27-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - કાળો
નાં કાળ બાબા આવ્યાં છે , તમને કાળ પર જીત પ્રાપ્ત કરાવવા , મનમનાભવ નાં મંત્ર થી જ
તમે કાળ પર જીત મેળવશો”
પ્રશ્ન :-
રુહાની બાપ આપ રુહાની
યાત્રીઓને કઈ એક વિશેષ શિક્ષા આપે છે?
ઉત્તર :-
હે રુહાની યાત્રી - તમે દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનો. રાવણે અડધા કલ્પ થી તમને
દેહ-અભિમાની બનાવ્યાં, હવે આત્મ-અભિમાની બનો. આ રુહાની જ્ઞાન સુપ્રીમ રુહ જ તમને આપે
બીજું કોઈ આપી નથી શકતું.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
બાળકોએ પોતાનાં
બાપ ની મહિમા સાંભળી. ગવાય પણ છે ઊંચા માં ઊંચા ભગવાન. એ છે બધા બાળકો નાં બાપ. બાકી
જે પણ છે, પરસ્પર બધા ભાઈઓ છે અને બધાનાં બાપ પણ એક છે. એ છે શિવ બાબા. બાપે
સમજાવ્યું છે હે બાળકો, ભક્તિમાર્ગ માં તમને બે બાપ છે - લૌકિક બાપ અને પારલૌકિક
બાપ. રચયિતા થી રચના ને વારસો મળે છે, તે છે હદ નો વારસો, આ છે બેહદ નો વારસો. બેહદ
નાં બાપ તો એક જ છે જેનાથી બેહદ નો વારસો મળે છે. એ છે નિરાકાર, એમનું નામ છે
પરમપિતા પરમાત્મા શિવ. કહે પણ છે શિવ પરમાત્માય નમઃ, તે છે ઊંચા માં ઊંચા. તમારી
બુદ્ધિ ચાલી જાય છે, નિરાકાર બાપ ની તરફ. તે રહે છે પરમધામ માં, જ્યાંથી તમે આત્માઓ
આવો છો. બાપ પણ ત્યાં જ રહે છે. તે છે જ સર્વ ની સદ્દગતિ કરવાવાળા. એમાં પણ ભારત
પરમપિતા પરમાત્મા ની જન્મ ભૂમિ છે, શિવ જયંતી પણ અહીં મનાવે છે. એ રુહાની બાપ ને જ
જ્ઞાન નાં સાગર, પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિ દાતા), ગાઈડ (માર્ગદર્શક) કહેવાય છે.
એ જ દુઃખહર્તા, સુખકર્તા છે - આ ભારતવાસી જાણે છે. આ દુઃખધામ છે, ભારત જ સુખધામ હતું.
બાપ બાળકો ને બેસી સમજાવે છે - હે ભારતવાસી, તમે વિશ્વનાં માલિક હતાં જ્યારે તમારો
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. દેવી-દેવતા ધર્મ-શ્રેષ્ઠ, કર્મ-શ્રેષ્ઠ હતાં, હવે આ
ધર્મ-ભ્રષ્ટ, કર્મ-ભ્રષ્ટ બની ગયાં છે. પોતાને પાવન દેવતા કહી નથી શકતાં. કળિયુગ
અંત સુધી ભક્તિમાર્ગ ચાલે છે, એમાં જ્ઞાન હોતું નથી. જ્ઞાન થી થાય છે સદ્દગતિ. સર્વ
નાં સદ્દગતિ દાતા બાપ જ્યાર સુધી ન આવે ત્યાં સુધી સદ્દગતિ થઇ ન શકે. બાપ કહે છે -
હું કલ્પ નાં સંગમયુગ પર આવું છું. આ સમયે છે જ પતિત દુનિયા. પાવન એક પણ હોતાં નથી.
ભલે સંન્યાસી પવિત્ર બને છે પરંતુ પછી એમણે પુનર્જન્મ તો અહીં જ લેવાનો છે. વિષ થી
જન્મ લેવો પડે. પાછું જવાનું નથી. જ્યારે ચક્ર પૂરું થાય છે ત્યારે જ બાપ આવી ને લઈ
જાય છે. આને કહેવાય જ છે રુહાની જ્ઞાન. સુપ્રીમ રુહ , રુહાની જ્ઞાન આપે છે. સુપ્રીમ
રુહ જ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે. બાકી શાસ્ત્રો નું જ્ઞાન તો છે ભક્તિ માર્ગ.
