28-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારી
બગડેલી ને સુધારવા વાળા અર્થાત્ તકદીર બનાવવા વાળા એક બાપ છે , જે તમને નોલેજ (
જ્ઞાન ) આપીને તકદીરવાન બનાવે છે”
પ્રશ્ન :-
આપ બાળકોની આ રુહાની
ભઠ્ઠી નો એક કાયદો કયો છે?
ઉત્તર :-
રુહાની ભઠ્ઠી માં અર્થાત્ યાદની યાત્રા માં બેસવા વાળાઓ ને ક્યારેય પણ
અહીંયા-ત્યાંના વિચાર નથી ચલાવવાનાં, એક બાપ ને યાદ કરવાનાં છે. જો બુદ્ધિ અહીં-ત્યાં
ભટકે છે તો ઝુટકા ખાતા રહેશે, બગાસા ખાશે, આનાંથી વાયુમંડળ ખરાબ થાય છે. પોતાનું જ
નુકસાન કરે છે.
ગીત :-
દિલ કા સહારા
ટૂટ ન જાયે…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત નાં બે શબ્દ સાંભળ્યાં. બાળકો ને સાવધાની મળે છે. આ સમયે જે પણ
છે બધાની તકદીર બગડેલી છે - સિવાય આપ બ્રાહ્મણો ની. તમારી હવે બગડેલી થી સુધરી રહી
છે. બાપ ને કહેવાય જ છે તકદીર બનાવવા વાળા. તમે જાણો છો શિવબાબા કેટલાં મીઠાં છે.
બાબા શબ્દ ખૂબ મીઠો છે. બાપ પાસેથી બધા આત્માઓને વારસો મળે છે. લૌકિક બાપ પાસેથી
બાળકોને વારસો મળે છે, બાળકીઓને નહીં. અહીં બાળક કે બાળકી બધાં વારસા નાં હકદાર છે.
બાપ ભણાવે છે આત્માઓ ને અર્થાત્ પોતાનાં બાળકો ને. આત્મા સમજે છે અમે બધાં ભાઈઓ છીએ.
બરોબર બ્રધરહુડ કહેવાય છે ને. એક ભગવાન નાં બાળકો છે પછી આટલાં લડે-ઝઘડે કેમ? બધાં
પરસ્પર માં લડતા જ રહે છે. અનેક ધર્મ, અનેક મત છે અને મુખ્ય વાત તો રાવણ રાજય માં
લડાઈ જ ચાલે છે કારણકે વિકારો ની પ્રવેશતા છે. કામ વિકાર પર પણ કેટલાં લડાઈ-ઝઘડા
થાય છે. એવી રીતે ઘણાં રાજાઓએ લડાઈ કરી છે. કામ માટે ખુબ લડે છે. કેટલાં ખુશ થાય
છે. કોઈની સાથે દિલ હોય છે તો મારી પણ દે છે. કામ મહાશત્રુ છે. ક્રોધ વાળાને તો
ક્રોધી જ કહેશુ. લોભ વાળાને લોભી કહેશુ. પરંતુ જે કામી છે એમનાં અનેક નામ રાખેલાં
છે એટલે કહેવાય છે - અમૃત છોડ વિષ કાહે કો ખાએ. શાસ્ત્રો માં અમૃત નામ લખી દીધું
છે. દેખાડે છે સાગર મંથન કર્યું તો અમૃત નીકળ્યું. કળષ લક્ષ્મી ને આપ્યો. કેટલી
વાર્તાઓ છે. આમાં પણ મોટામાં મોટી વાત છે સર્વવ્યાપી ની, ગીતા નાં ભગવાન કોણ? અને
પતિત-પાવન કોણ? પ્રદર્શન માં મુખ્ય આ જ ચિત્રો પર સમજાવાય છે. પતિત-પાવન, જ્ઞાન નાં
સાગર અને એમનાથી નીકળેલી જ્ઞાન-ગંગાઓ કે પાણીની નદી કે સાગર? કેટલી સારી-સારી વાતો
