28-05-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે બાપ ની પાસે આવ્યાં છો પોતાની ઉંચ તકદીર બનાવવાં , જેટલું શ્રીમત પર ચાલશો એટલી ઉંચ તકદીર બનશે”

પ્રશ્ન :-
ભક્તિની કઈ આદત હવે આપ બાળકોમાં ન હોવી જોઈએ?

ઉત્તર :-
ભક્તિ માં થોડું દુઃખ થશે, બીમારી થશે તો કહેશે હે રામ, હે ભગવાન, હાય-હાય કરવાની આદત ભક્તિ માં હોય. હવે તમારે ક્યારેય પણ મુખ થી એવાં બોલ નથી કાઢવાનાં. તમારે તો અંદર જ અંદર મીઠાં બાબા ને પ્રેમ થી યાદ કરવાનાં છે.

ગીત :-
તકદીર જગાકર આઈ હું…

ઓમ શાંતિ!
દરેક મનુષ્ય પુરુષાર્થ કરે છે - સુખ અને શાંતિ ની તકદીર બનાવવાં. સાધૂ-સંત, સંન્યાસી વગેરે કહે છે, અમને શાંતિ જોઈએ. દુઃખ હરો, સુખ આપો. સમજે છે - ભગવાન જ મનુષ્ય-માત્ર નાં દુઃખહર્તા, સુખકર્તા છે. હવે ભગવાન ને મનુષ્ય જાણતા તો નથી. તમે તો કહો છો શિવબાબા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને બાબા નહીં કહેશે. તે તો દેવતા છે. ભગવાન ને જ બાબા કહેશે, એ છે નિરાકાર, જેમની પૂજા કરે છે. જાણે છે શિવબાબા બધાનાં છે. પરંતુ આ વિચાર નથી આવતો કે આપણે બાબા કેમ કહીએ છીએ! બાબા તો એક લૌકિક પણ છે - આ પછી કયાં બાપ છે! આ આત્મા કહે છે એ નિરાકાર બાપ છે. એ પણ નિરાકાર છે, આપણે આત્મા પણ નિરાકાર છીએ. સાકાર બાબા હોવા છતાં પણ આત્મા એ બાપ ને ભૂલતી નથી. ગોડફાધર છે, આપણે એમનાં બાળકો છીએ. અહીં કહે છે પરમપિતા. અંગ્રેજી માં કહે છે - ગોડફાધર, સુપ્રીમ સોલ, સૌથી ઊંચા. લૌકિક બાપ તો શરીર નાં રચયિતા છે અને આ છે પારલૌકિક બાપ. બાપ જ બેસી બાળકો ને સમજાવે છે. બાપ ને યાદ કરે છે કારણકે બાપ પાસેથી વારસો મળે છે. તમે બાપ ની પાસે આવ્યાં જ છો વારસો લેવાં. દુઃખહર્તા-સુખકર્તા બાપ જ આવીને સુખ નો રસ્તો બતાવે છે. પછી ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી રહેતું. અહીં તો ખૂબ દુઃખ છે ને, બધાં પોકારે છે. હજું તો દુનિયામાં ખૂબ દુઃખ આવવાનાં છે. કોઈ મરે છે તો કેટલાં દુઃખી થાય છે. ‘હાય ભગવાન’ કહી રડે છે. એ જ કલ્યાણકારી બાપ છે. ગાય છે તો જરુર દુઃખ હર્યું છે, સુખ આપ્યું છે ને. બાપ આવી ને સમજાવે છે - બાળકો, તમે કલ્પ-કલ્પ જ્યારે ખૂબ દુઃખી, પતિત થઈ જાઓ છો ત્યારે પોકારો છો, હે બાબા આવો. હું કલ્પ-કલ્પ આવું જ છું, સંગમ પર. પાવન દુનિયાનાં આદિ અને પતિત દુનિયા નાં અંત ને સંગમ કહેવાય છે. આ એક જ સંગમયુગ ગવાયેલ છે. બાપ આવે છે બધાની જ્યોતિ જગાડવાં, દુઃખ હરીને સુખ આપવાં. તમે જાણો છો અમે પારલૌકિક બાપ ની પાસે આવ્યાં છીએ, જે બાબા આમનામાં પ્રવેશ કરી આવ્યાં છે. પોતે કહે છે હું આમાં પ્રવેશ કરી આનું નામ બ્રહ્મા રાખું છું. તમે બધાં છો બ્રહ્માકુમાર અને કુમારી. તમને આ નિશ્ચય છે કે અમે બ્રહ્મા ની સંતાન બન્યા છીએ - બાપ પાસેથી સુખ નો વારસો લેવાં. આપ બાળકોને જ સુખ હતું, જ્યારે કે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હવે છે કળિયુગ, દુઃખધામ. તેનાં પછી ફરી સતયુગ આવશે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે ને. સતયુગ માં પછી આ લક્ષ્મી-નારાયણ નું જ રાજ્ય જોઈએ. આ ચક્ર ફરતું જ રહે છે. બાબાએ સમજાવ્યું છે તમે નર્કવાસી બન્યાં છો હવે ફરી સ્વર્ગવાસી બનવાનું છે. આપ દેવી-દેવતાઓનું ખૂબ નાનું ઝાડ હતું. હવે તમને સ્મૃતિ આવી છે, આપણે જ ૮૪ જન્મ લીધાં છે. આપણે આખાં વિશ્વનાં માલિક હતાં, પછી પુનર્જન્મ લેતાં આવ્યાં છીએ. હવે તમારો ૮૪ જન્મો નાં અંત નો પણ અંત છે. દુનિયા નવી થી જૂની જરુર થશે. નવી દુનિયા પાવન હતી, હવે જૂની પતિત દુનિયા છે. કેટલાં દુઃખી કંગાળ છે. ભારત ખૂબ સાહૂકાર હતું. પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, સંપૂર્ણ નિર્વિકારી હતાં, સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ હતાં. આ વાતો શાસ્ત્રો માં નથી. શાસ્ત્ર છે ભક્તિમાર્ગ માટે. ભક્તિ નાં જ રીત-રિવાજ તેમાં છે. બાપ થી મળવાનો રસ્તો શાસ્ત્રો થી નથી મળી શકતો. સમજે પણ છે - ભગવાને અહીં આવવાનું છે પછી ત્યાં પહોંચવાની તો વાત જ નથી. યજ્ઞ, તપ વગેરે કરવાં - તે કોઈ રસ્તો નથી. ભગવાન ને પોકારે જ છે આવો, આવીને રસ્તો બતાવો. અમારો આત્મા તમોપ્રધાન બની ગયો છે, જેનાં કારણે ઉડી નથી શકતો અર્થાત્ બાપ ની પાસે જઈ નથી શકતો. આમ તો આત્મા એક શરીર છોડી બીજું લે છે. ક્યાંય નો ક્યાંય ચાલ્યો જાય છે. અમેરિકા પણ જઈ શકે છે. કોઈનો કોઈની સાથે સંબંધ હશે તો આત્મા ઝટ ત્યાં ઉડશે, એક સેકન્ડ માં. બાકી ઉડીને પોતાનાં ઘરે પાછો જાય, એ ન થઈ શકે. પતિત ત્યાં જઈ નથી શકતાં, એટલે પોકારે છે, હેં પતિત-પાવન આવો. બાપ જ્યારે આવે છે તો આવી ને સમજાવે છે - હું આવું જ ત્યારે છું, જ્યારે આખી દુનિયા પતિત છે. પતિત દુનિયામાં એક પણ પાવન નથી. સમજે છે ગંગા પતિત-પાવની છે એટલે જાય છે સ્નાન કરવાં. પરંતુ પાણી થી તો કોઈ પાવન થઈ નથી શકતું. જૂની દુનિયા છે જ પતિત, નવી દુનિયા છે પાવન. હવે તમે બેહદ નાં બાપ પાસેથી વારસો લેવા આવ્યાં છો. તમારે પુણ્ય આત્મા બનવાનું છે. તમારો આત્મા સતોપ્રધાન હતો તે હવે તમોપ્રધાન છે. ફરી સતોપ્રધાન કોઈ ગંગાસ્નાન થી નહીં બનશે. પતિતો ને પાવન બનાવવાં - આ તો બાપ નું જ કામ છે. બાકી તે પાણી ની નદી તો બધી જગ્યાએ છે. વાદળો થી પાણી વરસે છે, બધાને મળે છે. જો પાણી ની નદી પાવન બનાવે, પછી તો બધાને પાવન કરી દે. પાવન બનવાની યુક્તિ બાપ જ આવીને બતાવે છે આમનાં દ્વારા. આમનો પોતાનો આત્મા છે. બાપ કહે છે - મને પોતાનું શરીર નથી. કલ્પ-કલ્પ આમનામાં જ આવું છું, તમને સમજાવવાં. તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. કલ્પ ની આયુ લાખો વર્ષ કહી દે છે.

