02-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે અહીં પોતાની રાજાઈ તકદીર બનાવવા આવ્યાં છો , જેટલાં યાદ માં રહેશો , ભણતર પર ધ્યાન આપશો એટલી તકદીર શ્રેષ્ઠ બનતી જશે”

પ્રશ્ન :-
સંગમ પર કઈ શ્રીમત નું પાલન કરી ૨૧ જન્મોનાં માટે તમે પોતાની તકદીર શ્રેષ્ઠ બનાવી લો છો?

ઉત્તર :-
સંગમ પર બાપની શ્રીમત છે - મીઠાં બાળકો નિર્વિકારી બનો. દેહી-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરો. ક્યારેય કોઈ પાપ કર્મ નહીં કરતાં તો ૨૧ જન્મો નાં માટે તકદીર શ્રેષ્ઠ બની જશે.

ગીત :-
તકદીર જગાકર આઈ હૂઁ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. હવે આ બે લાઈન નો અર્થ જેમણે સમજ્યો તે હાથ ઉઠાવો? આ કોણે કહ્યું-તકદીર જગાવીને આવું છું? આત્માએ. બધાં આત્મા કહે છે - હું તકદીર બનાવીને આવું છું, કઈ તકદીર? નવી દુનિયામાં જવાની તકદીર. નવી દુનિયા છે સ્વર્ગ. આ જૂની દુનિયા છે નર્ક. તો આ બધું આત્માઓ કહે છે. આત્માને તો શરીર જરુર જોઈએ ત્યારે તો બોલે. જીવ નાં આત્માઓ કહે છે અમે આવ્યાં છીએ સ્કૂલ માં તકદીર બનાવવાં. ભણાવવા વાળા કોણ છે? શિવબાબા જ્ઞાન નાં સાગર. મનુષ્ય ને દેવતા અથવા પતિત ને પાવન, નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવવા વાળા એ એક બાપ જ છે. આ નર્ક ને આગ લાગવાની છે. દુનિયામાં એવી કોઈ સ્કૂલ નથી જ્યાં બાળકો કહે કે અમે બેહદનાં બાપ ની પાસે આવ્યાં છીએ અથવા એવું પણ કોઈ નથી જે કહે હું બાપ પણ છું, શિક્ષક પણ છું, ગુરુ પણ છું. આ બ્રહ્મા પણ નથી કહી શકતાં. એક શિવબાબા જ કહે છે - હું સર્વ નો બાપ, શિક્ષક, ગુરુ છું. એ જ બેસીને ભણાવે છે. તો હમણાં બાળકોએ તકદીર બનાવવાની છે. બાળકો કહે છે અમે આવ્યાં છીએ નવી દુનિયાની રાજધાની ની તકદીર બનાવવાં. અમને ખબર છે કે આ જૂની દુનિયા ખતમ થવાની છે. બાપ આવીને નવી દુનિયા સ્થાપન કરે છે. તમે ૨૧ જન્મોનું રાજ્ય-ભાગ્ય લેવા ભણો છો. એટલે તમે રાજાઈ તકદીર બનાવવા આવ્યાં છો. અહીં રાજયોગ શિખી રહ્યાં છો. આ ગીત તો ભલે એ નાટક વાળાઓનું બનાવેલું છે પરંતુ એનો અર્થ પછી સમજાવાય છે. જેમ બાપ બધાં વેદો, શાસ્ત્રો નો સાર બેસી સમજાવે છે. આ સમયે આખી દુનિયા માં છે ભક્તિ. સતયુગ માં ભક્તિ, મંદિર વગેરે હોતાં નથી. તમે અડધોકલ્પ ભક્તિ કરી છે, હવે તો ભગવાન મળી ગયાં છે. પહેલાં-પહેલાં ભારત માં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું, પછી ૮૪ જન્મ લેતાં-લેતાં તકદીર બગડી ગઈ છે. હવે ફરીથી તકદીર બનાવે છે. બાપ આવ્યાં જ છે તકદીર બનાવવાં. બાળકોને કહે છે મને યાદ કરો. તમે બહુજ પાપ આત્મા બની પડ્યાં છો. પહેલાં-પહેલાં ભક્તિ કરાય છે શિવબાબા ની, તે છે અવ્યભિચારી ભક્તિ. પછી ભક્તિ પણ વ્યભિચારી થઈ જાય છે. તો બાળકોને પહેલાં-પહેલાં એ નિશ્ચય હોવો જોઈએ કે જેમને ભગવાન કહેવાય છે એ અમને ભણાવે છે. એમને કોઈ શરીર નથી, તે આ શરીર માં બેસી બોલે છે. જેમ તમારો આત્મા આ શરીર માં આવવાથી બોલવા લાગે છે. ક્યારેક-ક્યારેક મનુષ્ય મરી જાય છે, પછી જ્યારે સ્મશાન માં લઈ જાય છે તો અડધા માં ચુરપુર કરવા લાગી જાય છે. આમ આત્મા ચાલ્યો ગયો પછી આવ્યો, ના. આત્મા બિલકુલ સૂક્ષ્મ છે ને, તો ક્યાં છુપાઈ ગયો. એવું કહેશે અનકોનશિયસ (બેભાન) થઈ ગયો, કોઈને ખબર ન પડી. એવું ક્યારેક-ક્યારેક થઈ જાય છે. ચિતા થી પણ જાગી પડે છે, પછી એમને ઉઠાવી લે છે. તો આ શું થયું? આત્મા ક્યાં છુપાઈ ગયો, પાછો પોતાનાં ઠેકાણે આવી ગયો. આત્મા નથી તો શરીર એકદમ મડદું થઈ જાય છે. તો આત્માઓ નો દેશ છે પરમધામ. તમે જાણો છો આપણે ત્યાં એ ઘર નાં રહેવાવાળા હતાં. પહેલાં-પહેલાં આપણે આત્મા ઘરે થી આવ્યાં સતયુગ માં. ભારતવાસી જે દેવી-દેવતા હતાં, તે જ આવ્યાં હશે. હકીકત માં જે-જે ધર્મ સ્થાપન કરે છે, અંત સુધી કાયમ રહે છે. બુદ્ધ નો ધર્મ કાયમ છે, ક્રાઈસ્ટ નો ધર્મ કાયમ છે. ફક્ત દેવી-દેવતા ધર્મ વાળા જે રાજ્ય કરતાં હતાં એમનું નામ જ ગુમ છે. કોઈ પણ નથી જે પોતાને દેવી-દેવતા ધર્મ નાં કહેતાં હોય.

