03-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
જૂની દુનિયા નો હવે અંત છે , એટલે સંગમયુગ પર તમારે ભવિષ્ય રાજાઈ નાં લાયક બનવાનું
છે”
પ્રશ્ન :-
બાળકોમાં કયો શોખ હોય
તો ગદ્દીનશીન બની શકે છે?
ઉત્તર :-
ઓલરાઉન્ડ સર્વિસ (દરેક પ્રકારની સેવા) કરવાનો શોખ હોય તો ગદ્દીનશીન બની શકે છે, જે
ઓલરાઉન્ડ સર્વિસ કરી અનેકોને સુખ આપે છે તેમને તેમનું વળતર પણ મળે છે. બાળકોએ હંમેશા
દરેક સર્વિસ માં હાજર રહેવું જોઈએ. એવાં હોશિયાર બનો જે માઁ-બાપ નો શો (પ્રત્યક્ષ)
કરો. મમ્મા-બાબા કહો છો તો તેમનાં જેવાં બનીને દેખાડો.
ગીત :-
ઈસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
ફક્ત
મીઠાં-મીઠાં બ્રહ્માકુમાર-કુમારીઓ જ આ જાણે છે કે પાપ ની દુનિયા અને પુણ્ય ની દુનિયા
કોને કહેવાય છે. પતિત દુનિયા કોને, પાવન દુનિયા કોને કહેવાય છે. ભલે મનુષ્ય કહે છે
કે હે પતિત દુનિયા ને પાવન બનાવવા વાળા આવો, પરંતુ જાણતાં નથી. આ પણ આત્મા જ કહે છે
હે પતિત-પાવન… બધા મનુષ્ય માત્ર બોલાવતાં રહે છે. પરંતુ આ કોઈને ખબર નથી કે પાવન
દુનિયા કોને કહેવાય છે? તે ક્યારે અને કેવી રીતે સ્થાપન થશે? હમણાં તમે નોલેજફુલ
બાપ નાં બન્યાં છો એટલે નોલેજફુલ જ્ઞાનસાગર બાપ ને ફક્ત તમે જ જાણો છો. બીજું કોઈ
બિલકુલ નથી જાણતું કે પાવન દુનિયા ફરી પતિત કેવી રીતે બને છે. પતિત દુનિયા ફરી પાવન
કેવી રીતે બને છે. પતિત દુનિયામાં કોણ રહે છે અને પાવન દુનિયામાં કોણ રહે છે. આ બધી
વાતો તમે હમણાં જાણો છો. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે. જરુર પાવન દુનિયા ભારત
માં પણ તો એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું રાજ્ય હતું, એટલે ભારત સૌથી પ્રાચીન
દેશ ગવાય છે. હવે તમે સમજો છો આપણને ફરીથી પાવન દુનિયામાં જવાનાં માટે પતિત-પાવન
બાપ યુક્તિઓ બતાવતાં રહે છે. બાપ કહે છે - એક સેકન્ડ માં યુક્તિ બતાવું છું. બાપ આવે
જ છે નવી દુનિયાનું રાજ્ય ભાગ્ય આપવાં. આ છે બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો.
