05-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે પોતાનાં યોગબળ થી આ જૂની દુનિયાને પરિવર્તન કરી નવી બનાવો છો , તમે પ્રગટ થયાં છો રુહાની સેવા નાં માટે”

પ્રશ્ન :-
ઈમાનદાર સાચાં પુરુષાર્થી બાળકો ની નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
ઈમાનદાર બાળકો ક્યારેય પણ પોતાની ભૂલ ને છૂપાવશે નહીં. તરત બાબા ને સંભળાવશે. તે ખૂબ-ખૂબ નિરહંકારી હોય છે, તેમની બુદ્ધિ માં સદા આ જ વિચાર રહે કે જેવાં કર્મ હું કરીશ… ૨. તે કોઈની ડિસ-સર્વિસ (કુસેવા) નું ગાયન નથી કરતાં. પોતાની સર્વિસ માં લાગેલાં રહે છે. તે કોઈનાં પણ અવગુણ જોઈ પોતાનું માથું ખરાબ નથી કરતાં.

ગીત :-
ધીરજ ધર મનુવા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ ધીરજ આપે છે. જેમ લૌકિક બાપ પણ ધૈર્ય (ધીરજ) આપે છે ને. કોઈ બીમાર હોય છે તો તેમને આથત આપે છે. તમારી બીમારી નાં દુઃખ નાં દિવસ બદલાઈ ને સુખ નાં દિવસ આવશે. તે હદ નાં બાપ હદ નું ધૈર્ય આપે છે. હવે આ તો છે બેહદ નાં બાપ. બાળકો ને બેહદ નું ધૈર્ય આપી રહ્યાં છે. બાળકો, હવે તમારા સુખ નાં દિવસો આવી રહ્યાં છે. બાકી આ થોડાં દિવસ છે. હવે તમે બાપ ની યાદ માં રહી બીજાઓને પણ શીખવાડો. તમે પણ શિવશક્તિઓ છો ને! શિવબાબા ની શક્તિ સેના ફરી થી પ્રગટ થઈ છે. આ (ગોપ) પણ આત્માઓ છે. આ બધાં શિવ થી શક્તિ લે છે. તમે પણ શક્તિ લો છો. બાપે સમજાવ્યું છે આમાં કૃપા કે આશીર્વાદ ની કોઈ વાત નથી. યાદ માં રહી શક્તિ લેતાં જાઓ. યાદ થી જ તમારા વિકર્મ વિનાશ થશે અને તમે શક્તિવાન બનતાં જશો. શિવ ની શક્તિ સેના એટલી સર્વશક્તિવાન હતી જે જૂની દુનિયાને પલટીને નવી બનાવી દીધી. તમે જાણો છો યોગબળ થી આપણે આ જૂની દુનિયા ને પલટાવીએ છીએ. આંગળી થી પણ મનુષ્ય એવો ઈશારો કરે છે કે અલ્લાહ ને, ગોડ ને યાદ કરો. બાળકો હવે સમજે છે - બાપ ની યાદ થી આ પથ્થરો નાં પહાડ અર્થાત્ દુનિયા બદલાઈ જશે. હમણાં આપણે પરિસ્તાન સ્થાપન કરી રહ્યાં છીએ. બાપ બાળકોને સમજાવે છે - પ્રદર્શન પર ખૂબ સર્વિસ (સેવા) કરો, મહેનત કરો જે સમય મળે તેમાં બેસીને શીખો. છે ખૂબ સહજ. બાળકોને દરેક પ્રકાર ની શિક્ષા મળતી રહે છે. દરેક નાં કર્મો નો હિસાબ છે. કન્યાઓનાં કર્મ સારા છે. જેમણે લગ્ન કરેલાં છે તે કહે છે - આ સમયે જો અમે કન્યા હોત તો આ બધી જ જંજીરો થી છૂટેલા, ફ્રી બર્ડ (સ્વતંત્ર પક્ષી) હોત. કન્યાઓ ફ્રી બર્ડ્સ છે. પરંતુ ખરાબ સંગ માં નુકસાન થઈ જાય છે. સ્ત્રી ને પુરુષ, બાળકો વગેરે ની કેટલી જંજીરો છે, આમાં રીત-રિવાજ વગેરે નાં કેટલાં બંધન હોય છે. કન્યાઓને કોઈ બંધન વગેરે નથી. હમણાં બોમ્બે માં પણ કન્યાઓ તૈયાર થઈ રહી છે. કહે છે અમે અમારા પ્રાંત ને પોતેજ સંભાળીશું. બધાં પોતાનાં પ્રાંત માટે કેટલી મહેનત કરે છે. કહે છે અમારું ગુજરાત, અમારું યૂ.