05-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે સાઈલેન્સ ( શાંતિ ) માં રહીને એક બાપ ને યાદ કરવાનાં છે , આમાં ઘંટ વગેરે વગાડવાની દરકાર નથી”

પ્રશ્ન :-
કઈ વાત માં બાપ સમાન બનો તો બધા કામ સિદ્ધ થઈ જશે?

ઉત્તર :-
જેવી રીતે બાપ પ્રેમ નાં સાગર છે તેવી રીતે ખૂબ-ખૂબ પ્રેમાળ બનો. ક્રોધ થી કામ બગડે છે, બનતું નથી એટલે આંખ દેખાડવી, જોર થી બોલવું, ગરમ થવું, આની દરકાર નથી. શાંત રહેવું ખૂબ-ખૂબ સારું છે. પ્રેમ થી બહુજ કામ સિદ્ધ થઈ શકે છે.

ગીત :-
તુમ્હીં હો માતા પિતા…

ઓમ શાંતિ!
આ મહિમા છે એક ની. પરંતુ ભક્તિમાર્ગ માં એકની મહિમા ગાવાથી ભક્તિ નો શો (દેખાવ) નથી થતો એટલે ભક્તિ માં અનેકોની મહિમા ગાય છે. ત્યાં અવાજ પણ ખૂબ હોય છે. ઘંટા-ઘડિયાળ, ગીત-ભજન, રડવાનું-પીટવાનું કેટલું ભક્તિમાર્ગ માં ચાલે છે. જાત-જાત નાં અવાજ, મંત્ર-તંત્ર, સ્તુતિ વગેરે હોય છે અને જ્ઞાનમાર્ગ માં છે સાઈલેન્સ (શાંતિ). ફક્ત ઈશારો અપાય છે, અવાજ જરાય નથી. ભક્તિ માં કેટલી ધામધૂમ છે. સૌથી વધારે ઘંટ વાગે છે શિવ નાં મંદિર માં, જ્યાં-ત્યાં જુઓ ઘંટ જ ઘંટ છે. કોઈને નિંદર થી જગાડવા માટે કોઈ ઘંટ નથી વગાડાતાં. શિવબાબાએ આવીને મનુષ્યો ને કુંભકરણ ની અજ્ઞાન નિંદર થી જગાડ્યાં છે, પરંતુ ઘંટ નથી વગાડતાં. બિલકુલ શાંતિ થી બે શબ્દો માં જ સમજાવે છે. બુદ્ધિવાન જે હોય છે તે બે શબ્દ માં જ સમજી જાય છે. બાપ કહે છે - બાળકો મને યાદ કરો. તમે જ મને બોલાવ્યો છે હે પતિત-પાવન આવો. હવે આવ્યો છું તમને રસ્તો બતાવું છું. શું હજી સુધી તમારે પતિત બનીને આ દુનિયામાં જ રહેવું છે? તમે તો પાવન દુનિયામાં રહેવા ઈચ્છો છો ને? પાવન દુનિયા સ્વર્ગ ને કહેવાય છે. કહે જ છે પતિત-પાવન, તો સમજવું જોઈએ કે પતિત-પાવન શું આવીને કરશે? જરુર નર્ક થી સ્વર્ગ માં લઈ જશે. વગર સમજે એમ જ બોલાવતાં રહે છે, તાળીઓ વગાડતાં રહે છે. પરંતુ એ નથી જાણતાં કે બાપ આવશે તો શું આવીને કરશે? હકીકત માં આ યુનિવર્સિટી પણ છે મનુષ્ય થી દેવતા બનવાની. ત્યારે ગાય છે મનુષ્ય કો દેવતા કિયે… આમાં શાસ્ત્ર વગેરે કાંઈ પણ ભણવાનું નથી. ભક્તિમાર્ગ માં ખૂબ શાસ્ત્ર વગેરે વાંચે છે, અસંખ્ય લેક્ચર (પ્રવચન) વગેરે હોય છે. મહિનો-મહિનો મંડપ બનાવીને બેસી અવાજ કરે છે. અહીં કેટલું શાંતિ માં બેસી બાપ સમજાવે છે. જુઓ, તમને બાબા આવીને પાવન બનાવી, પાવન દુનિયાનાં માલિક બનાવે છે. ભણતર પણ કેટલું સહજ છે. તમે પહેલાં-પહેલાં પાવન હતાં, ગોલ્ડન એજ (સતયુગ) માં હતાં. પછી ૮૪ જન્મ લેતાં-લેતાં આયરન એજ (કળિયુગ) માં તમોપ્રધાન બની ગયાં છો. હવે તમારે સતોપ્રધાન બનવાનું છે એટલે મને યાદ કરો. તે પણ અજપા. જેવી રીતે કન્યા નાં જ્યારે લગ્ન થાય છે તો શું જાપ કરે છે? યાદ માં રહે છે. તમે પણ બધી પત્નિઓ છો, આ શિવબાબા પતિઓનાં પતિ છે. તમારી સગાઈ થઈ છે પરમાત્મા ની સાથે. સગાઈ જ્યારે થઈ ગઈ તો બસ યાદ બુદ્ધિ માં બેસી ગઈ. ખાતરી થઈ ગઈ કે અમે સગાઈ કરી લીધી. પછી એક-બીજા ને યાદ કરતાં રહે છે. તમને પણ બાપ કહે છે નિશ્ચય બુદ્ધિ થઈ ગયાં કે અમે એક બાપ નાં બાળકો પરસ્પર ભાઈ-ભાઈ છીએ. ભાઈઓને વારસો મળે છે - એક બાપ પાસેથી, એટલે બાપ ને પોકારે છે. ભલે મનુષ્ય-તન માં આવીને ભાઈ-બહેન બની જાઓ છો. પરંતુ પોકારે આત્મા છે ને. ભાઈ-ભાઈ પોકારે છે હે પતિત-પાવન બાબા આવો. બાબા કહે છે - મને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. પાવન ને સતોપ્રધાન, પતિત ને તમોપ્રધાન કહેવાય છે. આ વાતો બાબા સંગમ પર જ સમજાવે છે. આ છે ગીતા પાઠશાળા. આ પાઠશાળા માં બાપ આવીને રાજયોગ શિખવાડે છે, નર થી નારાયણ બનાવે છે. ત્યાં શિક્ષક તો સામે બેસી ભણાવે છે, દેખાય છે. આ છે ગુપ્ત. તો આ શિક્ષક ને પણ બુદ્ધિયોગ થી સમજવા પડે છે. એ નિરાકાર પતિત-પાવન બાપ છે. એ જ સ્મૃતિ અપાવે છે કે કલ્પ પહેલાં પણ મેં તમને રાજયોગ શિખવાડ્યો હતો. ત્યારે કહેવાય છે મનમનાભવ, પવિત્ર બનો તો આ લક્ષ્મી-નારાયણ બની જશો. આમાં ઘંટા-ઘડિયાળ વગેરે વગાડવાની દરકાર જ નથી. બાપ સ્વયં આવીને જગાડે છે. મનમનાભવ નો અર્થ છે સાઈલેન્સ (શાંતિ). પોતાને આત્મા નિશ્ચય કરો. બસ! હવે આપણે પોતાનાં ઘરે જવાનું છે. બાપ ને જ બધાં કહે છે કે અમને દુઃખ થી છોડાવી મુક્ત કરો. સંન્યાસી લોકો ફક્ત બ્રહ્મ ને યાદ કરે છે. હવે બ્રહ્મ તત્વ તો છે ઘર. તે ઘર ને યાદ કરશે, અહીં બાપ ને યાદ કરવાનાં છે. ફક્ત ઘર ને યાદ કરશો તો જેમકે સંન્યાસી થઈ જશો. બ્રહ્મ તો ભગવાન નથી.

