05-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે જેમની આજ સુધી મહિમા ગાતા હતાં , તે જ હવે તમારી સામે હાજર છે , એટલે સદૈવ ખુશી માં નાચતાં રહો , કોઈ વાત નું દુઃખ ન થાય”

પ્રશ્ન :-
પુરુષાર્થી બાળકો પોતાનાં દિલ ની અંદર કઈ જાંચ (તપાસ) અવશ્ય કરશે?

ઉત્તર :-
હજી સુધી મુજ આત્મા માં કોઈ નાનાં-મોટાં કાંટા તો નથી? કામ નો કાંટો સૌથી તીવ્ર છે. ક્રોધ નો કાંટો પણ બહુજ ખરાબ છે. દેવતાઓ ક્રોધી નથી હોતાં એટલે મીઠાં બાળકો, કોઈ કાંટો હોય તો કાઢી દો. સ્વયં પોતાને ઘાટા (નુકસાન) માં નહીં નાખો.

ગીત :-
તુમ માત પિતા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ પોતાનાં બાપની મહિમા સાંભળી. તેઓ ગાતા રહે છે, અહીં તમે પ્રેક્ટિકલ માં (ખરેખર) એ બાબા નો વારસો લઈ રહ્યાં છો. તમે જાણો છો બાબા આપણા દ્વારા ભારતને સ્વર્ગ બનાવી રહ્યાં છે. જેમનાં દ્વારા બનાવી રહ્યાં છે, જરુર તે જ સુખધામ નાં માલિક બનશે. બાળકોને તો બહુજ ખુશી રહેવી જોઈએ. બાબા ની મહિમા અપરંઅપાર છે, એમનાથી આપણે વારસો મેળવી રહ્યાં છીએ. હમણાં આપ બાળકો પર નહીં પરંતુ આખી દુનિયા પર બૃહસ્પતિ (ગુરુ) ની દશા છે. હવે આ તમે બ્રાહ્મણ જ જાણો છો. ભારત ખાસ અને દુનિયા આમ, બધા પર બૃહસ્પતિ ની દશા બેઠી છે કારણકે હમણાં સોળે કળા સંપૂર્ણ બનો છો. આ સમયે તો કોઈ કળા નથી. બાળકોને તો બહુજ ખુશી રહેવી જોઈએ. એવું નહીં અહીં ખુશી છે, બહાર જવાથી ખોવાઈ જાય. જેની મહિમા ગાતા રહો છો તે હમણાં તમારી પાસે હાજર છે. બાબા સમજાવે છે કે ૫ હજાર વર્ષ પહેલાં પણ રાજાઈ આપીને ગયો હતો. હવે તમે જોશો ધીરે-ધીરે બધા પોકારતાં રહેશે. તમારા પણ સ્લોગન નીકળતાં રહેશે. જેવી રીતે કોઈ કહે છે એક ધર્મ હોય, એક રાજાઈ હોય, એક ભાષા હોય. તે પણ આત્માઓ કહે છે ને? આત્મા જાણે છે બરોબર ભારત માં એક રાજધાની દેવી-દેવતાઓની હતી. આ સુગંધ ફેલાતી જશે. તમે સુગંધ નાખતા જાઓ છો. ડ્રામા પ્લાન અનુસાર લડાઈ નાં પણ આસાર (અણસાર) સામે છે. આ કોઈ નવી વાત નથી. ભારત ને સોળે કળા સંપૂર્ણ જરુર બનવાનું છે. તમે જાણો છો આપણે આ યોગબળ થી સોળે કળા સંપૂર્ણ બની રહ્યાં છીએ. કહે છે ને - દે દાન તો છૂટે ગ્રહણ. બાપ પણ કહે છે વિકારો નું, અવગુણો નું દાન આપો. આ રાવણ રાજ્ય છે ને. બાપ આવીને એનાથી છોડાવે છે, એમાં પણ કામ વિકાર ખુબ ભારે અવગુણ છે. તમે દેહ-અભિમાની બની ગયાં છો. હમણાં દેહી-અભિમાની બનવું પડે. શરીર નું પણ ભાન છોડવું પડે. આ વાતો ને આપ બાળકો જ સમજો છો, દુનિયા નથી જાણતી. ભારત જે સોળે કળા સંપૂર્ણ હતું, સંપૂર્ણ દેવતાઓનું રાજ્ય હતું. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની હતી. ભારત સ્વર્ગ હતું. હમણાં ૫ વિકારો નું ગ્રહણ લાગેલું છે, એટલે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. આ કામ વિકાર જ પાડવા વાળો છે એટલે બાપ કહે છે આ દાન આપો તો સોળે કળા સંપન્ન બની જશો. નહીં આપશો તો નહીં બનશો. આત્માઓને પોત-પોતાનો પાર્ટ મળેલો છે ને. આ પણ તમારી બુદ્ધિમાં છે. તમારા આત્મા માં કેટલો પાર્ટ છે. તમે વિશ્વ નું રાજ્ય ભાગ્ય લો છો. આ બેહદ નો ડ્રામા છે, અથાહ (અગણિત) એક્ટર્સ (પાર્ટધારી) છે. એમાં ફર્સ્ટ ક્લાસ (પ્રથમ શ્રેણી નાં) એક્ટર