27-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આખી દુનિયામાં તમારા જેવું ખુશનશીબ કોઈ નથી , તમે છો રાજઋષિ , તમે રાજાઈ નાં માટે રાજયોગ શીખી રહ્યાં છો”

પ્રશ્ન :-
નિરાકાર બાપ માં કયાં સંસ્કાર છે જે સંગમ પર આપ બાળકો પણ ધારણ કરો છો?

ઉત્તર :-
નિરાકાર બાપ માં જ્ઞાન નાં સંસ્કાર છે, એ તમને જ્ઞાન સંભળાવીને પતિત થી પાવન બનાવી દે છે એટલે એમને જ્ઞાન નાં સાગર, પતિત-પાવન કહેવાય છે. આપ બાળકો પણ હમણાં તે સંસ્કાર ધારણ કરો છો. તમે નશા થી કહો છો અમને ભગવાન ભણાવે છે. અમે એમનાથી સાંભળીને સંભળાવીએ છીએ.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. આ મહિમા કોની છે? એક બાપ ની. શિવાય નમઃ, ઊંચા માં ઊંચા ભગવાન છે ને. બાળકો જાણે છે એ આપણાં બાપ છે. એવું નથી કે આપણે બધા બાપ છીએ. ગવાય પણ છે આખી દુનિયા બ્રધરહુડ (બંધુત્વ) છે. સંન્યાસી અથવા વિદ્વાન નાં કહેવા અનુસાર ઈશ્વર સર્વવ્યાપી કહેવાથી જેમ કે ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય છે. ભાઈ હોવાથી બાપ તો સિદ્ધ થાય છે, જેમનાથી વારસો મળે છે. ફાધરહુડ છે તો પછી વારસા ની વાત જ નથી. બાળકો જાણે છે આપણાં સર્વ આત્માઓનાં બાપ એક છે, એમને કહેવાય જ છે - વર્લ્ડ ગોડ ફાધર. વર્લ્ડ (દુનિયા) માં કોણ છે? બધા બ્રધર્સ (ભાઈઓ) છે, આત્માઓ છે. બધાનાં ગોડફાધર એક જ છે. એ બાપ ની બધા પ્રાર્થના કરે છે. એક ની જ બંદગી કે પૂજા થવી જોઈએ. તે છે સતોપ્રધાન પૂજા. આ પણ સમજાવ્યું છે - જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. બાપ જ્ઞાન આપે છે સદ્દગતિ માટે. સદ્દગતિ કહેવાય છે જીવન-મુક્તિધામ ને. આ આત્માએ બુદ્ધિમાં ધારણ કરવાનું છે. આપણું ઘર શાંતિધામ છે. એને મુક્તિધામ, નિર્વાણધામ પણ કહેવાય છે. સૌથી સારું નામ છે - શાંતિધામ. અહીં તો ઓર્ગન્સ (અવયવો) હોવાનાં કારણે આત્મા ટોકી (વાચા) માં રહે છે, બોલવું પડે છે. સૂક્ષ્મવતન માં છે મુવી. ઈશારા માં વાત થાય છે, અવાજ નથી થતો. ત્રણેય લોક ને પણ તમે જાણી ગયાં છો. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન બુદ્ધિ માં આ સારી રીતે બેઠું છે. મનુષ્ય સૃષ્ટિ માટે જ ગવાય છે કે આ સૃષ્ટિ ચક્ર લગાવે છે. આને કહેવાય છે દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી. મનુષ્ય જ તો એને જાણશે ને. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી સંભળાવે છે. ઉંચે થી ઉંચા બાપ છે. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે રિપિટ (પુનરાવર્તન) થાય છે, એ જ જાણે છે. આ ચક્ર ને જાણવાથી જ તમે ચક્રવર્તી રાજા બન્યાં છો. ગાય પણ છે દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર છે ને. તે સંપૂર્ણ નિર્વિકારી અને પોતાને કહે છે સંપૂર્ણ વિકારી. સતયુગ માં છે સંપૂર્ણ નિર્વિકારી અથવા સંપૂર્ણ પાવન. કળિયુગ માં છે સંપૂર્ણ વિકારી, સપૂર્ણ પતિત. ભારત ની જ વાત છે. આ બાપ જ આવીને બુદ્ધિ માં બેસાડે છે બીજું કોઈ નથી જાણતું. એમણે તો સતયુગ ને લાંબો સમય આપી દીધો છે. સમજે છે લાખો વર્ષ પહેલાં સતયુગ હતો. તો કોઈની બુદ્ધિ માં આ વાત આવતી જ નથી.