પી… તમે હમણાં પોતાનું સ્વરાજ્ય લો છો, આમાં હું ફલાણો છું, ફલાણા પ્રાંત નો છું, આ પણ ન રહે. તમારે કોઈ થી પણ ઈર્ષા ન રાખવી જોઈએ. કોઈ નો અવગુણ વગેરે જોઈ માથું ખરાબ ન થવું જોઈએ. પોતાને જોવું જોઈએ મેં કેટલાં આત્માઓને, બહેનો-ભાઈઓ ને સુખ નો રસ્તો બતાવ્યો છે? જો રસ્તો નથી બતાવ્યો તો તે કોઈ કામ નાં નથી. દિલ પર ચઢી નથી શકતાં. બાપદાદા નાં દિલ પર નહીં ચઢ્યાં તો તખ્ત પર ન બેસી શકે. બાબા જાણે છે - કોઈ-કોઈ બાળકોને સર્વિસ નો ખૂબ શોખ છે. જરા પણ દેહ નું અભિમાન નથી. કોઈ-કોઈ તો ખૂબ અહંકાર માં રહે છે. સમજે છે પોતાનાં ઉપર નહીં, બાપ પર કૃપા કરી છે. ક્યારેય પણ કોઈનાં અવગુણ ને ન જોવા જોઈએ. ફલાણા એવાં છે, આ કરે છે. આજકાલ એવાં પણ શાણાં છે જે એકબીજા ની ડિસ-સર્વિસ નું ગાયન કરે છે. ફલાણો આ કરે છે, એવો છે. અરે, તમે પોતાની સર્વિસ (સેવા) કરો. બ્રાહ્મણ બાળકો નું કામ છે સર્વિસ માં લાગી જવું. બાપ બેઠાં છે, બાપ ની પાસે બધાં સમાચાર આવે છે. દરેક ની અવસ્થા ને બાપ જાણે છે. સર્વિસ જોઈ મહિમા પણ કરે છે. બાળકો માં સર્વિસ નો જોશ આવવો જોઈએ. દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે - આ રુહાની સર્વિસ થી. તે ધંધો વગેરે તો જન્મ-જન્માંતર કરતાં આવ્યાં. આ ધંધો કોઈ વિરલા વ્યાપારી કરે. બાપ ખૂબ સહજ રીત સમજાવે છે સર્વિસ ની. ક્યારેય પણ બીજાઓની નિંદા નહીં કરો. એવું ઘણાં કરે છે. સારાં-સારાં મહારથીઓને પણ માયા નાક થી પકડી લે છે. બાબા ને યાદ નહીં કર્યા તો માયા પકડી લેશે. બાપ પણ કહે છે ને - મને સાધારણ તન માં આવેલ જોઈ ઓળખી નથી શકતાં. બાબા ને પણ સલાહ આપે છે આમ-આમ કરવું જોઈએ. અવસ્થા એવી છે જો બાબા થોડું પણ એવું કરશે તો ટ્રેટર (દગાબાજ) બની જશે. બાબા ને પણ પોતાની મત મોકલી દે છે. કહેવત છે ને - ચૂંહે લદી…(ઉંદર ને હળદર નો ટુકડો મળ્યો તો સમજ્યો કરીયાણા વાળો છું) એ નથી સમજતાં કે હું ડિસ-સર્વિસ કરું છું. ભૂલો તો ઘણાં થી થતી રહે છે. ક્યારેક અવસ્થા ઊંચી, ક્યારેક નીંચી, આ ચાલતું આવ્યું છે. દરેક પોતાની અવસ્થા ને જુએ. ઈમાનદાર બાળકો પોતાની અવસ્થા ઝટ બતાવે છે. કોઈ તો પોતાની ભૂલો છૂપાવી લે છે, આમાં ખૂબ નિરહંકારીપણું જોઈએ. સર્વિસ ને વધારવામાં લાગી જવું જોઈએ. હંમેશા આ ખ્યાલ રહેવો જોઈએ - જૈસા કર્મ હમ કરેંગે હમકો દેખ ઔર કરેંગે (જેવું કર્મ હું કરીશ મને જોઈ બીજા કરશે). હું કોઈની નિંદા કરીશ તો બીજા પણ કરવાં લાગી જશે. ઘણાં ને આ ખ્યાલ નથી આવતો. બાપ સમજાવે છે - તમે પોતાની સર્વિસ માં લાગી જાઓ. નહીં તો ખૂબ પસ્તાશો. દુશ્મન પણ અનેક બને છે.

