02-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - રાવણ
ની મત પર કોઈ પણ વિકર્મ નહીં કરો , પતિતો ને પાવન બનાવવાનો રસ્તો બતાવો”
પ્રશ્ન :-
સયાના સેન્સિબલ (સમજદાર)
બાળકો કયો પુરુષાર્થ કરતાં એક શ્રીમત નું ધ્યાન અવશ્ય રાખશે?
ઉત્તર :-
સેન્સિબલ બાળકો ઊંચ પદ મેળવવા માટે નિરંતર યાદ માં રહેવાનો પુરુષાર્થ કરતાં સદૈવ
શ્રીમત નું ધ્યાન રાખશે કે અમારે નિમિત્ત બની અનેક આત્માઓનું કલ્યાણ કરવાનું છે. જે
અનેકોનું કલ્યાણ કરે છે, તેમનું કલ્યાણ સ્વતઃ જ થઈ જાય છે.
ગીત :-
તકદીર જગાકર
આઈ હૂઁ…
ઓમ શાંતિ!
બાળકોની
બુદ્ધિમાં હવે નવી દુનિયા અને જૂની દુનિયા બંને છે કારણકે બાળકો જાણે છે જૂની
દુનિયાનો વિનાશ હવે થવાનો છે અને નવી દુનિયા બાપ જ રચે છે. બાળકો જાણે છે શિવ ની
જયંતી પણ મનાવે છે, રાત્રિ પણ મનાવે છે. બંને શબ્દ નો અર્થ દુનિયામાં કોઈ નથી જાણતું.
શિવ જયંતી અર્થાત્ શિવ નો જન્મ. હવે આ તો મનુષ્ય નો જન્મ મનાવે છે, શિવ નો જન્મ તો
હોતો જ નથી. સમજતાં નથી કે જન્મ કેવી રીતે લે છે. શ્રીકૃષ્ણ નું તો ગવાયેલું છે કે
એમનો જન્મ થયો છે. શિવ જયંતી નાં માટે કોઈ વર્ણન જ નથી. ગવાયેલું પણ છે પરમપિતા
પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. શું ઉપર સૂક્ષ્મવતન માં બેસી કોઈને પ્રેરણા
કરે છે? આ તો થઈ ન શકે. યાદ તો કરે જ છે પતિત-પાવન બાપ ને. જ્યારે બાપ પોતે આવીને
સમજાવે ત્યારે મનુષ્ય ની બુદ્ધિ માં બેસે. આ ડ્રામા માં હોવાનાં કારણે, બાપે આવવાનું
જ છે સંગમ પર. આપ બાળકો જાણો છો કે બાપ આવેલાં છે, પરંતુ હમણાં સુધી આવું કોઈ
મુશ્કેલ જ સમજે છે, આ ઓપિનિયન (અભિપ્રાય) માં કોઈ નથી લખતું કે બરોબર પરમાત્મા
બ્રહ્મા દ્વારા ભારત ને ફરીથી શ્રેષ્ઠાચારી, સતયુગી દુનિયા બનાવી રહ્યાં છે. યથાર્થ
રીતે કોઈ સમજતું નથી કે બાપ આવેલાં છે. સ્વર્ગની રાજાઈ નો વારસો આપી રહ્યાં છે.
રાજ્યોગ શિખવાડી રહ્યાં છે. હજારો આવે છે પછી કોઈ રહે છે, તેમાં પણ આવતાં-આવતાં ફરી
ઓછાં થતાં જાય છે. કેટલાં તમોપ્રધાન બુદ્ધિ બન્યાં છે, જે આટલી સહજ વાત સમજી નથી
શકતાં. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય. આ યોગ અગ્નિ છે,
જેનાથી તમે સતોપ્રધાન બની જશો. કોઈ પણ વિકર્મ નહીં કરો. વિકર્મ કરાવવા વાળો છે રાવણ,
એની મત પર નહીં ચાલો. કોઈને દુઃખ નહીં આપો. બાપ આવ્યાં છે પતિતો ને પાવન બનાવવાં.
બાબા કહે છે તમારો પણ આ જ ધંધો છે. રાત-દિવસ આ જ ચિંતન કરો. અમે પતિતો ને પાવન
બનાવવાનો રસ્તો કેવી રીતે બતાવીએ! રસ્તો ખૂબ સહજ છે. યોગબળ થી જ આપણે સતોપ્રધાન
બનીશું. આ છે અવિનાશી સર્જન ની દવા. આ કોઈ મંત્ર વગેરે નથી. આ તો બાપ ને ફક્ત યાદ
કરવાનાં છે. કેટલું ક્લિયર (સ્પષ્ટ) સમજાવે છે. કલ્પ-કલ્પ આ સમજાવ્યું હતું. ગાયન
પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ. વૈરાગ શેનો? આ જૂની છી-છી દુનિયાનો. જૂની દુનિયામાં
બિલકુલ પાપ આત્મા બની ગયાં છે. કહે પણ છે પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા) આવો.
