ઞા પર ચાલો છો તો. જો બાપ ની આજ્ઞા નું ઉલ્લંઘન કરી ઉલ્ટો રસ્તો લીધો તો બની શકે
છે સ્વર્ગ માં જવાને બદલે નર્ક માં પડી જાય. ગાયન પણ છે ગજ ને ગ્રાહે ખાધો. અનેક ને
જ્ઞાન આપવા વાળા, ભોગ લગાવવા વાળા આજે નથી કારણકે કાયદા નું ઉલ્લંઘન કરે છે તો પૂરાં
માયાવી બની જાય છે. દૈવી બનતાં-બનતાં અસુર બની જાય છે એટલે આ માર્ગ માં ખબરદારી ખૂબ
જોઈએ. પોતાનાં ઉપર કંટ્રોલ (નિયંત્રણ) રાખવાનો હોય છે. બાપ તો બાળકો ને સાવધાન કરે
છે. શ્રીમત નું ઉલ્લંઘન નથી કરવાનું. આસુરી મત પર ચાલવાથી જ તમારી ઉતરતી કળા થઈ છે.
ક્યાંથી એકદમ ક્યાં પહોંચી ગયા છો? એકદમ નીચે પહોંચી ગયા છો. હજી પણ શ્રીમત પર ન
ચાલ્યાં, બેપરવા બન્યાં તો પદ ભ્રષ્ટ બની જશે. બાબાએ કાલે પણ સમજાવ્યું જો કાંઈ
શ્રીમત નાં આધાર વગર કરે છે તો ખૂબ ડિસસર્વિસ (કુસેવા) કરે છે. શ્રીમત વગર કરશે તો
નીચે જ જશે. બાબાએ શરુઆત થી માતાઓ ને નિમિત્ત રાખ્યાં છે કારણકે કળશ પણ માતાઓ ને મળે
છે. વંદે માતરમ્ ગવાયેલું છે. બાબાએ પણ માતાઓની એક કમિટી (સંગઠન) બનાવી. એમનાં હવાલે
બધું કરી દીધું. બાળકીઓ ટ્રસ્ટવર્ધી (વિશ્વાસપાત્ર) હોય છે. પુરુષ વધારે કરીને
દેવાળું મારે છે. તો બાપ પણ કળશ માતાઓ પર રાખે છે. આ જ્ઞાનમાર્ગ માં માતાઓ પણ દેવાળું
મારી શકે છે. પદમાપદમ ભાગ્યશાળી જે બનવા વાળા છે, તે પણ માયા થી હાર ખાઈ દેવાળું
મારી શકે છે. આમાં સ્ત્રી-પુરુષ બંને દેવાળું મારી શકે છે. તેમાં ફક્ત પુરુષ દેવાળું
મારે છે. અહીં તો જુઓ કેટલાં હાર ખાઈ ને ચાલ્યાં ગયાં, એટલે દેવાળું મારી દીધું ને?
બાપ સમજાવે છે - ભારતવાસીઓએ પૂરું દેવાળું માર્યુ છે. માયા કેટલી જબરજસ્ત છે. સમજી
શકતા નથી અમે શું હતાં? ક્યાંથી એકદમ નીચે આવીને પડ્યાં છીએ! અહીં પણ ઊંચે
ચઢતાં-ચઢતાં પછી શ્રીમત ને ભૂલી પોતાની મત પર ચાલે છે તો દેવાળું મારી દે છે. પછી
બતાવો એમનાં શું હાલ થશે? તેઓ તો દેવાળું મારે છે પછી ૫-૭ વર્ષ પછી ઉભા થઈ જાય છે.
