01-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ચેરિટી બિગેન્સ એટ હોમ , પોતાનાં પરિવાર વાળાઓ ને જ્ઞાન સંભળાવો , પોતાનાં હમજીન્સ ( પરિવાર ) નું કલ્યાણ કરો”

પ્રશ્ન :-
કઈ શ્રીમત નું પાલન કરવા વાળા બાળકો પોતાની અવસ્થા ને એકરસ બનાવી શકે છે?

ઉત્તર :-
અવસ્થા ને એકરસ બનાવવા માટે બાપ ની શ્રીમત છે બાળકો રોજ સવારે-સવારે ઉઠી બહુજ પ્રેમ થી બાપ ને યાદ કરો. સ્વયં ને આત્મા સમજો અને બાબા જે સંભળાવે છે તેને સાંભળો. જો યાદ નહીં કરશો તો ફાલતુ વિચાર ચાલશે, વ્યર્થ સંકલ્પ આવશે એટલે બાબા સલાહ આપે છે બાળકો રોજ સવારે-સવારે ઉઠી સ્વયં પોતાનાથી પ્રતિજ્ઞા કરો કે ચાલતાં-ફરતાં, ખાતાં… ભોજન બનાવતાં એક બાબાને જ યાદ કરીશું.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો જાણે છે કે રુહાની બાપ છે બધા રુહો નાં બાપ જે સૌથી ઊંચા માં ઊંચા છે, એમને જ શિવાય નમઃ કહે છે. ફાધર (પિતા) પણ કહે છે, એ બાપ સ્વર્ગ નાં રચયિતા છે, જેમને પતિત-પાવન, જ્ઞાન નાં સાગર કહેવાય છે. હમણાં તમે સમજો છો અમે એમની સાથે બેઠાં છીએ. આ આપ બાળકોએ સમજાવવાનું છે. જેમ ક્યાંક એક ગીતા પાઠશાળા માં એક કૃષ્ણ નું લાંબું ચિત્ર ૬ ફૂટનું હતું. હવે કૃષ્ણ ને હકીકત માં નાનાં જ બતાવે છે પછી કહે છે ગીતા નાં ભગવાન હતાં. તો ભલા ગીતા ક્યારે સંભળાવી? બાળપણ માં કે જ્યારે ૬ ફૂટ નાં થયાં ત્યારે સંભળાવી? રાધા અને કૃષ્ણ ની જોડી હતી. રાધા, કૃષ્ણ ની શું લાગતી હતી? રાધા ને ભગવતી અને કૃષ્ણ ને ભગવાન કહે છે. આ બંનેનો શું સંબંધ છે, આ કોઈને ખબર નથી. કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો, પરંતુ ક્યારે? જ્યારે તમે એવાં-એવાં પ્રશ્ન પૂછશો તો મનુષ્ય સમજી જશે કે આ તો સિવાય બ્રહ્માકુમાર-કુમારીઓનાં બીજા કોઈ પૂછી ન શકે. કોઈ પણ મોટાં-મોટાં રાજાઓ વગેરે જે પણ છે તે સંન્યાસીઓને જોઈ પગે જરુર પડશે. કોઈને પણ પૂછવાની હિંમત જ નથી રહેતી. તમે તો હિંમત રાખો છો. કહેશે બ્રહ્માકુમારીઓમાં એટલું જ્ઞાન છે જે બેસીને રચતા અને રચના નું આટલું જ્ઞાન આપે છે. એમની બાયોગ્રાફી (જીવન કહાણી) સંભળાવે છે. તમે પૂછી શકો છો કે શિવ જયંતી મનાવો છો, પૂજા વગેરે પણ કરો છો તો જરુર તે ક્યારેક આવ્યાં હશે ત્યારે તો શિવજયંતી મનાવાય છે? તે ક્યારે આવ્યાં? શિવબાબા તો છે નિરાકાર, એમને પોતાનું શરીર નથી. શિવજયંતી મનાવે છે તો જરુર શરીર માં આવ્યાં હશે? નિરાકાર ની જયંતી કેવી રીતે હોય શકે? આત્મા તો અમર છે. જયંતી ત્યારે મનાવાય