તમે હમણાં શૂદ્ર થી ટ્રાન્સફર (બદલી) થઈ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ થઈ ગયાં. જેમાં ૫ વિકાર છે - તે છે આસુરી સંપ્રદાય, તમે છો દૈવી સંપ્રદાય. તમે દેવતા બનવા માટે વિકારો પર વિજય મેળવી રહ્યાં છો. દેવતાઓ તો અહીં નથી. દેવતાઓ હશે સતયુગ માં. તમે હમણાં દૈવી સંપ્રદાય બની રહ્યાં છો.

આપ બાળકોને હમણાં સમજાવવા માટે ચાન્સ (તક) મળે છે. પ્રદર્શન માં સમજાવતાં રહો. પ્રદર્શન, મેળા માં દરેકની નબ્જ (નસ) ની ખબર પડી જાય છે. પ્રોજેક્ટર માં તો કોઈને સમજાવી નહીં શકો. સન્મુખ સમજાવવાથી જ સમજી શકશે. પ્રદર્શન, મેળા સારી ચીજ છે, તેમાં લખી પણ શકો છો. પ્રદર્શન, મેળા નો શોખ હોવો જોઈએ. રેગ્યુલર (નિયમિત) ભણવાથી જ નશો ચઢશે. બાંધેલી છો તો ઘર માં રહેતાં બાપ ને યાદ કરતી રહો તો વિકર્મ વિનાશ થઈ જશે. ઘર માં બેઠાં પણ યાદ કરવું સારું છે. પરંતુ યાદ કરવું - આ બાળકોનાં માટે ખૂબ મુશ્કેલ વાત થઈ ગઈ છે. બાપ જેમનાથી ૨૧ જન્મ નો વારસો મળે છે એમને યાદ નથી કરતાં. સારાં-સારાં ભાષણ કરવાવાળા મહારથી પણ બાપ ને યાદ નથી કરતાં. ન સવારે ઉઠી શકે છે. ઉઠે છે તો બેસવાથી ઝુટકા ખાય છે. યાદ કરવા માટે સવાર નો જ સમય સારો છે. ભક્તિમાર્ગ માં પણ સવારે ઉઠી યાદ માં લાગી જાય છે. તેમની તો ઉતરતી કળા છે. અહીંયા તો છે જ ચઢવાની વાત. માયા કેટલાં વિઘ્ન નાખે છે. સવારે ઉઠીને બાપ ને નહીં યાદ કરશો તો ધારણા કેવી રીતે થશે? વિકર્મ વિનાશ કેવી રીતે થશે? બાકી ફક્ત મોરલી ચલાવવી - આ તો નાનાં બાળકો પણ શીખીને સમજાવવા લાગી જાય છે. આ ભણતર મોટાઓનાં માટે છે. કેટલી મોટી યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય) છે. આપણને ભણાવવા વાળા કોણ છે - આ બાળકોને નશો નથી રહેતો. માયા કોઈને દગો આપે છે તો આપણે તેને ન જોઈ પોતાની સર્વિસ માં લાગ્યાં રહીએ. બાપ ની પાસે બધાં સમાચાર આવતાં રહે છે. કોઈ દેહ-અભિમાન માં આવીને સમજે છે, આ આવું કરે છે, આ કરે છે, બીજાઓની જ નિંદા કરવામાં સમય વેસ્ટ (વ્યર્થ) કરે છે. તમારું કામ છે સર્વિસ માં રહેવું. કોઈ પણ વાત છે ઈશારો બાપ ને આપી દીધો બસ. પરચિંતન ન કરવું જોઈએ. સર્વિસ માં બાળકોએ દિવસ-રાત લાગવું જોઈએ. તમારો ધંધો જ આ છે. રોજ પ્રદર્શન માં સમજાવો કે આ શિવબાબા, આ પ્રજાપિતા બ્રહ્મા. કલ્પ પહેલાં પણ પ્રજાપિતા બ્રહ્મા ગવાયેલું છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે. એવું નહીં કે મનુષ્ય હતાં જ નહીં. મનુષ્ય સૃષ્ટિ રચે છે અર્થાત્ કાંટાઓ ને ફૂલ બનાવે છે. બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચે છે તો ઉપર થોડી જ સૃષ્ટિ રચશે. બ્રહ્મા તો અહીં હશે ને. કેટલું ક્લિયર (સ્પષ્ટ) સમજાવાય છે.

