06-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
શિખવાની સાથે - સાથે શિક્ષક બની શિખવાડવાનું પણ છે , આ ભણતર આ અંતિમ જન્મ નાં માટે
જ છે , એટલે સારી રીતે ભણો અને ભણાવો”
પ્રશ્ન :-
સતયુગી રાજધાની કયાં
આધાર પર સ્થાપન થાય છે?
ઉત્તર :-
સંગમ નાં ભણતર નાં આધાર પર. જે સારી રીતે ભણે છે અથવા જેનાં પર બૃહસ્પતિ (ગુરુ) ની
દશા છે તે સૂર્યવંશી માં આવે છે. જે ભણતાં નથી, સર્વિસ (સેવા) નથી કરતાં તેના પર
બુધ ની દશા બેસે છે, તે જેમ કે બુદ્ધુ છે. તે પ્રજા માં આવી જાય છે. ઊંચ પ્રજા,
નોકર-ચાકર વગેરે બધાં આ સમય નાં ભણતર નાં આધાર પર જ બને છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે અથવા આત્માઓ પ્રત્યે રુહાની બાપ અર્થાત્ પરમાત્મા બેસી સમજાવી રહ્યાં છે.
રુહાની બાપ ને પરમાત્મા કહેવાય છે. સર્વ આત્માઓ નાં બાપ એક પરમપિતા પરમાત્મા છે. એ
બેસી બ્રહ્મા તન દ્વારા સમજાવે છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય કહે છે ત્રિમૂર્તિ બ્રહ્મા.
હવે તમે બ્રાહ્મણ એવું નહીં કહેશો. તમે તો કહો છો ત્રિમૂર્તિ શિવ અર્થાત્ બ્રહ્મા,
વિષ્ણુ, શંકર નાં રચયિતા શિવ. ત્રિમૂર્તિ બ્રહ્મા નો કોઈ અર્થ નથી નીકળતો. આ ત્રણેય
દેવતાઓનાં રચયિતા છે જ શિવ, એટલે ત્રિમૂર્તિ શિવ કહેવાય છે. એક રચયિતા, બાકી બધી છે
રચના. બેહદ નાં બાપ એક જ છે. લૌકિક બાપ તો દરેકનાં પોત-પોતાનાં છે. આ સમયે તો બધાં
શિવ બાબા નાં બાળકો બન્યાં છે. બાળકો ને ખબર છે, અમે આત્માઓ ૮૪ નું ચક્ર લગાવીએ છીએ.
તો ૮૪ બાપ બને છે હદ નાં. સતયુગ માં પણ માઁ-બાપ કોઈ બેહદ નો વારસો નથી આપતાં. સતયુગ
નાં માટે બેહદ નો વારસો તો હમણાં તમને મળે છે. ત્યાં લક્ષ્મી-નારાયણ ની રાજધાની છે
અને જે પણ રાજાઈ વાળા રજવાડા હશે તેમનાં બાળકો ને પોતાનાં બાપનો વારસો મળશે. છતાં
પણ ત્યાં સુખ ખૂબ છે. આ સમયે તમને બેહદ નાં બાપ બેહદ વિશ્વ નાં માલિક બનાવે છે. સદા
સુખ નો ૨૧ જન્મો નાં માટે વારસો મળે છે. ત્યાં દુઃખ નું નામ-નિશાન નથી હોતું.
વામમાર્ગ શરું થવાથી દુઃખ શરું થઈ જાય છે. જે પણ આવે તેમને આ સમજાવવાનું છે કે તમને
બે બાપ છે. ૮૪ જન્મો માં તો ૮૪ બાપ હદ નાં મળે છે. બેહદ નાં બાપ તો એક જ છે.
