01-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - રોજ વિચાર સાગર મંથન કરો તો ખુશી નો પારો ચઢશે , ચાલતાં - ફરતાં યાદ રહે કે આપણે સ્વદર્શન ચક્રધારી છીએ”

પ્રશ્ન :-
પોતાની ઉન્નતિ કરવાનું સહજ સાધન કયું છે?

ઉત્તર :-
પોતાની ઉન્નતિ માટે રોજ પોતામેલ રાખો. ચેક કરો - આજે આખો દિવસ કોઈ આસુરી કામ તો નથી કર્યું? જેમ વિદ્યાર્થી પોતાનું રજીસ્ટર રાખે છે, એમ આપ બાળકો પણ દૈવીગુણો નું રજીસ્ટર રાખો તો ઉન્નતિ થતી રહેશે.

ગીત :-
દૂર દેશ કા રહને વાલા…

ઓમ શાંતિ!
બાળકો જાણે છે દૂર દેશ કોને કહેવાય છે. દુનિયા માં એક પણ મનુષ્ય નથી જાણતાં. ભલે કેટલાં પણ મોટા વિદ્વાન હોય, પંડિત હોય આનો અર્થ નથી સમજતાં. આપ બાળકો સમજો છો. બાપ, જેમને બધા મનુષ્ય માત્ર યાદ કરે છે કે હે ભગવાન… એ જરુર ઉપર મૂળવતન માં છે, બીજા કોઈને પણ આ ખબર નથી. આ ડ્રામા નાં રહસ્ય ને પણ હમણાં આપ બાળકો સમજો છો. શરુઆત થી લઈને હમણાં સુધી જે થયું છે, જે થવાનું છે, બધું બુદ્ધિ માં છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, તે બુદ્ધિ માં રહેવું જોઈએ ને? આપ બાળકો માં પણ નંબરવાર સમજે છે. વિચાર સાગર મંથન નથી કરતા એટલે ખુશી નો પારો પણ નથી ચઢતો. ઉઠતાં-બેસતાં બુદ્ધિ માં રહેવું જોઈએ કે આપણે સ્વદર્શન ચક્રધારી છીએ. આદિ થી અંત સુધી મુજ આત્મા ને આખી સૃષ્ટિ નાં ચક્ર ની ખબર છે. ભલે તમે અહીં બેઠાં છો, બુદ્ધિ માં મૂળવતન યાદ આવે છે. તે છે સ્વીટ સાઈલેન્સ હોમ, નિર્વાણધામ, સાઈલેન્સ ધામ (શાંતિધામ), જ્યાં આત્માઓ રહે છે. આપ બાળકો ની બુદ્ધિ માં ઝટ આવી જાય છે, બીજા કોઈને ખબર નથી. ભલે કેટલાં પણ શાસ્ત્ર વગેરે વાંચતા સાંભળતા રહે, ફાયદો કાંઈ પણ નથી. તે બધા છે ઉતરતી કળા માં. તમે હમણાં ચઢી રહ્યાં છો. પાછા જવા માટે પોતે તૈયારી કરી રહ્યાં છો. આ જૂનાં કપડા છોડી આપણે ઘરે જવાનું છે. ખુશી રહે છે ને? ઘરે જવા માટે અડધોકલ્પ ભક્તિ કરી છે. સીડી નીચે ઉતરતા જ ગયાં. હવે બાબા આપણને સહજ સમજાવે છે. આપ બાળકો ને ખુશી થવી જોઈએ. બાબા ભગવાન આપણને ભણાવે છે - આ ખુશી ખુબજ રહેવી જોઈએ. બાપ સન્મુખ ભણાવી રહ્યાં છે. બાબા જે બધાનાં બાપ છે, તે આપણને ફરી થી ભણાવી રહ્યાં છે. અનેકવાર ભણાવ્યું છે. જ્યારે તમે ચક્ર લગાવીને પૂરું કરો છો તો પછી બાપ આવે છે. આ સમયે તમે છો સ્વદર્શન ચક્રધારી. તમે વિષ્ણુપુરી નાં દેવતા બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. દુનિયા