30-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આખાં
કલ્પ નો આ છે સર્વોત્તમ કલ્યાણકારી સંગમયુગ , આમાં આપ બાળકો યાદ ની સૈક્રીન ( મીઠાશ
) થી સતોપ્રધાન બનો છો”
પ્રશ્ન :-
અનેક પ્રકાર નાં
પ્રશ્નો ની ઉત્પત્તિ નું કારણ તથા એ બધાનું નિવારણ શું છે?
ઉત્તર :-
જ્યારે દેહ-અભિમાન માં આવો છો તો સંશય ઉત્પન્ન થાય છે અને સંશય ઉઠવાથી જ અનેક
પ્રશ્નો ની ઉત્પત્તિ થઈ જાય છે. બાબા કહે છે મેં આપ બાળકો ને જે ધંધો આપ્યો છે -
પતિત થી પાવન બનો અને બનાવો, આ ધંધા માં રહેવાથી બધા પ્રશ્નો ખતમ થઈ જશે.
ગીત :-
તુમ્હેં પાકે
હમને જહાં પા લિયા હૈ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું મીઠાં-મીઠાં રુહાની બાળકો? જરુર રુહાની
બાપ જ કહી શકે છે. મીઠાં-મીઠાં રુહાની બાળકો હમણાં સન્મુખ બેઠાં છે અને બાપ ખૂબ
પ્રેમ થી સમજાવી રહ્યાં છે. હવે તમે જાણો છો રુહાની બાપ સિવાય સર્વ ને સુખ-શાંતિ
આપવા તથા સર્વ ને આ દુ:ખ થી લિબરેટ (મુક્ત) કરવાવાળા, દુનિયાભર માં બીજા કોઈ મનુષ્ય
હોય ન શકે એટલે દુઃખ માં બાપ ને યાદ કરતા રહે છે. આપ બાળકો સન્મુખ બેઠાં છો. જાણો
છો બાબા અમને સુખધામ નાં લાયક બનાવી રહ્યાં છે. સદા સુખધામ નાં માલિક બનાવવા વાળા
બાપ નાં સન્મુખ આવ્યાં છો. હવે સમજો છો સન્મુખ સાંભળવા અને દૂર રહીને સાંભળવામાં
બહુજ ફરક છે. મધુબન માં સન્મુખ આવો છો. મધુબન પ્રસિદ્ધ છે. મધુબન માં તેઓએ
શ્રીકૃષ્ણ નું ચિત્ર દેખાડ્યું છે. પરંતુ શ્રીકૃષ્ણ નથી. આપ બાળકો જાણો છો - અહીં
તો ઘડી-ઘડી પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે, આમાં મહેનત લાગે છે. હું આત્મા બાપ પાસે
થી વારસો લઈ રહ્યો છું. બાપ એક જ સમયે આવે છે આખાં ચક્ર માં. આ કલ્પ નો સુખદ
સંગમયુગ છે. આનું નામ રાખ્યું છે પુરુષોત્તમ. આ જ સંગમયુગ છે જેમાં બધા મનુષ્ય
માત્ર ઉત્તમ બને છે. હમણાં તો બધા મનુષ્ય માત્ર નાં આત્માઓ તમોપ્રધાન છે તો પછી
સતોપ્રધાન બને છે. સતોપ્રધાન છે તો ઉત્તમ છે. તમોપ્રધાન બનવાથી મનુષ્ય પણ કનિષ્ટ બને
છે. તો હમણાં બાપ આત્માઓ ને સન્મુખ બેસીને સમજાવે છે. બધો પાર્ટ આત્મા જ ભજવે છે નહીં
કે શરીર. તમારી બુદ્ધિ માં આવી ગયું છે કે આપણે આત્મા અસલ માં નિરાકારી દુનિયા કે
શાંતિધામ માં રહેવાવાળા છીએ. આ કોઈને પણ ખબર નથી. નથી પોતે સમજાવી શકતાં. તમારી
બુદ્ધિ નું તાળું હમણાં ખુલ્યું છે. તમે સમજો છો બરોબર આત્માઓ પરમધામ માં રહે છે.