બાપ બેસી સમજાવે છે - મને યાદ કરો તો તમે નિર્વાણધામ માં ચાલ્યાં જશો. પછી ત્યાંથી આવશો સ્વર્ગ માં. અહીં થી હું આપ બાળકોને સાથે લઈ જઈશ. તમને ખબર છે તિડ્ડીઓનું ઝુંડ કેટલું મોટું હોય છે. બધાંની યુનિટી (એકતા) હોય છે. પહેલાં આગળ વાળો બેસ્યો તો બધાં બેસી જશે. મધમાખીઓ પણ એવી હોય છે. રાણીએ ઘર છોડ્યું તો બધી ભાગશે તેની પાછળ. તે જેમકે એમનો સાજન થયો. તેમાં પછી સજની જ રાજ્ય કરે છે હમજીન્સ પર. શાસ્ત્રો માં પણ છે આત્માઓ બધાં મચ્છરો સદૃશ્ય ભાગે છે. અગણિત આત્માઓ છે. તે માખીઓ દરેક સિઝન (ઋતુ) માં પોતાની રાણી ની પાછળ ભાગે છે. તમારે તો એકવાર ભાગવાનું છે. હવે બધા આત્માઓએ જવાનું છે મૂળવતન. તમારો અવાજ કાંઈ પણ નથી એટલે બાબા દૃષ્ટાંત આપે છે. સરસો (રાઈ) નાં દાણા ની જેમ પીસાય છે. બાબા પણ બિંદુ, સરસો નાં દાણા જેવાં છે. ખસ-ખસ નાં દાણા પણ નાનાં હોય છે. પરમાત્મા પણ બિંદુ છે. એમને જોવાતાં પણ નથી - દિવ્ય દૃષ્ટિ વગર. બિલકુલ નાનાં સ્ટાર (તારા) જેવાં છે. ગીતા માં દેખાડયું છે અખંડ જ્યોતિ નો સાક્ષાત્કાર થયો, તો અહીં પણ જ્યારે અખંડ જ્યોતિ નો સાક્ષાત્કાર થાય ત્યારે સમજશે સાક્ષાત્કાર થયો. જો બિંદુ નો થયો તો સમજશે આ પરમાત્મા થોડી છે! ગીતા માં તો લખેલું છે - અર્જુન ને ખૂબ તેજોમય સાક્ષાત્કાર થયો. ભક્તિ ની વાતો બુદ્ધિ માં બેસેલી છે. ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ માં રાત-દિવસ નો ફરક છે. તમે જાણો છો આપણે ૬૩ જન્મ શરીર દ્વારા કેટલાં ડાન્સ કરીએ છીએ. ૬૩ જન્મ કેટલાં ભક્તિમાર્ગ નાં હંગામા જોઈએ છીએ. તેમાં પણ પહેલાં જ્યારે સતોપ્રધાન ભક્તિ હતી તો એક શિવબાબા ની ભક્તિ કરતાં હતાં. પછી આ ગંગા-સ્નાન વગેરે પાછળ થી શરું થાય છે. પહેલાં અવ્યભિચારી ભક્તિ હોય છે પછી વૃદ્ધિ ને મેળવે છે. અહીં તો એકદમ સાઈલેન્સ છે. વગર કોડી તમે વિશ્વ નાં માલિક બનો છો. મમ્મા, વગર કોડીએ આવી અને વિશ્વ મહારાણી બની ગઈ. આ સાધારણ હતાં. એકદમ ગરીબ ઘર નાં વગર કોડી ખર્ચે જુઓ શું બને છે! મમ્મા પછી સર્વિસ (સેવા) ખૂબ કરતી હતી. જઈને બીજાઓને સમજાવતી હતી કે બાબા કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે સતોપ્રધાન બની જશો. આમાં ખર્ચા ની કોઈ વાત જ નથી. જો કોઈ થોડો ખર્ચો પણ કરે છે તો પોતાનાં માટે. જેવી રીતે ખેતર માં બે મુઠ્ઠી અનાજ નાખવાથી કેટલું અસંખ્ય અનાજ નીકળે છે. ખેતી ખૂબ થઈ જાય છે. આ પણ ૨૧ જન્મોનાં માટે તમારી કેટલી આવક થાય છે. મનુષ્ય થી દેવતા બનવું કેટલું સહજ છે. એક સેકન્ડ ની વાત છે. બેઠાં પણ કેવાં સાધારણ છો. જો કોઈ બેસી નથી શકતાં તો બાબા કહે છે સુઈને પણ (સુતા રહીને) મોરલી સાંભળો. આ છે ધારણા ની વાત. અંદર માં બાબા અને ચક્ર ને યાદ કરતાં રહો. યાદ કરતાં-કરતાં જ શરીર છોડવાનું છે. બાકી મુખ માં ગંગાજળ નાખવાની કોઈ વાત નથી. ગુરુ-ગોસાઈ તો ખૂબ ડરાવી દે છે કે તમે આ નિયમ તોડશો, ભક્તિ નહીં કરશો તો આ થશે. સમજો, કોઈ નો પગ તૂટી જાય છે અથવા નુકસાન થયું તો કહેશે તમે ભક્તિ છોડી છે ત્યારે આ પરિણામ નીકળ્યું, તો ડરી જાય છે. અહીં તો કાંઈ પણ કરવાનું નથી. બાબાની યાદ અપાવવાની છે, ચક્ર નું રહસ્ય સમજાવવાનું છે. હવે કળિયુગ નાં પછી સતયુગ આવવાનો છે, વિનાશ થવાનો છે જરુર, એટલે આ મહાભારે લડાઈ છે. ભગવાન આવીને રાજયોગ શિખવાડી નર થી નારાયણ બનાવે છે. આ રાજયોગ છે, પ્રજાયોગ નથી. શુભ બોલવું જોઈએ. બાળકોએ ખૂબ મીઠાં બનવાનું છે. બાબા મીઠાં છે ને. ક્રોધ વગેરે બધું દાન માં લઈ લે છે. બાપ કહે છે - હું પ્રેમ નો સાગર છું, તમે પણ બનો. ખૂબ પ્રેમ થી સમજાવે છે. નહીં તો બાળકો ખૂબ હંગામા (તોફાન) કરે છે કારણકે માયા માથું ખરાબ કરી દે છે, એટલે ખ્યાલ આવે છે કે ક્યારેય પણ કોઈને કાંઈ કહેવું નહીં. પ્રેમ થી સમજાવીએ. આંખ દેખાડવી, ગરમ થવું, જોર થી બોલવું, આની દરકાર નથી, આનાથી કામ બગડે છે. શાંત રહેવું સારું છે. વિકારો નું દાન દઈને પછી લે છે તો પોતાનું પદ ગુમાવે છે. બાબા નાં બન્યાં એટલે ૫ વિકારો નું દાન દઈ દીધું. કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. છતાં પણ બાપ પંડા છે ને, પંડા બ્રાહ્મણ હોય છે. શિવબાબા પણ રુહાની પંડા છે. તમે પણ પંડા છો. બાબા બ્રહ્માનાં તન માં આવે છે તો આ પણ બ્રાહ્મણ થયાં. બાબા આમનામાં બેઠાં છે, એમની મહિમા ગાય છે તુમ માત-પિતા… બીજા કોઈની આ મહિમા નથી. એમનું કર્તવ્ય પણ એવું છે. આ પાઠશાળા છે, બાપ ભણાવે છે. આ બાળકોને યાદ રહેવું જોઈએ. મુખ્ય ઉદ્દેશ છે જ વિશ્વ ની બાદશાહી મેળવવી. તો આવું ભણાવવા વાળા ને પૂરી રીતે યાદ કરવાં જોઈએ. સ્કૂલ થી સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સારા પાસ થાય છે તો વર્ષે-વર્ષે શિક્ષક ને સોગાત (ભેટ) મોકલતાં રહે છે. આ તહેવાર વગેરે બધા આ સમય નાં છે, પરંતુ આનાં મહત્વ ને કોઈ જાણતું નથી.