હવે બાળકો જાણે છે - આપણે હમણાં સંપૂર્ણ વિકારી થી સંપૂર્ણ નિર્વિકારી બની રહ્યાં છીએ. સંપૂર્ણ પતિત થી સંપૂર્ણ પાવન બનવાનું છે. બાપ સમજાવે છે આત્મા માં જ ખાદ પડેલી છે, ગોલ્ડન એજ (સતયુગ) થી હવે આયરન એજ (કળિયુગ) બની ગઈ છે. આ આત્મા ની ભેંટ (તુલના) કરાય છે. આ સારી રીતે સમજવાનું છે. આપ બાળકો બહુજ ખુશનસીબ છો, તમારા જેવું ખુશનસીબ કોઈ બીજું નથી. હમણાં તમે રાજયોગ માં બેઠાં છો, તમે રાજઋષિ છો. રાજાઈ માટે ક્યારેય કોઈ ભણતર હોય છે શું? બેરિસ્ટર બનાવશે પરંતુ વિશ્વ નાં મહારાજા કોણ બનાવશે? બાપ નાં સિવાય કોઈ બનાવી ન શકે. અહીંયા મહારાજા તો કોઈ નથી. સતયુગ માટે તો જરુર જોઈએ. કોઈને જરુર આવવું પડે. બાપ કહે છે હું આવું છું ત્યારે, જ્યારે ભક્તિ પૂરી થવાની હોય છે. હવે ભક્તિ પૂરી થઈ, બીજી કોઈ વાત આમાં ઉઠાવી જ ન શકાય. આપણ ને બાપ બેસી ભણાવે છે - આ નશો હોવો જોઈએ. આપણાં આત્માઓનાં નિરાકાર બાપ પરમપિતા પરમાત્મા શિવ ભણાવે છે. શિવ ને તો કોઈ જાણતું જ નથી. હમણાં આપ બાળકો જાણો છો બાબા ફરીથી સ્વર્ગની રાજાઈ સ્થાપન કરી રહ્યાં છે. આપણે એમને મહારાજન શ્રી નારાયણ અને મહારાણી શ્રી લક્ષ્મી કહીએ છીએ. ભક્તિમાર્ગ માં સત્ય નારાયણ ની કથા સંભળાવે છે. અમરકથા અને તિજરી ની કથા. બાપ ત્રીજું નેત્ર પણ આપે છે. નર થી નારાયણ બનવાની કથા સંભળાવાય છે. તે જ વાતો જે પાસ્ટ (ભૂતકાળ) થઈ જાય છે, તે પછી ભક્તિમાર્ગ માં કામ આવે છે. હમણાં આપ બાળકો સમજો છો બાબા આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે, આપણે હકદાર છીએ. ભગવાન તો સ્વર્ગ નાં રચયિતા છે ને. આપણે ભગવાન નાં સંતાન છીએ તો આપણે સ્વર્ગ માં કેમ નથી? કળિયુગ માં કેમ પડ્યાં છીએ? પરમપિતા પરમાત્મા તો નવી દુનિયા રચે છે. જૂની દુનિયા થોડી ભગવાન રચે છે. પહેલાં નવી દુનિયા બનાવે છે. એનાં પછી જૂની ને તોડશે. તમે જાણો છો આપણે સતયુગ માટે રાજ્ય લઇ રહ્યાં છીએ. સતયુગ માં કોણ હશે? આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની હશે બીજા પણ તો રાજાઓ હશે ને. જેની નિશાની છે વિજય માળા. બાળકો જાણે છે હમણાં આપણે વિજય માળા માં પરોવાવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. દુનિયામાં માળા નો અર્થ કોઈ નથી જાણતું કે આ કેમ પૂજાય છે, ઉપર માં ફૂલ કોણ છે? માળા ને ફેરવતાં-ફેરવતાં પછી ફૂલ ને નમસ્તે કરે છે પછી માળા ફેરવશે. માળા બેસી યાદ કરે છે કે ક્યાંય બહાર નાં વિચારો ન આવે. અંદર રામ-રામ ની ધૂન લગાવે છે, જેમ વાજા વાગે છે. ખુબ પ્રેક્ટિસ કરે છે. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. હાં, બહુજ ભક્તિ કરવા વાળા ફક્ત કોઈ વિકર્મ નહીં કરશે. બહુજ ભક્તિ કરવા વાળા માટે સમજશે કે આ સત્યવાદી હશે. મંદિર માં માળા રાખી હશે, માળા ફેરવતા મુખ થી રામ-રામ કહેતાં રહેશે. ઘણાં લોકો સમજે છે ભક્તિ માં પાપ નથી થતું. કહે છે નૌધા ભક્તિ થી મનુષ્ય મુક્ત થઈ જાય છે. પરતું થતું કંઈ પણ નથી. આ એક નાટક છે. આમાં સતોપ્રધાન, સતો, રજો, તમો માં બધાને આવવાનું જ છે. પાછું એક ને પણ નથી જવાનું. જેમ ઉપર માં જગ્યા ખાલી થઈ જાય છે. તેમ અહીં પણ ઘણી જગ્યા ખાલી થઈ જશે. દિલ્લી ની આસપાસ, મીઠી નદીઓ ઉપર રાજધાની હોય છે. સમુદ્ર ની તરફ નથી હોતી. આ બોમ્બે વગેરે હશે નહીં. તે તો પહેલાં માછલીમાર હતું. માછલી ફસાવવા વાળા ત્યાં રહેતાં હતાં. હમણાં તો સમુદ્ર ને કેટલો સુકાવ્યો છે. તો પણ માછલીમાર હશે. સતયુગ માં તો બોમ્બે હોતું નથી. ત્યાં કોઈ પહાડીઓ વગેરે પણ નથી હોતી. ક્યાંય જવાની દરકાર જ નથી હોતી. અહીં મનુષ્ય થાકે છે તો જાય છે આરામ કરવાં. સતયુગ માં થાકવા-કરવાની કોઈ પ્રકાર ની તકલીફ નથી હોતી, તમે સ્વર્ગવાસી બની જાઓ છો. રીંચક (થોડીક) પણ તકલીફ નથી હોતી. તો હવે બાળકોએ બાપ ની શ્રીમત પર ચાલવાનું છે.