બાપ જ આવીને રાજયોગ શિખવાડે છે. આપણે રાજયોગ શિખી રહ્યાં છીએ. બાપ કહે છે - તમે જ
સતોપ્રધાન હતાં ફરી સતોપ્રધાન બનવાનું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો ન કે
હિન્દુ. દેવી-દેવતા ધર્મ ભારતનો જ પહેલાં-પહેલાં હતો. પછી જરુર પુનર્જન્મ લેતાં
આવ્યાં હશે. જેવી રીતે ક્રિશ્ચન લોકો પણ પુનર્જન્મ લઈ વૃદ્ધિ ને પામે છે. બૌદ્ધિઓ
નો ધર્મ સ્થાપન કરવા વાળા બુદ્ધ, તે થઈ ગયાં ધર્મસ્થાપક. એક બુદ્ધ થી કેટલાં અસંખ્ય
બૌદ્ધી નીકળ્યાં. ક્રાઈસ્ટ એક હતાં. હમણાં જુઓ કેટલાં ક્રિશ્ચન થઈ ગયાં છે. બધાં
ધર્મો નું એવું-એવું ચાલતું આવ્યું છે. આમ જ્યારે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તો
આ બીજા કોઈ નહોતાં. બીજાનું તો જાણો છો. ક્રિશ્ચન ધર્મ ક્રાઈસ્ટે, ઈસ્લામ ધર્મ
ઇબ્રાહિમે સ્થાપન કર્યો. અચ્છા, જે સતયુગ માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તે કોણે
સ્થાપન કર્યો? દેવી-દેવતાઓની રાજધાની ચાલી છે ને! તો જરુર કોઈએ રાજ્ય સ્થાપન કર્યું
છે. સતયુગ માં દેવી-દેવતા ધર્મ હતો, તે હવે બાપ સ્થાપન કરે છે એટલે બાપ ને આવવું જ
પડે છે સંગમયુગ પર. હવે બધાં મનુષ્ય માત્ર પતિત દુનિયામાં બેઠાં છે. જૂની દુનિયા
માં કરોડો મનુષ્ય છે. નવી દુનિયામાં તો આટલાં મનુષ્ય હોઈ ન શકે. ત્યાં એક ધર્મ હતો.
ઈસ્લામી, બૌદ્ધી, ક્રિશ્ચન વગેરે કોઈ નહોતાં. તે જ દેવતા ધર્મ હવે પ્રાયઃલોપ છે. તે
કેવી રીતે ભગવાને સ્થાપન કર્યો હતો, આ કોઈ નથી જાણતું. દેવતા ધર્મ નામ જ ભૂલી ગયાં
છે, હિંદુ ધર્મ કહી દે છે. હવે બાપ સમજાવી રહ્યાં છે હું આવું જ ત્યારે છું જ્યારે
જૂની દુનિયાને બદલવાની છે. હવે આ જૂની દુનિયાનો એન્ડ (અંત) છે. આ ફક્ત આપ બ્રાહ્મણ
જ જાણો છો. આ મહાભારે લડાઈ થી જ જૂની દુનિયા નો અંત થયો હતો. ગીતા માં દેખાડે છે બધાં
ખતમ થઈ ગયાં. કોઈ ન રહ્યું. ૫ પાંડવ બચ્યાં તે પણ પહાડો પર ગળી મર્યા. પરંતુ એવું
કોઈ હોતું નથી. આ તો બાપ સ્થાપન કરે છે. પ્રલય અથવા જળમઈ તો થતું નથી. બાબા ને
પોકારે છે હે પતિત-પાવન આવો, અમારા દુઃખ હરો, સુખ આપો કારણ કે હમણાં રાવણ રાજ્ય છે.
