30-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ તમને પુરુષોત્તમ બનાવવા માટે ભણાવી રહ્યાં છે , તમે હમણાં કનિષ્ટ થી ઉત્તમ પુરુષ બનો છો , સૌથી ઉત્તમ છે દેવતાઓ”

પ્રશ્ન :-
અહીં આપ બાળકો કઈ મહેનત કરો છો જે સતયુગ માં નહીં હશે?

ઉત્તર :-
અહીં દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો ને ભૂલી આત્મ-અભિમાની બની શરીર છોડવામાં ખૂબ મહેનત કરવી પડે છે. સતયુગ માં મહેનત વગર બેઠાં-બેઠાં શરીર છોડી દેશો. હમણાં આ જ મહેનત તથા અભ્યાસ કરો છો કે અમે આત્મા છીએ, અમારે આ જૂની દુનિયા જૂનાં શરીર ને છોડવાનું છે, નવું લેવાનું છે. સતયુગ માં આ અભ્યાસ ની જરુર નથી.

ગીત :-
દૂર દેશ કા રહને વાલા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો જાણે છે કે ફરી થી એટલે કલ્પ-કલ્પ નાં પછી. આને કહેવાય છે ફરીથી દૂર દેશ નાં રહેવા વાળા આવ્યાં છે દેશ પારકા. આ ફક્ત એ એક નાં માટે જ ગાયન છે, એમને જ બધા યાદ કરે છે, એ છે વિચિત્ર. એમનું કોઈ ચિત્ર નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને દેવતા કહેવાય છે. શિવ ભગવાનુવાચ કહેવાય છે, એ રહે છે પરમધામ માં. એમને સુખધામ માં ક્યારેય બોલાવતાં નથી, દુઃખધામ માં જ બોલાવે છે. એ આવે પણ છે સંગમયુગ પર. આ તો બાળકો જાણે છે સતયુગ માં આખાં વિશ્વ પર તમે પુરુષોત્તમ રહો છો. મધ્યમ, કનિષ્ટ ત્યાં નથી હોતાં. ઉત્તમ થી ઉત્તમ પુરુષ આ શ્રી લક્ષ્મી-નારાયણ છે ને? એમને આવાં બનાવવા વાળા શ્રી-શ્રી શિવબાબા કહેવાશે. શ્રી-શ્રી એ શિવબાબા ને જ કહેવાય છે. આજકાલ તો સંન્યાસી વગેરે પણ પોતાને શ્રી-શ્રી કહી દે છે. તો બાપ જ આવીને આ સૃષ્ટિ ને પુરુષોત્તમ બનાવે છે. સતયુગ માં આખી સૃષ્ટિ માં ઉત્તમ થી ઉત્તમ પુરુષ રહે છે. ઉત્તમ થી ઉત્તમ અને કનિષ્ટ થી કનિષ્ટ નો ફરક આ સમયે તમે સમજો છો. કનિષ્ટ મનુષ્ય પોતાની નીચાઈ દેખાડે છે. હમણાં તમે સમજો છો આપણે શું હતાં, હવે ફરીથી આપણે સ્વર્ગવાસી પુરુષોત્તમ બની રહ્યાં છીએ. આ છે જ સંગમયુગ. તમને ખાતરી છે કે આ જૂની દુનિયા નવી બનવાની છે. જૂની થી નવી, નવી થી જૂની જરુર બને છે. નવી ને સતયુગ, જૂની ને કળિયુગ કહેવાય છે. બાપ છે જ સાચ્ચું સોનુ, સાચ્ચું કહેવા વાળા. એમને ટ્રુથ (સત્ય) કહેવાય છે. બધું જ સત્ય બતાવે છે. આ જે કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે, આ જુઠ્ઠું છે. હવે બાપ કહે છે જુઠ્ઠું નહીં સાંભળો. