02-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
ડબલ અહિંસક રુહાની સેના છો તમારે શ્રીમત પર પોતાની દૈવી રાજધાની સ્થાપન કરવાની છે”
પ્રશ્ન :-
આપ રુહાની સેવાધારી બાળકો બધાને કઈ વાત ની ચેતવણી આપો છો?
ઉત્તર :-
તમે બધાં ને ચેતવણી આપો છો કે આ એ જ મહાભારત લડાઈ નો સમય છે, હવે આ જૂની દુનિયા
વિનાશ થવાની છે, બાપ નવી દુનિયાની સ્થાપના કરાવી રહ્યાં છે. વિનાશ પછી ફરી જય
જ્યકાર થશે. તમારે પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ કે વિનાશ નાં પહેલાં બધાં ને બાપ નો
પરિચય કેવી રીતે મળે?
ગીત :-
તુને રાત ગવાઈ
સો કે …
ઓમ શાંતિ!
બાપ સમજાવી
રહ્યાં છે ઊંચે થી ઊંચા છે ભગવાન પછી એમને ઊંચે થી ઊંચા કમાન્ડર ઈન ચિફ વગેરે પણ કહો
કારણકે તમે સેના છો ને! તમારાં સુપ્રીમ કમાન્ડર કોણ છે? આ પણ જાણો છો બે સેનાઓ છે -
તે છે શરીરધારી, તમે છો રુહાની. તે હદ નાં, તમે બેહદ નાં. તમારા માં કમાન્ડર્સ પણ
છે, જનરલ પણ છે, લેફ્ટિનેન્ટ પણ છે. બાળકો જાણે છે અમે શ્રીમત પર રાજધાની સ્થાપન કરી
રહ્યાં છીએ. લડાઈ વગેરેની તો કોઈ વાત નથી. આપણે આખા વિશ્વ પર ફરી થી પોતાનું દૈવી
રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ શ્રીમત પર. કલ્પ-કલ્પ આપણો આ પાર્ટ ભજવાય છે. આ બધી છે
બેહદ ની વાતો. તે લડાઈઓમાં આ વાતો નથી. ઊંચે થી ઊંચા બાપ છે. એમને જાદુગર, રત્નાગર,
જ્ઞાન નાં સાગર પણ કહે છે. બાપ ની મહિમા અપરમઅપાર છે. તમારે બુદ્ધિ થી ફક્ત બાપ ને
યાદ કરવાનાં છે. માયા યાદ ભુલાવી દે છે. તમે છો ડબલ અહિંસક રુહાની સેના. તમને આ જ
વિચાર છે કે અમે પોતાનું રાજ્ય કેવી રીતે સ્થાપન કરીએ. ડ્રામા જરુર કરાવશે.
પુરુષાર્થ તો કરવાનો હોય છે ને? જે સારા-સારા બાળકો છે, પરસ્પર સલાહ કરવી જોઈએ. માયા
થી યુદ્ધ તો અંત સુધી તમારી ચાલતી રહેશે. આ પણ જાણો છો મહાભારત લડાઈ થવાની છે જરુર.
નહીં તો જૂની દુનિયાનો વિનાશ કેવી રીતે થાય. બાબા આપણને શ્રીમત આપી રહ્યાં છે. આપણે
બાળકોએ ફરી થી પોતાનું રાજ્ય-ભાગ્ય સ્થાપન કરવાનું છે. આ જૂની દુનિયાનો વિનાશ થાય
પછી ભારત માં જયજયકાર થઈ જવાનો છે, જેનાં માટે તમે નિમિત્ત બન્યાં છો. તો પરસ્પર
મળવું જોઈએ. કેવી-કેવી રીતે અમે સર્વિસ (સેવા) કરીએ. બધાને બાપ નો પૈગામ સંભળાવો કે
હવે આ જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. બાપ નવી દુનિયાની સ્થાપના કરી રહ્યાં છે.
