29-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાનાં સ્વીટ બાપ ને યાદ કરો તો તમે સતોપ્રધાન દેવતા બની જશો , બધો આધાર યાદ ની
યાત્રા પર છે”
પ્રશ્ન :-
જેમ બાપ ની કશિશ (આકર્ષણ) બાળકો ને થાય છે તેમ કયા બાળકો ની કશિશ બધાને થશે?
ઉત્તર :-
જે ફૂલ બન્યાં છે. જેમ નાનાં બાળકો ફૂલ હોય છે, તેમને વિકારો ની ખબર પણ નથી તો તે
બધાને કશિશ (આકર્ષિત) કરે છે ને? એમ આપ બાળકો પણ જ્યારે ફૂલ અર્થાત્ પવિત્ર બની જશો
તો બધાને કશિશ થશે. તમારા માં વિકારો નો કોઈ પણ કાંટો ન હોવો જોઈએ.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
જાણે છે કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. પોતાનાં ભવિષ્ય નું પુરુષોત્તમ મુખડું જુઓ છો?
પુરુષોત્તમ વસ્ત્ર જુઓ છો? અનુભવ કરો છો કે અમે ફરી નવી દુનિયા સતયુગ માં આમની (લક્ષ્મી-નારાયણ)
વંશાવલી માં જઈશું અર્થાત્ સુખધામ માં જઈશું અથવા પુરુષોત્તમ બનીશું. બેઠાં-બેઠાં આ
વિચાર આવે છે? વિદ્યાર્થી જે ભણે છે તો જે પદ માટે ભણે છે, તે જરુર બુદ્ધિ માં હશે
ને - હું બેરિસ્ટર અથવા ફલાણો બનીશ. તેમ તમે પણ જ્યારે અહીં બેસો છો તો આ જાણો છો
અમે વિષ્ણુ ડિનાયસ્ટી માં જઈશું. વિષ્ણુ નાં બે રુપ છે - લક્ષ્મી-નારાયણ, દેવી-દેવતા.
તમારી બુદ્ધિ હમણાં અલૌકિક છે. બીજા કોઈ મનુષ્ય ની બુદ્ધિ માં આ વાતો રમણ નહીં કરતી
હશે. આપ બાળકો ની બુદ્ધિ માં આ બધી વાતો છે. આ કોઈ સાધારણ સત્સંગ નથી. અહીં બેઠાં
છો, સમજો છો સત્ બાબા જેમને શિવ કહેવાય છે, એમનાં સંગ માં બેઠાં છીએ. શિવબાબા જ
રચયિતા છે, એ જ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે અને આ નોલેજ આપે છે. જાણે કાલ ની
વાત સંભળાવે છે. અહીં બેઠાં છો તો આ તો યાદ હશે ને કે અમે આવ્યાં છીએ - રીઝ્યુવનેટ
થવા અર્થાત્ આ શરીર બદલી દેવતા શરીર લેવાં. આત્મા કહે છે અમારું આ તમોપ્રધાન જૂનું
શરીર છે, આને બદલીને આવાં લક્ષ્મી-નારાયણ બનવું છે. મુખ્ય ઉદ્દેશ કેટલો શ્રેષ્ઠ છે.
ભણાવવા વાળા શિક્ષક જરુર ભણવાવાળા વિદ્યાર્થી કરતાં હોશિયાર હશે ને? ભણાવે છે, સારા
કર્મ શીખવાડે છે તો જરુર ઊંચ હશે ને? તમે જાણો છો આપણને સૌથી ઊંચા માં ઊંચા ભગવાન
ભણાવે છે. ભવિષ્ય માં આપણે જ દેવતા બનીશું. આપણે જે ભણીએ છીએ તે ભવિષ્ય નવી દુનિયા
માટે. બીજા કોઈને નવી દુનિયા ની ખબર પણ નથી. તમારી બુદ્ધિ માં હવે આવે છે આ
લક્ષ્મી-નારાયણ નવી દુનિયા નાં માલિક હતાં. તો જરુર ફરી રિપીટ (પુનરાવૃત્તિ) થશે.
