01-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - માયા
થી ડરો નહીં , ભલે કેટલું પણ ભુલાવવાની કોશિશ કરે પરંતુ થાકો નહીં , અમૃતવેલા ઉઠી
યાદ માં રહેવાનો પૂરે - પૂરો પુરુષાર્થ કરો”
પ્રશ્ન :-
પુરુષાર્થ માં આગળ
નંબર કયા બાળકો લે છે?
ઉત્તર :-
જે બાપ પર પૂરે-પૂરા બલિ ચઢે છે અર્થાત્ કુરબાન થાય છે, સૌથી આગળ તે જ જાય છે. બાપ
પર બાળકો કુરબાન થાય અને બાળકો પર બાપ કુરબાન થાય. તમે પોતાનું કખપણું, જૂનું
તન-મન-ધન બાપ ને આપો અને બાપ તમને વિશ્વની બાદશાહી આપે એટલે એમને ગરીબ નિવાઝ કહેવાય
છે. ગરીબ ભારત ને જ દાન આપવા બાપ આવ્યાં છે.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
અતિ મીઠાં, એવું કહેશો ને! બેહદ નાં બાપ અને બેહદ નો પ્રેમ છે! કહે છે મીઠાં સિકિલધા
બાળકોએ ગીત સાંભળ્યું. રાહ (રસ્તો) એક બાપ જ બતાવે છે. ભક્તિમાર્ગ માં રાહ બતાવવા
વાળા કોઈ નથી. ત્યાં જ ઠોકરો ખાતાં રહે છે. હમણાં ભલે રાહ મળી છે તો પણ માયા બાપ
નાં સાથે બુદ્ધિયોગ લાગવા નથી દેતી. સમજે પણ છે એક બાપ ને યાદ કરવાથી અમારા બધા
દુઃખ દૂર થઈ જશે, ચિંતા ની કોઈ વાત નહીં રહેશે, તો પણ ભૂલી જાય છે. બાપ કહે છે -
સ્વયં ને આત્મા સમજી મુજ પતિત-પાવન બાપ ને યાદ કરો. બાપ જ્ઞાન નાં સાગર છે ને! એ જ
ગીતા જ્ઞાન આપે છે. સ્વર્ગ ની બાદશાહી અથવા સદ્દગતિ આપે છે. કૃષ્ણ ને જ્ઞાન નાં
સાગર ન કહી શકાય. સાગર એક જ હોય છે. આ ધરતી ની ચારેય તરફ સાગર જ સાગર છે. આખો સાગર
એક જ છે. પછી તેને વહેંચ્યો છે. તમે વિશ્વ નાં માલિક બનો છો તો આખો સાગર, ધરતી નાં
માલિક તમે બનો છો. એવું કોઈ કહી ન શકે, આ અમારો ટુકડો છે. અમારી હદ ની અંદર ન આવો.
અહીં તો સાગર માં પણ ટુકડા-ટુકડા કરી દીધાં છે. તમે સમજો છો આખું વિશ્વ જ ભારત હતું,
જેનાં તમે માલિક હતાં. ગીત પણ છે બાબા તમારા થી અમે વિશ્વ ની બાદશાહી લઈએ છીએ જે
કોઈ છીનવી ન શકે. અહીં જુઓ પાણીની ઉપર પણ લડાઈ છે. એક-બીજા ને પાણી આપવા માટે લાખો
રુપિયા આપવા પડે છે. આપ બાળકોને આખાં વિશ્વની રાજાઈ કલ્પ પહેલાં ની જેમ મળી રહી છે.
બાપે જ્ઞાન નું ત્રીજું નેત્ર આપ્યું છે. જ્ઞાન દાતા છે જ પરમપિતા પરમાત્મા. આ સમયે
આવીને જ્ઞાન આપે છે. સતયુગ માં લક્ષ્મી-નારાયણ ની પાસે આ જ્ઞાન નહીં હશે. હાં, એવું
કહેશે આગળ જન્મ માં જ્ઞાન લઈને આ બને છે. તમે જ હતાં. તમે કહો છો બાબા આપ એ જ છો.