જ્યારે મરે અને જન્મે. આત્મા ની જયંતી નથી હોતી. આત્મા તો અવિનાશી છે. એવું નહીં કહેશે આત્મા ની જયંતી. શિવ તો છે નિરાકાર, એમનું ચિત્ર લિંગ નું રખાય છે. આપ બાળકોને આ ખ્યાલ રહેવા જોઈએ. અહીંયાથી પોતાનાં ઘરે, ધંધા-ધોરી માં જવાથી આ વાતો જ બુદ્ધિ થી નીકળી જાય છે. ચિંતન નથી ચાલતું. ગુરુઓ વગેરે ની જંજીરો માં પણ બહુજ ફસાયેલા છે. વાત નહીં પૂછો. અબળાઓ બહુજ ભોળી હોય છે ને. તમે એમને પૂછી શકો છો - શિવજયંતી મનાવાય છે પરંતુ એ છે કોણ? એમણે શું આવીને કર્યું અને ક્યારે આવ્યાં? જયંતી એટલે જ બર્થ (જન્મ). નિરાકાર શિવ નો બર્થ મનાવ્યો, એ નિરાકાર છે તો એમનો પછી બર્થ કેવી રીતે મનાવાય છે? કોનામાં આવ્યાં? આત્મા શરીર માં જાય છે તો કહેવાય છે બર્થ (જન્મ) થઈ ગયો. આત્મા તો આત્મા જ છે. શરીર માં પ્રવેશ કરે છે તો કહેશે આત્માએ શરીર લીધું છે, પાર્ટ ભજવવા માટે. એ તો છે નિરાકાર. એમણે જન્મ કેવી રીતે લીધો? કોનામાં આવ્યાં? એમને તો પરમાત્મા કહેવાય છે. આ કોઈને પણ ખબર નથી. ભલે બહુજ શાસ્ત્ર વગેરે વાંચ્યાં છે, પરંતુ કાંઈ પણ ખબર નથી. હમણાં તમે જ્ઞાન થી ભરપૂર છો. હમણાં તમારે જ્ઞાન જ સંભળાવવાનું છે. કોઈ-કોઈ ૨-૩ વર્ષ આવે છે પછી અજ્ઞાન ની પ્રવેશતા થઈ જાય છે. બાબા પછી અજ્ઞાન ને કાઢીને જ્ઞાનની ધારણા કરાવે છે. હવે આપ બાળકોને જ્ઞાન અપાય છે. પરંતુ પુરુષ જ્ઞાન માં, સ્ત્રી અજ્ઞાન માં તો જેમ હંસ-બગલા બની જાય એટલે પહેલાં તો સ્ત્રીને જ્ઞાન આપવું જોઈએ. સ્ત્રી, પતિ ને ગુરુ ઈશ્વર માને છે તો સ્ત્રીએ ગુરુની આજ્ઞા માનવી જોઈએ ને. આ અહીં ની વાત છે. ત્યાં તો આજ્ઞા માનવી, ન માનવી નો સવાલ જ નથી. બધાં પ્રેમ થી ચાલે છે. ત્યાં એવી કોઈ વાત હોતી જ નથી, તો ચેરેટી બિગેન્સ એટ હોમ. સ્ત્રી જ્ઞાન માં આવે છે, પતિ નથી આવતાં તો શું કરી શકે છે. ભૂઁ-ભૂઁ કરવાનું છે. બાળકોએ પણ ભૂઁ-ભૂઁ કરવાનું છે. પોતાનાં હમજીન્સ (પરિવાર) નું કલ્યાણ કરો. એમને પણ બતાવો બાપ ને યાદ કરો. હવે લડાઈ સામે છે, બાબા આવેલાં છે. મનુષ્ય પોકારે છે હે પતિત-પાવન આવો. જ્યારે કે પતિત દુનિયાનો વિનાશ થવાનો છે તો તમે પછી પતિત કેમ બનો છો! માતા જ્ઞાન માં છે તો માતા નું કામ છે પોતાનાં હમજીન્સ નું કલ્યાણ કરવું. હમણાં તમે બાપ થી ૨૧ જન્મો નાં માટે આખું રાજ્ય લો છો. તમને કોઈ હાથ લગાવી ન શકે. તમે આખાં વિશ્વ નાં માલિક બનો છો. ફરક જુઓ કેટલો છે. આવો વારસો આપવા વાળા ને કેટલાં યાદ કરવાં જોઈએ. અહીં તો બહુજ છે જે આખાં દિવસ માં શિવબાબા ને યાદ જ નથી કરતાં. આખો દિવસ ઘર નાં, ધંધાધોરી નાં લફડા માં જ રહે છે. નહીં તો સવારે ઉઠી બાપ ને બહુજ પ્રેમ થી યાદ કરવાં જોઈએ. બાબા તમારાથી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ. તમારા થી અમે વારસો જરુર લઈશું. બાબા તમે કેટલાં મીઠા છો. તમારી યાદ થી અમારા વિકર્મ વિનાશ થશે. અંદરમાં પોતાનાથી વાત કરવી, એને વિચાર સાગર મંથન કરવું કહેવાય છે. બાબા તમારાથી અમે પૂરો વારસો લઈને જ છોડીશું. હવે અમારે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવું છે, ત્યારે જ સતયુગી રાજ્ય મેળવીશું. બાબા તમને અમે નિરંતર યાદ કરીશું. ૬૩ જન્મો માં અમે કેટલાં પાપ કર્યાં છે. કેટલો માથા પર બોજો છે એટલે બાબા અમે તમને બહુજ યાદ કરીએ છીએ. બાબા અમે ભોજન બનાવીશું, ફરવા જઈશું તો પણ તમારી યાદ માં રહીશું. એવી-એવી વાતો કરતાં પ્રતિજ્ઞા કરશો તો વિકર્મ વિનાશ થતાં જશે. બાબા અમે ભોજન બનાવીશું તમારી યાદ માં. અમારે સતોપ્રધાન જરુર બનવું છે. ખબર નહીં કાલે શરીર છૂટી જાય તો અમે સતોપ્રધાન બનીશું જ નહીં! મોતનો ડર છે ને. બાબા અમે જીવતે જીવ તમારાથી વારસો જરુર લઈશું. પછી જોવું જોઈએ કે આજ નાં આખાં દિવસમાં અમે બાબા ને કેટલાં યાદ કર્યાં. કોઈ પણ હાલત માં યાદ ની યાત્રામાં જરુર રહેવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. યુક્તિ થી ચાલવાનું છે. આમ-આમ તીવ્ર વેગ થી પુરુષાર્થ માં લાગી જાઓ તો યાદ પણ રહેશે અને આયુષ્ય પણ વધશે. ભવિષ્ય માં તમારું આયુષ્ય વધશે, યાદ નહીં કરશો તો પદ પણ ઓછું થઈ જશે. પુરુષાર્થ કરી બાપ પાસેથી વારસો તો લેવાનો છે ને અને સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. જેમ હિન્દુઓને ક્રિશ્ચન બનાવવા માટે નન્સ બહુજ ફરતી રહે છે. ઘરો માં, દુકાનો માં જાય છે, બધાને કહે છે બાઇબલ લો, આ લો. અમારા ક્રિશ્ચન ધર્મમાં બહુજ સુખ છે. એમનું પણ મિશન છે, બૌદ્ધીઓ નું પણ મિશન છે. હિન્દુ લોકો આ નથી સમજતાં કે આ શું કરે છે! આપણા હિન્દુ ધર્મ વાળાને ક્રિશ્ચન બનાવતાં રહે છે. તમે કેટલું પ્રદર્શન માં સમજાવો છો. ભલે ઓપિનિયન (અભિપ્રાય) પણ લખીને આપે છે. ઘર માં ગયાં ખલાસ. એટલાં માટે ગવાયેલું છે - વાંદરાઓ નાં આગળ રત્ન રાખો તો તે પથ્થર સમજી ફેંકી દેશે. તો આ પણ અવિનાશી જ્ઞાન-રત્ન પથ્થર સમજી ફેંકી દે છે. આ પણ કાંઈ સમજતાં નથી. હાં, જે આ ધર્મ વાળા હશે એમને જ ટચ (સ્પર્શ) થશે. વાત ખુબ સહજ છે. બાપ સ્વર્ગ નાં રચયિતા છે. બાપ ભારત માં આવે પણ એક જ વાર છે.

