04-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.12.2011
બાપદાદા મધુબન
“ નવાં વર્ષ માં તીવ્ર
પુરુષાર્થી ભવ નાં
વરદાન દ્વારા પોતાનાં ચહેરા થી ફરિશ્તા
રુપ દેખાડો , લાઈટ
માઈટ સ્વરુપ
જ્વાળામુખી યોગ થી
વ્યર્થ ને બાળો , દુઃખી અશાંત
આત્માઓ ને શક્તિઓનું દાન
આપો”
આજે બ્રાહ્મણ પરિવાર
નાં રચયિતા પોતાના ચારે તરફનાં પરિવાર ને જોઈ રહ્યા છે. છે નાનો પરિવાર, નાનો સંસાર
છે પરંતુ બહુ જ પ્યારો છે કારણકે કોટોમાં થી કોઈ છે. કેમ પ્યારો છે? કારણકે બાપ ને
ઓળખ્યા છે. બાપ પાસે થી વારસા નાં અધિકારી બન્યા છે. તો જેવી રીતે બાપ પ્યારા છે
તેવી રીતે આ બ્રાહ્મણ પરિવાર પણ પ્યારો છે. બાપદાદાએ જન્મતા જ દરેક બાળકોનાં મસ્તક
થી ભાગ્ય નાં સિતારા ને ચમકાવ્યો છે એટલે આ નાનો પરિવાર અતિ પ્યારો છે. તમે બધા પણ
પોતાના આટલા સ્વમાન જાણો છો ને! બાપદાદા પણ એક-એક બાળકોને જોઈ ખુશ થાય છે અને શું
ગીત ગાય છે? વાહ બાળકો વાહ!
આજે તો બધા આ શ્રેષ્ઠ
દિવસ પર બાપ ને મળવા આવ્યા છે. આજ નો દિવસ છે સંગમ નો દિવસ. વિદાઈ પણ છે અને વધાઈ
પણ છે. આમ પણ સંગમ નું મહત્વ છે. જ્યાં પણ સાગર અને નદી નો સંગમ થાય છે એનું બહુ જ
મહત્વ હોય છે. તો આજ નાં દિવસ નું પણ મહત્વ બહુ જ ગાયન યોગ્ય છે. જુનું વર્ષ સમાપ્ત
અને નવું વર્ષ આરંભ થવાનું છે. આજ નાં દિવસે બધાના દિલમાં આગળ આવવા વાળા વર્ષ માટે
કેટલો ઉમંગ છે! દરેકે પોત-પોતાના દિલમાં પ્લાન બનાવ્યો છે - શું છોડવાનું છે અને
શું બનવાનું છે! બંને જ પ્લાન બનાવ્યા છે? બનાવ્યા છે? જેમણે આવવા વાળા વર્ષ નાં
માટે પોતાના આગળ વધવાનો, તીવ્ર પુરુષાર્થ નો પ્લાન બનાવ્યો છે, તે હાથ ઉઠાવો.
બનાવ્યો છે! મુબારક છે, કારણકે બધા જાણે છે કે બાપદાદા દરેક બાળક નાં માટે શું ઈચ્છે
છે. બાપદાદા દરેક બાળકો માટે આ જ શુભ ભાવના રાખે છે કે દરેક બાળક બાપ સમાન સંપન્ન
અને સંપૂર્ણ બની જાય. હમણાં તો સમય પણ સાથ આપી રહ્યો છે. તો દરેકે પોતાના મન માં
પોતાના પ્રત્યે નવો પ્લાન બનાવ્યો છે ને! કંઈક છોડવાનું છે અને કંઈક આગળ વધવાનું
છે. તો છોડવાનું શું છે? બાપદાદાએ જોયું કે જૂનો સંસાર અને સંબંધ છોડવામાં બધાનું
પુરુષાર્થ પર અટેન્શન પણ છે. એક વાત જે છોડવાની પણ ઈચ્છે છે પરંતુ હમણાં સુધી