તે છે નિરાકારી દુનિયા. આ છે સાકારી દુનિયા. અહીંયા આપણે બધા આત્માઓ, એક્ટર્સ
પાર્ટધારી છીએ. પહેલાં-પહેલાં આપણે પાર્ટ ભજવવા આવીએ છીએ, પછી નંબરવાર આવતા જાય છે.
બધા એક્ટર્સ સાથે નથી આવી જતાં. ભિન્ન-ભિન્ન પ્રકારનાં એક્ટર્સ આવતા-જાય છે. બધા
સાથે ત્યારે થાય જ્યારે નાટક પૂરું થાય છે. હમણાં તમને પરિચય મળ્યો છે, આપણે આત્મા
અસલ શાંતિધામ નાં રહેવાસી છીએ, અહીં આવીએ છીએ પાર્ટ ભજવવાં. બાપ પૂરો સમય પાર્ટ
ભજવવા નથી આવતાં. આપણે જ પાર્ટ ભજવતાં-ભજવતાં સતોપ્રધાન થી તમોપ્રધાન બની જઈએ છીએ.
હમણાં આપ બાળકો ને સન્મુખ સાંભળવાથી ખૂબ મજા આવે છે. આટલી મજા મોરલી વાંચવાથી નથી
આવતી. અહીં સન્મુખ છો ને?
આપ બાળકો સમજો છો કે
ભારત ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) નું સ્થાન હતું. હમણાં નથી. ચિત્ર જુઓ છો, હતું જરુર.
આપણે ત્યાંનાં રહેવાસી હતાં - પહેલાં-પહેલાં આપણે દેવતા હતાં, પોતાનાં પાર્ટ ને તો
યાદ કરશો કે ભૂલી જશો? બાપ કહે છે તમે અહીંયા આ પાર્ટ ભજવ્યો. આ ડ્રામા છે. નવી
દુનિયાથી પછી જરુર જૂની દુનિયા બને છે. પહેલાં-પહેલાં ઉપર થી જે આત્માઓ આવે છે, તે
ગોલ્ડન એજ (સતયુગ) માં આવે છે. આ બધી વાતો હમણાં તમારી બુદ્ધિ માં છે. તમે વિશ્વ
નાં માલિક મહારાજા-મહારાણી હતાં. તમારી રાજધાની હતી. હમણાં તો રાજધાની નથી. હમણાં
તમે શીખી રહ્યાં છો, અમે રાજાઈ કેવી રીતે ચલાવીશું? ત્યાં વજીર હોતાં નથી. સલાહ આપવા
વાળાની જરુર નથી. તે તો શ્રીમત દ્વારા શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બની જાય છે. પછી તેમને
બીજા કોઈ પાસે થી સલાહ લેવાની જરુર નથી. જો કોઈ થી સલાહ લે તો સમજાશે તેમની બુદ્ધિ
કમજોર છે. હમણા જે શ્રીમત મળે છે, તે સતયુગ માં પણ કાયમ રહે છે. હમણાં તમે સમજો છો
પહેલાં-પહેલાં બરોબર આ દેવી-દેવતાઓ નું અડધોકલ્પ રાજ્ય હતું. હમણાં તમારો આત્મા
રિફ્રેશ થઈ રહ્યો છે. આ નોલેજ પરમાત્મા સિવાય કોઈ પણ આત્માઓ આપી ન શકે.
