28-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - મોસ્ટ બિલોવેડ ( સૌથી પ્રિય ) શિવબાબા આવ્યાં છે આપ બાળકો ને વિશ્વ નાં માલિક બનાવવા , તમે એમની શ્રીમત પર ચાલો”

પ્રશ્ન :-
મનુષ્ય પરમાત્મા માટે કઈ બે વાતો એક-બીજા થી ભિન્ન બોલે છે?

ઉત્તર :-
એક બાજુ કહે છે - પરમાત્મા અખંડ જ્યોતિ છે અને બીજી બાજુ કહે એ તો નામ-રુપ થી ન્યારા છે. આ બંને વાતો એક-બીજા થી ભિન્ન થઈ જાય છે. યથાર્થ રુપ થી ન જાણવાના કારણે જ પતિત બનતા જાય છે. બાપ જ્યારે આવે છે તો પોતાનો સાચ્ચો પરિચય આપે છે.

ગીત :-
મરના તેરી ગલી મેં…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. જ્યારે કોઈ મરે છે તો બાપ ની પાસે જન્મ લેશે. કહેવામાં આ જ આવે છે કે બાપ ની પાસે જન્મ લીધો, મા નું નામ નહીં લેશે. શુભેચ્છાઓ બાપ ને અપાય છે. હવે આપ બાળકો જાણો છો આપણે આત્માઓ છીએ, તે થઈ ગઈ શરીર ની વાત. એક શરીર છોડી પછી બીજા બાપ ની પાસે જાય છે. તમે ૮૪ જન્મો માં ૮૪ સાકારી બાપ કર્યા છે. હકીકત માં અસલ માં છો નિરાકાર બાપ નાં બાળકો. તમે આત્મા પરમપિતા પરમાત્મા નાં બાળકો છો. રહેવા વાળા પણ ત્યાનાં છો જેને નિર્વાણધામ કે શાંતિધામ કહે છે. અસલ તમે ત્યાનાં રહેવા વાળા છો. બાપ પણ ત્યાં રહે છે. અહીંયા આવીને તમે લૌકિક બાપ નાં બાળકો બનો છો તો પછી એ બાપ ને ભૂલી જાઓ છો. સતયુગ માં પણ તમે સુખી બની જાઓ છો તો એ પારલૌકિક બાપ ને ભૂલી જાઓ છો. સુખ માં એ બાપ નું કોઈ સિમરણ નથી કરતાં. દુઃખ માં યાદ કરે છે. અને યાદ પણ આત્મા કરે છે. જ્યારે લૌકિક બાપ ને યાદ કરે છે તો બુદ્ધિ શરીર તરફ રહે છે. આ બાબા એમને યાદ કરશે તો કહેશે ઓ બાબા. છે બંને બાબા. સાચ્ચો શબ્દ બાબા જ છે. આ પણ ફાધર, એ પણ ફાધર. આત્મા એ રુહાની બાપ ને યાદ કરે છે તો બુદ્ધિ ત્યાં જાય છે. આ બાપ બાળકોને સમજાવે છે. હમણાં તમે આ જાણો છો બાબા આવ્યાં છે, આપણને પોતાનાં બનાવ્યાં છે. બાપ કહે છે પહેલાં-પહેલાં મેં તમને સ્વર્ગ માં મોકલ્યાં. તમે ખૂબ-ખૂબ સાહૂકાર હતાંં પછી ૮૪ જન્મ લઈ ડ્રામા પ્લાન અનુસાર હમણાં તમે દુઃખી થયા છો. હવે ડ્રામા અનુસાર જૂની દુનિયા ખતમ થવાની છે. તમારો આત્મા અને શરીરરુપી વસ્ત્ર સતોપ્રધાન હતાંં પછી ગોલ્ડન એજ (સતયુગ) થી સિલ્વર એજ (ત્રેતાયુગ) માં આત્મા આવ્યો તો શરીર પણ સિલ્વર એજ માં આવ્યું પછી કોપર એજ (દ્વાપરયુગ) માં આવ્યું. હમણાં તો તમારો આત્મા બિલ્કુલ જ પતિત બની ગયો છે તો શરીર પણ પતિત છે. જેમ ૧૪ કેરેટ નું સોનું કોઈ પસંદ નથી કરતાં. કાળું પડી જાય છે. તમે પણ હમણાં કાળા આયરન એજડ બની ગયા છો. હવે આત્મા અને શરીર જે એવાં કાળા બની ગયા છે તો પછી પ્યોર (પવિત્ર) કેવી રીતે બનશે? આત્મા પવિત્ર બને તો શરીર પણ પવિત્ર મળે. તે કેવી રીતે થશે? શું ગંગા સ્નાન કરવાથી? ના. પોકારે જ છે - હે પતિત-પાવન… આ આત્મા કહે છે. બુદ્ધિ પારલૌકિક બાપ તરફ ચાલી જાય છે - હે બાબા. જુઓ, બાબા શબ્દ જ કેટલો મીઠો છે. ભારત માં જ બાબા-બાબા કહે છે. હમણાં તમે આત્મ-અભિમાની બની બાબા નાં બન્યાં છો. બાબા કહે છે મેં તમને સ્વર્ગ માં મોકલ્યાં હતાંં. નવું શરીર ધારણ કર્યુ હતું. હવે તમે શું બની ગયા છો. આ વાતો હંમેશા અંદર રહેવી જોઈએ. બાબા ને જ યાદ કરવા જોઈએ. યાદ પણ કરે છે ને - હે બાબા, અમે આત્માઓ પતિત બની ગયા છીએ. હવે આપ આવીને પાવન બનાવો. ડ્રામા માં પણ આ પાર્ટ છે ત્યારે તો બોલાવે છે. ડ્રામા પ્લાન અનુસાર આવશે પણ ત્યારે જ્યારે જૂની દુનિયા થી નવી બનવાની છે તો જરુર સંગમ પર જ આવશે.