માં બીજું કોઈ પણ આ નોલેજ આપી ન શકે. શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે, આ ખુશી કેટલી રહેવી જોઈએ! બાળકો જાણે છે આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિમાર્ગ નાં છે, આ સદ્દગતિ માટે નથી. ભક્તિમાર્ગ ની સામગ્રી પણ જોઈએ ને? અથાહ સામગ્રી છે. બાપ કહે છે આનાથી તમે નીચે ઉતરતા આવ્યાં છો. કેટલાં દર-દર ભટકે છે. હવે તમે શાંત થઈને બેઠાં છો. તમારું ધક્કા ખાવાનું બધું છૂટી ગયું. જાણો છો બાકી થોડો સમય છે, આત્મા ને પવિત્ર બનાવવા માટે બાપ એ જ રસ્તો બતાવી રહ્યાં છે. કહે છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો પછી સતોપ્રધાન દુનિયા માં આવીને રાજ્ય કરશો. આ રસ્તો કલ્પ-કલ્પ અનેકવાર બાપે બતાવ્યો છે. પછી પોતાની અવસ્થા ને પણ જોવાની છે, વિદ્યાર્થી પુરુષાર્થ કરી પોતાને હોંશિયાર બનાવે છે ને? ભણવાનું પણ રજીસ્ટર હોય છે અને ચલન નું પણ રજીસ્ટર હોય છે. અહીં તમારે પણ દૈવીગુણ ધારણ કરવાના છે. રોજ પોતાનો પોતામેલ રાખવાથી બહુજ ઉન્નતિ થશે - આજે આખો દિવસ કોઈ આસુરી કામ તો નથી કર્યું? આપણે તો દેવતા બનવાનું છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર સામે રાખ્યું છે. કેટલું સિમ્પલ (સરળ) ચિત્ર છે. ઉપર માં શિવબાબા છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા આ વારસો આપે છે તો જરુર સંગમ પર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ હશે ને? દેવતાઓ હોય છે સતયુગ માં. બ્રાહ્મણ છે સંગમ પર. કળિયુગ માં છે શૂદ્ર વર્ણ વાળા. વિરાટ રુપ પણ બુદ્ધિ માં ધારણ કરો. આપણે હમણાં છીએ બ્રાહ્મણ ચોટલી, પછી દેવતા બનીશું. બાપ બ્રાહ્મણો ને ભણાવી રહ્યાં છે દેવતા બનાવવા માટે. તો દૈવીગુણ પણ ધારણ કરવાના છે, એટલાં મીઠાં બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. જેમ શરીર નિર્વાહ માટે કાંઈ ને કાંઈ કામ કરાય છે, તેમ અહીં પણ યજ્ઞ સર્વિસ કરવાની છે. કોઈ બીમાર છે, સર્વિસ નથી કરતા તો એમની પછી સર્વિસ કરવી પડે છે. સમજો કોઈ બીમાર છે, શરીર છોડી દે છે, તમારે દુઃખી થવાની કે રડવાની વાત નથી. તમારે તો બિલકુલ જ શાંતિ માં બાબા ની યાદ માં રહેવાનું છે. કોઈ અવાજ નહીં. તેઓ તો શ્મશાન માં લઈ જાય છે તો અવાજ કરતા જાય છે રામ નામ સંગ છે. તમારે કાંઈ પણ કહેવાનું નથી. તમે સાઈલેન્સ થી વિશ્વ પર જીત મેળવો છો. એમનું છે સાયન્સ, તમારી છે સાઈલેન્સ.