તમે અમને વિશ્વ નાં માલિક બનાવ્યાં હતાં. બાપ કહે છે - મારી મત કોઈ લાંબી-લાંબી નથી.
તે ભણતર કેટલું લાંબુ-લાંબુ હોય છે. આ તો બહુજ સહજ છે. રચતા અને રચના નાં
આદિ-મધ્ય-અંત ને તમે જાણીને બીજાઓને બતાવતાં રહો છો. કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવ્યું
છે. હવે પાછાં જવાનું છે બાપ ની પાસે. આ પણ બાપે બતાવ્યું છે - માયા નાં તોફાન બહુજ
આવશે, એનાથી ડરો નહીં. સવાર નાં ઉઠીને બેસશો, બુદ્ધિ બીજા-બીજા વિચારો માં ચાલી જશે.
બે મિનિટ પણ યાદ નહીં રહેશે. બાપ કહે છે થાકવાનું નથી. અચ્છા, એક મિનિટ યાદ રહી પછી
કાલે બેસજો, પરમ દિવસે બેસજો. અંદર માં આ પાક્કું જરુર કરો કે મારે યાદ કરવાનાં છે.
જો કોઈ વિકાર માં જતાં હશે પછી તો બહુજ તોફાન આવશે. પવિત્રતા જ મુખ્ય છે. આજે આ
દુનિયા પતિત વેશ્યાલય છે. કાલે પાવન શિવાલય હશે. જાણો છો આ જૂનું શરીર છે. બાપ ને
યાદ કરતાં રહેશો તો કોઈ પણ સમયે શરીર છૂટી જાય તો સ્વર્ગ માં જવાનાં લાયક બની જશો.
બાપ થી કાંઈ ન કાંઈ જ્ઞાન તો સાંભળ્યું છે ને. એવું પણ છે જે અહીંયાથી ભાગન્તી થઈ
ગયાં છે ફરીપણ આવીને પોતાનો વારસો લઈ રહ્યાં છે. આ પણ સમજાવ્યું છે અંત મતિ સો ગતિ
હશે. સમજો કોઈ શરીર છોડે છે, સંસ્કાર જ્ઞાન નાં લઈ જાય છે તો નાનપણ માં જ આ તરફ
ખેંચાશે. ભલે ઓર્ગન્સ (અવયવો) નાનાં છે, બોલી નથી શકતાં પરંતુ ખેંચી લેશે. નાનપણ થી
જ સંસ્કાર સારા હશે. સુખદાયી બનશે. આત્માને જ બાપ શિખવાડે છે ને! જેમ બાપ મિલેટરી
વાળા નું ઉદાહરણ સમજાવે છે. સંસ્કાર લઈ જાય છે તો લડાઈ માં પછી ભરતી થઈ જાય છે. જેમ
શાસ્ત્ર ભણવા વાળા સંસ્કાર લઈ જાય છે તો નાનપણ માં જ શાસ્ત્ર મોઢે થઈ જાય છે. એમની
મહિમા પણ નીકળે છે. તો અહીંયાથી જે જાય છે તો નાનપણ માં મહિમા નીકળે છે. આત્મા જ
જ્ઞાન ધારણ કરે છે ને! બાકી રહેલો હિસાબ-કિતાબ ચૂકવવો પડે છે. સ્વર્ગ માં તો આવશે
ને! બાપ ની પાસે જ આવીને માલેકમ્ સલામ કરશે. પ્રજા તો અનેક બનશે. બાપ થી તો વારસો
લેશે. અંત માં કહ્યું છે ને - અહો પ્રભુ તારી લીલા...