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… રાજ-વિદ્યા ની વાત અલગ છે. તે તો છે જ અલ્પકાળ સુખ માટે. બીજો જન્મ લીધો પછી નવેસર થી ભણવું પડે. તે છે અલ્પકાળ નું સુખ. આ છે ૨૧ જન્મ, ૨૧ પેઢી માટે. પેઢી વૃદ્ધાવસ્થા ને કહેવાય છે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. અહીં તો જુઓ કેવી રીતે અકાળે મૃત્યુ થતું રહે છે! જ્ઞાન માં પણ મરી જાય છે. તમે હમણાં કાળ પર જીત મેળવી રહ્યાં છો. જાણો છો તે છે અમરલોક, આ છે મૃત્યુલોક. ત્યાં તો જ્યારે વૃદ્ધ થાય છે તો સાક્ષાત્કાર થાય છે-અમે આ શરીર છોડી જઈને બાળક બનીશું. ઘડપણ પૂરું થશે અને શરીર છોડી દેશે. નવું શરીર મળે તો તે સારું જ છે ને? બેઠાં-બેઠાં ખુશી થી શરીર છોડી દે છે. અહીં તો તે અવસ્થા માં રહેતાં શરીર છોડવા માટે મહેનત લાગે છે. અહીં ની મહેનત ત્યાં પછી સામાન્ય થઈ જાય છે. અહીં દેહ સહિત જે કાંઈ છે બધાને ભૂલી જવાનું છે. સ્વયં ને આત્મા સમજવાનું છે, આ જૂની દુનિયા ને છોડવાની છે. નવું શરીર લેવાનું છે. આત્મા સતોપ્રધાન હતો તો સુંદર શરીર મળ્યું. પછી કામ ચિતા પર બેસવાથી કાળા તમોપ્રધાન થઈ ગયાં, તો શરીર પણ શ્યામ મળે છે, સુંદર થી શ્યામ બની ગયાં. કૃષ્ણ નું નામ તો કૃષ્ણ જ છે પછી એમને શ્યામ સુંદર કેમ કહે છે? ચિત્રો માં પણ કૃષ્ણ નાં ચિત્ર ને શ્યામ બનાવી દીધું છે પરંતુ અર્થ નથી સમજતાં. હવે તમે સમજો છો સતોપ્રધાન હતાં તો સુંદર હતાં. હમણાં તમોપ્રધાન શ્યામ બન્યાં છે. સતોપ્રધાન ને પુરુષોત્તમ કહેવાશે, તમોપ્રધાન ને કનિષ્ટ કહેવાશે. બાપ તો એવર પ્યોર (સદા પવિત્ર) છે. એ આવે જ છે હસીન બનાવવાં. મુસાફર છે ને? કલ્પ-કલ્પ આવે છે, નહીં તો જૂની દુનિયા ને નવી કોણ બનાવશે? આ તો પતિત છી-છી દુનિયા છે. આ વાતો ને દુનિયામાં કોઈ નથી જાણતું. હવે તમે જાણો છો બાપ આપણને પુરુષોત્તમ બનાવવા માટે ભણાવી રહ્યાં છે. ફરી થી દેવતા બનવા માટે આપણે જ બ્રાહ્મણ બન્યાં છીએ. તમે છો સંગમયુગી બ્રાહ્મણ. દુનિયા આ નથી જાણતી કે હમણાં સંગમયુગ છે. શાસ્ત્રો માં લાખો વર્ષ કલ્પ ની આયુ લખી દીધી છે તો સમજે છે કળિયુગ તો હજી બાળક છે. હવે તમે દિલ (મન) માં સમજો છો-આપણે અહીં આવ્યાં છીએ ઉત્તમ થી ઉત્તમ, કળિયુગી પતિત થી સતયુગી પાવન, મનુષ્ય થી દેવતા બનવા માટે. ગ્રંથ માં પણ મહિમા છે-મૂત પલીતી કપડ ધોયે. પરંતુ ગ્રંથ વાંચવા વાળા પણ અર્થ નથી સમજતાં. આ સમયે તો બાપ આવીને આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ને સાફ કરે છે. તમે એ બાપ ની સામે બેઠાં છો. બાપ જ બાળકો ને સમજાવે છે. આ રચયિતા અને રચના ની નોલેજ બીજું કોઈ જાણતું જ નથી. બાપ જ જ્ઞાન નાં સાગર છે. એ સત્ છે, ચૈતન્ય છે, અમર છે. પુનર્જન્મ રહિત છે. શાંતિ નાં સાગર, સુખ નાં સાગર, પવિત્રતા નાં સાગર છે. એમને જ બોલાવે છે કે આવીને આ વારસો આપો. તમને હમણાં બાપ ૨૧ જન્મો માટે વારસો આપી રહ્યાં છે. આ છે અવિનાશી ભણતર. ભણાવવા વાળા પણ અવિનાશી બાપ છે. અડધોકલ્પ તમે રાજ્ય મેળવો છો પછી રાવણરાજ્ય થાય છે. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણરાજ્ય.

