27-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  03.02.2005    બાપદાદા મધુબન


“સેવા કરતા ઉપરામ અને બેહદ વૃત્તિ દ્વારા એવરરેડી બની બ્રહ્મા બાપ સમાન સંપન્ન બનો”
 


આજે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર પોતાનાં ચારેય તરફ નાં કોટો માં કોઈ અને કોઈ માં પણ કોઈ બાળકો નાં ભાગ્ય ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. આટલું વિશેષ ભાગ્ય બીજા કોઈને પણ મળી નથી શકતું. દરેક બાળક ની વિશેષતા ને જોઈ હર્ષિત થાય છે. જે બાળકોએ બાપદાદા સાથે દિલ થી સંબંધ જોડ્યો તે દરેક બાળકો માં કોઈ ને કોઈ વિશેષતા જરુર છે. સૌથી પહેલી વિશેષતા સાધારણ રુપ માં આવેલા બાપ ને ઓળખી “મારા બાબા” માની લીધાં. આ પરિચય સૌથી મોટી વિશેષતા છે. દિલ થી માન્યું મારા બાબા, બાપે માન્યું મારું બાળક. જે મોટા-મોટા ફિલોસોફર, સાયન્સ દાન, ધર્માત્મા નથી ઓળખી શક્યાં, તે સાધારણ બાળકોએ ઓળખી પોતાનો અધિકાર લઈ લીધો. કોઈ પણ આવીને આ સભા નાં બાળકોને જુએ તો સમજી નહીં શકશે કે આ ભોળી-ભોળી માતાઓએ, આ સાધારણ બાળકોએ આટલા મોટા બાપ ને ઓળખી લીધાં! તો આ વિશેષતા - બાપ ને ઓળખવા, બાપ ને ઓળખી પોતાનાં બનાવવા, આ આપ કોટો માં કોઈ બાળકો નું ભાગ્ય છે. બધા બાળકોએ જે પણ સન્મુખ બેઠાં છે અથવા દૂર બેઠાં સન્મુખ અનુભવ કરી રહ્યાં છે, તો બધા બાળકોએ દિલ થી ઓળખી લીધાં છે! ઓળખી લીધાં છે કે ઓળખી રહ્યાં છો? જેમણે ઓળખી લીધાં છે તે હાથ ઉઠાવો. (બધાએ હાથ ઉઠાવ્યો) ઓળખી લીધાં? સારું. તો બાપદાદા ઓળખવાની વિશેષતા ની દરેક બાળક ને મુબારક આપી રહ્યાં છે. વાહ ભાગ્યવાન બાળકો વાહ! ઓળખવાનું ત્રીજું નેત્ર પ્રાપ્ત કરી લીધું. બાળકો નાં દિલ નું ગીત બાપદાદા સાંભળતા રહે છે, કયું ગીત? પાના થા સો પા લિયા. બાપ પણ કહે છે ઓ લાડલા બાળકો, જે બાપ પાસે થી લેવાનું હતું તે લઈ લીધું. દરેક બાળક પોતાનાં રુહાની ખજાનાઓ નાં બાળક સો માલિક બની ગયાં?