લૌકિક બાપ પણ નવું મકાન બનાવે છે તો બાળકો ખુશ થાય છે. તે છે હદની વાત, આ છે આખા
વિશ્વ ની વાત. નવી દુનિયા ને સતયુગ, જૂની દુનિયા ને કળિયુગ કહેવાય છે. હમણાં જૂની
દુનિયા છે તો આ ખબર હોવી જોઈએ - બાપ ક્યારે અને કેવી રીતે આવીને નવી દુનિયા સ્થાપન
કરે છે? તમારા માં નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. ઊંચે થી ઊંચા છે બાપ, બાકી પછી
નંબરવાર મહારથી, ઘોડેસવાર, પ્યાદા છે. કમાન્ડર, કેપ્ટન આ તો ફક્ત દૃષ્ટાંત આપી
સમજાવાય છે. તો બાળકોએ પરસ્પર મળીને સલાહ કરવી જોઈએ કે બધાને બાપ નો પરિચય કેવી રીતે
આપીએ? આ છે રુહાની સેવા. આપણે પોતાનાં ભાઈ-બહેનો ને ચેતવણી કેવી રીતે આપીએ કે બાપ
નવી દુનિયા સ્થાપન કરવાનાં માટે આવ્યાં છે. જૂની દુનિયાનો વિનાશ પણ સામે ઉભો છે. આ
એ જ મહાભારત લડાઈ છે. મનુષ્ય તો આ પણ સમજતા નથી કે મહાભારત લડાઈ પછી શું!
તમે હમણાં અનુભવ કરો
છો કે હમણાં અમે સંગમ પર પુરુષોત્તમ બની રહ્યાં છીએ. હવે બાપ આવ્યા છે પુરુષોત્તમ
બનાવવાં. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત જ નથી. બાપ સમજાવે છે - બાળકો, પતિત દુનિયામાં
એક પણ પાવન ન હોઈ શકે અને પાવન દુનિયામાં પછી એક પણ પતિત ન હોઈ શકે. આટલી નાની વાત
પણ કોઇ સમજતાં નથી. આપ બાળકો ને બધાં જ ચિત્રો વગેરે નો સાર સમજાવાય છે. ભક્તિમાર્ગ
માં મનુષ્ય જપ-તપ, દાન-પુણ્ય વગેરે જે પણ કરે છે, તેમાં અલ્પકાળ માટે કાગ વિષ્ટા
સમાન સુખ ની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યારે કોઈ અહીં આવીને સમજે ત્યારે આ વાતો
બુદ્ધિ માં બેસે. આ છે જ ભક્તિ નું રાજ્ય. જ્ઞાન રીંચક પણ નથી. જેમ પતિત દુનિયામાં
પાવન એક પણ નથી, તેમ જ્ઞાન પણ એક નાં સિવાય બીજા કોઇ માં નથી. વેદ-શાસ્ત્ર વગેરે બધાં
ભક્તિમાર્ગ નાં છે. સીડી ઉતરવાની જ છે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો, આમાં નંબરવાર
સેના છે. મુખ્ય-મુખ્ય જે કમાન્ડર, કેપ્ટન, જનરલ વગેરે છે, તેમણે પરસ્પર મળી સલાહ
કરવી જોઈએ, અમે બાબા નો સંદેશ કેવી રીતે આપીએ! બાળકોને સમજાવ્યું છે - મેસેન્જર,
પૈગંબર અથવા ગુરુ એક જ હોય છે. બાકી બધાં છે ભક્તિમાર્ગ નાં. સંગમયુગી ફક્ત તમે છો.
આ લક્ષ્મી-નારાયણ મુખ્ય ઉદ્દેશ બિલકુલ એક્યુરેટ (સચોટ) છે. ભક્તિમાર્ગ માં
સત્યનારાયણ ની કથા, તિજરી ની કથા, અમર કથા બેસી સંભળાવે છે. હમણાં બાપ તમને સાચી
સત્ય નારાયણ ની કથા સંભળાવી રહ્યાં છે. ભક્તિમાર્ગ માં છે પાસ્ટ (ભૂતકાળ) ની વાતો,
જે થઈને જાય છે એમના પછી ફરી મંદિર વગેરે બનાવે છે. જેમ શિવબાબા હમણાં તમને ભણાવી
રહ્યાં છે પછી ભક્તિમાર્ગ માં યાદગાર બનાવશે. સતયુગ માં શિવ કે લક્ષ્મી-નારાયણ વગેરે
કોઈનાં ચિત્ર નથી હોતાં. જ્ઞાન બિલકુલ અલગ છે, ભક્તિ અલગ છે. આ પણ તમે જાણો છો એટલે
બાપે કહ્યું છે હિયર નો ઈવિલ, ટૉક નો ઈવિલ…
આપ બાળકોને હમણાં
કેટલી ખુશી છે, નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. સુખધામ ની સ્થાપના અર્થ બાબા આપણને
ફરીથી ડાયરેક્શન (માર્ગદર્શન) આપી રહ્યાં છે, એમાં પણ નંબરવન ડાયરેક્શન આપે છે પાવન
બનો. પતિત તો બધાં છે ને? તો જે સારા-સારા બાળકો છે તેમણે પરસ્પર મળીને સલાહ કરવી
જોઈએ કે સર્વિસ ને કેવી રીતે વધારીએ, ગરીબો ને કેવી રીતે મેસેજ (સંદેશ) આપીએ, બાપ
તો કલ્પ પહેલાં ની જેમ આવ્યાં છે. કહે છે સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો.