બાપદાદાએ જોયું કે જૂના સંસ્કાર, એને છોડવામાં થોડી મહેનત લાગે છે. તો બાપદાદા આ જ
ઈચ્છે છે કે આ નવાં વર્ષમાં દરેક બાળક પોતાના નીજી સંસ્કાર નાં સંસ્કાર કરી લે. આજે
બધા પણ આ જ સંકલ્પ ને પૂરો કરવા ઈચ્છે છે ને! કારણકે જૂના સંસ્કાર જેમને તમે લોકો
કહો છો કે મારી નેચર છે, ભાવ નથી પરંતુ નેચર છે. તો નેચર આ જન્મ નાં બ્રાહ્મણ ની નથી
પરંતુ જૂની છે. તો આ જૂના સંસ્કાર કે નેચર ને આજ નાં દિવસે છોડવાનો સંકલ્પ કરી શકો
છો? દરેક પોતાને તો જાણે છે, તો આજે વર્ષની વિદાઈ ની સાથે-સાથે તે જૂના સંસ્કાર ને
છોડવાનો દૃઢ સંકલ્પ કરી શકો છો? કરી શકો છો? ઈચ્છો પણ છો, એવું નથી કે ઇચ્છતા નથી
પરંતુ તો પણ વારંવાર પુરુષાર્થ માં તીવ્રતા લાવવામાં આ જ સંસ્કાર ભિન્ન-ભિન્ન રુપ
માં વિઘ્ન નાંખે છે. તો બાપદાદા આ જ ઈચ્છે છે કે વર્ષ ને વિદાઈ આપવાની સાથે આજ નાં
દિવસે એને પણ વિદાઈ આપી દો. એના માટે તૈયાર છો? જે તૈયાર છે તે હાથ ઉઠાવો. એના માટે
શું કરશો? પોતાના માટે કોઈ પ્લાન પણ વિચાર્યો છે? એના માટે સૌથી સારી વાત છે દૃઢ
સંકલ્પ. સંકલ્પ છે, હોવો જોઈએ પરંતુ સંકલ્પ માં તીવ્રતા જોઈએ. જેવી રીતે બ્રાહ્મણ
બનવાની સાથે-સાથે આ પ્રતિજ્ઞા કરી કે કોઈપણ અશુદ્ધ ભોજન સ્વીકાર નહીં કરવું. તો
બાપદાદાએ જોયું કે એમાં દૃઢ સંકલ્પ દ્વારા મેજોરીટી પાસ છે. જેવી રીતે તન નાં માટે
અશુદ્ધ ભોજન નો સંકલ્પ કર્યો અને પ્રેક્ટીકલ કરી રહ્યા છો, એવી રીતે જ મન ને માટે આ
દૃઢ સંકલ્પ કરવાનો છે કે ક્યારેય પણ કોઈના પ્રત્યે પણ, કોઈ પણ સર્કમસ્ટાન્સ પ્રમાણે
કોઈ પણ વ્યર્થ સંકલ્પ ન કરી સદા દરેક આત્માનાં પ્રત્યે શુભભાવના શુભકામના રાખવાની જ
છે. મન નું ભોજન છે સંકલ્પ, તો જેવી રીતે તન માટે દૃઢ સંકલ્પ મેજોરીટીએ કર્યો છે,
એવી રીતે જ શું મન માટે વ્યર્થ સંકલ્પ, અશુદ્ધ ભાવના મિટાવી નથી શકતા? દરેક આત્મા
નાં પ્રત્યે દિલ નો સ્નેહ અને સહયોગ પોતાના મન માં નથી રાખી શકતાં?
તો આજે બાપદાદા આ જૂના
વર્ષની સાથે આ વૃત્તિ કે દૃષ્ટિ ની દરેક બાળકોથી વિદાઈ ઈચ્છે છે. આ દૃઢ સંકલ્પ કરી
શકો છો? કરી શકો છો? બોલો, માતાઓ, ટીચર્સ બધા ભાઈ પણ ઈચ્છે છે ને. હા, હાથ ઉઠાવો.
