02-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - “
સૌથી મીઠો શબ્દ , ‘ બાબા’ છે , તમારા મુખ માંથી સદા બાબા - બાબા નીકળતું રહે , બધાને
શિવબાબા નો પરિચય આપતા રહો”
પ્રશ્ન :-
સતયુગ માં કોઈ મનુષ્ય તો શું જાનવર પણ રોગી નથી હોતાં, કેમ?
ઉત્તર :-
કારણકે સંગમયુગ પર બાબા બધા આત્માઓ નું અને બેહદ સૃષ્ટિ નું એવું ઓપરેશન કરી દે છે,
જે રોગ નું નામ-નિશાન જ નથી રહેતું. બાપ છે અવિનાશી સર્જન. હમણાં જે આખી સૃષ્ટિ રોગી
છે, એ સૃષ્ટિ માં પછી દુઃખ નું નામ-નિશાન નહીં હશે. અહીં નાં દુઃખો થી બચવા માટે
ખૂબ-ખૂબ બહાદુર બનવાનું છે.
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
ડબલ પણ કહી શકો
છો, ડબલ ઓમ્ શાંતિ. આત્મા પોતાનો પરીચય આપી રહ્યો છે. હું આત્મા શાંત સ્વરુપ છું.
મારું નિવાસ સ્થાન શાંતિધામ માં છે અને બાબા નાં આપણે બધા સંતાન છીએ. સર્વ આત્માઓ
ઓમ્ કહે છે, ત્યાં આપણે બધા ભાઈ-ભાઈ છીએ પછી અહીં ભાઈ-બહેન બનીએ છીએ. હવે ભાઈ-બહેન
થી સંબંધ શરુ થાય છે. બાપ સમજાવે છે મારા બધા બાળકો છે, બ્રહ્મા ની પણ તમે સંતાન છો
એટલે ભાઈ-બહેન થયાં. તમારો બીજો કોઈ સંબંધ નથી. પ્રજાપિતા ની સંતાન
બ્રહ્માકુમાર-કુમારી છે. જૂની દુનિયા ને ચેન્જ (પરિવર્તન) કરવા આ સમયે જ આવે છે.
બાપ બ્રહ્મા દ્વારા જ પછી નવી સૃષ્ટિ રચે છે. બ્રહ્મા સાથે પણ સંબંધ છે ને? યુક્તિ
પણ કેટલી સરસ છે. બધા બ્રહ્મા કુમાર-કુમારી છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાના
છે અને પોતાને ભાઈ-બહેન સમજવાનું છે. ક્રિમિનલ (કુદ્રષ્ટિ) આંખ ન રહેવી જોઈએ, અહીં
તો કુમાર-કુમારી જેમ મોટાં-મોટાં થતા જાય છે તો આંખો ક્રિમિનલ બનતી જાય છે પછી
ક્રિમિનલ એક્ટ (વિકર્મ) કરી લે છે. ક્રિમિનલ એક્ટ થાય છે રાવણરાજ્ય માં. સતયુગ માં
ક્રિમિનલ એક્ટ હોતી નથી. ક્રિમિનલ શબ્દ જ નથી હોતો. અહીં તો ક્રિમિનલ એક્ટ બહુ જ
છે. તેનાં માટે પછી કોર્ટ વગેરે પણ છે. ત્યાં કોર્ટ વગેરે હોતી નથી. વંડર છે (અદ્દભુત)
ને? ન જેલ, ન પોલીસ , ન ચોર વગેરે હોય છે. આ બધી છે દુઃખ ની વાતો, જે અહીં થઈ રહી
છે એટલે બાળકો ને સમજાવાયું છે, આ તો ખેલ છે સુખ અને દુઃખ નો, હાર અને જીત નો. આને
પણ તમે જ સમજો છો. ગવાયેલું છે માયા થી હારે હાર છે, માયા પર જીત બાપ આવીને