આપ બાળકોને નિશ્ચય છે બિલોવેડ મોસ્ટ (સૌથી પ્રિય) બાબા છે. કહે પણ છે સ્વીટ, સ્વીટર, સ્વીટેસ્ટ. હવે સ્વીટ કોણ છે? લૌકિક સંબંધ માં પણ પહેલાં છે ફાધર (પિતા), જે જન્મ આપે છે. પછી શિક્ષક. એ સારા હોય છે. એમની પાસે થી ભણીને પદ મેળવો છો. નોલેજ ઈઝ સોર્સ ઓફ ઇન્કમ (જ્ઞાન આવકનું સાધન) કહેવાય છે. જ્ઞાન છે નોલેજ. યોગ છે યાદ. તો બેહદ નાં બાપ જેમણે તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાંં, એમને તમે હવે ભૂલી ગયા છો. શિવબાબા કેવી રીતે આવ્યાં કોઈને ખબર નથી. ચિત્રો માં પણ ક્લિયર (સ્પષ્ટ) દેખાડ્યું છે. બ્રહ્મા દ્વારા સ્થાપના શિવબાબા કરાવે છે. શ્રીકૃષ્ણ કેવી રીતે રાજયોગ શીખવાડશે? રાજયોગ શીખવાડે જ છે સતયુગ માટે. તો જરુર સંગમ પર બાપે જ શીખવાડ્યો હશે. સતયુગ ની સ્થાપના કરવાવાળા છે બાબા. શિવબાબા આમનાં દ્વારા કરાવે છે, કરનકરાવનહાર છે ને. તે લોકો ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. ઊંચા માં ઊંચા શિવ છે ને? આ સાકાર છે, એ નિરાકાર છે. સૃષ્ટિ પણ અહીં જ છે. આ સૃષ્ટિ નું જ ચક્ર છે જે ફરતું રહે છે, રિપીટ (પુનરાવર્તન) થતું રહે છે. સૂક્ષ્મવતન ની સૃષ્ટિ નું ચક્ર નથી ગવાતું. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી મનુષ્યો ની રિપીટ થાય છે. સૂક્ષ્મવતન માં કોઈ ચક્ર વગેરે નથી હોતું. ગાયન પણ છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ. તે અહીંયા ની વાત છે. સતયુગ-ત્રેતા… વચ્ચે જરુર સંગમયુગ જોઈએ. નહીં તો કળિયુગ ને સતયુગ કોણ બનાવે? નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવવા બાપ સંગમ પર આવે છે. આ તો હાઈએસ્ટ ઓથોરિટી ગોડફાધરલી ગવર્મેન્ટ છે. સાથે ધર્મરાજ પણ છે. આત્મા કહે છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં. કોઈ પણ દેવતા નાં મંદિર માં જશે તો તેમની આગળ એવું કહેશે. કહેવું જોઈએ બાપ ને. એમને છોડી બ્રધર્સ (દેવતાઓ) ને આવીને કહે છે. આ દેવતાઓ બ્રધર્સ થયાં ને? બ્રધર્સ પાસે થી તો કાંઈ પણ મળવાનું નથી. ભાઈઓ ની પૂજા કરતાં-કરતાં નીચે ઉતરતા આવ્યાં છે. હવે આપ બાળકો જાણો છો બાબા આવ્યાં છે, એમની પાસે થી આપણને વારસો મળે છે. બાપ ને જ નથી જાણતા, સર્વવ્યાપી કહી દે છે. કોઈ પછી કહે છે અખંડ જ્યોતિ તત્વ છે. કોઈ કહે છે એ નામ-રુપ થી ન્યારા છે. જ્યારે અખંડ જ્યોતિ સ્વરુપ છે તો પછી નામ-રુપ થી ન્યારા કેવી રીતે કહો છો. બાપ ને ન જાણવાનાં કારણે જ પતિત બની ગયાં છે. તમોપ્રધાન પણ બનવાનું જ છે. પછી જ્યારે બાપ આવે છે ત્યારે આવીને બધાને સતોપ્રધાન બનાવે છે. આત્માઓ નિરાકારી દુનિયા માં બધા બાપ ની સાથે રહે છે પછી અહીંયા સતો-રજો-તમો માં આવીને પાર્ટ ભજવે છે. આત્મા જ બાપ ને યાદ કરે છે. બાપ આવે પણ છે, કહે પણ છે બ્રહ્મા તન નો આધાર લઉં છું. આ છે ભાગ્યશાળી રથ. આત્મા વગર રથ થોડી હોય છે? હવે આપ બાળકો ને સમજાવ્યું છે, આ છે જ્ઞાન ની વર્ષા. નોલેજ છે, આનાથી શું થાય છે? પતિત દુનિયા થી પાવન દુનિયા બને છે. ગંગા-જમુના તો સતયુગ માં પણ હોય છે. કહે છે શ્રીકૃષ્ણ જમુના નાં કાંઠા પર ખેલપાલ કરે છે. એવી કોઈ વાતો નથી. એ તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) છે. ખૂબ સારી રીતે એમને સંભાળાય છે કારણકે ફૂલ છે ને? ફૂલ કેટલાં સરસ સુંદર હોય છે. ફૂલ થી બધા આવીને સુગંધ લે છે. કાંટા ની થોડી સુગંધ લેશે? હમણાં તો આ છે કાંટાઓ ની દુનિયા. કાંટા નાં જંગલ ને બાપ આવીને ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલો નો બગીચો) બનાવે છે એટલે તેમનું નામ બબુલનાથ પણ રાખી દીધું છે. કાંટા ને ફૂલ બનાવે છે એટલે મહિમા ગાય છે - કાંટા ને ફૂલ બનાવવા વાળા બાબા. હવે આપ બાળકો નો બાપ ની સાથે કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ? તે લૌકિક બાપ તો તમને ગટર માં નાખે છે. આ બાપ ૨૧ જન્મો માટે તમને ગટર માંથી કાઢી પાવન બનાવે છે. તે તમને પતિત બનાવે છે ત્યારે તો લૌકિક બાપ હોવા છતાં પણ પારલૌકિક બાપ ને આત્મા યાદ કરે છે.