હમણાં તમે સમજો છો -
અહો બાબા તમારી લીલા ડ્રામા પ્લાન અનુસાર આવી છે! બાબા તમારી એક્ટ (કળા) બધાં
મનુષ્ય માત્ર થી ન્યારી છે. જે બાપ ની સારી સર્વિસ (સેવા) કરે છે એમને પછી ઈનામ પણ
બહુજ સારું મળે છે. વિજયમાળા માં પરોવાઈ જાય છે. આ છે રુહાની જ્ઞાન, જે બાપ રુહ,
રુહો ને આપે છે. મનુષ્ય તો બધાં શરીરો ને જ યાદ કરશે, કહેશે શિવાનંદ, ગંગેશ્વરાનંદ...વગેરે
આ જ્ઞાન આપે છે. અહીં તો કહેશે નિરાકાર શિવબાબા જ્ઞાન આપે છે. હું ઊંચા માં ઊંચો
છું. મુજ આત્મા નું નામ છે શિવ. શિવ પરમાત્માય નમઃ કહે છે. પછી બ્રહ્મા, વિષ્ણુ,
શંકર ને કહેશે દેવતાય નમઃ, આ પણ રચના છે, એનાથી કોઈ વારસો ન મળી શકે. તમે પરસ્પર
ભાઈ-ભાઈ છો. ભાઈ ને યાદ કરવાથી વારસો નથી મળતો. આ (બ્રહ્મા દાદા) પણ તમારા ભાઈ છે,
વિદ્યાર્થી છે ને. ભણી રહ્યાં છે, એમનાથી વારસો નહીં મળશે. આ પોતે જ વારસો મેળવી
રહ્યાં છે શિવબાબા પાસેથી. પહેલાં એ સાંભળે છે. બાપ ને કહું છું બાબા હું તો તમારો
પહેલો-પહેલો બાળક છું. તમારા થી હું કલ્પ-કલ્પ વારસો લઉં છું. કલ્પ-કલ્પ તમારો રથ
બનું છું. શિવ નો રથ બ્રહ્મા. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના. તમે બ્રાહ્મણ
પણ મદદગાર છો પછી તમે માલિક બનશો. હમણાં તમે જાણો છો આપણે ૫ હજાર વર્ષ પહેલાં ની
જેમ બાપ દ્વારા રાજ્ય ભાગ્ય લઈએ છીએ, જેમણે કલ્પ પહેલાં ભાગ્ય લીધું છે, તે જ આવશે.
દરેકનાં પુરુષાર્થ થી ખબર પડી જાય છે - કોણ મહારાજા-મહારાણી બનશે? કોણ પ્રજા બનશે?
અંત માં તમને બધા સાક્ષાત્કાર થશે. બધો પુરુષાર્થ પર આધાર છે. કુરબાન પણ થવાનું હોય
છે. બાપ કહે છે - હું ગરીબ નિવાઝ છું. તમે ગરીબ જ મારા પર કુરબાન થાઓ છો. દાન હંમેશા
ગરીબો ને જ અપાય છે. સમજો કોઈ કોલેજ બનાવે છે, તે કોઈ ગરીબો ને દાન નથી થતું. તે
કોઈ ઈશ્વર અર્થ હોતું નથી, પરતું દાન તો કરે છે ને! કોલેજ ખોલે છે તો એનું ફળ મળે
છે. બીજા જન્મ માં સારું ભણશે. આ આશીર્વાદ મળે છે. ભારત માં જ સૌથી વધારે દાન-પુણ્ય
થાય છે. આ સમયે તો બહુજ દાન થાય છે. તમે બાપ ને દાન કરો છો. બાપ તમને દાન કરે છે.
તમારા થી કખપણું લઈ તમને વિશ્વ ની બાદશાહી આપે છે. આ સમયે તમે તન-મન-ધન બધું બાપ ને
દાન માં આપો છો. એ લોકો તો મરે છે તો વિલ (વસિયતનામું) કરીને જાય છે. ફલાણા આશ્રમ
ને આપજો અથવા આ આર્યસમાજ લઈ લે. હકીકત માં દાન ગરીબો ને આપવાનું હોય છે, જે ભૂખ્યાં
હોય છે. હમણાં ભારત ગરીબ છે ને. સ્વર્ગ માં ભારત કેટલું સાહૂકાર હોય છે. તમે જાણો
છો ત્યાં જેટલું અનાજ-ધન વગેરે તમારી પાસે હોય છે એટલું બીજા કોઈની પાસે ન હોઈ શકે.