રામરાજ્ય ઈચ્છે છે તો જરુર રાવણ રાજ્ય છે ને? બાપ સમજાવે છે હમણાં રામરાજ્ય ની
સ્થાપના, રાવણ રાજ્ય નો વિનાશ થઈ જાય છે. હું જે યુક્તિ શિખવાડું છું, જે શિખે છે
તે જઈને નવી દુનિયા માં રાજ્ય કરે છે. આ જ્ઞાન ત્યાં કાંઈ પણ રહેશે નહીં. હમણાં
તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે. જેમની બુદ્ધિમાં છે તે બીજાઓને સમજાવે છે. નંબરવાર
તો છે ને! સર્વિસેબલ (સેવાધારી) બાળકોની બુદ્ધિ માં બધું જ્ઞાન ટપકતું રહે છે. જરુર
સતયુગ માં પહેલાં-પહેલાં દેવી-દેવતા ધર્મ વાળા હતાં. આ પણ તમે જાણો છો. બાપ
પહેલાં-પહેલાં બ્રાહ્મણો ને જ રચે છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા. આ જ્ઞાન-યજ્ઞ છે ને
તો જરુર બ્રાહ્મણ સંપ્રદાય જ જોઈએ. બ્રાહ્મણ સંપ્રદાય જરુર સંગમ પર જ હશે. આસુરી
સંપ્રદાય છે કળિયુગ માં, દૈવી સંપ્રદાય છે સતયુગ માં. તો જરુર સંગમ પર જ સ્થાપના થશે
દૈવી સંપ્રદાય ની. જ્યારે બાજોલી રમો છો તો પગ અને ચોટી મળે છે. તમે બ્રાહ્મણ છો પછી
યાદ આવે છે. વિરાટ રુપ નું ચિત્ર પણ જરુરી છે. આની સમજણ ખૂબ સારી છે. કહે પણ છે બાબા
અમે તમારા ૬ મહિના નાં બાળક છીએ. ૪ દિવસ નાં બાળક છીએ. કોઈ કહે છે હું એક દિવસ નું
બાળક છું અર્થાત્ આજે જ બાબા નો બન્યો છું. મુખ વંશાવલી બન્યો છું. જે જીવતે જીવ
બાપ નાં બને છે તો કહે છે બાબા અમે તમારા છીએ. નાનું બાળક તો કહી ન શકે. આ જ્ઞાન છે
મોટાઓ માટે. કહે છે બાબા હું તમારુ નાનું બાળક છું. નાનાં બાળક ને ચિત્ર પર સમજાવવું
સહજ છે. દિવસે-પ્રતિદિવસે સમજણ વિસ્તાર ને પામતી રહે છે. આ ચિત્રો ની યુક્તિ ડ્રામા
પ્લાન અનુસાર ૫ હજાર વર્ષ પહેલાંં ની જેમ નીકળી છે. આમાં આ કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે
કે શરુમાં કેમ ન નીકળી, હમણાં કેમ? ડ્રામા અનુસાર જે યુક્તિ જ્યારે નીકળવાની હશે
ત્યારે નીકળશે. સ્કૂલ માં ભણતર નાં નંબરવાર પદ હોય છે. એવું થોડી છે પહેલેથી જ મોટી
પરીક્ષા પાસ કરી લેશે. પહેલાં ફક્ત અલ્ફ અને બે ભણાવાય છે ને. આ તો બાપ નાં બાળકો
બનવાથી જ બાપ સ્વર્ગ ની બાદશાહી આપે છે. બાપ ને બાપ કહ્યાં પછી ફરી નિશ્ચય તૂટે થોડી
છે? અહીં તો બાબા-બાબા કહેતાં નિશ્ચય તૂટી જાય છે. તમે જાણો છો આ તો બેહદ નાં બાપ
છે તમે બેહદ નાં બાપ પાસેથી બેહદ નો વારસો લઈ રહ્યાં છો તો એમની શ્રીમત પર ચાલવાનું
છે. બાપ કહે છે - બીજી બધી વાતો છોડી મને યાદ કરો અને વારસા ને યાદ કરો. ચાલતાં-ફરતાં
યાદ રહેવાથી ખુશી પણ રહેશે. પરંતુ આ યાદ રહેતી કેમ નથી? તમારી તો ગેરંટી (ખાતરી) છે
- બાબા અમે તમારા બનીશું તો અમારું બીજા કોઈ થી મમત્વ નહીં રહેશે. હું તમારી મત પર
જ ચાલીશ. બાપ પણ કહે છે શ્રીમત પર ન ચાલવાથી ભૂલો થતી રહેશે. શ્રીમત પર ચાલવાથી ખુશી
નો પારો ચઢશે. આત્મા ને અતીન્દ્રિય સુખ મળે છે તો કેટલી ખુશી થાય છે. આત્મા જાણે છે
પરમપિતા પરમાત્માએ આપણને રાજ્ય ભાગ્ય આપ્યું હતું, જે ૮૪ જન્મ લેતાં-લેતાં ગુમાવી
દીધું છે ફરી બાપ આપી રહ્યાં છે. તો અપાર ખુશી હોવી જોઈએ ને! અંદર ની ખુશી પણ દેખાય
છે ને. આ લક્ષ્મી-નારાયણ નાં ચહેરા થી દેખાય છે ને ભલે અજ્ઞાન કાળ માં કોઈ-કોઈ બહુજ
સારા ખુશી માં હોય છે. વાતચીત કરવામાં પણ સારા હોય છે.
