30-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ જેવા નિરહંકારી અને નિષ્કામ સેવાધારી કોઈ નથી , આખાં વિશ્વ ની બાદશાહી બાળકો ને આપીને પોતે વાનપ્રસ્થ માં બેસી જાય છે”

પ્રશ્ન :-
બાપ નો કયો પૈગામ (સંદેશ) તમારે આંખા વિશ્વને આપવાનો છે?

ઉત્તર :-
બધાને બતાવો કે તમે દુઃખહર્તા-સુખકર્તા નાં બાળકો છો. તમારે ક્યારેય પણ કોઈને દુઃખ નથી આપવાનું. તમે સુખદાતા બાપ ને યાદ કરો, એમને ફોલો (અનુસરણ) કરો તો અડધાકલ્પ નાં માટે સુખધામ માં ચાલ્યાં જશો. આ પૈગામ બધાંને આપવાનો છે. જે આ પૈગામ ને જીવન માં ધારણ કરશે એ ૨૧ જન્મો નાં માટે માયા ની બેહોશી થી છૂટી જશે.

ગીત :-
હમારે તીર્થ ન્યારે હૈં...

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો આ ગીત નો અર્થ તો સમજી ગયાં. આપણાં આત્માઓનાં એ બાપ છે. મુખ્ય છે જ આત્મા. હમણાં આપ બાળકો જાણો છો - આપણે આત્મા પરમપિતા પરમાત્મા નાં સન્મુખ બેઠાં છીએ. તમે સોલ (આત્મા), સુપ્રીમ સોલ ની સામે બેઠા છે. તમને તો પોતાનું શરીર છે, એમણે લોન (ઉધાર) લીધેલું આ શરીર છે. ગુરુ લોકો મનુષ્યો ને યાત્રા પર લઈ જાય છે. ભક્તિમાર્ગ માં અનેક ગુરુ છે. ભારત માં તો સ્ત્રી પોતાનાં પતિ ને પણ ગુરુ, ઈશ્વર સમજે છે. બાપ બાળકો ને સમજાવે છે - તમે બાળકો છો ને. સમજો છો અમે બેહદ નાં બાપ નાં બાળકો છીએ. બેહદ નો વારસો ફરીથી લેવા આવ્યાં છીએ, હમણાં આપણે સદ્દગતિ ને પામવાની છે. આ તો નિશ્ચય છે ને. આખી દુનિયા દુર્ગતિ માં છે, પતિત છે. પાવન થવા માટે બોલાવે છે તો ભારત માં કેટલાં અનેકાનેક ગુરુ છે. કોઈનાં ૧૦૦ ફોલોઅર્સ (અનુયાયીઓ), કોઈનાં ૫૦૦, કોઈનાં ૫૦ પણ હોય છે. કોઈનાં લાખો-કરોડો પણ હોય છે. જેમ ખોજાંઓનાં આગાખાં ગુરુ છે. કેટલાં એમનાં ફોલોઅર્સ છે, કેટલો એમને રિગાર્ડ (આદર) આપે છે. પછી ભલે કંઈ પણ કરવા વાળા હોય પરંતુ એમનું માન કેટલું છે. ભક્તિ માર્ગ માં ગુરુ અનેક છે, પછી એ પણ નંબરવાર હોય છે. કોઈ ની કમાણી પદમો ની હોય છે. આગાખાં ની કમાણી ખુબજ છે. એમને હીરા માં તોલી ને દાન કર્યું હતું, એમનાં શિષ્યોએ. એક તરફ હીરા બીજી તરફ એમનાં ગુરુ. હીરા દાન કરે છે, કેટલાં હીરા હશે. આજકાલ સોના માં તો ઘણાંને વજન કરે છે. બીજું પ્લેટિનિયમ હોય છે, એ સોના થી પણ વધારે કિંમતી હોય છે. તે પણ વજન કરી દીધું હતું. ગુરુ નું મહત્વ જુઓ કેટલું છે… આવાં ગુરુ લોકો તો અનેક છે. હવે આ સદ્દગુરુ ને તમે શું આપશો? એમનું વજન કરશો? હીરા વજન કરી દેશો? એમનું વજન થઈ શકે છે? એમનું પોતાનું વજન જ નથી. શિવ તો છે જ બિંદુ, એમનું વજન તમે શું કરી શકશો! આ તમારાં ગુરુ કેટલાં વન્ડરફુલ (અદ્દભુત) છે, સૌથી હલ્કા. બિલકુલ જ સૂક્ષ્મ છે. તમારાં ગુરુ એક છે. તમે જાણો છો શિવબાબા તો દાતા છે. ભગવાન ક્યારેય પણ કંઈ લઈ નથી શકતાં, એ તો આપે છે. ઈશ્વર અર્થ દાન બધાં કરે છે તો સમજે છે - બીજા જન્મમાં આનું ફળ મળશે. કામના તો રાખે છે. હવે આ તો છે બેહદ નાં બાપ. આમનાં જેવી નિષ્કામ સેવા કોઈ કરી નથી શકતું. નિષ્કામ સેવા પણ કેવી છે. બાળકો ને વિશ્વ નાં, સુખધામ નાં માલિક બનાવે છે. બાબા પોતે થોડી વિશ્વ નાં માલિક બને છે. એમને કહેવાય છે - સુખ નાં સાગર, શાંતિ નાં સાગર, પવિત્રતા નાં સાગર. બાળકો ને દરેક વાત સારી રીતે સમજાવાય છે. એક જ બાપ થી તમને જીવનમુક્તિ મળી જાય છે. બાબા પાસેથી સ્વર્ગનો વારસો મળે છે. નિશ્ચય કર્યો, બસ. બાબા અને વારસા ને યાદ કરવાનાં છે. એમને કહેવાય છે - જ્ઞાન નાં સાગર. આખો સાગર મસ (શ્યાહી) બનાવો. આખું જંગલ કલમ બનાવો… તો પણ અંત નથી થઈ શકતો. તમે શરુઆત થી લઈને લખતાં જાઓ તો તમારી અનેક પુસ્તકો થઈ જાય. આ જ્ઞાન તો ખુબજ મૂલ્યવાન છે જે ધારણ કરવાનું છે. જાણો છો આ કોઈ પરંપરા તો ચાલતી નથી. હમણાં તમને તંત (સાર) મળે છે. બાપ આવીને બાળકો ને પોતાનો પરિચય આપે છે, એ જ ઘણું છે. બાપ નો પરિચય આપવાથી, રચતા ને જાણવાથી રચના નું પણ જ્ઞાન આવી જાય છે. બુદ્ધિ કહે છે જે સતયુગ માં આવતાં હશે, એમનાં પુનર્જન્મ વધારે હશે. ચક્ર માં જે પહેલાં આવ્યાં હશે, તે જ આવશે. આ ચક્ર ને પણ સારી રીતે સમજવાનું છે. ગીત માં પણ સાંભળ્યું, આપણાં તીર્થ ન્યારા છે. તેઓ તો જન્મ જન્માંતર તીર્થ-યાત્રાઓ વગેરે કરતાં આવ્યાં છે. આ ફક્ત તમારા એક જન્મ ની યાત્રા છે. આ રુહાની યાત્રા માં જરા પણ કોઈ તકલીફ નથી. જ્ઞાન આપવા વાળા એક જ સદ્દગુરુ છે. સદ્દગતિ તો કોઈની પણ થતી નથી. એ છે સુપ્રીમ જ્ઞાન નાં સાગર, સર્વની સદ્દગતિ થઈ જાય છે. બાકી શું જોઈએ! તત્વ પણ સતોપ્રધાન થઇ જાય છે. અહીં તમોપ્રધાન છે તો વાયુ વગેરે પણ એવાં જ તમોપ્રધાન હોય છે. કેટલાં અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય છે. સતયુગ માં તો કોઈ પણ દુઃખ આપવા વાળી વસ્તુ નહીં હશે. બાપ છે જ દુઃખહર્તા-સુખકર્તા. આપણે એમનાં બાળકો છીએ, કોઈ ને પણ દુઃખ નથી આપવાનું. બધાને આ રસ્તો બતાવવાનો છે - સુખ નો વારસો મેળવવાં.

