31-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
સવારે - સવારે ઊઠીને ખૂબ પ્રેમ થી કહો બાબા , ગુડ મોર્નિંગ , આ યાદ થી જ તમે
સતોપ્રધાન બની જશો”
પ્રશ્ન :-
એક્યુરેટ યાદ દ્વારા બાપની કરંટ લેવા માટે મુખ્ય કયા ગુણોની આવશ્યકતા છે?
ઉત્તર :-
ખૂબ જ ધૈર્યવત થઈ, સમજ અને ગંભીરતા થી પોતાને આત્મા સમજી યાદ કરવાથી બાપની કરંટ મળતી
રહેશે અને આત્મા સતોપ્રધાન બનતો જશે. તમને હવે બાપની યાદ સતાવવી જોઈએ કારણકે બાપ
પાસેથી ખૂબ ભારે વારસો મળે છે, તમે કાંટાથી ફૂલ બનો છો, બધા દેવીગુણ આવી જાય છે.
ઓમ શાંતિ!
બાપ કહે છે
મીઠાં બાળકો તત્વમ્ અર્થાત્ તમે આત્માઓ પણ શાંત સ્વરુપ છો. આપ સર્વ આત્માઓનો
સ્વધર્મ છે જ શાંતિ. શાંતિધામ થી પછી અહીં આવીને ટોકી બનો છો. આ કર્મેન્દ્રિઓ તમને
મળે છે પાર્ટ ભજવવા માટે. આત્મા નાનો-મોટો નથી થતો, શરીર નાનું-મોટું થાય છે. બાપ
કહે છે હું તો શરીરધારી નથી. મારે બાળકોનાં સન્મુખ મળવા આવવાનું હોય છે. સમજો જેમકે
બાપ છે, એમના બાળકો જન્મે છે, તો તે બાળક એવું નહીં કહે કે હું પરમધામ થી આવીને
જન્મ લઈ માતા-પિતા થી મળવા આવ્યો છું. ભલે કોઈ નવો આત્મા આવે છે કોઈ નાં પણ શરીર
માં કે કોઈ જૂનો આત્મા કોઈ નાં શરીર માં પ્રવેશ કરે છે તો એવું નહીં કહે કે
માતા-પિતા થી મળવા આવ્યો છું. એમને ઓટોમેટિકલી માતા-પિતા મળી જાય છે. અહીં આ છે નવી
વાત. બાપ કહે છે હું પરમધામ થી આવીને આપ બાળકોનાં સન્મુખ થયો છું. તમને નોલેજ આપું
છું કારણકે હું છું નોલેજફુલ, જ્ઞાન નો સાગર, હું આવું છું આપ બાળકો ને ભણાવવા,
રાજયોગ શીખવાડવાં.
આપ બાળકો હમણાં સંગમ
પર છો, પછી જવાનું છે પોતાના ઘરે એટલે પાવન તો જરુર બનવાનું છે. અંદરમાં ખૂબ ખુશી
થવી જોઈએ. ઓહો! બેહદ નાં બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો મને યાદ કરો તો તમે
સતોપ્રધાન, વિશ્વનાં માલિક બનશો. બાપ બાળકોને કેટલો પ્રેમ કરે છે. એવું નહીં કે
ફક્ત ટીચર નાં રુપ માં ભણાવીને ઘરે ચાલ્યા જાય છે. આ તો બાપ પણ છે, ટીચર પણ છે. તમને
ભણાવે છે. યાદ ની યાત્રા પણ શીખવાડે છે. તો વિશ્વનાં માલિક બનાવવા વાળા, પતિત થી
પાવન બનાવવા વાળા બાપ સાથે ખૂબ પ્રેમ હોવો જોઈએ. સવારે-સવારે ઊઠીને પહેલા-પહેલા
શિવબાબા થી ગુડમોર્નિંગ કરવું જોઈએ. બાળકોએ પોતાના દિલ થી પૂછવાનું છે કે અમે સવારે
ઊઠીને કેટલું બેહદ નાં બાપ ને યાદ કરીએ છીએ! સવારે ઉઠી બાબા થી ગુડમોર્નિંગ કરી,
જ્ઞાન નાં ચિંતન માં રહીએ તો ખુશી નો પારો ચઢે. મુખ્ય છે જ યાદ, આમાં ભવિષ્ય માટે
ખૂબ ભારે કમાણી થાય છે. કલ્પ-કલ્પાન્તર આ કમાણી કામ આવશે. તમારે ખુબ ધૈર્યવત બની,
ગંભીરતા અને સમજ થી યાદ કરવાના છે. મોટા હિસાબ માં તો ભલે કહી દે છે કે અમે બાબા ને
યાદ કરીએ છીએ પરંતુ એક્યુરેટ યાદ કરવામાં મહેનત છે. જે બાપ ને વધારે યાદ કરે છે એમને
કરંટ વધારે મળે છે કારણકે યાદ થી યાદ મળે છે. યોગ અને જ્ઞાન બે વસ્તુ છે. યોગ નો
ખૂબ ભારી વિષય છે. યોગ થી જ આત્મા સતોપ્રધાન બને છે. યાદ વગર સતોપ્રધાન થવું અસંભવ
છે. સારી રીતે પ્રેમ થી બાપ ને યાદ કરશો તો ઓટોમેટિકલી કરંટ મળશે. હેલ્દી બની જશો.
