06-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતે પોતાનાથી વાયદો કરો કે અમારે ખૂબ - ખૂબ મીઠાં બનવાનું છે , બધાને સુખ ની , પ્રેમ ની દૃષ્ટિ થી જોવાનાં છે , કોઈનાં નામ - રુપ માં નથી ફસાવાનું”

પ્રશ્ન :-
યોગ ની સિદ્ધિ શું છે? પાક્કા યોગી ની નિશાની સંભળાવો?

ઉત્તર :-
બધી કર્મેન્દ્રિયો બિલકુલ શાંત, શીતળ થઈ જાય - આ છે યોગ ની સિદ્ધિ. પાક્કા યોગી બાળકો તે જેમની કર્મેન્દ્રિયો જરા પણ ચંચળ ન હોય. રિચંક પણ કોઈ દેહધારી માં આંખ ન ડૂબે. મીઠાં બાળકો, હવે તમે જુવાન નથી, તમારી વાનપ્રસ્થ અવસ્થા છે.

ગીત :-
જાગ સજનિયાઁ જાગ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આનાં અર્થ પર દિલ માં વિચાર સાગર મંથન કરવાનું છે અને ખુશી માં આવવાનું છે કારણકે આ છે નવી દુનિયાનાં માટે નવી વાતો. આ નવી વાતો હમણાં સાંભળવાની છે. બાળકો હવે જાણે છે નવી દુનિયા સ્થાપન કરવા વાળા કોઈ મનુષ્ય ન હોઈ શકે. તમે જ્યારે આ વાતો સાંભળો છો તો સમજો છો આ તો ૫ હજાર વર્ષ પહેલાવાળી જૂની વાતો છે જે ફરી નવેસર થી સંભળાવવામાં આવે છે. તો જૂની થી નવી, નવી થી જૂની થઈ જાય છે. હવે તમે જાણો છો ૫ હજાર વર્ષ પહેલાં વાળી તે જ વાતો બાબા નવી કરીને સંભળાવે છે. વાતો તે જ છે. શેનાં માટે સંભળાવે છે? નવી દુનિયાનો વારસો મેળવવાં. આમાં જ્ઞાન-ડાન્સ કરવાનો હોય છે. ભક્તિ માં પણ ખૂબ ડાન્સ કરે છે. ચારેય તરફ ફેરા લગાવી ડાન્સ કરે છે. જ્ઞાન નો ડાન્સ તો બિલકુલ સહજ છે. તેમાં કર્મેન્દ્રિયો ખૂબ ચાલે છે, મહેનત કરવી પડે છે. આ તો ફક્ત અંદર માં જ્ઞાન-ડાન્સ ચાલે છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે - તે નોલેજ બુદ્ધિ માં છે. આમાં કોઈ તકલીફ નથી. હા, યાદ માં મહેનત લાગે છે. બાળકો કોઈ ફેલ (નાપાસ) થઈ પડે છે, ક્યાંક ને ક્યાંક નીચે પડે છે. સૌથી મુખ્ય વાત છે - નામ-રુપ માં નથી ફસાવાનું. સ્ત્રી-પુરુષ કામ વશ નામ-રુપ માં ફસાય છે ને. ક્રોધ નામ-રુપ માં નથી ફસાવતો. પહેલાં-પહેલાં છે આ જેની ખૂબ સંભાળ કરવાની છે, કોઈનાં પણ નામ-રુપ માં નથી ફસાવાનું. પોતાને આત્મા સમજવાનો છે. આપણે આત્મા અશરીરી આવ્યાં હતાં, હવે અશરીરી થઈને જવાનું છે. આ શરીરનું ભાન તોડવાનું છે. આ નામ-રુપ માં ફસાવાની ખૂબ ખરાબ બીમારી છે. બાપ સાવધાની આપે છે બાળકોને. કોઈ-કોઈ આ વાત ને સમજતાં નથી. કહે છે બાબા નાહેક એવું કહે છે કે નામ-રુપ માં ફસાયા છો. પરંતુ આ ગુપ્ત બીમારી છે એટલે સાજન સજનીઓ ને અથવા બાપ બાળકો ને જગાડે છે. બાળકો જાગો, હવે ફરી થી કળિયુગ પછી સતયુગ આવવાનો છે. બાપ જ્યોતિ જગાડવા આવે છે. મનુષ્ય મરે છે તો તેની જ્યોતિ પ્રગટાવે છે. પછી દીપક ની સંભાળ કરે છે કે બુઝાઈ (ઓલવાઈ) ન જાય. આત્મા ને અંધારું ન થાય. હકીકત માં આ છે બધી ભક્તિમાર્ગ ની વાતો. આત્મા તો સેકન્ડ માં ચાલ્યો જાય છે. ઘણાં લોકો જ્યોતિ ને પણ ભગવાન માને છે. બ્રહ્મ ને મોટી જ્યોતિ કહે છે. બ્રહ્મ સમાજીઓનું મંદિર હોય છે, જ્યાં રાત-દિવસ જ્યોતિ પ્રગટે છે. કેટલો ખર્ચો થાય છે. ફાલતું ઘૃત (ઘી) જાય છે. અહીં તે કાંઈ પણ નાખવાનું નથી. યાદ ઘૃત નું કામ કરે છે. યાદ રુપી ઘૃત છે. તો મીઠાં-મીઠાં બાળકો આ સમજે છે. નવી વાત હોવાનાં કારણે જ ઝઘડો થાય છે. બાપ કહે છે - હું આવું છું સ્વીટ ચિલ્ડ્રન (મીઠાં બાળકો) ની પાસે. ભારત માં જ આવું છું. પોતાનો જન્મ, દેશ બધાને પ્રિય લાગે છે ને. બાપ ને તો બધાં પ્રિય લાગે છે. છતાં પણ હું પોતાનાં ભારત દેશ માં જ આવું છું. ગીતા માં જો શ્રીકૃષ્ણનું નામ ન હોત તો બધાં મનુષ્ય માત્ર શિવબાબા ને માનત. શિવ નાં મંદિર માં કેટલાં જાય છે. મોટાં માં મોટું મંદિર સોમનાથ નું હતું. હમણાં તો કેટલાં અસંખ્ય નાં અસંખ્ય મંદિર બન્યાં છે. શ્રીકૃષ્ણ ને એટલું બધાં માનતાં નથી, જેટલું બેહદ નાં બાપ ને માને છે. તો આ સમયે તમને આમનાં જેવી પ્રિય વસ્તુ બીજી કોઈ નથી. આમાં સાકાર ની મહિમા કોઈ નથી. આ તો નિરાકાર ની મહિમા છે, જે અભોક્તા છે. જ્યારે કે બેહદ નાં બાપ સ્વર્ગ નાં રચયિતા છે તો એમનાથી સ્વર્ગ નો વારસો લેવાનો પુરુષાર્થ કરવો જોઈએ ને.

