27-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  14.03.2006    બાપદાદા મધુબન


“ પરમાત્મ - મિલન ની અનુભૂતિ માટે ઉલ્ટા હું - પણા ને બાળવાની હોળી મનાવો , દૃષ્ટિ ની પિચકારી

 દ્વારા સર્વ આત્માઓ ને સુખ , શાંતિ , પ્રેમ , આનંદ નો રંગ લગાવો”
 


આજ હોલીએસ્ટ (સૌથી પવિત્ર) બાપ પોતાનાં હોલી (પવિત્ર) બાળકો સાથે મિલન મનાવી રહ્યાં છે. ચારેય તરફ નાં હોલી બાળકો દૂર બેઠાં પણ સમીપ છે. બાપદાદા એવાં હોલી અર્થાત્ મહાન પવિત્ર બાળકો નાં મસ્તક પર ચમકતો ભાગ્ય નો સિતારો જોઈ રહ્યાં છે. આવાં મહાન પવિત્ર આખા કલ્પ માં બીજા કોઈ નથી બનતાં. આ સંગમયુગ પર પવિત્રતા નું વ્રત લેવા વાળા ભાગ્યવાન બાળકો ભવિષ્ય માં ડબલ પવિત્ર, શરીર થી પણ પવિત્ર અને આત્મા પણ પવિત્ર બને છે. આખા કલ્પ માં ચક્ર લગાવો ભલે કેટલાં પણ મહાન આત્માઓ આવ્યાં છે પરંતુ શરીર પણ પવિત્ર અને આત્મા પણ પવિત્ર, એવાં પવિત્ર નથી ધર્મ આત્મા બન્યાં, નથી મહાત્મા બન્યાં. બાપદાદા ને આપ બાળકો ઉપર નાઝ (ગર્વ) છે વાહ! મારા મહાન પવિત્ર બાળકો વાહ! ડબલ પવિત્ર, ડબલ તાજધારી પણ કોઈ નથી બનતા, ડબલ તાજધારી પણ આપ શ્રેષ્ઠ આત્માઓ બનો છો. પોતાનું તે ડબલ પવિત્ર, ડબલ તાજધારી સ્વરુપ સામે આવી રહ્યું છે ને? એટલે આપ બાળકો નું જે આ સંગમયુગ માં પ્રેક્ટિકલ જીવન બન્યું છે, એ એક-એક જીવન ની વિશેષતા નું યાદગાર દુનિયા વાળા ઉત્સવ નાં રુપ માં મનાવતા રહે છે.

આજે પણ આપ સર્વ સ્નેહ નાં વિમાન માં હોળી મનાવવા માટે પહોંચી ગયા છો. હોળી મનાવવા આવ્યા છો ને? તમે બધાએ પોતાનાં જીવન માં પવિત્રતા ની હોળી મનાવી છે, દરેક આધ્યાત્મિક રહસ્ય ને દુનિયા વાળાઓએ સ્થૂળ રુપ આપી દીધું છે કારણકે બોડી કોન્શિયસ છે ને? તમે સોલ કોન્શિયસ છો, આધ્યાત્મિક જીવનવાળા છો અને તે બોડી કોન્શિયસ વાળા છે. તો બધા સ્થૂળ રુપ લઈ લીધાં. તમે યોગ અગ્નિ દ્વારા પોતાનાં જૂનાં સંસ્કાર-સ્વભાવ ને ભસ્મ કર્યા, બાળ્યા અને દુનિયા વાળા સ્થૂળ આગ માં બાળે છે. કેમ? જૂનાં સંસ્કાર બાળ્યા વગર નથી પરમાત્મ-સંગ નો રંગ લાગી શકતો, નથી પરમાત્મ-મિલન નો અનુભવ કરી શકતાં. તો તમારા જીવન ની એટલી વેલ્યુ છે જે એક-એક કદમ તમારા ઉત્સવ નાં રુપ માં મનાવે છે. કેમ? તમે પૂરો સંગમયુગ ઉત્સાહ-ઉમંગ નું જીવન બનાવ્યું છે. તમારા જીવન નું યાદગાર એક દિવસ નો ઉત્સવ મનાવી લે છે. તો બધા નું આવું સદા ઉત્સાહ, ઉમંગ, ખુશી નું જીવન છે ને? છે કે ક્યારેક-ક્યારેક છે? સદા ઉત્સાહ છે કે ક્યારેક-ક્યારેક છે? જે સમજે છે કે સદા ઉત્સાહ માં રહીએ છીએ, ખુશી માં રહીએ છીએ, ખુશી અમારા જીવન ની વિશેષ પરમાત્મ-ગિફ્ટ છે, કાંઈ પણ થઈ જાય પરંતુ બ્રાહ્મણ-જીવન ની ખુશી, ઉત્સાહ, ઉમંગ જઈ ન શકે. એવો અનુભવ થાય છે, તે હાથ ઉઠાવો. બાપદાદા દરેક બાળક નો ચહેરો સદા ખુશનુમઃ જોવા ઈચ્છે છે કારણકે તમારા જેવા ખુશનસીબ નથી કોઈ બન્યાં, નથી બની શકતાં. ભિન્ન-ભિન્ન વર્ગ વાળા બેઠાં છો તો એવાં અનુભવી મૂર્ત બનવાનો સ્વયં પ્રત્યે પ્લાન બનાવ્યો છે?