હમણાં તમે જાણો છો અડધોકલ્પ બાપ ને યાદ કર્યા છે. બાપ આવે પણ જરુર છે. શિવજયંતી મનાવે છે ને? તમે જાણો છો આપણે બેહદ નાં બાપ નાં બન્યાં છીએ. હવે આપણો સંબંધ એમની સાથે પણ છે તો લૌકિક સાથે પણ છે. પારલૌકિક બાપ ને યાદ કરવાથી તમે પાવન બનશો. આત્મા જાણે છે તે અમારા લૌકિક અને આ પારલૌકિક બાપ છે. ભક્તિમાર્ગ માં પણ આ આત્મા જાણે છે. ત્યારે તો કહે છે - હે ભગવાન, ઓ ગોડ ફાધર. અવિનાશી ફાધર ને યાદ કરે છે. એ બાપ આવીને હેવન (સ્વર્ગ) સ્થાપન કરે છે. આ કોઈને ખબર નથી. શાસ્ત્રો માં તો યુગો ની આયુ પણ ખૂબ લાંબી લખી દીધી છે. આ કોઈનાં વિચાર માં નથી આવતું કે બાપ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં. તો જરુર સંગમ પર આવશે. કલ્પ ની આયુ લાખો વર્ષ લખી મનુષ્યો ને બિલ્કુલ ઘોર અંધકાર માં નાખી દીધાં છે. ધક્કા ખાતા રહે છે, બાપ ને મેળવવા માટે. કહે છે જે ખૂબ ભક્તિ કરે છે તો ભગવાન મળે છે. સૌથી વધારે ભક્તિ કરવા વાળા ને જરુર પહેલાં મળવા જોઈએ. બાપે હિસાબ પણ બતાવ્યો છે, સૌથી પહેલાં ભક્તિ તમે કરો છો. તો તમને જ પહેલાં-પહેલાં ભગવાન દ્વારા જ્ઞાન મળવું જોઈએ જે પછી તમે જ નવી દુનિયા માં રાજ્ય કરો. બેહદ નાં બાપ આપ બાળકો ને જ્ઞાન આપી રહ્યાંં છે, આમાં તકલીફ ની કોઈ વાત નથી. બાપ કહે છે તમે અડધોકલ્પ યાદ કર્યા છે. સુખ માં તો કોઈ યાદ કરતા જ નથી. અંત માં જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે હું આવીને સુખી બનાવું છું. હવે તમે ખૂબ મોટા વ્યક્તિ બનો છો. જુઓ, ચીફ મિનિસ્ટર, પ્રાઈમ મિનિસ્ટર વગેરે નાં બંગલા કેટલાં ફર્સ્ટ ક્લાસ હોય છે! ત્યાં પછી ગાયો વગેરે બધું ફર્નિચર એવું ફર્સ્ટક્લાસ હશે. તમે તો કેટલાં મોટા વ્યક્તિ (દેવતા) બનો છો. દૈવીગુણો વાળા દેવતા સ્વર્ગ નાં માલિક બનો છો. ત્યાં તમારી માટે મહેલ પણ હીરા-ઝવેરાતો નાં હોય છે. ત્યાં તમારું ફર્નિચર સોના જડિત ફર્સ્ટક્લાસ હશે. અહીંયા તો ઝૂલા (હીંચકા) વગેરે બધા બેગરી છે. ત્યાં તો ફર્સ્ટક્લાસ હીરા-ઝવેરાત ની બધી વસ્તુઓ હશે. આ છે રુદ્ર જ્ઞાન-યજ્ઞ. શિવ ને રુદ્ર પણ કહેવાય છે. જ્યારે ભક્તિ પૂરી થાય છે તો પછી ભગવાન રુદ્ર યજ્ઞ રચે છે. સતયુગ માં યજ્ઞ અથવા ભક્તિ ની વાત જ નથી. આ સમયે જ બાપ આ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ રચે છે, જેનું પછી પાછળ થી ગાયન થાય છે. ભક્તિ સદૈવ તો નહીં ચાલતી રહેશે. ભક્તિ અને જ્ઞાન. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. બાપ આવીને દિવસ બનાવે છે તો બાળકો નો બાપ ની સાથે કેટલો પ્રેમ હોવો જોઈએ. બાબા આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. મોસ્ટ બિલોવેડ બાબા છે. એમનાં કરતાં વધારે પ્રિય વસ્તુ કોઈ હોય ન શકે. અડધાકલ્પ થી યાદ કરતા આવ્યાં છો. બાબા આવીને અમારા દુઃખ હરો. હવે બાપ આવ્યાં છે. સમજાવે છે, તમારે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં તો રહેવાનું જ છે. અહીં બાબા પાસે ક્યાં સુધી બેસશો? બાપ ની સાથે તો પરમધામ માં જ રહી શકાય. અહીંયા આટલાં બધા બાળકો તો ન રહી શકે. શિક્ષક સવાલ કેવી રીતે પૂછશે? લાઉડ સ્પીકર પર રેસ્પોન્ડ (જવાબ) કેવી રીતે આપી શકે એટલે થોડા-થોડા વિદ્યાર્થી ને ભણાવે છે. કોલેજ તો ઘણી હોય છે પછી બધાની પરીક્ષા હોય છે. લિસ્ટ નીકળે છે. અહીં તો એક જ બાપ ભણાવે છે. આ પણ સમજાવવું જોઈએ દુઃખ માં સિમરણ બધા એ પારલૌકિક બાપ નું કરે છે. હમણાં આ બાપ આવેલા છે. મહાભારે મહાભારત લડાઈ પણ સામે છે. તેઓ સમજે છે મહાભારત લડાઈ માં શ્રીકૃષ્ણ આવ્યાં. આ તો બની ન શકે. બિચારા મૂંઝાયેલા છે ને? છતાં પણ કૃષ્ણ-કૃષ્ણ યાદ કરતા રહે છે. હવે મોસ્ટ બિલોવેડ શિવ પણ છે તો શ્રીકૃષ્ણ પણ છે. પરંતુ એ છે નિરાકાર, તે છે સાકાર. નિરાકાર બાપ સર્વ આત્માઓ નાં બાપ છે. છે બંને મોસ્ટ બિલોવેડ. શ્રીકૃષ્ણ પણ વિશ્વ નાં માલિક છે ને? હવે તમે જ્જ (નિર્ણય) કરી શકો છો - વધારે પ્રિય કોણ? શિવબાબા જ તો એવાં લાયક બનાવે છે ને? શ્રીકૃષ્ણ શું કરે છે? બાપ જ તો તેમને એવાં બનાવે છે, તો ગાયન પણ વધારે એ બાપ નું હોવું જોઈએ. શંકર નો ડાન્સ (નૃત્ય) દેખાડે છે. હકીકત માં ડાન્સ વગેરે ની વાત જ નથી. બાપે સમજાવ્યું છે તમે બધા પાર્વતીઓ છો. આ શિવ અમરનાથ તમને કથા સંભળાવી રહ્યાંં છે. તે છે વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). વિકાર ની વાત નથી. બાપ વિકારી દુનિયા થોડી રચશે? વિકાર માં જ દુઃખ છે. મનુષ્ય હઠયોગ વગેરે ખૂબ શીખે છે. ગુફાઓ માં જઈને બેસે છે, આગ પર પણ ચાલે છે. રિદ્ધિ-સિદ્ધિ પણ ખૂબ છે. જાદુગરી થી ઘણી વસ્તુઓ કાઢે છે. ભગવાન ને પણ જાદુગર, રત્નાગર, સોદાગર કહે છે તો જરુર ચૈતન્ય છે ને? કહે પણ છે હું આવું છું, જાદુગર છે ને? મનુષ્ય ને દેવતા, બેગર થી પ્રિન્સ બનાવે છે. આવું જાદુ ક્યારેય જોયું? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ફૂલો નાં બગીચા માં જવાનું છે એટલે સુગંધિત ફૂલ બનવાનું છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. એક પારલૌકિક બાપ સાથે સર્વ સંબંધ જોડવાના છે.