રાજધાની જરુર સ્થાપન થવાની છે. સમજશે જરુર. જે દેવી-દેવતા ધર્મ નાં નથી તે નહીં
સમજશે. વિનાશ કાળે ઈશ્વર થી વિપરીત બુદ્ધિ છે ને? આપ બાળકો જાણો છો આપણા ધણી છે એટલે
તમારે ન વિકાર માં જવાનું છે, ન લડવાનું-ઝઘડવાનું છે. તમારો બ્રાહ્મણ ધર્મ ખુબ ઊંચો
છે. તે શુદ્ર ધર્મ નાં, તમે બ્રાહ્મણ ધર્મ નાં. તમે ચોટી, તે પગ. ચોટી ની ઉપર છે
ઊંચે થી ઊંચા ભગવાન નિરાકાર. આ આંખો થી ન જોવાનાં કારણે વિરાટ રુપ માં ચોટી (બ્રાહ્મણ)
અને શિવબાબા ને દેખાડતા નથી. ફક્ત કહે છે દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. જે દેવતા
બને છે એજ ફરીથી પુનર્જન્મ લઈ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બને છે. વિરાટ રુપ નો પણ અર્થ
કોઈ નથી જાણતું. હવે તમે સમજો છો તો કરેક્ટ (સાચું) ચિત્ર બનાવવાનાં છે. શિવબાબા પણ
દેખાડ્યા છે અને બ્રાહ્મણ પણ દેખાડ્યા છે, તમારે હવે બધાને આ મેસેજ આપવાનો છે કે
સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. તમારું કામ છે મેસેજ આપવો. જેમ બાપ ની મહિમા
અપરમઅપાર છે, તેમ ભારતની પણ ખુબ મહિમા છે. આ પણ ૭ દિવસ કોઈ સાંભળે ત્યારે બુદ્ધિ
માં બેસે. કહે છે ફુરસદ નથી. અરે, અડધો કલ્પ પોકારતા આવ્યાં છો, હવે એ પ્રેક્ટિકલ
માં આવેલાં છે. બાપ ને આવવાનું જ છે અંત માં. આ પણ આપ બ્રાહ્મણ જાણો છો નંબરવાર
પુરુષાર્થ અનુસાર. ભણવાનું શરું કર્યુ અને નિશ્ચય થયો. માશૂક આવેલાં છે, જેમને આપણે
પોકારતા હતાં, જરુર કોઈ શરીર માં આવ્યાં હશે. તેમને પોતાનું શરીર તો નથી. બાપ કહે
છે હું આમાં પ્રવેશ કરી આપ બાળકો ને સૃષ્ટિ ચક્ર નું, રચયિતા અને રચનાનું નોલેજ આપું
છું. આ બીજું કોઈ નથી જાણતું. આ ભણતર છે. ખુબ સહજ કરીને સમજાવે છે. બાબા કહે છે હું
તમને કેટલાં ધનવાન બનાવું છું. કલ્પ-કલ્પ તમારા જેવું પવિત્ર અને સુખી કોઈ નથી. આપ
બાળકો આ સમયે બધાને જ્ઞાન-દાન આપો છો. બાપ તમને રત્નો નું દાન આપે છે, તમે બીજાઓ ને
આપો છો. ભારતને સ્વર્ગ બનાવો છો. તમે પોતાના જ તન-મન-ધન થી શ્રીમત પર ભારત ને
સ્વર્ગ બનાવી રહ્યાં છો. કેટલું ઊંચું કાર્ય છે. તમે ગુપ્ત સેના છો, કોઈને પણ ખબર
નથી. તમે જાણો છો આપણે વિશ્વ ની બાદશાહી લઇ રહ્યાં છીએ, શ્રીમત દ્વારા શ્રેષ્ઠ બનીએ
છીએ. હવે બાપ કહે છે મામેકમ્ યાદ કરો. શ્રીકૃષ્ણ તો કહી ન શકે, તે તો પ્રિન્સ (રાજકુમાર)
હતાં. તમે પ્રિન્સ બનો છો ને? સતયુગ-ત્રેતા માં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. અપવિત્ર
રાજાઓ પવિત્ર રાજા-રાણી લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ
વાળાઓનું રાજ્ય ચાલે છે પછી હોય છે અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ. અડધું-અડધું છે ને.