પ્રાણો થી પ્રિય એક બાપ જ છે કારણકે એ જ આપ બાળકો ને સર્વ દુઃખો થી છોડાવી અપાર સુખ માં લઈ જાય છે. તમે નિશ્ચય થી કહો છો એ અમારા પ્રાણો થી પ્રિય પારલૌકિક બાપ છે. પ્રાણ આત્મા ને કહેવાય છે. બધા મનુષ્ય-માત્ર એમને યાદ કરે છે કારણકે અડધાકલ્પ માટે દુ:ખ થી છોડાવી શાંતિ અને સુખ આપવા વાળા બાપ જ છે. તો પ્રાણો થી પ્રિય થયા ને? તમે જાણો છો સતયુગ માં આપણે સદા સુખી રહીએ છીએ. બાકી બધા શાંતિધામ માં ચાલ્યાં જશે. પછી રાવણ રાજ્ય માં દુ:ખ શરુ થાય છે. દુઃખ અને સુખ નો ખેલ છે. મનુષ્ય સમજે છે અહીં જ હમણાં-હમણાં સુખ છે, હમણાં-હમણાં દુઃખ છે. પરંતુ ના, તમે જાણો છો સ્વર્ગ અલગ છે, નર્ક અલગ છે. સ્વર્ગ ની સ્થાપના બાપ રામ કરે છે, નર્ક ની સ્થાપના રાવણ કરે છે, જેને વર્ષે-વર્ષે બાળે છે. પરંતુ કેમ બાળે છે? શું ચીજ છે? કાંઈ નથી જાણતાં. કેટલો ખર્ચો કરે છે. કેટલી કહાણીઓ બેસીને સંભળાવે છે, રામ ની સીતા ભગવતી ને રાવણ લઈ ગયો. મનુષ્ય પણ સમજે છે એવું થયું હશે.

હમણાં તમે બધાનું ઓક્યુપેશન (કર્તવ્ય) જાણો છો. આ તમારી બુદ્ધિ માં નોલેજ છે. આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ને કોઈ પણ મનુષ્ય માત્ર નહીં જાણતા હોય. બાપ જ જાણે છે. તેમને વર્લ્ડ નાં રચયિતા પણ નહીં કહેવાશે. વર્લ્ડ તો છે જ, બાપ ફક્ત આવીને નોલેજ આપે છે કે આ ચક્ર કેવી રીતે ફરે છે. ભારત માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી શું થયું? દેવતા એ કોઈની સાથે લડાઈ કરી શું? કાંઈ પણ નહીં. અડધાકલ્પ પછી રાવણ રાજ્ય શરુ થવાથી દેવતાઓ વામમાર્ગ માં ચાલ્યાં જાય છે. બાકી એવું નથી કે યુદ્ધ માં કોઈએ હરાવ્યાં. લશ્કર વગેરે ની કોઈ વાત નથી. નથી લડાઈ થી રાજ્ય લેતા, નથી ગુમાવતાં. આ તો યોગ માં રહી પવિત્ર બની પવિત્ર રાજ્ય તમે સ્થાપન કરો છો. બાકી હાથ માં કોઈ ચીજ નથી. આ છે ડબલ અહિંસા. એક તો પવિત્રતા ની અહિંસા, બીજું તમે કોઈને દુઃખ નથી આપતાં. સૌથી ખરાબ હિંસા છે કામ કટારી ની. જે આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. રાવણ નાં રાજ્ય માં જ દુઃખ શરુ થાય છે. બિમારીઓ શરુ થઈ જાય છે. કેટલી અનેક બિમારીઓ છે. અનેક પ્રકારની દવાઓ નીકળતી રહે છે. રોગી બની ગયા છે ને? તમે આ યોગબળ થી ૨૧ જન્મો માટે નિરોગી બનો છો. ત્યાં દુઃખ અથવા બિમારી નું નામ-નિશાન નથી રહેતું. તેનાં માટે તમે ભણી રહ્યાં છો. બાળકો જાણે છે ભગવાન આપણને ભણાવીને ભગવાન-ભગવતી બનાવી રહ્યાં છે. ભણતર પણ કેટલું સહજ છે. અડધા-પોણા કલાક માં આખાં ચક્ર ની નોલેજ સમજાવી દે છે. ૮૪ જન્મ પણ કોણ-કોણ લે છે - આ તમે જાણો છો.