હવે આપ બાળકોએ
દેહી-અભિમાની બનવાનું છે. શાંતિધામ થી આવીને અહીંયા તમે ટોકી બનો છો (અવાજ માં આવો
છો). ટોકી બન્યાં વગર કર્મ થઈ ન શકે. આ ખૂબ સમજવાની વાતો છે. જેમ બાપ માં બધું
જ્ઞાન છે તેમ તમારા આત્મા માં પણ જ્ઞાન છે. આત્મા કહે છે - હું એક શરીર છોડી
સંસ્કાર અનુસાર પછી બીજું શરીર લઉં છું. પુનર્જન્મ પણ જરુર થાય છે. આત્મા ને જે પણ
પાર્ટ મળેલો છે, તે ભજવતો રહે છે. સંસ્કારો અનુસાર બીજો જન્મ લેતો રહે છે. આત્મા ની
દિવસે-દિવસે પવિત્રતા ની ડીગ્રી (પ્રમાણ) ઓછી થતી જાય છે. પતિત શબ્દ દ્વાપર થી કામ
માં લાવે છે. છતાં પણ થોડોક ફરક જરુર પડે છે. તમે નવું મકાન બનાવો, એક મહિના નાં પછી
થોડો ફરક જરુર પડશે. હમણાં આપ બાળકો સમજો છો બાબા આપણને વારસો આપી રહ્યાં છે. બાપ
કહે છે હું આવ્યો છું આપ બાળકો ને વારસો આપવાં. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું પદ
મેળવશે. બાપ પાસે કોઈ ફરક નથી. બાપ જાણે છે હું આત્માઓ ને ભણાવું છું. આત્મા નો હક
છે બાપ પાસે થી વારસો લેવાનો, આમાં મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) ની દૃષ્ટિ અહીં રહેતી
નથી. તમે બધા બાળકો છો. બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો. બધા આત્માઓ બ્રધર્સ (ભાઈ-ભાઈ)
છે, જેમને બાપ ભણાવે છે, વારસો આપે છે. બાપ જ રુહાની બાળકો સાથે વાત કરે છે - હે
લાડલા મીઠા સિકિલધા બાળકો, તમે ઘણો સમય પાર્ટ ભજવતાં-ભજવતાં હવે ફરી આવીને મળ્યાં
છો, પોતાનો વારસો લેવાં. આ પણ ડ્રામા માં નોંધ છે. શરુઆત થી લઈને પાર્ટ નોંધાયેલો
છે. આપ એક્ટર્સ પાર્ટ ભજવતા, એક્ટ (કર્મ) કરતા રહો છો. આત્મા અવિનાશી છે, આમાં
અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. શરીર તો બદલાતું રહે છે. બાકી આત્મા ફક્ત પવિત્ર થી
અપવિત્ર બને છે. પતિત બને છે, સતયુગ માં છે પાવન. આને કહેવાય છે પતિત દુનિયા. જ્યારે
દેવતાઓ નું રાજ્ય હતું તો નિર્વિકારી દુનિયા હતી. હમણાં નથી. આ ખેલ છે ને? નવી
દુનિયા સો જૂની દુનિયા, જૂની દુનિયા પછી નવી દુનિયા. હમણાં સુખધામ સ્થાપન થાય છે,
બાકી બધા આત્માઓ મુક્તિધામ માં રહેશે. હમણાં આ બેહદ નું નાટક આવીને પૂરું થયું છે.
સર્વ આત્માઓ મચ્છર ની જેમ જશે. આ સમયે કોઈ પણ આત્મા આવે તો પતિત દુનિયા માં તેમની
શું વેલ્યુ હશે? વેલ્યુ એમની છે જે પહેલાં-પહેલાં નવી દુનિયા માં આવે છે. તમે જાણો
છો જે નવી દુનિયા હતી તે પછી જૂની બની છે. નવી દુનિયા માં આપણે દેવી-દેવતા હતાં.