તો બાપ સમજાવે છે તમને ભણાવીને મનુષ્ય થી દેવતા બનાવું છું. દેવતાઓ માં પણ જરુર
નંબરવાર હશે. દૈવી રાજધાની હોય છે ને? તમારો આખો દિવસ આ જ વિચાર ચાલતો હશે કે અમે
આત્મા છીએ. અમારો આત્મા જે ખૂબ પતિત હતો, તે હવે પાવન બનવા માટે પાવન બાપ ને યાદ કરે
છે. યાદ નો અર્થ પણ સમજવાનો છે. આત્મા યાદ કરે છે પોતાનાં સ્વીટ બાપ ને. બાપ સ્વયં
કહે છે - બાળકો, મને યાદ કરવાથી તમે સતોપ્રધાન દેવતા બની જશો. બધો આધાર યાદ ની
યાત્રા પર છે. બાપ જરુર પૂછશે ને - બાળકો કેટલો સમય યાદ કરો છો? યાદ કરવામાં જ માયા
ની લડાઈ થાય છે. તમે પોતે સમજો છો આ યાત્રા નથી પરંતુ જાણે લડાઈ છે, આમાં વિઘ્ન ખૂબ
પડે છે. યાદ ની યાત્રા માં રહેવામાં જ માયા વિઘ્ન નાખે છે અર્થાત્ યાદ ભૂલાવી દે
છે. કહે પણ છે બાબા અમને તમારી યાદ માં રહેવામાં માયા નાં તોફાન ખૂબ લાગે (આવે) છે.
નંબરવન તોફાન છે દેહ-અભિમાન નું. પછી છે કામ, ક્રોધ, લોભ, મોહ… આજે કામ નું તોફાન,
કાલે ક્રોધ નું તોફાન, લોભ નું તોફાન આવ્યું... આજે મારી અવસ્થા સારી રહી, કોઈ પણ
તોફાન ન આવ્યાં. યાદ ની યાત્રા માં આખો દિવસ રહ્યાં, ખૂબ ખુશી હતી. બાબા ને ખૂબ યાદ
કર્યાં. યાદ માં પ્રેમ નાં આંસુ વહેતા રહે છે. બાપ ની યાદ માં રહેવાથી તમે મીઠાં બની
જશો.
આપ બાળકો એ પણ સમજો છો કે આપણે માયા થી હાર ખાતા-ખાતા ક્યાં સુધી આવીને પહોંચ્યાં
છીએ. બાળકો હિસાબ કાઢે છે. કલ્પ માં કેટલાં મહિના, કેટલાં દિવસ...છે. બુદ્ધિ માં આવે
છે ને? જો કોઈ કહે લાખો વર્ષ આયુ છે તો પછી કોઈ હિસાબ થોડી કરી શકે? બાપ સમજાવે છે
- આ સૃષ્ટિ નું ચક્ર ફરતું રહે છે. આ આખાં ચક્ર માં આપણે કેટલાં જન્મ લઈએ છીએ. કેવી
રીતે ડિનાયસ્ટી માં જઈએ છીએ. આ તો જાણો છો ને? આ બિલકુલ નવી વાતો, નવી નોલેજ છે નવી
દુનિયા માટે. નવી દુનિયા સ્વર્ગ ને કહેવાય છે. તમે કહેશો અમે હમણાં મનુષ્ય છીએ,
દેવતા બની રહ્યાં છીએ. દેવતા પદ છે ઊંચ. આપ બાળકો જાણો છો આપણે સૌથી ન્યારી નોલેજ
લઈ રહ્યાં છીએ. આપણને ભણાવવા વાળા બિલકુલ ન્યારા વિચિત્ર છે. તેમને આ સાકાર ચિત્ર
નથી. એ છે જ નિરાકાર. તો ડ્રામા માં જુઓ કેવો સારો પાર્ટ રાખેલો છે. બાપ ભણાવે કેવી
રીતે? તો સ્વયં બતાવે છે - હું ફલાણા તન માં આવું છું. કયા તન માં આવું છું, તે પણ
બતાવે છે. મનુષ્ય મુંઝાય છે - શું એક જ તન માં આવશે? પરંતુ આ તો ડ્રામા છે ને? આમાં
ચેન્જ (બદલી) થઈ નથી શકતો. આ વાતો તમે જ સાંભળો છો અને ધારણ કરો છો અને સંભળાવો છો
- કેવી રીતે આપણને શિવબાબા ભણાવે છે? આપણે પછી બીજા આત્માઓ ને ભણાવીએ છીએ. ભણે આત્મા