આજકાલ કરતાં-કરતાં કાળ ખાઈ જશે. સમય બાકી થોડો છે. બાપ પાસેથી વારસો તો લઈ લો. જ્યારે પ્રોબ (પ્રશ્નાવલી) લખે છે તો તે સમયે સમજાવવાનું પણ છે. જ્યારે કે નિશ્ચય કરો છો એ બેહદ નાં બાપ છે તો બાપ પાસેથી વારસો લેવાનો પુરુષાર્થ કરો, નહીં તો બહાર જવાથી ઝટ ભૂલી જશો. બાપ તો કલ્યાણકારી છે ને. કહે છે આ યોગ થી જ તમારા બધાં દુઃખ ૨૧ જન્મ નાં માટે દૂર થવાનાં છે. બાળકીઓ ઘર માં પણ સમજાવતી રહે કે હવે બધાં દુઃખ દૂર કરવા વાળા બેહદ નાં બાપ ને યાદ કરવાથી જ તમોપ્રધાન થી સતોપ્રધાન બની જઈશું. પવિત્ર તો જરુર રહેવું પડે. મૂળ વાત છે પવિત્રતા ની. જેટલાં-જેટલાં યાદ માં વધારે રહેશો તો ઈન્દ્રિયો પણ શાંત થઈ જશે. જ્યાં સુધી યોગ ની સિદ્ધિ પૂરી નથી થતી તો ઈન્દ્રિયો પણ શાંત નથી થતી. દરેક પોતાની તપાસ કરે - કામ વિકાર મને કોઈ દગો તો નથી દેતો? કોઈ ચંચળતા ન હોવી જોઈએ, જો હું પાક્કો યોગી છું તો. આ જેમ કે વાનપ્રસ્થ અવસ્થા છે - બાપ ને જ યાદ કરતાં રહેવાનું છે. બાપ બધાં બાળકો ને સમજાવે છે. જ્યારે તમે સારા યોગી બનશો, ક્યાંય પણ આંખ નહીં ડુબશે તો પછી તમારી ઈન્દ્રિયો શાંત થતી જશે. મુખ્ય છે આ જે બધાને દગો આપે છે. યોગ માં સારી રીતે અવસ્થા જામી જશે તો પછી મહેસૂસ થશે - અમે જેમકે જુવાની માં જ વાનપ્રસ્થ અવસ્થા માં આવી ગયાં છીએ. બાપ કહે છે - કામ મહાશત્રુ છે. તો પોતાની તપાસ કરતાં રહો. જેટલાં યાદ માં રહેશો એટલી કર્મેન્દ્રિયો શાંત થઈ જશે અને ખૂબ મીઠો સ્વભાવ બની જશે. ફીલ (અનુભવ) થશે હું પહેલાં કેટલો કડવો હતો, હવે કેટલો મીઠો બની ગયો છું. બાબા પ્રેમ નાં સાગર છે ને તો બાળકોએ પણ બનવાનું છે. તો બાબા કહે છે બધાની સાથે પ્રેમ ની દૃષ્ટિ રહે. જો કોઈને દુઃખ આપશો તો દુઃખી થઈને મરશો એટલે ખૂબ મીઠાં બનવાનું છે.