બાપ કહે છે યજ્ઞ, તપ, તીર્થ વગેરે કરતાં વધારે જ નીચે ઉતરતાં આવ્યાં છો. તમે પહેલાં
સતોપ્રધાન હતાં. ભારત માં પવિત્રતા હતી તો શાંતિ, સમૃદ્ધિ પણ હતી. હેલ્થ (સ્વાસ્થ્ય),
વેલ્થ (સંપત્તિ) બંને હતું. આજ થી ૫ હજાર વર્ષ પહેલાની વાત છે, આ ભારત સ્વર્ગ હતું.
એ સમયે બીજો કોઈ ધર્મ નહોતો. ફક્ત એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જે પરમપિતા
પરમાત્માએ સ્થાપન કર્યો. સ્વર્ગ ની સ્થાપના તો એ જ કરશે. મનુષ્ય તો કરી ન શકે. એવું
તો નહીં કહેશે - કૃષ્ણ રચયિતા છે. ના, રચયિતા એક જ નિરાકાર શિવ છે. બાકી છે એમની
રચના. રચયિતા થી જ રચના ને વારસો મળે છે.
બાપ સમજાવે છે - હું તમારો બેહદ નો બાપ છું, તમને બેહદ નો વારસો આપું છું, ૨૧
જન્મોનાં માટે. સૂર્યવંશી, ચંદ્રવંશી પવિત્ર ધર્મ સ્થાપન કરું છું. બ્રાહ્મણ ધર્મ
છે ચોટલી. સૌથી ઊંચ છે રુહાની બાપ, રુહો ને આપ સમાન બનાવે છે. બાપ જ્ઞાન નાં સાગર,
સુખ નાં સાગર છે તો તમને પણ બનાવે છે. ભારત જ સુખધામ હતું, હમણાં તો દુઃખધામ છે.
બાપ કેવી રીતે આવે છે, આ કોઈને પણ ખબર નથી. સતયુગ આદિ થી કળિયુગ અંત સુધી આ બધી
હિસ્ટ્રી-જોગ્રાફી ભારતની છે. આ લક્ષ્મી-નારાયણ કેટલાં હેલ્દી-વેલ્દી (સ્વસ્થ-સંપન્ન)
હતાં. ક્યારેય બીમાર નહોતાં પડતાં. હમણાં કાળ પર વિજય પામવા શિક્ષા લઈ રહ્યાં છે.
જેમને કાળો નાં કાળ, મહાકાળ કહેવાય છે, તે તમને કાળ પર વિજય અપાવે છે. નામ પણ
સાંભળ્યું શિવાય નમઃ. તમે એવું તો નહીં કહેશો પરમાત્મા સર્વવ્યાપી છે, કુતરા, બીલાડી
માં છે, આને કહેવાય છે ધર્મ ની ગ્લાનિ. બાપ ની ગ્લાનિ કરે છે. હમણાં આ છે કલ્પ નો
સંગમ સમય. આ સમયે જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવાય છે. હમણાં વિનાશ તો સામે ઉભો
છે. ગીતા માં પણ લખ્યું છે - યાદવ, કૌરવ, પાંડવ ક્યા કરત ભયે (શું કરીને ગયાં)...
સર્વ શાસ્ત્રમઈ શિરોમણી શ્રીમત્ ભગવદ્ ગીતા છે, એનાંથી જ પછી બીજા શાસ્ત્ર નીકળ્યાં
છે. તમે જાણો છો ગીતા છે દૈવી ધર્મ નું શાસ્ત્ર. બાપ કહે છે હું આવું છું તમને
શૂદ્ર થી બ્રાહ્મણ બનાવું છું પછી દેવી-દેવતા બનાવું છું. પછી તમે ક્ષત્રિય, વૈશ્ય,
શૂદ્ર બનો છો. બાપ સમજાવે છે તમે ૮૪ જન્મ કેવી રીતે લો છો. સૌથી વધારે જન્મ જરુર તે
લે છે જે પહેલાં-પહેલાં સતયુગ માં આવે છે. વધારે માં વધારે ૮૪ જન્મ લીધાં છે આપ
ભારત વાસીઓએ, ઓછામાં ઓછો એક જન્મ. આ પણ બાપ જ બેસી સમજાવે છે. બાપ વગર કોઈને જ્ઞાન
નાં સાગર નથી કહેવાતું. પતિત-પાવન, જ્ઞાન નાં સાગર કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે.