તો આજે બાપદાદા ખજાના નાં માલિક બાળકોનાં ખજાનાઓનો પોતામેલ જોઈ રહ્યાં છે. બાપે ખજાના તો બધાને એક જેવાં, એક જેટલાં આપ્યાં છે. કોઈને પદમ, કોઈને લાખ નથી આપ્યાં પરંતુ ખજાનાઓ ને જાણવા અને પ્રાપ્ત કરવા, જીવન માં સમાવવા આમાં નંબરવાર છે. બાપદાદા આજકાલ વારંવાર ભિન્ન-ભિન્ન પ્રકાર થી બાળકો ને અટેન્શન અપાવી રહ્યાં છે - સમય ની સમીપતા ને જોઈ પોતે પોતાને સુક્ષ્મ વિશાળ બુદ્ધિ થી ચેક કરો શું મળ્યું, શું લીધું અને નિરંતર તે ખજાનાઓ માં પલી રહ્યાં છીએ (પરવરીશ થઈ રહી છે)? ચેકિંગ ખૂબ આવશ્યક છે કારણકે માયા વર્તમાન સમયે ભિન્ન-ભિન્ન રોયલ પ્રકાર નું અલબેલાપણું અને રોયલ આળસ નાં રુપ માં પ્રયત્ન કરતી રહે છે એટલે પોતાનું ચેકિંગ સદા કરતા ચાલો. આટલાં અટેન્શન થી, અલબેલા રુપ થી ચેકિંગ નહીં-ખરાબ નથી કર્યુ, દુઃખ નથી આપ્યું, ખરાબ દૃષ્ટિ નથી થઈ, આ ચેકિંગ તો થયું પરંતુ સારું તે સારું શું કર્યું? સદા આત્મિક દૃષ્ટિ નેચરલ રહી? કે વિસ્મૃતિ સ્મૃતિ નો ખેલ કર્યો? કેટલાઓ ને શુભભાવના, શુભકામના, દુવાઓ આપી? એવી રીતે જમા નું ખાતું કેટલું અને કેવું રહ્યું? કારણકે સારી રીતે જાણો છો કે જમા નું ખાતું ફક્ત હમણાં કરી શકો છો. આ સમયે, ફુલ સિઝન ખાતું જમા કરવાનું જ છે. પછી પૂરો સમય જમા પ્રમાણે રાજ્ય ભાગ્ય અને પૂજ્ય દેવી-દેવતા બનવાનો છે. જમા ઓછું તો રાજ્ય-ભાગ્ય પણ ઓછું અને પૂજ્ય બનવામાં પણ નંબરવાર થાય છે. જમા ઓછું તો પૂજા પણ ઓછી, વિધિપૂર્વક જમા નથી તો પૂજા પણ વિધિપૂર્વક નથી, ક્યારેક-ક્યારેક વિધિપૂર્વક છે તો પૂજા પણ અને પદ પણ ક્યારેક-ક્યારેક છે એટલે બાપદાદા ને દરેક બાળક સાથે અતિ પ્રેમ છે, તો બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક સંપન્ન બને, સમાન બને. સેવા કરો પરંતુ સેવા માં પણ ઉપરામ, બેહદ.

બાપદાદાએ જોયું છે મેજોરીટી બાળકો નો યોગ અર્થાત્ યાદ નાં સબ્જેક્ટ માં રુચિ તથા અટેન્શન ઓછું છે, સેવા માં વધારે છે. પરંતુ યાદ વગર સેવા માં વધારે છે તો તેમાં હદ આવી જાય છે. ઉપરામ વૃત્તિ નથી થતી. નામ અને માન નું, પોઝિશન નું મિક્સ થઈ જાય છે. એટલે બાપદાદા ઇચ્છે છે કે કોટો માં કોઈ, કોઈ માં કોઈ મારા બાળકો હમણાં થી એવરરેડી થઈ જાય, કેમ? ઘણાં વિચારે છે સમય આવવા પર થઈ જઈશું. પરંતુ સમય તમારી રચના છે, શું રચના ને તમારા શિક્ષક બનાવશો? બીજી વાત જાણો છો કે બહુજકાળ નો હિસાબ છે, બહુજકાળ ની સંપન્નતા બહુજકાળ ની પ્રાપ્તિ કરાવે છે. તો હવે સમયની સમીપતા પ્રમાણે બહુજકાળ નું જમા થવું આવશ્યક છે પછી ઠપકો નહીં આપતા કે અમે તો સમજ્યું બહુજકાળ માં સમય પડ્યો છે. હમણાં થી બહુજકાળ નું અટેન્શન રાખો. સમજ્યાં! અટેન્શન પ્લીઝ.