બાપદાદા ખુશ થાય છે, આજે ફલાણા વર્ગ, ફલાણા વર્ગ આવ્યાં છે, વેલકમ. મુબારક છે આવ્યાં છો. સેવા નો ઉમંગ-ઉત્સાહ સારો છે. પરંતુ પહેલાં સ્વ નો પ્લાન, બાપદાદાએ જોયું છે પ્લાન બધા વર્ગ વાળા એકબીજા કરતાં આગળ બનાવે છે અને ખૂબ સારાં બનાવે છે, સાથે-સાથે સ્વ ઉન્નતિ નો પ્લાન બનાવવો ખૂબ આવશ્યક છે. બાપદાદા આ જ ઈચ્છે છે દરેક વર્ગ સ્વ ઉન્નતિ નાં પ્રેક્ટિકલ પ્લાન બનાવે અને નંબર લે. જેવી રીતે સંગઠન માં ભેગા થાઓ છો, ભલે ફોરેન વાળા, ભલે દેશ વાળા મીટિંગ કરો છો, પ્લાન બનાવો છો, બાપદાદા એમાં પણ રાજી છે પરંતુ જેવી રીતે ઉમંગ-ઉત્સાહ થી સંગઠિત રુપ માં સેવા નો પ્લાન બનાવો છો એવી રીતે જ એટલા જ ઉમંગ-ઉત્સાહ થી સ્વ-ઉન્નતિ નો નંબર વધારે અટેન્શન આપીને બનાવવાનો છે. બાપદાદા સાંભળવા ઈચ્છે છે કે આ મહિના માં આ વર્ગવાળાઓ એ સ્વ-ઉન્નતિ નો પ્લાન પ્રેક્ટિકલ માં લાવ્યો છે? જે પણ વર્ગ વાળા આવ્યાં છે, બધા વર્ગવાળા હાથ ઉઠાવો. સારું, આટલા આવ્યાં છે, ઘણાં આવ્યાં છે. સાંભળ્યું છે પ-૬ વર્ગ આવ્યાં છે. ખૂબ સારું, ભલે આવ્યાં. હવે એક લાસ્ટ ટર્ન (છેલ્લો વારો) રહેલો છે, બાપદાદાએ હોમ વર્ક તો આપી જ દીધું હતું. બાપદાદા તો રોજ રીઝલ્ટ જુએ છે, તમે સમજશો બાપદાદા લાસ્ટ ટર્ન માં હિસાબ લેશે પરંતુ બાપદાદા રોજ જુએ છે, હજી પણ વધારે ૧૫ દિવસ છે, આ ૧૫ દિવસ માં દરેક વર્ગ વાળા જે આવ્યાં છે તે પણ, જે નથી પણ આવ્યાં એ વર્ગ નાં નિમિત્ત બનેલા બાળકો ને બાપદાદા આ જ ઈશારો આપે છે કે દરેક વર્ગ પોતાની સ્વ-ઉન્નતિ નો કોઈ પણ પ્લાન બનાવો, કોઈ વિશેષ શક્તિ સ્વરુપ બનાવાનું તથા વિશેષ કોઈ ગુણ મૂર્ત બનવાનું અથવા વિશ્વ-કલ્યાણ પ્રત્યે કોઈ ને કોઈ લાઈટ-માઈટ આપવાનું દરેક વર્ગ પરસ્પર નિશ્ચિત કરો અને પછી ચેક કરો કે જે પણ વર્ગ નાં મેમ્બર છે, મેમ્બર બન્યાં ખૂબ સારું કર્યુ છે પરંતુ દરેક મેમ્બર નંબરવન હોવા જોઈએ. ફક્ત નામ નોટ થઈ ગયું ફલાણા વર્ગ નાં મેમ્બર છીએ. ના, ફલાણા વર્ગ નાં સ્વ ઉન્નતિ નાં મેમ્બર છીએ. આ બની શકે છે? જે વર્ગ નાં નિમિત્ત છે તે નિમિત્ત વાળા ઉઠો. ફોરેન માં પણ જે ૪-૫ નિમિત્ત છે તે ઉઠો. બાપદાદા ને તો બધા ખૂબ શક્તિશાળી મૂર્ત લાગે છે. ખૂબ સારાં મૂર્ત લાગે છે. તો તમે બધા સમજો છો ૧૫ દિવસ માં કાંઈક કરીને દેખાડીશું. બોલો, થઈ શકે છે? (પૂરો પુરુષાર્થ કરશો) બીજું બોલો, શું બની શકે છે? (પ્રશાસક વર્ગે પ્લાન બનાવ્યો છે કે કોઈપણ ગુસ્સો નહીં કરશે) એની ઇન્કવાયરી પણ કરો છો? આપ બહેનો (ટીચર્સ સાથે) હિંમત રાખે છે - ૧૫ દિવસ માં ઇન્કવાયરી કરીને રીઝલ્ટ બતાવી શકો છો. ફોરેન વાળા તો હા કરી રહ્યાં છે. તમે શું સમજો છો, બની શકે છે? ભારત વાળા બતાવો બની શકે છે? બાપદાદા ને તો તમારા બધાનો ચહેરો જોઈને લાગે છે કે રીઝલ્ટ સારું છે. પરંતુ જો ૧૫ દિવસ પણ અટેન્શન રાખવાનો પુરુષાર્થ કરશો તો આ અભ્યાસ આગળ પણ કામ માં આવશે. હવે એવી મીટિંગ કરો જે જેમને લક્ષ લેવું હોય કોઈ પણ ગુણ નું, કોઈ પણ શક્તિ સ્વરુપ નું, આમાં બાપદાદા નંબર આપશે. બાપદાદા તો જોતા રહે છે. નંબરવન વર્ગ સ્વ સેવા માં કોણ-કોણ છે? કારણકે બાપદાદાએ જોયું કે પ્લાન ખૂબ સારા બનાવે છે પરંતુ સેવા અને સ્વ-ઉન્નતિ બંને જો સાથે-સાથે નથી તો સેવા નાં પ્લાન માં જેટલી સફળતા જોઈએ, એટલી નથી થતી એટલે સમય ની સમીપતા ને સામે જોતા સેવા અને સ્વ-ઉન્નતિ ને કમ્બાઈન્ડ રાખો. ફકત સ્વ-ઉન્નતિ પણ ન જોઈએ, સેવા પણ જોઈએ પરંતુ સ્વ-ઉન્નતિ ની સ્થિતિ થી સેવા માં સફળતા અધિક થશે. સેવા ની તથા સ્વ-ઉન્નતિ ની સફળતા ની નિશાની છે - સ્વયં પણ બંને માં સ્વયં થી પણ સંતુષ્ટ હોય અને જેમની સેવા કરો છો, એમને પણ સેવા દ્વારા સંતુષ્ટતા નો અનુભવ થાય. જો સ્વ ને તથા જેમની સેવા નાં નિમિત્ત છો એમને સંતુષ્ટતા નો અનુભવ નથી થતો તો સફળતા ઓછી, મહેનત વધારે કરવી પડે છે.