બાપ કહે છે - હું અનેક જન્મો નાં અંત નાં જન્મ માં પ્રવેશ કરી મનુષ્ય ને દેવતા બનાવું છું. તો બાળકોએ સર્વિસ માં રાત-દિવસ મહેનત કરવી જોઈએ. ધંધા વગેરે થી થોડો સમય કાઢી આમાં લાગી જવું જોઈએ. એવું નહીં કે ફુરસત નથી મળતી. બીમાર પડી જાઓ તો શું પછી કહેશો કે ફુરસત નથી! પુરુષાર્થ કરવો જોઈએ. પ્રેરણા થી કાંઈ પણ નથી થઈ શકતું. ભગવાન થી જ પ્રેરણા દ્વારા કામ નથી થઈ શકતું તો બીજાઓથી પછી કેવી રીતે થશે? સમજે છે ભગવાન શું નથી કરી શકતાં. મરેલા ને જીવિત કરી શકે છે. અરે ભગવાન ને તમે કહો છો, હે પતિત-પાવન આવીને અમને પતિત થી પાવન બનાવો, બસ, બીજી કોઈ વાત નથી. એવું થોડી કહે છે આવીને મુર્દા ને જીવિત બનાવો. એ છે જ પતિત-પાવન. ભારત પાવન હતું ને. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ આવીને પાવન બનાવું છું. માયા પછી આવીને પતિત બનાવે છે. હવે ફરી હું આવ્યો છું પાવન બનાવવાં. કેટલી સહજ વાત બતાવે છે. હકીમ લોકો મોટી બીમારી ને પણ જડીબુટ્ટીઓ થી ઠીક કરી દે છે પછી તેમની મહિમા પણ થાય છે. કોઈને બાળક કે ધન મળ્યું તો કહેશે ગુરુકૃપા થઈ. સારું, બાળક મરી ગયું તો કહેશે ભાવી. આ બધી વાતો ને હમણાં આપ બાળકો સમજો છો. સંન્યાસી લોકો પવિત્ર બને છે તો તેમની માન્યતા હોય છે. પરંતુ તે છે હઠયોગી, તે રાજયોગ શીખવાડી ન શકે. તે સંન્યાસી, આપણે ગૃહસ્થી, પછી આપણે પોતાને ફોલોઅર્સ (અનુયાયીઓ) કેવી રીતે કહેવડાવી શકીએ. બાપ તો કહે છે બાળકોએ પૂરું ફોલો (અનુસરણ) કરવાનું છે - મનમનાભવ. મને યાદ કરો તો તમે પવિત્ર બની જશો અને મારી સાથે ચાલશો. હું તો એવર (સદા) પાવન છું. મનુષ્ય પતિત બનાવે છે, બાપ આવીને પાવન બનાવે છે. એ પવિત્રતા, શાંતિ, સુખ નાં સાગર છે. તમને પણ એવાં બનાવી રહ્યાં છે. તમે યોગબળ થી આત્મા ને પવિત્ર બનાવો છો. જાણો છો આપણને ફર્સ્ટક્લાસ શરીર મળશે. મનુષ્ય ને દેવતા પ્રેક્ટિકલ માં બનાવવાનાં છે. એવું થોડી ફક્ત દેવતાઈ કપડાં વગેરે પહેરી લીધાં, પોતાનાં પર પૂરું ધ્યાન આપવાનું છે. દેહ-અભિમાન ન આવે. બાબા અમે તો તમારા થી વારસો લઈને જ છોડીશું. તમે પણ કહો છો અમે ભારત ને શ્રેષ્ઠાચારી બનાવીને જ છોડીશું. નિશ્ચય વાળા જ કહે છે ને. કોઈ તો કહે છે આટલાં થોડાં સમય માં કેવી રીતે થશે? હકીકત માં ક્યારેય પણ આ સંશય ન લાવવો જોઈએ. સંશય માં આવવાથી પછી સર્વિસ માં ઢીલા