બાપ સમજાવે છે ભારતવાસી પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છે, આપણો ગૃહસ્થ ધર્મ પવિત્ર હતો. સંપૂર્ણ નિર્વિકારી, મહારાજા-મહારાણી નું રાજ્ય હતું. એમને કહે છે ભગવતી લક્ષ્મી અને ભગવાન નારાયણ. હકીકત માં ભગવાન એક છે, એમને જ જ્ઞાન સાગર કહેવાય છે. આ લક્ષ્મી-નારાયણ માં તો કોઈ જ્ઞાન નથી. જ્ઞાન નાં સાગર એક જ શિવબાબા છે. એ બેસી આપ બાળકોને જ્ઞાન આપે છે. તમે હમણાં ભણી રહ્યાં છો, આ ભણતર પછી ત્યાં ભૂલી જશો. હમણાં તમે દરેક સમજો છો કે અમારા આત્મા માં ૮૪ જન્મો નો રેકોર્ડ ભરેલો છે. આત્મા હમણાં નોલેજ લઈ રહ્યો છે. પછી સતયુગ માં જઈને પોતાનું રાજ્ય ભાગ્ય કરશે. તમે કહેશો અમે ૮૪ નું ચક્ર લગાવ્યું. હવે બાબા થી અમે સ્વર્ગની બાદશાહી લઈ રહ્યાં છીએ. દરેક દાદા પાસેથી વારસો લે છે, પરંતુ પોત-પોતાનાં પુરુષાર્થ અનુસાર. એમાં કોઈ ભાગ વહેંચાતો નથી. અજ્ઞાનકાળ માં વહેંચાય છે ને. બેહદ નાં બાપ કહે છે હું વૈકુંઠ સ્થાપન કરું છું. એમાં ઊંચ પદ મેળવવું, તે છે તમારા પુરુષાર્થ પર આધાર. જેટલું બાપ ને યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. પવિત્ર બનશો. સોના ને ભઠ્ઠી માં નાખે છે ને. તો એનાથી ખાદ નીકળી સાચાં સોનાની ડલ્લી (લગડી) બની જાય છે. આ આત્મા પણ સાચ્ચું સોનુ હતો, અહીં પાર્ટ ભજવવા આવે છે. પહેલાં છે ગોલ્ડન એજેડ (સતયુગી) પછી પહેલાં ચાંદી ની ખાદ પડી. આત્મા થોડો ઈમપ્યોર (અપવિત્ર) બની જાય છે તો પછી ધીરે-ધીરે થોડો ઘટતો જાય છે. મકાન પણ પહેલાં નવું પછી ધીરે-ધીરે જૂનું થતું જાય છે. ૧૦૦ વર્ષ પછી કહેશે જૂનું. એમ દુનિયા પણ નવી અને જૂની થાય છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં નવી હતી, આ દેવી-દેવતાઓ નું રાજ્ય જે હતું-તે ક્યાં ગયું? ૮૪ જન્મ ભોગવતાં-ભોગવતાં જૂનું થઈ ગયું. આત્મા પણ મેલો, તો શરીર પણ મેલું થઈ ગયું. ગોરા થી સાંવરા (શ્યામ) થઈ ગયાં. શ્રીકૃષ્ણ ને પણ ગોરા અને સાંવરા દેખાડે છે ને. પગ નર્ક તરફ, મોઢું સ્વર્ગ તરફ દેખાડ્યું છે. તમે પણ એ કુળ નાં છો. તમારા પણ પગ નર્ક તરફ મોઢું સ્વર્ગ તરફ છે. હવે તમે પહેલાં નિર્વાણધામ માં જઈને પછી સ્વર્ગ માં આવશો. કળિયુગ ને આગ લાગી જશે. મુશળધાર વરસાદ, આગ, ધરતીકંપ વગેરે થશે. પતિત આત્માઓ બધાં હિસાબ-કિતાબ ચૂક્તું કરી ઘરે ચાલ્યા જશે. બાકી થોડાં બચશે. પવિત્ર આત્માઓ આવતા જશે. હમણાં તો બધાં છે કાંટા. કામ-કટારી ચલાવવી, આ કાંટા લગાવવાં