01-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પરચિંતન છોડી પોતાનું કલ્યાણ કરો , તમે સોના જેવાં બનીને બીજાઓને રસ્તો બતાવો”

પ્રશ્ન :-
અશરીરી બનવાનો અભ્યાસ જે સદા કરતાં રહે, તેમની મુખ્ય નિશાની સંભળાવો?

ઉત્તર :-
તે હઠ થી પોતાની કર્મેન્દ્રિયો ને વશ નથી કરતાં. પરંતુ તેમની કર્મેન્દ્રિયો સ્વતઃ શીતળ થઈ જાય છે. આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, આ સ્મૃતિ સ્વતઃ રહે છે. દેહ-અભિમાન છૂટતું જાય છે. નામ-રુપ નો નશો ખતમ થઈ જાય છે. બીજા ની યાદ નથી આવતી.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ…

ઓમ શાંતિ!
આ કોઈ ફક્ત પ્રેમ નાં સાગર નથી, જ્ઞાન નાં સાગર છે. જ્ઞાન અને અજ્ઞાન. જ્ઞાન ને દિવસ, અજ્ઞાન ને રાત કહેવાય છે. જ્ઞાન શબ્દ જ સારો છે. અજ્ઞાન શબ્દ ખરાબ છે. અડધોકલ્પ છે જ્ઞાન ની પ્રારબ્ધ. અડધોકલ્પ છે અજ્ઞાન ની પ્રારબ્ધ, અજ્ઞાન ની પ્રારબ્ધ છે દુઃખ. જ્ઞાન ની પ્રારબ્ધ સુખ છે. આ તો ખૂબ સહજ સમજવાની વાતો છે, દિવસ છે જ્ઞાન નો. રાત છે અજ્ઞાન, આ પણ કોઈને ખબર નથી. જ્ઞાન કોને કહેવાય છે, અજ્ઞાન કોને કહેવાય છે, આ બેહદ ની વાતો છે. તમે બધા ને સમજાવો છો જ્ઞાન શું છે? ભક્તિ શું છે? જ્ઞાન થી તમે પૂજ્ય બની રહ્યાં છો. જ્યારે પૂજ્ય બની જાઓ છો તો પૂજા ની સામગ્રી ને જાણી જાઓ છો, જે પણ મંદિર વગેરે છે. તમે જાણો છો આ બધા યાદગાર છે. તેમની જીવનકહાણી શું છે - તે તમે જાણો છો. જે પૂજા કરવા જાય છે તે પોતે નથી જાણતાં. પૂજા ને ભક્તિ કહેવાય છે, ભગવાને ભક્તો થી મળવાનું છે - ભક્તિ નું ફળ આપવા માટે. તો ભગવાન જ આવીને પુજારી થી પૂજ્ય બનાવે છે. પૂજ્ય સતયુગ માં પુજારી કળિયુગ માં હોય છે. આપ બાળકો જાણો છો આજે શું છે, કાલે શું થવાનું છે. વિનાશ તો જરુર થવાનો છે, કોઈ પણ સમયે થઈ શકે છે. તૈયારી થઈ રહી છે. ગવાયેલું પણ છે અનેક કુદરતી આપદાઓ થાય છે. આ તો લખી દેવું જોઈએ - ગૃહ યુદ્ધ અને કુદરતી આપદાઓ, તેને કોઈ ઈશ્વરીય આપદાઓ નહીં કહેવાશે. આ તો ડ્રામાની નોંધ છે, જેમાં નેચરલ કૈલેમિટીઝ (કુદરતી આપદાઓ) બધું આવવાનું છે. વિનાશ માં પણ મદદ કરશે. મુશળધાર વરસાદ પડશે. ભૂખે મરશે, અર્થક્વેક (ધરતીકંપ) વગેરે બધું આવવાનું છે. આનાં દ્વારા જ વિનાશ થવાનો છે. બાળકો જાણે છે, આ તો જરુર થવાનું છે. નહીં તો સતયુગ માં આટલાં થોડાં મનુષ્ય કેવી રીતે હશે, જરુર એકસાથે વિનાશ થશે. બાળકો સારી રીતે જાણે છે, આ બધાં કપડા ધોવાઈ જશે. આ બેહદ ની મોટી મશીનરી છે. ગવાયેલું છે મૂત પલીત કપડ ધોએ… આ કપડા ની વાતો નથી. આ છે શરીર ની વાત. આત્માઓ ને યોગબળ થી ધોવાનાં છે. આ સમયે ૫ તત્વ તમોપ્રધાન છે તો શરીર પણ એવું બને છે. પતિત-પાવન બાપ આવીને પાવન બનાવે છે બાકી બધાં ખલાસ થઈ જાય છે. તમે જાણો છો પાવન કેવી રીતે બને છે. રસ્તો ખૂબ સહજ બતાવે છે. મનુષ્ય તો કાંઈ પણ નથી સમજતાં. જ્યાં-જ્યાં ભક્તિ, યજ્ઞ વગેરે થાય છે, ત્યાં જઈને સમજાવવું જોઈએ કે જેની તમે ભક્તિ કરો છો તેની બાયોગ્રાફી (જીવનકહાણી) સમજવાથી જ તમે દેવતા બની શકો છો. તેમણે જીવનમુક્તિ કેવી રીતે મેળવી તે તો સમજો, તો તમે પણ જીવનમુક્તિ મેળવી શકો છો. મંદિરો માં બેસી જીવનકહાણી સમજાવવાથી સારી રીતે સમજશે.