થઈ જાય છે. સમય ખૂબ થોડો છે. જેટલું થઈ શકે પુરુષાર્થ ખૂબ કરવો જોઈએ. થોડી લડાઈ વગેરે નાં કોઈ હંગામા થશે તો પછી જોજો કેટલી મહેનત કરવા લાગી જાય છે. સમજે છે ને - અમે યાદ માં પૂરા નથી રહેતાં તો પછી તે સમયે કશમકશ તો કરી નહીં શકે. તે સમયે તો ખૂબ આફતો વગેરે હોય છે એટલે બાપ કહે છે જેટલું થઈ શકે ગેલપ કરતાં જાઓ. આ આત્માઓ ની રેસ છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. નિશાન પર જઈને અર્થાત્ બાપ નાં ઘરે જઈને પછી ચાલ્યું આવવાનું છે નવી દુનિયામાં. ખૂબ સારી રેસ છે. બાપ કહે છે - મને ટચ (સ્પર્શ) કરી અર્થાત્ મૂળવતન માં જઈને પછી આવવાનું છે. પહેલાં-પહેલાં તે આવશે જે યોગયુક્ત હશે. ઈચ્છે છે અમે મુક્તિધામ માં જઈએ. તો બાપ કહે છે મને યાદ કરો તો ચાલ્યાં જશો. મુક્તિધામ તો બધાને પસંદ છે પછી આવશે પાર્ટ ભજવવાં. મોક્ષ કોઈને મળતો નથી. ઈશ્વરીય હિસ્ટ્રી-જોગ્રોફી માં મોક્ષ નો શબ્દ નથી, એક સેકન્ડ માં તમને જીવનમુક્તિ મળે છે, બાકી બધાં મુક્ત થઈ જશે. રાવણ રાજ્ય થી મુક્ત થવાનું જ છે, જે પુરુષાર્થ કરશે તે જ ઊંચ પદ મેળવશે. બાળકોએ ખૂબ મીઠું બનવાનું છે. સ્વભાવ ખૂબ મીઠો જોઈએ. ક્રોધી નથી બનવાનું, દુર્વાસા નું નામ છે ને. આ રાજઋષિઓમાં પણ કોઈ-કોઈ એવાં છે. હંમેશા પોતાનાં દિલ પર હાથ રાખવો જોઈએ કે હું શું કરું છું! આનાંથી મને શું પદ મળશે! જો સર્વિસ નહીં કરી, આપ સમાન નહીં બનાવ્યાં તો શું પદ મળશે. થોડા માં રાજી નથી થવાનું. બાપ કહે છે - હું આવ્યો છું બાળકોને ફુલ (પૂરેપૂરી) બાદશાહી આપવાં. તો હિંમત રાખીને દેખાડવું જોઈએ. ફક્ત કથની (કહેવાથી) થી તો થઈ ન શકે. બાપ ની સર્વિસ માં તો હડ્ડીઓ (હાડકા) પણ આપવાનાં છે. કરે પણ છે પછી ક્યાંક દેહ-અભિમાન આવી જવાથી નશો આવી જાય અને નીચે પડે છે. માયા પણ ઓછી પહેલવાન નથી. બાપ ની શ્રીમત પર ન ચાલવાથી માયા વાર કરે છે, તો બાપ ને ફારકતી (દગો) આપી દે છે. બાપ સુખધામ નાં માલિક બનાવે છે તો પોતાનાં પર તરસ આવવો જોઈએ. બાપ સલાહ ખૂબ જ સિમ્પલ (સરળ) આપે છે. માયા નાં તોફાન તો બહુજ આવશે પરંતુ મહાવીર બનવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસ નો શોખ રાખી પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે. કોઈની ડિસ-સર્વિસ (કુસેવા) નું ગાયન નથી કરવાનું. પરચિંતન માં પોતાનો સમય નથી ગુમાવવાનો.