લિબરેટ (મુક્ત) કોનાથી કરે છે? દુઃખ થી. રાવણ રાજય થી. રાવણ ને અંગ્રેજી માં ઇવિલ (શેતાન)
કહે છે. તો કહે છે શેતાન રાજ્ય થી મુક્ત કરી ઘરે લઈ ચાલો. અમારા ગાઈડ (માર્ગદર્શક)
બની સાથે લઈ ચાલો. જેવી રીતે કોઈ જેલ થી છોડાવી ખૂબ પ્રેમ થી ઘર માં લઈ જાય છે.
બેહદ નાં બાપ બધાં બાળકોને ખાતરી આપે છે - તમને હું જેલ માંથી છોડાવવા આવ્યો છું.
મેળા, પ્રદર્શન માં પણ આ મોડલ (નમૂના) રુપ માં બતાવેલું છે. કેવી રીતે બધાં જેલ માં
પડ્યાં છે છતાં પણ મનુષ્ય કાંઈ સમજે થોડી છે. બાપ કેટલું સહજ રીતે સમજાવી વિશ્વ નાં
માલિક બનાવે છે. કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. તમે સતયુગ નાં માલિક બની
જશો. કેટલું સહજ છે. કોઈ પણ ધર્મ વાળા સમજી જાય. બતાવવું જોઈએ, ફલાણો ધર્મ ક્યારે
સ્થાપન થાય છે! અંતમાં બધાં આત્માઓ પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં ચાલ્યા જશે. પછી
શરું થશે દેવી-દેવતા ધર્મ. બ્રહ્મા દ્વારા સ્થાપના, આ લખેલું છે. ત્રિમૂર્તિ નું
ચિત્ર છે નંબરવન. ત્રિમૂર્તિ અને ગોળો આ ચિત્ર પર બિલકુલ ક્લિયર સમજાવી શકાય છે. આ
પણ સમજાવ્યું છે એક છે શાંતિધામ, બીજું છે સુખધામ અને આ છે દુઃખધામ. આ દુઃખધામ થી
જોઈએ વૈરાગ. હવે ભક્તિ ની રાત પૂરી થઈ, સતયુગ, ત્રેતા નો દિવસ શરું થાય છે
બાપ કહે છે - હવે જૂની
દુનિયા ખતમ થવાની છે એટલે એનાથી વૈરાગ જોઈએ. તે છે હદ નો વૈરાગ, આ છે બેહદ નો વૈરાગ.
તે સંન્યાસી વગેરે કોઈ નવી દુનિયા નથી રચતા, ક્રિયેટર (રચયિતા) બાપ છે ને. એમને
કહેવાય છે હેવનલી ગોડ ફાધર, હેવન (સ્વર્ગ) સ્થાપન કરવા વાળા. બીજું કોઈ તો નથી.
ભણતર છે સતયુગી રાજધાની પ્રાપ્ત કરવાનાં માટે. જ્ઞાનસાગર આવીને જ્ઞાન આપે છે. જ્ઞાન
સાગર, પતિત-પાવન એમને જ કહેવાય છે. નોલેજ શેની? શું બેરિસ્ટર, સર્જન ની નોલેજ?
પરમાત્મા ને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. તેમાં બધી નોલેજ આવી જાય છે -
બેરિસ્ટરી, એન્જિનિયરી વગેરે બધાનું મૂળ માખણ છે ગોડલી નોલેજ (ઈશ્વરીયજ્ઞાન). તે
શારીરિક નોલેજ ભણવી, એન્જિનિયર વગેરે બનવું કોઈ મોટી વાત નથી. આ તો તમે જાણો છો,
સતયુગી નવી દુનિયાનાં જે રીત-રિવાજ હશે, તે જ ત્યાં ચાલશે. આપણે જેવી રીતે કલ્પ
પહેલાં મહેલ વગેરે બનાવ્યાં હતાં, તે જ ફરીવાર કરીશું, તેને કહેવાય જ છે સતયુગ.