તમે બધા જાણો છો કે સેવા માં સ્વ-ઉન્નતિ માં સફળતા સહજ પ્રાપ્ત કરવાની ગોલ્ડન ચાવી કઈ છે? અનુભવ તો બધાને છે. ગોલ્ડન ચાવી છે - ચલન ચહેરો, સંબંધ સંપર્ક માં નિમિત્ત ભાવ, નિર્માણ ભાવ, નિર્મળ વાણી. જેવી રીતે બ્રહ્મા બાપ અને જગદંબા ને જોયા પરંતુ હમણાં ક્યાંક-ક્યાંક સેવા ની સફળતા માં પર્સન્ટેજ હોય છે એનું કારણ, જે ઈચ્છો છો, જેટલું કરો છો, જેટલા પ્લાન બનાવો છો, એમાં પર્સન્ટેજ કેમ થઈ જાય છે? બાપદાદાએ મેજોરીટી માં કારણ જોયું છે કે સફળતા માં કમી નું કારણ છે એક શબ્દ, તે કયો શબ્દ? “હું”. હું શબ્દ ત્રણ પ્રકાર થી યુઝ થાય છે. દેહી-અભિમાની માં પણ હું આત્મા છું, હું શબ્દ આવે છે. દેહ-અભિમાન માં પણ હું જે કહું છું, કરું છું તે ઠીક છે, હું બુદ્ધિવાન છું, આ હદ નું હું, હું દેહ-અભિમાન માં પણ હું આવે છે અને ત્રીજો હું જ્યારે કોઈ દિલશિકસ્ત થઈ જાય છે તો પણ હું આવે છે. હું આ કરી નથી શકતો, મારા માં હિંમત નથી. હું આ સાંભળી નથી શકતો, હું આ સમાવી નથી શકતો… તો બાપદાદા ત્રણેય પ્રકાર નાં હું, હું નાં ગીત સાંભળતા રહે છે. બ્રહ્મા બાપે, જગત અંબાએ જે નંબર લીધો એની વિશેષતા આ જ રહી - ઉલ્ટા હું-પણાનો અભાવ રહ્યો, અવિદ્યા રહી. ક્યારેય બ્રહ્મા બાપે આ નથી કહ્યું હું સલાહ આપું છું, હું રાઈટ છું, બાબા, બાબા… બાબા કરાવી રહ્યાં છે, હું નથી કરતો. હું હોંશિયાર નથી, બાળકો હોંશિયાર છે. જગત અંબા નું પણ સ્લોગન યાદ છે? જૂનાંઓ ને યાદ હશે. જગત અંબા આ જ કહેતાં “હુકમી હુકમ ચલાવી રહ્યાં”. હું નહીં, ચલાવવા વાળા બાપ ચલાવી રહ્યાં છે. કરાવનહાર બાપ કરાવી રહ્યાં છે. તો પહેલાં બધા પોતાની અંદર થી આ અભિમાન અને અપમાન નાં હું ને સમાપ્ત કરી આગળ વધો. નેચરલ દરેક વાત માં બાબા-બાબા નીકળે. નેચરલ નીકળે કારણકે બાપ સમાન બનવાનો સંકલ્પ તો બધાએ લીધો જ છે. તો સમાન બનવામાં ફક્ત આ એક રોયલ હું બાળી નાખો. સારું, ક્રોધ પણ નહીં કરશો? ક્રોધ કેમ આવે છે? કારણકે હું-પણું આવે છે.