અડધાકલ્પ માટે પહેરાવે છે. પછી અડધોકલ્પ હારવું પડે છે. આ કોઈ નવી વાત નથી. આ તો
સાધારણ પાઈ-પૈસા નો ખેલ છે પછી તમે મને યાદ કરો છો તો પોતાનું રાજ્ય-ભાગ્ય અડધાકલ્પ
માટે લો છો. રાવણરાજ્ય માં મને ભૂલી જાઓ છો. રાવણ દુશ્મન છે, તેને દર વર્ષે ભારતવાસી
જ બાળે છે. જે દેશ માં વધારે ભારતવાસીઓ હશે ત્યાં પણ બાળતા હશે. કહેશે આ ભારતવાસીઓ
નાં ધર્મ નો ઉત્સવ છે. દશેરા મનાવે છે તો બાળકો ને સમજાવવાનું છે-તે તો હદ ની વાત
છે. રાવણરાજ્ય તો હમણાં આખાં વિશ્વ પર છે. ફક્ત લંકા પર નથી. વિશ્વ તો બહુ જ મોટું
છે ને? બાપે સમજાવ્યું છે આ સૃષ્ટિ આખી સાગર પર ઉભી છે. મનુષ્ય કહે છે - નીચે એક
બળદ કે ગાય છે જેનાં સિંગડા પર સૃષ્ટિ ઉભી છે પછી થાકી જાય છે તો બદલે છે. હવે આ
વાતો છે નહીં. પૃથ્વી તો પાણી પર ઉભી છે, ચારેય તરફ પાણી જ પાણી છે. તો હમણાં આખી
દુનિયા માં રાવણરાજ્ય છે પછી રામ અથવા ઈશ્વરીય રાજ્ય સ્થાપન કરવા બાપ ને આવવું પડે
છે. ફક્ત ઈશ્વર કહેવાથી પણ કહી દે છે ઈશ્વર તો સર્વશક્તિમાન્ છે, બધું જ કરી શકે
છે. ફાલતુ મહિમા થઈ જાય છે. એટલો પ્રેમ નથી રહેતો. અહીં ઈશ્વર ને બાપ કહેવાય છે.
બાબા કહેવાથી વારસો મળવાની વાત થઈ જાય છે. શિવબાબા કહે છે હંમેશા બાબા-બાબા કહેવું
જોઈએ. ઈશ્વર કે પ્રભુ વગેરે શબ્દો ભૂલી જવા જોઈએ. બાબાએ કહ્યું છે - મામેકમ્ યાદ કરો.
પ્રદર્શન વગેરે માં પણ જ્યારે સમજાવો છો તો ઘડી-ઘડી શિવબાબા નો પરિચય આપો. શિવબાબા
એક જ ઊંચા માં ઊંચા છે, જેમને ગોડફાધર કહેવાય છે. બાબા શબ્દ સૌથી મીઠો છે. શિવબાબા,
શિવબાબા મુખ માંથી નીકળે છે. મુખ તો મનુષ્ય નું જ હશે. ગાય નું મુખ થોડી હોય શકે?
તમે છો શિવ શક્તિઓ. તમારા મુખ કમળ દ્વારા જ્ઞાન અમૃત નીકળે છે. તમારું નામ પ્રસિદ્ધ
કરવા ગૌમુખ કહી દીધું છે. ગંગા માટે એવું નહીં કહેવાશે. મુખ કમળ થી અમૃત હમણાં નીકળે
છે. જ્ઞાન અમૃત પીધું તો પછી વીષ પી ન શકાય. અમૃત પીવા થી તમે દેવતા બનો છો. હવે
હું આવ્યો છું-અસુરો ને દેવતા બનાવવાં. તમે હમણાં દૈવી સંપ્રદાય બની રહ્યાં છો.
સંગમયુગ ક્યારે, કેવો હોય છે? આ પણ કોઈને ખબર નથી. તમે જાણો છો આપણે
બ્રહ્માકુમાર-કુમારીઓ પુરુષોત્તમ સંગમયુગી છીએ. બાકી જે પણ છે કળિયુગી છે. તમે કેટલાં
થોડાક છો. ઝાડ ની પણ નોલેજ તમને છે. ઝાડ પહેલાં નાનું હોય છે પછી વૃદ્ધિ થાય છે.