હવે બાપ કહે છે - તમારે સુખ જ આપવાનું છે. બાપ તમને અડધાકલ્પ માટે એવું સુખ આપે છે - જે ત્યાં દુઃખ નું નામ નથી રહેતું. તમે જાણો છો - બાપ થી ૨૧ જન્મો નો વારસો મેળવવા આપણે અહીં આવ્યાં છીએ. તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો ને. તમારા દિલ માં છે કે બાબા થી સ્વર્ગ નું સુખ લઈએ છીએ તો બધાં દુઃખ દૂર થઈ જશે. બાબા આપણને સંજીવની બુટ્ટી આપે છે - સુરજીત થવા માટે. પછી ૨૧ જન્મ ક્યારેય મૂર્છિત નહીં થશો. તે સંજીવની બુટ્ટી છે - મનમનાભવ. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે, એમને નિરાકાર, નિરહંકારી કહેવાય છે. જે તન માં આવે છે એ પણ સાધારણ છે. બાપ કહે છે - મીઠાં બાળકો, હું તમારો આજ્ઞાકારી પિતા છું. મોટા માણસો હંમેશા આવું લખે છે. હું તમારો આજ્ઞાકારી સેવક. પોતાને શ્રી ક્યારેય નહીં લખશે. આજકાલ તો લખે છે શ્રી-શ્રી ફલાણા. પોતે જ પોતાને શ્રી-શ્રી લખતાં રહે છે. એ બાપ છે નિરાકારી, નિરહંકારી. હવે તમે એમની સન્મુખ બેઠા છો. જાણો છો એ આપણાં બાપ, શિક્ષક, સદ્દગુરુ છે, બાકી તો બધાં ભક્તિમાર્ગ નાં અનેક ગુરુ છે. ગુરુઓનાં પણ ગુરુ હોય છે. આમનાં કોઈ ગુરુ નથી. આ સત્ બાબા, સત્ શિક્ષક, સદ્દગુરુ છે.