બાબા કહે છે હું રુપ-વસંત છું ને. બાબા થી કેટલાં અમૂલ્ય જ્ઞાન-રત્ન મળે છે, જેનાથી તમે ઝોલી ભરો છો. તે લોકો પછી શંકર ની આગળ જઈને કહે છે, ભરી દે ઝોલી. તેમને એ ખબર નથી કે શંકર ઝોલી ભરવા વાળા નથી. હવે તમે સમજો છો જ્ઞાન સાગર બાબા આપણી બાળકોની જ્ઞાન નાં રત્નો થી ઝોલી ભરે છે. તમે પણ રુપ-વસંત છો. દરેક નો આત્મા રુપ-વસંત છે. પોતાને જોતાં રહો અમે કેટલાં જ્ઞાન-રત્ન ધારણ કરી અને જ્ઞાન-ડાન્સ કરીએ છીએ અથવા રત્નો નું દાન કરીએ છીએ. સૌથી સારું રત્ન છે મનમનાભવ. બાપ ને યાદ કરવાથી બાપ નો વારસો મેળવો છો. જેમ બાબા માં જ્ઞાન ભરેલું છે તેમ બાપ બેસી બાળકોને આપ સમાન બનાવે છે. ગુરુ લોકો પણ આપ સમાન બનાવે છે. આ છે બેહદ નાં બાપ, જેમનું રુપ બિંદુ છે. તમારું પણ રુપ બિંદુ છે. તમને આપ સમાન જ્ઞાન નાં સાગર બનાવે છે. જેટલી ધારણા કરશે, કરાવશે… તે સમજે અમારું ઊંચ પદ છે. અનેકો નાં કલ્યાણકારી બનશે તો અનેકો નાં આશીર્વાદ મળશે. બાપ પણ રોજ સર્વિસ (સેવા) કરે છે ને. આ ગુલઝાર બાળકી છે, કેટલું મીઠું સમજાવે છે. બધાને પસંદ આવે છે. દિલ થાય છે આવી બ્રાહ્મણી અમને મળે. હવે એક બ્રાહ્મણી બધી જગ્યાએ તો ન જઈ શકે. છતાં પણ બાબા કહે છે જે સમજે છે હું સારું સમજાવું છું તો એમણે ઓલરાઉન્ડ સર્વિસ કરવી જોઈએ. જાતે જ શોખ હોવો જોઈએ. હું સેવાકેન્દ્ર પર ચક્કર લગાવું… જે-જે સમજે છે હું અનેકોનું કલ્યાણ કરી શકું છું, મારી સારી સુગંધ નીકળે છે તો શોખ હોવો જોઈએ. ૧૦-૧૫ દિવસ જઈને સેવાકેન્દ્ર થી ચક્કર લગાવી આવું. એક ને જોઈને પછી બીજા પણ શીખશે, જે કરશે તે મેળવશે. આ સર્વિસ ખૂબ કલ્યાણકારી છે. તમે મનુષ્યો ને જીવદાન આપો છો. આ ખૂબ ઉત્તમ થી ઉત્તમ કામ છે. ધંધા વાળા પણ યુક્તિ થી સમય કાઢી સર્વિસ પર જઈ શકે છે. સર્વિસેબલ (સેવાધારી) ને તો બાપ પ્રેમ પણ કરશે, પરવરિશ (પાલના) પણ કરશે. જેમને સર્વિસ નો શોખ હશે તે સર્વિસ વગર રહી નહીં શકે. બાપ મદદ પણ કરે છે ને. બાળકોએ ખૂબ રહેમદિલ બનવાનું છે. બિચારાઓનું ખૂબ દુઃખી જીવન છે. તમે જીયદાન આપો છો, કોઈને અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન કરવું, આનાં જેવું સર્વોત્તમ જ્ઞાન-દાન કોઈ નથી. ખૂબ રહેમદિલ બનવાનું છે. બ્રાહ્મણી કમજોર હોવાનાં કારણે સર્વિસ ઢીલી થઈ જાય છે એટલે સારા ટીચર ની માંગણી કરે છે. જ્યારે પણ વિચાર આવે તો ચાલ્યાં જવું જોઈએ. બાબા કયું સેન્ટર ઠંડુ છે, અમે જઈને ચક્કર લગાવી આવીએ. પ્રદર્શન નાં ચિત્ર પણ છે. ચિત્ર પર વધારે સારી રીતે સમજશે. વિચાર ચાલવો જોઈએ આપણે સર્વિસ કેવી રીતે વધારીએ. બાપ પણ બધાનું જીવન હીરા જેવું બનાવે છે. આપ બાળકોએ પણ સર્વિસ કરવાની છે. વંદે માતરમ ગવાયેલું છે. પરંતુ અર્થ નથી સમજતાં. પતિત મનુષ્યો ની અથવા પૃથ્વી વગેરે ની ક્યારેય વંદના નથી કરાતી. આ તો ૫ તત્વ છે, તેમની શું વંદના કરશે. ૫ તત્વો થી બનેલું શરીર છે તો શરીર ની પૂજા કરવી થઈ ગઈ ભૂત ની પૂજા. શિવ બાબા ને તો શરીર નથી, એમની પૂજા છે સૌથી ઉત્તમ. બાકી છે મધ્યમ. આજકાલ તો મનુષ્યો ને પણ પૂજતા રહે છે, તે છે પતિત. મહાન આત્માઓ તો દેવતાઓ હોય છે. સંન્યાસીઓ થી તે વધારે પવિત્ર છે.