આ તો ૮૪ જન્મો માટે દેવાળું મારી દે છે. પછી ઊંચ પદ મેળવી ન શકે, દેવાળું મારતા જ
રહે છે. કેટલાં મહારથી અનેક ને ઉઠાવતા હતાં, આજે નથી. દેવાળા માં છે. અહીં ઊંચ પદ
તો ખૂબ છે, પરંતુ પછી ખબરદાર નહીં રહેશે તો ઉપર થી એકદમ નીચે પડશે. માયા હપ કરી લે
છે. બાળકો એ ખૂબ ખબરદાર થવાનું છે. પોતાની મત પર કમિટીઓ વગેરે બનાવવી, આમાં કાંઈ
રાખ્યું નથી. બાપ સાથે બુદ્ધિયોગ રાખો - જેનાથી જ સતોપ્રધાન બનવાનું છે. બાપ નાં
બનીને અને પછી બાપ સાથે યોગ નથી લગાવતાં, શ્રીમત નું ઉલ્લંઘન કરે છે તો એકદમ નીચે
પડે છે. કનેક્શન (સંબંધ) જ તૂટી જાય છે. લિંક (તાર) તૂટી જાય છે. લિંક તૂટી જાય તો
ચેક કરવું જોઈએ કે માયા અમને આટલું કેમ હેરાન કરે છે? કોશિશ કરી બાપ ની સાથે લિંક
જોડવી જોઈએ. નહીં તો બેટરી ચાર્જ કેવી રીતે થશે? વિકર્મ કરવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ
જાય છે. ઊંચે ચઢતાં-ચઢતાં નીચે પડે છે. જાણો છો એવાં ઘણાં છે. શરુઆત માં કેટલાં
અનેક આવીને બાબા નાં બન્યાં. ભઠ્ઠી માં આવ્યાં પછી આજે ક્યાં છે? નીચે પડયાં કારણકે
જૂની દુનિયા યાદ આવી. હવે બાપ કહે છે હું તમને બેહદ નો વૈરાગ અપાવી રહ્યો છું. આ
જૂની પતિત દુનિયા સાથે દિલ નથી લગાવવાનું. દિલ લગાવો સ્વર્ગ સાથે, મહેનત છે. જો આ
લક્ષ્મી-નારાયણ બનવા ઈચ્છો છો તો મહેનત કરવી પડે. બુદ્ધિયોગ એક બાપ ની સાથે હોવો
જોઈએ. જૂની દુનિયા થી વૈરાગ. અચ્છા, જૂની દુનિયા ને ભૂલી જઈએ આ તો ઠીક છે. ભલા, યાદ
કોને કરીએ? શાંતિધામ-સુખધામ ને. જેટલું બની શકે ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં બાપ ને
યાદ કરો. બેહદ સુખ નાં સ્વર્ગ ને યાદ કરો. આ તો બિલકુલ સહજ છે. જો આ બંને આશાઓ થી
ઉલ્ટા ચાલે છે તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. તમે અહીં આવ્યાં જ છો નર થી નારાયણ બનવા માટે.
બધાને કહો છો તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે કારણકે રિટર્ન જર્ની (યાત્રા) થાય
છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ એટલે નર્ક થી સ્વર્ગ, ફરી સ્વર્ગ થી નર્ક. આ
ચક્ર ફરતું જ રહે છે. બાપે કહ્યું છે કે અહીં સ્વદર્શન ચક્રધારી બનીને બેસો. આ જ
યાદ માં રહો, આપણે કેટલી વખત આ ચક્ર લગાવ્યું છે. આપણે સ્વદર્શન ચક્રધારી છીએ, હવે
ફરી થી દેવતા બનીએ છીએ. દુનિયા માં કોઈ પણ આ રહસ્ય ને નથી જાણતાં. આ જ્ઞાન દેવતાઓ
ને તો સંભળાવવાનું નથી. તે તો છે જ પવિત્ર. એમનાં માં જ્ઞાન નથી જે શંખ વગાડે.
પવિત્ર પણ છે એટલે એમને નિશાની આપવાની જરુર જ નથી. નિશાની ત્યારે હોય છે જ્યારે બંને
સાથે ચતુર્ભુજ હોય છે. તમને પણ નથી આપતા કારણકે તમે આજે દેવતા પછી નીચે પડી જાઓ છો.