બાપ કહે છે - મીઠાં લાડલાં બાળકો, શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે તો કરવાનો છે. સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ભણીને પછી ઘર માં જઈને ભણે છે. ઘર નું કામકાજ પણ કરે છે. આ પણ એવું છે. આ ભણતર માં તો તમને કોઈ તકલીફ નથી. એ ભણતર માં કેટલા વિષય હોય છે. અહીં તો એક ભણતર અને એક જ પોઇન્ટ (વાત) છે - મનમનાભવ, એનાંથી તમારા પાપ નાશ થશે. ભગવાનુવાચ છે ને, તેઓ સમજે છે ગીતા; ભગવાને દ્વાપર માં સંભળાવી. પરંતુ દ્વાપર માં સંભળાવીને શું કરશે? કૃષ્ણ નાં ચિત્ર માં લખાણ બહુજ સારું છે. આ લડાઈ તો એક નિમિત્ત છે. બધા મરશે ત્યારે તો પાછાં મુક્તિ-જીવનમુક્તિ માં જશે. તે પણ ફક્ત લડાઈમાં થોડી જ મરશે! અનેક પ્રકારની કેલામિટિઝ (આપદાઓ) થશે. બાળકોને કોઈ દુ:ખ ન થવું જોઈએ. મનુષ્ય ને હાર્ટ ફેલ થાય છે તો એમાં કોઈ દુઃખ નથી થતું. મોત હોય તો આવું. બેઠાં-બેઠાં હાર્ટ ફેલ થયું ખલાસ. જ્યાં સુધી ડોક્ટર આવે આત્મા નીકળી જાય છે. હવે તો બધાનું મોત થવાનું છે. અંત માં ન હોસ્પિટલ, ન ડોક્ટર રહેશે. ન ક્રિયાકર્મ કરવા વાળા રહેશે. કાંઈ પણ નહીં હશે. બધાનાં પ્રાણ તન થી નીકળશે. મુશળધાર વરસાદ પડશે. મોત માં કોઈ વાર થોડી લાગશે. કોશિશ કરી રહ્યાં છે - એવાં બોમ્બ બનાવીએ જે મનુષ્ય ફટ થી મરી જાય. એવાં-એવાં બોમ્બ બનાવતાં રહે છે. બોમ્બ ની ઇમ્પ્રુવમેન્ટ (સુધારો) કરતાં રહે છે. આ ડ્રામા માં નોંધ છે. ડ્રામા માં પૂર્વ નિર્ધારિત ખેલ છે, કલ્પ-કલ્પ વિનાશ થાય છે. સતયુગ માં તમને આ જ્ઞાન રહેશે નહીં. બાપે જ આવી ને જ્ઞાન આપવાનું છે. સ્થાપના થઈ ગઈ પછી જ્ઞાન ની વાત જ નથી રહેતી. પછી જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે તો ભક્તિ શરું થાય છે. હમણાં ભક્તિ પૂરી થાય છે, હવે તમારે યોગબળ થી પાવન બનવાનું છે. પાવન બનવાથી જ સુખધામ-શાંતિધામ માં જઈ શકાય છે. ચાર્ટ રાખવો પડે. આ તો સમજી ગયાં છો - આપણે બાપ ને યાદ કરી તમોપ્રધાન થી સતોપ્રધાન અહીં બનવાનું છે. એવું કોઈ શાસ્ત્ર વગેરેમાં લખાયેલું નથી. બાળકોએ ગીત સાંભળ્યું - છેવટે તે દિવસ આવ્યો આજે… જ્યારે કે ભારતવાસી ફરી રાજાઓનાં રાજા બને છે. રાજાઓનાં રાજા અથવા મહારાજા બને છે. પછી ત્રેતા માં હોય છે - રાજા-રાણી. પછી જે પૂજ્ય મહારાજા-મહારાણી હતાં, તે જ દ્વાપર માં વામમાર્ગ માં આવીને પૂજારી બની જાય છે. પોતે જ પૂજ્ય પોતે જ પુજારી થઈ જાય છે. બાપ કહે છે હું પુજારી નથી બનતો. દેવતાઓ પૂજય હોય છે, હું નથી બનતો. નથી પૂજારી બનતો. ભારતવાસી દેવી-દેવતાઓનાં જ મંદિર બનાવીને એમનું પૂજન કરે છે. લક્ષ્મી-નારાયણ જે પહેલાં પૂજ્ય હતાં પછી ભક્તિમાર્ગ માં એજ શિવબાબા નાં પૂજારી બને છે. જે શિવબાબાએ મહારાજા-મહારાણી બનાવ્યાં, એમનાં પછી મંદિર બનાવીને પૂજા કરે છે. વિકારી પણ કોઈ તરત થી નથી બનતાં. ધીરે-ધીરે બને છે. નિશાની પણ દેવતાઓની વામમાર્ગ માં દેખાડે છે. જે પૂજ્ય લક્ષ્મી-નારાયણ હતાં તે જ પછી પુજારી બની જાય છે. પહેલાં-પહેલાં શિવ નું મંદિર બનાવે છે. એ સમયે તો હીરાઓને કાપી લિંગ બનાવે છે, પૂજા માટે. આ કોઈને પણ ખબર નથી કે પરમાત્મા નાનું બિંદુ છે. આ તમે હમણાં સમજો છો કે મોટું લિંગ નથી. મંદિર તો ખુબજ બનાવશે. રાજા ને જોઈ પ્રજા પણ એવું કરશે. પહેલાં-પહેલાં શિવબાબા ની પૂજા થાય છે. એને કહેવાય છે અવ્યભિચારી સતોપ્રધાન પૂજા પછી સતો-રજો-તમો માં આવે છે. તમે રજો-તમો માં આવ્યાં છો તો નામ જ હિન્દુ રાખી દીધું છે. અસલ હતાં દેવી-દેવતાઓ. બાપ કહે તમે અસલ દેવી-દેવતા ધર્મ નાં છો. પરંતુ તમે ખુબ જ પતિત બની ગયાં છો, એટલે પોતાને દેવતા કહી નથી શકતાં કારણ કે અપવિત્ર છો. હિન્દુ નામ તો બહુ મોડે થી રાખે છે.