આપ બાળકો જ્ઞાન અને વિજ્ઞાન નો પણ યથાર્થ અર્થ જાણો છો. જ્ઞાન છે સમજ અને વિજ્ઞાન છે બધું જ ભૂલી જવું, જ્ઞાન થી પણ પરે. તો જ્ઞાન પણ છે, વિજ્ઞાન પણ છે. આત્મા જાણે છે આપણે શાંતિધામ નાં રહેવા વાળા છીએ પછી જ્ઞાન પણ છે. રુપ અને વસંત. બાબા પણ રુપ-વસંત છે ને? રુપ પણ છે અને એમનાં માં આખાં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન પણ છે. તેમણે વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે. અર્થ કાંઈ નથી સમજતાં. આપ બાળકો સમજો છો આ સમયે સાયન્સ થી દુઃખ પણ છે તો સુખ પણ છે. ત્યાં સુખ જ સુખ છે. અહીં છે અલ્પકાળ નું સુખ. બાકી તો દુઃખ જ દુઃખ છે. ઘર માં મનુષ્ય કેટલાં દુઃખી રહે છે. સમજે છે ક્યાંક મરીએ તો આ દુઃખ ની દુનિયા થી છૂટીએ. આપ બાળકો તો જાણો છો બાબા આવેલા છે આપણને સ્વર્ગવાસી બનાવવાં. કેટલું ગદ્દગદ્દ થવું જોઈએ. કલ્પ-કલ્પ બાબા આપણને સ્વર્ગવાસી બનાવવા આવે છે. તો એવાં બાપ ની મત પર ચાલવું જોઈએ ને?

