04-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બંધન
મુક્ત બની સર્વિસ ( સેવા ) માં તત્પર રહો , કારણકે આ સર્વિસ માં ખૂબ ઊંચી કમાણી છે
, ૨૧ જન્મો માટે તમે વૈકુંઠ નાં માલિક બનો છો”
પ્રશ્ન :-
દરેક બાળકોએ કઈ આદત પાડવી જોઈએ?
ઉત્તર :-
મોરલી નાં પોઈન્ટ પર સમજાવવાની. બ્રાહ્મણી જો ક્યાંક ચાલી જાય છે તો પરસ્પર મળીને
ક્લાસ ચલાવવો જોઈએ. જો મોરલી ચલાવતા નહીં શીખશો તો આપ સમાન કેવી રીતે બનાવશો?
બ્રાહ્મણી વગર મૂંઝાવું ન જોઈએ. ભણતર તો સહજ છે. ક્લાસ ચલાવતા રહો, આ પણ પ્રેક્ટિસ
કરવાની છે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
બાળકો જ્યારે
સાંભળે છે તો પોતાને આત્મા નિશ્ચય કરીને બેસે અને આ નિશ્ચય કરે કે બાપ પરમાત્મા
આપણને સંભળાવી રહ્યાં છે. આ ડાયરેક્શન અથવા મત એક જ બાપ આપે છે. એને જ શ્રીમત
કહેવાય છે. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ. એ છે બેહદ નાં બાપ, જેમને ઊંચા માં
ઊંચા ભગવાન કહેવાય છે. ઘણાં મનુષ્ય છે જે તે પ્રેમ થી પરમાત્મા ને બાપ સમજતા પણ નથી.
ભલે શિવ ની ભક્તિ કરે છે, ખૂબ પ્રેમ થી યાદ કરે છે પરંતુ મનુષ્યોએ કહી દીધું છે કે
બધા માં પરમાત્મા છે, તો તે પ્રેમ કોની સાથે રાખે એટલે બાપ સાથે વિપરીત બુદ્ધિ થઈ
ગયા છે. ભક્તિ માં જ્યારે કોઈ દુઃખ કે રોગ વગેરે થાય છે તો પ્રીત દેખાડે છે. કહે છે
ભગવાન રક્ષા કરો. બાળકો જાણે છે ગીતા છે શ્રીમત ભગવાન નાં મુખ થી ગવાયેલી. બીજું
કોઈ એવું શાસ્ત્ર નથી જેમાં ભગવાને રાજયોગ શીખવાડ્યો હોય તથા શ્રીમત આપી હોય. એક જ
ભારત ની ગીતા છે, જેનો પ્રભાવ પણ ખૂબ છે. એક ગીતા જ ભગવાન ની ગાયેલી છે, ભગવાન
કહેવાથી એક નિરાકાર તરફ જ દૃષ્ટિ જાય છે. આંગળી થી ઈશારો ઉપર કરશે. શ્રીકૃષ્ણ માટે
એવું ક્યારેય નહીં કહેશે કારણકે એ તો દેહધારી છે ને? તમને હવે એમની સાથે સંબંધ ની
ખબર પડી છે એટલે કહેવાય છે બાપ ને યાદ કરો, એમની સાથે પ્રીત રાખો. આત્મા પોતાનાં
બાપ ને યાદ કરે છે. હમણાં એ ભગવાન બાળકો ને ભણાવી રહ્યાં છે. તો તે નશો ખૂબ ચઢવો
જોઈએ. અને નશો પણ સ્થાઈ ચઢવો જોઈએ. એવું નહીં બ્રાહ્મણી સામે છે તો નશો ચઢે,
બ્રાહ્મણી નથી તો નશો ઉડી જાય. બસ, બ્રાહ્મણી વગર અમે ક્લાસ નથી કરી શકતાં. કોઈ-કોઈ
સેવાકેન્દ્ર માટે બાબા સમજાવે છે ક્યાંક થી ૫-૬ મહિના પણ બ્રાહ્મણી નીકળી જાય તો
પરસ્પર સેવાકેન્દ્ર સંભાળે છે કારણકે ભણતર તો સહજ છે. ઘણાં તો બ્રાહ્મણી વગર જાણે
આંધળા-લુલા થઈ જાય છે. બ્રાહ્મણી નીકળી ગઈ તો સેવાકેન્દ્ર માં જવાનું છોડી દેશે. અરે,
ઘણાં બેઠા છે, ક્લાસ નથી ચલાવી શકતાં. ગુરુ બહાર ચાલ્યાં જાય છે તો ચેલા પાછળ થી
સંભાળે છે ને? બાળકોએ સર્વિસ કરવાની છે. વિદ્યાર્થીઓ માં પણ નંબરવાર તો હોય જ છે.