ત્યાં દુઃખ નું નામ નહોતું. અહીં તો અથાહ દુઃખ છે. બાપ આવીને દુઃખ ની દુનિયા થી
લિબરેટ (મુક્ત) કરે છે. આ જૂની દુનિયા બદલાવાની જરુર છે. તમે સમજો છો બરોબર આપણે
સતયુગ નાં માલિક હતાં. પછી ૮૪ જન્મો પછી આવા બન્યાં છીએ. હવે ફરી બાપ કહે છે મને
યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. તો આપણે કેમ નહીં પોતાને આત્મા નિશ્ચય કરીએ
અને બાપ ને યાદ કરીએ! કાંઈક તો મહેનત કરવી પડશે ને? રાજાઈ મેળવવી કોઈ સહજ થોડી છે?
બાપ ને યાદ કરવાના છે. આ માયા નું વંડર (અજાયબી) છે જે ઘડી-ઘડી તમને ભૂલાવી દે છે.
તેનાં માટે ઉપાય રચવો જોઈએ. એવું નથી, મારા બનવાથી યાદ જામી જશે. બાકી પુરુષાર્થ
શું કરશો! ના. જ્યાં સુધી જીવવાનું છે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન-અમૃત પીતા રહેવાનું
છે. આ પણ સમજો છો આપણો આ અંતિમ જન્મ છે. આ શરીર નું ભાન છોડી દેહી-અભિમાન બનવાનું
છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. પુરુષાર્થ જરુર કરવાનો છે. ફક્ત પોતાને
આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરો. ત્વમેવ માતાશ્ચ પિતા… આ બધી છે ભક્તિમાર્ગ ની
મહિમા. તમારે ફક્ત એક અલ્ફ ને યાદ કરવાના છે. એક જ મીઠી સૈક્રીન છે. બીજી બધી વાતો
છોડી એક સૈક્રીન (બાપ) ને યાદ કરો. હવે તમારો આત્મા તમોપ્રધાન બન્યો છે, એને
સતોપ્રધાન બનાવવા માટે યાદ ની યાત્રા માં રહો. બધાને આ જ કહો, બાપ પાસે થી સુખ નો
વારસો લો. સુખ હોય જ છે સતયુગ માં. સુખધામ સ્થાપન કરવા વાળા બાબા છે. બાપ ને યાદ
કરવા ખૂબ સહજ છે. પરંતુ માયા ની ઓપોઝિશન (વિરોધ) ખૂબ છે એટલે કોશિશ કરી મુજ બાપ ને
યાદ કરો તો ખાદ નીકળી જશે. સેકન્ડ માં જીવનમુક્તિ ગવાય છે. આપણે આત્મા રુહાની બાપ
નાં બાળકો છીએ. ત્યાં નાં રહેવા વાળા છીએ. પછી આપણે પોતાનો પાર્ટ રીપીટ કરવાનો છે.
આ ડ્રામા ની અંદર સૌથી વધારે આપણો પાર્ટ છે. સુખ પણ સૌથી વધારે આપણને મળશે. બાપ કહે
છે તમારો દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે અને બાકી બધા શાંતિધામ માં
ઓટોમેટિકલી (આપોઆપ) ચાલ્યાં જશે, હિસાબ-કિતાબ ચૂક્તું કરીને. વધારે વિસ્તાર માં આપણે
કેમ જઈએ? બાપ આવે જ છે બધાને પાછા લઈ જવાં. મચ્છર સદૃશ્ય બધાને લઈ જાય છે. સતયુગ
માં ખૂબ થોડા હોય છે. આ બધું ડ્રામા માં નોંધ છે. શરીર ખતમ થઈ જશે. આત્મા જે અવિનાશી
છે તે હિસાબ-કિતાબ ચૂક્તું કરી ચાલ્યો જશે. એવું નથી કે આત્મા આગ માં પડવાથી જ
પવિત્ર બનશે. આત્મા ને યાદ રુપી યોગ અગ્નિ થી જ પવિત્ર બનવાનું છે. યોગ ની અગ્નિ છે
આ. તેમણે પછી નાટક બનાવ્યાં છે. સીતા આગ માંથી પાર થઈ. આગ થી કોઈ થોડી પાવન થવાનું
છે? બાપ સમજાવે છે તમે બધી સીતાઓ આ સમયે પતિત છો. રાવણ નાં રાજ્ય માં છો. હવે એક
બાપ ની યાદ થી તમારે પાવન બનવાનું છે. રામ એક જ છે. અગ્નિ શબ્દ સાંભળવા થી સમજે છે
- આગ માંથી પાર થઈ. ક્યાં યોગ અગ્નિ, ક્યાં તે! આત્મા પરમપિતા પરમાત્મા સાથે યોગ
રાખવાથી જ પતિત થી પાવન બનશે. રાત-દિવસ નો ફરક છે. હેલ (નર્ક) માં બધી સીતાઓ રાવણ
ની જેલ માં શોકવાટિકા માં છે. અહીંયા નું સુખ તો કાગ વિષ્ટા સમાન છે. તુલના કરાય
છે. સ્વર્ગ નાં સુખ તો અથાહ છે.