હમણાં તમે સમજો છો આપણે તો પૂજ્ય હતાં, હમણાં સંગમયુગ પર ન પૂજય છે, ન પુજારી છે. તમે શું કરો છો? શ્રીમત પર પૂજ્ય બની રહ્યાં છો, બીજાને પણ બનાવી રહ્યાં છો. તમે છો બ્રાહ્મણ, તમારો આત્મા પવિત્ર થતો જાય છે. પૂરાં પવિત્ર થશો તો આ જૂનું શરીર છોડવું પડશે. બાપ કહે છે બિલકુલ સહજ છે. વૃદ્ધ માતાઓને ધારણા નથી થતી. બાપ કહે છે - આ તો સમજો છો આપણે આત્મા છીએ. આત્મા માં જ સારા-ખરાબ સંસ્કાર હોય છે. આત્માએ જે કર્મ કર્યા એ બીજા જન્મ માં ભોગવવાનાં હોય છે. બાપ પણ આત્માઓ સાથે વાત કરે છે. બાપ કહે છે - હે બાળકો, આત્મ-અભિમાની બનો. નિરાકાર શિવબાબા નિરાકારી આત્માઓને ભણાવે છે. નિરાકાર બાબા માં જ્ઞાન નાં સંસ્કાર છે. શરીર તો એમને છે નહીં. તે તો જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે. એમનામાં બધા ગુણ છે. બાપ કહે છે હું આવીને આપ બાળકોને પાવન બનાવું છું. યુક્તિ કેટલી સહજ છે. શબ્દ જ એક છે મનમનાભવ, મામેકમ્ યાદ કરો. યાદ થી જ તમારા વિકર્મ વિનાશ થશે. આ પણ જાણો છો - હમણાં આપણે બ્રાહ્મણ છીએ. પછી સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્ય, શૂદ્ર વંશી બનીશું. આપણે જ આ ૮૪ નાં ચક્ર માં આવીશું. ઉપર થી નીચે ઉતરશું પછી બાબા આવશે. બરોબર આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. સૃષ્ટિ આ જૂની થાય છે તો પછી બાબા આવે છે નવી બનાવવાં. આ તો બુદ્ધિમાં બેસે છે ને. આ ચક્ર બુદ્ધિ માં ફરવું જોઈએ. હમણાં તમે સ્વદર્શન ચક્રધારી બનો છો, જેનાથી પછી જઈને ચક્રવર્તી રાજા બનશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર પૂજ્ય બનવાનું છે. આત્મા માં જે ખરાબ સંસ્કાર આવી ગયાં છે એને જ્ઞાન-યોગ થી સમાપ્ત કરવાનાં છે. સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે.

2. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતાં પણ ભણતર ભણવાનું અને ભણાવવાનું છે. યોગબળ થી પાવન બની રાજાઈ પદ લેવાનું છે.

વરદાન :-
પોતાની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા માયા ને સ્વયં ની આગળ ઝુકાવવા વાળા હાઈએસ્ટ પદ નાં અધિકારી ભવ

જેવી રીતે મહાન આત્માઓ ક્યારેય કોઈની આગળ ઝુકતા નથી, એમની આગળ બધા ઝૂકે છે. એવી રીતે આપ બાપ નાં શોધેલાં સર્વશ્રેષ્ઠ આત્માઓ ક્યાંય પણ, કોઈ પણ પરિસ્થિતિ માં કે માયા નાં ભિન્ન-ભિન્ન આકર્ષણ કરવા વાળા રુપો માં પોતાને ઝૂકાવી નથી શકતાં. જ્યારે હમણાં થી સદા ઝુકાવવાની સ્થિતિ માં સ્થિત રહેશો ત્યારે હાઈએસ્ટ પદ નો અધિકાર પ્રાપ્ત થશે. એવાં આત્માઓની આગળ સતયુગ માં પ્રજા સ્વમાન થી ઝુકશે અને દ્વાપર માં તમારા લોકો નાં યાદગાર ની આગળ ભક્ત ઝુકતા રહેશે.

સ્લોગન :-
કર્મ નાં સમયે યોગ નું બેલેન્સ ઠીક હોય ત્યારે કહેવાશે કર્મયોગી.

આ અવ્યક્ત ઈશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

ઘણા બાળકો કહે છે કે જ્યારે યોગ માં બેસીએ છીએ તો આત્મ-અભિમાની થવાના બદલે સેવા યાદ આવે છે. પરંતુ એવું ન હોવું જોઈએ કારણકે લાસ્ટ સમયે જો અશરીરી બનવાનાં બદલે સેવા નો પણ સંકલ્પ ચાલ્યો તો સેકન્ડ નાં પેપર માં ફેલ થઈ જશો. એ સમયે સિવાય બાપ નાં, નિરાકારી, નિર્વિકારી, નિરંકારી - બીજું કંઈ યાદ ન હોય. સેવા માં છતાં પણ સાકાર માં આવી જશો એટલે જે સમયે જે ઈચ્છો તે સ્થિતિ થઈ નહીં તો દગો મળી જશે.