તમે પણ બાપ થી હમણાં જીવનકહાણી સાંભળો છો, આપ બાળકોને કેટલી સમજ મળે છે. પરમપિતા પરમાત્મા ની જીવનકહાણી કોઈ પણ નથી જાણતાં. સર્વવ્યાપી કહેવાથી જીવનકહાણી થોડી થઈ જાય છે. આપ બાળકો હવે પરમપિતા પરમાત્મા ની જીવનકહાણી ને જાણો છો, એટલે આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ સમય ને આદિ કહેવાશે. જ્યારે કે બાપ આવીને પતિતો ને પાવન બનાવે છે પછી મધ્ય માં ભક્તિ નો પાર્ટ ચાલે છે. બાપ કહે છે આ સમયે હું આવીને સ્થાપના કરું, કરાવું છું. કરનકરાવનહાર છું. પ્રેરણા ને કરવું નહીં કહેવાશે. બાબા આવીને આમની કર્મેન્દ્રિયો દ્વારા કરે છે, આમાં પ્રેરણા ની વાત નથી. કરનકરાવનહાર તો જરુર સન્મુખ થઈ કરાવશે. પ્રેરણા થી કાંઈ પણ નથી થઈ શકતું. આત્મા વગર શરીર કાંઈ પણ નથી કરી શકતું. ઘણાં કહે છે ઈશ્વર જ પ્રેરણા થી બધું કરે છે. બાબા, તમે પ્રેરણા કરો, મારા પતિ ની બુદ્ધિ ઠીક થઈ જાય. બાપ કહે છે - પ્રેરણાની તો આમાં વાત જ નથી. પછી શિવજયંતી કેમ મનાવાય. પ્રેરણા થી કામ થાય તો પછી આવ્યાં જ કેમ? એક તો ઈશ્વર શું વસ્તુ છે, આ નથી જાણતાં. ફક્ત કહી દે છે ઈશ્વર ની પ્રેરણા થી બધું થાય છે. નિરાકાર પ્રેરણા થી કેવી રીતે કરશે, એ તો કરનકરાવનહાર છે. આવીને રસ્તો બતાવે છે. કર્મન્દ્રિયો થી મોરલી ચલાવે છે. જ્યાં સુધી કર્મેન્દ્રિયો નો આધાર ન લે ત્યાં સુધી મોરલી કેવી રીતે ચલાવે. જ્ઞાન નાં સાગર છે તો સંભળાવવા માટે મુખ જોઈએ ને. હવે આપ બાળકોને આખી દુનિયાનાં આદિ-મધ્ય-અંત ની ખબર પડી છે. પૂરી નોલેજ મળી છે. સમજે છે જ્ઞાન વગર ગતિ નથી. જ્ઞાન કોણ આપે. અજ્ઞાન માર્ગ અને જ્ઞાન માર્ગ માં ફરક તો જુઓ ને. વિજ્ઞાન પણ કહેવાય છે. અજ્ઞાન છે અંધકાર, બાકી જ્ઞાન અને વિજ્ઞાન ને આપણે મુક્તિ-જીવનમુક્તિ પણ કહી શકીએ છીએ. તમને હવે પાવન બનવાનું જ્ઞાન મળે છે. તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. કોઈ સાંભળશે તો વન્ડર (આશ્ચર્ય) ખાશે. કહેશે આત્મા જ્ઞાન લે છે તો આત્મા જરુર સંસ્કાર લઈ જશે ને. મનુષ્ય થી દેવતા બનો છો તો જ્ઞાન રહેવું જોઈએ. પરંતુ બાપ સમજાવે છે આ પુરુષાર્થ છે પ્રારબ્ધ નાં માટે. પ્રારબ્ધ મળી ગઈ પછી જ્ઞાન ની શું દરકાર છે. સતયુગ છે જ આપ બાળકો માટે પ્રારબ્ધ. આ વાતો સાંભળવાથી જ વન્ડર (આશ્ચર્ય) ખાશે. આ જ્ઞાન પરંપરા થી કેમ નથી ચાલતું, બાપ કહે છે આ પ્રાયઃલોપ થઈ જાય છે. દિવસ થઈ ગયો પછી અજ્ઞાન તો નથી, જે જ્ઞાન ની દરકાર રહે. આ પણ સમજવા-સમજાવવાની વાતો છે. ફટ થી કોઈ સમજી નથી શકતું. શિવબાબા ભારતમાં જ આવે છે, બાળકોનાં માટે સોગાત (ભેટ) લઈ આવે છે, ભક્તિ નું ફળ આપવા માટે. ભક્તિ નાં પછી છે સદ્દગતિ. આ વિનાશ પણ થશે જરુર. આસાર સામે છે. તમે સાંભળતાં રહેશો - ચિંગારી લાગે છે તો