આપ આત્માઓ ની હમણાં
શિવ સાજન સાથે સગાઇ થઈ છે. તો આત્મા ફિમેલ (સ્ત્રી) થઈને? શિવબાબા કહે છે ફક્ત મને
યાદ કરો તો તમે પાવન બની જશો. શાંતિધામ જઈ પછી સુખધામ માં આવી જશો. તો બાળકોએ
જ્ઞાન-રત્નો થી ઝોલી ભરવી જોઈએ. કોઈ પણ પ્રકાર નો સંશય લઈ ન આવવો જોઈએ. દેહ-અભિમાન
માં આવવા થી પછી અનેક પ્રકાર નાં પ્રશ્નો ઉઠે છે. પછી બાપ જે ધંધો આપે છે તે કરતા
નથી. મૂળ વાત છે આપણે પતિત થી પાવન બનવાનું છે. બીજી વાતો છોડી દેવી જોઈએ. રાજધાની
નાં જેવાં રીત-રિવાજ હશે તે ચાલશે. જેમ મહેલ બનાવ્યાં હશે તેમ બનાવશે. મૂળ વાત છે
પવિત્ર બનવાની. બોલાવે પણ છે હે પતિત-પાવન… પાવન બનવાથી સુખી બની જશો. સૌથી પાવન છે
દેવી-દેવતાઓ.
હમણાં તમે ૨૧ જન્મો
માટે સર્વોત્તમ પાવન બનો છો. તેને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી પાવન. તો બાપ જે
શ્રીમત આપે છે એનાં પર ચાલવું જોઈએ. કોઈ પણ સંકલ્પ ઉઠાવવાની જરુર નથી. પહેલાં આપણે
પતિત થી પાવન તો બનીએ. પોકારે પણ છે - હે પતિત- પાવન… પરંતુ સમજતા કાંઈ પણ નથી. આ
પણ નથી જાણતા પતિત-પાવન કોણ છે? આ છે પતિત દુનિયા, તે છે પાવન દુનિયા. મુખ્ય વાત છે
જ પાવન બનવાની. પાવન કોણ બનાવશે? આ કાંઈ પણ ખબર નથી. પતિત-પાવન કહી બોલાવે છે પરંતુ
બોલો, તમે પતિત છો તો બગડી પડશે. પોતાને વિકારી કોઈ પણ સમજતા નથી. કહે છે ગૃહસ્થી
માં તો બધા હતાં. રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ નાં પણ બાળકો હતાં ને? ત્યાં યોગબળ થી
બાળકો નો જન્મ થાય છે, આ ભૂલી ગયા છે. તેને વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા)
સ્વર્ગ કહેવાય છે. તે છે શિવાલય. બાપ કહે છે પતિત દુનિયા માં એક પણ પાવન નથી. આ બાપ
તો બાપ, શિક્ષક અને સદ્દગુરુ છે જે બધાને સદ્દગતિ આપે છે. તેઓ તો એક ગુરુ ચાલ્યાં
ગયા તો પછી બાળકો ને ગાદી આપશે. તે કેવી રીતે સદ્દગતિ માં લઈ જશે? સર્વ નાં સદ્દગતિ
દાતા છે જ એક. સતયુગ માં ફક્ત દેવી-દેવતા હોય છે. બાકી આટલાં બધા આત્માઓ શાંતિધામ
માં ચાલ્યાં જશે. રાવણ રાજ્ય માંથી છૂટી જાય છે. બાપ બધાને પવિત્ર બનાવીને લઈ જાય
છે. પાવન થી પછી ફટ થી કોઈ પતિત નથી બનતાં. નંબરવાર ઉતરે છે, સતોપ્રધાન થી સતો, રજો,
તમો… તમારી બુદ્ધિ માં ૮૪ જન્મો નું ચક્ર બેઠું છે. તમે જાણે હમણાં લાઈટ હાઉસ છો.