સમજાવાય છે. બાપ બેસી સમજાવે છે-
મીઠાં-મીઠાં બાળકો તમને કોણે પાવન બનાવ્યાં? બગડેલા ને સુધારવા વાળા કોણ છે? તે
પતિત-પાવન ક્યારે આવે છે? આ ખેલ કેવી રીતે બનેલો છે? કોઈ પણ નથી જાણતું. બાપને
કહેવાય જ છે નોલેજફુલ , બ્લિસફુલ, પીસફુલ. ગવાય પણ છે - બિગડી ને બનાવવા વાળા એક. આ
તો સમજ માં આવે છે - બરોબર રાવણ આપણું બગાડે છે. આ ખેલ છે હાર-જીત નો. રાવણ ને પણ
તમે જાણો છો જેમને ભારતવાસી વર્ષે-વર્ષે બાળે છે. આ ભારત નો દુશ્મન છે. ભારત માં જ
દરેક વર્ષે બાળે છે. એમને પૂછો ક્યારથી બાળતાં આવ્યાં છો? તો કહેશે આ તો અનાદિ
ચાલ્યો આવે છે, જ્યાંથી સૃષ્ટિ શરું થાય છે. શાસ્ત્રો માં જે વાંચ્યું સત્-સત્ કરતાં
આવ્યાં છે. મુખ્ય ભૂલ છે ઈશ્વર ને સર્વવ્યાપી કહેવાં. બાપ આ નથી કહેતાં કે આ કોની
ભૂલ છે! આ ડ્રામા માં નોંધ છે. હાર-જીત નો ખેલ છે. માયા થી હારે હાર, માયા થી જીતે
જીત. માયા થી કેવી રીતે હાર ખાય છે, તે પણ સમજાવાય છે. પૂરો અડધોકલ્પ રાવણ રાજ્ય
ચાલે છે. એક સેકન્ડ નો પણ ફરક નથી થઈ શકતો. રામ રાજ્ય ની સ્થાપના અને રાવણ રાજ્ય નો
વિનાશ. પોતાનાં સમય પર એક્યુરેટ (સચોટ) ચાલે છે. સતયુગ માં તો લંકા હોતી નથી. તે તો
બુદ્ધ ધર્મ નો ખંડ છે. ભણેલાં-ગણેલાં ની બુદ્ધિ માં રહે છે, લંડન આ તરફ છે, અમેરિકા
આ તરફ છે. ભણતર થી બુદ્ધિનું તાળું ખુલે છે, પ્રકાશ આવે છે. આને જ્ઞાન નું ત્રીજું
નેત્ર કહેવાય છે. ઘરડી માતાઓ ઘણી વાતો સમજી ન શકે. એમને આ એક મુખ્ય વાત ધારણ કરવાની
છે, જે અંત માં કામ આવે છે. મનુષ્ય શાસ્ત્ર તો ખુબ વાંચે છે. અંત માં છતાં પણ એક
શબ્દ કહી દે છે કે રામ-રામ કહો. એવું નહીં કહેશે શાસ્ત્ર સંભળાવો, વેદ સંભળાવો. અંત
માં કહેશે રામ ને યાદ કરો. જે વધારે સમય જે ચિંતન માં રહે છે, અંત માં પણ તે યાદ આવી
જાય છે. હમણાં વિનાશ તો બધાનો થવાનો છે. તમે જાણો છો બધાં કોને યાદ કરશે? કોઈ
શ્રીકૃષ્ણ ને, કોઈ પોતાનાં ગુરુ ને યાદ કરશે. કોઈ પોતાનાં દેહ નાં સંબંધીઓને યાદ
કરશે. દેહ ને યાદ કર્યુ, ખેલ ખલાસ. અહીંયા તમને એક જ વાત સમજાવાય છે કે પોતાને આત્મા
સમજી બાપ ને યાદ કરતાં રહો. ચાર્ટ રાખો કે અમે કેટલું યાદ કરીએ છીએ. જેટલું યાદ કરશો,
પાવન થતાં જશો. એવું નહીં કે ગંગા માં સ્નાન કરવાથી પાવન બનશો. આત્મા ની વાત છે ને.