બાપદાદા આ જ ઈચ્છે છે કે દરેક બાળક માં પણ કોઈ પણ એક સબ્જેક્ટ ની કમી ન રહી જાય. બ્રહ્મા બાપ સાથે તો પ્રેમ છે ને? પ્રેમ નું રિટર્ન તો આપશો ને? તો પ્રેમ નું રિટર્ન છે-પોતાની કમી ને ચેક કરો અને રિટર્ન આપો, ટર્ન કરો. પોતાને ટર્ન કરવું, આ રિટર્ન છે. તો રિટર્ન આપવાની હિંમત છે? હાથ તો ઉઠાવી લો છો, ખૂબ ખુશ કરી લો છો. હાથ જોઈને તો બાપદાદા ખુશ થઈ જાય છે, હવે દિલ થી પાક્કું-પાક્કું એક ટકા પણ કાચ્ચું નહીં, પાક્કું વ્રત લો-રિટર્ન આપવાનું જ છે. પોતાને ટર્ન કરવાના જ છે.

હમણાં શિવરાત્રી આવી રહી છે ને? તો બધા બાળકો ને બાપ ની જયંતિ સો પોતાની જયંતિ મનાવવાનો ઉમંગ ખૂબ પ્રેમ થી આવે છે. સારા-સારા પ્રોગ્રામ બનાવી રહ્યાં છો. સેવા નાં પ્લાન તો ખૂબ સારા બનાવો છો, બાપદાદા ખુશ થાય છે. પરંતુ… પરંતુ કહેવાનું સારું નથી લાગતું. જગત અંબા મા પરંતુ શબ્દ ને કહેતી હતી સિંધી ભાષા માં, લે-કિન, કિન કહે છે કચરા ને. તો પરંતુ કહેવું એટલે કાંઈ ને કાંઈ કચરો લેવો. તો પરંતુ કહેવું સારું નથી લાગતું. કહેવું પડે છે. જેમ બીજી સેવા નાં પ્લાન બનાવ્યાં પણ છે અને બનાવશો પણ પરંતુ આ વ્રત લેવાનો પણ પ્રોગ્રામ બનાવજો. રિટર્ન આપવાનું જ છે કારણકે જ્યારે બાપદાદા અથવા કોઈ પૂછે છે કેમ છો? તો મેજોરીટી નો આ જ ઉત્તર આવે છે, છે તો ખૂબ સારું પરંતુ બાપદાદા કહે છે એટલું નથી. હવે આ ઉત્તર હોવો જોઈએ જે બાપદાદા ઈચ્છે છે તે જ છે. નોંધ કરો બાપદાદા શું ઈચ્છે છે, તે લિસ્ટ કાઢો અને ચેક કરો બાપદાદા આ ઈચ્છે છે, તે છે કે નથી? દુનિયા વાળા આપ પૂર્વજો દ્વારા મુક્તિ ઈચ્છે છે, ચીસો પાડી રહ્યાં છે, મુક્તિ આપો, મુક્તિ આપો. જ્યાં સુધી મેજોરીટી બાળકો પોતાનાં જૂનાં સંસ્કાર, જેને તમે નેચર કહો છો, નેચરલ નહીં નેચર, એમાં કાંઈ પણ થોડું રહી જાય છે, મુક્ત નથી થયા તો સર્વ આત્માઓ ને મુક્તિ નથી મળી શકતી. તો બાપદાદા કહે છે-હે મુક્તિદાતા નાં બાળકો માસ્ટર મુક્તિદાતા હવે પોતાને મુક્ત કરો તો સર્વ આત્માઓ માટે મુક્તિ નો દ્વાર ખુલી જાય. સંભળાવ્યું હતું ને? ગેટ ની ચાવી શું છે? બેહદ નો વૈરાગ. કાર્ય બધું કરો પરંતુ જેવી રીતે ભાષણો માં કહો છો પ્રવૃતિ વાળાઓ ને કમળ પુષ્પ સમાન બનો, આમ બધું કરતા, કર્તાપણા થી મુક્ત, ન્યારા, ન સાધનો નાં વશ, ન પોઝિશન નાં. કાંઈ ને કાંઈ મળી જાય આ પોઝિશન નથી ઓપોઝિશન છે માયા ની. ન્યારા અને બાપ નાં પ્યારા. મુશ્કેલ છે શું, ન્યારા અને પ્યારા બનવાનું? જેમને મુશ્કેલ લાગે છે તે હાથ ઉઠાવો? (કોઈએ હાથ નથી ઉઠાવ્યો) કોઈને પણ મુશ્કેલ નથી લાગતું પછી તો શિવરાત્રી સુધી બધા સંપન્ન થઈ જશો. જ્યારે મુશ્કેલ નથી તો બનવાનું જ છે. બ્રહ્મા બાપ સમાન બનવાનું જ છે. સંકલ્પ માં પણ, બોલ માં પણ, સેવા માં પણ, સંબંધ-સંપર્ક માં પણ, બધા માં બ્રહ્મા બાપ સમાન.