બાપદાદા જાણે છે ક્યાં ફર્સ્ટ ક્લાસ ને મોકલવાના છે. બાળકો આટલાં વર્ષ શીખે છે,
કાંઈક તો ધારણા થઈ હશે જે સેવાકેન્દ્ર ને ચલાવે પરસ્પર મળીને. મોરલી તો મળે જ છે.
પોઈન્ટ્સ નાં આધાર પર જ સમજાવે છે. સાંભળવાની આદત પડી પછી સંભળાવવા ની આદત પડતી નથી.
યાદ માં રહે તો ધારણા પણ થાય. સેવાકેન્દ્ર પર એવાં તો કોઈ હોવા જોઈએ જે કહે અચ્છા
બ્રાહ્મણી જાય છે, અમે સેવાકેન્દ્ર સંભાળીએ છીએ. બાબાએ બ્રાહ્મણી ને ક્યાંક સારા
સેવાકેન્દ્ર પર મોકલ્યાં હશે સર્વિસ માટે. બ્રાહ્મણી વગર મુંઝાઈ ન જવું જોઈએ.
બ્રાહ્મણી જેવા નહીં બનશો તો બીજાઓ ને આપ સમાન કેવી રીતે બનાવશો? પ્રજા કેવી રીતે
બનાવશો? મોરલી તો બધાને મળે છે. બાળકો ને ખુશી થવી જોઈએ અમે ગાદી પર બેસી ને
સમજાવીએ. પ્રેક્ટિસ કરવાથી સર્વિસએબલ (સેવાધારી) બની શકે છે. બાબા પૂછે છે
સર્વિસએબલ બન્યાં છો? તો કોઈ પણ નીકળતા નથી. સર્વિસ માટે રજા લઈ લેવી જોઈએ. જ્યાં
પણ સર્વિસ માટે નિમંત્રણ આવે ત્યાં રજા લઈને ચાલ્યાં જવું જોઈએ. જે બંધનમુક્ત બાળકો
છે તે આવી સર્વિસ કરી શકે છે. તે ગવર્મેન્ટ કરતાં તો આ ગવર્મેન્ટ ની કમાણી ખૂબ ઊંચી
છે. ભગવાન ભણાવે છે, જેનાંથી તમે ૨૧ જન્મો માટે વૈકુંઠ નાં માલિક બનો છો. કેટલી ભારે
આવક છે, તે કમાણી થી શું મળશે? અલ્પકાળ નું સુખ. અહીં તો વિશ્વ નાં માલિક બનો છો.
જેમને પાક્કો નિશ્ચય છે તે તો કહેશે અમે આ જ સેવા માં લાગી જઈએ. પરંતુ પૂરો નશો
જોઈએ. જોવાનું છે અમે કોઈ ને સમજાવી શકીએ છીએ? છે ખૂબ સહજ. કળિયુગ અંત માં આટલાં
કરોડ મનુષ્ય છે, સતયુગ માં જરુર થોડા હશે. એની સ્થાપના માટે જરુર બાપ સંગમ પર જ આવશે.
જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. મહાભારત લડાઈ પણ પ્રસિદ્ધ છે. એ લાગે જ ત્યારે છે
જ્યારે ભગવાન આવીને સતયુગ માટે રાજયોગ શીખવાડી રાજાઓ નાં રાજા બનાવે છે. કર્માતીત
અવસ્થા પ્રાપ્ત કરાવે છે. કહે છે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ છોડી મામેકમ્ યાદ કરો
તો પાપ કપાતા જશે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવા - આ જ મહેનત છે. યોગ નો અર્થ
એક પણ મનુષ્ય નથી જાણતાં.