છે. આત્મા જ શીખે, શીખવાડે છે. આત્મા મોસ્ટ વેલ્યુએબલ (ખૂબ મુલ્યવાન) છે? આત્મા
અવિનાશી, અમર છે. ફક્ત શરીર ખતમ થાય છે. આપણે આત્માઓ પોતાનાં પરમપિતા પરમાત્મા પાસે
થી નોલેજ લઈ રહ્યાં છીએ. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત, ૮૪ જન્મો ની નોલેજ લઈ
રહ્યાં છીએ. નોલેજ કોણ લે છે? આત્મા. આત્મા અવિનાશી છે. મોહ પણ રાખવો જોઈએ અવિનાશી
વસ્તુ માં, નહીં કે વિનાશી વસ્તુ માં. આટલો સમય તમે વિનાશી શરીર માં મોહ રાખતા આવ્યાં
છો. હવે સમજો છો - અમે આત્મા છીએ, શરીર નું ભાન છોડવાનું છે. કોઈ-કોઈ બાળકો લખે પણ
છે મુજ આત્માએ આ કામ કર્યું. મુજ આત્માએ આજે આ ભાષણ કર્યું. મુજ આત્માએ આજે ખૂબ બાબા
ને યાદ કર્યાં. એ છે સુપ્રીમ આત્મા, નોલેજફુલ. આપ બાળકો ને કેટલું નોલેજ આપે છે.
મૂળવતન, સૂક્ષ્મવતન ને તમે જાણો છો. મનુષ્યો ની બુદ્ધિ માં તો કાંઈ પણ નથી. તમારી
બુદ્ધિ માં છે રચયિતા કોણ છે? આ મનુષ્ય સૃષ્ટિ નાં ક્રિયેટર (રચયિતા) ગવાય છે, તો
જરુર કર્તવ્ય માં આવે છે.
તમે જાણો છો બીજા કોઈ મનુષ્ય નથી જેમને આત્મા અને પરમાત્મા બાપ યાદ હોય. બાપ જ
નોલેજ આપે છે કે સ્વયં ને આત્મા સમજો. તમે પોતાને શરીર સમજી ઉલ્ટા લટકી પડ્યાં છો.
આત્મા સત્ ચિત્ આનંદ સ્વરુપ છે. આત્મા ની સૌથી વધારે મહિમા છે. એક બાપ નાં આત્મા ની
કેટલી મહિમા છે. એ જ દુઃખહર્તા સુખકર્તા છે. મચ્છર વગેરે ની તો મહિમા નહીં કરશે કે
તે દુઃખહર્તા-સુખકર્તા છે, જ્ઞાન નાં સાગર છે. ના, આ બાપ ની મહિમા છે. તમે પણ દરેક
સ્વયં દુઃખહર્તા-સુખકર્તા છો કારણકે એ જ બાપ નાં બાળકો છો ને, જે બધાનાં દુઃખ હરીને
અને સુખ આપે છે. તે પણ અડધાકલ્પ માટે. આ નોલેજ બીજા કોઈમાં નથી. નોલેજફુલ એક જ બાપ
છે. આપણા માં નોલેજ નથી. એક બાપ ને જ નથી જાણતા તો બાકી પછી શું નોલેજ હશે? હમણાં
તમે અનુભવ કરો છો અમે પહેલાં નોલેજ લેતા હતાં, કાંઈ પણ નહોતાં જાણતાં. બેબી માં (નાનાં
બાળક માં) નોલેજ નથી હોતી બીજા કોઈ અવગુણ પણ નથી હોતાં, એટલે તેમને મહાત્મા કહેવાય
છે કારણકે પવિત્ર છે. જેટલું નાનું બાળક એટલું નંબરવન ફૂલ. બિલકુલ જાણે કર્માતીત
અવસ્થા છે. કર્મ વિકર્મ કાંઈ નથી જાણતાં. ફક્ત પોતાને જ જાણે છે. તે ફૂલ છે એટલે
બધાને કશિશ કરે છે. જેમ હમણાં બાબા કશિશ કરે છે. બાપ આવ્યાં જ છે આપ સર્વ ને ફૂલ
બનાવવાં. તમારા માં ઘણાં ખરાબ કાંટા પણ છે. ૫ વિકાર રુપી કાંટા છે ને? આ સમયે તમને
ફૂલો અને કાંટાઓ નું જ્ઞાન છે. કાંટાઓ નું જંગલ પણ હોય છે. બબુલ (બાવળ) નો કાંટો
સૌથી મોટો હોય છે. તે કાંટા થી પણ અનેક વસ્તુ બને છે. તુલના કરાય છે મનુષ્યો ની.