આત્મા જ પતિત, આત્મા જ પાવન બને છે ને. બાપે સમજાવ્યું છે - આત્મા એક સ્ટાર બિંદુ
છે. ભ્રકુટી ની વચ્ચે રહે છે. કહે છે આત્મા સ્ટાર અતિ સૂક્ષ્મ છે. આપ બાળકો જ આ વાતો
ને સમજી શકો છો. બાપ કહે છે હું કલ્પ નાં સંગમયુગે આવું છું. તેમણે પછી કલ્પ શબ્દ
છોડી યુગે-યુગે શબ્દ લખી દીધો છે. તો મનુષ્યોએ ઉલ્ટું સમજી લીધું છે. મેં કહ્યું છે
કે કલ્પ-કલ્પ સંગમયુગે આવું છું. ઘોર અંધકાર અને ઘોર અજવાળા નાં સંગમ પર. બાકી
યુગે-યુગે આવવાની તો દરકાર જ નથી. સીડી ઉતરતાં જ આવે છે. જ્યારે પૂરાં ૮૪ જન્મ ની
સીડી ઉતરે છે ત્યારે બાપ આવે છે. આ જ્ઞાન આખી દુનિયાનાં માટે છે. સંન્યાસી લોકો તો
કહી દે છે આમનાં ચિત્ર બધાં કલ્પના છે. પરંતુ કલ્પના ની તો આમાં કોઈ વાત જ નથી. આ
બધાંને સમજાવાય છે, નહીં તો મનુષ્યો ને કેવી રીતે ખબર પડે એટલે આ ચિત્ર બનાવાયા છે.
આ પ્રદર્શન દેશ-દેશાંતર માં અસંખ્ય થતા રહેશે. બાપ કહે છે ઘણાં ભારતવાસી બાળકો છે.
છે તો બધાં બાળકો ને. અનેક ધર્મો નું આ ઝાડ છે. બાપ બેસી સમજાવે છે - આ બધાં કામ
ચિતા પર બેસી બળી મર્યા છે. સતયુગ જે પહેલાં-પહેલાં આવે છે, તે જ પછી પહેલાં-પહેલાં
દ્વાપર થી લઈને કામ અગ્નિ માં બળે છે એટલે કાળા થઈ ગયાં છે. હવે બધાંની સદ્દગતિ
થવાની છે. તમે નિમિત્ત બનો છો. તમારી પાછળ બધાની સદ્દગતિ થવાની છે. બાપ કેટલું સહજ
રીતે સમજાવે છે. કહે છે ફક્ત બાપ ને યાદ કરો. આત્મા જ દુર્ગતિ ને પામે છે. આત્મા
પતિત બનવાથી શરીર પણ એવું મળે છે. આત્માને પાવન બનાવવાની યુક્તિ બાપ બિલકુલ સહજ
બતાવે છે.
ત્રિમૂર્તિ નાં ચિત્ર માં બ્રહ્માનું ચિત્ર જોઈ મનુષ્ય હાય-હાય મચાવી દે છે. આમને
બ્રહ્મા કેમ કહો છો? બ્રહ્મા તો સૂક્ષ્મવતન વાસી દેવતા છે, અહીં ક્યાંથી આવ્યાં? આ
દાદા તો નામીગ્રામી હતાં. સમાચાર-પત્ર માં બધી જગ્યાએ આવ્યું હતું, એક ઝવેરી કહે છે
હું શ્રીકૃષ્ણ છું, મને ૧૬,૧૦૮ રાણીઓ જોઈએ. ખુબ હંગામા થઇ ગયાં હતાં, ભગાવવાના. હવે
એક-એક થી માથું કોણ મારે. આટલાં અસંખ્ય મનુષ્ય છે. આબૂ માં પણ કોઈ આવે છે તો તેમને
તરત જ કહે છે અરે બ્રહ્માકુમારીઓની પાસે જાઓ છો! તે તો જાદુ કરી દે છે.