બાબા છે નોલેજફુલ. એ આવે જ છે રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપવાં. ઠીક્કર-ભિત્તર માં કેવી રીતે આવશે? એક ડોક્ટરે સિદ્ધ કર્યું હતું કે દરેક વસ્તુ માં આત્મા છે. પરમાત્મા નથી કહ્યું. પછી એ કહી દે છે - સર્વવ્યાપી. એમણે કહ્યું બધામાં આત્મા, તો સંન્યાસીઓએ કહ્યું બધામાં પરમાત્મા. કેટલો રાત-દિવસ નો ફરક છે. એ તો બેહદ નાં બાપ છે. બધાંથી બુદ્ધિયોગ તોડાવી પોતાની સાથે જોડાવે છે. એ (સંન્યાસી) કહે છે આત્મા બુદ-બુદા (પરપોટો) સાગર થી છે, સાગર માં લીન થઈ જશે. બ્રહ્મ જ્ઞાની સમજે છે - નાની જ્યોતિ મોટી જ્યોતિ માં લીન થઈ જશે, પછી નવી ઉત્પત્તિ થાય છે. બાબા સમજાવે છે આ ભક્તિ ની પણ ડ્રામા માં નોંધ છે. હું પણ ડ્રામા ની નોંધ અનુસાર આપ બાળકોને આવીને સમજાવું છું. ૮૪ જન્મો નું જે ચક્ર લગાવે છે, આ પણ ડ્રામા માં નોંધ છે. જે કાંઈ થાય છે બધી નોંધ છે. કોઈ ગાયન પણ કરે છે, કોઈ વિઘ્ન પણ નાખે છે.