તમે જાણો છો - આત્મા જ સંસ્કાર ધારણ કરી રહ્યો છે. બાબા પણ આત્મા છે ને, એમનામાં પણ ગુણ છે. તમારા ગુણ અલગ-અલગ થઈ જાય છે. આ સમયે જે ગુણ તમારામાં છે તે જ બાપ નાં છે. પછી સતયુગ માં તમારા દૈવી ગુણ થઈ જશે. બાપ જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં સાગર છે. શ્રીકૃષ્ણ ની મહિમા અલગ છે. શિવબાબા ને સોળે કળા સંપૂર્ણ ન કહી શકાય. એ તો સ્થિર છે જ. બાપ કહે છે - આ શીર્ષક તમે મને ન આપી શકો. હું થોડી વિકારી બનું છું, જે પછી સર્વગુણ સંપન્ન બનું! મારી મહિમા આમનાં જેવી થોડી કરશે! આ નોલેજ ને જેમણે કલ્પ પહેલાં સાંભળ્યું છે તે જ આવશે, આવીને બાપ થી સાંભળશે અને બાપ ને યાદ કરશે. અંત માં હાય-હાય કરી રડે છે પછી જય જયકાર થઈ જાય છે. હમણાં તમે યાત્રા નું પણ રહસ્ય સમજ્યાં છો. આ યાત્રા થી પછી તમે ક્યારેય મૃત્યુલોક માં આવતાં નથી. યાત્રા થી પછી ઘરે આવી જાઓ છો. કેટલાં મનુષ્ય સ્નાન કરવાં જાય છે. ભક્તિ નો વિસ્તાર જુઓ કેટલો છે. ઝાડ કેટલું મોટું અથાહ હોય છે, બીજ તો બિલકુલ નાનું હોય છે. તેમ ભક્તિ નો પણ વિસ્તાર કેટલો છે. જ્ઞાન નો એક શબ્દ પણ સદ્દગતિ કરી દે છે. ભક્તિ માં ઉતરતાં-ઉતરતાં અડધોકલ્પ લાગી જાય છે. અહીં તમને સીડી ચઢવામાં એક સેકન્ડ લાગે છે - લિફ્ટ કેટલી સારી છે. નીચે થી એકદમ ઉપર, પોતાનાં ઘરે લઈ જાય છે. આને કહેવાય છે કે ચઢતી કળા સર્વ નું ભલું. સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ જ છે. હવે જ્ઞાન, ભક્તિ નું અંતર જોયું. જ્ઞાન, ભક્તિ, વૈરાગ છે ને. સંન્યાસીઓ નો છે હદ નો વૈરાગ. બાપે સમજાવ્યું છે - વૈરાગ બે પ્રકાર નાં છે - એક છે હદ નો વૈરાગ જેમાં કોઈ સદ્દગતિ નથી થતી. બીજો છે બેહદ નો વૈરાગ - જેમાં તમારી સદ્દગતિ થઈ જાય છે. હમણાં સદ્દગતિ માટે આપ બાળકોને શ્રીમત મળે છે - શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનવાની. હવે શ્રેષ્ઠ દુનિયાની સ્થાપના થઈ રહી છે શ્રીમત પર. આ ભ્રષ્ટ દુનિયા રાવણ ની મત પર બની છે. આપણે શ્રેષ્ઠ બની રહ્યાં છીએ - આ વાતો તમે જાણો. દુનિયા બિલકુલ નથી જાણતી. તમારા માટે તો કહે છે આ બ્રહ્માકુમારીઓ વિનાશ કરાવવા વાળી છે. ખરેખર વિનાશ તો થવાનો જ છે. એનાથી જ તો કલ્યાણ થવાનું છે. કલ્યાણકારી બાપ આવે છે તો મહાભારે લડાઈ લાગે છે. કહેશે અમે કહ્યું હતું ને કે બ્રહ્માકુમારીઓ વિનાશ કરશે. બરોબર વિનાશ તો થવાનો જ છે, જૂની દુનિયાનો વિનાશ થશે. આપણે નવી દુનિયા સ્થાપન કરીએ છીએ. જૂનાં પછી નવી જરુર છે જ. કલ્પ-કલ્પ વિનાશ થાય છે ત્યારે જ ભારત માં સ્વર્ગ નાં દ્વાર ખૂલે છે. પરંતુ એ લોકો સમજે કેવી રીતે? આગળ જતાં ઘણાં સમજશે. બાપ જ્યારે