તો હોળી મનાવવા આવ્યાં છો ને? તો પહેલાં હોળી કઈ મનાવે છે? બાળવાની. આમ ખૂબ સારા છો, ખૂબ યોગ્ય છો. બાપ ની આશાઓ નાં દીપક છો, ફક્ત આ થોડું હું-પણું કાપી નાખો. બે હું કાપો, એક હું રાખો. કેમ? બાપદાદા જોઈ રહ્યાં છે, તમારા જ અનેક ભાઈ-બહેનો, બ્રાહ્મણ નથી અજ્ઞાની આત્માઓ, પોતાનાં જીવન થી હિંમત હારી ચૂક્યાં છે. હવે એમને હિંમત ની પાંખો લગાવવી પડશે. બિલકુલ બેસહારા થઈ ગયા છે, નાઉમ્મીદ થઈ ગયા છે. તો હે રહેમદિલ, કૃપા-દયા કરવાવાળા વિશ્વ નાં આત્માઓ નાં ઈષ્ટદેવ આત્માઓ પોતાની શુભભાવના, રહેમ ની ભાવના, આત્મ-ભાવના દ્વારા એમની ભાવના પૂર્ણ કરો. તમને વાયબ્રેશન નથી આવતા દુઃખ અશાંતિ નાં? નિમિત્ત આત્માઓ છો, પૂર્વજ છો, પૂજ્ય છો, વૃક્ષ નું થડ છો, ફાઉન્ડેશન છો. બધા તમને શોધી રહ્યાં છે, ક્યાં ગયા અમારા રક્ષક? ક્યાં ગયા અમારા ઇષ્ટ દેવ? બાપ ને તો ખૂબ પોકાર સંભળાય છે. હવે સ્વ-ઉન્નતિ દ્વારા ભિન્ન-ભિન્ન શક્તિઓ ની સકાશ આપો. હિંમત ની પાંખો લગાવો. પોતાની દૃષ્ટિ દ્વારા, દૃષ્ટિ જ તમારી પિચકારી છે, તો પોતાની દૃષ્ટિ ની પિચકારી દ્વારા સુખ નો રંગ લગાવો, શાંતિ નો રંગ લગાવો, પ્રેમ નો રંગ લગાવો, આનંદ નો રંગ લગાવો. આપ તો પરમાત્મ-સંગ નાં રંગ માં આવી ગયાં. બીજા આત્માઓ ને પણ થોડો આધ્યાત્મિક રંગ નો અનુભવ કરાવો. પરમાત્મ-મિલન નો, મંગળ મેળા નો અનુભવ કરાવો. ભટકતા આત્માઓ ને ઠેકાણા નો રસ્તો બતાવો.

