28-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધાને આ ખુશખબરી સંભળાવો કે હવે ફરી થી વિશ્વ માં શાંતિ સ્થાપન થઈ રહી છે , બાપ આવ્યાં છે એક આદિ સનાતન દેવી - દેવતા ધર્મ સ્થાપન કરવાં”

પ્રશ્ન :-
આપ બાળકો ને ઘડી-ઘડી યાદ માં રહેવાનો ઈશારો કેમ અપાય છે?

ઉત્તર :-
કારણકે એવર હેલ્દી (સદા સ્વસ્થ) અને સદા પાવન બનવા માટે છે જ યાદ એટલે જ્યારે પણ સમય મળે યાદ માં રહો. સવારે-સવારે સ્નાન વગેરે કરી પછી એકાંત માં ચક્કર લગાવો અથવા બેસી જાઓ. અહીં તો કમાણી જ કમાણી છે. યાદ થી જ વિશ્વ નાં માલિક બની જશો.

ઓમ શાંતિ!
મીઠાં બાળકો જાણે છે કે આ સમયે બધા વિશ્વ માં શાંતિ ઈચ્છે છે. આ અવાજ સાંભળતા રહે છે કે વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? પરંતુ વિશ્વ માં શાંતિ ક્યારે હતી જે પછી હવે ઈચ્છે છે - આ કોઈ નથી જાણતાં. આપ બાળકો જ જાણો છો વિશ્વ માં શાંતિ હતી જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હજી સુધી પણ લક્ષ્મી-નારાયણ નાં મંદિર બનાવતા રહે છે. તમે કોઈને પણ આ બતાવી શકો છો વિશ્વ માં શાંતિ ૫ હજાર વર્ષ પહેલાં હતી, હવે ફરી થી સ્થાપન થઈ રહી છે. કોણ સ્થાપન કરે છે? આ મનુષ્ય નથી જાણતાં. આપ બાળકો ને બાપે સમજાવ્યું છે, તમે કોઈને પણ સમજાવી શકો છો. તમે લખી શકો છો. પરંતુ હજી સુધી કોઈ ને હિમ્મત નથી જે કોઈને લખે. સમાચાર-પત્ર માં અવાજ સાંભળે તો છે - બધા કહે છે વિશ્વ માં શાંતિ થાય. લડાઈ વગેરે થશે તો મનુષ્ય વિશ્વ માં શાંતિ માટે યજ્ઞ રચશે. કયો યજ્ઞ? રુદ્ર યજ્ઞ રચશે. હમણાં બાળકો જાણે છે આ સમયે બાપ જેમને રુદ્ર શિવ પણ કહેવાય છે, એમણે જ્ઞાન-યજ્ઞ રચ્યો છે. વિશ્વ માં શાંતિ હમણાં સ્થાપન થઈ રહી છે. સતયુગ નવી દુનિયા માં જ્યાં શાંતિ હતી જરુર રાજ્ય કરવા વાળા પણ હશે. નિરાકારી દુનિયા માટે તો નહીં કહેવાશે કે વિશ્વ માં શાંતિ થાય. ત્યાં તો છે જ શાંતિ. વિશ્વ મનુષ્યો નું હોય છે. નિરાકારી દુનિયા ને વિશ્વ નહીં કહેવાશે. તે છે શાંતિધામ. બાબા ઘડી-ઘડી સમજાવતા રહે છે છતાં પણ કોઈ ભૂલી જાય છે, કોઈ-કોઈ ની બુદ્ધિ માં છે એ સમજાવી શકે છે. વિશ્વ માં શાંતિ કેવી રીતે હતી, હવે ફરી કેવી રીતે સ્થાપન થઈ રહી છે-આ કોઈને સમજાવવું ખૂબ સહજ છે. ભારત માં જ્યારે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું રાજ્ય હતું તો એક જ ધર્મ હતો. વિશ્વ માં શાંતિ હતી, આ ખૂબ સહજ સમજાવવાની અને લખવાની વાત છે. મોટાં-મોટાં મંદિર બનાવવા વાળા ને પણ તમે લખી શકો છો - વિશ્વ માં શાંતિ આજ થી ૫ હજાર વર્ષ પહેલાં હતી, જ્યારે આમનું રાજ્ય હતું, જેમનાં જ તમે મંદિર બનાવો છો. ભારત માં જ એમનું રાજ્ય હતું બીજો કોઈ ધર્મ નહોતો. આ તો સહજ છે અને સમજવાની વાત છે. ડ્રામા અનુસાર આગળ ચાલી બધા સમજી જશે. તમે આ ખુશખબરી બધાને સંભળાવી શકો છો, છપાવી પણ શકો છો, બ્યુટીફુલ (સુંદર) કાર્ડ પર. વિશ્વ માં શાંતિ આજ થી ૫ હજાર વર્ષ પહેલાં હતી, જ્યારે નવી દુનિયા, નવું ભારત હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હવે ફરી થી વિશ્વ માં શાંતિ સ્થાપન થઈ રહી છે. આ વાતો સિમરણ કરવાથી પણ આપ બાળકો ને અતિ ખુશી થવી જોઈએ. તમે જાણો છો બાપ ને યાદ કરવાથી જ આપણે વિશ્વ નાં માલિક બનવાના છીએ. બધો આધાર આપ બાળકો નાં પુરુષાર્થ પર છે. બાબા એ સમજાવ્યું છે જે પણ સમય મળે બાબા ની યાદ માં રહો. સવાર માં સ્નાન કરી પછી એકાંત માં ચક્કર લગાવો અથવા બેસી જાઓ. અહીંયા તો કમાણી જ કમાણી કરવાની છે. એવર હેલ્દી અને સદા પાવન બનવા માટે જ યાદ છે. અહીં ભલે સંન્યાસી પવિત્ર છે, તો પણ બીમાર જરુર પડે છે. આ છે જ રોગી દુનિયા. તે છે નિરોગી દુનિયા. આ પણ તમે જાણો છો. દુનિયા માં કોઈને શું ખબર કે સ્વર્ગ માં બધા નિરોગી હોય છે. સ્વર્ગ કોને કહેવાય છે, કોઈને ખબર નથી. તમે હમણાં જાણો છો. બાબા કહે છે-કોઈ પણ મળે તમે સમજાવી શકો છો. સમજો કોઈ રાજા-રાણી પોતાને કહેવડાવે છે. હમણાં રાજા-રાણી તો કોઈ નથી. બોલો તમે હમણાં રાજા-રાણી તો નથી. આ બુદ્ધિ માંથી પણ કાઢવું પડે. મહારાજા-મહારાણી શ્રી લક્ષ્મી-નારાયણ ની રાજધાની તો હવે સ્થાપન થઈ રહી છે. તો જરુર અહીં કોઈ પણ રાજા-રાણી ન હોવા જોઈએ. અમે રાજા- રાણી છીએ આ પણ ભૂલી જાઓ. ઓર્ડિનરી (સામાન્ય) મનુષ્યો ની જેમ ચાલો. એમની પાસે પણ પૈસા, સોનું વગેરે રહે તો છે ને? હવે કાયદા પાસ થઈ રહ્યાં છે, આ બધું લઈ લેશે. પછી કોમન (સામાન્ય) મનુષ્ય ની જેમ થઈ જશે. આ પણ યુક્તિઓ રચી રહ્યાં છે. ગાયન પણ છે ને, કિસકી દબી રહે ધૂલ મેં, કિસકી રાજા ખાએ… હવે રાજા કોઈ નું ખાતા નથી. રાજાઓ તો છે નહીં. પ્રજા જ પ્રજા નું ખાઈ રહી છે. આજકાલ નું રાજ્ય ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) છે. જ્યારે બિલકુલ રાજાઓ નું નામ નીકળી જાય છે તો પછી રાજધાની સ્થાપન થાય છે. હમણાં તમે જાણો છો - આપણે ત્યાં જઈ રહ્યાં છીએ જ્યાં વિશ્વ માં શાંતિ હોય છે. છે જ સુખધામ, સતોપ્રધાન દુનિયા. આપણે ત્યાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. બાળકીઓ ભપકા થી બેસીને સમજાવે, બહાર નો ફક્ત આર્ટિફિશિયલ (બનાવટી) ભપકો ન જોઈએ. આજકાલ તો આર્ટિફિશિયલ પણ ખૂબ નીકળ્યાં છે ને? અહીં તો પાક્કા બ્રહ્માકુમાર-કુમારીઓ જોઈએ.