છે આ લક્ષ્મી-નારાયણ, એમનો જ નંબરવન પાર્ટ છે. વિષ્ણુ થી બ્રહ્મા-સરસ્વતી પછી બ્રહ્મા-સરસ્વતી થી વિષ્ણુ બને છે. આ ૮૪ જન્મો નું ચક્ર કેવી રીતે લગાવે છે, તે બધું બુદ્ધિ માં આવી જાય છે. વેપારી લોકો ચોપડા રાખે છે તો એનાં પર સ્વસ્તિક બનાવે છે. ગણેશ ની પૂજા કરે છે. આ છે બેહદ નો ચોપડો. સ્વસ્તિક માં ૪ ભાગ હોય છે. જેમ પુરી (જગન્નાથપુરી) માં ચોખા નો હાંડો રાખે છે. તે પાકી (રંધાઈ) જાય છે તો ૪ ભાગ થઈ જાય છે. ત્યાં ચોખાનો જ ભોગ લાગે છે. હમણાં આપ બાળકોને કોણ ભણાવી રહ્યું છે? મોસ્ટ બિલોવેડ બાપ (સૌથી મીઠા બાપ) આવીને તમારા સર્વેન્ટ (સેવક) બન્યાં છે, તમારી સેવા કરે છે. મનુષ્ય તો કહી દે છે આત્મા નિર્લેપ છે. હમણાં તમે જાણો છો - આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ છે જ. એને પછી નિર્લેપ કહેવું કેટલું રાત-દિવસ નું અંતર થઈ જાય છે. જ્યારે આ કોઈ સારી રીતે દોઢ મહિનો બેસીને સમજશે ત્યારે પોઈન્ટ બુદ્ધિ માં બેસશે. દિવસે-દિવસે પોઈન્ટ બહુજ નીકળતાં રહે છે. આ છે જેમ કસ્તુરી. શાસ્ત્રો માં તો કાંઈ પણ સાર નથી. બાબા કહે છે - તે હવે બુદ્ધિ થી નીકાળી દો. જ્ઞાન સાગર એક હું જ છું. જ્યારે પૂરો નિશ્ચય બેસે છે તો સમજે છે - બરોબર આ બધું ભક્તિમાર્ગ નાં માટે છે. પરમપિતા પરમાત્મા જ આવીને દુર્ગતિ થી સદ્દગતિ કરે છે. સીડી પર ક્લિયર (સ્પષ્ટ) બતાવવાનું છે. ભક્તિમાર્ગ શરું થાય છે તો રાવણ રાજ્ય શરું થાય છે. હમણાં ગીતા એપિસોડ (અધ્યાય) રીપિટ (ફરીવાર) થઈ રહ્યો છે. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવું છું. એમણે પછી કચ્છ-મચ્છ અવતાર કહી દીધું છે. ૨૪ અવતાર કહી દે છે. બાબા કહે છે - હમણાં તમારા પર બૃહસ્પતિ ની દશા છે. મેં તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં. હવે રાવણે રાહુ ની દશા બેસાડી દીધી છે. હમણાં ફરી બાપ આવ્યાં છે સ્વર્ગ નાં માલિક બનાવવાં. તો પોતાનું નુકસાન ન કરવું જોઈએ. વેપારી લોકો પોતાનું ખાતું હંમેશાં ઠીક રાખે છે. નુકસાન નાખવા વાળા ને અનાડી કહેવાય છે. હમણાં તો આ સૌથી મોટાં વેપારી છે. કોઈ વિરલા વેપારી વેપાર કરે. આ જ અવિનાશી વેપાર છે બીજા વેપાર તો બધાં માટી માં ભળી જવા વાળા છે. હમણાં તમારો સાચ્ચો વેપાર થઈ રહ્યો છે. બાપ છે બેહદ નાં સોદાગર,રત્નાગર અને જ્ઞાન નાં સાગર કહેવાય છે. પ્રદર્શન માં જુઓ કેટલાં આવે છે. સેવાકેન્દ્ર માં કોઈ મુશ્કેલ આવશે. ભારત તો બહુજ મોટો છે ને. બધી જગ્યાએ તમારે જવાનું છે. પાણીની ગંગાઓ તો આખાં ભારત માં નથી. આ પણ તમારે સમજાવવું પડે કે પાણી ની ગંગા કોઈ પતિત-પાવની નથી. આપ જ્ઞાન-ગંગાઓએ જવું પડશે. ચારેય તરફ પ્રદર્શન મેળા કરતાં રહેશો. દિવસે-દિવસે ચિત્ર પણ સારા-સારા બનતાં રહેશે. શોભનિક ચિત્ર એવાં હોય જે જોવાથી જ ખુશી આવી જાય કે આ તો ઠીક સમજાવે છે. હવે લક્ષ્મી-નારાયણ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. હમણાં બ્રાહ્મણ ધર્મ ની સ્થાપના થઈ રહી છે. આ બ્રાહ્મણ જ દેવી-દેવતા બને છે. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો તો દિલ માં પોતાનાથી પૂછતાં રહો કે અમારામાં કોઈ નાનાં-મોટા કાંટા તો નથી? કામ નો કાંટો તો નથી? ક્રોધ નો નાનો કાંટો પણ બહુજ ખરાબ છે. દેવતાઓ ક્રોધી નથી થતાં. દેખાડે છે શંકર ની આંખ ખુલવાથી વિનાશ થઈ જાય છે. આ પણ એક કલંક લગાવ્યો છે. વિનાશ તો થવાનો જ છે. સૂક્ષ્મવતન માં શંકર ને કોઈ સાપ વગેરે થોડી હોઈ શકે છે! ત્યાં ધરતી જ ક્યાં છે જે સાપ વગેરે નીકળે. આકાશ માં થોડી સાપ ફરશે! સૂક્ષ્મવતન અને મૂળવતન માં બાગ-બગીચા, સાપ વગેરે કાંઈ પણ નથી હોતું. આ બધું અહીં હોય છે. સ્વર્ગ પણ અહીં જ હોય છે. આ સમયે મનુષ્ય કાંટા જેવાં છે, એટલે આને કાંટાઓનું જંગલ કહેવાય છે. સતયુગ છે ફૂલો નો બગીચો. તમે જુઓ છો - બાબા કેવી રીતે બગીચો બનાવે છે. મોસ્ટ બ્યુટીફુલ (સૌથી સુંદર) બનાવે છે. બધાંને હસીન (સુંદર) બનાવે છે. પોતે તો એવર હસીન (સદા સુંદર) છે. બધી સજનીઓ ને અર્થાત્ બાળકોને હસીન બનાવે છે. રાવણે બિલકુલ કાળા બનાવી દીધાં છે. હવે આપ બાળકોને ખુશી થવી જોઈએ - અમારા ઉપર બૃહસ્પતિ ની દશા બેઠી છે. અડધો સમય દુઃખ, અડધો સમય સુખ હોય, એનાથી ફાયદો જ શું? ના, ૩ ભાગ સુખ છે. આ ડ્રામા બનેલો છે. બહુજ લોકો પૂછે છે કે ડ્રામા આવો કેમ બનાવ્યો છે? અરે, આ તો અનાદિ છે ને! કેમ બન્યો, આ પ્રશ્ન ઉઠી ન શકે. આ અનાદિ અવિનાશી પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. બની બનાઈ બન રહી (બન્યું બનેલું બની રહ્યું છે)… કોઈને મોક્ષ નથી મળી શકતો. આ તો અનાદિ સૃષ્ટિ ચાલતી આવે છે, ચાલતી રહેશે. પ્રલય થતો નથી. બાબા નવી દુનિયા બનાવે છે, પરંતુ એમાં ગુંજાઈશ કેટલી છે. જ્યારે મનુષ્ય પતિત, દુઃખી થાય છે ત્યારે જ બોલાવે છે. બાબા આવીને બધાની કાયા કલ્પવૃક્ષ સમાન બનાવે છે. તમારો આત્મા પવિત્ર બની જાય છે તો શરીર પણ પવિત્ર મળશે. તો બાપ તમારી કાયા કલ્પતરુ બનાવે છે. અડધોકલ્પ ક્યારેય તમારું અકાળે મૃત્યુ નહીં થશે. તમે કાળ પર જીત મેળવો છો. આપ બાળકોએ બહુજ પુરુષાર્થ કરવો જોઈએ. જેટલું ઊંચ પદ મેળવો એટલું સારું છે. પુરુષાર્થ તો દરેક વધારે કમાણી નાં માટે કરે છે. લાકડા વાળા પણ કહેશે કે અમે વધારે લાકડા લઈ જઈએ તો વધારે કમાણી થશે. કોઈ તો ઠગી થી પણ કમાઈ કરે છે. ત્યાં એવી કોઈ દુઃખ ની વાત નથી હોતી. હમણાં તમે બાપ પાસેથી કેટલો વારસો લો છો. પોતાની જાંચ (તપાસ) કરવી જોઈએ કે અમે સ્વર્ગમાં જવાનાં લાયક છીએ? (નારદ નું દૃષ્ટાંત) શાસ્ત્રો માં તો બહુજ વાતો લખી દીધી છે. આ તીર્થ યાત્રા વગેરે બધું છોડો. ગીત પણ છે ને - ચારેય તરફ લગાવ્યાં ફેરા તો પણ… હવે બાપ તમને કેટલી સારી યાત્રા શિખવાડે છે, એમાં કોઈ તકલીફ નથી. ફક્ત બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બહુજ સારી યુક્તિ તમને સંભળાવું છું. બાળકો સાંભળો છો! આ મારો લોન લીધેલો રથ છે. આ બાપ ને કેટલી ખુશી થાય છે. મેં બાપ ને પોતાનું શરીર લોન માં આપ્યું છે. બાપ મને વિશ્વ નાં માલિક બનાવે છે. નામ પણ છે ભાગીરથ. તમે જાણો છો બોમ્બ્સ વગેરે તૈયાર થઈ રહ્યાં છે. આગ લાગવાની છે. રાવણ નું પૂતળું પણ બનાવે છે મારવા માટે. અહીં મારવા વગેરેની તો વાત જ નથી. ક્યાં મારવા વગેરેની વાત અને ક્યાં આ રાવણપુરી ખતમ થઈ રહી છે. આપ બાળકો રામપુરી માં જવાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. તો પૂરો પુરુષાર્થ કરવાનો છે, કાંટા નથી બનવાનું.

તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો. બધાનો આધાર મોરલી પર છે. મોરલી તમને નહીં મળશે તો તમે શું કરશો? એવું નહીં કે ફક્ત એક બ્રાહ્મણીએ જ મોરલી સંભળાવવાની છે. કોઈ પણ મોરલી વાંચીને સંભળાવી શકે છે. બોલવું જોઈએ - આજે તમે સંભળાવો. હમણાં તો સમજાવવાનાં માટે ચિત્ર પણ સારા બન્યાં છે. આ મુખ્ય ચિત્ર તો પોતાની દુકાન માં રાખી અનેકોનું કલ્યાણ કરો. તે સોદા ની સાથે-સાથે આ સોદો પણ કરો. આ બાબાનાં અવિનાશી જ્ઞાન-રત્નો ની દુકાન છે. બાબા કોઈ મનાઈ નથી કરતાં કે મકાન વગેરે નહીં બનાવો. ભલે બનાવો. પૈસા તો માટી માં ભળી જશે. એનાં કરતાં કેમ નહીં મકાન બનાવીને આરામ થી રહો. પૈસા કામ માં લગાવવા જોઈએ. મકાન પણ બનાવો, ખાવાનાં માટે પણ રાખો, દાન-પુણ્ય પણ કરો. કાશ્મીર નાં રાજા મર્યા તો પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી (ખાનગી મિલકત) જે હતી તે બધી આર્ય સમાજીઓ ને દાન માં આપી ગયાં. પોતાનાં ધર્મ નાં માટે કરે છે ને! અહીં તો તે કોઈ વાત નથી. બધાં બાળકો છે, દાન વગેરે ની વાત નથી. તે છે હદ નું દાન. હું તો તમને વિશ્વ ની બાદશાહી આપું છું. ડ્રામા અનુસાર ભારતવાસી જ રાજ્ય ભાગ્ય લેશે. ભક્તિમાર્ગ માં વેપારી લોકો કાંઈ ને કાંઈ ધર્માદુ જરુર કાઢે છે. એનું પણ બીજા જન્મ માં અલ્પકાળ નાં માટે મળે છે. હમણાં તો હું ડાયરેક્ટ (પોતે) આવ્યો છું તો તમે આ કાર્ય માં લગાવો. મારે તો કાંઈ નથી જોઈતું. શિવબાબા ને પોતાનાં માટે મકાન બનાવવાનું છે શું! આ બધું બ્રાહ્મણોનું છે. ગરીબ, સાહૂકાર બધાં સાથે રહે છે. તો આ બધું બાળકોનું જ છે. જોવાય છે ઘરમાં આ કેવી રીતે આરામ થી રહે છે, તો તે પ્રબંધ કરવો પડે એટલે કહે છે બધાંની ખાતરી (સેવા) કરો. કોઈ વસ્તુ ન હોય તો મળી શકે છે. બાપ ને તો બાળકો પર પ્રેમ હોય છે. એટલો પ્રેમ બીજા કોઈનો હોઈ ન શકે. બાળકો ને તો કેટલું સમજાવે છે - પુરુષાર્થ કરો બીજાઓનાં માટે પણ યુક્તિ રચો. એમાં જોઈએ ફક્ત ત્રણ પગ પૃથ્વી, જેમાં બાળકીઓ સમજાવતી રહે. કોઈ મોટાં વ્યક્તિ નો હૉલ હોય, બોલો અમે જરુરી ચિત્ર રાખી દઈએ છીએ. એક-બે કલાક સવાર-સાંજ ક્લાસ કરીને ચાલ્યા જઈશું. ખર્ચો બધો અમારો, નામ તમારું થશે. ઘણાં આવીને કોડી થી હીરા જેવાં બનશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી બાપ થી સાચ્ચો-સાચ્ચો અવિનાશી વેપાર કરવાનો છે. એ સોદા ની સાથે આ સોદા માં પણ સમય આપવાનો છે. જ્ઞાન-ગંગા બની બધાંને પાવન બનાવવાનાં છે.