કાલ થી કોઈ પણ આત્મા પ્રત્યે જો કોઈ પણ વ્યર્થ છે, વ્યર્થ ભાવના કે વ્યર્થ ભાવ, એનો
આજે સમાપ્તિ સમારોહ મનાવવા ઈચ્છો છો. બોલો, ટીચર્સ બધા તૈયાર છે? ટીચર બે-બે હાથ
ઉઠાવો. ઉઠાવો. અચ્છા. જેમણે નથી ઉઠાવ્યા, તે ઉઠાવો. જેમણે નથી ઉઠાવ્યા તે થોડા ઊઠીને
ઊભા થઈ જાઓ. સારું છે! જે પુરુષાર્થ કરશે પરંતુ દૃઢ સંકલ્પ નહીં કરશે, એવા છે? જે
ઊઠે છે તે લક્ષ્ય અને પુરુષાર્થ કરશે તો હાથ ઉઠાવો કારણકે સમય નું અટેન્શન રાખી આ
વિચારો કે બધાને આ સંગમ સમય માં ભવિષ્ય બહુ જ સમયની સફળતા પ્રાપ્ત કરવાની છે. ૨૧
જન્મ નો વારસો લેવાનો છે. તો ક્યાં આ એક જન્મ અને ક્યાં ૨૧ જન્મ! તો આ એક જન્મ માં
પણ લાંબો સમય પોતાનો પુરુષાર્થ તીવ્ર કરવો પડે ત્યારે બહુ જ સમયની જે પ્રાપ્તિ
કરવાની છે, તે કરી શકશો. બાપ થી પ્રેમ છે ને તો સાથ રહેવાનું છે ને! નજીક રહેવું છે
ને! બ્રહ્મા બાપ નાં સાથી બનીને રાજય અધિકારી બનવું છે ને! તો હમણાં પણ એટલો સમય
બાપ સમાન તો બનવું પડે. બ્રહ્મા બાપ નો એક-એક બાળકોથી કેટલો પ્રેમ છે, તે તો જાણો જ
છો. દરેક કહે છે - બાબા નો જેટલો મારાથી પ્રેમ છે એટલો કોઈનાથી નથી, મારી સાથે
પ્રેમ છે. તો આ પ્રેમ, બાપદાદા બંને નો પ્રેમ આ જન્મ માં જ અનુભવ કરી રહ્યા છો.
કેટલો પ્રેમ છે? બહુ જ પ્રેમ છે? અને જેનાથી પ્રેમ હોય છે એમની વાત ક્યારેય પણ ટાળી
ન શકાય. તો બ્રહ્મા બાપ થી બધાનો પ્રેમ છે, કેટલો પ્રેમ છે? બહુ જ પ્રેમ છે. ભલે
દેખાડી નથી શકતા પરંતુ બાપ જાણે છે કે પ્રેમ બધા બાળકોનો છે, નંબરવાર છે પરંતુ
પ્રેમ છે, એમાં બાપદાદા પણ બધા બાળકોને સર્ટિફિકેટ આપે છે કે પ્રેમ છે. પ્રેમ તો છે
પરંતુ બાપે જોયું કે ક્યારેક-ક્યારેક નટખટ થઈ જાય છે, તો બાપ એ સમયે શું કરતાં? બાપ
જોઈ-જોઈ વિશેષ શક્તિ આપતા રહેતા કારણકે બાપ આ જ ઈચ્છે છે કે દરેક બાળક રાજા બાળક
છે, દુનિયામાં જે લાડલાં બાળકો હોય છે એમને રાજા બાળક કહે છે. હોતાં રાજા નથી પરંતુ
કહે છે રાજા બાળક, પરંતુ તમે બધા બાપદાદા નાં હમણાં પણ રાજા બાળકો છો અને ભવિષ્ય
માં પણ રાજા બાળકો છો. હમણાં સ્વમાન છે, સ્વરાજ્ય છે. હમણાં આત્મા નું રાજ્ય સર્વ
કર્મેન્દ્રિય નાં ઉપર છે. તો સ્વરાજ્યધારી હમણાં છો અને વિશ્વ રાજ્યધારી ભવિષ્ય માં
છો. તો રાજા બાળકો છો ને! છો તો ગરદન હલાવો.
તો બાપદાદા આજે
અમૃતવેલા ચારેય તરફ, ભલે વિદેશ ભલે દેશ, ચારેય તરફ ચક્ર લગાવવા ગયા. તો શું જોયું?