બાપ સમજાવે છે
ભક્તિમાર્ગ ની પણ ડ્રામા માં નોંધ છે. ભક્તિ માર્ગ ચાલવાનો જ છે. ખેલ બનેલો છે -
જ્ઞાન, ભક્તિ, વૈરાગ. વૈરાગ પણ બે પ્રકાર નાં હોય છે. એક છે હદ નો વૈરાગ, બીજો છે આ
બેહદ નો વૈરાગ. હમણાં આપ બાળકો આખી જૂની દુનિયા ને ભૂલવાનો પુરુષાર્થ કરો છો કારણ
કે તમે જાણો છો આપણે હવે શિવાલય, પાવન દુનિયામાં જઈ રહ્યાં છીએ. તમે બધા
બ્રહ્માકુમાર-કુમારીઓ ભાઈ-બહેન છો. વિકારી દૃષ્ટિ જઈ ન શકે. આજકાલ તો બધાની દૃષ્ટિ
ક્રિમિનલ થઈ ગઈ છે. તમોપ્રધાન છે ને? આનું નામ જ છે નર્ક પરંતુ પોતાને નર્કવાસી સમજે
છે થોડી? સ્વયં ની ખબર જ નથી તો કહી દે છે સ્વર્ગ-નર્ક અહીં જ છે. જેનાં મન માં જે
આવ્યું તે કહી દીધું. આ કોઈ સ્વર્ગ નથી. સ્વર્ગ માં તો કિંગડમ (રાજધાની) હતું.
રિલીજસ (ધાર્મિક). રાઈટયસ (સત્ય) હતાં. કેટલું બળ હતું! હમણાં ફરી તમે પુરુષાર્થ કરી
રહ્યાં છો. વિશ્વ નાં માલિક બની જશો. અહીં તમે આવો જ છો વિશ્વ નાં માલિક બનવાં.
હેવનલી ગોડફાધર જેમને શિવ પરમાત્મા કહેવાય છે, એ તમને ભણાવે છે. બાળકો માં કેટલો નશો
રહેવો જોઈએ. બિલકુલ ઈઝી નોલેજ છે. આપ બાળકોમાં જે પણ જૂની આદતો છે તે છોડી દેવી
જોઈએ. ઈર્ષા ની આદત પણ ખૂબ નુકસાન કરે છે. તમારો બધો આધાર મોરલી પર છે, તમે કોઈને
પણ મોરલી પર સમજાવી શકો છો. પરંતુ અંદર ઈર્ષા રહે છે - આ કોઈ બ્રાહ્મણી થોડી છે, આ
શું જાણે? બસ, બીજા દિવસે આવશે જ નહીં. એવી આદતો જૂની પડેલી છે, જેનાં કારણે
ડિસર્વિસ (કુસેવા) પણ થાય છે. નોલેજ તો ખૂબ સહજ છે. કુમારીઓ ને તો કોઈ ધંધો વગેરે
પણ નથી. એમને પૂછાય છે તે ભણતર સારું છે કે આ ભણતર સારું? તો કહે છે આ ખૂબ સારું
છે. બાબા હવે અમે તે ભણતર નહીં ભણીશું. દિલ નથી લાગતું. લૌકિક બાપ જ્ઞાન માં નહીં
હોય તો માર ખાશે. પછી કોઈ બાળકીઓ કમજોર પણ હોય છે. સમજાવું જોઈએ ને - આ ભણતર થી અમે
મહારાણી બનીશું. તે ભણતર થી શું પાઈ પૈસા ની નોકરી કરશે. આ ભણતર તો ભવિષ્ય ૨૧ જન્મો
માટે સ્વર્ગ નાં માલિક બનાવે છે. પ્રજા પણ સ્વર્ગવાસી તો બને છે ને? હમણાં બધા છે
નર્કવાસી.