બાપ જ બધાને મુક્ત કરી પાછા લઈ જાય છે, સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. અચ્છા,
પછી સર્વ ની દુર્ગતિ કેવી રીતે થાય છે? કોણ કરે છે? સદ્દગતિ સતયુગ ને, દુર્ગતિ
કળિયુગ ને કહેવાય છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આપ બાળકો ને આવીને સદ્દગતિ આપું
છું. આપ બાળકો આખાં વિશ્વ ની હિસ્ટ્રી-જોગ્રાફી જાણો છો. શાળા માં તો અડધી
હિસ્ટ્રી-જોગ્રાફી શીખવાડે છે. સતયુગ, ત્રેતા માં કોણ રાજ્ય કરતું હતું? કોઈને ખબર
નથી. ચિત્ર તો બરોબર છે - આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતાં હતાં. કેટલો સમય તે રાજધાની
ચાલી, તમે બતાવી શકો છો. ક્રિશ્ચન રાજધાની ૨ હજાર વર્ષ ચાલી. બૌદ્ધ રાજધાની આટલો
સમય ચાલી. ઈસ્લામી… એનાં પહેલાં પછી ચંદ્રવંશી હતાં જે ૧૨૫૦ વર્ષ ચાલી. સતયુગ-ત્રેતા
માં સૂર્યવંશી-ચંદ્રવંશી જ હતાં બીજો કોઈ ધર્મ નહોતો. તમે જ સૂર્યવંશી-ચંદ્રવંશી બનો
છો. હમણાં ફરીથી બન્યાં છો બ્રાહ્મણ વંશી. આ આખું નાટક ભારત પર જ બને છે. ભારત જ
નર્ક અને સ્વર્ગ બને છે બીજા ધર્મ વાળા માટે નહીં કહેવાશે. તે તો સ્વર્ગ માં હોતા જ
નથી. કોઈ મળે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં, પરંતુ સમજતાં નથી. નર્કવાસીઓ ને તો
નર્ક માં જન્મ લેવો પડે. સ્વર્ગવાસી સ્વર્ગ માં પુનર્જન્મ લેશે. આપ બાળકો સમજો છો આ
લક્ષ્મી-નારાયણ સ્વર્ગવાસી હતાં. એમણે આ રાજધાની કેવી રીતે મેળવી. લાખો વર્ષ ની વાત
તો યાદ રહી ન શકે. સતયુગ માં આ શાસ્ત્ર વગેરે હોતાં નથી. આ બધી ભક્તિ ની સામગ્રી
છે. સીડી નીચે ઉતરવાની જ છે. સતોપ્રધાન થી સતો, રજો, તમો માં, આ સીડી ઉતરવામાં ૫
હજાર વર્ષ લાગે છે. સતયુગ માં સોળે કળા સંપૂર્ણ પછી ત્રેતા માં બે કળા ઓછી, આત્મા
માં ચાંદી ની ખાદ પડી. કોપર (દ્વાપર) યુગ માં આવ્યાં તો કોપર (તાંબા) ની ખાદ પડી, આ
સમયે બિલકુલ જ તમોપ્રધાન છે. આત્મા માં જ ખાદ પડે છે. તમે જ પૂરાં ૮૪ જન્મ લો છો. આ
રુહાની બાપ શિવબાબા આવીને રુહાની બાળકો ને સમજાવે છે. તમારે હવે આત્મ-અભિમાની બનવાનું
છે. રાવણ ની પ્રવેશતા થવાથી બધાં દેહ-અભિમાની બની જાય છે. હવે સ્વયં ને આત્મા
સમજવાનું છે. આપણે જ ૮૪ જન્મ લઇ ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવતા આવ્યાં છીએ. હવે ૮૪ નું
ચક્ર પૂરું થયું. હવે તો શરીર પણ જડજડીભૂત થઇ ગયું છે. દ્વાપર થી રાવણ રાજ્ય થાય
છે. સતયુગ માં છે રામરાજ્ય. સતયુગ માં તમે આત્મ-અભિમાની હતાં. દ્વાપર, કળિયુગ માં
તમે દેહ-અભિમાની બની જાઓ છો. ન આત્મા ને, ન પરમાત્મા ને જાણો છો.