સ્ત્રી-પુરુષ ને ભાઈ-બહેન બનાવી દે છે. લાંબી-પહોળી વાત બતાવી માથું ખરાબ કરી દે
છે. બાપ કહે છે તમે મને જ્ઞાન સાગર વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (સર્વ શક્તિમાન સત્તા)
કહો છો. વર્લ્ડ ઓલમાઈટી અર્થાત્ સર્વશક્તિમાન્, બધાં વેદો શાસ્ત્રો વગેરેને જાણવા
વાળા. મોટા વિદ્વાનો ને પણ ઓથોરિટી (સત્તા) કહે છે કારણકે તે બધાં વેદો, શાસ્ત્રો
વગેરે ને ભણે છે પછી બનારસ માં જઈ ટાઈટલ (પદવી) લઈ આવે છે. મહા-મહોપાધ્યાય, શ્રી
શ્રી ૧૦૮ સરસ્વતી આ બધાં ટાઈટલ્સ ત્યાં જ મળે છે. જે ખૂબ હોશિયાર હોય છે, તેમને મોટા
ટાઇટલ મળે છે. શાસ્ત્રોમાં જનક નાં માટે લખેલું છે. તેણે કહ્યું કે સાચું બ્રહ્મ
જ્ઞાન કોઈ મને સંભળાવે. હવે બ્રહ્મજ્ઞાન તો છે નહીં. વાતો બધી અહીં ની છે. વાર્તા
મોટી બનાવી દીધી છે. શંકર-પાર્વતી ની પણ વાર્તા લખેલી છે. કેટલી વાર્તાઓ બેસી બનાવી
છે. શંકરે પાર્વતીજી ને કથા સંભળાવી, હકીકત માં હતાં શિવ, એમણે પછી શંકર-પાર્વતી
નું નામ આપી દીધું છે. ભાગવત્ વગેરે માં આ બધી આ સમયની વાતો છે. પછી કથા માં બતાવે
છે, તેમને વિચાર આવ્યો - રાજાને આ જ્ઞાન જઈને આપું. બાપ પણ સમજાવે છે - રાજાઓ ને
જઈને જ્ઞાન આપો. તમે જ સૂર્યવંશી હતાં પછી ચંદ્રવંશી, વૈશ્યવંશી, શૂદ્રવંશી બન્યાં.
તમારી રાજધાની જ ચટ થઈ ગઈ છે. હવે ફરી સૂર્યવંશી રાજધાની લેવી હોય તો પુરુષાર્થ કરો.
રાજયોગ શિખવાડવા વાળા બાબા આવેલાં છે. ફરી આવીને બેહદ નું સ્વરાજ્ય લો. રાજાઓની પાસે
પણ ઘણી ચિઠ્ઠીઓ જાય છે પછી તેમને મળે થોડી છે. તેમનાં પ્રાઇવેટ સેક્રેટરી ચિઠ્ઠીઓ
જુએ છે. કેટલી ચિઠ્ઠીઓ ફેંકી દે છે. કોઇમાં એવી જરુરી વાત હોય છે તો તેમને દેખાડી
દે છે. કહે છે - અષ્ટાવક્રે જનક ને સેકન્ડમાં જીવનમુક્તિ નો સાક્ષાત્કાર કરાવ્યો. આ
પણ હમણાં છે. હવે બાપ કેટલું સારી રીતે બેસી આપણને સમજાવે છે. જે સમજવા વાળા નથી,
તે અહીંયા-ત્યાં જોતાં રહેશે. બાબા ઝટ સમજી જાય છે - તેમની બુદ્ધિ માં કંઈ બેસતું
નથી. બાબા ચારેય તરફ જુએ પણ છે - બધાં સારી રીતે સાંભળે છે. આની બુદ્ધિ ક્યાં ભટકતી
રહે છે. બગાસા કરતાં રહે છે. જ્ઞાન બુદ્ધિમાં નહીં બેસશે તો ઝુટકા ખાતા રહેશે,
નુકસાન થઈ જાય છે. કરાચી માં આ બાળકોની ભઠ્ઠી હતી. કોઈ ઝુટકા ખાતા હતાં તો પછી ઝટ
બહાર કાઢતાં હતાં. આપણાં જ બેસતા હતાં. બહાર નાં કોઈ આવતાં જ નહોતાં. શરું માં આમનો
ખૂબ મોટો પાર્ટ ચાલ્યો છે. લાંબી હિસ્ટ્રી છે. શરું માં તો બાળકીઓ ખૂબ ધ્યાન માં
ચાલી જતી હતી. હમણાં સુધી પણ કહેતા રહે છે જાદુ છે. પરમપિતા પરમાત્મા ને જાદુગર કહે
છે ને. શિવબાબા જુએ છે - આમનો ખૂબ પ્રેમ છે, તો જોવાથી જ ધ્યાન માં ચાલ્યાં જાય છે.