કેટલી શોધ કરે છે કે બાળકો ની ઉત્પત્તિ ઓછી કેવી રીતે થાય? પરંતુ નર ચાહત કુછ ઔર,
ભઈ કુછ ઘરે કી ઔર (નર ઈચ્છે છે કાંઈક અને, થાય છે કાંઈક બીજું જ બીજું). બધાનું
મૃત્યુ તો થવાનું જ છે. હવે પાક બહુ જ સારો થશે, વરસાદ આવ્યો, કેટલું નુકસાન કરી દે
છે. કુદરતી આફતો ને તો કોઈ સમજી ન શકે. કોઈ વાત નું ઠેકાણું થોડી છે? ક્યાંક પાક
થાય અને બરફ નાં કરા પડી જાય તો કેટલું નુકસાન થઈ જાય. વરસાદ ન પડે તો પણ નુકસાન,
આને કુદરતી આપદાઓ કહેવાય છે. આ તો ખૂબ થવાની છે, આનાથી બચવા માટે ખૂબ બહાદુર થવું
જોઈએ. કોઈનું ઓપરેશન થાય છે, તો ઘણાં તે જોઈ નથી શકતા, જોતાં જ બેભાન થઈ જાય છે. હવે
આ આખી છી-છી સૃષ્ટિ નું ઓપરેશન થવાનું છે. બાપ કહે છે હું આવીને બધાનું ઓપરેશન કરું
છું. આખી સૃષ્ટિ રોગી છે. અવિનાશી સર્જન પણ બાપ નું નામ છે. એ આખાં વિશ્વ નું
ઓપરેશન કરી દેશે, જે પછી વિશ્વ માં રહેવાવાળા ને ક્યારેય દુઃખ નહીં થશે. કેટલાં મોટા
સર્જન છે. આત્માઓ નું પણ ઓપરેશન, બેહદ સૃષ્ટિ નું પણ ઓપરેશન કરવા વાળા છે. ત્યાં
મનુષ્ય તો શું જાનવર પણ રોગી નથી હોતાં. બાપ સમજાવે છે મારો અને બાળકો નો શું પાર્ટ
(ભૂમિકા) છે. આને કહે છે રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન જે તમે જ લઈ રહ્યાં છો.
બાળકો ને પહેલાં-પહેલાં તો આ ખુશી થવી જોઈએ.
આજે સદ્દગુરુવાર છે,
હમેશાં સત્ય બોલવું જોઈએ. વેપાર માં પણ કહે છે ને-સાચ્ચું બોલો. ઠગવા ની વાત ન કરો.
છતાં પણ લોભ માં આવીને થોડી વધારે જ કિંમત બતાવીને સોદો કરી દેશે. સાચ્ચું તો
ક્યારેય કોઈ બોલતા નથી. જુઠ્ઠું જ જુઠ્ઠું બોલે છે એટલે સત્ ને યાદ કરે છે. કહે છે
ને - સત્ નામ સંગ છે. હમણાં તમે જાણો છો બાબા જે સત્ય છે એ જ સંગ ચાલશે, આપણા
આત્માઓ ની. હવે સત્ ની સાથે આપ આત્માઓ નો સંગ થયો છે તો તમે જ સાથે જશો. આપ બાળકો
જાણો છો શિવબાબા આવેલા છે, જેમને સત્ય કહેવાય છે. એ આપણને આત્માઓ ને પવિત્ર બનાવી
ને સાથે લઈ જશે એક જ વાર. સતયુગ માં એવું નથી કહેતા કે રામ-રામ સંગ છે અથવા સત્ નામ
સંગ છે. ના. બાપ કહે છે હવે હું આપ બાળકો ની પાસે આવ્યો છું, નયનો પર બેસાડીને લઈ
જાઉં છું. આ નયન નથી, ત્રીજું નેત્ર. તમે જાણો છો આ સમયે બાપ આવ્યાં છે-સાથે લઈ જશે.
શંકર ની બારાત (જાન) નથી, આ શિવ નાં બાળકો ની બારાત છે. એ પતિઓ નાં પતિ પણ છે. કહે
છે તમે બધા સજનીઓ છો. હું છું સાજન. તમે બધા આશિક છો હું છું માશૂક. માશૂક એક જ હોય
છે ને? તમે અડધાકલ્પ થી મુજ માશૂક નાં આશિક છો. હવે હું આવ્યો છું બધા ભક્તિઓ છે.
ભક્તો ની રક્ષા કરવા વાળા છે ભગવાન. આત્મા ભક્તિ કરે છે શરીર ની સાથે. સતયુગ-ત્રેતા
માં ભક્તિ હોતી નથી. ભક્તિ નું ફળ સતયુગ માં ભોગવો છો, જે હવે બાળકો ને આપી રહ્યાં
છે. એ તમારા માશૂક છે, જે તમને સાથે લઈ જશે પછી તમે પોતાનાં પુરુષાર્થ અનુસાર જઈને
રાજ્ય-ભાગ્ય લેશો. આ ક્યાંય પણ લખ્યું નથી. કહે છે શંકરે પાર્વતી ને અમરકથા સંભળાવી.
તમે બધા છો પાર્વતીઓ. હું છું કથા સંભળાવવા વાળો અમરનાથ. અમરનાથ એક ને જ કહેવાય છે.