બાપ સમજાવે છે, આ સમયે બહુજ દુઃખ આપવા વાળા મનુષ્ય કાંટા છે એટલે આને દુઃખ ની દુનિયા
કહેવાય છે. કહે પણ છે બાપ સુખદાતા છે. માયા રાવણ દુઃખદાતા છે. પછી સતયુગ માં માયા
નહીં હશે તો આ કાંઈ પણ વાતો નહીં હશે. ડ્રામા માં એક પાર્ટ બે વખત ન હોય શકે. બુદ્ધિ
માં છે આખી દુનિયા માં જે પાર્ટ ભજવાય છે, તે બધો નવો. તમે વિચાર કરો - સતયુગ થી
લઈને અહીં સુધીનાં દિવસો જ બદલાઈ જાય છે, એક્ટિવિટી (પ્રવૃત્તિ) બદલાઈ જાય છે. ૫
હજાર વર્ષ ની પૂરી એક્ટિવિટી નો રેકોર્ડ આત્મા માં ભરાયેલો છે, તે બદલાઈ નથી શકતો.
દરેક આત્મા માં પોતાનો પાર્ટ ભરાયેલો છે. આ એક વાત પણ કોઈ સમજી નથી શકતાં. હમણાં
આદિ-મધ્ય-અંત ને તમે જાણો છો. આ સ્કૂલ છે ને? સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવાનું
છે અને પછી બાપ ને યાદ કરી પવિત્ર બનવાનું ભણતર છે. આનાં પહેલાંં જાણતાં હતાં શું -
આપણે આ બનવાનું છે. બાપ કેટલું ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવે છે. તમે પહેલાં નંબર માં
આ હતાં પછી તમે નીચે ઉતરતાં-ઉતરતાં હવે શું બની ગયા છો! દુનિયા ને તો જુઓ શું બની
ગઈ છે! કેટલાં અસંખ્ય મનુષ્ય છે. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની નો વિચાર કરો - શું
હશે! આ જ્યાં રહેતાં હશે કેવા હીરા-ઝવેરાત નાં મહેલ હશે. બુદ્ધિ માં આવે છે - હવે
આપણે સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. ત્યાં આપણે પોતાનાં મકાન વગેરે બનાવીશું. એવું નથી
કે નીચે થી દ્વારિકા નીકળી આવશે. જેમ શાસ્ત્રો માં દેખાડ્યું છે. શાસ્ત્ર નામ જ
ચાલ્યું આવે છે, બીજું તો કોઈ નામ રાખી નથી શકતાં. બીજા પુસ્તકો હોય છે ભણતર નાં.
બીજી નવલકથા હોય છે. બાકી આને પુસ્તક અથવા શાસ્ત્ર કહે છે. તે છે ભણતર નાં પુસ્તકો.