બાપ કહે છે - આ ૮૪ જન્મોનું ચક્ર છે. ૫ હજાર વર્ષ માં ૮૪ લાખ જન્મ કોઈ લઈ ન શકે. તો બાપ સમજાવે છે - સ્વર્ગ માં તમે સોળે કળા સંપૂર્ણ હતાં પછી બે કળા ઓછી થઈ પછી ધીરે-ધીરે કળા ઓછી થતી જાય છે. નવી દુનિયા તે ફરી જૂની થાય છે. દ્વાપર કળિયુગ ને પતિત દુનિયા કહેવાય છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. મને જ જ્ઞાન નાં સાગર કહે છે. હું કોઈ શાસ્ત્ર વાંચું છું શું? હું આ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. ભક્તિમાર્ગ વાળા ને આ જ્ઞાન હોઈ ન શકે. તે બધું છે ભક્તિ નું જ્ઞાન. ગાય પણ છે, અમે પાપી, નીંચ છીએ. અમારા માં કોઈ ગુણ નથી. આપેહી તરસ પરોઈ… આમની ઉપર તરસ કરાય છે ત્યારે મનુષ્ય થી દેવતા બને છે, આમની કહેવાય છે ઉંચે થી ઉંચી તકદીર. સ્કૂલ માં તકદીર બનાવવા જાય છે. કોઇ જ્જ, કોઈ એન્જિનિયર બને છે. તે છે વિકારી તકદીર, આ તમારી બને છે ઈશ્વર દ્વારા તકદીર, એટલે બોલાવે છે દુઃખહર્તા-સુખકર્તા, દેવતા બનાવવા માટે સિવાય બાપ, કોઈ ભણાવી ન શકે. બાપ આત્માઓ થી બેસી વાત કરી રહ્યાં છે. આત્મા કહે છે - આ મારું શરીર છે. શરીર તો નહીં કહેશે, મારો આત્મા. શરીર ની અંદર આત્મા છે, તે કહે છે - આ મારું શરીર છે. મનુષ્ય કહે છે મારા આત્મા ને ન દુઃખાવો. આત્મા શરીર માં ન હોય તો બોલે પણ નહીં. આત્મા કહે છે, હું આ શરીર છોડી બીજું લઉં છું. આપણે જરુર ૮૪ જન્મ ભોગવ્યાં છે, નર્કવાસી બન્યાં. હવે ફરી તમે સ્વર્ગવાસી બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. સ્વર્ગવાસી તો બાપ જ બનાવશે. સ્વર્ગ કહેવાય જ છે સતયુગ ને. આ જે કહે છે ફલાણા સ્વર્ગવાસી થયાં, આ જુઠ્ઠું બોલે છે. આ તો નર્ક છે. કોઈ મર્યા તો કહેશે સ્વર્ગ માં ગયાં પછી નર્ક માં કેમ બોલાવો છો કે આવીને ખાવાનું ખાઓ. સ્વર્ગ માં તો તેમને ખુબ વૈભવ મળે છે પછી તમે નર્ક માં કેમ બોલાવો છો? મનુષ્યો માં આટલી પણ સમજ નથી. બાપ બેસી સમજાવે છે - હવે આ કળિયુગ ખતમ થવાનો છે, આને આગ લાગશે. આ બધું ખતમ થઇ જશે. આપ બાળકો જે બાપ પાસેથી વારસો લો છો, તે સતયુગ માં આવીને રાજ્ય કરશે. આ લક્ષ્મી-નારાયણ ને આ વારસો કોણે આપ્યો? બાપે. તમે હમણાં બાપ દ્વારા લાયક બની રહ્યાં છો. તમે કહેશો અમે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. બાપ કહે છે - હું સ્વર્ગવાસી નથી બનતો. હું તો પરમધામ માં રહું છું. નર્કવાસી-સ્વર્ગવાસી તમે બનો છો. આત્મા નું નિવાસ સ્થાન શાંતિધામ છે પછી તમે સુખધામ માં આવો છો. આ છે જ દુઃખધામ, આનો હવે વિનાશ થવાનો છે. આ કોઈને પણ ખબર નથી કે ભગવાન બ્રહ્મા તન માં આવીને રાજયોગ શીખવાડે છે. તે સમજે છે કે કૃષ્ણ આવ્યાં, કૃષ્ણ નાં તન માં પણ નહીં કહેશે. કૃષ્ણ ને ભગવાન કહી ન શકાય. એ તો વિશ્વ નાં છે. લિબ્રેટર (મુક્તિદાતા) બધાનાં એક છે, એ છે સુપ્રીમ આત્મા, પરમ-આત્મા. દુનિયામાં કોઈ પણ સત્સંગ નથી હોતો, જ્યાં એવું સમજે કે અમે બાપ પાસેથી સ્વર્ગ નો વારસો લઈએ છીએ. પતિત થી પાવન બનાવવા વાળા તો એક જ બાપ છે. બાપ કહે છે - હું તમારો સાચ્ચો ગુરુ છું, તમને પાવન બનાવું છું. બાકી ગંગા નું પાણી પાવન બનાવી નથી શકતું. આ છે જ પાપાત્માઓ ની દુનિયા. કંઈ પણ કરીએ સીડી નીચે ઉતરવાની જ છે. સતોપ્રધાન થી તમોપ્રધાન બનવાનું છે. તમે ભક્તિ નથી કરતાં. હાય-રામ પણ નહીં કહેશો. એ તો તમારા બાપ છે, તમને ભણાવી રહ્યાં છે. હેં ભગવાન આવો, હેં રામ પણ ન કહેવું જોઈએ. પરંતુ ઘણાઓમાં આ આદત પડેલી છે તો શબ્દ નીકળી જાય છે. તમને બાપ કહે છે - મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે મારી પાસે આવી જશો. યાદ એક ને જ કરવાનાં છે.