તમે બ્રાહ્મણ બ્રહ્મા બાપ ની સાથે વિશ્વ માં શાંતિ ની સ્થાપના નું કાર્ય કરી રહ્યાં છો. આવી શાંતિ સ્થાપન કરવાવાળા બાળકો ખૂબ શાંતચિત્ત અને ખૂબ મીઠાં જોઈએ કારણકે જાણે છે - આપણે નિમિત્ત બન્યાં છીએ વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાં. તો પહેલાં આપણા માં ખૂબ શાંતિ જોઈએ. વાતચીત પણ ખૂબ ધીમે-ધીમે બહુજ રોયલ્ટી થી કરવાની છે. તમે બિલકુલ ગુપ્ત છો. તમારી બુદ્ધિ માં અવિનાશી જ્ઞાન-રત્નો નો ખજાનો ભરેલો છે. બાપ નાં તમે વારિસ છો ને? જેટલો બાપ ની પાસે ખજાનો છે, તમારે પણ પૂરો ભરવો જોઈએ. બધી મિલકત તમારી છે, પરંતુ તે હિંમત નથી તો લઈ નથી શકતાં. લેવા વાળા જ ઊંચ પદ મેળવશે. કોઈને સમજાવવા નો ખૂબ શોખ જોઈએ. આપણે ભારત ને ફરી થી સ્વર્ગ બનાવવાનું છે. ધંધો વગેરે કરતા, સાથે આ પણ સર્વિસ (સેવા) કરવાની છે એટલે બાબા જલ્દી-જલ્દી કરે છે. છતાં પણ થાય તો ડ્રામા અનુસાર જ છે. દરેક પોતાનાં સમય પર ચાલી રહ્યાં છે, બાળકો ને પણ પુરુષાર્થ કરાવી રહ્યાં છે. બાળકો ને નિશ્ચય છે કે હવે બાકી થોડો સમય છે. આ આપણો અંતિમ જન્મ છે પછી આપણે સ્વર્ગ માં હોઈશું. આ દુઃખધામ છે પછી સુખધામ બની જશે. બનવામાં સમય તો લાગે છે ને? આ વિનાશ નાનો થોડી છે? જેમ નવું ઘર બને છે તો પછી નવાં ઘર ની જ યાદ આવે છે. તે છે હદ ની વાત, તેમાં કોઈ સંબંધ વગેરે થોડી બદલાય જાય છે. આ તો જૂની દુનિયા જ બદલાવાની છે પછી જે સારી રીતે ભણશે તે રાજાઈ કુળ માં આવશે. નહીં તો પ્રજા માં ચાલ્યાં જશે. બાળકો ને ખૂબ ખુશી થવી જોઈએ. બાબા એ સમજાવ્યું છે ૫૦-૬૦ જન્મ તમે સુખ મેળવો છો. દ્વાપર માં પણ તમારી પાસે ખૂબ ધન રહે છે. દુઃખ તો પછી આવે છે. રાજાઓ જ્યારે પરસ્પર લડે છે, ફૂટ પડે છે ત્યારે દુઃખ શરુ થાય છે. પહેલાં તો અનાજ વગેરે પણ ખૂબ સસ્તા હોય છે. ફેમન (અકાળ) વગેરે પણ પછી પડે છે. તમારી પાસે ખૂબ ધન રહે છે. સતોપ્રધાન થી તમોપ્રધાન માં ધીરે-ધીરે આવો છો. તો આપ બાળકો ને અંદર ખૂબ ખુશી રહેવી જોઈએ. પોતાને જ ખુશી નહીં હોય, શાંતિ નહીં હોય તો તે વિશ્વ માં શાંતિ શું સ્થાપન કરશે? ઘણાઓ ની બુદ્ધિ માં અશાંતિ રહે છે. બાપ આવે જ છે શાંતિ નું વરદાન આપવાં. કહે છે મને યાદ કરો તો તમોપ્રધાન બનવાનાં કારણે જે આત્મા અશાંત થઈ ગયો છે તે યાદ થી સતોપ્રધાન શાંત બની જશે. પરંતુ બાળકો થી યાદ ની મહેનત પહોંચતી જ નથી, યાદ માં ન રહેવાનાં કારણે જ પછી માયા નાં તોફાન આવે છે. યાદ માં રહીને પૂરાં પાવન નહીં બનશો તો સજા ખાવી પડશે. પદ પણ ભ્રષ્ટ થશે. એવું ન સમજવું જોઈએ સ્વર્ગ માં તો જઈશું ને. અરે, માર ખાઈને પાઈ પૈસા નું સુખ મેળવવું આ કંઈ સારું છે શું? મનુષ્ય ઊંચ પદ મેળવવા માટે કેટલો પુરુષાર્થ કરે છે? એવું નહીં કે જે મળ્યું તે સારું છે. એવું કોઈ નહીં હોય જે પુરુષાર્થ નહીં કરશે. ભીખ માંગવા વાળા ફકીર લોકો પણ પોતાની પાસે પૈસા ભેગા કરે છે. પૈસા નાં તો બધા ભૂખ્યાં હોય છે. પૈસા થી દરેક વાત નું સુખ હોય છે. આપ બાળકો જાણો છો આપણે બાબા પાસે થી અથાહ ધન લઈએ છીએ. પુરુષાર્થ ઓછો કરશો તો ધન પણ ઓછું મળશે. બાપ ધન આપે છે ને? કહે પણ છે-ધન છે તો અમેરિકા વગેરે નું ચક્કર લગાવો. તમે જેટલાં બાપ ને યાદ કરશો અને સર્વિસ (સેવા) કરશો એટલું સુખ મેળવશો. બાપ દરેક વાત માં પુરુષાર્થ કરાવે, ઊંચ બનાવે છે. સમજે છે બાળકો નામ રોશન કરશે અમારા કુળ નું. આપ બાળકોએ પણ ઈશ્વરીય કુળ નું, બાપ નું નામ રોશન કરવાનું છે. આ સત્ બાપ, સત્ શિક્ષક, સદ્દગુરુ થયાં. ઊંચા માં ઊંચા બાપ ઊંચા માં ઊંચા સાચાં સદ્દગુરુ પણ થયાં. આ પણ સમજાવ્યું છે કે ગુરુ એક જ હોય છે, બીજા ન કોઈ. સર્વ નાં સદ્દગતિ દાતા એક. આ પણ તમે જાણો છો. હમણાં તમે પારસબુદ્ધિ બની રહ્યાં છો. પારસપુરી નાં પારસનાથ રાજા-રાણી બનો છો. કેટલી સહજ વાત છે. ભારત ગોલ્ડન એજડ (સ્વર્ણિમ યુગ) હતું, વિશ્વ માં શાંતિ કેવી રીતે હતી - આ તમે લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવી શકો છો. હેવન (સ્વર્ગ) માં શાંતિ હતી. હમણાં છે હેલ (નર્ક). આમાં અશાંતિ છે. સ્વર્ગ માં આ લક્ષ્મી-નારાયણ રહે છે ને? શ્રીકૃષ્ણ ને લોર્ડ કૃષ્ણ પણ કહે છે. શ્રીકૃષ્ણ ભગવાન પણ કહે છે. હવે લોર્ડ તો ઘણાં છે, જેમની પાસે લેન્ડ (જમીન) વધારે હોય છે તેમને પણ કહે છે - લેન્ડલોર્ડ (જમીનદાર). શ્રીકૃષ્ણ તો વિશ્વ નાં પ્રિન્સ (રાજકુમાર) હતાં, જે વિશ્વ માં શાંતિ હતી. આ પણ કોઈને ખબર નથી રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ બને છે.