દિવસ અને રાત. લાખો વર્ષ ની વાત હોય પછી અડધું-અડધું તો થઈ ન શકે. લાખો વર્ષ હોય તો
પછી હિંદુ જે વાસ્તવ માં દેવતા ધર્મ નાં છે એમની સંખ્યા ખુબ મોટી હોવી જોઈએ. અગણિત
હોવા જોઈએ. હમણાં તો ગણતરી કરે છે ને? આ ડ્રામા માં નોંધ છે, ફરી પણ થશે. મોત સામે
ઊભું છે. આ એજ મહાભારત લડાઈ છે. તો પરસ્પર મળીને સર્વિસ નો પ્લાન બનાવવાનો છે.
સર્વિસ કરતા પણ રહે છે. નવાં-નવાં ચિત્ર નીકળે છે, પ્રદર્શન પણ કરે છે. અચ્છા, પછી
શું કરી શકાય? અચ્છા રુહાની મ્યુઝિયમ બનાવો. પોતે જોઈને જશે તો પછી બીજાઓને મોકલશે.
ગરીબ અથવા સાહૂકાર ધર્માઉ તો કાઢે છે ને? સાહૂકાર વધારે કાઢશે, આમાં પણ આવું છે.
કોઈ એક હજાર કાઢશે, કોઈ ઓછા. કોઈ તો બે રુપિયા પણ મોકલી આપે છે. કહે છે એક રુપિયા
ની ઇંટ લગાવી દેજો. એક રુપિયો ૨૧ જન્મો નાં માટે જમા કરજો. આ છે ગુપ્ત. ગરીબ નો એક
રુપિયો, સાહૂકાર નાં એક હજાર, બરાબર થઈ જાય છે. ગરીબ ની પાસે છે જ થોડું તો શું કરી
શકે છે. હિસાબ છે ને? વ્યાપારી લોકો ધર્માઉ કાઢે છે, હવે શું કરવું જોઈએ! બાપ ને
મદદ આપવાની છે. બાપ પછી રિટર્ન માં ૨૧ જન્મ નાં માટે આપે છે. બાપ આવીને ગરીબો ને
મદદ કરે છે. હવે તો આ દુનિયા જ નહીં રહેશે. બધું માટી માં મળી જશે. આ પણ જાણો છો
સ્થાપના જરુર થવાની છે કલ્પ પહેલા ની જેમ. નિરાકાર બાપ કહે છે - બાળકો, દેહ નાં બધાં
ધર્મ ત્યાગી, એક બાપ ને યાદ કરો. આ બ્રહ્મા પણ રચના છે ને? બ્રહ્મા કોનું બાળક, કોણે
રચ્યાં. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને કેવી રીતે રચે છે? આ પણ કોઈ નથી જાણતું. બાપ આવીને
સત્ય વાત સમજાવે છે. બ્રહ્મા પણ જરુર મનુષ્ય સૃષ્ટિ માં જ હશે. બ્રહ્મા ની વંશાવલી
ગવાયેલી છે. ભગવાન મનુષ્ય સૃષ્ટિ ની રચના કેવી રીતે રચે છે? આ કોઈ નથી જાણતું.
બ્રહ્મા તો અહીં હોવા જોઈએ ને? બાપ કહે છે - જેમાં મેં પ્રવેશ કર્યો છે, આ પણ અનેક
જન્મો નાં અંત વાળો છે. આમણે પૂરા ૮૪ જન્મ લીધાં છે. બ્રહ્મા કોઈ ક્રિયેટર નથી.
ક્રિયેટર તો એક નિરાકાર જ છે. આત્માઓ પણ નિરાકાર છે. તે તો અનાદિ છે. કોઈએ ક્રિયેટ
નથી કર્યા પછી બ્રહ્મા ક્યાંથી આવ્યાં? બાપ કહે છે-મેં આમનામાં પ્રવેશ કરી નામ બદલી
કર્યું. આપ બ્રાહ્મણો નાં પણ નામ બદલી કર્યા. તમે છો રાજઋષિ, શરુ માં સંન્યાસ કરી
સાથે રહેવા લાગ્યા તો નામ બદલી કરી દીધાં. પછી જોયું માયા ખાઈ જાય છે તો માળા
બનાવવાનું, નામ રાખવાનું છોડી દીધું.