હવે આપ બાળકો જાણો છો આપણે દેવતા બની રહ્યાં છીએ. બાપ આપણને આ અવિનાશી જ્ઞાન-રત્ન દાન કરવાનું શીખવાડે છે. આનાં જેવું ઊંચું દાન બીજું કોઈ હોતું નથી. એક બાપ ને જ યાદ કરવાનાં છે. શિવ અને લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર તો છે. દરેક પોતાનાં ઘર માં લગાવી દે તો યાદ રહેશે. શિવબાબા આપણને આ લક્ષ્મી-નારાયણ બનાવે છે. આ સમયે તમે બની રહ્યાં છો. સ્વર્ગ નાં રચયિતા છે જ શિવબાબા. સતયુગ માં તો વારસો નહીં આપશે. આ અંતિમ જન્મ માં શિવબાબા કહે છે મને યાદ કરો તો તમે આ બનશો. બીજી બધી વાતો છોડી બસ સર્વિસ અને સર્વિસ. બાપ ને યાદ કરો છો - આ પણ મોટી સર્વિસ કરો છો. તત્વ વગેરે બધાં પાવન બની જાય છે. યોગ ની મહિમા ખૂબ ભારે છે. દુનિયામાં યોગ આશ્રમ તો ઘણાં છે પરંતુ તે બધાં છે જિસ્માની (શારીરિક) હઠયોગ, તમારો આ છે રાજયોગ, જેનાથી તમારો બેડો પાર થઈ જાય છે. તે અનેક પ્રકાર નાં હઠયોગ વગેરે થી સીડી ઉતરતા આવ્યાં છો. મૂળ વાત છે યાદ ની. જોવાનું છે મારું મન ક્યાંય વિકાર તરફ તો નથી જતું? વિકારી ને જ પતિત કહેવાય છે અર્થાત્ કોડી જેવાં. વિકાર માં પડવાથી પોતાનું જ નુકસાન કરી દેશે. જે કરશે તે પામશે. બાપ જુએ કે ન જુએ. પોતાને ચેક કરવાનું છે - અમે બાબા ની સર્વિસ કરીએ છીએ! અમારા માં કોઈ અવગુણ તો નથી! જો છે તો કાઢી દેવો જોઈએ. પોતાનામાંથી અવગુણો ને કાઢવા માટે બાપ ખૂબ સમજાવતાં રહે છે. નિર્ગુણ નો પણ અર્થ કોઈ નથી સમજતાં. નિર્ગુણ બાળક ની મંડળી શું કરી શકશે, જેમાં કોઈ ગુણ નથી. વગર અર્થે જે આવ્યું તે કહી દે છે. અનેક મત છે ને. તમને એક મત મળે છે, જેનાથી તમને તો અથાહ ખુશી હોવી જોઈએ. બાપ ફક્ત કહે છે મને યાદ કરો અને કમળફૂલ સમાન બનો. મન્સા-વાચા-કર્મણા પવિત્ર બનો. આપ બાળકો જાણો છો આપણે બ્રાહ્મણ શ્રીમત પર પોતાનાં જ તન-મન-ધન થી પોતાની અને આખાં વિશ્વ ની સેવા કરી રહ્યાં છીએ. બાપ આવશે તો ભારત માં ને. તમે પાંડવ ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા કરી રહ્યાં છો. તમે પોતાનું કામ કરો છો. અંતે વિજય તો પાંડવો ની જ થવાની છે, આમાં લડાઈ ની વાત નથી. તમે છો ડબલ નોનવાયોલેન્સ (અહિંસક). ન વિકાર માં જાઓ છો, ન ગોળી ચલાવો છો. વાયોલેન્સ (હિંસા) થી કોઈ પણ વિશ્વ પર બાદશાહી મેળવી ન શકે. બાબાએ સમજાવ્યું છે - આ બંને (ક્રિશ્ચિન લોકો) જો પરસ્પર મળી જાય તો વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ ડ્રામા માં એવું નથી. ક્રિશ્ચને જ શ્રીકૃષ્ણપુરી ને હપ કરી છે. અસલ તો ભારત શ્રીકૃષ્ણ ની જ પુરી હતી ને. લડીને બાદશાહી લીધી, ખૂબ ધન લઈ ગયાં. હવે ફરી ધન પાછું થતું જાય છે અને પછી તમે વિશ્વ નાં માલિક બની જાઓ છો. બાબા કેટલી યુક્તિઓ બતાવે છે. તેમણે જ તમારું રાજ્ય છીનવ્યું છે પછી એ પરસ્પર લડે છે અને વિશ્વ નાં માલિક તમે બની જાઓ છો. કેટલી મોટી બાદશાહી છે. મહેનત ફક્ત આમાં છે - યાદ કરતાં રહો અને પોતાનો વારસો લો. તેમાં હેરાન ન થવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બીજી બધી વાતોને છોડી જ્ઞાનદાન કરવાનું છે. રુપ-વસંત બનવાનું છે. પોતાનાં અવગુણો ને કાઢવાનો પુરુષાર્થ કરવાનો છે. બીજાઓને નથી જોવાનાં.