આપ બાળકોએ શિવબાબા પાસેથી વારસો લેવાનો છે. એ આવે જ છે બધા આત્માઓને લઈ જવાના માટે. શરીર નું નામ પણ નથી લેતાં. શરીર સહિત થોડી કોઈને ભગાવવા આવ્યો છું. મને તો કહે છે લિબરેટર (મુક્તિદાતા) આવો. અમને દુઃખ થી લિબરેટ (મુક્ત) કરી બીજી જગ્યાએ લઈ ચાલો. જ્યાં ચેન, સુખ-શાંતિ મેળવીએ. તો બધાનાં શરીર અહીં જ છોડાવી આત્માઓને લઈ જઈશ. તો કાળો નો કાળ થયો ને. હું બધાને સાથે લઈ જઈશ. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો બાપ બેસી સમજાવે છે. ક્યાંય કોઈ વાત સમજ માં નથી આવતી તો બોલો આ વાત બાબાએ હજી સમજાવી નથી. જ્યારે સમજાશે ત્યારે તમને સંભળાવશું. એવી રીતે પોતાને છોડાવી દેવાં જોઈએ. બાળકો સમજે છે બાબા જ્ઞાન નાં સાગર છે. નવી-નવી વાતો સંભળાવતાં રહે છે. વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવવા વાળા રચયિતા બાપ છે, જે આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. તમે લાઈટ-હાઉસ પણ છો તો સ્વદર્શન ચક્રધારી પણ છો. પરંતુ માયા ભુલાવી દે છે. ઘુટકા ખાય છે. કાંઈ ને કાંઈ કમી આવી જાય છે. કર્મો નો હિસાબ-કિતાબ છે ને. જ્યાં સુધી કર્માતીત અવસ્થા નથી બની તો કાંઈ ને કાંઈ થતું રહે છે. હિસાબ-કિતાબ ચૂક્તું થયાં અને શરીર છોડી દેશો, લડાઈ શરું થઈ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિકારો નું દાન આપીને પાછું નથી લેવાનું. મુખ થી શુભ બોલવાનું છે, ખૂબ મીઠા બનવાનું છે. બાપ સમાન પ્રેમ નાં સાગર બનીને રહેવાનું છે.