આવે છે તો જૂની દુનિયા આખી સ્વાહા થઇ જાય છે. તમારો આ યજ્ઞ તો વન્ડરફુલ (અદ્દભૂત) છે, જેમાં આહુતી પડવાની છે. આ પણ તમે જાણો બીજું ન જાણે કોઈ. વિજય તો પાંડવો ની થવાની છે બીજા બધાં ખતમ થઇ જશે. બાકી તમે પાંડવ રહો છો પછી નવી દુનિયામાં રાજ્ય કરો છો. આ નોલેજ (જ્ઞાન) બહુજ વન્ડરફુલ છે. સર્વ નાં દુઃખહર્તા, સુખકર્તા, સદ્દગતિ આપવા વાળા એક જ બાપ છે. કેટલાં મીઠાં, કેટલાં પ્રેમાળ બાપ છે. કહેતાં આવ્યાં છો મીઠાં બાબા, તમે જ્યારે આવશો તો તમારાં પર અમે વારી જઈશું. મારાં તો તમે બીજું ન કોઈ. આનો અર્થ એ નથી કે ઘરબાર છોડી અહીં આવીને બેસશો. ના, ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. ૭ દિવસ નો કોર્સ લઈ પછી ક્યાંય પણ જાઓ - મનમનાભવ. બાપ ને યાદ કરવાનાં છે અને વારસો પામવાનો છે. બસ, યાદ ની યાત્રા માં રહેવાનું છે, એનાંથી જ બેડો પાર છે. આ પણ તમે જાણો છો - પવિત્ર રહેવાનું છે. છી-છી ખાવાનું વગેરે નથી ખાવાનું. મોરલી તો મળે જ છે. કોઈ સમયે મોરલી મળશે પણ નહીં, આફતો આવશે, હંગામા વગેરે થઈ જશે તો મોરલી મળી નહીં શકે. તમે આ આંખો થી જે કંઈ જુઓ છો તે નહીં રહેશે, બધું ભસ્મ થઈ જશે. પ્રલય તો થતો નથી. દુનિયા તો એક જ છે, નવી જ જૂની થાય છે. ન્યું વર્લ્ડ (નવી દુનિયા), ઓલ્ડ વર્લ્ડ (જૂની દુનિયા) કહેવાય છે. હમણાં તો કહેશે આ ઓલ્ડ વર્લ્ડ છે, બાકી થોડો સમય છે. એ કહે છે કલ્પ ની આયુ લાખો વર્ષ છે. કળિયુગ માટે કહે ૪૦ હજાર વર્ષ બાકી છે. હકીકત માં ૫ હજાર વર્ષ નું ચક્ર છે. તમારી બુદ્ધિ માં બધી નોલેજ છે. મનુષ્ય તો બિલકુલ પથ્થરબુદ્ધિ છે. એક્ટર્સ (અભિનેતા) થઈને ડ્રામા નાં ક્રિયેટર (રચયિતા), ડાયરેક્ટર (માર્ગદર્શક) ને ન જાણે તો એમને શું કહેશો. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે રીપીટ થાય છે, આ તો જાણવું જોઈએ ને. જે સારી રીતે જાણે છે, એ બુદ્ધિમાં ધારણ કરી બીજાઓને ધારણ કરાવે છે, એ ઊંચે થી ઊંચું પદ મેળવે છે. બાપ કહે છે - જે નોલેજ મારા માં હતું તે હવે તમને આપી રહ્યો છું. ડ્રામા પ્લાન અનુસાર હું રીપીટ કરું છું. મારો પણ ડ્રામા માં પાર્ટ છે. ભક્તિમાર્ગ માં પણ પાર્ટ ભજવ્યો, હવે તમને આવીને પોતાનો અને રચના નાં આદિ-મધ્ય-અંત નો પરિચય આપું છું. હું પણ ડ્રામા નાં બંધન માં છું. હું આવું જ એક વાર છું. પોતાનો પરિચય આપવાં અને રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ સંભળાવવાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન ઓબીડિયન્ટ (આજ્ઞાકારી) બનવાનું છે. ક્યારેય પણ કોઈ વાત માં પોતાનો અહંકાર નથી દેખાડવાનો. નિરાકારી અને નિરહંકારી થઇને રહેવાનું છે.