માયા પાડે છે ને? બાપ દૈવી બનાવે છે, માયા પછી આસુરી બનાવી દે છે. અનેક પ્રકાર થી
માયા પરીક્ષા લે છે. બાપ જ્યારે સમજાવે છે ત્યારે ખબર પડે છે. સાચ્ચે જ અમારી અવસ્થા
નીચે પડેલી છે. કેટલાં બિચારા પોતાનું બધું જ શિવબાબા નાં ખજાના માં જમા કરાવી પછી
પણ ક્યારેક માયા થી હાર ખાઈ લે છે. શિવબાબા નાં બની ગયા પછી ભૂલી કેમ જાય, આમાં યોગ
ની યાત્રા મુખ્ય છે. યોગ થી જ પવિત્ર બનવાનું છે. નોલેજ ની સાથે-સાથે પવિત્રતા પણ
જોઈએ. તમે બોલાવો પણ છો બાબા અમને આવીને પાવન બનાવો, જે અમે સ્વર્ગ માં જઈ શકીએ.
યાદ ની યાત્રા છે જ પાવન બની ઊંચ પદ મેળવવા માટે. જે ચાલ્યાં જાય છે તો પણ કાંઈ ને
કાંઈ સાંભળ્યું છે તો શિવાલય માં આવશે જરુર. પછી પદ ભલે કેવું પણ મેળવે પરંતુ આવે
છે જરુર. એક વખત પણ યાદ કર્યા તો સ્વર્ગ માં આવી જશે, બાકી ઊંચ પદ નથી. સ્વર્ગ નું
નામ સાંભળીને ખુશ ન થવું જોઈએ. નાપાસ થઈને પાઈ-પૈસા નું પદ મેળવી લેવું, આમાં ખુશ ન
થવું જોઈએ. ભલે સ્વર્ગ છે પરંતુ એમાં પદ તો બહુજ છે ને? ફીલિંગ તો આવે છે ને - હું
નોકર છું, મજૂર છું. પાછળ થી તમને બધા સાક્ષાત્કાર થશે - અમે શું બનીશું, અમારા થી
શું વિકર્મ થયા છે જે આવી હાલત થઈ છે? હું મહારાણી કેમ ન બની? કદમ-કદમ પર ખબરદારી
થી ચાલવા થી તમે પદમપતિ બની શકો છો. ખબરદારી નથી તો પદમપતિ બની નહીં શકો. મંદિરો
માં દેવતાઓ ને પદમપતિ ની નિશાની દેખાડે છે. ફરક તો સમજી શકો છો ને? પદ નો પણ ખૂબ
ફરક છે. હમણાં પણ જુઓ પદ કેટલાં છે. કેટલાં ઠાઠ હોય છે. છે તો અલ્પકાળ નું સુખ. તો
હવે બાપ કહે છે આ ઊંચ પદ મેળવવાનું છે, જેનાં માટે બધા હાથ ઉઠાવે છે તો એટલો
પુરુષાર્થ કરવાનો છે. હાથ ઉઠાવવા વાળા પણ પોતે ખતમ થઈ (ચાલ્યાં) જાય છે. કહેશે આ
દેવતા બનવા વાળા હતાં. પુરુષાર્થ કરતા ખતમ થઈ ગયાં. હાથ ઉઠાવવો સહજ છે. અનેક ને
સમજાવવું પણ સહજ છે, મહારથી સમજાવતા પણ ગાયબ થઈ જાય છે. બીજાઓ નું કલ્યાણ કરી પોતે
પોતાનું અકલ્યાણ કરી બેસે છે, એટલે બાપ સમજાવે છે ખબરદાર રહો. અંતર્મુખ બની બાપ ને
યાદ કરવાના છે. કયા પ્રકાર થી? બાબા આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે,
જઈ રહ્યાં છીએ - પોતાનાં સ્વીટ હોમ માં. આ બધું જ્ઞાન અંદર માં હોવું જોઈએ. બાપ માં
જ્ઞાન અને યોગ બંને છે. તમારા માં પણ હોવું જોઈએ. જાણો છો શિવબાબા ભણાવે છે તો
જ્ઞાન પણ થયું, યાદ પણ થઈ. જ્ઞાન અને યોગ બંને સાથે ચાલે છે. એવું નહીં, યોગ માં
બેસીને શિવબાબા ને યાદ કરતા રહે, નોલેજ ભૂલાઈ જાય. બાપ યોગ શીખવાડે છે તો નોલેજ ભૂલી
જવાય છે શું? બધી નોલેજ એમનામાં રહે છે. આપ બાળકો માં આ નોલેજ હોવી જોઈએ. ભણવું
જોઈએ. જેવાં કર્મ હું કરીશ, મને જોઈ બીજા પણ કરશે. હું મોરલી નહીં સાંભળીશ તો બીજા
પણ નહીં સાંભળશે. મારી જેમ દુર્ગતિ થશે તો બીજાની પણ દુર્ગતિ થશે. હું નિમિત્ત બની
જઈશ બીજાઓને પાડવાં. ઘણાં બાળકો મોરલી નથી વાંચતા, મિથ્યા અહંકાર આવી જાય છે. માયા
ઝટ વાર કરી લે છે. કદમ-કદમ પર શ્રીમત જોઈએ. નહીં તો કાંઈ ન કાંઈ વિકર્મ બની જાય છે.
ઘણાં બાળકો ભૂલો કરે છે પછી સત્યાનાશ થઈ જાય છે. ભૂલ થવાથી માયા થપ્પડ લગાવી વર્થ
નોટ અ પેની (કોડીતુલ્ય) બનાવી દે છે, આમાં ખૂબ સમજ જોઈએ. અહંકાર આવવાથી માયા ખૂબ
વિકર્મ કરાવે છે. જ્યારે કોઈ કમિટી વગેરે બનાવો છો તો એમાં હેડ (મુખ્ય) એક-બે ફિમેલ
(બહેનો) જરુર હોવી જોઈએ, જેમની સલાહ પર કામ થાય. કળશ તો લક્ષ્મી પર રખાય છે ને?
ગાયન પણ છે અમૃત પીવડાવતી હતી તો અસુર પણ બેસીને પીતા હતાં. પછી ક્યાંક યજ્ઞ માં
વિઘ્ન નાખે છે, અનેક પ્રકાર નાં વિધ્ન નાખવા વાળા છે. આખો દિવસ બુદ્ધિ માં
ઝરમુઈ-ઝઘમુઈ ની વાતો રહે છે, આ બહુ ખરાબ છે. કોઈ પણ વાત છે તો બાપ ને રિપોર્ટ (જાણ)
કરો. સુધારવા વાળા તો એક જ બાપ છે. તમે પોતાનાં હાથ માં લૉ (કાયદો) ન ઉઠાવો. તમે
બાપ ની યાદ માં રહો. બધાને બાપ નો પરિચય આપો ત્યારે એવાં બની શકશો. માયા ખૂબ કઠોર
છે, કોઈને પણ છોડતી નથી. સદૈવ બાપ ને સમાચાર લખવા જોઈએ. ડાયરેક્શન લેતા રહેવું જોઈએ.
આમ તો દરેક ડાયરેક્શન મળતા જ રહે છે. બાળકો સમજે છે બાબાએ તો જાતે જ આ વાત પર સમજાવી
દીધું તો અંતર્યામી છે. બાપ કહે છે - ના, હું તો નોલેજ ભણાવું છું. આમાં અંતર્યામી
ની તો વાત જ નથી. હા, આ જાણે છે કે આ બધા મારા બાળકો છે. દરેક ની અંદર નો આત્મા મારું
બાળક છે. બાકી એવું નથી બાપ બધામાં વિરાજમાન છે. મનુષ્ય ઉલ્ટું સમજી લે છે.