બાપ કહે છે - તમે મુજ પતિત-પાવન બાપ ને બોલાવતાં આવ્યાં છો. હવે હું આવ્યો છું, તમને સ્વર્ગ નાં માલિક બનાવવાં. તમે કહો પણ છો અમે આ ભ્રષ્ટાચારી સૃષ્ટિ ને શ્રેષ્ઠાચારી બનાવીને જ છોડીશું. હમણાં તો બધા નર્કવાસી છે. તમે હમણાં શિવબાબા ની શ્રીમત પર છો. શિવ ભગવાનુવાચ હું તમને સ્વર્ગનાં માલિક, રાજાઓનાં રાજા બનાવું છું. ગીતામાં બહુજ સારું લખેલું છે, કહે છે હું આ સાધુઓ નો પણ ઉદ્ધાર કરવા આવું છું. તો આ એમને પણ સંભળાવવું જોઈએ ને. પોકારે પણ છે હે પતિત-પાવન સીતાઓનાં રામ. હવે આનો અર્થ પણ સમજતાં નથી. બધાં છે ભક્તિઓ અથવા સીતાઓ. તે પોકારે છે હે રામ આવીને અમારો સીતાઓનો ઉદ્ધાર કરો. પછી કહે છે રઘુપતિ રાઘવ રાજારામ… હકીકત માં રાજારામ ની વાત નથી. મુખ્ય ભૂલ છે આ, જે શિવ નાં બદલે શ્રીકૃષ્ણ નું નામ નાખી દીધું છે. પૂછવું જોઈએ કૃષ્ણ તથા રામ ને કાળા કેમ બતાવ્યાં છે? સતયુગ-ત્રેતા માં છે જ સુંદર પછી શ્યામ થાય છે. પહેલાં છે ગોલ્ડન એજ (સતયુગ), સિલ્વર એજ (ત્રેતાયુગ), પછી કોપર (દ્વાપર), આયરન એજ (કળિયુગ). આ સમયે છે આયરન એજ. ગોલ્ડન એજ હતી તો કેટલું માન હતું. તો યુક્તિ થી જઈને સમજાવવું જોઈએ. તે કોઈ આટલી જલ્દી પોતાની હઠ (જીદ્દ) નહીં છોડશે. ઝાડ નું આયુષ્ય મોટું થાય છે તો ઝાડ જડ-જડીભૂત અવસ્થા ને પામે છે, આયુષ્ય તો આ દુનિયાનું પણ છે ને. નવી દુનિયા અને જૂની દુનિયા. ઓલ્ડ (જૂનું) એટલે કળિયુગ, તમોપ્રધાન દુનિયા. એમાં એક પણ સતોપ્રધાન હોઈ ન શકે. હવે તમોપ્રધાન ને ખલાસ થવાનું છે. નવી દુનિયા કોણ સ્થાપન કરશે? એ જ બાપ. એવું નહીં કે પ્રલય થાય છે. બાપ ને પોકારે જ ત્યારે છે જ્યારે પતિત થઈ જાય છે. પછી કહે છે આવીને પાવન બનાવો. આવશે તો જરુર જૂની દુનિયામાં. પતિત-પાવન કહે છે તો જરુર અંત માં જ આવશે. પોતે કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું - પાવન દુનિયા બનાવવાં. હમણાં છે સંગમ. હમણાં બાપ બધાને સદ્દગતિ માં લઈ જાય છે. તો એવાં બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને. પોતાની અવસ્થા ને જમાવવાની છે. સવારે ઉઠીને બાપ ને યાદ કરવાં જોઈએ. સ્વયંને આત્મા સમજવાનું છે. આ શરીર નાં ઓર્ગન્સ (અવયવો) છે. બાપ કહે છે - હે બાળકો હું તમને જે સંભળાવું છું, તે સાંભળો. મુક્તિ-જીવનમુક્તિ નાં માટે બીજા કોઈની વાત નહીં સાંભળો. પરમધામ થી બાપ આવ્યાં છે પાવન બનાવવાં. પછી તમે જૂનાં શાસ્ત્રો ને કેમ યાદ કરો છો. ભક્તિ કરો જ એટલે છો કે ભગવાન મળશે. એ તો સર્વ નાં સદ્દગતિ દાતા બાપ છે ને. બાપ નાં સિવાય આ નોલેજ કોઈ આપી ન શકે. આ લક્ષ્મી-નારાયણ ને પણ આ રાજ્ય કેવી રીતે મળ્યું? આત્મા નાં માટે કહે છે તે બિંદુ છે. ચમકે છે અજબ તારો. બાપ સમજાવે છે તમે મને કહો છો પરમાત્મા સુપ્રીમ સોલ. લૌકિક બાપ ને ક્યારેય પરમાત્મા કહેશો શું? પરમાત્મા જે પરમધામ માં રહે છે, એમને કહેવાય છે સુપ્રીમ સોલ. એ તમારા બાપ છે. એ આવીને આમનામાં પ્રવેશ કરશે. ગુરુ શિષ્ય નાં બાજુ માં બેસશે ને. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. હમણાં તમે જાણો છો એ આપણાં બાપ છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ બાપે યોગ શીખવાડ્યો હતો કે મને યાદ કરો અને વિષ્ણુપુરી ને યાદ કરો તો જરુર સંગમ માં જ કહેશે. સતયુગ માં હતો એક ધર્મ. તો જરુર ફરી એક ધર્મ હશે ને. આટલાં ધર્મ બધાં વિનાશ થઈ જશે. આ સમય એ જ છે. બાપ કહે છે - મને યાદ કરો તો હું તમને વિશ્વનાં માલિક બનાવીશ. બાપ ની યાદ થી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. બાપ કહે છે - જે બાળકો સારી સર્વિસ (સેવા) કરે છે, હું એમને યાદ કરું છું કારણ કે મારા મદદગાર છે. અનેકોનું કલ્યાણ કરે છે તો તે મને પ્રિય લાગે છે. તમને તો એક બાપ જ પ્રિય લાગે છે જેમનાથી વારસો મળે છે એટલે આપ બાળકોએ સારી રીતે પુરુષાર્થ કરવો પડે. યાદ ની યાત્રા માં રહેવાનું છે. બહુજ ફાલતુ ખ્યાલ પણ આવશે. ભક્તિમાર્ગ માં પોતાને મારે પણ છે, અમને શિવ નાં દર્શન થાય, ખૂબ મહેનત કરે છે દર્શન નાં માટે. અહીં તમે સમજો છો બાપની યાદ થી પાપ કપાઈ જશે અને ૨૧ જન્મો નાં માટે વારસો મળશે. દર્શન થવાથી કોઈ પાપ ન કપાઈ જાય. બાપ જે વિશ્વ નાં માલિક બનાવે છે. એમને તો બહુજ પ્રેમ થી યાદ કરવાં જોઈએ. હમણાં તમારી બુદ્ધિ માં છે કે અમે શું બની રહ્યાં છીએ. બીજા જન્મ માં અમે આ જઈને બનીશું. આ કોલેજ જ છે સતયુગ નાં પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બનવાની. બાપ આવીને ધર્મ ની સાથે દૈવી રાજધાની પણ સ્થાપન કરે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપે મુક્તિ-જીવનમુક્તિ નાં માટે જે પણ જ્ઞાન ની વાતો સંભળાવી છે, તે જ સાંભળવાની અને ધારણ કરવાની છે, બાકી બધું ભૂલી જવાનું છે. પોતાનું અને પોતાનાં લૌકિક પરિવાર નું કલ્યાણ કરવાનું છે.