એક-બે કલાક માં આખું મકાન બળીને ભસ્મ થઈ જાય છે. આ કોઈ નવી વાત નથી, વિનાશ તો થવાનો જરુર છે. સતયુગ માં હોય જ છે થોડાં મનુષ્ય, શ્રેષ્ઠાચારી. તો શ્રેષ્ઠાચારી બનવા માટે કેટલી મહેનત લાગે છે. માયા નાક થી એકદમ પકડી લે છે. આવી રીતે નીચે પડવા વાળાઓને ચોટ (માર) ખૂબ લાગે છે. સમય લાગી જાય છે. મોટા માં મોટી ચોટ છે કામ વિકાર ની એટલે કહેવાય છે - કામ મહાશત્રુ છે. આ જ પતિત બનાવે છે. ઝઘડો થાય જ છે વિકાર પર. વિકાર માટે નહીં છોડશે તો જરુર કહેશે - આનાં કરતાં તો વાસણ સાફ કરીએ તે સારું છે. કચરા-પોતા કરશું પરંતુ પવિત્ર રહેશું, આમાં હિમ્મત ખૂબ જોઈએ. જ્યારે કોઈ બાપ ની શરણ માં આવે છે તો પછી માયા પણ લડવાનું શરું કરે છે. ૫ વિકારોની બીમારી વધારે જ ઉથલ ખાય છે. પહેલાં તો પાક્કા નિશ્ચયબુદ્ધિ હોવું જોઈએ. જીવતે જીવ મરેલાં છીએ. અહીં થી લંગર ઉઠાવી લીધું છે. કળિયુગી, વિકારી કિનારા તમે છોડી દીધાં છે. હવે આપણે યાત્રા પર જઈ રહ્યાં છીએ - આપણે અશરીરી થઈ આપણાં ઘરે જઈએ છીએ. આત્મા ને આ જ્ઞાન છે કે હું એક શરીર છોડી બીજા માં જઈશ. આપણે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બની યાત્રા પર રહીએ છીએ. બુદ્ધિ માં યાદ રહે કે આ તો કબ્રિસ્તાન છે, પછી આપણે સુખધામ માં જઈશું. આપણને બાબા વારસો આપવાની યુક્તિ બતાવી રહ્યાં છે. પાવન બનવા માટે આપણે યોગ માં રહીએ છીએ. યાદ થી જ વિકર્મ વિનાશ થશે ત્યારે આત્મા શરીર છોડશે. યાત્રા કેટલી વન્ડરફુલ (અદ્દભુત) છે. ફક્ત બાપ ને યાદ કરો, પોતાની રાજધાની ને યાદ કરો. આટલી સહજ વાત પણ યાદ નથી આવતી. અલ્ફ ને યાદ કરો, બસ. પરંતુ માયા તે પણ યાદ કરવા નથી દેતી, મહેનત લાગે છે. આત્મા ને જ્ઞાન મળ્યું છે, અમારા બાબા આવેલાં છે. આત્મા ભણે છે ને. આત્મા શરીર દ્વારા જન્મ લે છે. આત્મા ભાઈ-ભાઈ છે. દેહ-અભિમાન માં આવવાથી પછી અનેક સંબંધ થઈ જાય છે. અહીં તમે ભાઈ-બહેન થઈ ગયાં. પરસ્પર ભાઈ-ભાઈ પણ છો, બહેન-ભાઈ પણ છો. પ્રવૃત્તિ માર્ગ છે ને. બંને ને વારસો જોઈએ. આત્મા જ પુરુષાર્થ કરે છે. પોતાને આત્મા સમજવું - આ જ મહેનત છે. દેહ-અભિમાન ન રહે. શરીર જ નથી તો વિકાર કોનાથી કરશે. આપણે આત્મા છીએ, બાપ ની પાસે જવાનું છે. શરીર નું ભાન જ ન રહે. જેટલાં યોગી બનતાં જશો, કર્મેન્દ્રિયો શાંત થતી જશે. દેહ-અભિમાન માં આવવાથી કર્મેન્દ્રિયો ચંચળ થાય છે. આત્મા જાણે છે અમને પ્રાપ્તિ થઈ રહી છે. શરીર થી અલગ થતાં જશો, તો કર્મેન્દ્રિયો શાંત થતી જશે. સંન્યાસી લોકો દવાઓ ખાઈને કર્મેન્દ્રિયો ને શાંત કરે છે. તે તો હઠયોગ થઈ ગયો ને. તમારે તો યોગ થી કામ લેવાનું છે. શું યોગબળ થી તમે વશ નથી કરી શકતાં? જેટલાં આત્મ-અભિમાની થતાં જશો તો કર્મેન્દ્રિયો શાંત થતી જશે. ખુબ મહેનત કરવી