બાપ સમજાવે છે - આત્મા એક સ્ટાર છે. ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ તારો… એને સિવાય
દિવ્ય દૃષ્ટિ ને જોઈ નથી શકાતો. એ બિલકુલ જ સૂક્ષ્મ છે. આત્મા જ એક શરીર છોડી બીજું
લે છે. આપણે આત્માએ ૮૪ જન્મ લીધાં છે. પરમપિતા પરમાત્મા પણ બિન્દી છે, એમને જ જ્ઞાન
નાં સાગર, પતિત-પાવન નોલેજફુલ કહેવાય છે. પરમપિતા પરમ આત્મા માં સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. બીજરુપ હોવાનાં કારણે એમને સત્-ચિત્-આનંદ સ્વરુપ કહેવાય
છે. બાપ માં જે જ્ઞાન છે, તે જરુર સંભળાવવું પડે. આ છે આધ્યાત્મિક જ્ઞાન. સર્વ રુહો
નાં બાપ આવીને રુહો ને ભણાવે છે. તમારે આત્મ-અભિમાની બનવાનું છે. શિવબાબા આપણને
ભણાવે છે, એ જ નોલેજફુલ છે. બાબા જ આવીને સ્વર્ગ ની રચના કરે છે. તમને સ્વર્ગ નાં
લાયક બનાવે છે. આ સૃષ્ટિ ચક્ર નું રહસ્ય કોઈ મનુષ્ય નથી જાણતું. બાપ ને જ ન જાણવાનાં
કારણે ભારત ની આ દશા થઈ છે. ભારત માં પવિત્રતા હતી તો શાંતિ-સમૃદ્ધિ હતાં. હમણાં તો
છે જ નર્ક પછી કોઈ સ્વર્ગ માં જઈ કેવી રીતે શકે! બિલકુલ જ પથ્થર બુદ્ધિ થઈ ગયાં છે.
બાપ કહે છે - હું બાળકોનાં માટે કોઈ તો સોગાત (ભેંટ) લઈ આવીશ. તમને સ્વર્ગ નાં
માલિક બનાવું છું. જેમણે કલ્પ પહેલાં વારસો લીધો છે, તે જ હમણાં લેશે. મનુષ્ય થી
દેવતા બનશે. હકીકત માં પ્રજાપિતા બ્રહ્મા નાં તો બધા બાળકો છે. હમણાં બ્રહ્મા દ્વારા
શિવબાબા રચના રચી રહ્યાં છે. બ્રહ્માકુમાર-કુમારી બનતા જાય છે. શિવબાબા થી વારસો
લેવા માટે પુરુષાર્થ કરવાનો છે, તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ કહે છે -
બાળકો, મને યાદ કરો તો તમારા બધાં વિકર્મ વિનાશ થશે. આ આધ્યાત્મિક જ્ઞાન બાપ સિવાય
બીજું કોઈ આપી નથી શકતું. રુહાની બાપ જ રુહો ને નોલેજ આપે છે. તમે રુહાની યાત્રા કરો
છો. દેહ-અભિમાન ને છોડી દેહી-અભિમાની બનો છો. આત્મા અવિનાશી છે. આત્મા માં જ પાર્ટ
ભરેલો છે. આત્મા કેવી રીતે ૮૪ જન્મો નો પાર્ટ ભજવે છે, હવે ખબર પડી છે. આપણે
સૂર્યવંશી હતાં પછી ચંદ્રવંશી બન્યા ફરી આપણે સૂર્યવંશી બનવાનું છે. હમણાં બાપ
સતોપ્રધાન બનવાની શિક્ષા આપે છે, મામેકમ્ યાદ કરો. ભગવાનુવાચ - ગીતા નાં ભગવાન
શિવબાબા છે, ન કે શ્રી કૃષ્ણ. કૃષ્ણ નો આત્મા હમણાં શીખી રહ્યો છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
યાત્રા કરવાની અને કરાવવાની છે. સ્વયં ને સતોપ્રધાન બનાવવા માટે એક બાપ ને યાદ
કરવાનાં છે. આત્મ-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે.
2. કાળ પર વિજય પામવા
માટે બાપ ની શિક્ષા ને ધ્યાન માં રાખવાની છે. સ્વયં ને રુહ સમજી રુહો ને જ્ઞાન
આપવાનું છે.
વરદાન :-
બાપદાદા નાં
કર્તવ્ય ને પોતાનાં નિશાના બનાવવા વાળા માસ્ટર મર્યાદા પુરુષોત્તમ ભવ
કહેવાય છે “અપની ઘોટ
તો નશા ચઢે” બીજા ની કમાણી માં ક્યારેય પણ આંખ ન જવી જોઈએ. બીજા નાં નશા ને નિશાનો
બનાવવાને બદલે બાપદાદા નાં ગુણ અને કર્તવ્ય ને નિશાનો બનાવો. બાપદાદા ની સાથે અધર્મ
નો વિનાશ અને સત્ય ધર્મ ની સ્થાપના નાં કર્તવ્ય માં મદદગાર બનો. અધર્મ વિનાશ
કરવાવાળા અધર્મ નું કાર્ય કે દૈવી મર્યાદા ને તોડવાનું કાર્ય કરી નથી શકતાં, તે
માસ્ટર મર્યાદા પુરુષોત્તમ હોય છે.