બાપ કહે છે - મીઠાં બાળકો, ક્યારેય કોઈને દુઃખ ન આપો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનો. આપણે ભાઈ-બહેન છીએ, આ છે પ્રેમ નો સંબંધ. બીજી કોઈ દૃષ્ટિ જઈ ન શકે. દરેક ની બીમારી પોત-પોતાની છે, એ અનુસાર સલાહ પણ આપતા રહે છે. પૂછે છે બાબા આ-આ હાલત થાય છે, આ હાલત માં શું કરીએ? બાબા સમજાવે છે ભાઈ-બહેન ની દૃષ્ટિ ખરાબ ન થવી જોઈએ. કોઈ પણ ઝઘડા ન થાય. હું આપ આત્માઓ નો બાપ છું ને? શિવબાબા બ્રહ્મા તન દ્વારા બોલી રહ્યાં છે. પ્રજાપિતા બ્રહ્મા બાળક થયા શિવબાબા નાં, સાધારણ તન માં જ આવે છે ને? વિષ્ણુ તો થયાં સતયુગ નાં. બાપ કહે છે હું આમનાં માં પ્રવેશ કરી નવી દુનિયા રચવા આવ્યો છું. બાબા પૂછે છે તમે વિશ્વ નાં મહારાજા-મહારાણી બનશો? હા બાબા, કેમ નહીં બનીશું. હા, એમાં પવિત્ર રહેવું પડશે. આ તો મુશ્કેલ છે. અરે, તમને વિશ્વ નાં માલિક બનાવે છે, તમે પવિત્ર નથી રહી શકતાં? લજ્જા (શરમ) નથી આવતી? લૌકિક બાપ પણ સમજાવે છે ને - ગંદુ કામ ન કરો. આ વિકાર પર જ વિઘ્ન પડે છે. શરુઆત થી લઈને આનાં પર હંગામા ચાલતાં આવ્યાં છે. બાપ કહે છે - મીઠાં બાળકો, આનાં પર જીત મેળવવાની છે. હું આવ્યો છું પવિત્ર બનાવવાં. આપ બાળકો ને સાચ્ચું-ખોટું, સારું-ખરાબ વિચારવાની બુદ્ધિ મળી છે. આ લક્ષ્મી-નારાયણ છે મુખ્ય-ઉદ્દેશ. સ્વર્ગવાસીઓ માં દૈવીગુણ છે, નર્કવાસીઓ માં અવગુણ છે. હમણાં રાવણ રાજ્ય છે, એ પણ કોઈ સમજી ન શકે. રાવણ ને દર વર્ષે બાળે છે. દુશ્મન છે ને? બાળતા જ આવે છે. સમજતા નથી કે આ છે કોણ? આપણે બધા રાવણ રાજ્ય નાં છીએ ને, તો જરુર આપણે અસુર થયાં. પરંતુ પોતાને કોઈ અસુર સમજતા નથી. ઘણાં કહે પણ છે કે આ રાક્ષસ રાજ્ય છે. યથા રાજા-રાણી તથા પ્રજા. પરંતુ એટલી પણ સમજ નથી. બાપ બેસીને સમજાવે છે રામ રાજ્ય અલગ હોય છે, રાવણ રાજ્ય અલગ હોય છે. હમણાં તમે સર્વગુણ સંપન્ન બની રહ્યાં છો. બાપ કહે છે મારા ભક્તો ને જ્ઞાન સંભળાવો, જે મંદિરો માં જઈને દેવતાઓ ની પૂજા કરે છે. બાકી એવાં-એવાં મનુષ્યો સાથે માથું ન મારો. મંદિરો માં તમને બહુ જ ભક્ત મળશે. નાડી પણ જોવાની હોય છે. ડોક્ટર લોકો જોવાથી જ ઝટ બતાવી દે છે કે આમને શું બીમારી છે. દિલ્લી માં એક અજમલખાં વૈદ્ય પ્રખ્યાત હતાં. બાપ તો તમને ૨૧ જન્મો માટે એવર હેલ્દી (સદા સ્વસ્થ), વેલ્દી (સદા સંપન્ન) બનાવે છે. અહીં તો છે જ બધા રોગી, અનહેલ્દી. ત્યાં તો ક્યારેય રોગ થતા નથી. તમે એવરહેલ્દી, એવરવેલ્દી બનો છો. તમે પોતાનાં યોગબળ થી કર્મેન્દ્રિયો પર વિજય મેળવી લો છો. તમને આ કર્મેન્દ્રિયો ક્યારેય દગો નથી આપી શકતી. બાબાએ સમજાવ્યું છે યાદ માં સારી રીતે રહો, દેહી-અભિમાની રહો તો કર્મેન્દ્રિયો દગો નહીં આપશે. અહીં જ તમે વિકારો પર જીત મેળવો છો. ત્યાં કુદૃષ્ટિ હોતી નથી. રાવણ રાજ્ય જ નથી. તે છે જ અહિંસક દેવી-દેવતાઓ નો ધર્મ. લડાઈ વગેરેની કોઈ વાત નથી. આ લડાઈ પણ અંતિમ લાગવાની છે, એનાથી સ્વર્ગ નાં દ્વાર ખુલવાનાં છે. પછી ક્યારેય લડાઈ લાગતી જ નથી. યજ્ઞ પણ આ છેલ્લો છે. પછી અડધોકલ્પ કોઈ યજ્ઞ થશે જ નહીં. આમાં બધો કચરો સ્વાહા થઈ જાય છે. આ યજ્ઞ થી જ વિનાશ જ્વાળા નીકળી છે, બધી સફાઈ થઈ જશે. પછી આપ બાળકો ને સાક્ષાત્કાર પણ કરાવ્યો છે, ત્યાં નાં શૂબીરસ વગેરે પણ બહુ જ સ્વાદિષ્ટ ફર્સ્ટ ક્લાસ ચીજો હોય છે. એ રાજ્ય ની હમણાં તમે સ્થાપના કરી રહ્યાં છો તો કેટલી ખુશી થવી જોઈએ!