તમારા માટે લોકો કેટલી વાતો બનાવે છે, હંગામા (તોફાન) મચાવે છે, કહે છે આ તો ભાઈ-બહેન બનાવે છે. સમજાવાય છે પ્રજાપિતા બ્રહ્મા નાં મુખ વંશાવલી બ્રાહ્મણ, જેમનાં માટે જ ગાય છે બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ. બ્રાહ્મણ પણ તેમને નમસ્તે કરે છે કારણકે તે સાચાં ભાઈ-બહેન છે. પવિત્ર રહે છે. તો પવિત્ર ની કેમ નહીં ઈજ્જત કરશે? કન્યા પવિત્ર છે તો તેનાં પણ પગે પડે છે. બહાર નાં વિઝીટર (અતિથી) આવશે, તે પણ કન્યા ને નમન કરશે. આ સમયે કન્યા નું આટલું માન કેમ થયું છે? કારણકે તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો ને? મેજોરીટી (મોટી સંખ્યા) તમારી કન્યાઓની છે. શિવ શક્તિ પાંડવ સેના ગવાયેલી છે. આમાં મેલ (ભાઈ) પણ છે, મેજોરીટી માતાઓ ની છે એટલે ગવાય છે. તો જે સારી રીતે ભણે છે તે ઊંચ બને છે. હમણાં તમે આખા વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી જાણી ગયા છો. ચક્ર પર પણ સમજાવવું ખૂબ સહજ છે. ભારત પારસપુરી હતું, હમણાં છે પથ્થરપુરી. તો બધા પથ્થરનાથ થયાં ને? આપ બાળકો આ ૮૪ નાં ચક્ર ને પણ જાણો છો. હવે જવાનું છે ઘરે તો બાપ ને પણ યાદ કરવાના છે, જેનાથી પાપ કપાય છે. પરંતુ બાળકો થી યાદ ની મહેનત થતી નથી કારણકે અલબેલાપણું છે. સવારે ઉઠતાં નથી. જો ઉઠે છે તો મજા નથી આવતી. ઊંઘ આવવા લાગે છે તો પછી સૂઈ જાય છે. હોપલેસ (નિરાશ) થઈ જાય છે. બાબા કહે છે - બાળકો, આ યુદ્ધ નું મેદાન છે ને? આમાં હોપલેસ ન થવું જોઈએ. યાદ નાં બળ થી જ માયા પર જીત મેળવવાની છે. આમાં મહેનત કરવી જોઈએ. ખૂબ સારા-સારા બાળકો જે યથાર્થ રીતે યાદ નથી કરતા, ચાર્ટ રાખવા થી નુકસાન-ફાયદા ની ખબર પડી જાય છે. કહે છે ચાર્ટે તો મારી અવસ્થા માં કમાલ કરી દીધી છે. આમ વિરલા કોઈ ચાર્ટ રાખે છે. આ પણ ખૂબ મહેનત છે. ઘણાં સેવાકેન્દ્ર માં જુઠ્ઠા પણ જઈને બેસે છે, વિકર્મ કરતા રહે છે. બાપ નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર અમલ ન કરવા થી ખૂબ નુકસાન કરી દે છે. બાળકો ને ખબર થોડી પડે છે - નિરાકાર બોલે છે કે સાકાર? બાળકો ને ઘડી-ઘડી સમજાવાય છે - હંમેશા સમજો શિવબાબા ડાયરેક્શન આપે છે. તો તમારી બુદ્ધિ ત્યાં લાગી રહેશે.