કરંટ થી આયુ પણ વધે છે. બાળકો યાદ કરે છે તો બાબા પણ સર્ચલાઈટ આપે છે.
મીઠાં બાળકોએ આ પાક્કું
યાદ રાખવાનું છે. શિવબાબા અમને ભણાવે છે. શિવબાબા પતિતપાવન પણ છે. સદ્દગતિ દાતા પણ
છે. સદ્દગતિ એટલે સ્વર્ગ ની રાજાઈ આપે છે. બાબા કેટલા મીઠાં છે. કેટલા પ્રેમ થી
બાળકોને બેસી ભણાવે છે. બાપ, દાદા દ્વારા આપણને ભણાવે છે. બાબા બાળકોને કેટલો પ્રેમ
કરે છે, કોઈ તકલીફ નથી દેતા. ફક્ત કહે છે મને યાદ કરો અને ચક્ર ને યાદ કરો. બાપ ની
યાદ માં દિલ એકદમ ઠરી જવું જોઈએ. એક બાપ ની જ યાદ સતાવવી જોઈએ કારણકે બાપ પાસેથી
વારસો કેટલો ભારે મળે છે. પોતાને જોવું જોઈએ અમારો બાપ સાથે કેટલો પ્રેમ છે? ક્યાં
સુધી અમારામાં દેવીગુણ છે? કારણકે આપ બાળકો હવે કાંટા થી ફૂલ બની રહ્યા છો.
જેટલા-જેટલા યોગ માં રહેશો એટલા કાંટા થી ફૂલ, સતોપ્રધાન બનતા જશો. જે ઘણા કાંટાઓ
ને ફૂલ બનાવે છે એમને જ સાચાં ખુશ્બુદાર ફૂલ કહેવાશે. તે ક્યારેય કોઈને કાંટા નહીં
લગાડશે. ક્રોધ પણ મોટો કાંટો છે. ઘણાઓને દુઃખ આપે છે. હવે આપ બાળકો કાંટાની દુનિયા
થી કિનારા પર આવી ગયા છો, તમે છો સંગમ પર. જેવી રીતે માળી ફૂલો ને અલગ પોટ (વાસણમાં)
કાઢીને રાખે છે તેવી રીતે જ તમને ફૂલો ને પણ હમણાં સંગમયુગી પોટ માં અલગ રાખેલા છે.
પછી તમે ફૂલ સ્વર્ગ માં ચાલ્યા જશો. કળિયુગી કાંટા ભસ્મ થઈ જશે.
બાપ કહે છે મીઠાં
બાળકો, જેટલા તમે ઘણાઓનું કલ્યાણ કરશો એટલો તમને જ ઉજરો (ફળ) મળશે. ઘણાઓ ને રસ્તો
બતાવશો તો ઘણાઓનાં આશીર્વાદ મળશે. જ્ઞાન રત્નો થી ઝોલી ભરીને પછી દાન કરવાનું છે.
જ્ઞાન સાગર તમને રત્નો ની થાળીઓ ભરી-ભરી આપે છે, જે તેનું દાન કરે છે તે બધાને
પ્રિય લાગે છે. બાળકોના અંદર કેટલી ખુશી થવી જોઈએ. સેન્સીબલ (સમજદાર) બાળકો જે હશે
તે તો કહેશે અમે બાબા પાસેથી પૂરો જ વારસો લઇશું. એકદમ ચટકી પડશે. બાપ સાથે ખૂબ
પ્રેમ રહેશે કારણકે જાણે છે પ્રાણ આપવા વાળા બાપ મળ્યા છે. નોલેજ નું વરદાન એવું આપે
છે જેનાથી આપણે શું થી શું બની જઈએ છીએ. એટલો ભંડારો ભરપૂર કરી દે છે. જેટલા બાપ ને
યાદ કરશો એટલો પ્રેમ રહેશે, કશિશ થશે. સોય સાફ હોય છે તો ચુંબક તરફ ખેંચાઈ જાય છે
ને? બાપ ની યાદ થી કટ નીકળતી જશે. એક બાપ સિવાય બીજા કોઈ યાદ ન આવે.