છે. અહીં તો બાપ કહે છે કે સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે. બાપ કહે છે - મને યાદ કરો તો હું તમને સ્વર્ગ નો વારસો આપીશ, તમે પવિત્ર બની જશો. તમે પાવન હતાં તો ગૃહસ્થ વ્યવહાર પણ પવિત્ર હતો. હમણાં તમે પતિત બન્યાં છો તો ગૃહસ્થ વ્યવહાર પણ અપવિત્ર, વિકારી છે. સતયુગ માં વ્યવહાર, ધંધો પણ સાચ્ચો ચાલે છે. ત્યાં ખોટું વગેરે બોલવાની દરકાર નથી રહેતી, ખોટું ત્યારે બોલાય છે જ્યારે બહુજ પૈસા કમાવવાનો લોભ હોય છે. ત્યાં તો અથાહ પૈસા મળે છે. અનાજ વગેરે ની કોઈ કિંમત નથી રહેતી. ત્યાં કોઈ ગરીબ હોતું જ નથી, જે સારો પુરુષાર્થ કરશે તે મહારાજા બનશે. હીરા-ઝવેરાતો નાં મહેલ મળશે. પુરુષાર્થ પૂરો નહીં કરશે તો પ્રજા માં ચાલ્યાં જશે. રાજા-રાણી પછી રાજકુમાર-રાજકુમારી બધાં ઘરાના (વંશજ) હોય છે ને. પછી પ્રજા માં પણ નંબરવાર સાહૂકાર અને ગરીબ પ્રજા હોય છે. ત્યાં તો બધાં પવિત્ર હશે. રાજા-રાણી, વજીર પણ એક. ત્યાં કોઈ બહુજ વજીર નથી હોતાં. રાજા માં તાકાત રહે છે રાજ્ય ચલાવવાની. તો જેમ બાપ સમજાવે છે તો બાળકોએ પણ સમજાવવું જોઈએ. આપણે ભારતવાસી દેવી-દેવતા હતાં. સતયુગ માં આપણું રાજ્ય હતું. ગૃહસ્થ વ્યવહાર માં આપણે પવિત્ર હતાં, સ્વર્ગવાસી હતાં પછી પતિત બનતાં-બનતાં નર્કવાસી બન્યાં છીએ ફરી સ્વર્ગવાસી બનીએ છીએ. આ ખેલ બનેલો છે. સ્વર્ગવાસી એક જન્મ માં બની જઈશું પછી નર્કવાસી બનવામાં ૮૪ જન્મ લેવાં પડશે. સીડી માં બહુજ સ્પષ્ટ બતાવેલું છે. હવે બુદ્ધિ માં આવ્યું છે કે આપણે જઈને સ્વર્ગ માં રાજ્ય કરીશું. હમણાં બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છીએ. બાપ જ સત્ય બતાવીને નર થી નારાયણ બનાવે છે. તે લોકો જે સત્ય નારાયણ ની કથા સાંભળે છે તે કોઈ નર થી નારાયણ બનતાં નથી. તો તે કથા ખોટી થઈ ને. અહીં તમે બેઠાં જ છો નર થી નારાયણ બનવા માટે, તેઓ એવું થોડી કહે છે કે પવિત્ર બનો, મામેકમ્ યાદ કરો. સત્ય-નારાયણ ની કથા પૂર્ણિમા નાં દિવસે સંભળાવે છે. હવે આ સમયે પૂર્ણમાસી કહેવાય છે ૧૬ કળા ચંદ્રમા ને. જ્યારે અંત હોય છે ત્યારે ચંદ્રમા ની રેખા જઈને રહે છે, જેને અમાસ કહે છે. અમાસ એટલે અંધારી રાત. સતયુગ-ત્રેતા ને દિવસ, દ્વાપર-કળિયુગ ને રાત કહેવાય છે. આ બધાં પોઈન્ટ સમજવાનાં છે. આ શિવબાબા બેસી ભણાવે છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે અને ગુરુ પણ છે. આમનામાં પ્રવેશ કરી આત્માઓ ને ભણાવે છે.