શાસ્ત્ર વાંચવાવાળા ને ભક્ત કહેવાય છે. ભક્તિ અને જ્ઞાન બે વસ્તુ છે. હવે વૈરાગ શેનો?
ભક્તિ નો કે જ્ઞાન નો? જરુર કહેશે ભક્તિ નો. હમણાં તમને જ્ઞાન મળી રહ્યું છે, જેનાથી
તમે આટલાં ઊંચ બનો છો. હવે બાપ તમને સુખદાયી બનાવે છે. સુખધામ ને જ સ્વર્ગ કહેવાય
છે. સુખધામ માં તમે ચાલવા વાળા છો તો તમને જ ભણાવે છે. આ જ્ઞાન પણ તમારો આત્મા લે
છે. આત્મા નો કોઈ ધર્મ નથી. એ તો આત્મા છે. પછી આત્મા જ્યારે શરીર માં આવે છે તો
શરીર નાં ધર્મ અલગ હોય છે. આત્મા નો ધર્મ શું છે? એક તો આત્મા બિંદુ જેવો છે અને
શાંત સ્વરુપ છે. શાંતિધામ, મુક્તિધામ માં રહે છે. હવે બાપ સમજાવે છે - બધા બાળકો નો
હક છે. ઘણાં બાળકો છે જે બીજા બીજા ધર્મો માં કન્વર્ટ (બદલી) થઈ ગયાં છે. તે પછી
નીકળીને પોતાનાં અસલી ધર્મ માં આવી જશે. જે દેવી-દેવતા ધર્મ છોડી બીજા ધર્મ માં ગયા
છે, તે બધા પાન પાછા આવી જશે, પોતાની જગ્યા પર. આ બધી વાતો ને બીજા કોઈ સમજી ન શકે.
પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવાનો છે એમાં જ બધા મૂંઝાઈ ગયા છે. આપ બાળકો જાણો
છો હમણાં આપણને કોણ ભણાવે છે? બાપ ભણાવે છે. કૃષ્ણ તો દેહધારી છે. આમને (બ્રહ્માને)
દાદા કહેવાશે. બધા ભાઈ-ભાઈ છે ને? પછી છે પદ નાં ઉપર. આ ભાઈ નું શરીર છે, આ બહેન
નું શરીર છે. આ પણ હમણાં તમે જાણો છો. આત્મા તો એક નાનો એવો સિતારો છે. આટલી બધી
નોલેજ નાનાં સિતારા માં છે. સિતારો શરીર સિવાય (વગર) વાત પણ કરી નથી શકતો. સિતારા
ને પાર્ટ ભજવવા માટે અંગ પણ જોઈએ. સિતારાઓ ની દુનિયા જ અલગ છે. પછી અહીં આવીને આત્મા
શરીર ધારણ કરે છે. તે છે આત્માઓ નું ઘર. આત્મા નાનું બિંદુ છે. શરીર મોટી વસ્તુ છે.
તો તેને કેટલું યાદ કરે છે! હવે તમારે યાદ કરવાના છે - એક પરમપિતા પરમાત્મા ને. આ જ
સત્ય છે કારણકે આત્માઓ અને પરમાત્મા નો મેળો થાય છે. ગાયન પણ છે આત્માઓ પરમાત્મા
અલગ રહ્યાં બહુકાળ… આપણે બાબા થી અલગ થયા છીએ ને? યાદ આવે છે કેટલો સમય અલગ થયા છીએ?