બાપ સમજાવે છે મીઠાં
બાળકો, ગફલત નહીં કરો. સ્વદર્શન ચક્રધારી બનો, લાઈટ હાઉસ બનો. સ્વદર્શન ચક્રધારી
બનવાની પ્રેક્ટિસ સારી થઈ જશે તો પછી તમે જેમકે જ્ઞાન નાં સાગર થઈ જશો. જેવી રીતે
સ્ટુડન્ટ ભણીને ટીચર બની જાય છે ને. તમારો ધંધો જ આ છે. બધાને સ્વદર્શન ચક્રધારી
બનાવો ત્યારે જ ચક્રવર્તી રાજા-રાણી બનશો. બાપ કહે છે બાળકો તમારા વગર મને પણ જેમકે
બેઆરામી થાય છે. જ્યારે સમય થાય છે તો બેઆરામી થઈ જાય છે. બસ, હવે હું જાઉં. બાળકો
ખૂબ પોકારે છે, ખૂબ દુઃખી છે. તરસ પડે છે એટલે હું આવું છું આપ બાળકોને બધા દુઃખો
થી છોડાવવાં. હવે આપ બાળકોએ ઘરે ચાલવાનું છે. પછી ત્યાંથી તમે જાતેજ સુખધામ ચાલ્યા
જશો. ત્યાં હું તમારો સાથી નહીં બનીશ. પોતાની અવસ્થા અનુસાર તમારો આત્મા ચાલ્યો જશે.
અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપની કરંટ
ઓટોમેટીક લેવા માટે ખૂબ પ્રેમ થી બાપ ને યાદ કરવાના છે. આ યાદ જ હેલ્દી બનાવશે.
કરંટ લેવાથી જ આયુ વધશે. યાદ થી જ બાપની સર્ચલાઈટ મળશે.
2. ગફલત છોડી
સ્વદર્શન ચક્રધારી, લાઈટ હાઉસ બનવાનું છે, આનાથી જ જ્ઞાન સાગર બની ચક્રવર્તી રાજા
રાણી બની જશો.
વરદાન :-
બધાને ખુશખબરી
સંભળાવવા વાળા ખુશીનાં ખજાના થી ભરપૂર ભંડાર ભવ
સદા પોતાનાં આ સ્વરુપ
ને સામે રાખો કે અમે ખુશી નાં ખજાના થી ભરપૂર ભંડાર છીએ. જે પણ અગણિત અને અવિનાશી
ખજાના મળ્યા છે એ ખજાના ને સ્મૃતિ માં લાવો. ખજાના ને સ્મૃતિ માં લાવવાથી ખુશી થશે
અને જ્યાં ખુશી છે ત્યાં સદાકાળ માટે દુઃખ દૂર થઈ જાય છે. ખજાનાની સ્મૃતિ થી આત્મા
સમર્થ બની જાય છે, વ્યર્થ સમાપ્ત થઈ જાય છે. ભરપૂર આત્મા ક્યારેય હલચલ માં નથી આવતો,
તે સ્વયં પણ ખુશ રહે છે અને બીજાઓને પણ ખુશખબરી સંભળાવે છે.
સ્લોગન :-
યોગ્ય બનવું
છે તો કર્મ અને યોગ નું બેલેન્સ રાખો.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાનાં નિમિત્ત બનો
સેવા માં મુખ દ્વારા
સંદેશ આપવામાં સમય પણ લાગે છે, સંપત્તિ પણ લાગે છે, હલચલ માં પણ આવો છો, થાકો પણ
છો… પરંતુ શ્રેષ્ઠ સંકલ્પની સેવામાં આ બધું બચી જશે. તો આ સંકલ્પ શક્તિ ને વધારો.
દૃઢતા સંપન્ન સંકલ્પ કરો તો પ્રત્યક્ષતા પણ જલ્દી થશે.