ઊંચા માં ઊંચા બાપ છે, એમને તો પોતાનો દેહ નથી, કહે છે હું અમરનાથ આપ બાળકો ને
અમરકથા સંભળાવું છું. શંકર-પાર્વતી અહીં ક્યાંથી આવે? એ તો છે જ સૂક્ષ્મવતન માં,
જ્યાં સૂર્ય-ચંદ્ર નો પણ પ્રકાશ નથી રહેતો.
સત્ય બાપ હમણાં તમને
સત્ય કથા સંભળાવે છે. બાપ વગર સાચ્ચી કથા કોઈ સંભળાવી ન શકે. આ પણ સમજો છો વિનાશ થવા
માં સમય લાગે છે. કેટલી મોટી દુનિયા છે, કેટલાં અનેક મકાનો વગેરે પડીને ખતમ થશે.
ધરતીકંપ માં કેટલું નુકસાન થાય છે. કેટલાં મરે છે. બાકી તો તમારું નાનું ઝાડ હશે.
દિલ્લી પરિસ્તાન બની જશે. એક જ પરિસ્તાન માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ચાલે છે.
કેટલાં મોટાં-મોટાં મહેલ બનતા હશે. બેહદ ની જાગીર (મિલકત) મળે છે. તમારે કાંઈ ખર્ચો
કરવો નથી પડતો. બાબા કહે છે આમનાં (બ્રહ્મા) જીવન માં જ કેટલું સસ્તું અનાજ હતું.
તો સતયુગ માં કેટલું સસ્તું હશે? દિલ્લી જેટલું તો એક-એક નું ઘર અને જમીન વગેરે હશે.
મીઠી નદીઓ પર તમારું રાજ્ય ચાલશે. એક-એક ને શું નહીં હશે! સદા અનાજ મળતું રહેશે.
ત્યાં નાં ફળ-ફૂલ પણ જુઓ છો કેટલાં મોટાં-મોટાં હોય છે. તમે શૂબીરસ પી ને આવો છો.
કહેતાં હતાં ત્યાં માળી છે. હવે માળી તો જરુર વૈકુંઠ માં અથવા નદી કિનારે હશે. ત્યાં
કેટલાં થોડાક હશે. ક્યાં હમણાં આટલાં કરોડ, ક્યાં ૯ લાખ હશે અને બધુંજ તમારું હશે.
જે બાપ એવી રાજાઈ આપે છે જે આપણી પાસે થી કોઈ છીનવી ન શકે. આકાશ, ધરતી વગેરે બધાનાં
માલિક તમે રહો છો. ગીત પણ બાળકોએ સાંભળ્યું. એવાં-એવાં ગીત ૬-૮ છે જે સાંભળવા થી જ
ખુશી નો પારો ચઢી જાય છે. જુઓ, અવસ્થા માં કાંઈ ગડબડ છે, તો ગીત વગાડી દો. આ છે ખુશી
નાં ગીત. તમે તો અર્થ પણ જાણો છો. બાબા બહુ જ યુક્તિઓ બતાવે છે પોતાને હર્ષિત મુખ
બનાવવા ની. બાબા ને લખે છે બાબા એટલી ખુશી નથી રહેતી. માયા નાં તોફાન આવે છે. અરે
માયા નાં તોફાન આવ્યાં-તમે વાજું વગાડી લો. ખુશી માટે મોટાં-મોટાં મંદિરો માં પણ
ફાટક પર વાજા વાગતા રહે છે. બોમ્બે માં માધવબાગ માં લક્ષ્મી-નારાયણ નાં મંદિર નાં
ફાટક પર પણ વાજું વાગતું રહે છે. તમને કહે છે - આ ફિલ્મી રેકોર્ડ (ગીતો) કેમ વગાડો
છો? એમને શું ખબર આ પણ ડ્રામા અનુસાર કામ માં આવવાની ચીજ છે. આનો અર્થ તો આપ બાળકો
સમજો છો. આ સાંભળવા થી પણ ખુશી માં આવી જશો. પરંતુ બાળકો ભૂલી જાય છે. ઘર માં કોઈ
ને ઉદાસી લાગે છે તો પણ ગીત સાંભળી ને બહુ ખુશ થશે. આ ખૂબ વેલ્યુબલ (મુલ્યવાન) ચીજ
છે. કોઈ નાં ઘર માં ઝઘડો ચાલે છે-બોલો, ભગવાનુવાચ કામ મહાશત્રુ છે. આનાં પર જીત
મેળવવા થી આપણે વિશ્વ નાં માલિક બનીશું પછી ફૂલો ની વર્ષા થશે, જયજયકાર થઈ જશે. સોના
નાં ફૂલ વરસશે. તમે હમણાં કાંટા થી સોના નાં ફૂલ બની રહ્યાં છો ને? પછી તમારું
અવતરણ થશે, ફૂલ નથી વરસતા પરંતુ તમે ફૂલ બનીને આવો છો. મનુષ્ય સમજે છે સોના નાં ફૂલ
વરસે છે. એક રાજકુમાર વિદેશ માં ગયો, ત્યાં પાર્ટી આપી હતી, તેનાં માટે સોના નાં
ફૂલ બનાવડાવ્યાં. બધાની ઉપર વર્ષા કરી. ખુશી માં આવીને ખૂબ ખાતરી (સ્વાગત) કરી.