મનુષ્ય સૃષ્ટિમાં સૌથી
ઊંચું પદ કોનું છે? આમ તો સૌથી ઊંચા છે શિવ પરમાત્મા જેમને બધાં ફાધર (પિતા) કહીને
પોકારે છે. પરંતુ એમનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને જાણતાં નથી. જ્યારે બાપ આવે ત્યારે
આવીને પોતાનો પરિચય આપે. હવે આપ બાળકો જાણો છો આપણને બાબા થી વૈકુંઠ ની રાજાઈ મળે
છે. ખુશી થવી જોઈએ ને! આપણે નર થી નારાયણ બનીએ છીએ. કોઈ ભલે હાથ ઉઠાવી લે છે પરંતુ
કાંઈ પણ સમજતાં નથી. જેમને નિશ્ચય રહે છે તો એમને આ ખુશી રહે છે કે હવે અમે ૮૪ જન્મ
પૂરા કર્યાં. હવે અમે બાબા ની મત પર ચાલી વિશ્વ નાં માલિક બનીએ છીએ. આ ભણતર નો નશો
કેટલો હોવો જોઈએ. પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ), ગવર્નર (રાજ્યપાલ) વગેરે ને નશો તો છે
ને! મોટાં-મોટાં વ્યક્તિ આવે છે તેમને મળવાં. વગર પોઝિશન (પદ) ને જાણે, ક્યારેય કોઈ
થી મળી ન શકે. બાબા પણ ક્યારેય મળતાં નથી. બાબા ની પોઝિશન ને ફક્ત આપ બાળકો જ જાણો
છો તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. ભલે બ્રહ્માકુમાર કહેવાઓ છો પરંતુ
બુદ્ધિમાં આ નથી રહેતું કે અમે શિવબાબા નાં સંતાન છીએ. એમનાથી અમે સ્વર્ગનો વારસો
લઈ રહ્યાં છીએ. ન બાપ ને, ન વારસા ને યાદ કરી શકે છે. યાદ રહે તો અંદર ની ખુશી પણ
રહે ને.
જેમ કન્યા નાં લગ્ન
કરાવે છે તો એને ગુપ્ત દાન અપાય છે. પેટી બંધ કરી ચાવી હાથ માં આપી દે છે. બાપ પણ
તમને વિશ્વ ની બાદશાહી ની ચાવી હાથ માં આપી દે છે. તમે નવાં સતયુગી વિશ્વ નું
ઉદ્દઘાટન કરો છો. સ્વર્ગ માં પણ તમે જશો. બાબા તમને લાયક બનાવે છે. ભગત તો સ્વર્ગ
માં જવાનાં લાયક બની ન શકે. જ્યાં સુધી બાબા જ્ઞાન ન આપે, પવિત્ર ન બને એટલે નારદ
નું દૃષ્ટાંત છે. ભલે ભગત તો સારા-સારા બહુજ છે પરંતુ આત્મા તો પતિત છે ને.
જન્મ-જન્માંતર તે પતિત બનતાં આવ્યાં છે, જ્યાં સુધી બાપ ન મળે ત્યાં સુધી સ્વર્ગ
માં જઈ ન શકે. તમને બાપે બ્રહ્મા દ્વારા એડોપ્ટ કર્યાં (અપનાવ્યા) છે, જે તમે જઈને
નવી દુનિયા માં રાજય કરશો. બીજું કોઈ રાજાઈ સ્થાપન કરતું જ નથી. ન કોઈને ખબર છે.