હવે આપ બાળકો ની
બુદ્ધિમાં આ પણ સમજ છે કે મૂળવતન શું છે! મૂળવતન જે ચિત્ર માં દેખાડો છો તે પણ
મોટાં-મોટાં બનાવવાં જોઈએ, તેમાં નાનાં-નાનાં આત્માઓ તારાઓ ની જેમ ચમકતાં હોય. જેવી
રીતે આગળ તમે ફાયરફ્લાય (આગિયા) નો હાર બનાવતાં હતાંં, તેવી રીતે આ મૂળવતન નો પણ
બનાવવો જોઈએ. પ્રોજેક્ટર શો બતાવે છે તો તેમાં પણ મૂળવતન નું ચિત્ર એવું દેખાડવું
જોઈએ. ઝાડ મોટું હોય તો ક્લિયર દેખાય કે અમે આત્માઓ ત્યાં રહીએ છીએ. બાળકો ને
સમજવામાં પણ સહજ થઈ જશે. આ છે બેહદ નાં બાબા, જે બ્રહ્મા દ્વારા દૈવી સંપ્રદાય ની
સ્થાપના કરી રહ્યાં છે. તમે હવે બ્રાહ્મણ છો પછી દૈવી ગુણોવાળા દેવતા બનશો. હમણાં
બધામાં આસુરી ગુણ છે, તેને આસુરી અવગુણ કહેશું. વામમાર્ગ થી દુઃખ શરું થાય છે. એવું
નથી કે રજોપ્રધાન બનવાથી ફટ દુઃખી થાય છે. ના, થોડી-થોડી કળા ઓછી થતી જાય છે. મુખ્ય
ચિત્ર છે જ ત્રિમૂર્તિ, ગોળો અને નર્ક-સ્વર્ગ નાં ગોળા. આ પહેલાં-પહેલાં સમજાવવા
માટે ખૂબ જરુરી છે. ઝાડ નાં ચિત્ર માં પણ અડધા-અડધા કલ્પ નું માપ પૂરું છે.
એક્યુરેટ (બરોબર) હોવાથી પૂરું સમજમાં આવશે. આ જ્ઞાન બાપ સિવાય બીજા કોઈ સમજાવી ન
શકે. ઘડી-ઘડી સમજાવવા માટે ત્રિમૂર્તિ નું ચિત્ર જરુર જોઈએ. આ છે નિરાકાર બેહદ નાં
બાપ, જેમને બધાં યાદ કરે છે. આત્મા જાણે છે એ અમારા બેહદ નાં બાપ છે એમને દુઃખ માં
બધાં યાદ કરે છે. સતયુગ માં યાદ કરવાની દરકાર જ નથી. તે તો છે જ સુખધામ. દેવતાઓ જ
પુનર્જન્મ લેતાં આવ્યાં છે. આ પણ કોઈને ખબર નથી.
તમે જાણો છો -
સતોપ્રધાન થી પછી આપણે કેવી રીતે સતો, રજો, તમો માં આવીએ છીએ. આત્મા માં ખાદ પડતી
જાય છે. તમારો આત્મા જાણે છે કે આપણે ૮૪ જન્મો નો પાર્ટ ભજવવાનો છે. તે એક્યુરેટ
આપણાં આત્મા માં નોંધ છે. કેટલાં નાનાં આત્મા માં પાર્ટ બધો નોંધાયેલો છે. આ છે
ગુહ્ય થી ગુહ્ય સમજવા ની વાતો. કોઈ પણ મનુષ્ય માત્ર સંન્યાસી, ઉદાસી વગેરે ની બુદ્ધિ
માં આ વાતો આવી ન શકે. ભલે નાટક કહે છે, નાટક ને ડ્રામા ન કહેવાય. આ ડ્રામા છે.
ડ્રામા, બાયોસ્કોપ (સિનેમા) વગેરે આગળ નહોતાં. પહેલાં મૂવી (ઈશારા વાળા) હતાં, હવે
ટોકી (વાણી વાળા) બન્યાં છે. આપણે આત્માઓ પણ સાઈલેન્સ (શાંતિ) થી ટોકી માં આવીએ છીએ.
ટોકી થી ફરી મૂવી માં જઈ પછી સાઈલેન્સ માં જઈએ છીએ એટલે આપ બાળકોને શિખવાડાય છે કે
વધારે વાતો નહીં કરો. રોયલ મનુષ્ય ખૂબ ધીમે બોલે છે. તમારે જવાનું છે - સૂક્ષ્મવતન
માં. સૂક્ષ્મવતન નું જ્ઞાન હમણાં બાપે સમજાવ્યું છે. આ છે ટોકી દુનિયા, તે છે મૂવી.