આજકાલ સગાઈ થાય છે તો ચિત્ર દેખાડે છે, સમાચાર પત્ર માં પણ નાખે છે કે આમનાં માટે આવાં-આવાં સારા ઘર નાં જોઈએ. દુનિયા ની શું હાલત થઈ ગઈ છે, શું થવાનું છે! આપ બાળકો જાણો છો અનેક પ્રકાર ની મતો છે. આપ બ્રાહ્મણ ની છે એક મત. વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાની મત. તમે શ્રીમત થી વિશ્વ માં શાંતિ સ્થાપન કરો છો તો બાળકોએ પણ શાંતિ માં રહેવું પડે. જે કરશે તે મેળવશે. નહીં તો ખૂબ નુકસાન છે. જન્મ-જન્માન્તર નું નુકસાન છે. બાળકોને કહે છે પોતાનું નુકસાન અને ફાયદો જુઓ. ચાર્ટ જુઓ અમે કોઈને દુઃખ તો નથી આપ્યું? બાપ કહે છે તમારો આ સમય એક-એક સેકન્ડ મોસ્ટ વેલ્યુબલ (ખુબ મુલ્યવાન) છે, મોચરા (સજા) ખાઈને માની (રોટલી) ટુકડો ખાવો તે શું મોટી વાત છે? તમે તો ખૂબ ધનવાન બનવા ઈચ્છો છો ને? પહેલાં-પહેલાં જે પૂજ્ય છે તેમણે જ પુજારી બનવાનું છે. એટલું ધન હશે, સોમનાથ નું મંદિર બનાવે ત્યારે તો પૂજા કરે. આ પણ હિસાબ છે. બાળકો ને છતાં પણ સમજાવે છે ચાર્ટ રાખો તો ખૂબ ફાયદો થશે. નોંધ કરવી જોઈએ. બધાને પૈગામ આપતા જાઓ, ચુપ થઈને નહીં બેસો. ટ્રેન માં પણ તમે સમજાવીને લિટરેચર (સાહિત્ય) આપી દો. બોલો, આ કરોડો ની મિલકત છે. લક્ષ્મી-નારાયણ નું ભારત માં જ્યારે રાજ્ય હતું તો વિશ્વ માં શાંતિ હતી. હવે બાપ ફરી થી તે રાજધાની સ્થાપન કરવા આવ્યાં છે, તમે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય અને વિશ્વ માં શાંતિ થાય. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે વિશ્વ માં શાંતિ સ્થાપન કરવાને નિમિત્ત બ્રાહ્મણ છીએ, આપણે ખૂબ-ખૂબ શાંતચિત્ત રહેવાનું છે, વાતચીત ખૂબ ધીમે અને રોયલ્ટી થી કરવાની છે.

