02-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
વાયદો છે કે જ્યારે તમે આવશો તો અમે વારી જઈશું , હમણાં બાપ આવ્યાં છે - તમને વાયદો
યાદ અપાવવાં”
પ્રશ્ન :-
કઈ મુખ્ય વિશેષતા નાં કારણે પૂજ્ય ફક્ત દેવતાઓ ને જ કહી શકાય છે?
ઉત્તર :-
દેવતાઓ ની જ વિશેષતા છે જે ક્યારેય કોઈને યાદ નથી કરતાં. નથી બાપ ને યાદ કરતા, નથી
કોઈ નાં ચિત્રો ને યાદ કરતા, એટલે એમને પૂજ્ય કહેવાશે. ત્યાં સુખ જ સુખ રહે છે એટલે
કોઈને યાદ કરવાની જરુર નથી. હમણાં તમે એક બાપ ની યાદ થી એવાં પૂજ્ય, પાવન બનો છો જે
પછી યાદ કરવાની જરુર જ નથી રહેતી.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો… હવે રુહાની આત્મા તો નહીં કહેવાશે. રુહ અથવા આત્મા એક જ વાત છે.
રુહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે. પહેલાં ક્યારેય પણ આત્માઓ ને પરમપિતા
પરમાત્માએ જ્ઞાન નથી આપ્યું. બાપ સ્વયં કહે છે હું એક જ વાર કલ્પ નાં પુરુષોત્તમ
સંગમયુગ પર આવું છું. આવું બીજા કોઈ કહી ન શકે - આખાં કલ્પ માં સંગમયુગ સિવાય, બાપ
સ્વયં ક્યારેય આવતા જ નથી. બાપ સંગમ પર જ આવે છે જ્યારે ભક્તિ પૂરી થાય છે અને બાપ
પછી બાળકો ને જ્ઞાન આપે છે. પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરો. આ ઘણાં બાળકો
માટે ખૂબ મુશ્કેલ લાગે છે. છે બહુ સહજ પરંતુ બુદ્ધિ માં ઠીક રીતે બેસતું નથી. તો
ઘડી-ઘડી સમજાવતા રહે છે. સમજાવવા છતાં પણ નથી સમજતાં. સ્કૂલ માં શિક્ષક ૧૨ મહિના
ભણાવે છે છતાં પણ કોઈ નાપાસ થઈ જાય છે. આ બેહદ નાં બાપ પણ રોજ બાળકો ને ભણાવે છે.
છતાં પણ કોઈને ધારણા થાય છે, કોઈ ભૂલી જાય છે. મુખ્ય વાત તો આ જ સમજાવાય છે કે
પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. બાપ જ કહે છે મામેકમ્ યાદ કરો, બીજા કોઈ
મનુષ્ય માત્ર ક્યારેય કહી ન શકે. બાપ કહે છે હું એક જ વાર આવું છું. કલ્પ પછી ફરી
સંગમ પર એક જ વાર આપ બાળકો ને જ સમજાવું છું. તમે જ આ જ્ઞાન પ્રાપ્ત કરો છો. બીજા
કોઈ લેતા જ નથી. પ્રજાપિતા બ્રહ્મા નાં તમે મુખ વંશાવલી બ્રાહ્મણ આ જ્ઞાન ને સમજો
છો. જાણો છો કલ્પ પહેલાં પણ બાપે સંગમ પર આ જ્ઞાન સંભળાવ્યું હતું. આપ બ્રાહ્મણો નો
જ પાર્ટ છે, આ વર્ણો માં પણ ફરવાનું તો જરુર છે. બીજા ધર્મ વાળા આ વર્ણો માં આવતા જ
નથી, ભારતવાસી જ આ વર્ણો માં આવે છે. બ્રાહ્મણ પણ ભારતવાસી જ બને છે, એટલે બાપે
ભારત માં આવવું પડે છે. તમે છો પ્રજાપિતા બ્રહ્મા નાં મુખ વંશાવલી બ્રાહ્મણ.