પડે છે, પ્રાપ્તિ તો ખૂબ ઊંચી છે ને. બાપ કહે છે - યોગબળ થી તમે વિશ્વ નાં માલિક બનો છો. કર્મેન્દ્રિયો પર જીત મેળવો છો એટલે ભારત નો યોગ નામીગ્રામી છે. તમે મનુષ્ય થી દેવતા, પતિત થી પાવન બનો છો. પ્રજા પણ સ્વર્ગવાસી તો છે ને. યોગબળ થી તમે સ્વર્ગવાસી બનો છો. બાહુબળ થી નથી બની શકતાં. મહેનત કાંઈ બહુ નથી. કુમારીઓનાં માટે તો જેમકે મહેનત જ નથી. ફ્રી (મુક્ત) છે. વિકાર માં ગયાં તો મોટી પંચાયત થઈ જાય છે. કુમારી રહેવું સારું છે. નહીં તો પછી અધર કુમારી નામ પડી જાય છે. યુગલ પણ કેમ બનવું! આમાં પણ નામ-રુપ નો નશો ચઢે છે. આ પણ મૂર્ખતા છે. યુગલ બન્યાં પછી પવિત્ર રહેવા માટે ખૂબજ હિંમત જોઈએ. જ્ઞાન ની પૂરી પરાકાષ્ઠા જોઈએ. ઘણાં છે જે હિંમત કરે છે પરંતુ આગ ની આંચ આવી જાય છે તો ખેલ ખલાસ એટલે બાબા કહે છે કુમારી છતાં પણ સારી છે. અધર કુમારી બનવાનો વિચાર પણ કેમ કરવો જોઈએ. કુમારીઓનું નામ પ્રસિદ્ધ છે. બાળ-બ્રહ્મચારી છે. બાળ-બ્રહ્મચારી રહેવું સારું છે, તાકાત રહે છે. બીજા કોઈ ની યાદ નહીં આવશે. બાકી હિંમત છે તો કરીને દેખાડો, પરંતુ મહેનત છે. બે થઈ પડે છે ને. કુમારી છે તો એકલી છે. બે થી દ્વેત આવી જાય છે. જ્યાં સુધી થઈ શકે કુમારી થઈ રહેવું સારું છે. કુમારી સેવા પર નીકળી શકે છે. બંધન માં પડવાથી પછી બંધન વૃદ્ધિ ને પામે છે. એવી જાળ પાથરવી જ કેમ જોઈએ જે બુદ્ધિ ફસાઈ પડે. આવી જાળ માં ફસાવવું ઠીક નથી. કુમારીઓનાં માટે તો ખુબ સારું છે. કુમારીઓએ નામ પણ કાઢ્યું છે. કનૈયા નામ ગવાયેલું છે ને. કુમારી થઈ રહેવું ખૂબ સારું છે. એમનાં માટે ખૂબ સહજ છે. સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) પવિત્ર લાઈફ (જીવન) પણ છે. બુદ્ધિ પણ ફ્રેશ રહે છે. કુમારોએ ભીષ્મ પિતામહ જેવાં બનવાનું છે. કલ્પ પહેલાં પણ રહ્યાં છે ત્યારે તો દેલવાડા મંદિર માં યાદગાર બનેલું છે. હવે બાપ બાળકોને ફરમાન કરે છે, મને યાદ કરો. બીજી બધી વાતોને છોડી તમે પોતાનું કલ્યાણ કરો. બાપ ને યાદ કરવામાં જ કલ્યાણ છે. ભૂલ-ચૂક થાય છે, બાળકો નીચે પડે છે, તમે પરચિંતન ને છોડી પોતાનું કલ્યાણ કરો. બીજા ચિંતન માં જાઓ જ નહીં. તમે સોના જેવાં બની જાઓ બીજાઓને પણ રસ્તો બતાવો. સતોપ્રધાન બનવાનો એક જ ઉપાય છે. પાવન બન્યાં વગર મુક્તિધામ માં જઈ ન શકાય. ઉપાય એક જ છે પછી અંત મતિ સો ગતિ થઈ જશે. ઝરમુઈ-ઝઘમુઈ છોડી દો. નહીં તો પોતાનું જ નુકસાન કરશો. બાપ કોઈ શ્રાપ નથી આપતાં. શ્રીમત પર નહીં ચાલો તો પોતે જ પોતાને શ્રાપિત કરો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. નિશ્ચયબુદ્ધિ બની જીવતે જીવ આ જૂની દુનિયા થી પોતાનું લંગર ઉઠાવી લેવાનું છે. બાપ નાં દરેક ફરમાન નું પાલન કરી પોતાનું કલ્યાણ કરવાનું છે.