સારું, જે સમજે છે, બ્રહ્મા બાપ અને દાદા, ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર, એમની સાથે મારો ખૂબ-ખૂબ ૧૦૦ ટકા થી પણ વધારે પ્રેમ છે, તે હાથ ઉઠાવો. ખુશ નહીં કરતા, ફક્ત હમણાં-હમણાં ખુશ નહીં કરતાં. બધાએ ઉઠાવ્યો છે. ટી.વી. માં કાઢી રહ્યાં છો ને? શિવરાત્રી પર આ ટી. વી. જોશે અને હિસાબ લેશે. ઠીક છે. જરા પણ સમાનતા માં અંતર ન હોય. પ્રેમ ની પાછળ કુરબાન કરવું, શું મોટી વાત છે? દુનિયા વાળા તો અશુદ્ધ પ્રેમ ની પાછળ જીવન પણ આપવા માટે તૈયાર થઈ જાય છે. બાપદાદા તો ફક્ત કહે છે, કચરા ને આપી દો બસ. સારી વસ્તુ નહીં આપો, કચરા ને આપી દો. કમજોરી, કમી શું છે? કચરો છે ને? કચરો કુરબાન કરવો શું મોટી વાત છે? પરિસ્થિતિ સમાપ્ત થઈ જાય, સ્વ-સ્થિતિ શ્રેષ્ઠ થઈ જાય. બતાવો તો આ જ છો ને, શું કરીએ પરિસ્થિતિ એવી હતી. તો હલાવવા વાળી પર-સ્થિતિ નું નામ જ ન હોય, એવી સ્વ-સ્થિતિ શક્તિશાળી હોય. સમાપ્તિ નો પડદો ખુલે તો બધા શું દેખાય? ફરિશ્તા ચમકી રહ્યાં છે. બધા બાળકો ચમકતા દેખાય એટલે હમણાં પડદો ખોલવાનું રોકાયેલું છે. દુનિયા વાળા ચિલ્લાવી રહ્યાં છે, પડદો ખોલો, પડદો ખોલો. તો પોતાનો પ્લાન પોતે જ બનાવો. બનાવેલો પ્લાન આપે છે ને તો પછી ઘણી વાતો થાય છે. પોતાનો પ્લાન, પોતાની હિંમત થી બનાવો. દૃઢતા ની ચાવી લગાવો તો સફળતા મળવાની જ છે. દૃઢ સંકલ્પ કરો છો અને બાપદાદા ખુશ થાય છે વાહ બાળકો વાહ! દૃઢ સંકલ્પ કર્યો પરંતુ દૃઢતા માં પછી થોડું-થોડું અલબેલાપણું મિક્સ થઈ જાય છે એટલે સફળતા પણ ક્યારેક અડધી, ક્યારેક પોણા ટકા માં થઈ જાય છે. જેમ પ્રેમ ૧૦૦ ટકા છે તેમ પુરુષાર્થ માં સંપન્નતા, આ પણ ૧૦૦ ટકા હોય. વધારે ભલે હોય, ઓછી ન હોય. પસંદ છે? પસંદ છે ને? શિવરાત્રી પર જલવો દેખાડશો ને? બનવાનું જ છે. અમે નહીં બનીશું તો કોણ બનશે? આ નિશ્ચય રાખો, અમે જ હતાં, અમે જ છીએ અને પછી પણ અમે જ હોઈશું. આ નિશ્ચય વિજયી બનાવી દેશે. પર-દર્શન નહીં કરતા, પોતાને જ જોજો. ઘણાં બાળકો રુહરિહાન કરે છે ને, કહે છે બસ, આમને થોડા ઠીક કરી દો, પછી હું ઠીક થઈ જઈશ. આમને થોડા બદલી દો તો હું પણ બદલાઈ જઈશ પરંતુ ન તે બદલશે ન તમે બદલશો. સ્વયં ને બદલશો તો તે પણ બદલાઈ જશે. કોઈ પણ આધાર નહીં રાખો, આ થાય તો આ થાય. મારે કરવાનું જ છે.