બ્રાહ્મણો પછી છે દેવતાઓ અને ક્ષત્રિય. ક્ષત્રિય કોઈ બનતા નથી. તમને તો બ્રાહ્મણ
બનાવે છે પછી તમે દેવતા બનો છો. એ જ પછી ધીરે-ધીરે કળા ઓછી થાય તો તેમને ક્ષત્રિય
કહેવાય છે. ક્ષત્રિય આપમેળે બનવાનું છે. બાપ તો આવીને બ્રાહ્મણ બનાવે છે પછી
બ્રાહ્મણ થી દેવતા પછી તે જ ક્ષત્રિય બને છે. ત્રણેય ધર્મ એક જ બાપ હમણાં સ્થાપન કરે
છે. એવું નથી કે સતયુગ-ત્રેતા માં ફરી આવે છે. મનુષ્ય ન સમજવા નાં કારણે કહી દે છે
સતયુગ-ત્રેતા માં પણ આવે છે. બાપ કહે છે હું યુગે-યુગે આવતો નથી, હું આવું જ છું એક
વાર, કલ્પ નાં સંગમ પર. તમને હું જ બ્રાહ્મણ બનાવું છું - પ્રજાપિતા બ્રહ્મા દ્વારા.
હું તો પરમધામ થી આવું છું. અચ્છા બ્રહ્મા ક્યાંથી આવે છે? બ્રહ્મા તો ૮૪ જન્મ લે
છે, હું નથી લેતો. બ્રહ્મા-સરસ્વતી એ જ વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ બને છે, એ
જ ૮૪ જન્મ લે છે પછી તેમનાં અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કરી આમને બ્રહ્મા બનાવું
છું. આમનું નામ બ્રહ્મા હું રાખું છું. આ કોઈ આમનું નામ પોતાનું નથી. બાળક નો જન્મ
થાય છે તો છઠ્ઠી કરે છે, જન્મ દિવસ મનાવે છે, આમની જન્મપત્રી નું નામ તો લેખરાજ હતું.
તે તો નાનપણ નું હતું. હવે નામ બદલાયું છે જ્યારે આમનામાં બાપે પ્રવેશ કર્યો છે
સંગમ પર. તે પણ નામ બદલે ત્યારે છે જ્યારે આ વાનપ્રસ્થ અવસ્થા માં છે. તે સંન્યાસી
તો ઘરબાર છોડીને ચાલ્યાં જાય છે ત્યારે નામ બદલાય છે. આ તો ઘર માં જ રહે છે, આમનું
નામ બ્રહ્મા રાખ્યું, કારણકે બ્રાહ્મણ જોઈએ ને? તમને પોતાનાં બનાવીને પવિત્ર
બ્રાહ્મણ બનાવે છે. પવિત્ર બનાવાય છે. એવું નથી કે તમે જન્મ થી જ પવિત્ર છો. તમને
પવિત્ર બનવાની શિક્ષા મળે છે. કેવી રીતે પવિત્ર બનાય? આ છે મુખ્ય વાત.
તમે જાણો છો કે ભક્તિમાર્ગ માં પૂજ્ય એક પણ હોઈ ન શકે. મનુષ્ય ગુરુઓ વગેરે ને માથું
નમાવે છે કારણકે ઘરબાર છોડી પવિત્ર બને છે, બાકી તેમને પૂજ્ય નહીં કહેવાશે. પૂજ્ય એ
જે કોઈને પણ યાદ ન કરે. સંન્યાસી લોકો બ્રહ્મ તત્વ ને યાદ કરે છે ને, પ્રાર્થના કરે
છે. સતયુગ માં કોઈને પણ યાદ નથી કરતાં. હવે બાપ કહે છે તમારે યાદ કરવાના છે એક ને.
એ તો છે ભક્તિ. તમારો આત્મા પણ ગુપ્ત છે. આત્મા ને યથાર્થ રીતે કોઈ જાણતું નથી.