ડ્રામા નાં કંઈક
રહસ્ય (સંદેશ પુત્રીઓ દ્વારા)
૧) આ વિરાટ ફિલ્મ (ડ્રામા)
માં દરેક મનુષ્યાત્મા માં પોત-પોતાની પોઝિશન અનુસાર આખા જીવન નું જ્ઞાન અથવા એક્ટ
પહેલા જ મર્જ રુપ માં રહે છે. જીવાત્મા માં આખા જીવન ની ઓળખ મર્જ હોવાના કારણે સમય
પર ઇમર્જ થાય છે. દરેક માં પોત-પોતાની સંપૂર્ણતા ની અવસ્થા અનુસાર જાણકારી અથવા
એક્ટ જે મર્જ છે, તે જ સમય પર ઇમર્જ થાય છે જેનાથી તમે દરેક જાની-જાનનહાર બની જાઓ
છો.
૨) આ વિરાટ ફિલ્મ ની
સેકન્ડ-સેકન્ડ ની એક્ટ નવી હોવાના કારણે તમને એવું સમજ માં આવશે જેમકે હમણાં-હમણાં
અહીં આવી છું. દરેક સેકન્ડ ની એક્ટ અલગ હોય છે, કરીને કલ્પ આગળ વાળી ઘડી રીપીટ થાય
છે પરંતુ જે સમય પ્રેક્ટિકલ લાઈફ માં ચાલે છે, એ સમય નવો મહેસુસ થાય છે. આ જ સમજ થી
આગળ વધતા જાઓ. એવી રીતે કોઈ કહી ન શકે કે મેં તો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, હવે હું
જાઉં છું, ના. જ્યાં સુધી વિનાશ થાય ત્યાં સુધી પૂરી એક્ટ અને પૂરું જ્ઞાન નવું છે.
૩) આ વિરાટ ડ્રામા ની
જે ભાવી બનેલી છે… તે નિશ્ચય થી જ બનેલી છે. ભાવીને કોઈ ટાળે છે કે બનાવે છે તે બધું
પોતાના ઉપર છે. સ્વયં નો શત્રુ અને સ્વયં નો મિત્ર હું જ છું. હવે તમારે ખૂબ રમણીક
અને સ્વીટ બનવાનું અને બનાવવાના છે.
૪) આ વિરાટ ફિલ્મ માં
આ સહન કરવું પણ તમારા માટે કલ્પ પહેલા વાળું એક મીઠું સ્વપ્ન છે કારણકે તમને છતાં
પણ કંઈ થતું નથી, જેમણે પણ તમને હેરાન કર્યા છે તે પણ કહે છે કે મેં આમને આટલા
હેરાન કર્યા, દુઃખી કર્યા, પરંતુ આ તો છતાં પણ ડીવાઈન યુનિટી, સુપ્રિમ યુનિટી, વિજય
પાંડવ બનીને રહે છે. આ બનેલી ભાવીને કોઈ ટાળી નથી શકતું.
૫) આ વિરાટ ફિલ્મ માં
જુઓ કેવું વન્ડર છે જે તમે પ્રત્યક્ષ પાંડવ પણ આવ્યા પધાર્યા છો અને તમારા જૂના
ચિત્ર અને નિશાનીઓ પણ અત્યાર સુધી કાયમ છે. જેવી રીતે જૂના કાગળ, જૂના શાસ્ત્ર, ગીતા
પુસ્તક વગેરે સંભાળીને રાખે છે. પછી તેનું ખુબ માન હોય છે. એવી રીતે જૂની વસ્તુઓ
કાયમ હોવા છતાં હવે નવી વસ્તુ ઇન્વેન્શન થાય છે. જૂની ગીતા પ્રેક્ટિકલ માં હોય છે,
નવી ગીતા ઇન્વેન્ટ થાય છે. જૂના નો અંત ત્યારે થાય જ્યારે નવાં ની સ્થાપના થાય. હવે
તમે પ્રેક્ટિકલ માં જ્ઞાન ને જીવન માં પ્રત્યક્ષ ધારણ કરવાથી દુર્ગા, કાળી વગેરે બનો
છો. પછી જૂના સ્થૂળ જડ ચિત્રો નો વિનાશ થાય છે અને નવા ચૈતન્ય સ્વરુપ ની સ્થાપના
થાય છે.
૬) આ વિરાટ ફિલ્મ
પ્લાન અનુસાર સંગમ નાં સ્વીટ સમયે આપ અનન્ય દૈવી બાળકો જે વિકારો પર વિજય પ્રાપ્ત
કરી સ્વીટ લોટરી મેળવો છો. તમારું આ લલાટ કેટલું લક્કી છે. આ સમયે તમે નર અને નારી
અવિનાશી જ્ઞાન થી પૂજ્ય યોગ્ય દેવતા પદ પ્રાપ્ત કરો છો, એ છે જ આ સંગમ નાં સુહાવના
(સુખદ) વન્ડરફુલ સમય ની વન્ડરફુલ રીત.