બાપ જ સંગમયુગ પર આવીને ભવિષ્ય ૨૧ જન્મો ની રાજાઈ સ્થાપન કરી રહ્યાં છે. આ બાપ ને
કોઈ પણ જાણતું નથી. હવે તમે સમજો છો બરોબર ૫ હજાર વર્ષ પહેલાં ભગવાન આવ્યાં હતાં.
ગીતા નું જ્ઞાન સંભળાવ્યું હતું, જેનાથી મનુષ્ય થી દેવતા બન્યાં હતાં. ગીતા છે જ આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. સતયુગ માં તો કોઈ શાસ્ત્ર વગેરે હોતાં નથી. બાપ
કહે છે - હું સંગમયુગ પર જ આવું છું. ફરીથી આવીને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું
જ્ઞાન સંભળાવું છું, તે જ દેવી-દેવતા બને છે પછી ૮૪ નું ચક્ર લગાવી જ્યારે અંત માં
આવે છે તો એમને જ આવીને ફરી સમજાવું છું. વચ્ચે ક્યારેય પણ હું આવતો જ નથી. એવું
થોડી કે ક્રાઈસ્ટ કોઈ વચ્ચે આવી જશે બીજા જે પણ ધર્મ સ્થાપન કરે છે તે આ દુનિયાનાં
માટે. હું આવું જ છું સંગમ પર નવી દુનિયા સ્થાપન કરવાં. ક્રાઈસ્ટ નો આત્મા આવીને
પ્રવેશ કરી પોતાનો ધર્મ સ્થાપન કરે છે. આ બાપ તો રાજાઈ સ્થાપન કરે છે. આ કોઈને ખબર
નથી કે આ લક્ષ્મી-નારાયણ ની રાજાઈ ક્યારે અને કોણે સ્થાપન કરી? આ જે લક્ષ્મી-નારાયણ
નાં મંદિર વગેરે બનાવે છે તેમને પૂછવું જોઈએ. તમે સભા માં પણ પૂછી શકો છો. આ રહસ્ય
તમારી બુદ્ધિ માં છે. બાબા, બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે કલ્પ-કલ્પ બીજું કોઈ જાણી
ન શકે. શબ્દ પણ છે, પરંતુ યથાર્થ રીતે કોઈની બુદ્ધિ માં બેસતું નથી. કોઈ-કોઈ બાળકો
પર ગ્રહચારી પણ બેસી જાય છે. દેહ-અભિમાન છે પહેલાં નંબર ની ગ્રહચારી. બાપ કહે છે -
બાળકો, દેહી-અભિમાની ભવ. આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર અને સીડી નું ચિત્ર સમજાવવા
માટે ખૂબ સારી વસ્તુ છે. અનેકોનું આનાથી કલ્યાણ થઈ શકે છે. પરંતુ જો ડ્રામા માં
કદાચ વાર છે એટલે વિઘ્ન પડે છે, રાજધાની સ્થાપન થવામાં. બાપ સ્વયં કહે છે ખુબ વિઘ્ન
પડે છે. માયા બહુજ સમર્થ છે. મારા બાળકો ને ઝટ નાક થી, કાન થી પકડી લે છે. આને
કહેવાય છે રાહુ ની ગ્રહચારી. ભારત માં ખાસ આ સમયે વિકારો રુપી રાહુ ની પૂરી ગ્રહચારી
બેઠેલી છે. તમે સેકન્ડ માં સિદ્ધ કરી શકો છો કે આ જ ભારત પાવન હીરા જેવું હતું. હવે
વિકારી કોડી જેવું બની ગયું છે, ફરી હીરા જેવું બનવાનું છે. કહાણી આખી ભારત ની છે.
બાપ આવીને હીરા જેવાં બનાવે છે. છતાં પણ કેટલાં પ્રકાર નાં વિઘ્ન પડે છે.