સતયુગ-ત્રેતા માં પણ શરીરધારી પોતાનાં નામ થી પાર્ટ ભજવે છે. નામ વગર તો પાર્ટધારી
હોય ન શકે. ક્યાંય પણ છો શરીર પર નામ જરુર પડે છે. નામ વગર પાર્ટ કેવી રીતે ભજવશે?
તો બાપે સમજાવ્યું છે ભક્તિમાર્ગ માં ગાય છે - તમે આવશો તો અમે તમને જ પોતાનાં
બનાવીશું, બીજું ન કોઈ. અમે તમારા જ બનીશું, આ આત્મા કહે છે. ભક્તિમાર્ગ માં જે પણ
દેહધારી છે જેમનાં નામ રખાય છે, તેમને અમે નહીં પુજશું. જ્યારે તમે આવશો તો તમારા
પર જ કુર્બાન જઈશું. ક્યારે આવશે? એ પણ નથી જાણતાં. અનેક દેહધારીઓ ની, નામધારીઓ ની
પૂજા કરતા રહે છે. જ્યારે અડધોકલ્પ ભક્તિ પૂરી થાય છે ત્યારે બાપ આવે છે. કહે છે તમે
જન્મ-જન્માંતર કહેતાં આવ્યાં છો - અમે તમારા વગર કોઈને પણ યાદ નહીં કરીશું. પોતાનાં
દેહ ને પણ યાદ નહીં કરીશું. પરંતુ મને જાણતા જ નથી તો યાદ કેવી રીતે કરશે? હવે બાપ
બાળકો ને સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો, પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. બાપ
જ પતિત-પાવન છે, એમને યાદ કરવાથી તમે પાવન સતોપ્રધાન બની જશો. સતયુગ-ત્રેતા માં
ભક્તિ હોતી નથી. તમે કોઈને પણ યાદ નથી કરતાં. ન બાપ ને, ચિત્રો ને. ત્યાં તો સુખ જ
સુખ રહે છે. બાપે સમજાવ્યું છે - જેટલાં તમે નજીક આવતા જશો, કર્માતીત અવસ્થા થતી જશે.
સતયુગ માં નવી દુનિયા, નવાં મકાન માં ખુશી પણ ખૂબ રહે છે પછી ૨૫ ટકા જૂનું થાય છે
તો જાણે સ્વર્ગ જ ભૂલાઈ જાય છે. તો બાપ કહે છે તમે ગાતા હતાં તમારા જ બનીશું, તમારી
પાસે થી જ સાંભળીશું. તો જરુર તમે પરમાત્મા ને જ કહો છો ને? આત્મા કહે છે પરમાત્મા
બાપ માટે. આત્મા સૂક્ષ્મ બિંદુ છે, તેને જોવા માટે દિવ્ય દૃષ્ટિ જોઈએ. આત્મા નું
ધ્યાન કરી નહીં શકશે. હું આત્મા આટલું નાનું બિંદુ છું, એવું સમજી યાદ કરવા મહેનત
છે. આત્મા નાં સાક્ષાત્કાર ની કોશિશ નથી કરતાં, પરમાત્મા માટે કોશિશ કરે છે, જેમનાં
માટે સાંભળ્યું છે એ હજાર સૂર્ય થી તેજોમય છે. કોઈને સાક્ષાત્કાર થાય છે તો કહે છે
બહુ જ તેજોમય હતાં કારણકે એ જ સાંભળેલું છે. જેમની નૌધા ભક્તિ કરશે, જોશે પણ એ જ.
નહીં તો વિશ્વાસ જ ન બેસે. બાપ કહે છે આત્મા ને જ નથી જોયો તો પરમાત્મા ને કેવી રીતે
જોશે? આત્મા ને જોઈ જ કેવી રીતે શકે? બીજા બધા નાં તો શરીર નાં ચિત્ર છે, નામ છે,
આત્મા છે બિંદુ, ખૂબ નાનો છે, તેને કેવી રીતે જુએ? કોશિશ ખૂબ કરે છે, પરંતુ આ આંખો
થી જોઈ નથી શકતાં. આત્મા ને જ્ઞાન ની અવ્યક્ત આંખો મળે છે.