ભગવાન આપણને ભણાવે છે, એ છે જ નિરાકાર. સાચ્ચું-સાચ્ચું એમનું નામ છે શિવ. કલ્યાણકારી છે ને? સર્વ નાં કલ્યાણકારી, સર્વ નાં સદ્દગતિ દાતા છે ઊંચા માં ઊંચા બાપ. ઊંચા માં ઊંચા મનુષ્ય બનાવે છે. બાપ ભણાવીને હોશિયાર બનાવી હવે કહે છે જઈને ભણાવો. આ બ્રહ્માકુમાર-કુમારીઓ ને ભણાવવા વાળા શિવબાબા છે. બ્રહ્મા દ્વારા તમને અડોપ્ટ કર્યા છે. પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવ્યાં? આ વાત માં જ મૂંઝાય છે. આમને એડોપ્ટ કર્યા, કહે છે અનેક જન્મો નાં અંત માં… હવે અનેક જન્મ કોણે લીધાં? આ લક્ષ્મી-નારાયણે જ પૂરાં ૮૪ જન્મ લીધાં છે એટલે કૃષ્ણ માટે કહી દે છે શ્યામ સુંદર. આપણે જ સુંદર હતાં પછી ૨ કળા ઓછી થઈ. કળા ઓછી થતાં-થતાં હવે નો કળા (કળા વગર નાં) થઈ ગયા છીએ. હવે તમોપ્રધાન થી પછી સતોપ્રધાન કેવી રીતે બનીએ? બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો. આ પણ જાણો છો આ રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. હવે યજ્ઞ માં જોઈએ બ્રાહ્મણ. તમે સાચાં બ્રાહ્મણ છો સાચ્ચી ગીતા સંભળાવવા વાળા એટલે તમે લખો પણ છો સાચ્ચી ગીતા પાઠશાળા. એ ગીતા માં તો નામ જ બદલી દીધું છે. હાં જેમણે જેમ કલ્પ પહેલાં વારસો લીધો હતો તે જ આવીને લેશે. પોતાનાં દિલ ને પૂછો-અમે પૂરો વરસો લઈ શકીશું? મનુષ્ય શરીર છોડે છે તો ખાલી હાથે જાય છે, તે વિનાશી કમાણી તો સાથે ચાલવાની નથી. તમે શરીર છોડશો તો ભરતું હાથે, કારણકે ૨૧ જન્મો માટે તમે પોતાની કમાણી જમા કરી રહ્યાં છો. મનુષ્યો ની તો બધી કમાણી માટી માં ભળી જશે. એનાં કરતાં તો આપણે કેમ નહીં ટ્રાન્સફર કરી બાબા ને આપી દઈએ. જે ખૂબ દાન કરે છે તે તો બીજા જન્મ માં સાહૂકાર બને છે, ટ્રાન્સફર કરે છે ને? હમણાં તમે ૨૧ જન્મો માટે નવી દુનિયામાં ટ્રાન્સફર કરો છો. તમને રિટર્ન (વળતર) માં ૨૧ જન્મો માટે મળે છે. તેઓ તો એક જન્મ માટે અલ્પકાળ માટે ટ્રાન્સફર કરે છે. તમે તો ટ્રાન્સફર કરો છો ૨૧ જન્મો માટે. બાપ તો છે જ દાતા. આ ડ્રામા માં નોંધ છે. જે જેટલું કરે છે, તે મેળવે છે. તે ઇનડાયરેક્ટ દાન-પુણ્ય કરે છે તો અલ્પકાળ માટે રિટર્ન મળે છે. આ છે ડાયરેક્ટ. હમણાં બધું જ નવી દુનિયામાં ટ્રાન્સફર કરવાનું છે. આમને (બ્રહ્મા ને) જુઓ કેટલી બહાદુરી કરી. તમે કહો છો બધું જ ઈશ્વરે આપેલું છે. હવે બાપ કહે છે આ બધું જ મને આપો. હું તમને વિશ્વ ની બાદશાહી આપું છું. બાબાએ તો ફટ થી આપી દીધું, વિચાર્યુ નહીં. ફુલ પાવર (સંપૂર્ણ સત્તા) આપી દીધી. મને વિશ્વ ની બાદશાહી મળે છે, એ નશો ચઢી ગયો. બાળકો વગેરે નો કાંઈ પણ વિચાર ન કર્યો. આપવા વાળા ઈશ્વર છે તો પછી કોઈનાં રેસ્પોન્સિબલ (જવાબદાર) થોડી રહીએ? ૨૧ જન્મ માટે ટ્રાન્સફર કેવી રીતે કરવાનું હોય છે - આ બાપ ને (બ્રહ્મા બાબાને) જુઓ, ફાલો ફાધર. પ્રજાપિતા બ્રહ્માએ કર્યુ ને? ઈશ્વર તો દાતા છે. એમણે આમની પાસે કરાવ્યું. તમે પણ જાણો છો અમે આવ્યાં છીએ બાપ પાસે થી બાદશાહી લેવાં. દિવસે-દિવસે સમય થોડો થતો જાય છે. આફતો એવી આવશે વાત નહીં પૂછો. વ્યાપારીઓ નો શ્વાસ તો મુઠ્ઠી માં રહે છે. કોઈ જમઘટ ન આવી જાય. સિપાઈ નું મુખ જોઈ મનુષ્ય બેભાન થઈ જાય છે. આગળ ચાલીને ખૂબ હેરાન કરશે. સોનુ વગેરે કાંઈ પણ રાખવા નહીં દેશે. બાકી તમારી પાસે શું રહેશે? પૈસા જ નહીં રહે જે કંઈ ખરીદી કરી શકો. નોટ વગેરે પણ ચાલી ન શકે. રાજ્ય બદલાઈ જાય છે. અંત માં ખૂબ દુઃખી થઈ મરે છે. બહુ જ દુઃખ પછી ફરી સુખ થશે. આ છે ખૂને નાહક ખેલ. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) પણ થશે. તેનાં પહેલાં બાપ પાસે થી પૂરો વારસો તો લઈ લેવો જોઈએ. ભલે હરો ફરો, ફક્ત બાપ ને યાદ કરતા રહો તો પાવન બની જશો. બાકી આફતો ખૂબ આવશે. ખૂબ હાય-હાય કરતા રહેશે. આપ બાળકોએ હવે એવી પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે જે અંત માં એક શિવબાબા જ યાદ રહે. એમની યાદ માં જ રહીને શરીર છોડો બીજા કોઈ મિત્ર-સંબંધી વગેરે યાદ ન આવે. આ પ્રેક્ટિસ કરવાની છે. બાપ ને જ યાદ કરવાના છે અને નારાયણ બનવાનું છે. આ પ્રેક્ટિસ ખૂબ કરવી પડે. નહીં તો ખૂબ પસ્તાવું પડશે. બીજા કોઈની યાદ આવી તો નપાસ થયાં. જે પાસ થાય છે તે જ વિજય માળા માં પરોવાશે. પોતાને પૂછવું જોઈએ બાપ ને કેટલાં યાદ કરીએ છીએ? કાંઈ પણ હાથ માં હશે તો તે અંતકાળે યાદ આવશે. હાથ માં નહીં હોય તો યાદ પણ નહીં આવે. બાપ કહે છે મારી પાસે તો કાંઈ પણ નથી. આ મારી ચીજ નથી. તે નોલેજ નાં બદલે આ લો તો ૨૧ જન્મ માટે વારસો મળી જશે. નહીં તો સ્વર્ગ ની બાદશાહી ગુમાવી દેશો. તમે અહીં આવો જ છો બાપ પાસે થી વારસો લેવાં. પાવન તો જરુર બનવું પડે. નહીં તો સજા ખાઈને હિસાબ-કિતાબ ચૂક્તું કરીને જશો. પદ કાંઈ નહીં મળશે. શ્રીમત પર ચાલશો તો કૃષ્ણ ને ખોળામાં લેશો. કહે છે ને કૃષ્ણ જેવો પતિ મળે તથા બાળક મળે. કોઈ તો સારી રીતે સમજે છે, કોઈ તો પછી ઉલ્ટું-સુલ્ટું બોલી દે છે. અચ્છા !