ત્યાં ઈશ્વર થી વાતચીત ચાલે છે. ત્યાં સફેદ લાઈટ નું રુપ છે, અવાજ નથી. ત્યાં ની
મૂવી ભાષા એકબીજા માં સમજી જાય છે. તો હવે તમારે જવાનું છે સાઈલેન્સ (શાંતિધામ) માં
વાયા મૂવી (સૂક્ષ્મ વતન). બાપ કહે છે મારે પહેલાં-પહેલાં સૂક્ષ્મ સૃષ્ટિ રચવી પડે
પછી પાછળ સ્થૂળ. ગવાય પણ છે મૂળવતન, સૂક્ષ્મ, સ્થૂળ… મનુષ્યો ને આ પણ ખબર નથી કે
બ્રહ્મા, વિષ્ણુ, શંકર સૂક્ષ્મવતનવાસી છે. ત્યાં કોઈ દુનિયા નથી. ફક્ત બ્રહ્મા,
વિષ્ણુ, શંકર જોવામાં આવે છે. વિષ્ણુ ૪ ભુજા વાળા જુઓ છો, આનાથી સિદ્ધ છે, પ્રવૃત્તિ
માર્ગ છે. સંન્યાસીઓ નો છે નિવૃત્તિ માર્ગ. આ પણ ડ્રામા છે, જેનું વર્ણન કરીને બાપ
સમજાવે છે. મુખ્ય વાત તો બાપ કહે છે મનમનાભવ. બાકી છે વિસ્તાર. તે સમજવામાં સમય લાગે
છે. નટશેલ (સાર) માં છે બીજ અને ઝાડ. બીજ ને જોવાથી આખું ઝાડ બુદ્ધિ માં આવી જાય
છે. બાપ બીજરુપ છે, એમને આ ઝાડ અને સૃષ્ટિ નાં ચક્ર નું પૂરું નોલેજ છે, સમજાવવા
માટે સૃષ્ટિ ચક્ર અલગ છે. ઝાડ અલગ છે. ઝાડમાં આ બધાં ચિત્ર આપ્યાં છે. કોઈ પણ ધર્મ
વાળાઓને બતાવવામાં આવે તો સમજી શકે છે. અમે સ્વર્ગમાં તો આવી નહીં શકીએ. ભારત જ્યારે
પ્રાચીન છે તો ફક્ત દેવી-દેવતાઓ જ હતાં. બાકી બધાં શાંતિધામ માં રહે છે.
તમે બીજ અને ઝાડ બંને
ને જાણો છો. બીજ ઉપર છે, જેમને વૃક્ષપતિ કહેવાય છે. હમણાં તમે બાપ નાં બન્યાં છો તો
તમારા ઉપર બૃહસ્પતિ ની દશા બેસેલી છે. જે બાપનાં બને છે તેમનાં ઉપર બૃહસ્પતિ ની દશા
કહેવાશે. પછી છે શુક્ર ની દશા, બુધ ની દશા. બૃહસ્પતિ ની દશાવાળા સૂર્યવંશી બને છે.
બુધ ની દશા વાળા પ્રજામાં ચાલ્યાં જાય છે, સર્વિસ નથી કરી શકતાં. બાપ ને યાદ નથી કરી
શકતાં તો બુદ્ધુ થયાં, આમાં પણ નંબરવાર બુદ્ધુ બને છે. કોઈ ઊંચ પ્રજા કોઈ નીચી પ્રજા.
ક્યાં સાહૂકાર પ્રજા પછી ક્યાં એમનાં પણ નોકર-ચાકર. બધો ભણતર પર આધાર છે. ભણતર પણ
સતોગુણી, રજોગુણી, તમોગુણી હોય છે. રાજધાની સ્થાપન થઈ રહી છે. જે હોશિયાર છે તે બાપ
ની યાદ માં પણ રહે છે. આખું ઝાડ બુદ્ધિ માં રહે છે. ભણતર થી જ શિક્ષક, બૅરીસ્ટર બને
છે. શિક્ષક પછી બીજાઓને પણ ભણાવે છે. ભણે તો બધાં છે. એક જ ભણતર છે પછી કોઈ તો ભણીને
ઊંચા ચઢી જાય છે, કોઈ પછી ત્યાં જ શિક્ષક બની જાય છે. જે શીખ્યાં છે તે ભણાવે છે.