હવે તમે જાણો છો આપણે આત્મા કેટલાં નાના છીએ. મુજ આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ
નોંધાયેલો છે, જે મારે રીપીટ (ફરી થી) કરવાનો છે. બાપ ની શ્રીમત મળે છે શ્રેષ્ઠ
બનાવવા માટે, તો એનાં પર ચાલવું જોઈએ. તમારે દૈવીગુણ ધારણ કરવાના છે. ખાવા-પીવાનું
પણ રોયલ હોવું જોઈએ, ચલન ખૂબ રોયલ જોઈએ. તમે દેવતા બનો છો. દેવતાઓ સ્વયં પૂજ્ય છે,
તે ક્યારેય કોઈની પૂજા નથી કરતાં, આ તો ડબલ સિરતાજ છે ને? તેઓ ક્યારેય કોઈને પૂજતા
નથી, તો પૂજ્ય થયા ને? સતયુગ માં કોઈને પૂજવાની જરુર જ નથી. બાકી હા એક-બીજા ને
રિગાર્ડ (સન્માન) જરુર આપશે. આમ નમન કરવું, આને રિગાર્ડ કહેવાય છે. એવું નથી દિલ
માં તેમને યાદ કરવાના છે. રિગાર્ડ તો આપવાનો જ છે. જેમ પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) છે,
બધા રિગાર્ડ રાખે છે. જાણે છે આ ઊંચા પદ વાળા છે. નમન થોડી કરવાનું છે? તો બાપ
સમજાવે છે - આ જ્ઞાન માર્ગ બિલકુલ અલગ ચીજ છે, આમાં ફક્ત પોતાને આત્મા સમજવાનો છે
જે તમે ભૂલી ગયા છો. શરીર નાં નામ ને યાદ કરી લીધું છે. કામ તો જરુર નામ થી જ કરવાનું
છે. નામ વગર કોઈ ને બોલાવશો કેવી રીતે? ભલે તમે શરીરધારી બની પાર્ટ ભજવો છો પરંતુ
બુદ્ધિ થી શિવાબાબા ને યાદ કરવાના છે. કૃષ્ણ નાં ભક્ત સમજે છે અમારે કૃષ્ણ ને જ યાદ
કરવાના છે. બસ જ્યાં જોઉં છું - કૃષ્ણ જ કૃષ્ણ છે. અમે પણ કૃષ્ણ, તમે પણ કૃષ્ણ. અરે
તમારું નામ અલગ, તેમનું નામ અલગ… બધા કૃષ્ણ જ કૃષ્ણ કેવી રીતે હોય શકે? બધાનું નામ
કૃષ્ણ થોડી હોય છે, જે આવ્યું તે બોલતા રહે છે. હવે બાપ કહે છે ભક્તિમાર્ગ નાં બધા
જ ચિત્રો વગેરે ને ભૂલી એક બાપ ને યાદ કરો. ચિત્રો ને તો તમે પતિત-પાવન નથી કહેતાં,
હનુમાન વગેરે પતિત-પાવન થોડી છે? અનેક ચિત્ર છે, કોઈ પણ પતિત-પાવન નથી. કોઈ પણ દેવી
વગેરે જેમનું શરીર છે તેમને પતિત-પાવન નહીં કહેવાશે. ૬-૮ ભુજાઓ વાળી દેવીઓ વગેરે
બનાવે છે, બધું પોતાની બુદ્ધિ થી. આ છે કોણ, તે તો જાણતા નથી. આ પતિત-પાવન બાપ ની
સંતાન મદદગાર છે, એ કોઈને પણ ખબર નથી. તમારું રુપ તો આ સાધારણ જ છે. આ શરીર તો
વિનાશ થઈ જશે. એવું નથી કે તમારા ચિત્ર વગેરે રહેશે. આ બધું ખતમ થઈ જશે. હકીકત માં
દેવીઓ તમે છો. નામ પણ લેવાય છે - સીતા દેવી, ફલાણી દેવી. રામ દેવતા નહીં કહેવાશે.