યોગ માં અમૃતવેલા બેસે મેજોરીટી છે પરંતુ સ્નેહ માં બેસે છે, બાપદાદા થી વાતો પણ કરે
છે, આત્મિક સ્મૃતિ માં પણ બેસે, બાપદાદા પાસેથી શક્તિ પણ લે છે પરંતુ હવે બાપદાદા
આવવા વાળા નવાં વર્ષમાં નવીનતા ઈચ્છે છે કારણકે હવે સમય દિવસ પ્રતિદિવસ નાજુક આવવાનો
જ છે. તો એવા સમય પર હવે જ્વાળામુખી યોગ જોઈએ. તે જ્વાળામુખી યોગ ની આવશ્યકતા હમણાં
આવશ્યક છે. જ્વાળામુખી યોગ અર્થાત્ લાઇટ માઇટ સ્વરુપ શક્તિશાળી, કારણકે સમય પ્રમાણ
હવે દુઃખ, અશાંતિ, હલચલ વધવાનાં જ છે એટલે પોતાના દુઃખી, પરેશાન આત્માઓને વિશેષ
જ્વાળામુખી યોગ દ્વારા શક્તિઓ આપવાની આવશ્યકતા પડશે. દુઃખ, અશાંતિ નાં રિટર્ન માં
કંઈ ન કંઈ શક્તિ, શાંતિ પોતાની મન્સા સેવા દ્વારા આપવી પડશે. જે તમે આ સમય નો ટોપીક
રાખ્યો છે એક પરિવાર, એના પ્રમાણે જ્યારે એક પરિવાર છે, તો અશાંત આત્માઓને કંઈક તો
અંચલી આપશો એટલે બાપદાદા આગળ નું વર્ષ જે આવ્યું કે આવ્યું એના માટે વિશેષ અટેન્શન
ખેંચાવી રહ્યા છે કે હવે જ્વાળામુખી યોગની આવશ્યકતા છે. જ્વાળામુખી યોગ દ્વારા જ જે
પણ સંસ્કાર રહેલા છે તે પણ ભસ્મ થવાના છે.
હવે તમારા એડવાન્સ
પાર્ટી નાં સાથી તમારા બધાથી આ જ ઈચ્છે છે કે હવે સમાપ્તિ નાં સમય ને સામે લાવો. હવે
રિટર્ન જર્ની યાદ રાખો. તમારી દાદી યાદ અપાવી રહ્યા છે કે મને સદા આ યાદ રહેતું હતું
“અબ ઘર જાના હૈ”, અબ ઘર જાના હૈ. તમારી દાદી આ જ યાદ અપાવી રહ્યા છે કે જેવી રીતે
મને યાદ રહ્યું હવે સંપન્ન બનવું છે, સંપૂર્ણ બનવું છે, ધૂન લાગી રહી. તો આજે વિશેષ
અમૃતવેલા વતન માં બાપદાદા થી મિલન મનાવતા કહી રહ્યા હતા કે હવે અમારાં તરફ થી, જે
પણ દાદીઓ ગઈ છે બધા મળીને કહી રહ્યા હતા હવે જ્વાળામુખી યોગ ની બહુ જ આવશ્યકતા છે,
ભલે બીજાઓને શક્તિ આપવા માટે, ભલે પોતાના બ્રાહ્મણ પરિવાર ને સંપન્ન બનાવવા માટે.
હવે સમય ને સમીપ લાવવા વાળા તમે નિમિત્ત છો એટલે આવનારા વર્ષ માં શું કરશો? વિશેષ
શું કરશો? એક-બે નાં સ્નેહી, સહયોગી બની દરેક સેન્ટર, સેવાસ્થાન જ્વાળામુખી યોગ નાં
વાયબ્રેશન અને કર્મ માં એકબીજા નાં સ્નેહી, સહયોગી બની, દરેક નાં પ્રત્યે અટેન્શન
રાખતા જે પણ ખામી છે એમાં સહયોગ આપો. મન્સા દ્વારા અન્ય આત્માઓની સેવા કરો અને
પોતાના સહયોગ દ્વારા બ્રાહ્મણ સાથીઓ ની વિશેષ સેવા કરો, ત્યારે આપણાં લોકોનાં દિલની
આશ પૂરી થશે.
તો આજે વતન માં
એડવાન્સ પાર્ટી આવનારા વર્ષ માટે તમને બધાને યાદ પણ આપી રહ્યા હતાં અને પોતાના દિલ
ની આશાઓ પણ બતાવી રહ્યા હતાં. તો બોલો, બાપદાદા નાં સંકલ્પ તો સાંભળ્યાં પરંતુ સાથે
પોતાની દાદીઓની પણ આવનારા વર્ષ નાં માટે શુભ ભાવનાઓ પણ સાંભળી ને! બાપદાદા તો બધા
બાળકોને ભલે કોઈ કમજોર છે, ભલે તીવ્ર પુરુષાર્થી છે બધાને ત્રણ મુબારક આપી રહ્યા છે
- એક નવજીવન ની મુબારક, બીજું નવાં વર્ષ ની મુબારક અને ત્રીજું નવી દુનિયામાં સાથી
બની ચાલવાની મુબારક.