હવે તમે પણ ભણો છો. કોઈ તો ભણતાં-ભણતાં શિક્ષક બની જાય છે. સ્વયં કહે છે શિક્ષક નું
કામ છે આપ સમાન શિક્ષક બનાવવાં. શિક્ષક નહીં બનશો તો બીજાઓનું કલ્યાણ કેવી રીતે કરશો?
સમય થોડો છે, જ્યાં સુધી વિનાશ થાય ત્યાં સુધી શીખતાં રહેશો. પછી તો શીખવાનું બંધ
થઈ જશે. પછી બાબા ૫ હજાર વર્ષ પછી આવીને શીખવાડશે. આ ભણતર કોઈ સેંકડો (અનેક) વર્ષ
નથી ચાલવાનું. આ તો છે જ આ અંતિમ જન્મ નાં માટે ભણતર. ભણવાનું અને ભણાવવાનું છે. બધાં
તો ટીચર ન બની શકે. જો બધાં ટીચર બની જાય પછી તો ખૂબ ઊંચ પદ મેળવી લે. નંબરવાર તો
હોય જ છે. પહેલાં-પહેલાં કોઈને પણ બે બાપ નો પરિચય આપો. ચિત્ર હોવાથી સારું સમજશે.
ત્રિમૂર્તિ નું ચિત્ર તો જરુંર સાથે હોવું જોઈએ. આ શિવબાબા, આ પ્રજાપિતા બ્રહ્મા.
બધા નાં ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. તો જરુર પહેલાં આવ્યાં હશે ને. સૌથી આગળ છે
બ્રહ્મા. હમણાં રચના રચી રહ્યાં છે. હવે આપ બ્રાહ્મણ બન્યાં છો પછી બ્રાહ્મણ જ દેવતા
બનશે. બ્રાહ્મણોનું ઝાડ નાનું છે. દેવતાઓ થોડાં હોય છે પછી પાછળ થી વૃદ્ધિ ને પામતાં
જાય છે. આ તમારું નવું ઝાડ સ્થાપન થઈ રહ્યું છે. તે બીજા ધર્મ વાળા આત્માઓ તો ઉપર
થી આવે છે - પાર્ટ ભજવવા, ઉતરવાની વાત નથી. અહીં તો તમારું નવું ઝાડ સ્થાપન થાય છે.
માયા પણ સામે છે. તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું જ છે. ટ્રાન્સફર (પરીવર્તન)
થવાનું છે કારણકે દુનિયા બદલાઈ રહી છે, એટલે મહેનત થાય છે. દેવી-દેવતા ધર્મ ની અહીં
સંગમયુગ પર સ્થાપના થાય છે. તમે આ પણ બતાવો છો કે સતયુગ કેટલાં વર્ષ નો છે. સતયુગ
થી ફરી કળિયુગ કેવી રીતે બને છે. કળિયુગ માં તમોપ્રધાન તો થવાનું જ છે. તમોપ્રધાન
થાય ત્યારે તો ફરી સતોપ્રધાન બને. તમે સતોપ્રધાન હતાં પછી ખાદ પડતી ગઈ છે. હવે ભલે
કોઈ નવો આત્મા ૨-૩ જન્મ લે તો પણ ઝટ ખાદ પડી જાય છે. તેમાં જ સુખ, તેમાં જ દુઃખ
ભોગવે છે. કોઈ નો એક જન્મ પણ હોય છે. જ્યારે આવવાનું બંધ થઈ જશે ત્યારે વિનાશ થશે.