બાપ કહે છે જેવી રીતે આમનો આત્મા ભ્રકુટી ની વચ્ચે બેઠો છે, હું પણ આવીને અહીં બેસું છું. તમને બેસી સમજાવું છું. તમે પહેલાં પાવન હતાં પછી પતિત બન્યાં છો. હવે મુજ બાપ ને યાદ કરો, પવિત્ર બન્યાં વગર ઘરે પાછા જઈ નથી શકતાં. પવિત્ર બનશો ત્યારે ઉડશો. બધાં પોકારે પણ છે હે પતિત-પાવન આવો, પાવન બનાવો, ત્યારે અમે ઉડીએ. પોતાનાં ઘરે મુક્તિધામ માં જઈએ. તે છે આપણું આત્માઓનું ઘર. પતિત ઘરે જઈ નથી શકતાં. જે સારી રીતે શિક્ષા ને ધારણ કરશે તો જલ્દી સ્વર્ગ માં આવશે, નહીં તો મોડે થી આવશે. નવાં મકાન માં આવવું જોઈએ ને. નવાં મકાન માં મજા છે ને. પહેલાં-પહેલાં સતયુગ માં આવવું જોઈએ. મમ્મા-બાબા સતયુગ માં જાય છે, અમે પછી મોડે થી કેમ જઈએ! તમે પણ ફોલો કરો (અનુસરણ કરો) બ્રહ્મા ને. બાપ ને યાદ કરતાં રહો. કોઈ વાત માં તકલીફ થાય છે તો શિવબાબા ને પૂછો. શ્રીમત થી જ શ્રેષ્ઠ બનશો. જૂની દુનિયામાં તો ૫ વિકારો રુપી રાવણ ની મત પર ચાલતાં આવ્યાં છો. પહેલાં-પહેલાં છે દેહ-અભિમાન. હવે આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. હું આત્મા પરમધામ માં રહેવા વાળો છું, એને શાંતિધામ કહેવાય છે. એવી-એવી વાતો બીજું કોઈ સમજાવી ન શકે. બાપ જ સમજાવે છે, તમારો આત્મા આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) થી સાંભળે છે, સતયુગ માં ક્યારેય શરીર ખરાબ થતું જ નથી. અહીં તો બેઠાં-બેઠાં અકાળે મૃત્યુ થઈ જાય છે. સતયુગ માં એવી કોઈ વાત હોતી નથી, એને કહેવાય જ છે હેવન, સ્વર્ગ, પેરેડાઈઝ. પછી આપણે ચક્ર લગાવીને પુનર્જન્મ લેતાં-લેતાં ૮૪ નું ચક્ર પૂરું કર્યું છે, પછી બાપ આવીને બાળકોને સ્વર્ગ નાં લાયક બનાવે છે. હમણાં તમે નવી દુનિયાનાં લાયક બનો છો. હમણાં તો નર્ક છે. હવે તમે આવ્યાં છો નર્કવાસી થી સ્વર્ગવાસી બનવાની તકદીર બનાવવાં. કહે છે અમે શિવબાબા ની પાસે આવ્યાં છીએ તકદીર બનાવવાં. કલ્પ-કલ્પ દર પ હજાર વર્ષ પછી આપણે તકદીર બનાવીએ છીએ. આપણે સ્વર્ગવાસી બનીએ છીએ પછી રાવણ રાજ્ય શરું થવાથી આપણે વિકારી બની જઈએ છીએ. હમણાં બધાં વિકારી પતિત છે ત્યારે બાપ આવીને નવી દુનિયા સ્થાપન કરે છે. નવી દુનિયામાં ફક્ત આપ બાળકો જ હશો. બાકી બધાં શાંતિધામ માં ચાલ્યાં જશે. ઉપર માં આત્માઓ નું ઝાડ છે. પછી પોત-પોતાનાં સમય પર આવશે. જ્યારે આપણું રાજ્ય હશે તો ત્યાં બીજા ધર્મ વાળા હશે નહીં. પછી દ્વાપર માં રાવણ રાજ્ય શરું થશે. આ બધી વાતો સારી રીતે ધારણ કરવાની છે. અહીં નર્કવાસી થી સ્વર્ગવાસી બનવાનું છે. નર્કવાસી મનુષ્ય ને અસુર અને સ્વર્ગવાસી મનુષ્ય ને દેવતા કહેવાય છે. હમણાં બધાં આસુરી સ્વભાવ વાળા છે. હમણાં બાપ બેસી પુરુષાર્થ કરાવે છે. બાપ કહે છે પવિત્ર બનો. દરેક વાત માં પૂછતાં રહો. કોઈ પૂછે છે કે બાબા ધંધા માં ખોટું બોલવું પડે છે, ખોટું બોલવાથી થોડું પાપ બનશે. તે પછી બાપ ને યાદ કરતાં રહેશો તો પાપ કપાઈ જશે. આજકાલની દુનિયામાં બધાં પાપ કરતાં રહે છે. કેટલી રિશ્વત (લાંચ) ખાતા રહે છે. આ પ્રદર્શન નાં ચિત્ર મેપ્સ (નક્શા) છે, આવાં મેપ્સ ક્યાંય હોતાં નથી. જો કોઈ જોઈને કોપી કરીને બનાવે પણ, પરંતુ એનો અર્થ પણ સમજી નહીં શકશે. પ્રદર્શન, મેળા માં તો બહુજ આવે છે. કહેવાય છે ૭ દિવસ નાં માટે સમજવા આવો તો તમે સ્વર્ગવાસી બનવાનાં લાયક બની જશો. હમણાં નર્કવાસી છો, સીડી માં જુઓ કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. આ છે પતિત દુનિયા, પાવન દુનિયા ઉપર છે.

હવે આપ બાળકો શિવબાબા થી પ્રોમિસ (વાયદો) કરો છો બાબા અમે નર્કવાસી થી સ્વર્ગવાસી જરુર બનીશું. હમણાં તમે તૈયારી કરી રહ્યાં છો શિવાલય માં જવાનાં માટે, એટલે વિકાર માં ક્યારેય નથી જવાનું. તોફાન તો માયાનાં બહુજ આવશે પરંતુ પતિત નથી થવાનું. પતિત થવાથી ખૂબ ભૂલો થઈ જશે પછી ધર્મરાજ ની બહુજ મોટી સજા ખાવી પડશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મનુષ્ય થી દેવતા બનવા માટે જે પણ આસુરી સ્વભાવ છે, ખોટું બોલવાની આદત છે, એનો ત્યાગ કરવાનો છે. દૈવી સ્વભાવ ધારણ કરવાનો છે.

2. ઘરે જવાનાં માટે પવિત્ર જરુર બનવાનું છે. માયા નાં તોફાન આવે છતાં પણ કર્મેન્દ્રિયો થી ક્યારેય કોઈ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
અધિકારીપણા ની સ્થિતિ દ્વારા બાપ ને પોતાનાં સાથી બનાવવા વાળા સદા વિજયી ભવ