સારું, જે પહેલી વાર આવ્યાં છે-તે હાથ ઉઠાવો. તો જે પહેલી વાર આવ્યાં છે એમની માટે વિશેષ બાપદાદા કહે છે કે એવાં સમય પર આવ્યાં છો જ્યારે સમય ખૂબ ઓછો બચ્યો છે પરંતુ પુરુષાર્થ એટલો તીવ્ર કરો જે લાસ્ટ સો ફાસ્ટ, ફાસ્ટ સો ફસ્ટ નંબર આવી જાઓ કારણકે હવે ખુરશી ની રમત ચાલી રહી છે. હમણાં કોની જીત છે, તે આઉટ નથી થયાં. લેટ તો આવ્યાં છો પરંતુ ફાસ્ટ ચાલવાથી પહોંચી જશો. ફક્ત પોતાને અમૃતવેલા અમર ભવ નું વરદાન યાદ અપાવો. સારું-બધા કોઈ દૂર થી, કોઈ નજીક થી આવ્યાં છે. બાપદાદા કહે છે ભલે પધાર્યા પોતાનાં ઘર માં. સંગઠન સારું લાગે છે. ટી.વી.માં જુઓ છો ને, સભા ફુલ હોવાથી કેટલી સારી લાગે છે! સારું. તો એવરરેડી? એવરરેડી નો પાઠ ભણશો ને? અચ્છા.

મધુબન નિવાસીઓ સાથે:- મધુબન વાળા હાથ ઉઠાવો. ઘણાં છે. મધુબન વાળા હોસ્ટ છે બીજા તો ગેસ્ટ થઈને આવે છે, ચાલ્યાં જાય છે પરંતુ મધુબન વાળા હોસ્ટ છે. નિયરેસ્ટ પણ છે, ડિયરેસ્ટ પણ છે. મધુબન વાળાઓ ને જોઈને બધા ખુશ થાય છે ને? કોઈ પણ સ્થાન પર મધુબન વાળા જાય છે તો કઈ નજર થી જુએ છે? વાહ મધુબન થી આવ્યાં છે! કારણકે મધુબન નામ સાંભળવા થી મધુબન નાં બાબા યાદ આવી જાય છે એટલે મધુબન વાળાઓ નું મહત્વ છે. છે મહત્વ? ખુશ થાઓ છો ને? આવું પ્રેમ પૂર્વક પાલના નું સ્થાન કોટો માં કોઈ ને જ મળે છે. બધા ઈચ્છે છે મધુબન માં જ રહી જઈએ, રહી શકો છો શું? તમે રહી શકો છો? તો સારું છે. મધુબન વાળા ભૂલતા નથી, સમજે છે અમને પૂછ્યું નથી પરંતુ બાપદાદા સદા દિલ માં પૂછે છે. પહેલાં મધુબન વાળા. મધુબન વાળા નથી તો આવશે ક્યાં? સેવા નાં નિમિત્ત તો છે ને? સેવાધારી કેટલાં પણ મળે, છતાં પણ ફાઉન્ડેશન તો મધુબન વાળા છે. તો જે ઉપર જ્ઞાન સરોવર માં, પાંડવ ભવન માં છે, એ બધાને પણ બાપદાદા દિલ ની દુવાઓ અને યાદ-પ્યાર આપી રહ્યાં છે. અહીં જે ટોલી આપે છે તે ઉપર મધુબન માં મળે છે? તો મધુબન વાળાઓ ને ટોલી પણ મળે, બોલી પણ મળે. બંને મળે છે. અચ્છા.