સાચાં-સાચાં સોના નાં બનાવ્યાં. બાબા એમનાં સ્ટેટ (રાજ્ય) વગેરે ને પણ સારી રીતે
જાણે છે. હકીકત માં તમે ફૂલ બનીને આવો છો. સોના નાં ફૂલ તમે ઉપર થી ઉતરો છો. આપ
બાળકો ને કેટલી લોટરી મળી રહી છે વિશ્વ ની બાદશાહી ની. જેમ લૌકિક બાપ બાળકો ને કહે
છે-તમારી માટે આ લાવ્યો છું તો બાળકો કેટલાં ખુશ થાય છે. બાબા પણ કહે છે તમારા માટે
બહિશ્ત (સ્વર્ગ) લાવ્યો છું. તમે ત્યાં રાજ્ય કરશો તો કેટલી ખુશી થવી જોઈએ? કોઈને
નાની સૌગાત (ભેટ) આપે છે તો કહે છે કે બાબા તમે તો અમને વિશ્વ ની બાદશાહી આપો છો, આ
સૌગાત શું છે. અરે શિવબાબા ની યાદગાર સાથે રહેશે તો શિવબાબા ની યાદ રહેશે અને તમને
પદમ મળી જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સત્ નાં
સંગે પાછા જવાનું છે એટલે સદા સાચાં બનીને રહેવાનું છે. ક્યારેય પણ જુઠ્ઠું નથી
બોલવાનું.
2. આપણે બ્રહ્મા બાબા
નાં બાળકો પરસ્પર ભાઈ-બહેન છીએ, એટલે કોઈ પણ ક્રિમિનલ એક્ટ (વિકર્મ) નથી કરવાની.
ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન સિવાય બીજા કોઈ સંબંધ નું ભાન ન રહે.
વરદાન :-
યાદ નાં બળ થી
પોતાનાં તથા બીજા નાં શ્રેષ્ઠ પુરુષાર્થ ની ગતિ વિધિ ને જાણવા વાળા માસ્ટર ત્રિકાળ
દર્શી ભવ
જેવી રીતે સાયન્સ વાળા
પૃથ્વી થી સ્પેશ માં જવા વાળા ની દરેક ગતિ વિધિ ને જાણી શકે છે. એવી રીતે તમે
ત્રિકાળદર્શી બાળકો સાઈલેન્સ અર્થાત્ યાદ નાં બળ થી પોતાનાં તથા બીજા નાં શ્રેષ્ઠ
પુરુષાર્થ અથવા સ્થિતિ ની ગતિ વિધિ ને સ્પષ્ટ જાણી શકો છો. દિવ્ય બુદ્ધિ બનવા થી,
યાદ નાં શુદ્ધ સંકલ્પ માં સ્થિત થવાથી ત્રિકાળદર્શી ભવ નું વરદાન પ્રાપ્ત થઈ જાય છે
અને નવાં-નવાં પ્લાન પ્રેક્ટિકલ માં લાવવા માટે સ્વતઃ ઈમર્જ થાય છે.
સ્લોગન :-
સર્વ નાં
સહયોગી બનો તો સ્નેહ સ્વતઃ પ્રાપ્ત થતો રહેશે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
કોઈ પણ એમ ન કહી શકે
કે અમને તો સેવાનો ચાન્સ નથી. કોઈ બોલી ન શકે તો મન્સા વાયુમંડળ થી સુખ ની વૃત્તિ,
સુખમય સ્થિતિ થી સેવા કરો. તબિયત ઠીક નથી તો ઘરે બેઠાં પણ સહયોગી બનો, ફક્ત મન્સા
માં શુદ્ધ સંકલ્પો નો સ્ટોક જમા કરો, શુભ ભાવનાઓ થી સંપન્ન બનો.