બાપ ને સાથી બનાવવાનો સહજ તરીકો છે - અધિકારી પણા ની સ્થિતિ. જ્યારે અધિકારી પણાની સ્થિતિ માં સ્થિત રહો છો ત્યારે વ્યર્થ સંકલ્પ કે અશુદ્ધ સંકલ્પો ની હલચલ માં કે અનેક રસો માં બુદ્ધિ ડગમગ નથી થતી. બુદ્ધિની એકાગ્રતા દ્વારા સામનો કરવાની, પરખવાની કે નિર્ણય કરવાની શક્તિ આવી જાય છે, જે સહજ જ માયા નાં અનેક પ્રકાર નાં વાર થી વિજયી બનાવી દે છે.

સ્લોગન :-
રાજયોગી તે છે જે સેકન્ડ માં સાર થી વિસ્તાર અને વિસ્તાર થી સાર માં જવાનાં અભ્યાસી છે.

અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

બ્રહ્મા બાપે સંપૂર્ણ બનવા માટે પોતાનાં સર્વ ખજાનાઓ આદિ થી અંતિમ દિવસ સુધી સફળ કર્યા, એમનું પ્રત્યક્ષ પ્રમાણ જોયું - સંપૂર્ણ ફરિશ્તા બની ગયાં. તો લક્ષ રાખો મારે બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બનવું જ છે કંઈ પણ પુરુષાર્થ કરવો પડે પરંતુ નિશ્ચિત છે કે બાપ સમાન બનવું જ છે.