2. બ્રાહ્મણ જીવન નો આધાર મોરલી છે જે પ્રેમ થી સાંભળવાની અને સંભળાવવાની છે. અંદર કોઈ પણ કાંટો હોય તો એને નીકાળી દેવાનો છે. અવગુણો નું દાન કરવાનું છે.

વરદાન :-
રહેમદિલ ની ભાવના દ્વારા અપકારી પર પણ ઉપકાર કરવા વાળા શુભચિંતક ભવ

કેવો પણ કોઈ આત્મા ભલે સતોગુણી, ભલે તમોગુણી સંપર્ક માં આવે પરંતુ બધાનાં પ્રત્યે શુભચિંતક અર્થાત્ અપકારી પર પણ ઉપકાર કરવાવાળા. ક્યારેક કોઈ આત્મા નાં પ્રત્યે ઘૃણા દૃષ્ટિ ન હોય કારણકે જાણો છો આ અજ્ઞાન નાં વશીભૂત છે, બેસમજ છે. એમના ઉપર રહેમ કે સ્નેહ આવે ઘૃણા નહીં. શુભચિંતક આત્મા એવું નહીં વિચારશે કે આને આમ કેમ કર્યું પરંતુ આ આત્માનું કલ્યાણ કેવી રીતે થાય - આ જ છે શુભચિંતક સ્ટેજ.

સ્લોગન :-
તપસ્યા નાં બળ થી અસંભવ ને સંભવ કરી સફળતા મૂર્ત બનો.

આ અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

તે ત્રિકાળદર્શી હોવાના કારણે આત્માનાં સંપૂર્ણ સહયોગ ને સામે રાખી, દરેક આત્મા ની કમજોરી ને પારખી એની કમજોરીને સ્વયં માં ધારણ નહીં કરશે, વર્ણન નહીં કરશે પરંતુ અન્ય આત્માઓની કમજોરી નાં કાંટા ને કલ્યાણકારી સ્વરુપ થી સમાપ્ત કરી દેશે. કાંટા નાં બદલે કાંટા ને પણ ફૂલ બનાવી દેશે.