જ્ઞાન થી આ ચક્ર ને જાણી ગયા છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે? હમણાં આપ બાળકોએ બીજા
બધાને રસ્તો બતાવવાનો છે. બધા નૌકાઓ છે, તમે પાયલોટ છો, રસ્તો બતાવવા વાળા. બધાને
કહો તમે શાંતિધામ, સુખધામ ને યાદ કરો. કળિયુગ દુઃખધામ ને ભૂલી જાઓ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યાં સુધી
જીવવાનું છે જ્ઞાન-અમૃત પીતા રહેવાનું છે. પોતાની ઝોલી જ્ઞાન-રત્નો થી ભરવાની છે.
સંશય માં આવીને કોઈ પ્રશ્ન નથી ઉઠાવવાનો.
2. યોગ-અગ્નિ થી
આત્મારુપી સીતા ને પાવન બનાવવાની છે. કોઈ વાત નાં વિસ્તાર માં વધારે ન જઈને
દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાના છે.
વરદાન :-
સદા મનન દ્વારા
મગન અવસ્થા નાં સાગર માં સમાવવા નો અનુભવ કરવા વાળા અનુભવી મૂર્ત ભવ
અનુભવો ને વધારવાનો
આધાર છે મનન શક્તિ. મનન વાળા સ્વત: મગન રહે છે. મગન અવસ્થા માં યોગ લગાવવો નથી પડતો
પરંતુ નિરંતર લાગેલો રહે છે, મહેનત નથી કરવી પડતી. મગન અર્થાત્ મહોબ્બત નાં સાગર
માં સમાયેલા, એવાં સમાયેલા જે કોઈ અલગ કરી ન શકે. તો મહેનત થી છૂટો, સાગર નાં બાળકો
છો તો અનુભવો નાં તળાવ માં નહીં નહાઓ પરંતુ સાગર માં સમાઈ જાઓ ત્યારે કહેવાશો અનુભવી
મૂર્ત.
સ્લોગન :-
જ્ઞાન સ્વરુપ
આત્મા એ છે જેમનો દરેક સંકલ્પ દરેક સેકન્ડ સમર્થ હોય.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જો કોઈપણ સ્વભાવ,
સંસ્કાર, વ્યક્તિ અથવા વૈભવ નું બંધન પોતાની તરફ આકર્ષિત કરે છે, તો બાપ નાં યાદ
નું આકર્ષણ સદૈવ નથી રહી શકતું. કર્માતીત બનવું એટલે સર્વ કર્મ બંધનો થી મુક્ત,
ન્યારા બની, પ્રકૃતિ દ્વારા નિમિત્ત-માત્ર કર્મ કરાવવાં. આ ન્યારા બનવાનો પુરુષાર્થ
વારંવાર કરતા રહો. સહજ અને સ્વતઃ આ અનુભૂતિ થાય કે “કરાવવા વાળા અને કરવા વાળી આ
કર્મેન્દ્રિયો છે જ અલગ.”