હવે બાપ કહે છે તમે
સર્વગુણ સમ્પન્ન હતાં. હમણાં તમે જ કેટલાં તમોપ્રધાન બની ગયાં છો. સીડી ઉતરતા આવ્યાં
છો. ભારત જેને સોનાની ચકલી કહેતા હતાં, હમણાં તો ઠીક્કર (ઠીકરા) નું પણ નથી. ભારત
૧૦૦ ટકા સોલ્વેન્ટ (ભરપુર) હતું. હવે ૧૦૦ ટકા ઇનસોલ્વેન્ટ (કંગાળ) છે. તમે જાણો છો
આપણે વિશ્વ નાં માલિક પારસનાથ હતાં. પછી ૮૪ જન્મ લેતાં-લેતાં હવે પથ્થરનાથ બની ગયાં
છીએ. છે તો મનુષ્ય જ પરંતુ પારસનાથ અને પથ્થરનાથ કહેવાય છે. ગીત પણ સાંભળ્યું-પોતાની
અંદર જુઓ અમે ક્યાં સુધી લાયક છીએ? નારદ નું દૃષ્ટાંત છે ને? દિવસે-દિવસે ઉતરતા જ
જાય છે. ઉતરતાં-ઉતરતાં એકદમ દલદલ માં ગળા સુધી ફસાઈ ગયા છે. હવે તમે બ્રાહ્મણ બધાને
ચોટલી થી પકડીને દલદલ માંથી કાઢો છો બહાર. બીજી કોઈ પકડવા ની જગ્યા તો છે નહીં. તો
ચોટલી થી પકડવું સહજ છે. દલદલ થી કાઢવા માટે ચોટલી થી પકડવાનું હોય છે. દલદલ માં એવાં
ફસાયેલા છે જે વાત ન પૂછો. ભક્તિ નું રાજ્ય છે ને? હમણાં તમે કહો છો બાબા અમે કલ્પ
પહેલાં પણ તમારી પાસે આવ્યાં હતાં - રાજ્ય ભાગ્ય મેળવવાં. લક્ષ્મી-નારાયણ નાં મંદિર
ભલે બનાવતા રહે છે પરંતુ તેમને આ ખબર નથી કે આ વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં.
હમણાં તમે કેટલાં સમજદાર બન્યાં છો. તમે જાણો છો આમણે રાજ્ય-ભાગ્ય કેવી રીતે મેળવ્યું.
પછી ૮૪ જન્મ કેવી રીતે લીધાં. બિરલા કેટલાં મંદિર બનાવે છે. જાણે (રમકડા) ઢીંગલીઓ
બનાવી લે છે. તે નાની-નાની ઢીંગલીઓ (મૂર્તિ) આ પછી મોટી ઢીંગલી બનાવે છે. ચિત્ર
બનાવીને પૂજા કરે છે. તેમનું ઓક્યુપેશન (કર્તવ્ય) ન જાણવું તો ઢીંગલીઓ ની પૂજા થઈ
ને? હમણાં તમે જાણો છો બાપે આપણને કેટલાં સાહૂકાર બનાવ્યાં હતાં, હવે કેટલા કંગાળ
બની ગયા છીએ? જે પૂજ્ય હતાં, તે હવે પુજારી બની ગયા છે. ભક્ત લોકો ભગવાન માટે કહી
દે છે પોતે જ પૂજ્ય અને પોતે જ પુજારી. તમે જ સુખ આપો છો, તમે જ દુઃખ આપો છો. બધું
જ તમે કરો છો. બસ, આમાં જ મસ્ત થઈ જાય છે. કહે છે આત્મા નિર્લેપ છે, કાંઈ પણ
ખાઓ-પીઓ મોજ કરો, શરીર ને લેપ-છેપ લાગે છે, તે ગંગા-સ્નાન થી શુદ્ધ થઈ જશે. જે જોઈએ
તે ખાઓ. શું-શું ફેશન છે? બસ, જેમણે જે રિવાજ પાડ્યો તે ચાલ્યો આવે છે. હવે બાપ
સમજાવે છે વિષય સાગર થી ચાલો શિવાલય માં. સતયુગ ને ક્ષીર સાગર કહેવાય છે. આ છે વિષય
સાગર. તમે જાણો છો આપણે ૮૪ જન્મ લેતા પતિત બન્યાં છીએ. ત્યારે તો પતિત-પાવન બાપ ને
બોલાવીએ છીએ. ચિત્રો પર સમજાવાય છે તો મનુષ્ય સહજ સમજી જાય. સીડી માં પૂરાં ૮૪ જન્મો
નો વૃતાંત છે. આટલી સહજ વાત પણ કોઈ ને સમજાવી નહીં શકશે. તો બાબા સમજશે પૂરું ભણતા
નથી. ઉન્નતિ નથી કરતાં.