વૈકુંઠ તો ભારતવાસીઓને ખૂબ પ્રિય છે. કોઈ મરે છે તો પણ કહે છે વૈકુંઠવાસી થયાં,
સ્વર્ગવાસી થયાં. હમણાં આ તો છે જ નર્ક. બધાં નર્કવાસી છે, ત્યારે તો કહે છે ફલાણા
સ્વર્ગવાસી થયાં. પરંતુ સ્વર્ગમાં તો કોઈ જતું જ નથી. હવે ફક્ત આ તમે જાણો છો આપણે
સ્વર્ગવાસી હતાં પછી ૮૪ જન્મ લઇ નર્કવાસી બની ગયાં છીએ. હવે ફરી બાબા સ્વર્ગવાસી
બનાવી રહ્યાં છે. સ્વર્ગમાં છે રાજધાની. રાજધાની માં ઘણાં પદ છે. પુરુષાર્થ કરી નર
થી નારાયણ બનવાનું છે. તમે જાણો છો આ મમ્મા-બાબા ભવિષ્ય માં લક્ષ્મી-નારાયણ બને છે.
હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છે, એટલે કહેવાય છે ફોલો મધર-ફાધર (માત-પિતાનું અનુસરણ
કરો). જેવી રીતે આ પુરુષાર્થ કરે છે, તમે પણ કરો. આ પણ યાદ માં રહે છે, સ્વદર્શન
ચક્રધારી બને છે. તમે બાપ ને યાદ કરો અને વારસા ને યાદ કરો. ત્રિકાળદર્શી બનો. તમને
આખાં ચક્ર નું જ્ઞાન છે, આમાં તત્પર રહો, બીજાઓ ને સમજાવતાં રહો. આ સર્વિસ (સેવા)
માં જ લાગેલાં રહેશો તો બીજો કોઈ ધંધો વગેરે યાદ નહીં આવશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સતયુગ માં
ઉંચ પદ પામવા માટે માત-પિતા ને પૂરે-પૂરાં ફોલો કરવાનાં છે. તેમનાં સમાન પુરુષાર્થ
કરવાનો છે. સેવા માં તત્પર રહેવાનું છે. એકાગ્ર થઈ ભણવાનું છે.
2. યાદ નો
સાચ્ચો-સાચ્ચો ચાર્ટ રાખવાનો છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, દેહ કે
દેહધારીઓ ને યાદ નથી કરવાનાં.
વરદાન :-
પોતાની
હાઈએસ્ટ પોઝીશન માં સ્થિત રહીને દરેક સંકલ્પ , બોલ અને કર્મ કરવા વાળા સંપૂર્ણ
નિર્વિકારી ભવ
સંપૂર્ણ નિર્વિકારી
અર્થાત્ કોઈ પણ પર્સેન્ટ માં કોઈ પણ વિકાર તરફ આકર્ષણ ન જાય, ક્યારેય એનાં વશીભૂત ન
હોય. હાઈએસ્ટ પોઝિશન વાળા આત્માઓ કોઈ સાધારણ સંકલ્પ પણ ન કરી શકે. તો જ્યારે કોઈ પણ
સંકલ્પ અથવા કર્મ કરો છો તો ચેક કરો કે જેવું ઊંચું નામ તેવું ઊંચું કામ છે? જો નામ
ઊંચું, કામ નીચું તો નામ બદનામ કરો છો એટલે લક્ષ પ્રમાણે લક્ષણ ધારણ કરો ત્યારે
કહેવાશે સંપૂર્ણ નિર્વિકારી અર્થાત્ હોલીએસ્ટ આત્મા.
સ્લોગન :-
કર્મ કરતા
કરન-કરાવનહાર બાપ ની સ્મૃતિ રહે તો સ્વ-પુરુષાર્થ અને યોગ નું બેલેન્સ ઠીક રહેશે.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
આ કળિયુગી તમોપ્રધાન
જડજડીભૂત વૃક્ષ ની દુર્દશા જોતા બ્રહ્મા બાપ ને સંકલ્પ આવે છે કે હમણાં-હમણાં
બાળકોનાં તપસ્વીરુપ દ્વારા યોગ-અગ્નિ દ્વારા આ જૂના વૃક્ષ ને ભસ્મ કરી દઉં. પરંતુ
એનાં માટે સંગઠિત ગ્રુપ માં ફુલ ફોર્સ થી જ યોગ જ્વાળા પ્રજ્વલિત જોઈએ. તો બ્રહ્મા
બાપ નાં આ સંકલ્પ ને સાકાર માં લાવો.