2. ઈમાનદાર અને નિરહંકારી બની સેવા ને વધારવાની છે. સવારે-સવારે ઉઠીને બાપ ને પ્રેમ થી યાદ કરવાનાં છે. કથની અને કરની (કહેવું અને કરવું) સમાન બનાવવાની છે.

વરદાન :-
મનમનાભવ ની સ્થિતિ દ્વારા મન નાં ભાવો ને જાણવા વાળા સફળતા સ્વરુપ ભવ

જે બાળકો મનમનાભવ ની સ્થિતિ માં સ્થિત રહે છે તે બીજાઓનાં મન નાં ભાવો ને જાણી શકે છે. બોલ ભલે કેવાં પણ હોય પરંતુ એમનો ભાવ શું છે, એને જાણવાનો અભ્યાસ કરતા જાઓ. દરેક નાં મન નાં ભાવ ને સમજવાથી એમની જે ઈચ્છા કે પ્રાપ્તિ ની ઈચ્છા છે, તે પૂરી કરી શકશો. આનાથી તે અવિનાશી પુરુષાર્થી બની જશે પછી સર્વિસની સફળતા થોડા સમય માં ખૂબ જ દેખાશે અને તમે પુરુષાર્થી સ્વરુપ નાં બદલે સફળતા સ્વરુપ બની જશો.

સ્લોગન :-
સૂતા સમયે બધું બાપ નાં હવાલે કરી ખાલી થઈ જાઓ તો વ્યર્થ કે વિકારી સ્વપ્ન નહીં આવશે.

આ અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

આપ આત્માઓ બ્રાહ્મણ-જીવન માં એવાં પવિત્ર બનો છો જે શરીર પણ, પ્રકૃતિ પણ પવિત્ર બનાવી દો છો એટલે શરીર પણ પવિત્ર છે તો આત્મા પણ પવિત્ર છે. સંપૂર્ણ પવિત્ર અર્થાત્ અપવિત્રતા નો અંશ-માત્ર પણ ન હોય કારણકે જેટલી પવિત્રતા છે એટલી બ્રાહ્મણ-જીવન ની પર્સનાલિટી છે. જો પવિત્રતા ઓછી તો પર્સનાલિટી ઓછી. આ પ્યોરીટી ની પર્સનાલિટી સેવા માં પણ સહજ સફળતા દેખાડશે.