2. સાઈલેન્સ માં રહી વગર કોડી ખર્ચે વિશ્વ ની બાદશાહી લેવાની છે. બાપ ની યાદ માં રહી થોડો ઘણો ખર્ચો કરી ૨૧ જન્મો ની આવક કરવાની છે.

વરદાન :-
ત્રિકાળદર્શી સ્થિતિ દ્વારા માયા નાં વાર થી સેફ રહેવાવાળા અતીન્દ્રિય સુખ નાં અધિકારી ભવ

સંગમયુગ નું વિશેષ વરદાન કે બ્રાહ્મણ-જીવન ની વિશેષતા છે - અતીન્દ્રિય સુખ. આ અનુભવ બીજા કોઈ પણ યુગ માં નથી થતો. પરંતુ આ સુખ ની અનુભૂતિ માટે ત્રિકાળદર્શી સ્થિતિ દ્વારા માયા નાં વાર થી સેફ રહો. જો વારંવાર માયા નો વાર થતો રહેશે તો ઈચ્છવા છતાં પણ અતીન્દ્રિય સુખ નો અનુભવ કરી નહીં શકો. જે અતીન્દ્રિય સુખ નો અનુભવ કરી લે છે એમને ઇન્દ્રિયો નું સુખ આકર્ષિત કરી નથી શકતું, નોલેજફુલ હોવાના કારણે એમની સામે તે તુચ્છ દેખાશે.

સ્લોગન :-
કર્મ અને મન્સા બંને સેવા નું બેલેન્સ હોય તો શક્તિશાળી વાયુમંડળ બનાવી શકશો.

આ અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

જેવા છીએ, જે પણ પરિસ્થિતિ સામે છે, એ જ હાલાતો માં રહીને આ જ શરીર માં આપણે સંપૂર્ણ બનવાનું છે, આ લક્ષ રાખો. તમારું સંગમયુગી સંપૂર્ણ રુપ શક્તિઓ અને પાંડવોનું રુપ ગવાયેલું છે. જ્યારે આ સ્વરુપ માં સ્થિત થશો ત્યારે ખબર પડશે કે અમારા ભક્ત કયા છે અને પ્રજા કઈ છે. જે પ્રજા હશે તે નજીક આવશે અને જે ભક્ત હશે તે અંત માં ચરણો માં ઝુકશે.