ત્યાં તો કાંઈ પણ પૈસા નહીં લાગશે. મુઠ્ઠી ચોખા દાન કરે છે, તો રિટર્ન (વળતર) માં
૨૧ જન્મો નાં માટે મહેલ મળી જાય છે. જાગીર પણ મળશે. હમણાં તત્વ પણ તમોપ્રધાન હોવાનાં
કારણે દુઃખ આપે છે, ત્યાં તત્વ સતોપ્રધાન હોય છે. તમે જાણો છો - સતયુગ માં કોણ-કોણ
આવશે! પછી દ્વાપર માં ફલાણા-ફલાણા આવશે. કળિયુગ નાં અંત માં નાની-નાની ડાળીઓ મઠ પંથ
વગેરે નીકળતાં રહે છે ને. હમણાં તમારી બુદ્ધિ માં ઝાડ, ડ્રામા વગેરે ની નોલેજ છે.
બાપ નાં પાર્ટ ને પણ જાણો છો. મહાભારત લડાઈ માં બતાવે છે - ૫ પાંડવ બચ્યાં. સારું
પછી શું થયું? જરુર જે રાજયોગ શિખ્યા તે જ જઈને રાજ્ય કરશે ને. આગળ તમે પણ કાંઈ
જાણતાં થોડી હતાં? બાબા પણ ગીતા વગેરે વાંચતાં હતાં. નારાયણ ની ભક્તિ કરતાં હતાં.
ગીતા ની સાથે પણ બહુજ પ્રેમ હતો. ટ્રેન માં જતાં હતાં તો પણ ગીતા વાંચતાં હતાં. હવે
જુએ છે કાંઈ પણ સમજ્યું નહીં, ડબ્બી માં ઠીક્કર. ભક્તિમાર્ગ માં જે કાંઈ કરતાં આવ્યાં
પરંતુ ઉદ્ધાર તો થયો નહીં. દુનિયામાં તો કેટલાં ઝઘડા છે. અહીં પણ તો બધાં પવિત્ર બની
ન શકે, એટલાં માટે ઝઘડા થાય છે. બાપ શરણે લે પણ છે પછી કહે છે બીમારી ઉથલશે જરુર.
બાળકો વગેરે યાદ આવશે, એમાં નષ્ટોમોહા થવું પડે. સમજવાનું છે હું મરી ગયો. બાપ નાં
બન્યાં એટલે આ દુનિયાથી મર્યા. પછી શરીર નું ભાન નથી રહેતું. બાપ કહે છે - દેહ સહિત
જે પણ સંબંધ છે, એને ભૂલી જવાનું છે. આ દુનિયામાં જે કાંઈ જુઓ છો તે જેમકે કાંઈ પણ
નથી. આ જૂનું શરીર પણ છોડવાનું છે. આપણે જવાનું છે ઘરે. ઘરે જઈને પછી આવીને નવું
સુંદર શરીર લેશો. હમણાં શ્યામ છો પછી સુંદર બનશો. ભારત હમણાં શ્યામ છે, પછી સુંદર
બનશે. હમણાં ભારત છે કાંટાઓનું જંગલ. બધા એક-બીજા ને દુઃખ આપતાં રહે છે. કોઈ વાત પર
બગડી પડે છે તો ગાળો આપે છે, ઝઘડી પડે છે. આપ બાળકોએ ઘર માં પણ બહુજ મીઠાં બનવાનું
છે. નહીં તો મનુષ્ય કહેશે આમણે તો ૫ વિકાર દાન આપ્યાં છે પછી ક્રોધ કેમ કરે છે.