આજકાલ દુનિયા માં
દરેક વાત માં ઠગી ખુબ છે. દૂધ માં પણ ઠગી. સાચી વસ્તુ તો મળતી નથી. બાપ નાં માટે પણ
ઠગી. સ્વયંને જ ભગવાન કહેડાવવા લાગે છે. હમણાં આપ બાળકો જાણો છો આત્મા શું છે,
પરમાત્મા શું છે. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. બાપ જાણે છે કોણ કેવી
રીતે ભણે અને પછી ભણાવે છે, શું પદ પામશે. નિશ્ચય છે અમે બાપ દ્વારા વર્લ્ડ નાં
ક્રાઉન પ્રિન્સ (વિશ્વ મહારાજા) બની રહ્યાં છીએ. તો એવો પુરુષાર્થ કરી દેખાડવાનો
છે. અમે ક્રાઉન પ્રિન્સ બનીએ. પછી ૮૪ નું ચક્ર લગાવ્યું હવે ફરી બનીએ છીએ. આ છે
નર્ક, આમાં કાંઈ પણ નથી રહ્યું. પછી બાપ આવીને ભંડારો ભરપૂર કરી કાળ કંટક દૂર કરી
દે છે. તમે સૌથી પૂછો અહીં ભંડારો ભરપૂર કરવા આવ્યાં છો ને? અમરપુરી માં કાળ આવી ન
શકે. બાપ આવે જ છે ભંડારો ભરપૂર કરી કાળ કંટક દૂર કરવાં. તે છે અમરલોક, આ છે
મૃત્યુલોક. આવી મીઠી-મીઠી વાતો સાંભળવાની-સંભળાવવાની છે. ફાલતુ નહીં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ વિશ્વ
નાં માલિક બનવાનું ભણતર ભણાવવા આવ્યાં છે એટલે ક્યારેય એવું નહિં કહેવાનું કે અમને
ફુરસદ નથી. શ્રીમત પર તન-મન-ધન થી ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે.
2. પરસ્પર ખુબ
મીઠી-મીઠી જ્ઞાન ની વાતો સાંભળવાની અને સંભળાવવાની છે. બાપ નું આ ડાયરેક્શન (માર્ગદર્શન)
સદા યાદ રહે - હિયર નો ઈવિલ, ટૉક નો ઈવિલ…
વરદાન :-
હદ ની સર્વ
કામનાઓ પર જીત પ્રાપ્ત કરવા વાળા કામજીત ભવ
કામ વિકાર નો અંશ
સર્વ હદ ની કામનાઓ છે. કામના એક છે વસ્તુઓની, બીજી છે વ્યક્તિ દ્વારા હદ ની પ્રાપ્તિ
કરવી, ત્રીજી છે સંબંધ નિભાવવામાં, ચોથી છે સેવા ભાવના માં હદ ની કામના નો ભાવ. કોઈ
પણ વ્યક્તિ અથવા વસ્તુ નાં પ્રત્યે વિશેષ આકર્ષણ થવું - ઈચ્છા નથી પરંતુ આ સારું
લાગે છે, આ પણ કામ વિકાર નો અંશ છે. જ્યારે આ સૂક્ષ્મ અંશ પણ સમાપ્ત થાય ત્યારે
કહેવાશે કામજીત જગતજીત.
સ્લોગન :-
દિલ ની
મહેસૂસતા થી દિલારામ બાપ નાં આશીર્વાદ લેવાનાં અધિકારી બનો.
અવ્યક્ત ઇશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
મન જે સ્વયં એક
સૂક્ષ્મ શક્તિ છે, તે કંટ્રોલ માં હોય અર્થાત્ ઓર્ડર પ્રમાણ કાર્ય કરે તો પાસ વિથ
ઓનર અથવા રાજ્ય અધિકારી બની જશે. સંકલ્પ શક્તિ ને જમા કરવા માટે જે વિચારો તે જ કરો,
સ્ટોપ કહો તો સંકલ્પ સ્ટોપ થઈ જાય, સેવા નું વિચારો તો સેવા માં લાગી જાઓ. પરમધામ
ને વિચારો તો પરમધામ માં પહોંચી જાય. એવી રીતે કંટ્રોલિંગ પાવર વધારો.