૭) ઈશ્વર સાક્ષી થઈ
જોઈ રહ્યા છે કે મેં જે એક્ટર્સ ને અનેક ઘરેણા, ભૂષણો થી શૃંગાર કરી આ સૃષ્ટિ રુપી
સ્ટેજ પર ડાન્સ કરવા અર્થ મોકલ્યા હતા તે કેવી રીતે એક્ટ કરી રહ્યા છે. મેં પોતાના
દૈવી બાળકોને ગોલ્ડન મની (પૈસા), સિલ્વર મની આપીને કહ્યું હતું કે આ ભૂષણ, આ ઘરેણા
પહેરીને ખુશમિજાજ થઈને સાક્ષી બની એક્ટ પણ કરજો અને સાક્ષી થઈ ખેલ ને પણ જોજો. ફસાતા
નહીં પરંતુ અડધોકલ્પ રાજ્ય ભાગ્ય ભોગવી પછી અડધોકલ્પ પોતાની જ રચેલી માયા માં ફસાઈ
ગયા. હવે ફરી હું તમને કહું છું કે આ માયાને છોડી દો. આ જ્ઞાનમાર્ગ માં વિકારી
કાર્ય થી પરિવર્તન થઇ નિર્વિકારી બનવાથી આદિ-મધ્ય-અંત દુઃખ થી છૂટી જન્મ-જન્માન્તર
ને માટે સુખ પ્રાપ્ત કરી લેશો.
૮) પોતાનાથી કોઈ પણ
ઉચ્ચ અવસ્થા વાળા દ્વારા જો કોઈ સાવધાની મળે છે તો એમને રાઝયુક્ત ઉઠાવવામાં જ
કલ્યાણ છે. એના ભિતર નાં રહસ્ય ને જાણવું જોઈએ કે આમાં અવશ્ય કોઈ કલ્યાણ સમાયેલું
છે. આ જે પોઇન્ટ મને આમના દ્વારા મળી તે બિલકુલ યથાર્થ છે, એને ખૂબ ખુશી થી સ્વીકાર
કરવી જોઈએ કારણકે જો મારા દ્વારા ક્યારેય કોઈ ભૂલ થઈ ગઈ તો તે યાદ આવવાથી સ્વયં ને
કરેક્ટ કરી લેવું એટલે કોઈ પણ સાવધાની હોય ખૂબ વિશાળ બુદ્ધિ થી ધારણ કરવાથી તમે
ઉન્નતિ ને પ્રાપ્ત કરી શકશો.
૯) હમણાં તમારે નિત્ય
અંતર્મુખ થઈને યોગ માં રહેવાનું છે કારણકે અંતર્મુખ થવાથી સ્વયં ને જોઈ શકશો. ફક્ત
જોશો નહીં, પરિવર્તન પણ કરી શકશો. આ જ છે સર્વોત્તમ અવસ્થા. જ્યારે ખબર છે દરેક
પોતાની સ્ટેજ પ્રમાણે પુરુષાર્થી છે તો કોઈ પણ પુરુષાર્થી માટે આરગ્યું ન ચાલી શકે
કારણકે તે પોતાની સ્ટેજ અનુસાર પુરુષાર્થી છે, એમની સ્ટેજ ને જોઈ એમના ગુણ ઉઠાવો.
જો ગુણ નથી ઉઠાવી શકતા તો એને છોડી દો.
૧૦) તમે સદા પોતાના
સર્વોત્તમ લક્ષ્ય ને સામે જોઈ પોતાને જ જુઓ. તમે દરેક વ્યક્તિગત પુરુષાર્થી છો, તમે
પોતાની તરફ નજર રાખી આગળ દોડાવતા રહો, કોઈ ભલે શું પણ કરતા રહે પરંતુ હું પોતાના
સ્વરુપમાં સ્થિત રહું, બીજા કોઈને પણ ન જોઉં. પોતાનાં બુદ્ધિ યોગબળ થી હું એમની
અવસ્થા ને જાણી લઉ. અંતર્મુખતા ની અવસ્થા થી જ તમે અનેક પરીક્ષાઓથી પાસ થઈ શકો છો.
અચ્છા. ઓમ શાંતિ.