2. શિવબાબા પ્રિય માં પ્રિય છે એ એક ને જ પ્રેમ કરવાનો છે. સુખદાતા બાપ ને યાદ કરવાના છે.

વરદાન :-
કોઈ ની કમી , કમજોરી ને ન જોતા પોતાનાં ગુણ તથા શક્તિઓ નો સહયોગ આપવા વાળા માસ્ટર દાતા ભવ

માસ્ટર દાતા તે છે જે સદા એ જ રુહાની ભાવના માં રહે કે સર્વ રુહો અમારી જેમ વારસા નાં અધિકારી બની જાય. કોઈની પણ કમી કમજોરી ને ન જોતા, તેઓ પોતે ધારણ કરેલા ગુણો નો, શક્તિઓ નો સહયોગ આપે છે. આ આવાં છે જ - એ ભાવના નાં બદલે હું એમને પણ બાપ સમાન બનાવું, આ શુભ ભાવના હોય. સાથે-સાથે આ જ શ્રેષ્ઠ કામના હોય કે આ સર્વ આત્માઓ કંગાળ, દુઃખી, અશાંત થી સદા શાંત, સુખ-રુપ માલામાલ બની જાય - ત્યારે કહેવાશે માસ્ટર દાતા.

સ્લોગન :-
મન્સા-વાચા-કર્મણા સેવા કરવા વાળા જ નિરંતર સેવાધારી છે એમનાં દરેક શ્વાસ માં સેવા સમાયેલી છે.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્તિ મહિના માં બંધન મુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

પહેલાં પોતાનાં દેહ થી, દેહ નાં સંબંધ થી અને જૂની દુનિયા ની સ્મૃતિ થી મુક્ત બનો. જ્યારે આ મુક્તિ ની અવસ્થા નો અનુભવ કરશો ત્યારે મુક્ત થયા પછી જીવનમુક્તિ નો અનુભવ સ્વત: થશે. તો ચેક કરો કે જીવન માં રહેતાં દેહ, દેહ નાં સંબંધ અને જૂની દુનિયા નાં આકર્ષણ થી ક્યાં સુધી મુક્ત બન્યાં છો?