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બ્રહ્મા બાબાએ પોતાનું બધું જ ટ્રાન્સફર કરી ફુલ પાવર બાપ ને આપી દીધી, વિચાર્યુ નહીં, એમ ફોલો ફાધર કરી ૨૧ જન્મો ની પ્રારબ્ધ જમા કરવાની છે.

2. પ્રેક્ટિસ કરવાની છે અંતકાળ માં એક બાપ સિવાય બીજી કોઈ પણ ચીજ યાદ ન આવે. અમારું કાંઈ નથી, બધું બાબા નું છે. અલ્ફ અને બે, આ સ્મૃતિ થી પાસ થઈ વિજય માળા માં આવવાનું છે.

વરદાન :-
મન્સા પર ફુલ અટેન્શન આપવા વાળા ચઢતી કળા નાં અનુભવી વિશ્વ પરિવર્તક ભવ

હવે લાસ્ટ સમય માં મન્સા દ્વારા જ વિશ્વ પરિવર્તન નાં નિમિત્ત બનવાનું છે એટલે હવે મન્સા નો એક સંકલ્પ પણ વ્યર્થ થયો તો બહુ જ ગુમાવ્યું, એક સંકલ્પ ને પણ સાધારણ વાત ન સમજો, વર્તમાન સમયે સંકલ્પ ની હલચલ પણ બહુ જ હલચલ ગણાય છે કારણકે હવે સમય બદલાઈ ગયો, પુરુષાર્થ ની ગતિ પણ બદલાઈ ગઈ તો સંકલ્પ માં પણ ફુલ સ્ટોપ જોઈએ. જ્યારે મન્સા પર એટલું અટેન્શન હોય ત્યારે ચઢતી કળા દ્વારા વિશ્વ પરિવર્તક બની શકશો.

સ્લોગન :-
કર્મ માં યોગ નો અનુભવ થવો અર્થાત્ કર્મયોગી બનવું.

અવ્યક્ત ઇશારા - “ કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

“આપ અને બાપ” આ કમ્બાઇન્ડ રુપ નો અનુભવ કરતા, સદા શુભ ભાવના, શ્રેષ્ઠ કામના, શ્રેષ્ઠ વાણી, શ્રેષ્ઠ દૃષ્ટિ, શ્રેષ્ઠ કર્મ દ્વારા વિશ્વ કલ્યાણકારી સ્વરુપ નો અનુભવ કરો તો સેકન્ડ માં સર્વ સમસ્યાઓ નું સમાધાન કરી શકશો. સદા એક સ્લોગન યાદ રાખજો - “ન સમસ્યા બનીશું ન સમસ્યાને જોઈ ડગમગ થઈશું, સ્વયં પણ સમાધાન સ્વરુપ રહીશું અને બીજાઓ ને પણ સમાધાન આપીશું.” આ સ્મૃતિ સફળતા સ્વરુપ બનાવી દેશે.