પછી બધાં આત્માઓએ પાછું જવું પડશે. પાપ આત્માઓ અને પુણ્ય આત્માઓ સાથે જાય છે. પછી
પુણ્ય આત્માઓ નીચે ઉતરે છે. સંગમ પર બધી બદલી થાય છે. તો બાળકોએ આખો ડ્રામા બુદ્ધિ
માં રાખવો જોઈએ. બાપ ની પાસે આ બધી નોલેજ છે ને. કહે છે હું આવીને સૃષ્ટિ ચક્ર નાં
આદિ-મધ્ય-અંત નાં બધાં રહસ્ય સમજાવું છું. ભક્તિમાર્ગ માં થોડી આ જ્ઞાન સંભળાવું
છું! ભગત યાદ કરે છે તો એમને સાક્ષાત્કાર કરાવું છું. ભક્તિમાર્ગ શરું થાય છે ત્યારે
મારો પણ પાર્ટ શરું થાય છે. સતયુગ-ત્રેતા માં હું વાનપ્રસ્થ માં રહું છું. બાળકોને
સુખ માં મોકલી દીધા પછી શું! હું વાનપ્રસ્થ લઉં છું. આ વાનપ્રસ્થ લેવાની રસમ (રિવાજ)
ભારત માં જ છે. બેહદ નાં બાપ કહે છે હું વાનપ્રસ્થ માં બેસી જાઉં છું. બેહદ નાં બાપ
જ આવીને ગુરુ નાં રુપ માં વાનપ્રસ્થ માં લઈ જાય છે. મનુષ્ય ગુરુઓ નો સંગ લે છે -
ભગવાન ને મળવા માટે. શાસ્ત્ર વાંચશે, તીર્થો પર જશે, ગંગા-સ્નાન કરશે. પરંતુ મળ્યું
તો કાંઈ પણ નથી. હવે તમને બેહદ નાં બાપ મળ્યાં છે. દુઃખ થી છોડાવીને, રાવણ રાજય થી
કાઢી રામ રાજ્યમાં લઈ જાય છે. બેહદ નાં બાપ એક જ વાર આવીને રાવણ નાં દુઃખ થી છોડાવે
છે, એટલે તેમને લિબરેટર (મુક્તિદાતા) કહેવાય છે. સતયુગ માં છે જ રામરાજય. બાકી
આત્માઓ શાંતિધામ ચાલ્યાં જાય છે. આ પણ કોઈ નથી જાણતું. મુજ આત્મા નો સ્વધર્મ જ છે -
શાંત. અહીં પાર્ટ માં આવવાથી અશાંત બને છે પછી શાંતિ યાદ આવે છે. અસલ માં રહેવાસી
શાંતિધામ નાં છે. હવે કહે છે મને શાંતિ જોઈએ. મન ને શાંતિ જોઈએ. સમજાવાય છે - આત્મા
મન-બુદ્ધિ સહિત છે. આત્મા છે જ શાંત સ્વરુપ પછી અહીં કર્મ માં આવે છે. અહીં શાંતિ
કેવી રીતે મળશે? આ તો છે જ અશાંતિધામ. સતયુગ માં સુખ-શાંતિ બંને છે. પવિત્રતા પણ
છે, ધન-સંપત્તિ પણ છે.
બાપ સમજાવે છે તમને
કેટલું સુખ-શાંતિ, ધન-સંપત્તિ વગેરે બધું હતું. હવે ફરી તમારે બીજાઓને સમજાવવાનું
છે. જેમણે કલ્પ પહેલાં વારસો લીધો હતો તે સારી રીતે સમજવાની કોશિશ કરશે. ભલે પછી થી
આવે છે પરંતુ જૂનાં થી ઝટ આગળ ચાલ્યાં જાય છે. પછી થી આવવા વાળાને વધારે જ પોઇન્ટ્સ
સારા મળે છે. દિવસે-પ્રતિદિવસે સહજ થતું જાય છે. આ પણ સમજશે હવે અમે સમજ્યાં તો બધું
છીએ પછી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની મહેનત પણ કરવાની છે. તેનાં માટે તીવ્ર
પુરુષાર્થ કરવા લાગી પડશે કારણકે સમજે છે સમય થોડો છે, જેટલું થઈ શકે પુરુષાર્થ માં
લાગી જઈએ. મોત થી પહેલાં અમે પુરુષાર્થ કરી લઈએ. તે પોતાનો ચાર્ટ રાખતાં હશે. ભણતર