બાપ કહે છે - આ તમારો અંતિમ જન્મ છે. હમણાં વારસો લીધો તો લીધો, પછી ક્યારેય નહીં મેળવી શકશો. બાપે સમજાવ્યું છે, આજે જે પોતાને હિન્દુ કહે છે, તે અસલ દેવી-દેવતા ધર્મ વાળા છે. ક્રિશ્ચન ધર્મ વાળા ક્યારેય નામ નથી બદલતાં. ભલે તમોપ્રધાન છે તો પણ ક્રિશ્ચન ધર્મ માં જ છે. તમે દેવી-દેવતાઓ છો પરંતુ પતિત હોવાનાં કારણે પોતાને હિન્દુ કહી દો છો, પોતાને દેવતા નથી કહી શકતાં. આ ભૂલી ગયાં છો કે અમે અસલ દેવી-દેવતા હતાં. પોતાને દેવતા ધર્મ વાળા કોઈ નથી કહેતાં કારણ કે વિકારી છે. આ છે દેહ-અભિમાન. બાળકો ને ખૂબ સારી રીતે સમજાવાય છે. અહીં કોઈ સાધૂ-સંત વગેરે નથી. અમે વ્યાપારી છીએ, ફલાણા છીએ - આ બધું છે દેહ-અભિમાન. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. દેહી-અભિમાની બનવામાં જ મહેનત છે. તમારે બાબા પાસેથી વારસો લેવાનો છે તો બાપ ને યાદ કરવાનાં છે. હથ કાર ડે, દિલ યાર ડે… તમે આશિક છો, એક માશૂક નાં. સર્વ નાં સદ્દગતિ દાતા એક માશૂક છે. એ આવે જ ત્યારે છે, જ્યારે બધાને સદ્દગતિ મળે છે, સ્વર્ગ ની સ્થાપના થાય છે, દુઃખ નું નામ-નિશાન ગુમ થઇ જાય છે. હવે આપ બાળકો અહીં આવ્યાં છો - બેહદ નાં બાપ થી સ્વર્ગ નો, ૨૧ જન્મો નાં માટે સદા સુખ નો વારસો પામવાં. બીજું કોઈ પણ મનુષ્ય-માત્ર કોઈને સ્વર્ગ નાં માલિક બનાવી નથી શકતું. શિવબાબા ભારત માં જ આવીને ભારત ને સ્વર્ગ બનાવે છે. શિવ જયંતી પણ મનાવે છે પરંતુ ભૂલી ગયાં છે કે બાબા થી અમને સ્વર્ગ નો વારસો મળે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર નાં આધાર પર પોતાની તકદીર ઉંચી બનાવવાની છે, મનુષ્ય થી દેવતા બનવાનું છે. પાવન બનીને પાછાં ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવવાનું છે.