તમારું નામ પણ છે શિવશક્તિ ભારત માતાઓ. શિવ પાસે થી તમે શક્તિ લો છો ફક્ત યાદ થી. ધક્કા ખાવાની કોઈ વાત નથી. તેઓ સમજે છે જે ભક્તિ નથી કરતા તે નાસ્તિક છે. તમે કહો છો જે બાપ અને રચના ને નથી જાણતા તે નાસ્તિક છે, તમે હવે આસ્તિક બન્યાં છો. ત્રિકાળદર્શી પણ બન્યાં છો. ત્રણેય લોકો, ત્રણેય કાળો ને જાણી ગયા છો. આ લક્ષ્મી-નારાયણ ને બાપ પાસે થી આ વારસો મળ્યો છે. હમણાં તમે એ બનો છો. આ બધી વાતો બાપ જ સમજાવે છે. શિવબાબા પોતે કહે છે કે હું આમનાં માં પ્રવેશ કરીને સમજાવું છું. નહીં તો હું નિરાકાર કેવી રીતે સમજાવું? પ્રેરણા થી અભ્યાસ થાય છે શું? ભણાવવા માટે તો મુખ જોઈએ ને? ગૌમુખ તો આ છે ને? આ મોટી મમ્મા છે ને, હ્યુમન (માનવીય) માતા છે. બાપ કહે છે હું આમનાં દ્વારા આપ બાળકો ને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવું છું, યુક્તિ બતાવું છું. આમાં આશીર્વાદ ની કોઈ વાત નથી. ડાયરેક્શન પર ચાલવાનું છે. શ્રીમત મળે છે. કૃપા ની વાત નથી. કહે છે - બાબા ઘડી-ઘડી ભૂલાઈ જાય છે, કૃપા કરો. અરે, આ તો તમારું કામ છે યાદ કરવાનું. હું શું કૃપા કરીશ? મારા માટે તો બધા બાળકો છે. કૃપા કરું તો બધા તખ્ત પર બેસી જાય. પદ તો ભણતર અનુસાર મેળવશે. ભણવાનું તો તમારે છે ને? પુરુષાર્થ કરતા રહો. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરવાના છે. પતિત આત્મા પાછો જઈ ન શકે. બાપ કહે છે જેટલું તમે યાદ કરશો તો યાદ કરતાં-કરતાં પાવન બની જશો. પાવન આત્મા અહીં રહી ન શકે. પવિત્ર બને તો શરીર નવું જોઈએ. પવિત્ર આત્મા ને શરીર ઈમપ્યોર (અપવિત્ર) મળે, એ કાયદો નથી. સંન્યાસી પણ વિકાર થી જન્મ લે છે ને? આ દેવતાઓ વિકાર થી જન્મ નથી લેતાં, જે પછી સંન્યાસ કરવો પડે. આ તો ઊંચા થયા ને? સાચાં-સાચાં મહાત્મા આ છે જે સદૈવ સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં રાવણ રાજ્ય નથી. છે જ સતોપ્રધાન રામ રાજ્ય. હકીકત માં રામ પણ કહેવું ન જોઈએ. શિવબાબા છે ને? આને કહેવાય છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર અથવા શિવ એક જ છે. કૃષ્ણ નું તો નામ નથી. શિવબાબા આવીને જ્ઞાન સંભળાવે છે તેઓ (ભક્તો) પછી રુદ્ર યજ્ઞ રચે છે તો માટી નું લિંગ અને સાલિગ્રામ બનાવે છે. પૂજા કરી પછી તોડી દે છે. જેમ બાબા દેવીઓ નું દૃષ્ટાંત બતાવે છે. દેવીઓ ને સજાવીને ખવડાવી-પીવડાવી પૂજા કરી પછી ડુબાડી દે છે. તેમ શિવબાબા અને સાલિગ્રામો ની બહુ પ્રેમ અને શુદ્ધિ થી પૂજા કરી પછી ખલાસ કરી દે છે. આ છે બધો ભક્તિ નો વિસ્તાર. હમણાં બાપ બાળકો ને સમજાવે છે - જેટલાં બાપ ની યાદ માં રહેશો એટલાં ખુશી માં રહેશો. રાત્રે રોજ સ્વયં નો પોતામેલ જોવો જોઈએ. કાંઈ ભૂલ તો નથી કરી? પોતાનો કાન પકડી લેવો જોઈએ - બાબા આજે અમારા થી આ ભૂલ થઈ, ક્ષમા કરજો. બાબા કહે છે સાચ્ચું લખશો તો અડધા પાપ કપાઈ જશે. બાપ તો બેઠાં છે ને? પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો શ્રીમત પર ચાલો. પોતામેલ રાખવા થી બહુજ ઉન્નતિ થશે. ખર્ચો તો કાંઈ નથી. ઊંચ પદ મેળવવું છે તો મન્સા-વાચા-કર્મણા કોઈને પણ દુઃખ નથી આપવાનું. કોઈ કાંઈ કહે છે તો સાંભળ્યું-નસાંભળ્યું કરી દેવાનું છે. આ મહેનત કરવાની છે. બાપ આવે જ છે આપ બાળકો નું દુઃખ દૂર કરી સદા નાં માટે સુખ આપવાં. તો બાળકોએ પણ એવાં બનવાનું છે. મંદિરો માં સૌથી સારી સર્વિસ થશે. ત્યાં ધાર્મિક વિચાર નાં તમને બહુ જ મળશે. પ્રદર્શન માં ઘણાં આવે છે. પ્રોજેક્ટર થી પણ પ્રદર્શન મેળા માં સેવા સારી થાય છે. મેળા માં ખર્ચો થાય છે તો જરુર ફાયદો પણ છે ને? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપે સાચાં-ખોટા ને સમજવાની બુદ્ધિ આપી છે, એ જ બુદ્ધિ નાં આધાર પર દૈવીગુણ ધારણ કરવાના છે, કોઈને દુઃખ નથી આપવાનું, પરસ્પર ભાઈ-બહેન નો સાચ્ચો પ્રેમ હોય, ક્યારેય કુદૃષ્ટિ ન જાય.