ત્યાંના રીત-રિવાજ ને મનુષ્ય નથી જાણતાં. ત્યાં કેવી રીતે હીરા ઝવેરાતો નાં મહેલ બને
છે. તે ગવાય જ છે સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી. જે રીત-રિવાજ હશે તે
અનુસાર રાજાઈ ચાલશે. તે ડ્રામા ની નોંધ છે, આત્માઓ પોતાનો પાર્ટ ભજવશે. મકાન કેવી
રીતે બનાવશે, કેવી રીતે રહેશે. તે બધી નોંધ છે. જેવી રીતે આ જૂની દુનિયા ની ચાલે છે
તેવી રીતે તે દુનિયાની ચાલશે. અહીં છે અસુર, ત્યાં છે દેવતા. શાસ્ત્રોમાં આ વાતો
કાંઈ નથી. જ્ઞાન અને ભક્તિ, ગાતા પણ રહે છે - બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત.
બ્રહ્મા નું જ નામ લે છે, વિષ્ણુ નું નહીં. બ્રહ્મા જ વિષ્ણુ થઈ જાય છે.
બ્રહ્મા-સરસ્વતી વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે એટલે બાબાએ સમજાવ્યું છે કે
લક્ષ્મી-નારાયણ ૮૪ જન્મ પછી આ બને છે. રાજયોગ ની તપસ્યા કરે છે અહીં, સૂક્ષ્મવતન
નાં નહીં. યજ્ઞ વગેરે પણ અહીં રચાય છે. બાપ સમજાવે છે આ અંતિમ યજ્ઞ છે પછી સતયુગ
ત્રેતા માં કોઈ યજ્ઞ નથી હોતો. જાત-જાત નાં યજ્ઞ રચે છે, વરસાદ ન થયો તો યજ્ઞ રચશે.
કોઈ પણ દુઃખ આવે છે તો યજ્ઞ રચે છે, સમજે છે યજ્ઞ થી દુઃખ ટળી જશે. આ તો સૌથી મોટો
યજ્ઞ છે, જે જ્ઞાન યજ્ઞ થી આખી સૃષ્ટિ નાં દુઃખ ટળી જાય છે. આ છે રાજસ્વ અશ્વમેધ
અવિનાશી જ્ઞાન યજ્ઞ. બધું આમાં સ્વાહા થઈ જશે. કેટલું સારી રીતે સમજાવાય છે.
દિલ્લી માં મંડપ બનાવી
મેળો કર્યો છે, આ પણ સારું છે. મંડપ બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે. આ જે હોલ નાં
માટે આટલું હેરાન થવું પડે છે, એનાં કરતાં તો પોતાનો મંડપ લઈ લો. નાનાં-નાનાં ગામડા
નાં માટે તો નાનાં મંડપ પણ બનાવી લો. ગામડા વગેરેમાં બત્તી વગેરે ન હોય તો દિવસ માં
પણ પ્રદર્શન થઈ શકે છે. પોતાનો જ સામાન હોય, લોન પર કેમ લઈએ! બાપ ડાયરેક્શન (માર્ગદર્શન)
આપી રહ્યાં છે - પ્રદર્શન કમિટી (મંડળી) ને. વોટરપ્રુફ મંડપ બનાવી લો. ભલે વરસાદ પડે,
વાંધો નહીં. બાબા જ્યારે દિલ્લી ગયાં હતાં તો ઠંડી માં પણ મંડપ માં જઈને ભાષણ કરતાં
હતાં. ઠંડી નાં માટે તો બધાંને ગરમ કપડાં છે. પ્રદર્શની નાં માટે તો કેટલાં પણ મંડપ
બનાવી શકો છો. કોઈ વિઘ્ન ન નાંખે, સારું ઈન્શોરન્સ (વીમો) કરી દો. સર્વિસ તો કરવાની
હોય છે ને. સમજાવવાનું પણ છે, બાપ નો પૂરો પરિચય આપવાનો છે. હવે તો આપણે બાપની સાથે
છીએ. જ્ઞાન સાગર બાપ થી આપણને જ્ઞાન મળી રહ્યું છે. સતયુગ માં જ્ઞાનની દરકાર નથી
રહેતી. બાપ કહે છે - હું સદ્દગતિ નાં માટે આવ્યો છું પછી રાવણ થી દુર્ગતિ થાય છે.
સદ્દગતિ દાતા તો એક બાપ જ છે. એટલું ક્લિયર સમજાવાય છે. પરંતુ પોતે સમજતાં નથી ફક્ત
કહી દે છે - આ મનુષ્યો ને માટે ખૂબ સારું છે. બાકી પોતે સમજે એનાં માટે ફુરસદ નથી.