કદાચ ક્રોધ નું દાન નથી આપ્યું. બાપ કહે છે - બાળકો ઝોલી માં ૫ વિકાર દાન માં આપી
દો તો તમારું ગ્રહણ છૂટી જશે. ચંદ્રમાં ને ગ્રહણ લાગે છે ને? તમે પણ હમણાં સંપૂર્ણ
બનો છો તો બાપ કહે છે આ વિકાર દાન માં આપી દો. તમને સ્વર્ગ ની બાદશાહી મળે છે. આત્મા
ને બાપ પાસેથી વારસો મળે છે. આત્મા કહે છે આ જૂની દુનિયામાં બાકી થોડો સમય છે. કામ
ઉતારી દેવાનું છે. વિચારો કોઈ પણ ઉતારી દેવા જોઈએ. બાબા જાણે છે અનેક પ્રકાર નાં
વિચારો આવશે. ધંધા નાં ખ્યાલ આવશે. ભક્તિમાર્ગ માં ભક્તિ કરતાં સમયે ઘરાક, ધંધાધોરી
યાદ આવે છે તો પછી પોતાને ચુંટલી ભરે છે. હું નારાયણ ની યાદ માં બેઠો છું પછી આ વાતો
યાદ કેમ આવી? તો અહીં પણ આવું થાય છે. જ્યારે આ રુહાની સેવા માં સારી રીતે લાગી જાય
છે તો પછી સમજાવાય છે - અચ્છા, છોડો ધંધાધોરી ને. બાબા ની સર્વિસ માં લાગી જાઓ. કહે
છે છોડો તો છૂટે. દેહ-અભિમાન છોડતાં જાઓ. ફક્ત બાપ ને યાદ કરો તો વાનર થી મંદિર
લાયક બની જશો. ભમરી નાં, કાચબા નાં પણ બધાં દૃષ્ટાંત બાપ આપે છે જે પછી ભક્તિમાર્ગ
માં તે લોકો દૃષ્ટાંત આપે છે. હમણાં તમે જાણો છો કે કીડા કોણ છે. તમે છો બ્રાહ્મણીઓ.
તમે ભૂઁ-ભૂઁ કરો છો. આ દૃષ્ટાંત હમણાનું છે. તે બતાવી ન શકે. તહેવાર વગેરે બધું આ
સમય નું છે. સતયુગ-ત્રેતા માં કોઈ તહેવાર હોતાં નથી. આ બધું છે ભક્તિમાર્ગ નું.
હવે જુઓ કૃષ્ણ જયંતી
હતી. કૃષ્ણ માટી નાં બનાવ્યાં, એની પૂજા કરી પછી જઈને તળાવ માં ડૂબાડી દીધાં. હમણાં
તમે સમજો છો આ શું કરે છે. આ છે અંધશ્રદ્ધા. તમે કોઈને સમજાવશો, તે સમજશે નહીં.
કોઈને બીમારી વગેરે થઈ તો કહેશે જુઓ તમે કૃષ્ણ ની પૂજા છોડી દીધી છે એટલે આ હાલત થઈ
છે. એમ બહુજ આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ જાય છે એટલે બ્રાહ્મણોની માળા
બની નથી શકતી. ઊંચા માં ઊંચું આ બ્રાહ્મણ કુળ ભૂષણ છે. પરતું એમની માળા બની ન શકે.
તમારી બુદ્ધિ માં છે આ શિવબાબા ની માળા છે પછી અમે જઈને સતયુગ માં નંબરવાર વિષ્ણુ
ની માળા નાં દાણા બનીશું. તમારા એક-એક શબ્દ એવાં છે જે કોઈ સમજી ન શકે. બાપ ભણાવતાં
રહે છે. વૃદ્ધિ ને પામતાં રહે છે. પ્રદર્શન માં કેટલાં આવે છે. કહે પણ છે અમે આવીને
સમજશું પછી ગયાં ઘર માં અને ખલાસ. ત્યાનું ત્યાં રહ્યું. કહે છે પ્રભુ થી મળવા માટે
રસ્તો બહુજ સારો બતાવે છે. પરતું અમે એનાં પર ચાલીએ, વારસો લઈએ આ બુદ્ધિ માં નથી
આવતું. બહુજ સારી સેવા કરી રહી છે બ્રહ્માકુમારીઓ. બસ, અરે તમે પણ સમજોને. શારીરિક
સેવા કરતાં રહો છો. હવે આ રુહાની સેવા કરો. સોસાયટી (સમાજ) ની સેવા તો બધા મનુષ્ય
કરતાં રહે છે. મફત માં તો કોઈ સેવા નથી કરતાં. નહીં તો ખાશે ક્યાંથી? હમણાં આપ બાળકો
બહુજ સારી સેવા કરો છો. તમને ભારત નાં માટે બહુજ તરસ (રહેમ) રહે છે. આપણું ભારત શું
હતું પછી રાવણે કઈ ગતિ માં લાવ્યું છે. હવે આપણે બાપ ની શ્રીમત પર ચાલી વારસો જરુર
લઈશું.