ફલાણી દેવી કે શ્રીમતી કહી દે છે, તે પણ ખોટું થઈ જાય છે. હવે પાવન બનવા માટે
પુરુષાર્થ કરવાનો છે. તમે કહો પણ છો પતિત થી પાવન બનાવો. એવું નથી કહેતા કે
લક્ષ્મી-નારાયણ બનાવો. પતિત થી પાવન પણ બાપ બનાવે છે. નર થી નારાયણ પણ એ બનાવે છે.
તે લોકો પતિત-પાવન નિરાકાર ને કહે છે. અને સત્ય-નારાયણ ની કથા સંભળાવવા વાળા પછી
બીજા દેખાડ્યા છે. એવું તો કહેતાં નથી બાબા સત્ય-નારાયણ ની કથા સંભળાવી અમર બનાવો,
નર થી નારાયણ બનાવો. ફક્ત કહે છે આવીને પાવન બનાવો. બાબા જ સત્ય-નારાયણ ની કથા
સંભળાવીને પાવન બનાવે છે. તમે પછી બીજાઓ ને સત્ય કથા સંભળાવો છો. બીજા કોઈ જાણી ન
શકે. તમે જ જાણો છો. ભલે તમારા ઘર માં મિત્ર-સંબંધી, ભાઈ વગેરે છે પરંતુ તેઓ પણ નથી
સમજતાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને
શ્રેષ્ઠ બનાવવા માટે બાપ ની જે શ્રીમત મળે છે, તેનાં પર ચાલવાનું છે, દૈવીગુણ ધારણ
કરવાના છે. ખાવા-પીવાનું, ચલન બધું રોયલ રાખવાનું છે.
2. એક-બીજા ને યાદ નથી
કરવાનાં, પરંતુ રિગાર્ડ જરુર આપવાનો છે. પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો અને કરાવવાનો
છે.
વરદાન :-
નિરસ વાતાવરણ
માં ખુશી ની ઝલક નો અનુભવ કરાવવા વાળા એવર હેપ્પી ભવ
એવર હેપ્પી અર્થાત્
સદા ખુશ રહેવાનું વરદાન જે બાળકો ને પ્રાપ્ત છે તે દુઃખ ની લહેર ઉત્પન્ન કરવા વાળા
વાતાવરણ માં, નિરસ વાતાવરણ માં, અપ્રાપ્તિ નો અનુભવ કરાવવા વાળા વાતાવરણ માં સદા
ખુશ રહેશે અને પોતાની ખુશી ની ઝલક થી દુઃખ અને ઉદાસી નાં વાતાવરણ ને એવું પરિવર્તન
કરશે જેવી રીતે સૂર્ય અંધકાર ને પરિવર્તન કરી દે છે અંધકાર ની વચ્ચે રોશની કરવી,
અશાંતિ ની અંદર શાંતિ લાવવી, નિરસ વાતાવરણ માં ખુશી ની ઝલક લાવવી આને કહેવાય છે એવર
હેપ્પી. વર્તમાન સમયે આ જ સેવા ની આવશ્યક્તા છે.
સ્લોગન :-
અશરીરી એ છે
જેને શરીર નું કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત ન કરે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
કર્માતીત નો અર્થ આ
નથી કે કર્મ થી અતીત થઈ જાઓ. કર્મ થી ન્યારા નહીં, કર્મ નાં બંધન માં ફસાવાથી ન્યારા
- આને કહેવાય છે કર્માતીત. કર્મયોગ ની સ્થિતિ કર્માતીત સ્થિતિ નો અનુભવ કરાવે છે. આ
કર્મયોગી સ્થિતિ અતિ પ્યારી અને ન્યારી સ્થિતિ છે, એનાથી કોઈ કેટલું પણ મોટું કાર્ય
મહેનત નું હોય પરંતુ એવું લાગશે જેવી રીતે કામ નથી કરી રહ્યાં પરંતુ ખેલ કરી રહ્યાં
છે.