2. અલબેલાપણું છોડી યાદ ની મહેનત કરવાની છે. ક્યારેય પણ હોપલેસ (નિરાશ) નથી બનવાનું.

વરદાન :-
પેપર માં ગભરાયા વગર ફુલ સ્ટોપ આપીને ફુલ પાસ થવા વાળા સફળતામૂર્ત ભવ

જ્યારે કોઈ પણ પ્રકાર નાં પેપર આવે છે તો ગભરાઓ નહીં, ક્વેશ્ચન માર્ક માં ન આવો, આ કેમ આવ્યું? આ વિચારવા માં સમય વેસ્ટ ન કરો. પ્રશ્ન ચિન્હ ખતમ અને ફુલ સ્ટોપ, ત્યારે ક્લાસ ચેન્જ થશે અર્થાત્ પેપર માં પાસ થશો. ફુલ સ્ટોપ આપવા વાળા ફુલ પાસ થશે કારણકે ફુલ સ્ટોપ છે બિંદુ ની સ્ટેજ. જોવા છતાં ન જુઓ, સાંભળવા છતાં ન સાંભળો. બાપ નું સંભળાવેલું જ સાંભળો, બાપે જે આપ્યું છે તે જુઓ તો ફુલ પાસ થઈ જશો અને પાસ થવાની નિશાની - સદા ચઢતી કળા નો અનુભવ કરવા સાથે સફળતા નાં સિતારા બની જશો.

સ્લોગન :-
સ્વ ઉન્નતિ કરવી છે તો ક્વેશ્ચન, કરેક્શન અને કોટેશન નો ત્યાગ કરી પોતાનું કનેક્શન ઠીક રાખો.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો .

અંત સમય માં પોતાની સેફ્ટી માટે મન્સા શક્તિ જ સાધન બનશે. શક્તિ દ્વારા સ્વયં નો અંત સુખદ બનાવવા નાં નિમિત્ત બની શકશો. એ સમયે મન્સા શક્તિ અર્થાત્ શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ એક ની સાથે લાઈન ક્લિયર જોઈએ. બેહદ ની સેવા માટે સ્વયં ની સેફ્ટી માટે મંત્ર શક્તિ અને નિર્ભયતા ની શક્તિ જમા કરો.