2. પોતાનો સ્વભાવ ખૂબ મીઠો બનાવવાનો છે. બધાનાં પ્રતિ પ્રેમ ની દૃષ્ટિ રાખવાની છે. કોઈ ને પણ દુઃખ નથી આપવાનું. કર્મેન્દ્રિયજીત બનવાનું છે.

વરદાન :-
સંપૂર્ણ સમર્પણ ની વિધિ દ્વારા સર્વગુણ સંપન્ન બનવાનાં પુરુષાર્થ માં સદા વિજયી ભવ

સંપૂર્ણ સમર્પણ એને કહેવાય છે જેમના સંકલ્પ માં પણ બોડી કોન્શિયસ ન હોય, પોતાનાં દેહનું ભાન પણ અર્પણ કરી દેવું હું ફલાણી છું આ સંકલ્પ પણ અર્પણ કરી સંપૂર્ણ સમર્પણ થવા વાળા સર્વગુણો માં સંપન્ન બનો છો એમનામાં કોઈ પણ ગુણ ની કમી નથી રહેતી જો સર્વ સમર્પણ કરી સર્વગુણ સંપન્ન અથવા સંપૂર્ણ બનવાનું લક્ષ રાખો છો તો એવાં પુરુષાર્થીઓને બાપદાદા સદા વિજયી ભવ નું વરદાન આપે છે.

સ્લોગન :-
મન ને વશ કરવા વાળા જ મનમનાભવ રહી શકે છે.

અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

પવિત્રતા અને અપવિત્રતા નું કારણ છે ‘સ્મૃતિ’. જ્યારે સ્મૃતિ રહે છે કે આ દેવી છે તો સ્મૃતિ, દૃષ્ટિ અને વૃત્તિ ને પવિત્ર બનાવે છે અને જ્યારે સ્મૃતિ છે કે આ ફિમેલ છે તો તે સ્મૃતિ, વૃત્તિ, અને દૃષ્ટિ ને અપવિત્રતા ની તરફ ખેંચે છે ત્યાં રુપ ને જોશો અને અહીં રુહાનિયત ને જોશો.