મોટાં-મોટાં લોકોને પણ કેટલું જઈ સમજાવે છે. ફક્ત એ સમજો કે બાપ કેવી રીતે
શ્રેષ્ઠાચારી દુનિયા બનાવે છે. શ્રેષ્ઠાચારી બનાવવાં બાપનું કામ છે, ત્યારે તો બાપ
ને પોકારે છે. ગાતા રહે છે દુઃખ હરો, સુખ આપો. આ પણ સમજે છે બાપ આવશે તો અમે બલિહાર
જઈશું. શ્રીમત પર એક્યુરેટ (ચોક્કસ) ચાલીશું. છતાં પણ બાપની શ્રીમત પર ચાલતાં નથી.
મનુષ્યો ને તો ખબર નથી ભગવાન શું વસ્તુ છે. સર્વવ્યાપી કહી દે છે. અરે પતિત-પાવન
ભગવાન તો એક છે ને. એ સર્વવ્યાપી કેવી રીતે હશે? પછી તો બધાં ભગવાન કહેવાય. ભગવાન
કોઈ નાનાં મોટાં થોડી હોય છે. પ્રદર્શની માં આ પણ દેખાડ્યું છે - કોઈ માંસ ખાય છે,
કોઈ લડે છે…. શું આ બધું ભગવાન કરે છે? તે સમયે મનુષ્ય ખુશ થઈને ચાલ્યાં જાય છે,
બહાર ગયાં પછી ત્યાંનુ ત્યાં રહ્યું. ફક્ત પ્રજા બને છે. રાજા બનવાનાં માટે કેટલું
માથું મારે છે. હાથ બધાં ઉઠાવે છે - રાજા બનવાનાં માટે, પછી ૫-૭ દિવસ પછી જુઓ તો છે
જ નહીં. માયા કેટલી જબરજસ્ત છે, ફસાવી દે છે. રાજધાની સ્થાપન કરવી કેટલું ડિફિકલ્ટ
(મુશ્કેલ) છે. ધર્મ સ્થાપન કરવામાં ડિફીકલ્ટી નથી. ત્યાં કોઈ અસુરો નાં વિઘ્ન થોડી
પડે છે. અહીંયા બાળકો કહે લગન નહીં કરીશું તો બાપ કહે લગન તો જરુર કરવાનાં છે. લગન
વગર દુનિયા કેવી રીતે ચાલશે. અરે લગન ન કરવા તો સારું છે ને. લગન નહીં કરશે તો બાળકો
પણ નહીં થશે. બર્થ કંટ્રોલ (જન્મ નિયંત્રણ) થઈ જશે. બાપ સમજાવે છે, હવે જે કરશે તે
પામશે. આગળ ચાલીને ખૂબ જલ્દી-જલ્દી બનશે.
આપ બાળકો જાણો છો જેવી
રીતે કલ્પ પહેલાં સ્થાપના થઈ હતી તેવી રીતે જ થશે. જે દિવસ વિત્યો તે કલ્પ પહેલાં
માફક, રાત નાં સુવે છે, ખ્યાલ ચાલે છે - આજે આખો દિવસ જે પસાર થયું તે ડ્રામા
અનુસાર, પછી કાલે જે થવાનું હશે તે ડ્રામા અનુસાર થશે. સિવાય તમારા બીજા કોઈને પણ
ખબર નથી કે આ ડ્રામા છે. તેનું આદિ-મધ્ય-અંત શું છે! કાંઈ ખબર નથી. તમને ખબર છે -
તમે પુરુષાર્થ કરો છો અને તે બધાં ઘોર અંધકાર માં છે. જે કાંઈ પાર્ટ ચાલે છે તે
ડ્રામા અનુસાર. આજે અહીંયા બેઠાં છો અને કાલે બિમાર થઈ જાઓ, તે પણ કહેશું ડ્રામા
અનુસાર ભોગના ભોગવવાની છે. કલ્પ-કલ્પ આવું થશે. ડ્રામા બુદ્ધિમાં છે એટલે કોઈ ફિકર
નથી થતી. વિઘ્ન પડે છે, કામ માં વાર લાગે છે - સમજે છે કલ્પ-કલ્પ વાર લાગી હશે.
આસાર એવી રીતે ખબર પડે છે. ઊંચ પદ મેળવવા માટે પુરુષાર્થ ખૂબ કરવાનો છે. જોવાનું છે
કે અમે ઉપર ચઢી રહ્યાં છીએ? બાબાની સર્વિસ (સેવા) કરીએ છીએ કે એક જગ્યા પર ઉભા છીએ?
અમે કોઈનું કલ્યાણ કરીએ છીએ? અનેકોનું કલ્યાણ કરશું તો અમારું પણ કલ્યાણ થશે.