બાપ જે કલ્પ-કલ્પ સંભળાવતા આવ્યાં છે, એ જ આવીને સંભળાવે છે. આમાં જરા પણ ફરક નથી
થઈ શકતો. સેકન્ડ બાય સેકન્ડ જે પાર્ટ ચાલે છે તે નવો. એક સેકન્ડ પસાર થાય છે, મિનિટ
પસાર થાય છે, એને જેમ છોડતા જઈએ છીએ. પસાર થતું જાય છે એટલે કહેવાશે - આટલાં વર્ષ,
આટલાં દિવસ, મિનિટ, આટલી સેકન્ડ પસાર કરી આવ્યાં છીએ. પૂરાં ૫ હજાર વર્ષ થશે પછી એક
નંબર થી શરુ થશે. એક્યુરેટ હિસાબ છે ને? મિનિટ, સેકન્ડ બધું નોંધ કરે છે. હવે તમને
કોઈ પૂછે - આમણે ક્યારે જન્મ લીધો હતો? તમે ગણતરી કરીને બતાવો છો. શ્રીકૃષ્ણએ પહેલાં
નંબર માં જન્મ લીધો છે. શિવ ની તો મિનિટ, સેકન્ડ કાંઈ પણ નથી કાઢી શકતાં. શ્રીકૃષ્ણ
ની તિથિ-તારીખ પૂરું લખેલું છે. મનુષ્યો ની ઘડિયાળ માં ફરક પડી શકે છે - મિનિટ,
સેકન્ડ નો. શિવબાબા નાં અવતરણ માં તો બિલકુલ ફરક નથી પડી શકતો. ખબર પણ નથી પડતી કે
ક્યારે આવ્યાં? એવું પણ નથી સાક્ષાત્કાર થયો ત્યારે આવ્યાં. ના, અંદાજ થી કહી દે
છે. બાકી એવું નથી તે સમયે પ્રવેશ થયો. સાક્ષાત્કાર થયો કે અમે ફલાણા બનીશું. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સુખધામ માં
ચાલવા માટે સુખદાયી બનવાનું છે. બધાનાં દુઃખ હરીને સુખ આપવાનું છે. ક્યારેય પણ
દુઃખદાયી કાંટા નથી બનવાનું.
2. આ વિનાશી શરીર માં
આત્મા જ મોસ્ટ વેલ્યુબલ (ખુબ મુલ્યવાન) છે, એ જ અમર અવિનાશી છે એટલે અવિનાશી વસ્તુ
સાથે પ્રેમ રાખવાનો છે. દેહ નું ભાન ખતમ કરી દેવાનું છે.
વરદાન :-
પોતાનાં અનાદિ
- આદિ સ્વરુપ ની સ્મૃતિ થી નિર્બંધન બનવા અને બનાવવા વાળા મરજીવા ભવ
જેવી રીતે બાપ લોન લે
છે, બંધન માં નથી આવતા, એવી રીતે આપ મરજીવા જન્મ વાળા બાળકો શરીર નાં, સંસ્કારો
નાં, સ્વભાવ નાં બંધનો થી મુક્ત બનો, જ્યારે ઈચ્છો જેવી રીતે ઈચ્છો તેવા સંસ્કાર
પોતાનાં બનાવી લો. જેવી રીતે બાપ નિર્બંધન છે તેમ નિર્બંધન બનો. મૂળવતન ની સ્થિતિ
માં સ્થિત થઈને પછી નીચે આવો. પોતાનાં અનાદિ-આદિ સ્વરુપ ની સ્મૃતિ માં રહો, અવતરિત
થયેલો આત્મા સમજીને કર્મ કરો તો બીજા પણ તમને ફોલો કરશે.
સ્લોગન :-
યાદ ની વૃત્તિ
થી વાયુમંડળ ને પાવરફુલ બનાવવું - આ જ મન્સા સેવા છે.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જ્યાં સુધી કોઈ પણ
પ્રકાર નો લગાવ છે, ભલે તે સંકલ્પ નાં સ્વરુપ માં હોય, ભલે સંબંધ નાં સ્વરુપ માં કે
સંપર્ક નાં રુપ માં અથવા પોતાની કોઈ વિશેષતા ની તરફ હોય. કોઈ પણ લગાવ બંધન-યુક્ત કરી
દેશે. તે લગાવ અશરીરી બનવા નહીં દેશે અને તે વિશ્વ-કલ્યાણકારી પણ બનાવી નહીં શકશે
એટલે પહેલાં સ્વયં લગાવ મુક્ત બનો ત્યારે વિશ્વ ને મુક્તિ તથા જીવનમુક્તિ નો વારસો
અપાવી શકશો.