બાપદાદાએ આ પણ કહ્યું
કે બધા પોતાના અંદર પોતાના માટે સમય નિશ્ચિત કરો કે ક્યાં સુધી પોતાને બાપ સમાન
બનાવશો. પોતાના અંદર પોતાના માટે નિશ્ચિત કરો. તો નિશ્ચિત કરતા આવડે છે ને ? બાપદાદા
તો આજે દરેક બાળકોને જોઈ આ જ વરદાન આપી રહ્યા છે આવતાં વર્ષ માં દરેક બાળક તીવ્ર
પુરુષાર્થી ભવ. અમૃતવેલા જ્યારે યાદમાં બેસો છો અને જ્યારે ઉઠવાનો સમય થાય છે એ સમયે
બાપદાદાનું આ વરદાન પોતાના દિલમાં યાદ રાખવું તીવ્ર પુરુષાર્થી ભવ. જેવી રીતે
બાપદાદાએ બે વાતો પહેલા જ અટેન્શન માં અપાવી છે કારણકે સંગમ નો સમય અચાનક સમાપ્ત
થવાનો છે. તો એક સમય, બીજો સંકલ્પ, બંને પર દરેક ઘડી અટેન્શન. બાપદાદા ની આ પણ દરેક
બાળકો નાં પ્રત્યે શુભ ભાવના છે કે દરેક બાળક આ વર્ષ માં શું બને? શું બનશે? જે પણ
તમારા ચહેરા માં જુએ તમારા ચહેરાથી ફરિશ્તા રુપ દેખાય. ફલાણી છું, ફલાણો છું, ના.
ફરિશ્તા અનુભવ માં આવે, એના માટે જ્વાળામુખી યોગ, કોઈ વ્યર્થ નહીં. લાઈટ અને માઈટ
સ્વરુપ યોગ થી જ વ્યર્થ ને બાળો. સમર્થ ફરિશ્તા નજર આવે, જેને પણ જુઓ, કારણ બાપ નાં
સિકીલધા બાળકો તો છો. બાપે તમને ખાસ ક્યાં-ક્યાં થી વીણીને પોતાના બનાવ્યા છે. તો
લક્ષ રાખો હું બ્રાહ્મણ સો ફરિશ્તા છું. તો અમૃતવેલા પોતાની દિનચર્યા માં આ યાદ
રાખજો હું બ્રાહ્મણ સો ફરિશ્તા છું. ચાલતા-ફરતા ફરિશ્તા રુપ, ફરિશ્તા સ્વરુપ તો સારું
લાગે છે ને! બ્રહ્મા બાપ ફરિશ્તા બન્યા, ફોલો ફાધર.
તો આ વર્ષ નું વરદાન
જે આપ્યું તીવ્ર પુરુષાર્થી, સાધારણ પુરુષાર્થ નહીં, સાધારણ પુરુષાર્થી છો તો રાજ્ય
નાં સાથી નહીં બનશો. અને બાપ આ જ ઈચ્છે છે કે જેટલા પણ બાપદાદા ની મોરલી અધ્યયન કરવા
વાળા ગોડલી સ્ટુડન્ટ છે, તે બધાં શું બનશે? ફરિશ્તા. બધો બોજ ઉતરી જશે. કોઈ પણ
સંસ્કાર નો બોજ સમાપ્ત થઈ જશે. તો આ વર્ષ નું હોમવર્ક શું રહ્યું? ફરિશ્તા સ્વરુપ
માં રહેવાનું છે, આને જ કહેવાય છે તીવ્ર પુરુષાર્થ. હવે દરેક સેન્ટર, દરેક સપ્તાહ,
દરેક સ્ટુડન્ટ નું રીઝલ્ટ જુઓ કે તીવ્ર પુરુષાર્થી રહ્યા? જો કોઈ પણ વાત આવી, એનાં
માટે સહયોગી બનીને, સ્નેહ થી એમને હિંમત આપી અને પોતાનાં સેન્ટર ને, સ્ટુડન્ટ ને
તીવ્ર પુરુષાર્થી બનાવીએ. દરેક અઠવાડિયે રીઝલ્ટ જુએ કારણકે સમય હલચલ નો થવાનો જ છે.