બાપ કહે છે હું જાણું
છું બધાનાં તખ્ત પર આત્મા વિરાજમાન છે. આ તો કેટલી સહજ વાત છે. તો પણ ભૂલીને
પરમાત્મા ને સર્વવ્યાપી કહી દે છે. આ છે એક જ ભૂલ, જેનાં કારણે જ આટલાં નીચે પડ્યાં
છે. વિશ્વ નાં માલિક બનાવવા વાળા ને તમે ગાળો આપો છો એટલે બાપ કહે છે યદા યદાહિ…
બાપ અહીંયા આવે છે તો બાળકોએ સારી રીતે વિચાર સાગર મંથન કરવાનું છે. નોલેજ પર
ખૂબ-ખૂબ મંથન કરવું જોઈએ, સમય આપવો જોઇએ ત્યારે તમે પોતાનું કલ્યાણ કરી શકશો, આમાં
પૈસા વગેરે ની પણ વાત નથી. ભૂખે તો કોઈ મરી ન શકે. જેટલું જે બાપ ની પાસે જમા કરે
છે, એટલું ભાગ્ય બને છે. બાપે સમજાવ્યું છે જ્ઞાન અને ભક્તિ પછી છે વૈરાગ. વૈરાગ
એટલે બધુંજ ભૂલી જવું પડે છે. પોતાને ડિટેચ (અલગ) કરી દેવા જોઈએ, શરીર થી હું આત્મા
હવે જઈ રહ્યો છું. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં
ઉપર ખૂબ કંટ્રોલ (નિયંત્રણ) રાખવાનો છે. શ્રીમત માં ક્યારેય બેપરવા નથી બનવાનું.
ખૂબ-ખૂબ ખબરદાર રહેવાનું છે, ક્યારેય કોઈ કાયદા નું ઉલ્લંઘન ન થાય.
2. અંતર્મુખી થઈ એક
બાપ સાથે બુદ્ધિ ની લિંક જોડવાની છે. આ પતિત જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ રાખવાનો
છે. બુદ્ધિ માં રહે - જે કર્મ હું કરીશ, મને જોઈ બધા કરશે.
વરદાન :-
જ્ઞાન નાં
પોઈન્ટ્સ ને રોજ રિવાઇઝ કરી સમાધાન સ્વરુપ બનવા વાળા બેગમપુર નાં બાદશાહ ભવ
જ્ઞાન નાં પોઈન્ટ્સ
જે ડાયરીઓ માં અથવા બુદ્ધિ માં રહે છે એમને દરરોજ રિવાઇઝ કરો અને એને અનુભવ માં લાવો
તો કોઈ પણ પ્રકાર ની સમસ્યા નું સહજ જ સમાધાન કરી શકશો. ક્યારેય પણ વ્યર્થ સંકલ્પો
નાં હથોડા થી સમસ્યા નાં પથ્થર ને તોડવામાં સમય ન ગુમાવો. “ડ્રામા” શબ્દ ની સ્મૃતિ
થી હાઈ જંપ આપી આગળ વધો. પછી આ જૂનાં સંસ્કાર તમારા દાસ બની જશે, પરંતુ પહેલાં
બાદશાહ બનો, તખ્તનશીન બનો.
સ્લોગન :-
દરેક ને
સન્માન આપવું જ સન્માન પ્રાપ્ત કરવું છે.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જીવનબંધ ની સાથે જ
જીવનમુક્ત નો અનુભવ થાય છે, ત્યાં તો જીવનબંધ ની વાત જ નથી. ત્યાં તો ફક્ત એ જ
પ્રારબ્ધ માં હશો, મુક્તિધામ ની મુક્તિ નો અનુભવ જે હમણાં કરી શકો છો તે ત્યાં નહીં
કરી શકશો એટલે સંગમયુગ પર મુક્તિ-જીવનમુક્તિ નો અનુભવ કરો. વારસા નાં અધિકારી તો
બન્યાં છો હવે એને જીવન માં ધારણ કરી પૂરો લાભ ઉઠાવો.