2. હાથે થી કામ કરતાં - એક બાપ ની યાદ માં રહેવાનું છે. કોઈ પણ ઉલ્ટી વાત ન સાંભળવાની છે, ન સંભળાવવાની છે.

વરદાન :-
સદા પોતાનાં પવિત્ર સ્વરુપ માં સ્થિત રહી ગુણ રુપી મોતી વીણવા વાળા હોલી હંસ ભવ

આપ હોલી હંસો નું સ્વરુપ છે પવિત્ર અને કર્તવ્ય છે સદેવ ગુણો રુપી મોતી વીણવા. અવગુણ રુપી કંકણ (કાંકરા) ક્યારેય પણ બુદ્ધિમાં સ્વીકાર ન થાય. પરંતુ આ કર્તવ્ય ને પાલન કરવા માટે સદેવ એક આજ્ઞા યાદ રહે કે ન ખરાબ વિચારવું, ન ખરાબ સાંભળવું, ન ખરાબ જોવું, ન ખરાબ બોલવું… જે આ આજ્ઞા ને સદા સ્મૃતિ માં રાખે છે તે સદા સાગર નાં કિનારા પર રહે છે. હંસો નું ઠેકાણું છે જ સાગર.

સ્લોગન :-
ચાલતાં-ફરતાં ફરિશ્તા સ્વરુપ માં રહેવું - આ જ બ્રહ્મા બાપ ની દિલપસંદ ગિફ્ટ છે.

અવ્યક્ત ઇશારા - સદા અચળ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો

સદા અચળ-અડોલ રહેવા માટે સ્વ-ઉન્નતિ અને સેવાની ઉન્નતિ માં સદા વ્યસ્ત રહો, સર્વ નાં પ્રત્યે શુભ ભાવના રાખો. સંબંધ નાં આધાર પર પાર્ટ નહીં, સેવા નાં સંબંધ થી પાર્ટ ભજવો. બીજું વિનાશી સાધનો ને સહારો અથવા આધાર નહીં બનાવો. આ બધું નિમિત્ત માત્ર છે, સેવાનાં પ્રત્યે છે. સેવા અર્થ કાર્ય માં લગાવો અને ન્યારા. સાધનોની આકર્ષણમાં મન આકર્ષિત નહીં થવું જોઈએ.