ગ્લોબલ હોસ્પિટલ વાળાઓ સાથે:- બધા હોસ્પિટલ વાળા ઠીક છે કારણકે હોસ્પિટલ નો પણ વિશેષ પાર્ટ છે ને? આવે છે નીચે. સારું થોડા આવે છે. હોસ્પિટલ વાળા પણ સારી સેવા કરી રહ્યાં છે. જુઓ, આઈવેલ માં તો છતાં પણ હોસ્પિટલ જ કામ માં આવે છે ને? અને જ્યાર થી હોસ્પિટલ ખુલી છે ત્યાર થી બધાની નજર માં આ આવે છે કે બ્રહ્માકુમારીઓ ફક્ત જ્ઞાન નથી આપતી, પરંતુ સમય પર મદદ પણ કરે છે, સોશિયલ સેવા પણ કરે છે. તો હોસ્પિટલ નાં પછી આબુ માં આ વાયુમંડળ બદલાઈ ગયું. પહેલાં જે નજર થી જોતા હતાં, હવે એ નજર થી નથી જોતાં. હવે સહયોગ ની નજર થી જુએ છે. જ્ઞાન માને અથવા ન માને પરંતુ સહયોગ ની નજર થી જુએ છે તો હોસ્પિટલ વાળાઓએ સેવા કરી ને? સારું છે.

અચ્છા-આજ ની વાત યાદ રહી? સંપૂર્ણ બનવાનું જ છે, કાંઈ પણ થઈ જાય, સંપન્ન બનવાનું જ છે. આ ધૂન લાગી જાય, સંપન્ન બનવાનું છે, સમાન બનવાનું છે. અચ્છા.

ચારેય તરફ નાં કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ ભાગ્યવાન, ભગવાન નાં બાળકો શ્રેષ્ઠ આત્માઓ, સદા તીવ્ર પુરુષાર્થ દ્વારા જે વિચાર્યુ તે કર્યુ, શ્રેષ્ઠ વિચારવું, શ્રેષ્ઠ કરવું, લક્ષ અને લક્ષણ ને સમાન બનાવવા, એવાં વિશેષ આત્માઓ ને સદા બહુજકાળ નાં પુરુષાર્થ દ્વારા રાજ્ય ભાગ્ય અને પૂજ્ય બનવા વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બાપ નાં સ્નેહ નું રિટર્ન પોતાને ટર્ન કરવા વાળા નંબરવન, વિન કરવા વાળા ભાગ્યવાન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
વિશ્વ - કલ્યાણકારી ની ઊંચી સ્ટેજ પર સ્થિત રહી વિનાશલીલા જોવા વાળા સાક્ષી દૃષ્ટા ભવ

અંતિમ વિનાશલીલા ને જોવા માટે વિશ્વ કલ્યાણકારી ની ઊંચી સ્ટેજ જોઈએ. જે સ્ટેજ પર સ્થિત થવાથી દેહ નાં સર્વ આકર્ષણ અર્થાત્ સંબંધ, પદાર્થ, સંસ્કાર, પ્રકૃતિ ની હલચલ નું આકર્ષણ સમાપ્ત થઈ જાય છે. જ્યારે એવી સ્ટેજ થઈ થાય ત્યારે સાક્ષી દૃષ્ટા બની ઉપર ની સ્ટેજ પર સ્થિત થઈ શાંતિ ની, શક્તિ ની કિરણો સર્વ આત્માઓ પ્રત્યે આપી શકશો.

સ્લોગન :-
બળવાન બનો તો માયા નો ફોર્સ સમાપ્ત થઈ જશે.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

વરદાતા બાપ અને આપણે વરદાની આત્માઓ બંને કમ્બાઈન્ડ છીએ. આ સ્મૃતિ સદા રહે તો પવિત્રતા ની છત્રછાયા સ્વતઃ રહેશે કારણકે જ્યાં સર્વશક્તિમાન્ બાપ છે ત્યાં અપવિત્રતા સ્વપ્ન માં પણ નથી આવી શકતી. સદા બાપ અને આપ યુગલ રુપ માં રહો, સિંગલ નહીં. સિંગલ થઈ જાઓ છો તો પવિત્રતા નો સ્વાદ ચાલ્યો જાય છે.