2. બીજાઓનું ચિંતન છોડી પોતાની બુદ્ધિ ને સ્વચ્છ સોના જેવી બનાવવાની છે. ઝરમુઈ-ઝઘમુઈ માં પોતાનો સમય નષ્ટ નથી કરવાનો. યોગબળ થી પોતાની કર્મેન્દ્રિયો ને શાંત, શીતળ બનાવવાની છે.

વરદાન :-
પોતાની વિજય કે સફળતા ને નિશ્ચિત સમજીને સદા નિશ્ચિંત રહેવાવાળા નિશ્ચયબુદ્ધિ ભવ

જે બાળકો સદા બાપ માં, સ્વયં નાં પાર્ટ માં અને ડ્રામા ની દરેક સેકન્ડ ની એક્ટ માં ૧૦૦ ટકા નિશ્ચયબુદ્ધિ છે એમની વિજય કે સફળતા નિશ્ચિત છે. નિશ્ચિત વિજય હોવાના કારણે તે સદા નિશ્ચિંત રહે છે. એમનાં ચહેરા થી ચિંતા ની કોઈ પણ રેખા દેખાતી નથી. એમને સદા નિશ્ચય રહે છે આ કાર્ય કે આ સંકલ્પ સિદ્ધ થયેલો જ છે. એમને ક્યારેય કોઈ વાત માં પ્રશ્ન નથી ઉઠી શકતો.

સ્લોગન :-
સાંભળવા-સંભળાવવામાં ભાવના અને ભાવ ને બદલી નાખવો જ વાયુમંડળ ખરાબ કરવું છે.

આ અવ્યક્ત ઈશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

સંપૂર્ણ પવિત્રતા નાં હિસાબ થી વ્યર્થ સંકલ્પ પણ અપવિત્રતા નું બીજ છે. વ્યર્થ સંકલ્પ ચાલવાં, મેજોરીટી બાળકોમાં હમણાં આ સંસ્કાર રહેલા છે. વ્યર્થ સંકલ્પ નો આધાર મન છે, જે મનમનાભવ થવા નથી દેતું એટલે શ્રીમત રુપી લગામ ટાઇટ કરી વ્યર્થ સંકલ્પો ની અપવિત્રતા ને ખતમ કરો.