તો સહજ છે. બાકી છે યાદ ની વાત. ગવાયેલું પણ છે - રામ સુમિર પ્રભાત મોરે મન… આત્મા
કહે છે હે મારું મન, રામ નું સિમરણ કર. ભક્તિમાર્ગ માં તો આ પણ કોઈને ખબર નથી કે
રામ કોણ છે. તે રઘુપતિ રાઘવ રાજારામ કહી દે છે. કેટલી ગડબડ કરી દીધી છે. બધાનાં
ભગવાન એ રામ કોણ છે, મનુષ્ય કાંઈ પણ સમજતાં નથી. વેસ્ટ ઓફ ટાઈમ (સમય નો વ્યય),
વેસ્ટ ઓફ મની (પૈસા નો વ્યય) કરતાં રહે છે. આપ બાળકોને મેં વિશ્વ નું રાજ્ય ભાગ્ય
આપ્યું હતું, પછી ક્યાં ગયું? ૫ હજાર વર્ષ પહેલાં તમને સ્વર્ગ ની રાજાઈ આપી હતી, તે
પાછી કેવી રીતે ગુમાવી? હવે તમે સમજો છો - કેવી રીતે આપણે નીચે પડતાં (ઉતરતાં) આવ્યાં
છીએ. હવે ફરી ચઢવાનું છે. ચઢતી કળા એક સેકન્ડ માં, ઉતરતી કળા ૫ હજાર વર્ષ માં.
બ્રહ્મા થી વિષ્ણુ બનવામાં એક સેકન્ડ, વિષ્ણુ થી બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ લાગે
છે. કેટલાં પોઇન્ટ્સ સમજાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે તો ટોકી
થી મૂવી, મૂવી થી સાઈલેન્સ માં જવાનું છે, એટલે ટોકી (વાતચીત) ખૂબ ઓછી કરવાની છે.
રોયલ્ટી થી ખૂબ ધીરે બોલવાનું છે.
2. નોલેજ સમજ્યાં પછી
તીવ્ર પુરુષાર્થ કરી સતોપ્રધાન બનવાનું છે. યાદ નો ચાર્ટ રાખવાનો છે.
વરદાન :-
આ લોક નાં
લગાવ થી મુક્ત બની અવ્યક્ત વતન ની સૈર કરવા વાળા ઉડતા પંખી ભવ
બુદ્ધિ રુપી વિમાન થી
અવ્યક્ત વતન કે મૂળવતન ની સૈર કરવા માટે ઉડતા પંખી બનો. બુદ્ધિ દ્વારા જ્યારે ઈચ્છો,
જ્યાં ઈચ્છો પહોંચી જાઓ. આ ત્યારે થશે જ્યારે બિલકુલ આ લોક નાં લગાવ થી પરે રહેશો.
આ અસાર સંસાર છે, આ અસાર સંસારથી જ્યારે કોઈ કામ નથી, કોઈ પ્રાપ્તિ નથી તો બુદ્ધિ
દ્વારા પણ જવાનું બંધ કરો. આ રૌરવ નર્ક છે એમાં જવાનો સંકલ્પ અને સ્વપ્ન પણ ન આવે.
સ્લોગન :-
પોતાના ચહેરા
અને ચલન થી સત્યતા ની સભ્યતા નો અનુભવ કરાવવો જ શ્રેષ્ઠતા છે.
અવ્યક્ત ઇશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
જે પરોપકાર ની ભાવના
થી સંપન્ન છે, તે સદા સંતુષ્ટમણી સમાન સ્વયં પણ સંતુષ્ટ હશે અને સર્વ ને પણ સંતુષ્ટ
કરવા વાળા હશે. કમાલ આ છે જે હોપલેસ માં હોપ પેદા કરી દેશે, જેમના પ્રત્યે બધા
નિરાશા દેખાડે, એવાં વ્યક્તિ કે એવી સ્થિતિ માં સદા ને માટે તેમની આશા નાં દિપક
જગાવી દેશે. પોતાના ઉપકાર ની શુભ ભાવના થી, સ્નેહ થી, શક્તિ થી, મીઠા બોલ થી,
ઉમંગ-ઉત્સાહ નાં સહયોગ થી દિલશિકસ્ત ને શક્તિવાન બનાવી દેશે અર્થાત્ ભિખારીને
બાદશાહ બનાવી દેશે.