2. વ્યર્થ ખ્યાલ ને સમાપ્ત કરવાનાં માટે સવારે-સવારે ઉઠી વિચાર-સાગર-મંથન કરવાનું છે યાદ ની યાત્રા માં રહેવાનું છે.

વરદાન :-
જ્ઞાન - યોગ ની પાવરફુલ કિરણો દ્વારા જૂના સંસ્કારો રુપી કીટાણુઓ ને ભસ્મ કરવાવાળા માસ્ટર જ્ઞાન સૂર્ય ભવ

કેવાં પણ પતિત વાતાવરણ ને બદલવા માટે અથવા જૂનાં સંસ્કારો રુપી કીટાણુઓ ને ભસ્મ કરવા માટે આ જ સ્મૃતિ રહે કે હું માસ્ટર જ્ઞાન સૂર્ય છું. સૂર્યનું કર્તવ્ય છે રોશની આપવી અને કિચડા ને ખતમ કરવો. તો જ્ઞાન-યોગ ની શક્તિ કે શ્રેષ્ઠ ચલન દ્વારા આ જ કર્તવ્ય કરતા રહો. જો પાવર ઓછી છે તો જ્ઞાન ફક્ત રોશની આપશે પરંતુ જૂનાં સંસ્કારો રુપી કીટાણુ ખતમ નહીં થશે એટલે પહેલાં યોગ તપસ્યા દ્વારા પાવરફુલ બનો.

સ્લોગન :-
શુભ ભાવના, શુભ કામના નાં શ્રેષ્ઠ સંકલ્પ જ જમાનું ખાતું વધારે છે.

અવ્યક્ત ઇશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

વર્તમાન સમયે આપ બાળકો પોતાનું રહેમદિલ અને દાતા સ્વરુપ પ્રત્યક્ષ કરો. તમારા બધા ભંડારા નિરંતર ખુલ્લા રહેવા જોઈએ. અનાદિ, આદિ દાતાપણા નાં સંસ્કાર પોતાનાં જીવન માં સદા ઈમર્જ રાખી, પરમાત્મ સંદેશવાહક બની વિશ્વમાં બાપની પ્રત્યક્ષતા નો સંદેશ ફેલાવો. બેહદનાં દાતા બની વિશ્વ નાં ગોળા પર ઉભાં રહી, બેહદની સેવામાં વાયબ્રેશન ફેલાવો. મહાન દાતા બનો.