2. બાપ, શિક્ષક અને સદ્દગુરુ નાં કોન્ટ્રાસ્ટ ને સમજી નિશ્ચયબુદ્ધિ બની શ્રીમત પર ચાલવાનું છે. રુહાની યાત્રા પર રહેવાનું છે.

વરદાન :-
પુરુષાર્થ શબ્દ ને યથાર્થ રીતે થી યુઝ કરી સદા આગળ વધવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ

ઘણીવાર પુરુષાર્થી શબ્દ પણ હાર ખાવામાં અથવા અસફળતા પ્રાપ્ત થવામાં સારી રીતે ઢાલ બની જાય છે, જ્યારે કોઈ પણ ભૂલો થાય છે તો કહી દો છો અમે તો હમણાં પુરુષાર્થી છીએ. પરંતુ યથાર્થ પુરુષાર્થી ક્યારેય હાર નથી ખાઈ શકતા કારણકે પુરુષાર્થ શબ્દ નો યથાર્થ અર્થ છે સ્વયં ને પુરુષ અર્થાત્ આત્મા સમજીને ચાલવું. એવી રીતે આત્મિક સ્થિતિ માં રહેવા વાળા પુરુષાર્થી તો સદૈવ મંઝિલ ને સામે રાખતા ચાલે છે, તે ક્યારેય અટકતા નથી, હિંમત-ઉલ્લાસ છોડતા નથી.

સ્લોગન :-
માસ્ટર સર્વ શક્તિમાન ની સ્મૃતિ માં રહો આ સ્મૃતિ જ માલિકપણા ની સ્મૃતિ અપાવે છે.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

કોઈ પણ કાર્ય કરતા અથવા વાત કરતા વચ્ચે-વચ્ચે સંકલ્પો નાં ટ્રાફિક ને સ્ટોપ કરો. એક મિનિટ માટે પણ મન નાં સંકલ્પો ને, ભલે શરીર દ્વારા ચાલવા સાથે કર્મ ને વચ્ચે રોકીને પણ આ પ્રેક્ટિસ કરો ત્યારે બિંદુ રુપની પાવરફુલ સ્ટેજ પર સ્થિત થઈ શકશો. જેવી રીતે અવ્યક્ત સ્થિતિ માં રહી કાર્ય કરવું સરળ થતું જઈ રહ્યું છે તેવી રીતે જ આ બિંદુરુપ ની સ્થિતિ પણ સરળ થઈ જાય, તો આ જ યોગ ની જ્વાળા સ્વરુપ સ્થિતિ છે.