હમણાં તમે જાણો છો
આપણે છીએ સંગમયુગી, બાકી બધા છે કળિયુગી. આપણે પેલે પાર જઈ રહ્યાં છીએ. જે બાપની
યાદ માં સારી રીતે રહેશે તે એમજ બેઠાં-બેઠાં યાદ કરતાં-કરતાં શરીર છોડી દેશે. બસ,
પછી આત્મા પાછો આવશે નહીં. બેઠાં-બેઠાં બાપ ની યાદ માં ગયાં. અહીં હઠયોગ વગેરે ની
કોઈ વાત નથી. જેમ જુઓ છો ધ્યાન માં બેઠાં-બેઠાં ચાલ્યાં જાય છે, તેમ તમે બેઠાં-બેઠાં
આ શરીર છોડી દેશો. સૂક્ષ્મવતન જઈને પછી બાપ નાં પાસે ચાલ્યાં જશો. જે યાદ ની યાત્રા
ની બહુજ મહેનત કરશે તે એવી રીતે શરીર છોડી દેશે. સાક્ષાત્કાર થઈ જાય છે. જેવી રીતે
શરું માં તમને બહુજ સાક્ષાત્કાર થયાં તેવી રીતે અંતમાં પણ તમે બહુજ જોશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મંદિર લાયક
બનવાનાં માટે દેહ-અભિમાન છોડી દેવાનું છે. રુહાની સેવા માં લાગી જવાનું છે.
2. હવે ઘરે જવાનો સમય
છે એટલે જે પણ હિસાબ-કિતાબ છે, ધંધાધોરી નાં ખ્યાલ છે, એને ઉતારી દેવાનાં છે. યાદ
ની યાત્રા ની મહેનત કરવાની છે.
વરદાન :-
સત્સંગ દ્વારા
રુહાની રંગ લગાવવા વાળા સદા હર્ષિત અને ડબલ લાઈટ ભવ
જે બાળકો બાપને દિલ
નાં સાચાં સાથી બનાવી લે છે એમને સંગ નો રુહાની રંગ સદા લાગેલો રહે છે. બુદ્ધિ
દ્વારા સત્ બાપ, સત્ શિક્ષક અને સદ્દગુરુ નો સંગ કરવો-આ જ સત્સંગ છે. જે આ સત્સંગ
માં રહે છે તે સદા હર્ષિત અને ડબલ લાઈટ રહે છે. એમને કોઈ પણ પ્રકાર નો બોજ અનુભવ નથી
થતો. તે એવો અનુભવ કરે છે જેમકે ભરપૂર છીએ, ખુશીઓની ખાણ મારી સાથે છે, જે પણ બાપનું
છે તે બધું પોતાનું થઈ ગયું.
સ્લોગન :-
પોતાનાં મીઠાં
બોલ અને ઉમંગ-ઉત્સાહ નાં સહયોગ થી દિલશિકસ્ત ને શક્તિશાળી બનાવો.
આ અવ્યક્ત ઇશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
પરોપકાર ની ભાવનાથી
સંપન્ન બનવા માટે દરેક આત્મા નાં ગુણો ને જ જુઓ. કોઈની કમજોરી કે અવગુણ ને જોતા પણ
પોતાની શુભભાવના થી, સહયોગ ની કામનાથી એ આત્માને પણ ગુણવાન બનાવવાની શક્તિનું દાન
આપો. પોતાનાં સમય ને, સુખ ને, નામ-શાન, માન, સર્વ પ્રાપ્તિની ઈચ્છા ને કુરબાન કરી,
લેવાની ઈચ્છા ને છોડી આપવા વાળા મહાદાની બનો ત્યારે કહેવાશો પરોપકાર ની ભાવના થી
સંપન્ન.