દેહ-અભિમાન નું તો ખૂબ ભારે વિઘ્ન પડી જાય છે. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર પણ કોઈને
સમજાવવું ખૂબ સહજ છે. બાળકો ને સર્વિસ (સેવા) નો ખૂબ શોખ હોવો જોઈએ. સર્વિસ પણ અનેક
પ્રકારની છે ને. અનેકોને સુખ આપે છે તો તેનું વળતર પણ ખૂબ મળે છે, કોઈ ઓલરાઉન્ડ
હડ્ડી સર્વિસ (દરેક પ્રકારની અથક સેવા) કરે છે. ખુશી રહેવી જોઈએ આપણે ઓલરાઉન્ડ
બનવાનું છે. બાબા અમે સર્વિસ માં હાજર છીએ. સારા-સારા બાળકો રુહાની સર્વિસ કરવા વાળા,
ખાવાનું પોતાનાં હાથે બનાવે છે. તમને ખબર છે કે બાળકો પણ આટલાં હોશિયાર થઈ જાય છે
જે ગદ્દી લઈ લે છે. અહીં તો ઘર સંભાળવા વાળી માતાઓ છે. હવે માતાઓ, કુમારીઓએ સર્વિસ
માં ઉભાં થઈ જવું જોઈએ. મમ્મા જેવી સર્વિસ કરી દેખાડવી જોઈએ. શો (બાપ ને પ્રત્યક્ષ)
કરવો જોઈએ. બાકી ફક્ત મમ્મા, મમ્મા કરવાથી શું ફાયદો! તેના જેવું બનવું જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહ-અભિમાન
ની ગ્રહચારી જ યજ્ઞ માં વિઘ્નરુપ બને છે, એટલે જેટલું થઈ શકે દેહી-અભિમાની બનવાનો
પુરુષાર્થ કરવાનો છે.
2. પોતાનાં ભણતર અને
સતયુગી પદ ની પોઝિશન ની ખુશી કે નશા માં રહેવાનું છે, શ્રીમત પર ચાલવાનું છે. કોઈ
પણ ભૂલ નથી કરવાની.
વરદાન :-
રુહાની
એક્સરસાઇઝ અને સેલ્ફ કંટ્રોલ દ્વારા મહીનતા નો અનુભવ કરવાવાળા ફરિશ્તા ભવ
બુદ્ધિ ની મહીનતા કે
હલ્કાપણું બ્રાહ્મણ જીવન ની પર્સનાલિટી છે. મહીનતા જ મહાનતા છે. પરંતુ એના માટે રોજ
અમૃતવેલા અશરીરી પણાની રુહાની એક્સરસાઇઝ કરો અને વ્યર્થ સંકલ્પો નાં ભોજન ની પરેજ
રાખો. પરેજ ને માટે સેલ્ફ કંટ્રોલ રાખો. જે સમયે જે સંકલ્પ રુપી ભોજન સ્વીકાર કરવાનો
હોય એ સમયે તે જ કરો. વ્યર્થ સંકલ્પ નું એકસ્ટ્રા ભોજન નહીં કરો ત્યારે મહીન બુદ્ધિ
બની ફરિશ્તા સ્વરુપ નાં લક્ષ ને પ્રાપ્ત કરી શકશો.
સ્લોગન :-
મહાન આત્મા તે
છે જે દરેક સેકન્ડ, દરેક કદમ શ્રીમત પર એક્યુરેટ ચાલે છે.
આ અવ્યક્ત ઇશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
વિશેષ રુપ થી પોતાની
મન્સા અર્થાત્ સંકલ્પ શક્તિ દ્વારા, વાણી ની શક્તિ દ્વારા, પોતાનાં સંગ નાં રંગ
દ્વારા, સંબંધો નાં સ્નેહ દ્વારા, ખુશી નાં અખૂટ ખજાના દ્વારા અખંડ દાન કરતા રહેવું
- આ જ છે પરોપકાર કરવો. કોઈ પણ આત્મા સંપર્ક માં આવે તો ખુશી નાં ખજાનાથી સંપન્ન
થઈને જાય, એવાં અખંડ દાની બનો.