તો આજ નાં સંગમ દિવસ
પર વિદાઈ અને વધાઈ નાં દિવસ પર ચારેય તરફ નાં, જ્યાં પણ જે બેઠા છે બાળકો, બાપદાદા
જોઈ રહ્યા છે, કેવી રીતે બધા સાયન્સ નાં સાધનો દ્વારા જોઈ પણ રહ્યા છે અને જોઈ-જોઈ
કેટલાક ખુશ થઈ રહ્યા છે. તો ચારેય તરફ નાં બાળકોને બાપદાદા વિશેષ વરદાન આપી રહ્યા
છે “સદા સંતુષ્ટમણી ભવ”. સંતુષ્ટ રહેજો અને સંતુષ્ટ કરજો. અચ્છા.
હવે દાદીઓ મળીને કોઈ
નવો પ્લાન બનાવો. (દાદી જાનકીએ કહ્યું - બાબા જાન્યુઆરી મહિના નું બહુ મહત્વ છે.
જાન્યુઆરી મહિનામાં જો બધા મળીને પુરુષાર્થ કરીએ, એવી સેવાનો કોઈ પ્લાન બની જાય, જે
બધાના દિલ થી જીગર થી નીકળે કે મારા બાબા, એવી મારી ભાવના છે.)
બાપદાદા નવાં વર્ષમાં
નવીનતા ઈચ્છે છે, તે જ સંસ્કાર નથી ઈચ્છતા. એક-એક બાળક બાપ સમાન દેખાઈ આવે. ફોલો
બ્રહ્મા બાપ. સરકમસ્ટાન્સ, વાતો બધું જ બાપ ની આગળ આવ્યું પરંતુ ફરિશ્તા બની ગયા.
તો ફરિશ્તા બનવું જ છે, આ દૃઢ સંકલ્પ દરેક પોતાના સ્વયં થી કરે કારણકે પોતાને સ્વયં
કરશો પોતે સ્વયં કરશો તો અટેન્શન રહેશે. મારે બનવું જ છે બસ. અને તમારા બનવાથી
નેચરલ વાયબ્રેશન ફેલાશે. તો હવે શું લક્ષ રાખ્યું? ફરિશ્તા બનવું જ છે, બોલો. પાક્કું
છે ને ! અચ્છા. બધાને બહુ જ બહુ જ બાપદાદા નાં દિલ નાં પ્યાર અને મુબારક છે.
વરદાન :-
દરેક ખાતુ અને
સંબંધ એક બાપ થી રાખવા વાળા ડબલ લાઈટ ફરિશ્તા ભવ
ડબલ લાઈટ ફરિશ્તા બનવા
માટે દેહ નાં ભાન થી પરે રહો કારણકે દેહભાન માટી છે, જો આનો પણ બોજ છે તો ભારીપણું
છે. આપેલું તન પણ બાપ ને આપી દીધું. પોતાની વસ્તુ બીજાને આપી દીધી તો પોતાનો સંબંધ
ખલાસ થયો. બધો હિસાબ-કિતાબ, બધી લેણ-દેણ બાપ થી બાકી બધું જૂનું ખાતું અને સંબંધ
ખલાસ - એવી રીતે સંપૂર્ણ બેગર જ ડબલ લાઈટ ફરિશ્તા છે.
સ્લોગન :-
પોતાની
વિશેષતાઓ ને પ્રયોગ માં લાવો તો દરેક કદમ માં પ્રગતિ નો અનુભવ કરશો.
અવ્યક્ત ઇશારરા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
કોઈ પણ આત્માથી કંઈ
લઈને આપવાની ઈચ્છા ન હોય, સંકલ્પ માં પણ આ ન આવે કે આ કરે તો હું કરું, આ બદલાય તો
હું બદલાઉ, કંઈક તે બદલાય, કંઈક હું બદલાઉ ભિખારીને પણ માલામાલ બનાવવા વાળા - અપકારી
નાં ઉપર ઉપકાર કરવા વાળા જ પરોપકાર ની ભાવનાથી સંપન્ન છે.