પરીક્ષા જ્યારે પૂરી થઈ જશે પછી બધું ખબર પડી જશે કે અમે આ પદ મેળવીશું.
કલ્પ-કલ્પાન્તર ની બાજી (રમત) છે. પછી અંતમાં ખૂબ પસ્તાશે કે અમે આટલો સમય
પુરુષાર્થ કેમ નહીં કર્યોં? બાબા ની શ્રીમત પર કેમ નહીં ચાલ્યાં? બાબા ફક્ત કહે છે
મનમનાભવ, બસ. કેટલાં પ્રેમ થી કહે છે બાળકો મને યાદ કરો. બીજાઓને પણ રસ્તો બતાવવાની
સર્વિસ કરો. પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવવું જોઈએ! એમને કહેવાશે સયાના સેન્સિબલ (સમજદાર)
બાળકો. ભણાવવા વાળા પણ સમજે છે કે આ શ્રીમત પર નથી ચાલતાં, કોઈનું કલ્યાણ નથી કરતાં
તો જરુર પદ પણ ઓછું મળશે. જેટલો અનેકોને રસ્તો બતાવશો, એટલું ઊંચ પદ મેળવશો. પોતાનાં
માટે સર્વિસ કરવાની છે, જે કરશે તે પામશે. તો પુરુષાર્થ કરવો જોઈએ કે અમે કેમ નહીં
આવી સર્વિસ કરીએ. ક્યાંય પ્રદર્શન હોય છે તો ત્યાં હાફ પે (અડધાં પગાર) પર પણ જઈને
સર્વિસ કરે છે. કોઈ તો ફુલ પે (આખો પગાર) પણ છોડીને સર્વિસ કરે છે. બાબા કહે છે
બાળ-બચ્ચાઓનાં માટે કાંઈ જોઈએ તો મોકલી દે. શરીર નિર્વાહ તો ભલે હજાર થી કરો, ભલે
૧૦ રુપિયા થી કરો. પૈસા કોઈની પાસે બહુ છે તો લાખો રુપિયા પણ ખર્ચો થાય છે. બાબા તો
કહે છે ભલે તમે ઘાસ કાપો છો, ફક્ત બાપ ને યાદ કરો તો ૨૧ જન્મો નાં માટે સ્વર્ગ નાં
માલિક બની જશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બધી ફિકરાતો
(ચિંતાઓ) થી છૂટવાનાં માટે ડ્રામા ને બુદ્ધિ માં યથાર્થ રીતે રાખવાનો છે. જે વીત્યું
કલ્પ પહેલાં ની જેમ.
2. રાત-દિવસ આ ચિંતન
કરવાનું છે કે અમે પતિતો ને પાવન બનાવવા નો રસ્તો કેવી રીતે બતાવીએ! શ્રીમત પર
પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
વિશ્વ
પરિવર્તન નાં શ્રેષ્ઠ કાર્ય ની જવાબદારી નિભાવતા ડબલ લાઈટ રહેવા વાળા આધાર મૂર્ત ભવ
જે આધાર મૂર્ત હોય છે
તેમના ઉપર જ બધી જવાબદારી રહે છે હવે તમે જે રુપ થી જ્યાં પણ કદમ ઉઠાવશો તેમ અનેક
આત્માઓ તમને ફોલો કરશે આ જવાબદારી છે પરંતુ આ જવાબદારી અવસ્થા ને બનાવવામાં બહુ જ
મદદ કરે છે કારણકે એમાં અનેક આત્માઓના આશીર્વાદ મળે છે જેને કારણે જવાબદારી હલ્કી
થઈ જાય છે આ જવાબદારી થાક મટાવવા વાળી છે.
સ્લોગન :-
દિલ અને દિમાગ
બંને નું બેલેન્સ રાખી સેવા કરવાથી સફળતા મળે છે.
અવ્યક્ત ઇશારા -
પરોપકારી ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
સ્વયં ના સર્વ ખજાનાઓ
ને અન્ય આત્માઓ પ્રત્યે દાન આપવું - આ જ છે પરોપકાર કરવું. એવી રીતે પરોપકાર સ્વયં
ને સર્વ ખજાનાઓ થી સંપન્ન બેગમપુર નાં બાદશાહ અનુભવ કરશે. તેમનાં સંકલ્પ માં પણ ગમ
(દુઃખ) નાં સંસ્કાર ઇમર્જ નથી થઈ શકતા. જ્યાં સર્વિસ છે ત્યાં કોઈના કમજોર
સંસ્કારોને ન જોતાં, એમના પ્રત્યે રહેમદિલ ની દૃષ્ટિ રાખી, અપકારીઓ પર પણ ઉપકાર કરો.