2. બાપ નાં દરેક ડાયરેક્શન પર ચાલી સારી રીતે ભણીને પોતે પોતાનાં પર સ્વયં જ કૃપા કરવાની છે. પોતાની ઉન્નતિ માટે પોતામેલ રાખવાનો છે, કોઈ દુઃખ આપવા વાળી વાતો કરે છે તો સાંભળ્યું - ન સાંભળ્યું કરી દેવાનું છે.

વરદાન :-
ઈશ્વરીય રોયલ્ટી નાં સંસ્કાર દ્વારા દરેક ની વિશેષતાઓ નું વર્ણન કરવા વાળા પુણ્ય આત્મા ભવ

સદા સ્વયં ને વિશેષ આત્મા સમજી દરેક સંકલ્પ તથા કર્મ કરવા અને દરેક માં વિશેષતા જોવી, વર્ણન કરવી, સર્વ પ્રત્યે વિશેષ બનવાની શુભ કલ્યાણ ની કામના રાખવી - આ જ ઈશ્વરીય રોયલ્ટી છે. રોયલ આત્માઓ બીજાઓ દ્વારા છોડવા વાળી વસ્તુ ને સ્વયં માં ધારણ નથી કરી શકતાં એટલે સદા અટેન્શન રહે કે કોઈની કમજોરી કે અવગુણ ને જોવાનું નેત્ર સદા બંધ હોય. એક-બીજા નાં ગુણગાન કરો, સ્નેહ, સહયોગ નાં પુષ્પો ની લેન-દેન કરો તો પુણ્ય આત્મા બની જશો.

સ્લોગન :-
વરદાન ની શક્તિ પરિસ્થિતિ રુપી આગ ને પણ પાણી બનાવી દે છે.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

નિરાકારી સ્વરુપ ની મુખ્ય શિક્ષા નું વરદાન છે “કર્માતીત ભવ”. આકારી સ્વરુપ અથવા ફરિશ્તાપણા નું વરદાન છે ડબલ લાઈટ ભવ! ડબલ લાઈટ અર્થાત્ સર્વ કર્મ બંધનો થી હલ્કા અને લાઈટ અર્થાત્ સદા પ્રકાશ સ્વરુપ માં સ્થિત રહેવા વાળા. એવાં ડબલ લાઈટ રહેવા વાળા સહજ કર્માતીત સ્થિતિ ને પ્રાપ્ત કરી શકે છે. તો સેવાઓ માં આવતા હવે આ ધૂન લગાવો કે મારે સંપન્ન કે કર્માતીત બનવાનું જ છે.