તો સ્વ-ઉન્નતિ નો પ્લાન બનાવશો, આમાં સ્વયં નાં ચેકર બનીને ચેક કરજો, આ રોયલ હું તો નથી આવી રહ્યું કારણકે આજે હોળી મનાવવા આવ્યાં છો. તો બાપદાદા આ જ સંકલ્પ આપે છે કે આજે દેહ-અભિમાન અને અપમાન નું જે હું આવે છે, દિલશિકસ્ત નું હું આવે છે, આને બાળીને જ જજો, સાથે નહીં લઈ જતાં. કાંઈક તો બાળશો ને? આગ પેટાવશો શું? જ્વાળામુખી યોગ-અગ્નિ પ્રગટાવો. પ્રગટાવતા આવડે છે? જ્વાળામુખી યોગ, આવડે છે કે સાધારણ યોગ આવડે છે? જ્વાળામુખી બનો. લાઈટ-માઈટ હાઉસ. તો આ પસંદ છે? અટેન્શન પ્લીઝ, હું ને બાળો.

બાપદાદા જ્યારે હું-હું નાં ગીત સાંભળે છે ને તો સ્વીચ બંધ કરી દે છે. વાહ! વાહ! નાં ગીત હોય છે તો અવાજ મોટો કરી દે છે કારણકે હું-હું માં ખેંચાણ ખૂબ હોય છે. દરેક વાત માં ખેંચાણ કરશે, આ નહીં, આ નહીં, એવું નહીં, તેવું નહીં. તો ખેંચાણ થવાના કારણે તનાવ ઉત્પન્ન થઈ જાય છે. બાપદાદા ને લગાવ, તનાવ અને સ્વભાવ, ઉલ્ટો સ્વભાવ ગમતા નથી. હકીકત માં સ્વભાવ શબ્દ ખૂબ સારો છે. સ્વભાવ, સ્વ નો ભાવ. પરંતુ એને ઉલ્ટો કરી દીધો છે. ન વાત ને ખેંચો, ન પોતાની તરફ કોઈને ખેંચાવો. તે પણ ખૂબ હેરાન કરે છે. કોઈ કેટલું પણ તમને કહે, પરંતુ પોતાની તરફ ન ખેંચો. ન વાત ને ખેંચો, ન પોતાની તરફ ખેંચો, ખેંચાણ ખતમ. બાબા, બાબા અને બાબા. પસંદ છે ને? તો ઉલ્ટા હું ને અહીં છોડીને જજો, સાથે નહીં લઈને જતા, ટ્રેન માં બોજ થઈ જશે. તમારું ગીત છે ને - હું બાબા ની, બાબા મારા. છે ને? તો એક હું રાખો, બે હું ખતમ. તો હોળી મનાવી લીધી, સંકલ્પ માં બાળી નાખ્યું. હમણાં તો સંકલ્પ કરશો. સંકલ્પ કર્યોં? હાથ ઉઠાવો. કર્યો કે થોડો-થોડો રહેશે? થોડી-થોડી છૂટ્ટી આપે? જે સમજે છે થોડા-થોડા ની છૂટ્ટી હોવી જોઈએ તે હાથ ઉઠાવો. થોડું તો રહેશે ને, નહીં રહેશે? તમે તો ખૂબ બહાદુર છો. મુબારક છે. ખુશી માં નાચો, ગાઓ. તનાવ માં નહીં. ખેંચાતાણી માં નહીં. અચ્છા.