સ્લોગન :-
નોલેજફુલ બની
વ્યર્થ પ્રશ્નો ને સ્વાહા કરી દો તો સમય બચી જશે.
માતેશ્વરીજી નાં
અનમોલ મહાવાક્ય
જેમનાં સાથી છે ભગવાન
એમનું શું રોકશે આંધી અને તોફાન… જુઓ આ ગીત સિદ્ધ કરે છે કે આત્મા અને પરમાત્મા બે
વસ્તુ છે ન ઈશ્વર સર્વવ્યાપી છે કારણકે જેમનાં સાથી છે ઈશ્વર તે હાજર હોવા છતાં પણ
સૃષ્ટિ માં આટલું દુઃખ કેમ? મનુષ્ય આટલાં કંગાળ મોહતાજ કેમ? પરમાત્મા તો સુખ સ્વરુપ
છે તો સર્વવ્યાપી પરમાત્મા કહેવું એટલે પરમાત્મા નું આપમાન કરવું છે. ભગવાન નાં
હાજર હોવા છતાં દુનિયા સુખ સ્વરુપ હોવી જોઈએ કે દુઃખ રુપ? પછી પરમાત્મા ને પોકારવાની
દરકાર કેમ? તો આ સમયે માયા સર્વવ્યાપી છે ન કે પરમાત્મા હાજર છે. પરમાત્મા ફક્ત એક
વાર સંગમ પર આવે છે ત્યારે એમને હાજીર-નાઝીર કહી શકાય છે, બાકી એમની યાદ બધા નાં
દિલો માં જરુર વ્યાપક છે. શરીર ને ચલાવવા વાળી શક્તિ તો દરેકમાં ભિન્ન-ભિન્ન
સંસ્કાર વાળી આત્મા છે ન કે પરમાત્મા છે. હવે વિચાર કરવાનો છે કે પરમાત્મા નો સાથ
કેમ લીધો છે? આ માયા નાં આંધી અને તોફાન થી પાર થવા માટે તો જરુર કોઈ માયા નાં
તોફાન છે, જેનાથી પાર થવા માટે એ પરમાત્મા નો સાથ આપણે આત્માઓ માંગીએ છીએ, જો એ
હાજર હોત તો ન માયા ની ઉલઝન હોત, ન એમના સાથ લેવાની માટે યાદ કરવા પડત. તો આપણે
આત્માઓ અને પરમાત્મા બંને નો આ ખેલ માં પાર્ટ છે. તો જ્યારે પરમાત્મા આવે છે તો એમનો
પૂરો સાથ લઈ એમનું થઈ જવાનું છે ત્યારે જ માયાનાં તોફાન થી છૂટી શકીશું. ભલે એ બધાનાં
સુખદાતા છે પરંતુ જે પ્રેક્ટિકલ માં એમનો સહારો લે છે એમને જ સાથ મળે છે. તો એ
બાળકોને એક્સ્ટ્રા પ્રાપ્તિ થાય છે, ભલે એ દુનિયાની અંદર આવી ઉપસ્થિત થયા છે પરંતુ
ઓહો! આશ્ચર્યવત્! દુનિયા એમને ન જાણવાના કારણે એમનો સાથ નથી લેતી, જો એમનો પૂરો સાથ
પકડી લે તો મદદ આપવામાં પ્રસિદ્ધ છે. કહે છે એક કદમ તમે આગળ વધો તો દસ કદમ આગળ આવીશું,
તો એ સંપૂર્ણ વારસો આપે છે જેમાં કોઈ અપૂર્ણતા નથી હોતી. અચ્છા.
આ અવ્યક્ત ઈશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિનો અનુભવ કરો
કોઈ પણ સંકલ્પ આવે તો
ઉપર આપીને સ્વયં નિઃસંકલ્પ થઈને ચાલતા જાઓ. વિચાર આપવો, ઈશારો આપવો આ બીજી વાત છે,
હલચલ માં આવવું - આ બીજી વાત છે. તો સદા એક રસ. સંકલ્પ આપ્યો અને નિઃસંકલ્પ બન્યાં.
સદા ધ્યાન રહે કે મારે કર્મેન્દ્રિયજીત બનવાનું છે. કોઈ એક કર્મેન્દ્રિય ની આકર્ષણ
પણ એક બાપ નાં બનવા નહીં દેશે. એકરસ સ્થિતિ માં સ્થિત થવા નહીં દેશે.