આપ બ્રાહ્મણો નું
કર્તવ્ય છે - ભ્રમરી ની જેમ કીડા ને ભૂં-ભૂં કરી આપ સમાન બનાવવાં. અને તમારો
પુરુષાર્થ છે-સાપ ની જેમ જૂની ખાલ છોડી નવી લેવા નો. તમે જાણો છો આ જૂનું સડેલું
શરીર છે, આને છોડવાનું છે. આ દુનિયા પણ જૂની છે. શરીર પણ જૂનું છે. આ છોડીને હવે નવી
દુનિયામાં જવાનું છે. તમારું આ ભણતર છે જ નવી દુનિયા સ્વર્ગ માટે. આ જૂની દુનિયા
ખલાસ થઈ જવાની છે. સાગર ની એક જ લહેર થી બધું ડામાડોળ થઈ જશે. વિનાશ તો થવાનો જ છે
ને? નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) કોઈને પણ છોડતી નથી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર જે
ઈર્ષા વગેરે ની જૂની આદત છે, તેને છોડી પરસ્પર ખૂબ પ્રેમ થી મળીને રહેવાનું છે.
ઈર્ષા નાં કારણે ભણતર નથી છોડવાનું.
2. આ જૂનાં સડેલા
શરીર નું ભાન છોડી દેવાનું છે. ભ્રમરી ની જેમ જ્ઞાન ની ભૂં-ભૂં કરી કીડા ને આપ સમાન
બનાવવાની સેવા કરવાની છે. આ રુહાની ધંધા માં લાગી જવાનું છે.
વરદાન :-
મન્સા બંધનો
થી મુક્ત , અતિન્દ્રિય સુખ ની અનુભૂતિ કરવા વાળા મુક્તિ દાતા ભવ
અતિન્દ્રિય સુખ માં
ઝૂલવું - આ સંગમયુગી બ્રાહ્મણો ની વિશેષતા છે. પરંતુ મન્સા સંકલ્પો નાં બંધન આંતરિક
ખુશી તથા અતીન્દ્રિય સુખ નો અનુભવ કરવા નથી દેતાં. વ્યર્થ સંકલ્પો, ઈર્ષા, અલબેલાપણું
અથવા આળસ નાં સંકલ્પો નાં બંધન માં બંધાવું જ મન્સા બંધન છે, એવાં આત્મ-અભિમાન નાં
વશ બીજા નો દોષ વિચારતા રહે છે, એની મહેસુસતા શક્તિ સમાપ્ત થઈ જાય છે એટલે આ
સૂક્ષ્મ બંધન થી મુક્ત બનો ત્યારે મુક્તિ દાતા બની શકશો.
સ્લોગન :-
એવાં ખુશીઓ ની
ખાણો થી સંપન્ન રહો જે તમારી પાસે દુઃખ ની લહેર પણ ન આવે.
અવ્યક્ત ઇશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
કોઈપણ શ્રેષ્ઠ સંકલ્પ
રુપી બીજ ને ફળીભૂત બનાવવા નું સહજ સાધન એક જ છે - તે છે સદા બીજ રુપ બાપ સાથે દરેક
સમયે સર્વશક્તિઓ નું બળ એ બીજ માં ભરતા રહેવું. બીજ રુપ દ્વારા તમારા સંકલ્પ રુપી
બીજ સહજ સ્વતઃ વૃદ્ધિ મેળવતા ફળીભૂત થઈ જશે. સંકલ્પ શક્તિ જમા થઈ જશે.