હવે એક સેકન્ડ માં પોતાનાં મન થી બધા સંકલ્પ સમાપ્ત કરી એક સેકન્ડ માં બાપની સાથે પરમધામ માં ઊંચા માં ઊંચા સ્થાન, ઊંચા માં ઊંચા બાપ, એમની સાથે ઊંચી સ્થિતિ માં બેસી જાઓ. અને બાપ સમાન માસ્ટર સર્વશક્તિમાન બની વિશ્વ નાં આત્માઓ ને શક્તિઓ ની કિરણો આપો. અચ્છા.

ચારેય તરફ નાં હોલીએસ્ટ, હાઈએસ્ટ બાળકો ને સર્વ વિશ્વ કલ્યાણકારી વિશેષ આત્માઓ ને, સર્વ પૂર્વજ અને પૂજ્ય આત્માઓ ને, સર્વ બાપ નાં દિલ તખ્તનશીન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને દિલ ની દુવાઓ સહિત, દિલ નો દુલાર અને નમસ્તે.

દૂર-દૂર થી આવેલા પત્ર, કાર્ડ, ઈમેલ, કોમ્પ્યુટર દ્વારા સંદેશ બાપદાદા ને મળ્યાં અને બાપદાદાએ બાળકો ની સન્મુખ જોઈ પદમગુણા યાદ-પ્યાર આપી રહ્યાં છે.

વરદાન :-
પોતાનાં પૂર્વજ સ્વરુપ ની સ્મૃતિ દ્વારા સર્વ આત્માઓ ને શક્તિશાળી બનાવવા વાળા આધાર , ઉદ્ધારમૂર્ત ભવ

આ સૃષ્ટિ વૃક્ષ નાં મૂળ થડ, સર્વ નાં પૂર્વજ આપ બ્રાહ્મણ સો દેવતા છો. દરેક કર્મ નો આધાર, કુળ મર્યાદાઓ નો આધાર, રીત-રિવાજ નો આધાર આપ પૂર્વજ સર્વ આત્માઓ નાં આધાર અને ઉદ્ધારમૂર્ત છો. આપ થડ દ્વારા જ સર્વ આત્માઓ ને શ્રેષ્ઠ સંકલ્પો ની શક્તિ તથા સર્વશક્તિઓ ની પ્રાપ્તિ થાય છે. તમને બધા ફોલો કરી રહ્યાં છે એટલે આટલી મોટી જવાબદારી સમજતા દરેક સંકલ્પ અને કર્મ કરો કારણકે આપ પૂર્વજ આત્માઓ નાં આધાર પર જ સૃષ્ટિ નો સમય અને સ્થિતિ નો આધાર છે.

સ્લોગન :-
જે સર્વ શક્તિઓ રુપી કિરણો ચારેય તરફ ફેલાવે છે એ જ માસ્ટર જ્ઞાન સૂર્ય છે.

અવ્યક્ત ઈશારા - સંકલ્પ ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

ત્રણ શબ્દો નાં કારણે કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર ઓછો થઈ જાય છે. તે ત્રણ શબ્દ છે - ૧. વ્હાય (કેમ), ૨. વોટ (શું), ૩. વોન્ટ (જોઈએ). આ ત્રણ શબ્દ ખતમ કરી ફક્ત એક શબ્દ બોલો. “વાહ” તો કંટ્રોલિંગ પાવર આવી જશે, પછી સંકલ્પ શક્તિ દ્વારા બેહદ સેવા નાં નિમિત્ત બની શકશો.